વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુપોષણ અને પશુપ્રજનન

પશુપોષણ અને પશુપ્રજનન

પ્રજનનક્ષમતા જાળવવા માટે અને તેને વધારવા માટે પશુપોષણ અગત્યનુ છે. પશુ ઉત્પાદન કાર્ય હોય કે, કે પ્રજનન કાર્ય કે પછી શરીરનુ કોઈ પણ કાર્ય હોય, પશુપોષણ શરીરનો પાયો છે. પ્રજનનક્ષમતા જાળવી રાખવા માટે, ઉર્જા અને પ્રોટીન મુખ્ય પોષક તત્વો છે જેની જરુરીયાત અન્ય તત્વો કરતા સૌથી વધુ રહે છે. પ્રજીવકો/વીટામીનો અને ખનીજ તત્વોની પણ અગત્યતાને નકારી શકાય નહી. કુપોષણના કારણે શરીર નિર્બળ પડવુ, પુખ્ત અવસ્થાએ મોડા પહોચવુ, બે વિયાણ વચ્ચેનો ગાળો વધવો, ઋતુકાળના ચક્રમા અંત્ર:સ્રાવો ઘટાડો થવો થવો અને તેના કારણે પ્રજનનક્ષમતા ઘટવી જેવા પ્રશ્નો બને છે.

પ્રજનનને પ્રભાવિત કરતા પોષણ સબંધીત પરીબળો

ઉર્જા એનર્જી

ખોરાકમા અપુરતા પ્રમાણમા ઉર્જા, પ્રોટીન, પ્રજીવકો અને ખનીજ તત્વોના કારણે પ્રજનન ઉપર વિપરીત અસર પડે છે. આમાથી સમતોલ ઉર્જા એક જ ખાસ કરીને પરીબળ છે જે પ્રજનનકાર્ય પર વિપરીત અસર કરે છે. ઉર્જાની જરુરીયાતને શરીરના વિવિધ કાર્યોને જરુરીયાત પ્રમાણે ચડતા ક્રમમા ગોઠવીયે તો- શારિરીક ચયાપચય, પ્રવૃત્તિઓ, વૃધિ, શરીરમા અનામત ઉર્જાનુ પ્રમાણ, ઋતુચક્ર, ગર્ભાવસ્થાની શરુઆત, વધારાની અનામત ઉર્જાનુ પ્રમાણ. આ રીતે ઉર્જાની જરુરીયાત રહે છે.  ઉર્જાની જરુરીયાતની પ્રાથમિકતાઓ જોતા સઘળી ઉર્જા દૂધ ઉત્પાદન અને ઓછામા ઓછી અનામત ઉર્જાનો સંગ્રહ તરફ વળી જાય છે અને પ્રજનન કાર્યો માટે સમાધાન કરવુ પડે છે. ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કા દરમ્યાન જો અપુરતી ઉર્જા આપવામા આવે તો વિયાણબાદના ગર્ભધારણનો દર અને ગર્ભધારણમા પણ સમય વધુ લાગે છે. તેમ છતા પણ વિયાણબાદ પુરતી અને વધુ ઉર્જા આપવામા તો પણ ફર્ક પડતો નથી.

ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કા દરમ્યાન અને વિયાણ બાદ ઉર્જાનુ પ્રમાણ વધુ રાખવામા આવે તો પશુઓમા વધુ પડતી ચરબીના કારણે “ફેટ કાઉ” સીંડ્રોમ” થઈ શકે છે. જે પ્રજનન શક્તિ ઉપર વિપરીત અસર કરે છે. આવા પશુઓમા મેલ ન પડવો, ગર્ભાશયનો ચેપ, અંડપિંડ ઉપર મસા,ચયાપચયના રોગો, અને પછી ખોરાક ના ખાવો જેવા રોગો થાય છે. જે પછી પ્રજનન શક્તિ ઉપર વિપરિત અસર કરે છે.

પ્રોટીન (Protein)

પ્રોટીનની પ્રજનન ઉપર અસર જટીલ છે. લામ્બાગાળાની પ્રોટીનની ઉણપ પશુની પ્રજનન શક્તિ ઉપર વિપરિત અસર કરે છે. સાથે સાથે પ્રોટીન/યુરીયા/અમોનીયા જરુરીયાત કરતા વધુ ખવડાવવામા આવે તો પણ પ્રજનનની કામગીરી/શક્તિ ઉપર વિપરિત અસર કરે છે. જેમ કે ગર્ભધારણ દર ઘટે છે, ફળદ્રુપતા, અંડ/ડીમ્બ/ફોલીકલનુ પુખ્ત થવા ઉપર અને ભવિષ્યમા ગર્ભ ઉપર પણ વિપરિત અસર કરે છે. હા, પુરતા પ્રમાણમા ઉર્જા આપવામા આવે તો આપેલ વધુ પડતુ પ્રોટીન /યુરીયા/અમોનીયાની આડઅસર નિવારી શકાય છે.

સવર્ધન ઋતુમા અને ગર્ભાવસ્થાના શરુઆતના તબક્કા દરમ્યાન જો વધુ પડતુ પ્રોટીન /યુરીયા/અમોનીયા આપેલ હોય અને રુમેનને પુરતા પ્રમાણમા ઉર્જા આપવામા આવેલ ના હોય ગર્ભાશયમા પીએચ (અમ્લત્તા આંક) ઘટે છે જેના કારણે ફળદ્રુપતા ઘટે છે.

ચરબી ફેટ- Fat

ચરબી એટલે કે ફેટ આપવાથી તેનુ ફેટી એસીડ અને કોલેસ્ટેરોલમા રુપાંતર થાય છે જે અંત:સ્ત્રાવોના નિર્માણ માટે ખોરાક છે. ખોરાકમા વધારાની ચરબી/ફેટ આપવાથી પ્રજનનતંત્રના અંત:સ્ત્રાવો ખાસ કરીને પ્રોજેસ્ટેરોન અને પ્રોસ્ટાગ્લાંડીન નુ નિર્માણ/સંશ્લેષણ થાય છે. ચરબીની અસરો ઉર્જાની સાથે જોડાઇને અથવા તેનાથી સ્વતંત્ર પણ હોઇ શકે છે. ૦૨ થી ૦૩% સુધી ફેટ આપી શકય છે પરંતુ મહત્તમ ૦૫ થી ૦૮% સુધી આપવાની ભલામણ છે. આનાથી વધુ ફેટ આપવાથી જીવાણુઓથી પાચન થતા પેટમા (રુમેન) મા પાચનક્રિયામા ગડબડ થાય છે. માટે દુધ આપતા પશુઓને વધુ ઉર્જા મળે તે હેતુથી આપવાની ભલામણ છે. જેથી વિયાણબાદ, ઓછા સમયમા સ્ત્રીબીજનો વિકાસ થાય અને ગરમીમા આવે. સ્ત્રીબીજનો વિકાસ થવાથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંત:સ્ત્રાવ નો સ્ત્રાવ પણ વધુ થાય છે.

ખનીજ તત્વો

શારિરીક ક્રિયાઓની સાથે સાથે ઉત્પાદન અને પ્રજનન માટે શરીરમા ખનીજ તત્વોની પણ મહત્વની ભુમીકા છે. શરીરમા પ્રજનન સમ્બંધી સમસ્યા અથવા પ્રશ્ન માટે ખનીજ તત્વોની ઉણપનુ ખાસ ઉદાહરણ આપવામા આવે છે. ખનીજ તત્વો કેટલા પ્રમાણમા આપવા તેની જાણકારી છે પરંતુ તેમની ઓછી માત્રામા ઉણપની અસરો અને તેમનામા એકબીજા સાથેનુ પ્રમાણમા અસન્તુલન વિષે ઘણા લોકોને ઓછી જાણકારી છે. સાથે સાથે તેમનુ પ્રમાણ વધુ હોય તો પણ હાનીકારક છે. માટે પશુપાલકોએ ખનીજતત્વોનુ ભલામણ કરેલ પ્રમાણ થી વધુ ખવડાવવુ નહી. હાલમા ખોરાકમા + અને – ભારના ખનીજ તત્વોના તફાવત (DCAD- Dietary Cation-Anion Difference) ઉપર ભલામણ ચાલે છે. DCAD + ભાર ધરાવતા મુખ્ય ખનીજ તત્વો જેવા કે સોડીયમ અને પોટાસીયમ અને - ભાર ધરાવતા મુખ્ય ખનીજ તત્વો જેવા કે ક્લોરાઇડ અને સલ્ફર ની પરિમાણ/માપણી કરે છે. જેની ફોરમુલા/સુત્ર નીચે મુજબ છે.

DCAD in mEq/100g of ration dry matter = (Sodium + potassium) – (chloride + sulfur)

વિયાણ પહેલા DCADની ગણત્રી, નકારવાચક (- એટલે માયનસ) આવે તો વિયાણ બાદ પશુ દૂધ સારુ આપશે, ચયાપચયના રોગો પણ નહી થાય તેમજ શરુઆતના તબક્કામા દૂધ પણ વધુ મળશે અને આવતા વેતરમા પ્રજનન સમ્બંધી પ્રશ્ન/તકલીફ પણ નહી થાય તેવુ કહી શકાય.

ફોસ્ફોરસ {Phosphorus (P)}

પશુ પ્રજનન ઉપર ફોસ્ફોરસની અસરો વિષે ઘણુ સંશોધન થયેલ છે. છે.ફોસ્ફોરસની ઉણપ હોય ત્યારે નીચે મુજબના ચિંહો જોવા મળે છે.

 • ફળદ્રુપતા ઘટવી.
 • ખોરાક ઘટવો.
 • દૂધ ઉત્પાદન ઘટવુ.
 • અંડપિંડની સક્રિયતા ઘટવી.
 • અનિયમીત ઋતુકાળ અને ઋતુચક્ર.
 • અંડપિંડ ઉપર મસા/સીસ્ટ બનવા.
 • પુખ્ત અવસ્થા લમ્બાવવી/મોટી ઉમરે પુખ્તા અવસ્થા આવવી.
 • ગર્ભધારણ કરવા માટે વધુ વખત ફળાવવુ.
 • સુકુ તત્વ પ્રમાણે દૂધ આપતા પશુઓને ૦.૪૫ થી ૦.૫૦% ફોસ્ફોરસ આપવુ હીતાવહ છે.

કેલ્સીયમ{Calcium (Ca)}

 • કેલ્સીયમ : ફોસ્ફોરસ ના રેશીયોની પ્રજનન ઉપર અસરોની ઘણા સંશોધનો થયેલ છે. કેલ્સીયમ: ફોસ્ફોરસ નુ ૧.૫:૧ અને ૨.૫:૧ ૫:૧ વચ્ચે નુ  પ્રમાણ બરાબર માલુમ પડેલ છે. છે.
 • દૂધ આપતા પશુઓમા કેલ્સીયમ આપવુ જોઇએ જેથી દૂધ ઉત્પાદન મહત્તમ મળે અને રોગોનુ નિવારણ કરી શકાય.
 • સ્નાયુઓના સંકોચન ની કામગીરી કેલ્સીયમનુ જ એક કાર્ય છે. જે સુચવે છે કે જો સ્નાયુઓનુ સંકોચન ઘટે તો રુમેનની પાચનની કામગીરી ઘટે અને ખોરાક લેવાનુ ઘટે જેનાથી શરીરમા નકારાત્મક ઉર્જાનુ સમતોલન થાય. તેથી ફેટનુ વિધટન થાય અને એના કારણે ફેટી એસીડ સીંડ્રોમ અને કીટોસીસ થાય છે જે ખોરાક લેવાનુ/ભુખ ઘટાડે છે.
 • કેલ્સીયમની ૫ મીલીગ્રામ/મીલી. માત્રા ખરા પેટનુ (એબોમેજમ- ચોથા નમ્બરનુ પેટ) સંકોચન અને ૫૦% ક્રિયાશીલતા ઘટાડે છે. સાથે ઇંસ્યુલીનના ઉત્પાદનને ઘટાડે છે જે સ્થિતિને વધુ ખરાબ કરે છે. આખરે દુધ ઉત્પાદન ઘટે છે છે અને ફળદ્રુપતા ઘટે છે.
 • ગર્ભાશયના સ્નાયુઓનુ સંકોચન અને ક્રિયાશીલતા ઘટે છે જેના કારણે ગર્ભાશયમાથી કુદરતી બગાડ નીકળતો નથી, ચેપ લાગે છે અને વિયાણબાદની સ્થિતિમા મેલ પણ પડતો નથી.
 • ગર્ભાશય મુળ સ્થિતિમા (ઇંવોલ્યુશન) થતા વાર લાગે છે અને ફળદ્રુપતા ઘટે છે.
 • વિયાણ પહેલા નો સમતોલ પોષ્ટિક આહાર અને કેલ્સીયમ : ફોસ્ફોરસ ના રેશીયો જાળવીને ખવડાવવુ, અગત્યનુ છે. જેથી વિયાણબાદ મીલ્ક ફીવર (સુવા રોગ) અટકાવી શકાય.
 • વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓને ૦.૭૫ થી ૦.૮૦% કેલ્સીયમ, ખોરાકના સુકા તત્વ પ્રમાણે આપવુ જોઇએ.
 • જ્યારે ચરબી/ફેટ આપો ત્યારે, કેલ્સીયમનુ પ્રમાણ વધારીને ૦.૯૦ થી ૦.૧% રાખવુ અને મેગ્નેશીયમ ૦.૨૫ થી ૦.૩૦% આપવુ જરુરી છે.

સેલેનીયમ {Selenium (Se)}

 • સેલેનીયમ અને વીટમીન ઈ સાથે રહીને એંટી-ઓક્સીડંટ તરીકે કામ કરે છે.
 • સંવર્ધન માટેના સાંઢ માટે શ્રુકાણુઓના નિર્માણ, સાંદ્રતા અને હલનચલન માટે ખુબ જ જરુરી છે.
 • માદા પશુઓમા તેની ઉણપના કારણે તરોવાઈ શકે છે અથવા બચ્ચા અશક્ત આવી શકે છે અને તેઓ ઉભા રહી શકતા નથી તેમજ ધાવી પણ શકતા નથી.
 • સંશોધન મુજબ સેલેનીયમ ખનીજ તત્વ આપવાથી મેલ ન પડવો, બાવલાનો ચેપ/ગળીયો અને ગર્ભાશયનો ચેપ નિવારી શકાય છે.
 • જેમના લોહીમા તેનુ પ્રમાણ જળવાય છે તેમા ગર્ભપાત, મૃત બચ્ચાનો જન્મ અને વિયાણ પહેલા પશુનુ બેસી જવુ જેવા કિસ્સાઓ/રોગો નિવારી શકાય છે.
 • ઓછા સેલેનીયમનુ પ્રમાણ ના કારણે વિયાણ પછી ગર્ભાશયનુ મુળ સ્થિતિમા સમયસર ના આવવુ અને મુંગી/ઓછી ગરમીમા આવવુ જેવા રોગો જોવા મળે છે.
 • સેલેનીયમનુ પ્રમાણ વધુ હોય તો, પશુનુ લંગડાવવુ, પગમા ચીરા પડવા, પગના પંજા વિકૃત હોવા અને પુંછડીએ વાળ ખરવા જેવા પ્રશ્નો બને છે. ગાભણ પશુનુ તરોવાઈ જવુ અને અથવા મૃત/અશક્ત//અશક્ત/સુસ્ત બચ્ચાનો જન્મ થવો જેવા પ્રશ્નો બને છે. કારણ કે સેલેનીયમ બચ્ચામા એકઠુ થાય છે.
 • પશુઓને ૦.૧ પીપીએમ સેલેનીયમ, ખોરાકના સુકા તત્વ પ્રમાણે આપવુ જોઇએ. સેલેનીયમનુ ૮ થી ૧૦ મીલીગ્રામ/મીલીગ્રામ/૧૦૦ મીલી લોહીમા પ્રમાણ જાળવવુ જોઇએ.

જસત ઝીન્ક {Zinc (Zn)}

 • કાર્બોદીત, પ્રોટીન અને ન્યુકલીક એસીડના ચયાપચયમા, પ્રોટીનના નિર્માણમા, ઉપકલા પેશીઓની  અખંડિતતા માટે (epithelial tissue integrity), કોષોના મરામત અને વિભાજન સારુ અને વીટામિન એ અને ઈ ના પરિવહન અને વપરાશ સારુ જેવા અસંખ્ય કાર્યોમા ૨૦૦ થી વધુ ઉત્સેચકોના તંત્ર વ્યવસ્થામા અગત્યના ભાગ તરીકે જસત અગત્યની કામગીરી કરે છે.
 • રોગપ્રતિકારક તંત્ર વ્યવસ્થાપન અને પ્રજનંતંત્રના અમુક અંત:સ્ત્રાવોમા પણ જસતની કામગીરી છે.
 • પ્રજનન માટેની પુખ્ત અવસ્થા, પ્રજનન ક્ષમતા અને ખાસ ઋતુકાળની શરુઆત માટે જસત ખુબ જ જરુરી છે.
 • વિયાણબાદ ગર્ભાશયની ઉપકલા (એપીથીલીયમ) ને મરામત, જાળવણી, પ્રજનન ક્ષમતા અને ઋતુકાળમા આવવુ માટે જસતની અગત્યની ભુમીકા છે.
 • જસતના ઉણપથી સાંઢ/પાડાઓમા વીર્યની ગુણવત્તા ઘટવી, વૃષણની સાઈજ ઘટવી અને કામેચ્છામા ઘટાડો થવો જેવા ચિંહો જોવા મળે છે.
 • લોહીમા બીટ-કેરોટીન (વીટામીન-એ) ની માત્રા વધારવા માટે પણ જસત જવાબદાર છે. જે ગર્ભધારણ માટે અને ગર્ભના વિકાસ માટે જવાબદાર છે.
 • જસતની પ્રમાણસર માત્રા ના કારણે પશુ લંગડાતુ નથી, ખરીઓ વિકૃત બનતી નથી, અને ખરીઓ વચ્ચે અને ઉપર ચામડીનો રોગ થતો નથી.
 • ખોરાકના સુકાતત્વના પ્રમાણે ૧૮ થી ૭૩ પીપીએમ જસત, ઉમર પ્રમાણે ખવડાવવુ જોઇએ.
 • અન્ય ખનીજ તત્વો જેવા કે તામ્બુ, કેડમીયમ, લોહ અને કેલ્સીયમ, જસતના ચયાપચય અને શોષણ ઉપર અસર કરે છે.

તામ્બુ {Copper (Cu)}

 • Free radical/છુટા ફરતા રેડીકલ જે શરીરને અન્ય જીવાણુ/વિષાણુઓને આમંત્રણ આપે છે અથવા શરીરની રોગ પ્રતિકારક શક્તિને નિર્બળ બનાવે છે અને અન્ય જીવાણુ/વિષાણુઓ પછી શરીરમા રોગ ફેલાવે છે તેઓને નાબુદ કરતા superoxide dismutase, lysyl oxidase and thiol oxidase ઉત્સેચકો/એંજાયમોમા તામ્બુ એક અગત્યનો ભાગ છે. છે.
 • આ ઉત્સેચકો/એંજાયામો કોષો/પેશીઓની, લોહીની નળીઓ, શિંગડાઓની, ખરીઓની માળખાકીય તાકાત અને સ્થિતિસ્થાપકતા બક્ષ્રે છે.  પશુને લંગડુ થતા બચાવે છે.
 • પ્રજનંતંત્રમા તેની ખાસ અગત્યતા છે કે જો તેની ઉણપ હોય તો પશુ ઋતુકાળમા આવે છે પણ પશુ ગર્ભ રાખતુ નથી.
 • અન્ય ઉણપના ચિંહો- ગર્ભનુ શરુઆતના તબક્કે મરણ થવુ (EEM), ગર્ભનુ અવશોષણ થવુ, મેલ ના પડવો અને મેલ સડી જવો જોવા મળે છે.
 • લોહીમા તામ્બાનુ પુરતા પ્રમાણ હોય તો વિયાણ પછી પશુ ઋતુકાળમા તુરંત આવે છે જેથી સર્વીસ પીરીયડ (વિયાણ પછીથી ગર્ભરાખવાનો સમય) ઘટે છે, ગર્ભ રાખવા બીજદાનની સંખ્યા/ફળાવવાની સંખ્યાની ઓછી જરુર પડે છે.
 • ફળાઉ સાંઢ/આખલા/પાડા ની વિર્યની ગુણવત્તા સુધરે છે.

મેંગેનીજ{Manganese (Mn)}

 • કાર્બોદીત, ફેટ, પ્રોટીન અને ન્યુકલીક એસીડના ચયાપચયમા મદદ કરતા ઉત્સેચકોના પ્રણાલીને ઉત્તેજીત કરવા મેંગેનીજ જરુરી છે.
 • પ્રજનનતંત્રમા પણ મેંગેનીજ અગત્યનો ભાગ ભજવે છે.
 • મેંગેનીજ, કોલેસ્ટીરોલના ઉત્પાદન માટે જરુરી છે. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને સ્ટીરોઇડ ના ઉત્પાદન કોલેસ્ટીરોલ જરુરી છે.
 • પુરતા પ્રમાણમા  ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને સ્ટીરોઇડ અંત:સ્ત્રાવો જરુરી છે જે ઋતુચક્ર, ઋતુકાળ અને શ્રુકાણુઓના ઉત્પાદન માટે જરુરી છે.
 • પિત્તપિંડ/સીએલ અને યોનીના સ્ત્રાવમા મેંગેનીજ નુ પ્રમાણ વધુ હોય છે, તેની ઉણપથી ઋતુચક્ર ખોરવાઇ શકે છે. અંડપિંડ નિશ્ક્રિય બની શકે છે. ગર્ભધારણ દર ઘટી શકે છે.

કોબાલ્ટ {Cobalt (Co)}

 • વીટામીન બી-૧૨ ના સંશ્લેષણ માટે કોબાલ્ટની જરુર પડે છે.
 • ડીએનએ ના ચાર ન્યુક્લોબેજ માથી એક થાયમીન ના સંશ્લેષણ માટે કોબાલ્ટ જરુરી છે. જે સુચવે છે કે કોષના વિભાજન, વિકાસ અને પ્રજનન માટે કોબાલ્ટ જરુરી છે.
 • વીટામીન બી-૧૨, માતા (ગાય/ભેંસ) અને બચ્ચા માટે જરુરી છે. જ્યારે તેની માત્રા પુરતા પ્રમાણમા હોય અને તે ઓર ને પાર કરીને બચ્ચા ને મળે છે છે અને ખીરામા આવે છે.
 • પ્રોપીયોનેટ માથી ગ્લુકોજ બનવા માટે વીટામીન બી-૧૨ ની જરુર પડે છે.
 • અછતની પરિસ્થિતિમા અથવા ભુખમરાની સ્થિતિમા કોબાલ્ટની ગમ્ભીર ઉણપથી વ્યંધ્યત્વ આવી શકે છે. વિયાણ બાદ ગર્ભાશય મુળ સ્થિતિમા આવતા સમય લાગે છે, અનિયમીત ઋતુચક્ર અને ગર્ભધારણ દર મા વધારો થાય છે.
 • દૂધાળ પશુને ખોરાકના સુકુ તત્વ પ્રમાણે ૦.૧ પીપીએમ કોબાલ્ટની જરુરીયાત રહે છે.
 • મેંગેનીજ, જીંક, આયોડીન અને મોનેંસીન, કોબાલ્ટની ઉણપ ઓછી કરી શકે છે.
 • થાયરોઇડ અંત:સ્ત્રાવ અને થાય્રોક્સીન ના સંશ્લેષણ માટે આયોડીન જરુરી છે.
 • શરીરની ચયાપચયની ક્રિયાઓનુ નિયમન થાયરોઇડ અંત:સ્ત્રાવ અને થાય્રોક્સીન કરે છે.
 • થાયરોઇડની અપુરતી ક્રિયાશીલતાના કારણે ગર્ભધારણ દર ઘટે છે અને અંડપિંડ નિશ્ક્રિય બની શકે છે.
 • દૈનિક પશુને ૧૫ થી ૨૦ મીલીગ્રામ આયોડીન આપવુ જોઇએ.
 • વધુ પડતુ આયોડીન આપવાથી ગર્ભપાત અને રોગ પ્રતીકારક શક્તિ ઘટે છે.
 • ઓછા પ્રમાણમા આયોડીનની ઉણપ હોય તો- ઋતુકાળના ચિંહો ઓછા દેખાવા, ગર્ભપાત, મૃત બચ્ચાનો જન્મ, મેલ ન પડવો, ગર્ભકાળ લમ્બાવો, રોગ પ્રતિકારક શક્તિ ઘટવી, શ્વસનતંત્રના રોગો થવા, ફુટ રોટ નો રોગ થવો જેવા ચિંહો જોવા મળે છે.
 • આયોડીનથી ઉણપવાળી ગાય/ભેંસનુ બચ્ચુ કમજોર, અશક્ત, અને વાળ વગરનુ હોઇ શકે છે.
 • ખાસ- આયોડીન ની ઉણપથી ગોઇટર નામનો રોગ થાય છે.

પોટેશીયમ{Potassium (K)}

મર્યાદીત સંશોધનથી ફલીત થયેલ છે કે પોટેશીયમની માત્રા વધુ ખવડાવવાથી નીચે મુજબના પ્રશ્નો બની શકે છે.

 • પુખ્ત અવસ્થા લમ્બાવવી.
 • ડિમ્બક્ષરણ મોડા થવુ.
 • પિત્તપિન્ડ/સીએલનો વિકાસ રુંધાય છે.
 • વોડકીઓ/પાડીઓ/જોટાઓમા ઋતુકાળમા ના આવવુ ના પ્રશ્નો બનવા.
 • પોટેશીયમ અને સોડીયમની માત્રામા બન્ને વચ્ચેનો ગાળો વધુ હોવાના કારણે ફળદ્રુપતા ઘટે છે.

ક્રોમીયમ {Cromium (Cr)}

 • ક્રોમીયમ, ઇંસ્યુલીનના કાર્યને શક્તીમાન/કાર્યવંતીત કરે છે. છે. જે શરીરને ગ્લુકોસ અને અમીનો એસીડને વધુ પ્રમાણમા લેવડાવે છે.
 • ક્રોમીયમની ઉણપથી દુધાળ પશુઓમા કીટોસીસ (એક ચયાપચય રોગ)નામનો રોગ થાય છે જેમા પશુ દાણ ખાતુ નથી, અન્ય ખોરાક પણ ઓછો ખાય છે પરિણામે દૂધ ઉત્પાદન ઘટે છે. વિયાણબાદથી જ શરુઆતમા ઉર્જાની ખોરાકીય માવજત કરવામા આવે તો પ્રજનન સુધારી શકાય છે.

મીઠુ{Sodium and Chloride (NaCl)}

 • મીઠાની ઉણપથી પાચન ઉપર ફરક પડે છે જેનાથી આડકતરી રીતે પ્રજનન ઉપર અસર થાય છે.
 • મીઠુ ઓછામા ઓછુ ૫૦ ગ્રામ પ્રતિ દિવસ આપવુ જોઇએ.

વીટામીન/ પ્રજીવક

દુધ આપતા પશુઓને પ્રજીવકોની જરુરીયાત રુમેન (બીજા નમ્બરનુ પેટ), પેશીઓનુ સંશ્લેષણ, કુદરતી ખોરાક, અને આપવામા આવતા ખોરાકના સન્યોજન થકી પુરુ પાડવામા આવે છે. વ્યાપારી ધોરણે બનાવવામા આવતા દાણમા જરુરી વીટામિન ઉમેરવામા આવે છે. તેમ છતા ઉમેરવામા આવતા ન હોય તો પુરક તરીકે આપવા જરુરી બને છે. વસુકેલ પશુને જ્યારે દાણ અને ખોરાક પ્રમાણસર અપાતો હોય અથવા હલકી કક્ષાનો ખોરાક ખવડાવવાનો હોય ત્યારે સમતોલ ખનીજ તત્વો અને વીટામિનયુક્ત મીનરલ મિશ્રણ આપવા જરુરી બને છે.

વીટામીન/ પ્રજીવક- એ (A)

 • વીટામીન એ, ચરબી દ્રાવ્ય છે. તે વિકાસના નિયમન માટે, કોષોના વિકાસ અને વિભાજન માટે, પેશીઓના કાર્ય માટે અગત્યનો છે તે જાણીતુ છે.
 • વિટામિન એ પ્રજનન માર્ગમાં તંદુરસ્ત પેશીઓ જાળવી રાખવા માટે જરૂરી છે.
 • વીટામીન એ, ડિમ્બના વિકાસ માટે, ગર્ભાશય અંદરના વાતાવરણ જાળવવા માટે અને ડિમ્બના પરિપક્વતા માટે આવશ્યક છે.
 • વીટામીન એ ની ઉણપથી- પુખ્ત થવાની ઉમર લમ્બાવવી, ગર્ભપાત, મૃત અથવા અશક્ત બચ્ચાનો જન્મ, મેલ ના પડવો ગર્ભાશમા ચેપ થવો, વિયાણબાદ ગર્ભાશયને મુળ પરિસ્થિતિમા આવતા સમય લાગવો જેના કારણે ઋતુકાળમા મોડેથી આવવુ, મોડેથી ડિમ્બક્ષરણ થવુ, અંડપિંડ ઉપર ફોલ્લા/સીસ્ટ થવા, જેવા રોગ દેખાય છે.
 • વીટામીન એ ની ઊણપના કારણે પિચ્યુટરી ગ્રંથી, જનન ગ્રંથીઓ અને ગર્ભાશય ની રચના/માળખા અને કાર્ય પર સીધી અસર પડે છે.
 • દૂધ આપતા પશુઓને દૈનીક ૩૦,૦૦૦ થી ૫૦,૦૦૦ યુનીટ વીટામીન-એ આપવુ જોઇએ.
 • વીટામીન-એ, વિયાણ પહેલા અને પછી આપવાથી ગર્ભધારણ દર સુધરે છે.

વીટામીન પ્રજીવક -ડી (D)

 • કેલ્સીયમ અને ફોસ્ફોરસના ચયાપચય માટે વીટામીન ડી ખુબ જ અગત્યનુ છે.
 • ધંધાદારી/વ્યાપારી ધણોમા તેની ઉણપ ભાગ્યે જ દેખાય છે.
 • જ્યા પુરતો તડકો મળતો નથી અથવા પશુઓને રહેઠાણમા સતત બાંધી રાખતા હોય તેમને વીટામીન-ડી પુરક તરીકે આપવુ જરુરી છે.
 • જે પશુઓને પુરતો તડકો મળતો હોય અને શરીર દિનપ્રતિદીન નિર્બળ પડતુ હોય તો વીટામીન-ડી ની ઉણપ હોઈ શકે છે.
 • પશુને દૈનીક ૧૦,૦૦૦ આઇ.યુ. વીટામીન –ડી આપવુ જોઇએ.
 • વીટામિન-ડી ના ઉણપના ચિંહો
 • પશુ જકડાઇને ચાલે છે.
 • શ્વાસોશ્વાસની પ્રક્રીયા વધુ થાય છે.
 • કમજોરી આવે છે.
 • આંચકીઓ પણ આવી શકે છે.
 • બચ્ચા કમજોર, અશક્ત, વિકૃત અથવા મૃત આવી શકે છે.
 • બચ્ચાના પગ વળેલા કોઇ શકે છે. (રીકેટ)
 • ગાય/ભેંસ, ઋતુકાળના ચિંહો દર્શાવતી નથી.
 • નવીન સંશોધન મુજબ- હદયના રોગો, કેંસર અને ચેપી રોગો થઇ શકે છે.

વીટામીન/પ્રજીવક- ઈ (E)

 • સેલેનીયમ અને વીટમીન ઈ સાથે રહીને એંટી-ઓક્સીડંટ તરીકે કામ કરે છે.
 • Free radical/છુટા ફરતા રેડીકલ જે શરીરને અન્ય જીવાણુ/વિષાણુઓને આમંત્રણ આપે છે અથવા શરીરની રોગ પ્રતિકારક શક્તિને નિર્બળ બનાવે છે અને અન્ય જીવાણુ/વિષાણુઓ પછી શરીરમા રોગ ફેલાવે છે તેઓને નાબુદ કરે છે.
 • પ્રજનનતંત્ર મા પણ અગત્યનો ભાગ ભજવે છે.

સારાંશ

ઉપરોક્ત બાબતોને ધ્યાને લેતા સીધી રીતે સ્પષ્ટ થાય છે કે પોષણ, પ્રજનનતંત્ર માટે ખુબ જ અગત્યનુ છે. કોઇપણ પોષક તત્વની ઓછી માત્રામા કે પછી વધુ માત્રામા, પ્રજનનતંત્રને અસર કરી શકે છે. છે. માટે પશુઓને સમતોલ આહાર થકી દરેક પોષક તત્વ જરુરી માત્રામા મળી રહે તે અગત્યનુ છે.

3.04651162791
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top