অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાકની પ્રશ્નોત્તરી

પાકની પ્રશ્નોત્તરી

કપાસની ખેતી પધ્ધતિ વિષેની માહિતી ક્યાંથી મળે ?

જવાબ : કપાસની ખેતીની માહિતી માટે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર, આકૃયુ, સાણંદ. જિ.અમદાવાદ (ફોન: ૦૨૭૧૭-૨૯૭૩૨૫) ખાતે સંપર્ક કરવો.

બી.ટી. કપાસનું શુધ્ધ બિયારણ ક્યાંથી મેળવું. ?

જવાબ : બીટી કપાસનુ શુધ્ધ બિયારણ મેળવવા માટે તમારા જીલ્લા ખાતે ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરી અથવા માન્ય વિક્રેતાનો સંપર્ક સાધવો.

કપાસની કઈ જાતો વાવવી ?

જવાબ : કપાસની હાલમાં મોટે ભાગે બીટી જાતો વાવવામાં આવે છે.જેવી કે બોલગાર્ડ-૧, બોલગાર્ડ-૨,તેમજ સંકર-૬ (બીજી-૨) , સંકર -૮ (બીજી-૨) વગેરે.. આ જાતો લશ્કરી ઈયળની જીવાત સામે પ્રતિકારકતા ધરાવે છે. તેની વધુ માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી,(કપાસ), કપાસ સંશોધન કેન્દ્ર,અઠવાલાઈન્સ,સુરત-૩૯૫૦૦૭ (ફોન : ૦૨૬૧-૨૬૬૬૦૯૭) નો સંપર્ક સાધવો.

બીટી કપાસ વિષે જણાવો.

જવાબ : બીટી કપાસ અન્ય કપાસની જાતો જેવો જ છે, પરંતુ તેમાં દાખલ કરવામાં આવેલ ખાસ જનીનને લીધે જ્યારે જીંડવા કોરી ખાનાર ઈયળ તેના પર નુકસાન કરવાનું શરૂ કરે કે તરત જ મૃત્યુ પામે છે. આમ થતાં કપાસના પાકમાં જીંડવા કોરી ખાનાર ઈયળોના છંટકાવ માટે વપરાતી લગભગ ૪૦-૫૦% કીટકનાશક દવાઓનો ઘટાડો થાય છે. આમ થતાં જીવાતના કુદરતી દુશ્મનો માટે ઓછું જોખમ રહે છે. બીટી કપાસ ચૂસિયાં પ્રકારની જીવાતો(મોલો, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ)ના નુકસાન સામે સક્ષમ નથી તેથી તેના નિયંત્રણ માટે જરૂર મુજબ યોગ્ય ભલામણ કરેલ રાસાયણિક કીટકનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. બીટી પ્રોટીન કેવી રીતે કામ કરે છે. બીટી પ્રોટીન એક વિશેષ ગુણ ધરાવે છે, જેને લીધે રોમપક્ષ શ્રેણીના(જેવાકે બોલવર્મ) કીટકોનું નિયંત્રણ થાય છે. (૧) આ બીટી જીન ધરાવતી કપાસની જાતના પાનમાં બીટી પ્રોટીન ઉત્પન્ન થાય છે. (૨) ઈયળ બીટીજન ધરાવતા પાન ખાય છે. (૩) બીટી પ્રોટીન જીવાતની અન્નનળીમાં ચોંટી જાય છે. (૪) અન્નનળીમાં કાણાં પડી જાય છે, જેને લીધે ખાધેલ ખોરાક બહાર નીકળી જાય છે. (૫) આવી ઈયળો ભૂખમરાના કારણે મૃત્યુ પામે છે. (૬) ઈયળોની આગળ વંશ વૃધ્ધિ નિયંત્રણમાં થાય છે. જે ક્ષમ્ય માત્રા કરતાં ઘણી જ ઓછી હોય છે. બીટી કપાસના ફાયદાઓ :- (૧) બીટી કપાસમાં પેદા થતું સક્રિય પ્રોટીન મધ્યમથી ઉચ્ચદર્જાનું બોલવર્મ(લેપિડોપ્ટરાન) નું નિયંત્રણ કરે છે. (૨) સક્રિય પ્રોટીન છોડના દરેક ભાગમાં ઉત્પન્ન થાય છે. (૩) સક્રિય પ્રોટીન પાકમાં સમગ્ર આર્થિક ઉત્પાદન કાળ દરમ્યાન ઉત્પન્ન થતું રહે છે, જેથી જીવાત નિયંત્રણ માટે જંતુનાશકો છાંટવાની પરિસ્થિતિ ઉદભવતી નથી. (૪) બીટી પ્રોટીન વરસાદમાં ધોવાઈ જવાની અથવા સૂર્યપ્રકાશથી વિઘટન થઈ જવાની કોઈ શક્યતા નથી. (૫) ખેડૂતોને જંતુનાશક દવા સાથેનો સંપર્ક તદ્દન ઓછો થઈ જાય છે. મનુષ્યના આરોગ્યને હાનિ થતી નથી. પર્યાવરણને નુકસાન થતું નથી. (૬) મજૂરી ખર્ચ ઘટે તેમજ જંતુનાશકોનો ખર્ચમાં ઘટાડો થાય અને નફાનો ગાળો વધે છે. (૭) પાક ઉત્પાદન ખર્ચ પણ ઘટે છે. (૮) સંકલિત કીટ વ્યવસ્થા માટે બીટી કપાસ સારૂ પરિબળ ગણાય છે.

બી.ટી. કપાસની વાવણીનો ઉત્તમ સમય ક્યારે ગણવો ?

જવાબ : બી.ટી. કપાસની વાવણી વાવણીલાયક વરસાદ થયે એક હપ્તામાં કરવી જોઈએ. પિયતની સગવડતા હોય તો મે મહિનાના અંતથી જૂન મહિનામાં પિયત આપી કપાસનું વાવેતર કરવાથી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.

બી.ટી. કપાસમાં સુકારાનું નિયંત્રણ જણાવો.

જવાબ : (૧) બી.ટી. કપાસમાં સુકારા ન આવે તે માટે એક કિલો બિયારણને ૨ થી ૩ ગ્રામ પારાયુક્ત દવા(થાયરમ)અથવા ટ્રાઈકોડર્માનો પટ આપીને વાવવા. (૨) શક્ય તેટલા સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરવો. જરૂર જણાય ત્યાં પોટાશ ખાતરની પૂર્તિ કરવી. (૩) પાકની ફેરબદલી કરવી.

બી.ટી.કપાસમાં પાન લાલ થવાનું કારણ શું ?

જવાબ : બી.ટી. કપાસમાં પાન લાલ થવાના અનેક કારણો છે જેવા કે નાઈટ્રોજન તત્વની ઓછી લભ્યતા, તાપમાન, ૧૬૦સે. થી નીચુ જાય, દિવસ રાતના તાપમાનમાં વધુ તફાવત, જમીનમાં મેગ્નેશીયમ,જસત, લોહ, તાંબુ વગેરે તત્વોની ઉણપ તેમજ આનુવંશિક ગુણધર્મો વગેરે. તેના ઉપાય માટે જમીનમાં સેન્દ્રિય ખાતરો આપવા નાઈટ્રોજનની ઉણપ જોવા મળે તો ૧ થી ૨ ટકા પ્રમાણે યુરિયાના દ્વાવણનો છંટકાવ કરવો. જમીનના પૃથ્થકરણનો રીપોર્ટ મુજબ સૂક્ષ્મ તત્વોયુક્ત ખાતરો જમીનમાં આપવા કે પાક ઉપર છંટકાવ કરવો.

કપાસમાં મીલીબગ(ચિકટો)નું નિયંત્રણ કેવી રીતે કરવું ?

જવાબ : (૧) ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી હેક્ટરે ૨૦-૨૫ પ્રમાણે જમીનમાં નાખી ખેડ કરવી અથવા હેક્ટરે ૨ લિટર ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી દવા પિયત વખતે ટીપે ટીપે આપવી (૨) ચિકટાથી વધુ ઉપદ્વવિત છોડ ઉપાડીને કોથળામાં ભરી ખેતરની બહાર લઈ જઈ તાત્કાલિક બાળી નાખવાં. (૩) ખેતઓજારો કીટનાશી દવા છાંટીને સાફ કરી ફરી ઉપયોગ કરવો (૪) ખેતરમાં કીડીઓના દરનો નાશ કરવો. (૫) લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો(૨૦ મિ.લિ. (૧ઈસી)વાળી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી આપવી. (૬) પાકમાં ચિકટાનો ઉપદ્વવ જણાય ત્યારે પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ઈસી ૨૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત પ્રમાણે ૨ થી ૩ છંટકાવ કરવા.

જવાબ : (૧) પાકની ફેરબદલી કરવી. (૨) કપાસની ખેતીની માહિતી માટે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર, આકૃયુ, સાણંદ (ફોન: ૦૨૭૧૭-૨૯૭૩૨૫) ખાતે સંપર્ક કરવો.

કપાસને કેવી જમીન વધુ અનુકૂળ આવે છે?

જવાબ :

કપાસના પાકને સારા નીતારવાળી, મધ્યમ કાળી, બેસર, ગોરાડુ તથા સાધારણ રેતાળ જમીન વધુ અનુકૂળ આવે છે.

કપાસના પાકનું આગોતરુ વાવેતર એટલે શું?

જવાબ :

જયાં પિયતની  સગવડ હોય ત્યાં  વાવણી લાયક વરસાદ થતાં અગાઉ ૧પ થી ર૦ દિવસ પહેલા અર્થાત  મે - જૂન મહિનામાં પિયત આપી સંકર કપાસનું વાવેતર કરી શકાય.  તેને કપાસનું  આગોતરું વાવેતર કરી શકાય

આગોતરા વાવેતર માટે યુનિવરસિટી દ્વારા કોઈ સંશોધન કરવામાં આવેલ છે ?

જવાબ :

ભારતના જુદા જુદા રાજયોમાં કપાસમાં ૧પ થી ર૦ દિવસ વહેલી વાવણી કરવાથી તેની સામાન્ય સમયે વાવણી કરવા કરતાં  વધુ ઉત્પાદન મળેલ છે. સુરત અને તલોદ ખાતે કપાસની વધુ ઉત્પાદન આપતી સંકર જાતો પર થયેલ અખતરાઓના પરિણામો પરથી ફલિત થાય છે કે કપાસના સામાન્ય વાવણીનાં સમય કરતાં આગોતરુ વાવેતર કરવાથી સામાન્ય સમયે વાવણી કરેલ કપાસ કરતાં સાર્થક રીતે વધુ ઉત્પાદન  મળેલ છે.

કપાસના વાવેતર માટે કઇ જાતો ભલામણ કરેલ છે?

જવાબ :

જમીનની ભૌગોલિક પરિસ્થિતિતી અને આબોહવાના આધારે દક્ષિાણ ગુજરાત વિભાગ નર્મદા નદીથી દક્ષિાણ ગુજરાતનાં પ્રદેશનો સમાવેશ થાય છે. આ વિભાગની જમીન મધ્યમ    કાળીથી ભારે કાળી છે. સરેરાશ વરસાદ ૧૦૦૦ થી ૧પ૦૦ મી.મી. છે. આ વિભાગ માટે  ગુજરાત સંકર કપાસ -૧૦ ગુજરાત સંકર કપાસ -૧ર ગુજરાત સંકર કપાસ -૧૪  ગુજરાત કપાસ -રપ ગુજરાત એન કપાસ -રર ની ભલામણ થયેલ છે. આ ઉપરાંત ગુજરાત સંકર કપાસ -૮ (બીજી-ર પિયત અને બિનપિયત ) ગુજરાત સંકર કપાસ -૬(બીજી-ર પિયત )  તેમજ ખુલ્લા કાલાની હરબેશ્યમ  જાતો જેવીકે દિગ્વિજય અનેગુજરાત કપાસ સંકર-૧૧ વાવેતર માન્ય થયેલી છે.

કપાસનું આગોતરું વાવેતર કરવાથી મુખ્ય ફાયદાઓ શું છે?

જવાબ :

  • સંકર કપાસના  ૧પ-ર૦ દિવસના  આગોતરા વાવેતરથી  સામાન્ય વાવેતર કરતાં વધુ ઉત્પાદન મળે છે.
  • કપાસનો પાક લીધા બાદ બીજો પાક લઈ શકાય છે અને ખેડૂત મિત્રોને પાકની ફેરબદલીનો પણ લાભ મળે છે.
  • એકમ વિસ્તારમાંથી વધુ નફો મેળવી શકાય છે.
  • ચુસીયા પ્રકારની જીવાતોનું પ્રમાણ  ઓછું રહે છે. પરિણામે છોડની વૃદ્ધિ સારી થાય છે.
  • પાક વહેલો પૂરો થવાથી  અતિ ઠંડીના દિવસોમાં હીમથી પાકને નુકશાન થતું નથી.
  • પાક વહેલો તૈયાર થવાથી શરૂઆતના સારા બજારભાવનો પણ લાભ મળે છે.
  • કપાસ પાકની મુખ્ય જીવાતોના મહતમ ઉપદ્રવના ગાળા  અગાઉ મોટા ભાગના જીંડવા તૈયાર થઈ જતા હોવાથી  પાક સંરક્ષાણનો ખર્ચ  બચાવી શકાય છે.
  • સમય મળતા લીલા પડવાશના પાકો વાવી જમીન સુધારણાની પક મળે છે.

કપાસનું વાવેતર થયા પછી શરૂઆતમાં કઈ કઈ કાળજી લેવી જોઈએ ?

જવાબ :

  • વાવેતર થયા પછી ખાલી રહેલ જગ્યાએ ઘામા પૂરવા તથા છોડની પારવણી કરવી.
  • જરૂરીયાત મુજબ આંતર ખેડ તેમજ નિંદામણ કરતા રહેવુ અને ખેતર ચોખ્ખુ રાખવું.
  • શરૂઆતના  સ્ટેજમાં આવતી ચૂસીયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા ભલામણ કરેલ પ્રમાણ રાખી છાંટવી.

ગુજરાતમાં આર્ગેનિક કપાસની શકયતાઓ કેવી છે ?

જવાબ :

ગુજરાતમાંથી દર વર્ષે રુની નિકાસ થાય છે. પરંતુ ગુજરાતમાં ૭૩% વિસ્તારમાં કપાસ બિનપિયત હેઠળ વવાય છે. ખાસ કરીને વાગડ કપાસ વિભાગ દા.ત. સુરેન્દ્રનગર, અમદાવાદ અને કચ્છ જીલ્લામાં વવાતી વી-૭૯૭, ગુ.કપાસ-૧૩ અને ગુ.કપાસ-ર૧ અને ઘેડ વિસ્તારમાં વવાતી ધુમડ કપાસ જાત મોટાભાગના વિસ્તારમાં ''કુદરતી કપાસ'' તરીકે જ વવાય છે. આ કપાસનું  ઉત્પાદન, તેનું જીનીંગ સેન્ટર ઉપર એકત્રીકરણ, જીનીંગ અને વેચાણ વ્યવસ્થા માટે સહકારી સંસ્થાઓ ખાસ કરીને ઉત્તર ગુજરાત કોટન માર્કેટિંગ યુનિયન લિ. અને ગુજરાત કોટન ફેડરેશન અમદાવાદ સંયુકત રીતે રસપૂર્વક  આગેવાની લઈ યોગ્ય વ્યવસ્થા કરે તો પરદેશમાં  આર્ગેનિક કપાસની માંગ મુજબ વ્યવસ્થિત રીતે નિકાસને વેગ મળે અને ખેડૂતોને પણ પોષણક્ષામ ભાવો મળી રહે.

આર્ગેનિક કપાસની ખેતી કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવી શકાય ?

જવાબ :

જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે કે વખતોવખત જમીન સુધારણા માટે છાણિયા ખાતરનો ઉપયોગ, અળસિયાનો ઉપયોગ, લીલો પડવાશ, પાકની ફેરબદલી અને જમીનમાં જરૂરી તત્વો ઉમેરે તેવા પાકોનું વાવેતર-પાક ફેરબદલી, આર્ગેનિક ખેતી માટે  આવશ્યક છે.

આર્ગેનિક (સેન્દ્રીય) કપાસ એટલે શું ?

જવાબ :

આર્ગેનિક કપાસને સરળ ભાષામાં  કહીએ તો ''રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, નિંદામણનાશક દવા કે અન્ય રસાયણોના ઉપયોગ વિના જે કપાસની ખેતી કરવામાં આવે તેને આર્ગેનિક કપાસ કે કુદરતી કપાસ કહેવામાં આવે છે''.

કપાસમાં પિયત આપતા અગાઉ કયા મુદ્દા ધ્યાનમાં લેવા ?

જવાબ :

  • કપાસના પાકને હળવા પિયતની જરૂરીયાત રહે છે.
  • ભેજની અનિયમિતતા સામે ખૂબજ સંવેદનશીલ છે.  ફુલ ભમરી બેસતાં પહેલા પિયત  અનિયમિત મળે તો   ઉત્પાદન ઉપર માઠી અસર જોવા મળે છે.
  • કપાસના પાકમાં પૂષ્કળ ફૂલભમરી કે ફૂલ આવેલ હોય તે સમયે પિયત આપવું હિતાવહ નથી.
  • નાના જીંડવા અવસ્થાએ પાણીની ખેંચ હોય તો ફૂલભમરી તેમજ નાના  જીંડવા ખરી જાય છે.
  • ખૂબ ટૂંકા ગાળે પિયત આપવાથી છોડનો વાનસ્પતિક વિકાસ વધારે થાય છે.

કપાસના પાકમાં કઇ અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી ?

જવાબ :

  • ફળાઉ ડાળીઓ ફૂટવાની અવસ્થા (૬૦ થી ૭૦ દિવસે )
  • ફુલો આવવાની અવસ્થા (૯૦ થી ૧૦૦ દિવસે)
  • જીંડવા બેસવાની અવસ્થા  (૧રપ દિવસે)
  • જીંડવા ફાટવાની અવસ્થા   (૧૪૦ દિવસે)

કપાસમાં પિયત કયારે આપવું ?

જવાબ :

  • છેલ્લા અસરકારક  વરસાદ બાદ  ર૦ થી રપ દિવસ  પછી  પ્રથમ  પિયત આપવું .
  • કાળી જમીનમાં સામાન્ય રીતે ર૦-રપ દિવસના અંતરે પાણી આપવું.
  • ગોરાડું જમીન માટે સામાન્ય રીતે  ૧પ-૧૭  દિવસના આંતરે પિયત આપવું.
  • માહે ડીસે-જાન્યુ. માં  પિયતનો ગાળો જમીનની પ્રત મુજબ લંબાવવો.
  • એકાંતરે પાટલે પાણી આપવાથી પાણીનો ૩પ% જેટલો બચાવ થાય છે  અને ઉત્પાદનમાં ફેર પડતો નથી.
  • ટપક સિંચાઇપધ્ધતિના ઉપયોગ વડે પાણી આપવાથી પિયતના પાણીમાં ૪૧% જેટલો બચાવ થાય છે.

પિયત કપાસની ખેતીમાં ચાવીરુપ મુદ્દા કયા કયા ગણી શકાય ?

જવાબ :

  • જમીનને પિયત માટે યોગ્ય બનાવવી, જમીન સમતલ ન હોય તો સમતલ  બનાવવી.
  • વાવેતર માટે યોગ્ય જાતની પસંદગી કરવી.જયાં આંશિક પિયત મળવાનું હોય  ત્યાં વહેલી પાકતી અમેરીકન કે દેશી જાતો અને પૂરુ પિયત મળવાનું હોય ત્યાં ઉચ્ચ ગુણવત્તા અને  વધુ ઉત્પાદન ધરાવતી સંકર જાતોની પસંદગી કરવી.
  • ઉપલબ્ધ નાણાંકીય સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો.
  • પિયત માટે વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવવી.
  • આર્થિક રીતે ઉત્પાદનમાં હોય તેટલા સમય પૂરતો રાખી બને તેટલો વહેલો તેને પૂરો કરવો.
  • શકય હોય ત્યાં બહુપાક પધ્ધતિઓ અપનાવી  વધારાની આવક મેળવવા પ્રયત્ન કરવા.
  • હરહંમેશ પાકની પરિસ્થિતિ તથા ઉત્પાદનના  કારણો અને  ઉત્પાદનના ભાવો ધ્યાનમાં રાખી માવજતનું  નિયમન  કરવું.
  • કપાસની વીણી  બાદ  કપાસની હેરફેર અને વેચાણ પર પણ ધ્યાન  આપવુ કે જેથી યોગ્ય વળતર મળે.
  • પાક સંરક્ષાણના સમયસર પગલાં લેવા.

બિનપિયત કપાસની ખેતીમાં ચાવીરુપ મુદ્દા કયા કયા ગણી શકાય ?

જવાબ :

  • જમીન અને ભેજ સંરક્ષાણ પધ્ધતિઓ  અપનાવવી.
  • પાકની ફેરબદલી અને પ્રાથમિક ખેડ સહિતની પ્રાથમિક તૈયારીઓ પર ધ્યાન  આપવુ.
  • યોગ્ય જાતની પસંદગી કરવી.
  • વાવેતર સમય, છોડની પૂરતી સંખ્યા, વાવેતર અંતર, ખાતરનો વપરાશ, આંતરખેડ અને નિંદામણ જેવા  કારકોની મહત્તમ કાર્યક્ષામતા મેળવવા માટેના પગલાં લેવા.
  • સંરક્ષાણાત્મક પગલાં જેવાકે શકયત: જીવન બચાવ પિયત, ખાસ સમયે કીટકનાશક દવાઓનો  છંટકાવ વિગેરે અંગે ખાસ કાળજી રાખવી.
  • ખેત ઉત્પાદન જોખમમાં ઘટાડો કરવાના પગલાં માટે મિશ્ર પાક લેવો.
  • ઉત્પાદનમાંથી યોગ્ય વળતર માટે વીણી, હેરફેર તેમજ વેચાણ પર ધ્યાન આપવું.

કપાસના પાકમાં ખાતરની બાબતમાં માહિતી આપશો ?

જવાબ :

  • પિયત વિસ્તારમાં નાઈટ્રોજનની કુલ જરૂરીયાતનો રપ% જથ્થો પાયાના ખાતર તરીકે પાક ર૦ થી રપ દિવસનો થાય ત્યારે અને બાકીનો ૭પ% જથ્થો એક મહીનાને આંતરે ત્રણ હપ્તામાં આપવો.
  • બીન પિયત વિસ્તારમાં નાઈટ્રોજનની કુલ જરૂરીયાતનો પ૦% જથ્થો પાયામાં અને બાકીનો પ૦% જથ્થો એક મહીના પછી આપવો. રાસાયણીક ખાતર આપતી વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ.
  • ભારતની પરિસ્થિતિમાં એક કવીન્ટલ કપાસના ઉત્પાદન માટે જમીનનો પ્રકાર અને કપાસની જાતોને આધારે ૬ થી ૭.૮ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૦.પ થી ૧.ર કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૭ થી ૧૦ કિ.ગ્રા. પોટાશની જરૂરીયાત રહે છે.
  • ભરુચ તથા વિરમગામ ખાતે દેશી કપાસમાં પ્રતિ હેકટરે ૪૦ કિલો નાઈટ્રોજન સુધી અસરકારક જણાયેલ છે.
  • અમરેલી ખાતે આરબોરીયમ કપાસમાં નાઈટ્રોજન ફકત રપ કીલો/હે. સુધી અસરકારક જણાયેલ છે.
  • ભરુચ ખાતે બિનપિયત ગ.કપાસ સંકર-૬ માટે પ્રતિ હે. ૧૬૦ કિલો નાઈટ્રોજન અસરકારક માલુમ પડી છે.

કપાસને ફોસ્ફરસ તથા પોટાશ તત્વો આપવાની જરૂર પડતી નથી શા માટે ?

જવાબ :

  • અન્ય પાકની સરખામણીમાં  કપાસની ફોસ્ફરસની જરૂરિયાત ઓછી છે.
  • કપાસના મૂળ ઊંડા તેમજ તે લાંબા ગાળાનો પાક હોવાથી જરૂરિયાત પુરતો ફોસ્ફરસ મેળવી લે છે.
  • કપાસના મૂળથી  ઝરતો રસ  ફોસ્ફરસની  લભ્યતા  વધારવામાં  ઉપયોગી હોઈ શકે.
  • કપાસના છોડ પરથી પાકા થઈ નીચે પડેલ પાન માંથી  ફોસ્ફરસ જમીનમા  ઉતરે છે.
  • જમીનમાં રહેલા સેન્દ્રીય  ફોસ્ફરસનું સ્થિરીકરણ મોટા પ્રમાણમાં થાય છે.
  • ગુજરાતના મુખ્યત્વે કપાસ ઉગાડનારા વિસ્તારોની જમીનમાં પોટાશ પુરતા પ્રમાણમાં  ઉપલબ્ધ છે.

રાસાય્ણિક નિંદણ નિયંત્રણ માટે કયું નિંદામણ નાશક ઉપયોગી થાય ?

જવાબ :

રાસાયણિક  નિંદણ નિયંત્રણ  માટે ૧.૦ કિ.ગ્રા/હે.પેન્ડીમેથાલીન વાવણી પહેલા કે વાવણી પછી  તુરત જ પ૦૦-૬૦૦ લીટર પાણીમાં   ભેળવીને છાંટવું. જો એકલા ચાસ પર જ છાંટવું હોય તો  એક લીટર/હેકટર મુજબ બજારૂ ઉત્પાદક દવા વાપરવી. દસ  લીટર પાણીમાં ૪૦ મીલી  પ્રમાણે જ દવાનું પ્રમાણ રાખવું. વાવણી બાદ કવીઝાલોફોપ-પી-બ્યુટાઈલ ૦.૦પ૦ કિ.ગ્રા/હે.ર૦ થી રપ દિવસે છંટકાવ કરવાથી ઘાસવર્ગના નિંદણ નિયંત્રણ  થઈ શકે છે. નિંદામણ નાશક દવાના છંટકાવ વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરુરી છે.

કપાસના પાકમાં જોખમ ઘટાડવાના ઉપાયો અંગે વાત કરશો ?

જવાબ :

હાલમાં વરસાદ આધારીત  ખેતીમાં  આંતરપાક પધ્ધતિ ખૂબ જ પ્રચલિત બની છે. કપાસ સાથે મગફળી, અડદ, સોયાબીન અથવા મગ આંતર પાક તરીકે લેવાથી એકલા કપાસ કરતાં વધુ નફો મળે અને આ રીતે જોખમ ઘટાડી શકાય છે સાથે જમીનની ફળદ્રુપતા પણ  વધે છે.

કપાસની જીવાતના કુદરતી દુશ્મનો કયા કયા હોય શકે ?

જવાબ :

(અ) પરભક્ષી કીટકો

કેટલાંક કીટકો પાકને નુકશાન  કરતાં કીટકોનું ભક્ષાણ કરીને નભતાં હોય છે. આવા કીટકોને પરભક્ષી કીટકો કહેવાય છે. દા.ત. ક્રાયસોપા, દાળિયા, પીળી માખી વગેરે.કેટલાક પક્ષીઓ પણ લીલી ઈયળો વીણી ખાતા હોય છે.

(બ) પરજીવી કીટકો

કેટલાક કીટકો યજમાન કીટકના ઈંડા, ઈયળ અથવા કોશેટોમાં પોતાના ઈંડા મુકી જીવન ગુજારતા હોય છે. આવા કીટકોને પરજીવી કીટકો કહેવાય છે. દા.ત. ટ્રાયકોગ્રામા

(ક) જીવાણુનો ઉપયોગ

બી.ટી. (બેસીલસ થુરીનજનેસીસ)

બી.ટી. નામના જીવાણુઓ ઈયળોમાં રોગ પેદા કરી તેનો નાશ કરે છે. હેકટરે ૧ થી ૧.પ  કિલો બી.ટી. જીવાણુંનો પાઉડર છાંટવાથી લીલી ઈયળોનું નિયંત્રણ થઈ શકે.

(ડ) વિષાણુનો ઉપયોગ

દા. ત. એન.પી.વી. (ન્યુકલીયર પોલીહેડ્રોસીસ વાયરસ)

કપાસના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ વિષે જણાવશો ?

જવાબ :

  • ભારત સરકાર ધ્વારા માન્ય કરેલ જીવાત પ્રતિકારક કપાસની જાતોનું વાવતેર કરવું.
  • કપાસ માટે ફળદ્રુપ સારા નિતારવાળી જમીન પસંદ કરવી.
  • ઉનાળામાં ઉંડી ખેડ કરવી.
  • કપાસના બીજને વાવતા પહેલાં ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ એસ ૭.પ ગ્રામ દવા અથવા થાયોમીથોકઝામ ૭૦ ડબલ્યુ એસ ર.૮ ગ્રામ દવા પ્રતિ કિલો બીજ મુજબ માવજત આપી વાવવાથી ૩૦ થી પ૦ દિવસ સુધી કપાસમાં ચુસીયા જીવાત આવતી નથી.
  • જીંડવાની ઈયળોના ફેરોમેન ટ્રેપની ગોઠવણી કરવી.
  • બે વખત ક્રાયસોયા પરભક્ષી કીટકનાં ઈંડા અથવા ઈયળો હે. દીઠ ૧૦૦૦૦  પ્રમાણે છોડવા.
  • પિંજર પાક તરીકે દિવેલા તથા ગલગોટાનું વાવેતર કરવું.
  • ખેતરમાં  પરભક્ષી કીટકોની જાળવણી કરવા મકાઈ અથવા જુવારનું વાવેતર કરવું.
  • ખેતરમાં  પરભક્ષી પક્ષીઓને બેસવા માટેની વ્યવસ્થા કરવી.
  • જીંડવાની વિકાસની અવસ્તાએ સતત ભેજ મળી રહે તે પ્રમાણે પિયત આપવું. શકય હોય તો ટપક સિંચાઈ પધ્ધતિથી પિયત આપવું.
  • ઈયળોનું યાંત્રિક નિયંત્રણ કરવું.
  • પાંચ વખત પરજીવી ટ્રાયકોગામા ભમરીના ઈંડા ૧.પ લાખની સંખ્યામાં હે. પ્રમાણે છોડવા.
  • લીલી ઈયળ અને લશ્કરી ઈયળ માટેએન.પી.વી. કલ્ચર નું અનુક્રમે ૪પ૦ અને રપ૦ ઈયળ યુનિટ/હે. દ્રાવણ છાંટવું.
  • ઈયળોના નિયંત્રણ માટે લીંમડાયુકત જંતુનાશક દવાનો ઉપયોગ કરવો.
  • ઈયળ /ચુસીયા જીવાતો ક્ષામ્યમાત્રા વટાવે ત્યારે સલામત જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો.
  • ઉપરોકત પગલા ભરવા છતાં પણ ઈયળોનું નિયત્રણ ન થતુ હોય તો સાયપરમેથ્રીન ૦.પ મીલી/પોલીટ્રીન સી.૧.૦ લી/ ફેનવલરેટ ૦.પ લીટર સકિ્રય તત્વ પ્રતિ હેકટરે છંટકાવ કરવો.
  • ચુસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે બ્રવેરીયા બાસીઆના અને વર્ટીસીલાઈન વર્તિસિલાઇન લેકેસાઈનો હેકટરે પ કીલો પ્રમાણે છંટકાવ કરી શકાય.

કપાસ માં જીવાતની આર્થિક ક્ષામ્યમાત્રા વિષે જણાવશો ?

જવાબ :

  • મોલો                : ૧૦ મોલો પ્રતિ પાન
  • તડતડીયા          :  ર  તડતડીયા પ્રતિ પાન
  • થ્રીપ્સ               :  ૧૦ થ્રીપ્સ પ્રતિ પાન અથવા ૧૦% નુકશાન
  • સફેદ માખી         :  ૮ થી ૧૦ પુખ્ત પ્રતિ પાન
  • લીલી ઈયળ        : ૧પ ઈયળ પ્રતિ ર૦ છોડ અથવા ૧૦% નુકશાન
  • કાબળી ઈયળ       :  ર૦ ઈયળ પ્રતિ ર૦ છોડ અથવા ૧૦% નુકશાન
  • ઈશ્કરી ઈયળ       : ૧ ઈંડા અથવા ઈયળોનો સમૂહ પ્રતિ ર૦ છોડ

 

કપાસના રોગો વિશે માહીતી આપશો.

જવાબ :

ખુણીયા ટપકાંનો રોગ : રોગનું પ્રથમ લક્ષાણ બીજપત્ર ઉપર વર્તુળ આકારના ગાઢા લીલા રંગના પાણી પોચા ટપકાં દેખાય છે, જે પાછળથી કથ્થાઈ અથવા કાળા રંગના થાય છે.ટપકાં  ભેગા થતાં પાનનો વિસ્તાર કથ્થાઈ કે કાળો પડી જાય છે.

ઉપાયો: સ્ટ્રેપ્ટોસાઈકલીન  ૦.૦૦પ% અને કોપર ઓકિસકલોરાઈડ   ૦.રપ% દવાના મિશ્રણનો ૧પ દિવસના આંતરે  ર- ૩ વખત છંટકાવ કરવો.

મૂળખાઈ: છોડ એકાએક પૂરેપૂરો ચીમળાઈ જાય છે. રોગ ગોળાકાળ વિસ્તારમાં વધે છે. રોગિષ્ટ મૂળ સડવાથી  છોડ સહેલાઈથી ખેંચી કાઢી શકાય છે.

ઉપાયો :પાકની લાંબાગાળાની ફેરબદલી, લીલો પડવાશ, ટ્રુકા ગાળે પિયત, સેન્દ્રીય ખાતરનો વપરાશ, મિશ્ર પાક તરીકે મઠનું વોવેતર કરવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે. કોપરઓકસીકલોરાઈડ દવાનું ૦.ર ટકાનું દ્રાવણ સુકાતા છોડ ફરતે રેડવું ત્યાર બાદ યુરીયા ખાતર આપવું.

સુકારો: શરુઆતમાં થોડી ડાળીઓના પાન ચીમળાઈ જાય છે. રોગ ધીમે ધીમે ટોચ તરફ વધતાં પાન ખરી જાય છે. થડના અંદરના ભાગમાં કથ્થાઈ રંગ જોવા મળે છે.

ઉપાયો: બીજ ની માવજત, પાકની લાંબાગાળાની ફેરબદલી, સારુ કહોવાયેલુ છાણીયુ ખાતર જરુરી પોટાશ  સાથે આપવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.

બળીયા ટપકાંનો રોગ: રોગ પાછલી અવસ્થાએ પાકટ અને નીચેના પાન ઉપર આક્રમણ કરે છે.પાન ઉપર નાનાં બદામી, અનિયમિત આકારના ટપકાં દેખાય છે. પાનની ધાર ઉપર ઝાળ લાગે છે.

ઉપાયો: બીજને માવજત આપવી તેમજ રોગની શરુઆત  થતાં  મેન્કોઝેબ દવા ૧પ દિવસે ર - ૩ વખત છાંટવી.

દહિયો: પાકા પાન ઉપર શરૂઆતમાં ઉપલી સપાટીએ પીળાશ પડતાં ધાબા દેખાય છે. પાછળથી નીચેની સપાટી ઉપર  બદામી, અનિયમિત અથવા રાખોડી રંગના ખુણીયા આકારના ટપકા દેખાય છે.

ઉપાયો: રોગની શરુઆત  થતાં  કાર્બેન્ડીઝમ અથવા વેટેબલ સલ્ફર ૦.રપ ટકા દવાનો છંટકાવ ૧પ દિવસના અંતરે બે વખત કરવો.

 

બી.ટી.કપાસની વાવેતર માન્ય જાતો વિષે જણાવશો ? તેનું બીજ કયાથી મળશે ?

જવાબ :

ભારત સરકારશ્રી દવારા અત્યાર સુધીમા ગુજરાત રાજય માટેં ર૬ કંપનીઓની જુદા જુદા પાંચ  પ્રકારના જીન ધરાવતી ૧૪૭ બી.ટી. જાતોને  માન્યતા આપવામાં આવેલ છે. જે જાતના બીજની જરૂરિયાત હોય તે જાત જે તે કંપનીના ઓથોરાઈઝડ ડીલર પાસેથી બીજ ખરીદવું હિતાવહ છે. બીજ લેતી વખતે બીજનું પેકીંગ તૂટેલુ કે ફાટેલુ નથી તેની ખાતરી કરી લેવી. બીજ લેતી વખતે પાકુ બીલ લેવાનો આગ્રહ રાખવો.

જીંડવાના પુરતા વિકાસ માટે શું કાળજી લેવી ?

જવાબ :

જીંડવાનો વિકાસ સારો થાય અને કપાસનું વધુ ઉત્પાદન મળે તે માટે કપાસમાં ફૂલ ભમરી બેસવાની અવસ્થાએ પોટેીશ્ય્મ્ નાઈટ્રેટનું ૩ % દ્રાવણ ૧પ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.

છેલ્લા બે ત્રણ વર્ષથી ગુજરાતમાં વધી રહેલ બી.ટી. કપાસના વિસ્તારમાં ખેડૂતોના મોઢે બોલગાર્ડઢયય (ખનઢયય) શબ્દ સંભળાય છે. તો આ બોલગાર્ડ-ઢયય શું છે ?

જવાબ :

સામાન્ય બી.ટી. કપાસમાં કાબરી, લીલી અને ગુલાબી ઈયળો નીયંત્રણમાં રાખતો એક જ બી.ટી. જીન દાખલ કરેલ હોય છે. જયારેબોલગાર્ડ-ઢયય માં આ ત્રણ જીવાતો ઉપરાંત લશ્કરી ઈયળને નિયંત્રિત કરતું જીન પણ ઉમેરેલુ હોય છે. બોલગાર્ડ-ઢયય મા કપાસની મુખ્ય ચારેય જીવાતનો ઉપદ્રવ ઓછો થતો હોય છે. આમ છતાં જે વિસ્તારમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ બહુ ઓછો રહેતો હોય તેવા વિસ્તારમાં ખેડૂતોએ જો બોલગાર્ડ-ઢય કપાસનું વાવેતર કરેલ હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

બીટી કપાસના પાકમાં જોખમ ઘટાડવાના ઉપાયો અંગે વાત કરશો ?

જવાબ :

હાલમાં વરસાદ આધારિત  ખેતીમાં  આંતરપાક પધ્ધતિ ખૂબ જ પ્રચલિત બની છે. કપાસ સાથે મગફળી, અડદ, સોયાબીન અથવા મગ  આંતર પાક તરીકે લેવાથી એકલા કપાસ કરતાં વધુ નફો મળે છે.

મીલી બગ જીવાતનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય ?

જવાબ :

ખેડૂતોમાં મીલી બગ જીવાતની ઓળખ, તેના જીવન અભ્યાસનો પરિચય  ખૂબજ આવશ્યક છે. આ જીવાતના નિયંત્રણ માટે પાકની સીઝન ન હોય તે દરમિયાન શેઢા-પાળા કે તેની આજુબાજુના નિંદામણો ઉપર જીવન ટકાવી રાખતા મીલીબગના ઉપદ્રવ શોધી, યજમાન પાકો ઉપરથી તેનો નાશ કરીને કાંસ્કા, ગાડર, જંગલી ભીંડા વગેરેનો નાશ કરતા રહેવું . પાકની શરૂઆતની અવસ્થામાં એકલ-દોકલ જોવા મળતા મીલીબગની હાજરીની તપાસ કરી દવાના છંટકાવ દ્વારા અથવા અસરગ્રસ્ત છોડ ઉપાડી બાળી નાશ કરવો. કુદરતી દુશ્મનોની હાજરી જોવા મળતી હોય તો લીમડાયુકત અથવા જૈવિક દવાનો ૮-૧૦ દિવસના અંતરે છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય તો વાતાવરણને ઓછી હાનિકારક દવાઓ જેવી કે એસીફેટ, કલોરપાયરીફોસ, કવીનાલફોસ, પ્રોફેનોફોસ વગેરે વાપરી શકાય.

બી.ટી. કપાસ એટલે શું?

જવાબ :

કપાસના છોડમાં જનિન ઈજનેરી પધ્ધતિનો ઉપયોગ કરી તેમાં જીંડવાની ઈયળો માટે ઘાતક ઝેર પેદા કરનાર જનિન દાખલ કરી વિકસાવેલ છોડને 'બીટી કપાસ' કહેવામાં આવે છે.

કપાસની સજીવ ખેતીમાં કિટ નિયંત્રણ કઈ રીતે કરવું?

જવાબ :

જે તે પાકની અવસ્થાએ આવતા કિટકોની માહિતી ઓળખ તેમજ જીવન ક્રમ વિષેનો અભ્યાસ કરવો ખાસ જરૂરી છે. પાકની શરૂઆતની અવસ્થામાં ચુસીયા પ્રકારની જીવાતો આવતી હોય છે તે માટે ચિકણા પીળા પીંજર (૧૦ પ્રતિ હેકટરે સફેદ માખી અને થ્રીપ્સ પુખ્ત) સતતા મોજણી યાંત્રિક નિયંત્રણ કુદરતી દુશ્મનોની જાળવણી માટેના પગલા વ્યાપારિક ઉપ્લભ્યતાના આધારે પરભક્ષીનો ઉપયોગ અઠવાડિક અવલોકન આધારિત ક્ષામ્ય માત્રા મુજબ લીમડાયુકત દવા અથવા જૈવિક દવાઓના ઉપયોગથી નિયંત્રણ કરી શકાય. જીંડવાની ઈંયળોના ઉપદ્રવની જાણકારી તેમજ નિયંત્રણ  માટે દરેક જીવાતના પ્રતિ  હેકટર પાંચ પ્રમાણે ૩૦ મીટરના અંતરે ફેરોમોન ટ્રેપ લગાવવા. ઉપદ્રવીત ભાગોના ઈંડા/ ઈંયળો સહિત બાળી નાશ કરવો અને આર્થિક ક્ષામ્ય માત્રાએ લીમડાયુકત દવા અથવા જૈવિક દવાઓનો ઉપયોગ કરવો.

બીટી કપાસના પાકમાં ખાતર તથા પિયતની બાબતમા માહિતી આપશો ?

જવાબ :

ખાતર :ગુજરાતની જમીનમાં ફોસ્ફરસ તથા પોટાશ પૂરતી માત્રામાં  ઉપલબ્ધ છે જ. છતાં કપાસની વાવણી પહેલા જમીનનું પૃથકકરણ કરાવી આ તત્વોની  ઉણપ જણાય તો જ  આવા  રાસાયણિક ખાતરો આપવા. પિયત વિસ્તારમાં નાઈટ્રોજનની કુલ જરૂરિયાતનો રપ% જથ્થો પાયાના ખાતર તરીકે પાક ર૦ થી રપ દિવસનો થાય ત્યારે અને બાકીનો ૭પ% જથ્થો એક મહીનાને આંતરે ત્રણ હપ્તામાં આપવો. બીન પિયત વિસ્તારમાં નાઈટ્રોજનની કુલ જરૂરિયાતનો પ૦% જથ્થો પાયમાં અને બાકીનો પ૦% જથ્થો એક મહીના પછી આપવો.રાસાયણિક ખાતર આપતી વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ.

પિયત : છેલ્લા અસરકારક  વરસાદ બાદ  ર૦ થી રપ દિવસ  પછી  પ્રથમ  પિયત આપવું. કાળી જમીનમાં સામાન્ય રીતે ર૦-રપ દિવસના અંતરે પાણી આપવું. ગોરાડું જમીન માટે સામાન્ય રીતે  ૧પ દિવસના આંતરે પિયત આપવું. માહે ડીસે-જાન્યુ. માં  પિયતનો ગાળો જમીનની પ્રત મુજબ લંબાવવો. એકાંતરે પાટલે પાણી આપવાથી પાણીનો ૩પ% જેટલો બચાવ થાય છે  અને ઉત્પાદનમાં ફેર પડતો નથી. ટપક સિંચાઈ પધ્ધતિના ઉપયોગથી પિયતના પાણીમાં ૪૧% જેટલો બચાવ થાય છે.

બી.ટી.કપાસના ફાયદા અંગે થોડી વાત કરશો ?

જવાબ :

  • કપાસમાં મજુરની સમયસરની ઉપલબ્ધી એક વિકટ સમસ્યા છે જેનાથી ખેડૂત કંટાળે છે તે પ્રશ્નનું  આપોઆપ નિરાકરણ આવી જાય છે.
  • ''બીટી'' કપાસમાં જીંડવાંની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવતા છંટકાવની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.  આથી કપાસની પેશીને નુકશાન થતું નથી પરિણામે સારી ગુણવત્તા  વાળા કપાસની વીણી કરી શકાય છે.
  • ''બીટી'' કપાસના છોડ પર ઈયળો ન આવવાથી 'ભમરીઓ ખરવાના'  પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
  • જીંડવાની ઈયળો સામે લડવાની શકિત કપાસના છોડની અંદર જ હોય છે. તેથી તે વરસાદમાં અન્ય સામાન્ય કપાસની જાતો(નોનબીટી)માં  જંતુનાશકો ધોવાઈ જાય તેમ ધોવાઈ જતું નથી  અને પ્રતિકૂળ સંજોગોમાં પણ કપાસના પાકને જીંડવાની ઈયળથી રક્ષાણ મળતું રહે છે.
  • જે જાત હરબીસાઈડ પ્રતિકારકતા ધરાવતા જનિનવાળી હોય તેમા સહેલાઈથી ઓછા ખર્ચે નિંદામણ નિયંત્રણ થાય છે.
  • ''બીટી'' કપાસમાં એાછી જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો થતો હોવાથી વધુ પરજીવી / પરભક્ષી જીવાતો મળી રહેશે પરિણામે જૈવિક નિયંત્રણ સારું થશે અને આડેધડ જંતુનાશક દવાથી થતું વાતાવરણનું પ્રદુષણ અટકાવી શકાશે.
  • જીવાતના કુદરતી દુશ્મનોની કિ્રયાશિલતા વધવાથી જંતુનાશક દવાના છંટકાવમાં  ઘટાડો થશે 'બીટી' કપાસ જયાં જીંડવાની ઈયળનો અતિશય ઉપદ્રવ થતો હોય ત્યાં પણ વાવેતર કરી શકાશે જેથી કપાસની ખેતીનું જોખમ ઘટશે.

બી.ટી. કપાસમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે ?

જવાબ :

બી.ટી.કપાસ ફકત જે તે ઈયળો સામે જ રક્ષાણ આપે છે. તેમ છતાં જે તે જીવાત ક્ષામ્યમાત્રાની હદ વટાવી જાય ત્યારે જે તે જીવાત માટે ભલામણ કરેલ જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ચુસિયા પ્રકારની જીવાતોના ઉપદ્રવ માટે ભલામણ કરેલ દવાઓનો છંટકાવ કરવો જરુરી છે.

સંરક્ષાણ પટીનું વાવેતર શા માટે કરવું પડે છે ?

જવાબ :

આ નોન બીટી લાઈનો સંરક્ષાણ પટી તરીકે કામ કરે છે. આનાથી કપાસની જીવાતોમાં બી.ટી. કપાસ પત્યે પ્રતિકારકતા ઓછી વિકાસ પામે છે.

બી.ટી. કપાસ અને નોન બી.ટી. કપાસના વાવેતરમાં શું કાળજી રાખવી જોઈએ ?

જવાબ :

બી.ટી. જાતોની ખેતી પધ્ધતિ સામાન્ય કપાસના જેવી જ અપનાવી શકાય પરંતુ તેની વાવેતર માટેની પધ્ધતિ જુદા પ્રકારની છે.

(અ) એક એકર માટે

બી.ટી. કપાસની ફરતે પાંચ લાઈન તે જ જાતની બી.ટી. રહિત કપાસની વાવણી કરવી.

(બ) એક એકર કરતા વધુ વાવેતર માટે

જે ખેતરમાં બી.ટી. કપાસનું વાવેતર કર્યું હોય તેની ચારેય બાજુ બી.ટી. કપાસની તે જ જાતની સંરક્ષાણ પટી તરીકે ઓછામાં ઓછી પાંચ લાઈન અથવા કુલ વાવેતરનાં ર૦% ક્ષોત્રફળ બેમાંથી જે વધુ હોય તેટલા વિસ્તારમાં વાવણી કરવી.આ સંરક્ષાણ પટીના વાવેતરથી કપાસની જીવાતોમાં બી.ટી.કપાસ પ્રત્યે પ્રતિકારકતા ઓછી વિકાસ પામે છે. બી.ટી. કપાસનું  બિયારણ આપનાર કંપની તે જ જાતનું બી.ટી. રહિત બીજ ખેડૂતને આપે છે.

કપાસની કાપણી વિશે શું કાળજી રાખવી જોઇએ?

જવાબ :

  • કેટલાક કપાસ જમીન પર પડતા પાન, ધૂળ વગેરે ભળવાથી ખરાબ થાય છે. આ માટે ત્રણથી ચાર વીણીમાં કપાસ ઉતારવો જરૂરી છે.
  • કપાસની વીણી સવારમાં ઝાકળ હોય ત્યારે કરવી જોઈએ. જેથી કીટી ઓછી આવે.
  • કપાસ વીણતી વખતે તેની સાથે કીટી, સડેલો કપાસ વગેરે ન આવે તેની કાળજી રાખવી
  • પાછલી વીણીમાં કીટી, સુકા પાનના ટુકડા વગેરે આવવાની શકયતા રહેલી છે. વીણેલા કપાસનો ઢગલો જો જમીન પર કર્યો હોય તો માટી અને પાંદડા કપાસમાં ભળે છે. અને તેની ગુણવત્તાને અસર પહોંચે છે.
  • જીંડવા પાકીને તૈયાર થાય એટલે કપાસની વીણી કરવી.
  • વીણી કરેલ કપાસને તડકે સુકાવા દઈ ભેજ ઉડે એટલે તેનો ભેજ વગરની સુકી જગ્યામાં સંગ્રહ કરવો.

જુવાર પાક પ્રશ્નો અને ઉકેલ

(1) જુવારની સુધારેલી જાતો કઈ કઈ છે?

જવાબ :

  • જુવારની સુધારેલી જાતો : જીજે ૩પ, જીજે૩૬, જીજે૩૭, બીપી પ૩ જીજે૩૮,જીજે૩૯,જીજે ૪૦, જીજે ૪૧ અને જીજે ૪ર
  • જુવારની હાઈબ્રીડ જાતો:  જીએસએચ૧,સીએસએચ પ,સીએસએચ૬,સીએસએચ ૧૧ છે તેનુ વાવેતર કરવું.

(2) જુવારના બિયારણને બીજ માવજત આપવાથી શું ફાયદો થાય ?

જવાબ :

બીજને માવજત આપ્યા વગર વાવવાથી છોડની સંખ્યા ઓછી મળે છે અને કીટકોથી થતું નુકશાન પણ વધે છે એટલા માટે બીજને વાવતાં પહેલાં કાર્બાફયુરાન ૩પ એસ ૧૦૦ ગ્રામ / કિલો બીજનો ઉપયોગ કરવો.

(3) જુવારના પાકમાં ખાતર કયારે અને કેટલું આપવું જોઈએ?

જવાબ :

  • સ્થાનિક જાતો :૪૦ કિલો નાઈટ્રોજન + ર૦ કિલો ફોસ્ફરસ
  • સંકર જાતો :૮૦ કિલો નાઈટ્રોજન + ૪૦ કિલો ફોસ્ફરસ

જુવારની વાવણી સમયે ફોસ્ફરસનો પુરેપુરો જથ્થો અને નાઈટ્રોજનનો અડધો જથ્થો આપવો. જુવારની વાવણી પછી એક મહિના બાદ નાઈટ્રોજન પૂર્તિ ખાતરનો હપ્તો બે હારની વચ્ચે ઓરીને આપવો.

(4) જુવારના વાવેતર માટે બિયારણનો દર કેટલો જાળવવો જોઈએ?

જવાબ :

જુવારનું વાવેતર અંતર ૪પ×૧ર સે.મી.રાખી વાવણી કરવાથી ૧૦ થી ૧ર કિ્રગ્રા બિયારણ પ્રતિ હેકટરે જરૂર પડે છે અને હેકટરે ૧.૮૦ થી ર.૦૦ લાખ છોડની સંખ્યા મળી રહે છે.

(5) જુવારનું વાવેતર કયારે કરવાથી વધુ ઉત્પાદન મળે ?

જવાબ :

હાઈબ્રીડ અને વધુ ઉપજ આપતી સ્થાયી જાતો માટે ચોમાસુ બેસતા અને સ્થાનિક જાતો માટે મોડા ચોમાસુ તરીકે એટલેકે ઓગષ્ટમાં વાવણી કરવી.

(6) જુવારમા ધામા પડે તો ફેરરોપણી કરી ધામા પુરી શકાય ?

જવાબ :

હા, વધુ ઉત્પાદન મેળવવા માટે ધામા પુરાવા જોઈએ. જયાં છોડની સંખ્યા એકથી વધારે હોય ત્યાં એકજ છોડ રાખી બાકીના છોડ ઉપાડી લેવાં તેમજ જયાં ખાલા હોય ત્યાં ફેરરોપણી કરવાથી ખેતરમાં એક સરખા અંતરે છોડ જોવા મળશે.

(7) જુવારમાં આંતરપાક કયા કયા લઈ શકાય છે તે જણાવશો?

જવાબ :

જુવારમાં આંતર પાક તરીકે તુવેરનો પાક ખૂબજ અનુકૂળ જણાયો છે. આ વિસ્તારમાં જુવારની બે લાઈન અને તુવેરની એક લાઈન રાખી ૪પ સે.મી.ના અંતરે વાવેતર કરવાની ભલામણ છે. જુવાર એકલાં પાક કરતાં આંતર પાકમાં તુવેરનું વધારાનું ઉત્પાદન મળે છે.

(8) જુવારના પાકમાં નિંદણ નિયત્રણ માટે શું પગલા લેવા ?

જવાબ :

જુવારના પાકમાં નિંદામણ નિયંત્રણ માટે જુવાર ઊગ્યા પહેલાં ૦.૭પ કિલોગ્રામ એટ્રાઝીન પ્રતિ હેકટરે છાંટવું. આ ઉપરાંત એક આંતરખેડ અને વાવ્યા પછી એક મહિને હાથથી એક નિંદામણ કરવું.

(9) જુવારમાં મધિયો માટે શું પગલા લેવા ?

જવાબ :

જુવારના મધિયાથી બચવા માટે જુવારનું વાવેતર જુલાઈ માસના બીજા પખવાડિયા દરમ્યાન કરવું હિતાવહ છે. જેથી દાણા તેમજ ચારાનું વધુ ઉત્પાદન મળે. ઝાયરમ ૦.ર ટકાના બે છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા પહેલાં  અને બીજો છંટકાવ પ૦% ફૂલ અવસ્થા દરમ્યાન કરવાથી મધિયાના રોગને કાબૂમાં લઈ શકાય છે.

(10) જુવારમાં સાંઠાની માખી માટે શું પગલા લેવા ?

જવાબ :

ચોમાસુ ઋુતુમાં જુવારની વાવણી કરવાથી સાંઠાની માખીનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આથી ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ જુવારની વાવણી કરવી જોઈએ. જો વરસાદની શરૂઆત સાથે જ વાવણી શકય ન હોય તો જુવારના બીજને કાર્બોસલ્ફાન રપ એસ.ટી. જંતુનાશક દવાનો ૧૦૦ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે માવજત આપવી જોઈએ.

(11) ઘાસચારા જુવારની જાતોની ખાસ વિશિષ્ટતાઓ ?

જવાબ :

  • મીઠી અને રસદાર સાંઠાવાળી કે વધુ કુલ દ્રાવ્યક્ષારો ધરાવે છે.
  • ઉત્પાદન માટે ઊંચી અને નાજૂક  તેમજ  જાનવરોને ભાવે અને સરળતાથી પચી શકે તેવી.
  • વધુ પીલા ફૂટી શકવાની ક્ષામતા ધરાવતી અને એકથી વધુ વાઢ ટૂંકા સમયમાં આપી શકે તેવી
  • રોગ અને જીવાતો સામે પ્રતિકારકતા
  • મધ્યમ મોડી પાકતી અને વુધમાં વધુ બિયારણ પેદા કરી શકાય તેવી
  • હાઈડ્રોસાઈનીક એસીડ અને યુરિક એસિડ ઓછી ધરાવતી અને નાઈટ્રેટ ઝેર નહીંવત હોવું જોઈએ.

(12) ઘાસચારા માટે જુવારની કઈ જાતનું વાવેતર કરવું?

જવાબ :

ધાંસચારા જુવારની જાતોમાં એક કાપણી અને બહુ કાપણી માટે અલગ અલગ જાતો ભલામણ થયેલ છે. જેમાં સી-૧૦-ર (છાસટીયો) એસ-૧૦૪૯ (સુંઢીયુ) જીએફએસ-૩  અને જીએફએસ-૧૧ એક કાપણી માટે છે જયારે જીએફએસ-૪ અને જીએફએસ- પ બહુ કાપણી  માટે છે. આ ઉપરાંત સીએસવી-ર૧-એફ એક કાપણી તેમજ બહુ કાપણી માટે વાવેતર કરી શકાય છે.

(13) ઘાસચારાની જુવારમાં નિંદણ નિયંત્રણ માટે શું પગલા લેવા ?

જવાબ :

ઘાસચારાની બહુકાપણીની જુવારમાં દરેક કાપણી બાદ આંતરખેડ કરીને હાથથી નિંદામણ કરવું જોઈએ. જો પુરતા મજૂર ઉપલબ્ધ હોય તો જુવારની વાવણી બાદ ૧પ, ૩૦ અને ૪પ દિવસે હાથથી નિંદામણ કરીને ચારાનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

(14) ઘાસચારાની જુવારમાં પાનના ટપકા તથા ગાભમારાની ઈયળનો ઉપદ્દવ ઓછા થાય તે માટે કોઈ જાત છે?

જવાબ :

હા, ઘાસચારાની જીએફએસ પ જાત ઉંચી, મધ્યમ જાડા થડવાળી, પહોળા પાન અને મીઠી તથા રસદાર સાઠો ધરાવે છે. ઘાસચારાની આ જાત પાનના ટપકાના રોગ તથા ગાભમારાની ઈયળ સામે પ્રતિકારક છે.

(15) ઘાસચારા જુવારની કાપણી કયારે કરવી જોઈએ?

જવાબ :

ઘાસચારા જુવારમાં કાપણીનો સમય બહુ અગત્યનો છે. ઘાસચારા જુવારની કાપણી ફુલ અવસ્થાએ કરવી જોઈએ જો વહેલી કાપણી કરવામાં આવેતો તેમાં એચસીએન નામનો ઝેરી પદાર્થ વધુ માત્રામાં રહેલો હોય છે. જે પશુઓ માટે ઘાતક છે.  જયારે મોડી કાપણી કરવાથી રેશાઓનુ પ્રમાણ વઘી જવાથી તેનું પોષણ મુલ્ય ઘટે છે.

ડાંગરના પાકના પ્રશ્નો અને ઉકેલ

(1) આપણા ગુજરાતમાં ડાંગરના પાકનો વિસ્તાર અને ઉત્પાદનની હાલની સ્થિતિ શું  છે?

જવાબ :

આપણા રાજયમાં ડાંગરની ખેતી અંદાજે ૬.પ૦ થી ૭.પ૦ લાખ હેકટરમાં કરવામાં આવે છે. જેમાંથી અંદાજે ૧ર લાખ ટન ડાંગરનું ઉત્પાદન મળે છે.  એટલે રાજયની ઉત્પાદકતા હેકટરે ફકત ૧૯૦૦ કિ.ગ્રા. જેટલી થાય છે. દેશમાં પંજાબ રાજય હેકટર દીઠ ૩૮૦૦ કિ.ગ્રા. ઉત્પાદકતા સાથે પ્રથમ નંબરે છે. જે જોતા આપણા રાજયની ડાંગરની ઉત્પાદકતા ઘણી આેછી હોઈ તે વધારવાની ખાસ જરૂર છે.

આપણા રાજયમાં મધ્ય ગુજરાત અને દક્ષિાણ ગુજરાતમાં ડાંગરનું વાવેતર થાય છે તેમાં કુલ વિસ્તાર પૈકી ૪પ થી પ૦ ટકા  રોપાણ અને પ૦ થી પપ ટકા આરોણ ડાંગર હેઠળ છે.  એમાં પિયત વિસ્તાર લગભગ ૪૦% જેટલો છે.

(2) ડાંગરની સુધારેલ જાતો કઈ છે?

જવાબ :

વહેલી પાકતી જાતો

આરોણ : જી.આર.-પ, જી.આર.-૮, જી.આર.-૯, અશોકા ર૦૦ એફ અને એએયુડીઆર-૧, આઈ.આર. ર૮, જેવી વહેલી પાકતી જાતોની પસંદગી કરવી. સુગંધિત જાત જી.આર.૧૦૪ દક્ષિાણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે. હાલમાં નવી ભલામણ કરેલ પૂર્ણ (ઓછા પાણીવાળા વિસ્તારમાં) જાતની પસંદગી કરવી.

રોપાણ : જી.આર.-૧, જી.આર.-૪, જી.આર.-૬, આઈ.આર.-ર૮, જી.આર.-૧ર, જી.આર.૩, જી.આર.૧૦, આઈ.આર.૬૬ અને જી.આર.૭ જેવી વહેલી પાકતી જાતોની પસંદગી કરવી.

મધ્યમ મોડી પાકતી જાતો :- જી.આર.-૧૧, જી.આર.૧૩, જયા, ગુર્જરી, એન.એ.યુ.આર.-૧, આઈ.આર.રર જેવી મધ્યમ મોડી પાકતી જાતો પસંદ કરવી.

ક્ષારીય જમીન માટે. : દાંડી, જી.એન.આર.-ર

મોડી પાકતી જાતો : મસુરી, જી.આર.-૧૦૧, જી.આર.૧૦ર, જી.આર.૧૦૩, જી.આર.૧૦૪, નર્મદા

આ ઉપરાંત એન.એ.યુ. આર.૧, જી.એન.આર.ર, જી.એન.આર.૩, જી.એન.આર.૪(ક્ષાર પ્રતિકારક) જાતો પસંદ કરવી.

(3) સંકર ડાંગર એટલે શું ?

જવાબ :

જનિનિક રીતે ભિન્ન એવા બે  અલગ અલગ પિતૃ જાતોના સંકરણથી તૈયાર કરેલ પ્રથમ   પેઢીના બિયારણને સંકર ડાંગર કહે છે. સંકર જાતોમાં માતા અને પિતા બંને પિતૃઓ ના સારા ગુણોનું સંકલન થાય છે. જેથી મહદ અંશે સંકર જાતોના જુસ્સો તથા ઉત્પાદન પિતૃ જાતો કરતાં તથા અન્ય વધુ ઉત્પાદન આપતી સુધારેલ જાતો કરતાં વધારે જોવા મળેલ છે.

(4) ડાંગરની ''શ્રી'' પધ્ધતિના અગત્યના મુદ્દાઓ  ટુંકમાં જણાવો?

જવાબ :

૧. ધરૂની ઉમર : ૧૦ થી ૧ર દિવસ

ર. વાવેતર અંતર : રપ સે.મી. × રપ સે.મી.(થાણા દીઠ છોડની સંખ્યા : ફકત ૧)

૩. બીજનો દર : પ કિ/હે

૪. ખાતર ૭પ% સેન્િદ્રય સ્વરૂપમાં અને  રપ % રસાયણિક સ્વરૂપમાં

પ. નિદંણ નિયંત્રણ : પેડી વિડર ધ્વારા

૬. પાણીનું નિયમન : ફકત ભેજ જરૂરી

(5) ડાંગરની 'શ્રી' પધ્ધતિની ખેતી કરવાથી શા ફાયદાઓ છે?

જવાબ :

વધુ ઉત્પાદન (૧પ થી ૩૦%)

•             વહેલી કાપણી (૮ થી ૧પ દિવસ)

•             બિયારણની બચત (૮૦ % )

•             આેછા પાણીની જરૂરીયાત (૩૦-પ૦ ટકા બચત)

•             સારી ગુણવત્તાના ચોખા

•             ડાંગર કાપણી સુધી ઢળી પડતી નથી (નોન લોજીગ)

•             જમીનની તંદુરસ્તી સુધરે છે

•             આેછા રસાયણોનો ઉપયોગ(ખાતર, નિંદામણ નાશકો, જંતુનાશકો)

(6) ડાંગરની 'સીરા' પધ્ધતિના અગત્યના ચાર સૂત્રો જણાવો..

જવાબ :

ડાંગરના પાકમાનો સિલિકોન અને પોટાશ જેવા તત્વોનો ફેર વપરાશ

૧. ડાંગરનું પરાળ રોપણી પહેલા જમીનમાં દબાવવું.

ર. ડાંગરની કૂસકીની રાખ ધરૂવાડિયામાં બી વાવતા પહેલા જમીનમાં ભેળવવી.

ગ્લીરીસીડીયાના તાજા પાનનો લીલા પડવાશ તરીકે ઉપયોગ કરવો.Ø

ધરૂની ચોકકસ અંતરે જોડીયા હાર પધ્ધતિથી ફેરરોપણી ( ૧પ×૧પ-રપ સે.મી. ગેપ-૧પ×૧પ સે.મી.)Ø

ડીએપી+ યુરીયા (રપ ગ્રામ)ની ગોળીઆેનો રાસાયણિક ખાતર સ્વરૂપે ઉપયોગ કરવોØ

(7) ડાંગરની 'સીરા' પધ્ધતિની રોપણીના ફાયદા કયાં છે ?

જવાબ :

  • રાસાયણિક ખાતરની કાર્યક્ષામતા વધે છે.
  • નાઈટ્રોજન ખાતરનો બચાવ થાય છે.(૪૦ %)
  • ખાતર એક જ વખત - પાયામાં આપવું પડે છે.
  • પાકની વૃધ્િધ એક સરખી દેખાય છે.
  • પાકનું ઉત્પાદન વધુ મળે છે.

(8) આપણા રાજયનું ડાંગરનું ઉત્પાદન કેમ આેછું છે?

જવાબ :

(૧) આેરાણ ડાંગરની ઉત્પાદકતા ઘણી નીચી (એક ટન પ્રતિ હેકટર કરતાં આેછી) અને  પિયત વિસ્તાર અંદાજીત પ૦ થી પપ %

(ર) બિન પિયત રોપાણ ડાંગરની ઉત્પાદકતા આેછી.

(૩) ક્ષાારીય જમીનમાં પણ ઉત્પાદકતા ઓછી.

(૪) ડાંગરની સુધારેલી જાતોની પસંદગી અને તેના શુધ્ધ બિયારણનો અભાવ

(પ) બીજનો ઊંચો દર

(૬) બીજ માવજતનો અભાવ

(૭) ધરૂવાડિયાની કાળજીનો અભાવ

(૮) ફેરરોપણી યોગ્ય વ્યવસ્થાનો અભાવ

(૯) પાક સંરક્ષાણના યોગ્ય પગલાનો અભાવ

(૧૦) યોગ્ય ખાતર તથા પાણી વ્યવસ્થાનો અભાવ

(9) શું સંકર ડાંગરની પેદાશની બજારકિંમત વધુ ઉત્પાદન આપતી સંશોધિત જાતો જેટલી જ હોય છે ?

જવાબ :

હાલની પરિસ્થિતિ સંકર જાતો અને વધુ ઉત્પાદન આપતી સંશોધિત જાતોની પેદાશની કિંમત સરખી જ છે. છતાં દક્ષિાણ ભારતમાં સંકર ડાંગરની પેદાશની બજાર કિંમત વેપારીઓ  ધ્વારા થોડી આેછી આપવામાં આવે છે, કારણ કે આ પ્રદેશમાં ચોખાની ગુણવત્તામાં મધ્યમ પાતળા દાણાને અગિ્રમતા આપવામાં આવે છે.

(10) ડાંગર બિયારણની પસંદગી કરતી વખતે કઈ બાબતોની કાળજી લેવી જોઈએ ?

જવાબ :

ડાંગરનું બિયારણ સુધારેલ જાતનું હોવું જોઈએ. ડાંગરનું બિયારણ શુધ્ધ હોવું જોઈએ. ડાંગરનું બિયારણ પ્રમાણિત હોવું  ઈચ્છનીય છે પરંતુ ઘરનું શુધ્ધ અને સંતોષ્ાકારક ઉગાવો ધરાવતું બિયારણ પણ વાપરી શકાય. જે તે વિસ્તારની જમીન, આબોહવા, પિયતની સગવડ, વરસાદ, બજાર માંગની પરિસ્િથતિને અનુરૂપ જાતની પસંદવી કરવી જોઈએ.

(11) ડાંગર બિયારણનો દર કેટલો રાખવો જોઈએ ?

જવાબ :

પાતળા દાણા વાળી જાતો     : રપ થી ૩૦ કિલો/હેકટર

જાડા દાણા વાળી જાતો         :૩૦  થી ૩પ કિલો/હેકટર

''શ્રી'' પધ્ધતિ                         : પ  કિલો/હેકટર

હાઈબ્રીડ ડાંગર                     : ૧પ કિલો/હેકટર

આરોણ                                 : પ૦ થી ૬૦ કિલો/હેકટર

(12) શું સંકર જાતોમાં ચાફિનેસનું પ્રમાણ સુધારેલી જાતો કરતા વધુ હોય છે ?

જવાબ :

સંકર જાતમાં ચાફિનેસનું પ્રમાણ સુધારેલી જાતો કરતા વધુ હોય છે, કારણ કે સંકર ડાંગરમાં પ્રત્યેક કંટી દીઠ દાણાની સરેરાશ સંખ્યા સુધારેલી જાતોની સરખામણીમાં વધારે હોય છે. જેથી પાકની ભલામણ કરતા ઓછી દેખરેખ હેઠળ સંકર જાતમાં ડુંડા દીઠ ખાલી દાણાની સંખ્યા સુધારેલી જાતો કરતા વધારે હેાય છે.

(13) શું સંકર ડાંગરમાં ચાફીનેસનું પ્રમાણ ઘટાડી શકાય?

જવાબ :

હા, સુયોગ્ય વ્યવસ્થાપન, સમયસર અને પુરતા પોષ્ાકતત્વો, પિયત તથા ખૂબ ઉંચા કે નીચા તાપમાન દરમ્યાન ડાંગરના ફુલ ન  આવે તેની કાળજી રાખવાથી સંકર ડાંગરમાં થોડા ઘણા પ્રમાણમાં ચાફીનેશનું પ્રમાણ ઘટાડી શકાય.

(14) ડાંગર બિયારણને વાવણી પહેલા કઈ દવાની માવજત આપવી જોઈએ ?

જવાબ :

બીજ જન્ય રોગો અટકાવવા માટે ૧ કિલો બિયારણને ૩ ગ્રામ પ્રમાણે થાયરમ અથવા એમીસાન-૬ દવાનો પટ આપવો. સુકારાના રોગ સામે બીજને ર૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રપ્ટોસાયકિલન+૧ર ગ્રામ પારાયુકત દવા(એમીસાન-૬) નાં દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.

(15) શું સંકર ડાંગરની ઉપજમાંથી તૈયાર થયેલા દાણાને ફરી વખત બિયારણ તરીકે વાપરી શકાય ?

જવાબ :

ના, સંકર ડાંગરમાં વધુ ઉત્પાદન તથા સંકર જુસ્સો ફકત પ્રથમ પેઢીમાં જ પ્રદશિત થાય છે જો સંકર ડાંગરની બીજી પેઢીનું  બિયારણ ફરીથી વાવેતરમાં ઉપયોગ કરવામાં  આવે તો પાકમાં સેગ્રીકેશનના કારણે ખૂબ જ પ્રમાણમાં વિવિધતા જોવા મળે અને ઉત્પાદન પર ખૂબ જ માઠી અસર થાય.

(16) ડાંગરના છોડ બેસી જાય છે તેનો ઉપાય જણાવો ?

જવાબ :

વાયરવર્મ”(ઓલીગોકીટ)ના ઉપદ્રવના કારણે છુટાછવાયા ધાબામાં છોડ બેસી જાય છે. ઓલીગોકીટ નો ઉપદ્રવ જણાય તો કયારીમાંથી પાણી નિતારી કાબરોર્ફયુરાન ૩ ટકા દાણાદાર દવા ૧૮ કિલો/હેકટર પ્રમાણે જમીનમાં આપવું. દવા આપ્યા બાદ ત્રીજે દિવસે નાઈટ્રોજન યુકત ખાતર આપવું.

(17) તંદુરસ્ત ધરૂ કઈ રીતે ઉછેરી શકાય ?

જવાબ :

પિયતની સગવડ અને નિતારની વ્યવસ્થા સારી હોય તેવી સમતલ જમીન પસંદ કરવી.

૧ હેકટરની રોપણી માટે ૧૦ મીટર ×૧ મીટરના ૧૦૦ ગાદી કયારા બનાવવા એટલે કે ૧૦ ગુંઠા વિસ્તારમાં ધરૂવાડિયું કરવું.

કયારા દીઠ ર૦ કિલો કહોવાયેલું છાણીયું ખાતર + પ૦૦ ગ્રામસીંગલ સુપર ફોસ્ફેટ + રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ અને ૧ કિલો દિવેલીનો ખોળ જમીનમાં ભેળવવો.

જૂનના પ્રથમ પખવાડીયામાં બીજની વાવણી કરવી યોગ્ય છે.

દરેક કયારા દીઠ રપ૦ થી ૩૦૦ ગ્રામ બીજની વાવણી કરવી.

બીજની વાવણી બાદ ર૪ કલાક સુધી ગાદી કયારા ઉપર ર સેન્ટીમીટર પાણી ભરી રાખવું ત્યાર બાદ ધરૂવાડીયામાં ભેજ રહે તે રીતે  પાણી આપવું.

બીજા દિવસે નિંદણ નિયંત્રણ માટે ૧૦ ગુંઠા જમીનમાં ર૦૦Ø મીલી પિ્રટીલાકલોર અથવા ૧૦૦ થી ૧પ૦ મીલી પેન્ડામીથીલીન પ૦ લીટર પાણીમાં આેગાળી છંટકાવ કરવો.

બીજની વાવણી બાદ ૧૦-૧ર દિવસે રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટØ પુરતી  ખાતર તરીકે આપવું અને ત્યારબાદ ૮ દિવસે કયારદીઠ રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ આપવું.

કીટકના નિયંત્રણ માટે કાબરોર્ફયુરાન ૩ ટકા દવા કયારા દીઠ ૧૦૦ ગ્રામ પ્રમાણે વાવણીના ૧પ દિવસ બાદ આપવી.

ધરૂવાડિયામાં જરૂર મુજબ પિયત આપવું અને નિંદણ નિયંત્રણ કરવુ.

આ રીતે ધરૂ રર થી રપ દિવસે રોપવા લાયક થઈ જાય છે.

(18) ડાંગરના પાક માટે ધરૂ ઉછેરવા કેટલો વિસ્તાર હોવો જોઈએ ?

જવાબ :

કુલ રોપાણ વિસ્તારના ૧/૧૦ મા ભાગ જેટલા વિસ્તારમાં ધરૂવાડિયું બનાવવું જોઈએ.

(19) આરોણ અને રોપાણ ડાંગર માટે કેટલું અંતર રાખવું જોઈએ .

જવાબ :

રોપાણ ડાંગર માટે ર૦ સે.મી.  × ૧પ સે.મી. અને આેરાણ ડાંગર માટે બે લાઈન વચ્ચે ૩૦ સે.મી. અંતર રાખવું જોઈએ.

(20) રોપાણ અને આેરાણ ડાંગરમાં ખાતર કયારે આપવું જોઈએ ?

જવાબ :

રોપાણ ડાંગર : ૪૦ % નાઈટ્રોજન અને ૧૦૦ % ફોસ્ફરસ રોપણી સમય , ૪૦% નાઈટ્રોજન ફુટ આવે ત્યારે અને ર૦% નાઈટ્રોજન કંટી બેસે ત્યારે.

મકાઇની જાતો જણાવો.

જવાબ : ગુજરાત મકાઈ-૩ (સફેદ) અને એચક્યુપીએમ-૧(પીળી) સારી જાતો છે મકાઈની જાતો અને તેના બિયારણ મેળવવા તેમજ વધુ માહિતી મેળવવા માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (મકાઈ), મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આકૃયુ, ગોધરા જિ.પંચમહાલ પિન:૩૮૯૦૦૧ (ફોન:૦૨૬૭૨-૨૬૫૮૫૨) ખાતે સંપર્ક કરવો.

મકાઇમાં કઇ જાતની વાવણી કરવી ?

જવાબ : ગુજરાત મકાઇ-૬ ની વાવણી કરવી તેના બિયારણ અને ખેતી પધ્ધતિની જાણકારી મેળવવા માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (મકાઈ), મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આકૃયુ, ગોધરા જિ.પંચમહાલ પિન:૩૮૯૦૦૧ (ફોન:૦૨૬૭૨-૨૬૫૮૫૨) ખાતે સંપર્ક કરવો.

મકાઈની પ્રાઈવેટ/ સુધારેલી/હાઈબ્રિડ જાતોની માહિતી આપો.

જવાબ : મકાઈની ગુજરાત મકાઈ ૨, ૩, ૪ અને ૬, નર્મદામોતી, ગંગા સફેદ-૨, એચક્યુપીએમ-૧ વગેરે સારી જાતો છે સ્વીટકોર્નમાં માધુરી, પોપકોર્ન માટે અંબર તથા વી એલ-૪૨ જેવી જાતો સારી માલૂમ છે. મકાઈની પ્રાઈવેટ કંપની દ્વારા પણ વિવિધ નામે બિયારણ વેચાણ કરવામાં આવે છે.

મકાઈની નવી સુધારેલ જાત જણાવો.

જવાબ : મકાઈમાં નવી સુધારેલ જાત એચપીક્યુએમ-૧ છે. જે સામાન્ય મકાઈની જાતો કરતાં બમણું ક્વાર્લિટી પ્રોટીન ધરાવે છે તથા ઉત્પાદન સામાન્ય જાતો કરતાં ૨૦ થી ૨૫ ટકા જેટલું વધારે આપે છે. તેની પધ્ધતિ તથા બિયારણ માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (મકાઈ), મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આકૃયુ, ગોધરા જિ.પંચમહાલ પિન:૩૮૯૦૦૧ (ફોન:૦૨૬૭૨-૨૬૫૮૫૨) ખાતે સંપર્ક કરવો.

મકાઇ ઉત્પાદન માટે જરુરી ભૌગોલિક પરિસ્થિતિ

હવામાન

ઉષ્ષ્ણ કટિબંધીય

તાપમાન

૨૫o થી ૩૦o સેલ્સિયસ

વરસાદ

૬૦ થી ૧૨૦ સે.મી.

જમીન

ચીકણી, દોમ તેમ જ કાંપવાળી જમીન

ખાતર

નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે

 

મકાઈનું ગયા વર્ષનું બિયારણ વવાય?

જવાબ : સુધારેલ જાતનું બિયારણ હોય તો વાવી શકાય પરંતુ સંકર જાતનું બિયારણ હોય તો વાવી ના શકાય. સંકર જાતનું સર્ટિફાઈડ બિયારણ મેળવી વાવણી કરવી. મકાઈના બિયારણ તથા માર્ગદર્શન માટે મુખ્ય સંશોધન કેન્દ્ર, આકૃયુ.,ગોધરા, જિ. પંચમહાલ પિન-૩૮૯૦૦૧ (ફોન : ૦૨૬૭૨- ૨૬૫૮૫૨) નો સંપર્ક સાધવો.

મકાઈના પાકમાં રાસાયણિક ખાતર કયા પ્રમાણમાં આપવ્રું. ?

>જવાબ :મકાઈના પાકમાં સંકર જાતો માટે ૧૨૦ - ૬૦ - ૦૦ ના-ફો-પો કિગ્રા/હે. આ પૈકી બધુ જ ડીએપી (૧૩૦ કિલો) પાયામાં અને કુલ નાઈટ્રોજન માટે જરૂરી ૨૧૧ કિલો યુરિયા ખાતર વાવણી વખતે ૨૧ કિલો ચાર પાન આવે ત્યારે ૪૨ કિલો આઠ પાન આવે ત્યારે ૬૩ કિલો ૩૦ ટકા ફૂલની અવસ્થાએ ૬૩ કિલો અને દાણા ભરાતા હોય ત્યારે ૨૧ કિલો મુજબ હેક્ટરે આપવું.

મકાઈ તુવેર આંતરપાકમાં નીંદણનાશક દવા કઈ વાપરવી ?

જવાબ : મકાઈ તુવેર પાકની વાવણી બાદ એલાક્લોર ૦.૫ કિ.ગ્રા./હે. અથવા ઓક્ઝાડાયઝોન ૦.૨૫ કિ.ગ્રા./હે. નીંદણનાશક દવાનો પ્રિ-ઈમરજન્સ છંટકાવ કરવો.

મકાઈમાં સૂક્ષ્મતત્વોનું મહત્વ શું છે ?

જવાબ : મકાઈના પાકમાં સૂક્ષ્મતત્વો મહત્વના છે. દરેક તત્વ સૂક્ષ્મમાત્રામાં જરૂર મુજબ પાકને મળી રહેવું જોઈએ. મધ્ય ગુજરાત વિસ્તારમાં ચોમાસુ મકાઈના પાકમાં જેમની જમીનમાં લોહ તત્વની માત્રા મધ્યમ પ્રમાણમાં હોય તેઓએ ૧ ટકાના દ્રાવણનો છંટકાવ કરવો કે જેમાં લોહ ૬%, મેંગેનીઝ ૧%, જસત ૪%, તાંબુ ૩%, અને બોરોન ૦.૫%, હોય અને આ દ્રાવણ સરકાર માન્ય ગ્રેડની સમકક્ષ હોય લોહ તત્વની ઉણપ માટે જે ૩૦, ૪૦ અને ૬૦ દિવસ બાદ છાંટવાથી વધુ ઉત્પાદન આપે છે. ખેડૂતોને મકાઈ રોપતાં પહેલાં લોહ ૨%, મેંગેનીઝ ૦.૫%, જસત ૫%, તાંબુ ૦.૫% અને બોરોન ૦.૫% યુક્ત મિશ્રણ જમીનમાં આપવાની ભલામણ છે.

મકાઈમાં ટપકાંના રોગ સામે કયા પગલાં લેવા ?

જવાબ (૧) અગાઉના પાકના રોગિષ્ટ અવશેષોનો બાળીને નાશ કરવો. (૨) રોગમુક્ત અને તંદુરસ્ત બિયારણ વાવણી માટે ઉપયોગમાં લેવું. (૩) વાવતાં પહેલાં બીજને કાર્બેન્ડાઝિમ ૩ ગ્રામ/કિલો પ્રમાણે પટ આપવો. (૪) રોગનું પ્રમાણ વધારે જણાય તો મેન્કોઝેબ અથવા ક્લોરોથેલોનીલ(૨૫ગ્રામ/૧૦લિટર પાણીમાં) નો છંટકાવ કરવો.

મકાઈમાં સુકારાનું નિયંત્રણ કેવી રીતે થાય ?

જવાબ :(૧) તંદુરસ્ત અને રોગમુક્ત બીજની પસંદગી કરવી (૨) રોગ પ્રતિકારક જાતો વાવવી. (૩) બીજ માવજત કરવી. (૪) સેન્દ્રિય ખાતરનો મહત્તમ ઉપયોગ કરવો (૫) રોગિષ્ટ છોડના અવશેષો/ભેગા કરી બાળી નાખવા. (૬) જમીનનું તાપમાન નીચું રાખવા માટે ટૂંકા ગાળે પિયત આપવું (૭) જમીનમાં લીંબોળીનો ખોળ ૧ ટન/હેક્ટર નાંખવો. (૮) પાક વાવતાં પહેલાં ચાસમાં કાર્બોફ્યુરાન ૩ જી ૧૫ કિ.ગ્રા./હેક્ટર આપવું.

મકાઈના પાકમાં નુકસાનકારક જીવાતોનું નિયંત્રણ કેવી રીતે કરવું ?

જવાબ :

[૧] કાતરા :

(૧) પ્રથમ સારો વરસાદ થયા બાદ દરરોજ રાત્રિના સમયે ૮ થી ૧૨ વાગ્યા સુધી હેક્ટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીંઓને આકર્ષી નાશ કરવો.

(૨) ખેતરમાં કાતરાનો ઉપદ્રવ જણાય ત્યારે ક્વિનાલફોસ ૧.૫% ભૂકારૂપ દવા ૨૫ કિ.ગ્રા./હેક્ટરે છાંટવી.

(૩) લીંબોળીના મીંજ ૫૦૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં અર્ક(૫ ટકા) બનાવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતાં નથી.

(૪) ઈંડાના જથ્થાનો હાથથી વીણી નાશ કરવો.

[૨] ધૈણ :

  • ચોમાસાની શરૂઆતમાં રાત્રિ દરમ્યાન ધૈણના પુખ્ત ખોરાક ખાવા યજમાન ઝાડ પર બેઠા હોય ત્યારે સામૂહિક ધોરણે ઝાડના ડાળા હલાવી નીચે પડેલા ઢાલિયાં વીણી લઈ તેનો નાશ કરવો.
  • (૨) પ્રથમ સારા વરસાદ બાદ સાંજના સમયે કાર્બારીલ ૫૦% વેપા ૪૦ ગ્રામ અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિલિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી યજમાન ઝાડ પર છંટકાવ કરવો.
  • (૩) વાવણી પહેલાં ઉંડી ખેડ કરવાથી ધૈણના પુખ્ત જમીનમાંથી બહાર આવતાં કાબર, કાગડા, બગલા જેવા પક્ષીઓ દ્વારા કુદરતી રીતે નિયંત્રણ થાય છે.
  • (૪) ધૈણના રોગપ્રેરક જેવા કે બેસિલસ પોપીલી(જીવાણું) અને મેટારીઝીયમ એનીસોપ્લી (ફૂગ) જેવા જૈવિક નિયંત્રકો જમીનમાં આપવાથી તેનું લાંબા ગાળે અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
  • (૫) ઉભા પાકમાં ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી પંપની નોઝલ કાઢી ચાસમાં રેડવું.
  • (૬) પાક વાવતા પગેલાં ચાસમાં ફોરો ૧૦% દવા (૨૫ કિલો /હેક્ટર) આપવી

[૩] લશ્કરી ઈયળ :-

  • (૧) આ જીવાતની પ્રથમ પેઢી જુલાઈ-ઓગષ્ટ માસમાં જોવા મળે છે. તે સમયે ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી હેક્ટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે સાંજના સમયે છાંટવી જેથી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેની બીજી-ત્રીજી પેઢીનો વિકાસ અટકાવી શકાય.
  • (૨) ખેતરમાં થોડા થોડા અંતરે સુકા પાન અથવા ઘાસની નાની ઢગલીઓ કરવી જેથી ઈયળો તેની નીચે સંતાઈ રહે છે. આ ઈયળોને સવારે વીણી લઈ તેનો નાશ કરવો.
  • (૩) ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ડાયક્લોરોવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
  • (૪) પાકની કાપણી બાદ ખેતરમાં ઉંડી ખેડ કરવી.

[૪] ગાભમારાની ઈયળ :-

  • (૧) મકાઈની વાવણી ૧૫ થી ૩૦ જુન સુધીમાં કરવાથી ગાભમારાની ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે. તેનાથી વહેલી અથવા મોડી વાવણી કરવાથી તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
  • (૨) પાકના ઉગાવા બાદ ૭ દિવસે ટ્રાઈકોગામા ચીલોનીસ નામના પરજીવી ૧ લાખ પ્રતિ હેક્ટરે છોડવાથી તેમજ ૧૦ થી ૧૨ દિવસે લીંબોળીના મીંજમાંથી બનાવેલ ૫%નો અર્ક (મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં) (૫%) ભેળવી છાંટવાથી નુકસાનનું પ્રમાણ ઘટે છે.
  • (૩) વાવણી બાદ ૨૦ થી ૨૫ દિવસે કાર્બારીલ ૫% અથવા ક્વિનાલફોસ ૧.૫% ભૂકારૂપ દવા અથવા કાર્બોફ્યુરાન ૩% દાણાદાર દવા ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે છોડની ભૂંગળીમાં આપવી.
  • (૪) મિથાઈલ-ઓ-ડિમેટોન ૨૫ ઈસી ૧૦ મિ.લિ. અથવા કાર્બારીલ ૫૦% વેપા ૪૦ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી ૨૦ થી ૨૫ દિવસે છંટકાવ કરવો. જરૂર જણાય તો ફરીથી ગમે તે એક દવા ૨૦ થી ૨૫ દિવસે છાંટવી.
  • (૫) કાર્બોફ્યુરાન ૩ જી પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે.

[૫] લીલી ઈયળ :-

  • (૧) આ જીવાતના પુખ્ત (ફૂદાં) પ્રકાશથી આકર્ષાય છે. તેથી ડોડાદૂધિયા દાણા અવસ્થાએ હોય ત્યારે રાત્રિના સમયે પ્રતિ હેક્ટરે એક પ્રકાશ પિંજર ગોઠવવું.
  • (૨) એક હેક્ટર દીઠ ૨૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવા જેથી નર ફૂદાં તેમાં આકર્ષાઈને નાશ પામે છે.
  • (૩) ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ડાયક્લોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી જરૂરી મુજબ છંટકાવ કરવો.
  • (૪) ન્યુક્લીયર પોલીહેડ્રોસીસ વાયરસ (એનપીવી) નું ૨૫૦ ઈયળ આંક (લાર્વલ યુનિટ)વાળું દ્વાવણ ૫૦૦ લિટર પાણીમાં ભેળવી એક હેક્ટર વિસ્તારમાં વહેલી સવારે અથવા સાંજના સમયે છંટકાવ કરવો. ઉપદ્રવની શરૂઆત થયે અને ત્યારબાદ દર પાંચ દિવસે ૨ થી ૩ છંટકાવ કરવા.

(૫) લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

[૬] મોલો :-

  • (૧) કુદરતમાં ડાળીયા અને ક્રાયસોપાથી આ જીવાતનું ભક્ષણ થતું રહે છે.
  • (૨) ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ(૫% અર્ક) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • (૩) ફોસ્ફામીડોન ૪૦ એસએલ ૮ મિ.લિ, મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિ.લિ. ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અને થાયોમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

[૭] તીતીઘોડો :-

  • (૧) ઉનાળામાં ખેતરમાં ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા સુષુપ્ત ઈંડાંના સમુહ ઉપરની સપાટી પર આવતા તાપ અથવા પરભક્ષીઓથી નાશ પામે છે.
  • (૨) શેઢા-પાળા સાફસૂફ રાખવા જેથી બચ્ચાંનું સહેલાઈથી નિયંત્રણ કરી શકાય.
  • (૩) શરૂઆતમાં શેઢા-પાળા પર ક્વિનાલફોસ ૧.૫% ભૂકી છાંટવી જેથી બચ્ચાં નાશ પામશે.
  • (૪) ખેતરમાં ઉભા પાકમાં ઉપદ્રવ જણાય તો હેક્ટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે ઉપરોક્ત દવાનો છંટકાવ કરવો.
  • (૫) મેલાથીયોન ૫૦ ઈસી ૧૦ મિ.લિ., ફેનીટ્રોથીયોન ૫૦ ઈસી ૧૦ મિ.લિ. ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અને ડાયક્લોરોવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવાથી તીતીઘોડાનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
  • (૬) ઉભા પાકમાં ઉપદ્રવ જણાય ત્યારે ડાયક્લોરવોસ ૭૬ ઈસી ૨૫૦ થી ૫૦૦ મિ.લિ. દવા ૪ થી ૫ તગારા રેતી સાથે ભેળવી પુંકવાથી તીતીઘોડાનું નિયંત્રણ મેળવી શકાય છે.
  • (૭) મકાઈના પાકમાં લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ(૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી પાકમાં છાંટવાથી તેતીઘોડા પાનને ખાવાનું પસંદ કરશે નહિ, પરિણામે ભૂખથી તે મરી જશે.

મકાઈમાં દોઢ બે મહિના પછી મોલો આવે તો તેને કાબૂમાં લેવા શું કરવું જોઈએ. ?

જવાબ : મકાઈમાં દોઢ બે મહિના બાદ મોલોનો ઉપદ્રવ થાય તો તેને કાબૂમાં લેવા માટે ફોસ્ફોમીડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા ઈમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અન્ય શોષક પ્રકારની કીટનાશક દવાનો છંટકાવ પણ કરી શકાય.

સોયાબીન પાક પ્રશ્નો અને ઉકેલ

(1) સોયાબીનની જાત વિષે માહિતી આપો.

જવાબ : સોયાબીનની સારી જાત એન.આર.સી.-૩૭(અહલ્યા-૪) છે. સોયાબીનની માહિતી માટે કૃષિ સંશોધન કેન્દ્ર અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુવાલીયા ફાર્મ ,દાહોદ પિન-૩૮૯૧૫૧ (ફોન: ૦૨૬૭૩-૨૪૫૬૪૯/૨૨૦૪૨૩) ખાતે સંપર્ક સાધવો.

(2) સોયાબીનનો પાક અમારા વિસ્તારમાં કરી શકાય કે કેમ ?

જવાબ : સોયાબીનનો પાક પંચમહાલ, વડોદરા,દાહોદ, જીલ્લાઓમાં લઈ શકાય છે. તેની વધુ વિગત માટે આપના જીલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તથા ખેડૂત તાલીમ કેન્દ્રનો સંપર્ક સાધવો.

(3) સોયામિલ્ક પ્રોસેસ માટે ડેમો ક્યાં જોવા મળશે?

જવાબ : સોયામિલ્ક પ્રોસેસ અંગેની માહિતી માટે આચાર્યશ્રી, ડેરી સાયન્સ કોલેજ, આકૃયુ., આણંદ-૩૮૮૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૬૧૦૩૦) નો સંપર્ક સાધવો. તેના ઉદ્યોગ અને તાલીમ વિષયક જાણકારી મેળવવા માટે સોયાબીન પ્રોસેસિંગ એન્ડ યુટિલાઈઝેશન સેન્ટર, સીઆઈએઈ,નબીબાગ, બેરાસીયા રોડ, ભોપાલ-પિન. ૪૬૨૦૩૮(ફોન : ૦૭૫૫-૨૭૩૭૧૯૧, ૨૭૩૦૯૮૦ થી ૮૪) ખાતે સંપર્ક કરવો.

(4) સોયાબીનનું વાવેતર કયારે કરવું જોઈએ?

જવાબ : જૂન - જુલાઈ માસમાં પૂરતો વરસાદ થયે વાવેતર કરવું, જુલાઈ માસના બીજા પખવાડીયામાં વાવેતર કરવાથી ચોમાસાના પાછોતરા વરસાદથી પાકને થતા નુકશાનથી બચાવી શકાય.

(5) સોયાબીનના વાવેતર માટે જમીન કેવી રીતે તૈયાર કરવી?

જવાબ :સોયાબીનના છોડના મૂળ ઉંડા જતા હોય હળથી ખેડ કરી ત્યાર પછી કરબથી આડી ઉભી ખેડ કરી જમીન ભરભરી કરવી. આવી રીતે તૈયાર કરેલ જમીનમાં વાવણી સારી રીતે થઈ શકે છે અને ઉગાવો સારો અને એકસરખો થાય છે. જમીનની તૈયારી વખતે સારૂ કહોવાયેલું છાણિયુ ખાતર ૧૦ ટન પ્રતિ હેકટરે નાંખવું.

(6) સોયાબીનના પાકમાં કઈ જાતનું વાવેતર કરવું?

જવાબ :ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ગુજરાત સોયાબીન-૧ જયાં વધારે વરસાદ વાળા  વિસ્તાર માટે ગુજરાત સોયાબીન-ર  જાતની પસંદગી કરવી જોઈએ. આ ઉપરાંત ગુજરાત સોયાબીન-૩ અને કલાર્ક જાતોની મિશ્ર/આંતર પાક તરીકે પસંદ કરવી. એન.આર.સી-૩૬ અને જે.એસ.-૩૩પ જાતનું ઉત્પાદન પણ આપણે ત્યાં સારૂ મળે છે.

(7) સોયાબીનનું કેટલા અંતરે વાવેતર કરવું?

જવાબ :ફળદ્રુપ જમીનમાં બે હાર વચ્ચે ૪પ સે.મી. અને હલકી જમીનમાં ૩૦ સે.મી. અંતર રાખવું અને એક જ હરોળમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧પ સે.મી. અંતર જળવાય તે રીતે બીજની વાવણી કરવી. બીજની વાવણી ૪-પ સે.મી. ઉંડાઈએ કરવી જોઈએ. વધારે ઉંડી કે વધારે છીછરી વાવણી કરવાથી ઉગાવો બરાબર થતો નથી.

(8) સોયાબીન માટે હેકટરે કેટલું બિયારણ જરૂર પડે છે?

જવાબ :જાત અને ઉગાવાના ટકાને આધારે હેકટરે ૬૦ થી ૭પ કિલો બિયારણની જરૂર પડે છે.

(9) સોયાબીનના બીજને કઈ કઈ માવજત આપવી જરૂરી છે?

જવાબ :સોયાબીનનો પાક નવો હોવાથી વાવેતર કરતાં પહેલાં રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપવી જરૂરી છે. ભલામણ મુજબ રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપી છાંયડામાં અડધો કલાક સૂકવવું. આ ઉપરાંત બીજ જન્ય રોગોથી પાકને બચાવવા ફુગનાશક દવાનો પટ પણ આપવો જોઈએ. સોયાબીન જો ઉંડે વવાય જાય તો ફુગથી કહોવાઈ જાય છે. તેનાથી બચવા બિયારણને કિલો બીજ દીઠ ૪.પ૦ ગ્રામ થાયરમ કે ર.પ ગ્રામ કાર્બેંદિજામ દવાનો પટ આપવો.

(10) સોયાબીનના પાકમાં ખાતર કેટલું અને કયારે આપવું ?

જવાબ :પાકની વાવણી સમયે ચાસમાં ૩૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવું. ખાતરનો બધો જ જથ્થો એકી સાથે પાયાના ખાતર તરીકે આપ્યા બાદ બીજનું વાવેતર કરવું.

(11) સોયાબીનમાં શરૂઆતની અવસ્થાએ મોલોનો ઉપદ્વવ જણાય તો શુંપગલા લેવા?

જવાબ :મોલોમશી જીવાત છોડમાંથી રસ ચૂસી છોડની વૃદ્ધિ અટકાવે છે. તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવા  જેવી કે, ડાયમીથોએટ ૧૦ મિ.લી., ફોસ્ફામીડોન પ મિ.લી., મીથાઈલ ઓડીમેટોન ૧૦ મિ.લી. દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

(12) સોયાબીનમાં નિંદણ નિયંત્રણ માટે શું કરવું?

જવાબ :સોયાબીન ના પાકમાં ર૦ અને ૪૦ દિવસે આંતરખેડ કર્યા બાદ હાથથી નિંદણ કરવાથી નિંદણ નિયંત્રણ કરી શકાય છે, પરંતુ જયાં નિંદણનો ઉપદ્રવ વધુ હોય તો એલાકલોર નિંદામણ નાશક દવા હેકટરે ૧.૦ કિ.ગ્રા. પ૦૦ લિટર પાણીમાં ઓગાળી સોયાબીનના વાવેતર બાદ તૂરત જ છંટકાવ કરવાથી અસરકારક નિંદણ નિયંત્રણ કરી શકાય છે.

(13) સોયાબીનમાં પાક સંરક્ષણના શું પગલા લેવા જોઈએ?

જવાબ :

  • હાલમાં સોયાબીનનો પાક આપણા વિસ્તારમાં નવો હોય રોગ-જીવાત વધારે જોવા મળતા નથી. પરંતુ અનુકૂળ આબોહવામાં રોગ-જીવાત વધવાથી નુકશાન થઈ શકે છે. આપણા વિસ્તારમાં સોયાબીનના પાક ઉપર ઉગ્યા પછી ૧પ-ર૦ દિવસમાં કાતરાથી નુકશાન શરૂ થાય તો સત્વરે ભલામણ મુજબ કિટનાશક દવાનો છંટકાવ કરવો. શરૂઆતની અવસ્થામાં ઈયળોથી થતું નુકશાન કોઈકવાર પાકને સંપુર્ણપણે સાફ કરી નાંખે.
  • સોયાબીનમાં વાયરસથી થતો રોગ પીળો મોઝેક મુખ્યત્વે સફેદ માખીથી ફેલાય છે. તેનાથી બચવા સફેદ માખીના નિયંત્રણ માટે દવા વાપરવી તથા અસરગ્રસ્ત છોડ ઉખાડી સત્વરે નાશ કરવા. સોયાબીનમાં ફુગથી થતાં અન્થ્રેકનોઝ, રસ્ટ વિગેરે રોગો કોઈકવાર આવે છે. તેના નિયંત્રણ માટે ફૂગનાશક દવાનો છંટકાવ કરવો.

(14) સોયાબીનની કાપણી કયારે કરવી જોઈએ દાણા કઈ રીતે છુટા પાડવા જોલએ?

જવાબ :જાત અને ઋતુ પ્રમાણે સોયાબીન ૮૦ થી ૧૧પ દિવસમાં કાપવા માટે તૈયાર થઈ જાય છે. મોટા ભાગના પાન પીળા પડી જાય અને મોટા ભાગની પકવ શીંગો પીળી પડી જાય એટલે પાક કાપણી માટે તૈયાર થઈ ગયો ગણાય અને સત્વરે કાપણી કરી લેવી. કાપણીમાં વિલંબ થવાથી શીંગો છોડ પર જ ફાટી જઈ દાણા ખરી પડે છે અને હાથમાં આવેલુ ઉત્પાદન ગુમાવી દેવાનો વારો આવે છે. જમીનના સપાટીએથી છોડ કાપ લઈ પ-૬ દિવસ સુકવી ઝુડીને દાણા છૂટા પાડવા. બળદો ફેરવીને, ટ્રેકટર ફેરવીને કે પાવર થ્રેસરથી પણ દાણા છુટા પાડી શકાય. દાણા સાફ કરી તાપમાં ર-૩ દિવસ સુકવી સંગ્રહ કરવો જોઈએ.

(15) સોયાબીનનું હેકટરે કેટલું ઉત્પાદન મળે છે?જવાબ :

પૂરતી માવજત અને સમયસર ખેતી કાર્યો  કરવામાં આવે તો હેકટરે ૧પ૦૦ થી ર૦૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મેળવી શકાય છે.

ભાલ વિસ્તારમાં દેશી કપાસની આધુનિક ખેતી પદ્ધતિ

અરણેજ કેન્દ્ર ખાતે હાથ ધરવામાં આવેલ પૂરક અખતરાના પરિણામો મુજબ દિવેલીના ખોળથી કપાસના ઉત્પાદનમાં 30 ટકા જેટલો વધારો જોવા મળ્યો

 

ભાલ વિસ્તારમાં દેશી કપાસની ખેતી આધુનિક પદ્ધતિથી કરવામાં આવે તો સારા પરિણામો મેળવી શકાય છે. અરણેજ કેન્દ્ર ખાતે દિવેલીના ખોળથી કપાસના ઉત્પાદનમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેની ખેતી કેવી રીતે કરવી તે પદ્ધતિ વિશે જાણીએ.

જમીન અને જમીનની તૈયારી :

કપાસને સારા નિતારવાળી, મધ્યમ અને કાળી બેસર જમીન વધુ માફક આવે છે. પાણી ભરાઇ રહેતું હોય તેવી જમીનમાં કપાસ થઇ શકતો નથી. પાકના મૂળ જમીનમાં ઉંડે સુધી જઇ શકે તેમજ વાવણી બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ જળવાઇ રહે તે માટે ઉંડી ખેડ જરૂરી છે. ટ્રેકટર સંચાલિત પાંચોટિયા અથવા હળની મદદથી ઉનાળામાં એક ખેડ કરી ત્યારબાદ કળિયાથી ખેડ કરવી જોઇએ.

પાયાનું ખાતર :

હાલના સંજોગોમાં ટ્રેકટરનો ઉપયોગ વધતાં બળદોની સંખ્યા નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી છાણિયા ખાતરની ઉપલબ્ધતા પણ ઘટી છે. આથી મર્યાદિત પ્રમાણમાં છાણિયા ખાતરનો મહત્તમ ઉપયોગ કરી શકાય તે હેતુથી ચોમાસાની શરૂઆત પહેલાં સારુ કહેવાયેલું છાણિયુ ખાતર ચાસમાં ભરવું જોઇએ. માટે હેકટરે પાંચ ગાડી છાણિયુ ખાતર પૂરતું છે. છાણિયા ખાતરના વિકલ્પ રૂપે દિવેલી ખોળ પણ હેકટર દીઠ 500 કિલોગ્રામના દરે વાપરી શકાય. અરણેજ કેન્દ્ર ખાતે હાથ ધરવામાં આવેલ પૂરક અખતરાના પરિણામો મુજબ દિવેલીના ખોળથી કપાસના ઉત્પાદનમાં 30 ટકા જેટલો વધારો જોવા મળેલો. પ્રકારના સેન્દ્રિય ખાતરો વાપરવાળી જમીનની ફળદ્રુપતા વધે છે. પોત સુધારે છે અને જમીનમાં લાંબો સમય ભેજ જળવાઈ રહે છે. ઉપરાંત હેકટર દીઠ 20 કિલોગ્રામ નાઇટ્રોજન (44 કિલોગ્રામ યુરિયા) પાયાના ખાતર તરીકે આપવું હિતાવહ છે.

જાતની પસંદગી

ભાલવિસ્તાર માટે વી.-797, ગુજરાત કપાસ-13 છેલ્લે 1999માં ગુજરાત કપાસ-21ની વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. સદર જાતોના તુલનાત્મક લક્ષણો કોઠામાં દર્શાવેલ છે.

બિયારણનો  દર :

કપાસનુંવાવેતર 36 થી 48 ઇંચના સાંકડા ગાળે કરવું હોય તો હેકટર દીઠ 7 કિ.ગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે. પરંતુ 80 થી 96 ઇંચ જેટલા પહોળા ગાળે વાવેતર કરવા માટે 3.5 થી 4.0 કિ.ગ્રા. બિયારણ પુરતું છે.

બીજની માવજત :

બીજને વાવતાં પહેલાં ફૂગનાશક દવા એક કિલો બીજ દીઠ 3 ગ્રામ ભેળવી ત્યારબાદ છાણ અને માટીથી રોળી સૂકવી વાવેતર માટે ઉપયોગમાં લેવું.

વાવણી સમય

ચોમાસુ બેસતાં વાવણી લાયક વરસાદ હોય પછીથી જમીન જ્યારે વાવેતર માટેની અનુકૂળ સ્થિતિમાં આવે કે તુરંત કપાસનું વાવેતર હાથ ધરવું. અરણેજ ખાતે હાથ કરવામાં આવેલ અખતરાના પરિણામો મુજબ જુન-જુલાઇમાં કપાસનું વાવેતર કરવાથી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. આમ છતાં પાણી ભરાઇ જવાથી અગાઉનું વાવેતર નિષ્ફળ ગયેલ હોય તેવા સંજોગોમાં ઓગસ્ટના અંત સુધી પણ વાવેતર કરવામાં આવે તો કપાસની ખેતી આર્થિક રીતે પરવડે છે પરંતુ ઓગસ્ટ પછી વાવણી કરવાથી ખાસ વળતર મળતું નથી. આથી કપાસના વહેલા વાવેતરનો લાભ મેળવવા વાવણીની એક પણ તક જતી કરવી જોઇએ.

વાવણી પદ્ધતિ

સામાન્યરીતે કપાસનું વાવેતર બળદ અથવા ટ્રેકટર સંચાલિત વાવણીયાથી કરવામાં઼ આવે છે પરંતુ જે વિસ્તારમાં પાણી ભરાઇ જવાની શકયતાઓ હોય ત્યાં નિર્ધારિત અંતરે બંડ ફોર્મરની મદદથી પાળીઓ બનાવી તેના ઉપર કપાસનું બિયારણ વાવીને વાવેતર કરવું જોઇએ. બંડ ફોર્મર ઉપલબ્ધ હોય તેવા સંજોગોમાં ટ્રેકટર પાછળ સમાર બાંધી બંને બાજુ પાળીઓ ચઢે તે મુજબનું આયોજન કરી શકાય.

આધુનિક પદ્ધતિ થકી કપાસની ખેતી કરવામાં આવે તો સારું ઉત્પાદન ખેડૂતો મેળવી શકે છે.

નવી સુધારેલી જાત ગુજરાત કપાસ-21 વિશિષ્ટતાઓ

  • એક ખુલ્લા કાલાવાળી જાત છે જેથી કાલામાંથી સીધો કપાસ ખેંચી શકાય છે.
  • વહેલી પાકે છે તેથી જ્યારે પવન ફુંકાય તે પહેલાં વીણી શકાય છે.
  • વી-797 અને ગુજરાત કપાસ-13 કરતાં આશરે 25 ટકા વધારે ઉત્પાદન આપે છે.
  • રૂનો ઉતારો પણ વધારે (42 ટકા) છે એટલે ઉત્પાદન સારુ મળે છે.
  • જીંડવા મોટેભાગે એકી સાથે પાકતા હોઇ વીણીની સંખ્યા ઓછી થાય છે.
  • ચૂસિયા પ્રકારની જીવાતો અને જીંડવાની ઇયળો સામે પ્રકારમાં વધારે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
  • કીટી,કસ્તર અને ધૂળના રજકણોનું પ્રમાણ તુલનાત્મક દ્ષ્ટિએ ઓછું છે.
  • રૂ અને દોરાના ગુણધર્મો વી-797 અને ગુજરાત કપાસ-13 જેવા છે.
  • ગુજરાત કપાસ-21 ના ઉપરોકત ગુણધર્મો જોતાં જાતને વાવેતર માટે પ્રથમ પસંદગી આપવી જોઇએ.

સ્ત્રોત: કૃષિ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate