વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મૂલ્ય વૃદ્ધિની અગત્યતા અને પધ્ધતિઓની સમજ

મૂલ્ય વૃદિધની અગત્યતા અને જુદી જુદી પધ્ધતિઓની સમજ

ખેતી ઉત્પાદનના રૂપાંતર અને મૂલ્ય વૃદ્ધિની અગત્યતા અને જુદી જુદી પધ્ધતિઓની સમજ .

ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી રાષ્ટ્રની આવકમાં કૃષિ પેદાશોનો મોટો હિસ્સો છે. ઉતરોત્તર કૃષિ વિકાસને પરીણામે આજે ભારતમાં અનાજનું વાર્ષિક ઉત્પાદન લગભગ ૨૦૦ મેટીક ટનને સ્પશીં ગયેલ છે. જો કૃષિ સંલગ્ર અન્ય પેદાશોને પણ ધ્યાનમાં લઈએ તો, આ આંકડો ૪૦૦ મેટીક ટન જેટલો થાય. આમ અનાજની બાબતમાં હવે આપણે સ્વનિર્ભર બની ગયા છીએ. પરતું જો ઉત્પાદન પછીનાં તબકકા ઉપર વિચારીએ તો આ દિશામાં અપુરતી સંગ્રહ શકિત, વૈજ્ઞાનિક અભિગમ તથા ચીલાચાલુ પ્રક્રિયાઓને પરિણામે કુલ ઉત્પાદનના ૧૨ થી ૧૫ ટન જેટલું અનાજ તથા ૩૫ થી ૪૦ ટકા જેટલા ફળ, શાકભાજી વપરાશકાર સુધી પહોચતા જ નથી. વળી, કૃષિ પેદાશો તેજ સ્વરુપમાં કે, પરંપરાગત પ્રક્રિયા કરી ઉત્પાદિત બજારોમાં રુપાંતરીત કરી બજારમાં વહેંચવાથી તેનું વળતર પણ પોષણક્ષમ મળતું નથી. આમ વિપુલ માત્રામાં કૃષિ ઉત્પાદન થવા છતાં હજૂ પણ કાપણી બાદ યોગ્ય રીતે પ્રક્રિયા ન કરવાને કારણે બગાડ નાથી શકાયો નથી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી.

અન્ય દેશોની સરખામણીએ આપણા દેશમાં પાકની કાપણી પછી તેના પ્રોસેસીંગનું પ્રમાણ બે ટકા જેટલું જ છે. વળી, ફળ, શાકભાજી, મસાલા અને ઓષધીય પાકો તથા રાયડો, એરંડા, મગફળી જેવા તેલીબિયાંના પાકોના ઉત્પાદનમાં વિશ્વમાં આપણું સ્થાન ખૂબ જ ઉચુ હોવા છતાં વિશ્વની નિકાસ બજારમાં આપણો ફાળો એક ટકા કરતા પણ ઓછો છે. વળી, જયારે નવી આર્થિક નીતિને પરિણામે ખુલ્લી બજાર વ્યવસ્થામાં જો ટકવું હોય તો આપણી કૃષિ પેદાશોને યોગ્ય ગુણવત્તા વાળી બનાવટોમાં તબદીલ કરવી પડશે તથા આ માટે આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પ્રોસેસીંગ ધ્વારા મૂલ્ય વર્ધક બનાવટોમાં આપણી કૃષિ પેદાશોને રુપાંતરીત કરવી પડશે.

ખેત ઉત્પાદનના રૂપાંતર અને મૂલ્ય વૃદ્ધિના ફાયદાઓ ઉચ્ચ ગુણવત્તા વાળી પેદાશો મળે છે. આર્થિક વળતર વધુ મળે છે. પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ અટકાવી શકાય છે. પેદાશોની સંગ્રહ શકિતમાં વધારો થાય છે. પેદાશો વધુ પોષણક્ષમ,સ્વાદિષ્ટ તથા આકર્ષક બને છે. મૂલ્ય વર્ધક યુનિટો (કૃષિ ઉધોગો) ધ્વારા માનવ રોજગારીની તકો વધારી શકાય છે. આવી બનાવટો નિકાસ કરી વિદેશી હુંડીયામણ કમાઈ શકાય છે.

ખેડૂતોને તેઓની ઉપજના વધારે ભાવો મળવાથી ગ્રામ્ય સ્તરે સામાજીક અને આર્થિક ધોરણો સુધારી શકાય છે.

આમ ખેત ઉત્પાદનના રૂપાંતર અને મૂલ્ય વૃદ્ધિથી ઘણા ફાયદાઓ મેળવી શકાય છે. મૂલ્યવૃદ્ધિની જુદી જુદી પદ્ધતિઓની સમજ

કૃષિ પેદાશો આધારીત મૂલ્ય વૃદ્ધિ સામાન્ય રીતે ભૌતિક તથા રસાયણિક સ્તરે કરવામાં આવે છે.

ભોતિક સ્તરે મૂલ્ય વૃદ્ધિ

સામાન્ય રીતે ખેત પેદાશોના ભૌતિક બંધારણમાં ફેરફાર કરી તેની વધારે કિંમત મેળવી શકાય તેવી સ્થિતિમાં તબદીલ કરી શકાય છે. જેમ કે, સુકવણી, કલીનીંગ, ગ્રેડીંગ, કયોરીંગ, છડવું, મસળવું,

ભરડવું, ખાંડવું, દળવું, શેકવું, મીકસીંગ, ફોટીં ફીકેશન,પેકેજીંગ, સંગ્રહ, પરિવહન, વહેંચણી વગેરે. આ પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રોસેસીંગ પણ કહે છે.

સુકવણી પાકની તૈયાર કરવાની સાંકળમાં સુકવણીની પ્રક્રિયા એક અગત્યની ક્રિયા છે. પાકની યોગ્ય સુકવણી તેને ઉગતી તેમજ તેના ઉપર થતા ફુગ અને બેકટેરીયાના વિકાસને અટકાવે છે. તેમજ દાણા પરના જીવજંતુના આક્રમણને ઘટાડે છે. પાકની કાપણી સમયે જો ભેજ યોગ્ય પ્રમાણ કરતા વધુ હોય અને જો યોગ્ય સુકવણી ન થાય તો ફુગ તેમજ જીવજંતુથી પાક બગડે છે અને જો ભેજનું પ્રમાણ ઓછું હોય તો ઉભા પાકમાંથી દાણા ખરી પડે છે. અને ઉત્પાદનમાં નુકસાન થાય છે. આજ રીતે મસળવાની પ્રક્રિયા સમયે વધુ ભેજ યોગ્ય શ્રેસીંગ પ્રક્રિયા થવા દેતો નથી. તેમજ ઓછો ભેજ તિરાડ પાડવાની શકયતા ઉભી કરે છે. જેને પરીણામે દાણા તુટી જાય છે. ધાન્ય પાકોની સુકવણી, ખુલ્લા તડકામાં ગરમ હવા ધ્વારા કે કુદરતી હવા ધ્વારા કરી શકાય છે.

તડકામાં પાકની સુકવણી

મોટાભાગના ખેડૂતો ધાન્યપાકોની સુકવણી સૂર્યના તડકામાં ખુલ્લા ખેતરોમાં પાથરીને કરતા હોય છે. આમ પાકને સુકવવા માટે મોટી જગ્યાની જરુર પડે છે અને મજુરીનો ખર્ચ વધુ ઉંચો આવે છે. આ ઉપરાંત ખુલ્લામાં સુકવવાથી પાકની સુકવણીનાં દર પર નિયંત્રણ ન રહેવાથી દાણાઓમાં તિરાડ પડે છે. તેમજ વરસાદ આવે તો પાક બગડવાનો સંભવ રહે છે. ધૂળ કે કચરો પડવાથી પાકની ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે. પાકને પશુ-પક્ષીઓથી નુકસાન થાય છે. આ પધ્ધતિમાં લગભગ ૫ થી ૧૨ ટકા સુધી નુકસાન વેઠવું પડે છે.

ગરમ હવા દ્વારા સુકવણી

આ પ્રકારની સુકવણીમાં હવાને ગરમ કરવામાં આવે છે. ગરમ કરેલ હવા ધાન્યપાકોના સંપર્કમાં લાવવામાં આવે છે. જેથી પાકનો ભેજ ઉડી જવાય છે. આ ગરમ હવાને સામાન્ય દબાણે અથવા તો બ્લોઅર ધ્વારા વધુ દબાણે સુકવણી કરવાના પાકના થરમાં દાખલ કરવામાં આવે છે. સામાન્ય રીતે હવાને ગરમ કરવા માટે ખનીજતેલ, ખેત ઉપપેદાશો અથવા સૂર્યઉજનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ હવાના ઉષ્ણતામાનનો આધાર પેદાશોના પ્રકાર તથા તેના છેવટના ઉપયોગ પર આધાર રાખે છે.

કુદરતી હવા ધ્વારા સુકવણી

આ પધ્ધતિમાં સુકવણીનો દર ધીમો હોય છે. આ પધ્ધતિમાં કુદરતી હવા (૨૫ થી ૪૦ સે. તાપમાન) ને સંગ્રહીત ધાન્યપાકોમાંથી પસાર કરી સુકવણી કરવામાં આવે છે. હવાને સામાન્ય દબાણે અથવા તો બ્લોઅર ધ્વારા વધુ દબાણે દાખલ કરવામાં આવે છે. આ પધ્ધતિનાં ફાયદાઓમાં સુકવણી દરમ્યાન બગાડ થવાની શકયતા ઓછી હોય, ધાન્યપાકોની ઉચ્ચ ગુણવત્તાની જાળવણી સાધનોની ખરીદ કિંમત ઓછી તેમજ ઉજાં અને મજુરી ખર્ચ ઓછું આવવા વગેરે ગણી શકાય. પરતું કેટલાક ગેર ફાયદાઓ પણ છે. જેમાં સુકવણી હવામાન પર આધારીત હોવાથી અનિયમિતતા તથા સુકવણીનો દર ઓછો હોવાથી સમયનો બગાડ વગેરે મુખ્ય છે. આ પધ્ધતી ધ્વારા અનુકૂળ પરિસ્થિતીમાં લગભગ એક કલાકમાં ૧૦ ટન અનાજમાંથી ૪ ટકા ભેજ દૂર કરી શકાય છે.

સુકવણી માટેની પદ્ધતિઓ

પાતળા પડમાં સુકવણી ૨૦ સે.મી.થી ઓછી જાડાઈનાં પડમાં પાથરી સુકવણી કરવામાં આવે . પેદાશની સમગ્ર સપાટી સુકવણીના માધ્યમનાં સંપર્કમાં આવે છે અને એક સરખી સુકવણી થાય

જાડા પડમાં સુકવણી

પાકને ૨૦ સે.મી.થી વધારે જાડાઈના થરમાં સુકવવામાં આવે છે. સમગ્ર પાકની સુકવણી એક સરખી ન થતાં જુદા જુદા પડોમાં થાય છે. આથી જે પડ હવાનાં સીધાજ સંપર્કમાં આવે છે. તેની સુકવણી ઝડપથી થાય છે. આથી નીચેના તળીયાના પડની સુકવણી વધુ પડતી થઈ જાય છે. જયારે ઉપરના પડની સુકવણી થતી નથી. આ પ્રકારની અનિયમિતતા દૂરકરવા માટે હવાનું તાપમાન ઓછું જોઈએ તથા પડની જાડાઈ ૪૫ સે.મી. કરતા વધુ, શકય હોય ત્યાં સુધી, રાખવી જોઈએ નહી.

સફાઈની પ્રક્રિયા (કલીનીંગ)

ધાન્ય પાકમાંથી દબાણ દવારા હવા પસાર કરવાથી ધાન્ય સિવાયની વસ્તુઓ જેવી કે ડાખરાં, પાંદડાં, કાંકરા તેમજ કચરાને દૂર કરવાની પ્રક્રિયાને દાણા સાફ કરવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. હાલમાં અનાજને સાફ કરવા માટેની નીચેની પધ્ધતિઓ પ્રચલિત છે.

જુદા જુદા કાણાંવાળી ચારણીમાંથી અનાજને પસાર કરવામાં આવે છે. (ર) કયારેક અનાજને ઉપણીને હાથ વડે સાફ કરવામાં આવે છે. (૩) જયારે માટીની કાકરી વધુ હોય ત્યારે અનાજને ધોઈને સાફ કરવામાં આવે છે.

અનાજને સાફ કરવામાં તેમજ સારી ગુણવત્તાવાળી પેદાશ મેળવવા માટે અન્ય પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

સંકેપીંગ

અનાજમાંથી શરુઆતની સાફ કરવાની પ્રક્રિયામાં જયારે મોટા ડાંખરાઓને દૂર કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયાને સંકેપીંગ કહેવામાં આવે છે.

સોટીંગ

સ્કોપીંગની પ્રક્રિયા બાદ છુટા પાડવામાં આવેલ અનાજને તેની ગુણવત્તા પ્રમાણે અથવા કલર, સાઈઝ, આકાર, ઘનતા, બંધારણ પ્રમાણે જુદી પાડવાની ક્રિયાને સોટીંગ કહેવામાં આવે છે.

ગ્રેડીંગ

વ્યાપારીક ધોરણે મુલ્યાંકન અથવા ઉપયોગ માટે અનાજના અલગ અલગ વર્ગ પાડવામાં આવે છે તેને ગ્રેડીંગ કહેવામાં આવે છે. સોટીંગ અને ગ્રેડીંગ માટે જરુરીયાત મુજબ દાણાના જુદી જુદી વિશિષ્ટ ઘનતા વડે અલગ કરવાની ક્રિયા, હવા ફેકવાથી દાણા અલગ કરવાની ક્રિયા, ઈલેકટીક ગુણધર્મ વડે દાણા સાફ કરવાની ક્રિયા તેમજ કલર સોટીંગ જેવી પધ્ધતિઓ અપનાવવામાં આવે છે. પ્રોસેસીંગ તેમજ વ્યાપારીક કક્ષાએ પણ સારી રીતે સાફ કરેલ અનાજની માંગ વધતી જાય છે. પ્રોસેસીંગ ઈન્ડસ્ટીઝમાં પણ જુદા જુદા મીલીંગ મશીનની ક્ષમતાનો આધાર પણ અનાજની સફાઈ પર રાખે છે. દાણા સાફ કરવા આધુનિક સાધન (કલીનર) હોવુ જોઈએ જે બધાજ પ્રકારનો કચરો એટલે કે બીન જરુરી પદાર્થો, અપરીપકવ દાણા તેમજ કાંકરાને સારી રીતે દૂર કરી શકે તેવુ હોવુ જોઈએ. ગ્રેઈન કલરની વધુ કાર્યક્ષમતા મેળવવા માટે તેમાં વાઈબ્રેટર સીવ, એર ફલો સેપરેટર, મેગનેટીક યુનિટ જેવા એકમો હોવા જોઈએ.

રસાયણિક સ્તરે મૂલ્ય વૃદ્ધિ

ફળ-શાકભાજી પર પ્રક્રિયા કરી તેમાં પ્રીઝર્વેટીવ ઉમેરી કે થર્મલ પ્રોસેસીંગ ધ્વારા જામ, જેલી, અથાણા, કેચપ, સોસ, મુરબ્બા, જયુસ, પલ્પ અથવા તો કટકા કરી પ્રક્રિયા આપ્યા બાદ ડબામાં પેક કરી લાંબો સમય સાચવી શકાય છે. જેથી સ્વાદિષ્ટ અને પોષણાત્મક બનાવટો મળે છે અને બગાડનુ પ્રમાણ પણ ઓછું કરી શકાય છે. તેજ રીતે તેલીબિયા પાકોમાંથી તેલની સાથે પ્રોટીન તેમજ અન્ય તત્વો છુટા પાડી તેમાંથી વધારાની આવક ઉભી કરી શકાય, મરીમસાલામાંથી ઉડયનશીલ તેલ તેમજ ઘઉં, મકાઈ, ડાંગરનું ભુસુ વગેરેમાંથી પણ તેલ અને બીજા રાસાયણિક તત્વોને છુટા પાડી તેની

કિંમત મેળવી શકાય. આવી કૃષિ પેદાશોમાં રાસાયણિક ફેરફાર કરી તેને અન્ય મુલ્યવાન બનાવટોમાં રુપાંતરીત કરી શકાય છે.

સંગ્રહ:ફળ-શાકભાજીનો સાદા શીતાગૃહ કે નિશ્ચિત વાતાવરણ ઉત્પન કરી શકે તેવા શીત ગુહમાં સંગ્રહ કરવાથી બગાડનું પ્રમાણ અટકાવવાની સાથે લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે.

પેકેજીંગ અને પરીવહન

અસરકારક અને સારા પેકેજીંગ ધ્વારા સંગ્રહ,પરીવહન કે અન્ય પ્રક્રિયા દરમ્યાન થતુ નુકસાન અટકાવવાની સાથે તેમાં થતાં ઘટના પ્રમાણને નિયંત્રિત કરે શકાય છે તથા આકર્ષક દેખાવ હોવાથી વહેચણી પણ ઝડપથી અને ઉચી કિંમતે થાય છે.

કઠોળના પાકોમાં મૂલ્ય વર્ધક બનાવટો

કઠોળમાંથી સામાન્ય રીતે દાળ કે બેસન (લોટ) મેળવવામાં આવે છે. અમુક જાતના આખા કઠોળનો સીધો પણ ઉપયોગ કરાય છે. વળી આવા કઠોળને પાણીમાં ભીંજવી, સુકવી તળી અને મરી મસાલા યુકત નાસ્તાની આઈટમ તરીકે પણ ઉપયોગ કરી શકાય (મગ, ચણા, ચોળી વગેરે). જયારે ચણા જેવા કઠોળને શેકી મસાલા સાથે અથવા મસાલા વગર પણ સીધો જ ઉપયોગ કરાય છે. દાળ બનાવવા માટે જો આધુનિક પધ્ધતિઓ અને રીતોનો ઉપયોગ કરવામાં આવે તો દાળની રીકવરી તથા કવોલીટી સારી મળે છે.

ધાન્ય પાકોમાં મૂલ્ય વૃદ્ધિ

ડાંગરમાંથી ચોખા મેળવવાની રીત જુની તથા પ્રચલિત છે. જો રાઈસ હલરની જગ્યાએ રબર રોલર શેલીંગ યુનિટનો ઉપયોગ કરવામાં આવે તો ભાંગતુટ વગરના ચોખા મળે છે વળી ભુસુ પણ યોગ્ય સ્થિતિમાં મળતા તેમાથી તેલ કાઢી તેનો ઓધોગીક સ્તરે ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત ચોખા, મકાઈ, ઘઉં વગેરેમાંથી પેોવા કે મમરા પણ બનાવી ગ્રામ્ય સ્તરે રોજગારીની તકો ઉભી કરી શકાય. ઘઉં જેવા ધાન્ય પાકોમાંથી પણ તેનો લોટ, મેદો, સુજી, રવો, વિટામીન-ઈ યુકત તેલ, ગલ્યુટેન, સ્ટાર્ચ છુટા પાડી તેમાંથી વધારાની આવક મેળવી શકાય. મકાઈ માંથી પણ ઘણા બધા મૂલ્ય વર્ધક બનાવટો મેળવી શકાય છે જેમકે મકાઈનુ તેલ, પેોવા તથા અન્ય નાસ્તાની બનાવટો, પીંણા, ચોકલેટ, સ્ટાર્ચ, સોરબીટોલ, ડેકસટોઝ, સાઈટીક એસીડ વગેરે. આજ રીતે જુવાર અને બાજરા જેવા ધાન્ય પાકોમાંથી પણ વિવિધ પદાર્થો મેળવવામાં આવે છે.

તેલીબિયાંના પાકોમાં મૂલ્ય વૃદ્ધિ

મગફળી જેવા કિંમતી તેલીબિયાંમાંથી તેલ ઉપરાંત તેનું ગ્રેડીંગ કરી એચપીએસ દાણા તરીકે નિકાસ કરી શકાય અથવા તેમાંથી શેકેલ શીંગ, ખારીશીંગ કે તેને તળી મસાલાયુકત શીંગ બનાવી શકાય. તેલ કાઢયા બાદ નીકળતા કેકમાંથી પ્રોટીન છુટુ પાડી તેનું પણ વધારાનું મૂલ્ય મેળવી શકાય છે. તદ્ઉપરાંત તેમાંથી દુધ, માખણ, પનીર, દહીં તેમજ અન્ય દુધ યુકત બનાવટો પણ બનાવી શકાય છે. જેનો સીધી કે આડકતરી રીતે ચોકલેટ, બીસ્કીટ વગેરેની બનાવટમાં ઉપયોગ થાય છે.

એજ રીતે અન્ય ખાધ્ય તેલીબિયાંમાંથી પણ પ્રોટીન, વેજીટેબલ ઘી તેમજ અન્ય બનાવટો બનાવવામાં આવે છે. વળી એરંડા જેવા અખાધ્ય તેલીબિયાંમાંથી ઘણી જાતના રસાયણો મેળવવામાં આવે છે. જેની વધારાની કિંમત મેળવી શકાય છે.

મરી મસાલા અને ઓષધીય પાકોમાં મૂલ્ય વૃદ્ધિ

મસાલાના પાકોને મસાલામાં ફેરવી વ્યજન તરીકે વાપરવા ઉપરાંત તેમાંથી ઓલીયોરેઝીન કે ઉડ્ડયનશીલ તેલ ખેંચી તેમાથી વધારાની આવક મેળવી શકાય છે. તદૂઉપરાંત ઈસબગુલ જેવા

ઓષધીય પાકો વ્યવસ્થિત પ્રોસેસીંગ અને ગ્રેડીંગ કરી ઓષધીય બનાવટોમાં ફેરવી કે નિકાસ કરી મૂલ્ય વૃદિધ કરી શકાય છે.

ફળ-શાકભાજીમાં મૂલ્ય વૃદ્ધિ >

ફળ-શાકભાજી ઝડપથી બગડી જતી કૃષિ પેદાશો હોઈ તેમાં બગાડનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેનું કેનીંગ કરી રસાયણ સાથે ડબામાં પેક કરી કે તેમાથી રસ કે પલ્પ કાઢી રસાયણ સાથે અથવા થર્મલ પ્રોસેસીંગ ધ્વારા પ્રોસેસ કરી પેક કરી લાંબો સમય સાચવી શકાય છે. જેનો સરબત, પીણાં, આઈસ્કીમ વગેરેની બનાવટોમાં ઉપયોગ કરી શકાય. તેજ રીતે તેના કટકા કરી સૂકવી કટકાના કે પાવડરના સ્વરુપમાં વપરાય છે.

આમ દરેક કૃષિ પેદાશો ને પરંપરાગત રીતે વાપરવાની સાથે જો તેને મૂલ્યવર્ધક બનાવટોમાં રૂપાતરીત કરવામાં આવે તો તેમાંથી મળતું આર્થિક વળતર અનેક ગણું વધી જાય છે. જેનો ફાયદો ખેડૂત, પ્રક્રિયક (પ્રોસેસર) તથા ગ્રાહકોને મળે તેમ છે.

સોરાષ્ટ્રની વૈવિધ્યપૂર્ણ સમતોલ આબોહવા, જમીન અને ખેડૂતોની આગવી સમજ, પુરૂષાર્થ અને કોઠાસુઝને પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેકવિધ કૃષિ પેદાશોનું ઉત્પાદન લેવામાં આવે છે. આામાં મગફળી, તલ, ડુંગળી, લસણ, ચણા, એરંડા, જીરૂ, કેળાં, કેરી, ચીકુ, પપેયા વગેરે ગણાવી શકાય. વળી આમાના અમુક પાકોના ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર રાજય, દેશ તથા દૂનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે.

સોરાષ્ટ્રની કૃષિ વિષયક પરિસ્થિતિને આધારે મુખ્ય પાકોની મૂલ્યવર્ધક બનાવટો

મગફળી આધારીત તેલ, મગફળીના દાણામાંથી દૂધ, માખણ, પનીર, ખારીસીંગ, શેકેલ સીંગ, એચ.પી.એસ. ખોળ, ચીકી વગેરે બનાવવાના સાફ સફાઈ, ડીહસ્કીંગ, ગ્રેડીંગ, ચીકી, મુખવાસ વગેરે એરંડા : તેલ, ખોળ, તેલ આધારીત અન્ય ડેરીવેટીવસ.  પાવડર, સાફ સફાઈ, ગ્રેડીંગ, સુગંધીત તેલ.  વેફર, પલ્પ, કેળાં આધારીત પીણાં, પાવડર.  પલ્પ, આમચુર, પાવડર, કેરીના પેકેજીંગ યુનિટો, અથાણાં, મુરબ્બા, જામ, જેલી વગેરે.

  • પપેયા : પલ્પ, જામ, જેલી, ટુટી ફુટી, પપેન.
  • ચીકુ : પાવડર, જામ, પલ્પ વગેરે
  • ડુંગળી /લસણ : પાવડર, અથાણાં, લસણનું સુગંધીત તેલ.
  • કઠોળ : દાળ, શેકીને અન્ય નાસ્તાની આઈટમ માટેની વસ્તુઓ જેવી કે
  • દાળીયા વગેરે બનાવવાના એકમો.  સુજી, ઘઉંના મમરા, બેકરી પ્રોડકટ,

સ્ત્રોત : આત્મા પાટણ

3.03125
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top