অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુ આહારનું આયોજન

પશુ આહારનું આયોજન

પશુ આહારના આયોજનમાં જરૂરી મુદ્દાઓ

  • ૠતુ પ્રમાણે મળતા ઘાસચારાને આધારે આયોજનમાં ફેરફાર કરવો જરૂરી છે. દા.ત. ચોમાસામાં લીલો ઘાસચારો વધુ મળતો હોય તેની સામે સૂકાચારાની માત્રા ઘટાડીને રોજના ર થી ૩ કિ.ગ્રા. સુધી કરી શકાય. જેથી લીલોચારો ન મળે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. કઠોળ વર્ગનો લીલોચારો પૂરતા પ્રમાણમાં મળતો હોય તો તેના ચોથા ભાગ જેટલું દાણ ઓછું કરી શકાય. ઉનાળામાં લીલોચારો ન મળે ત્યારે ફકત સૂકાચારામાંથી જ પૂરતા પોષક તત્વો પશુઓને મળતા નથી. તેથી પશુઓને થોડું વધારે (૧ થી ર કિ.ગ્રા. ) દાણ આપવું જોઈએ.
  • જુદા જુદા વિસ્તારમાં મળતા આહાર/ દાણ મુજબ પશુઓના આહારમાં ફેરફાર કરી શકાય. જેમ કે સૌરાષ્ટ્રના મગફળી ખોળ અને મગફળી ગોતર, ઘઉ કુંવળનો ઉપયોગ વધુ કરી શકાય. જયારે ઉત્તર ગુજરાતમાં રાયડા ખોળ, સરસવ ખોળ, ઈસબગુલ ગોળા અને લાલી, ગાંડા બાવળની શીંગો, ઘાણાના છોડા વગેરેનો પશુઆહારમાં ઉપયોગ કરી શકાય. દક્ષિણ ગુજરાતમાં શેરડીની ચમરી, શેરડીના કૂચા, ડાંગર પરાળ, પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. તેનો ઉપયોગ કરી શકાય. આમ, જે તે વિસ્તારમાં સહેલાઈથી અને સસ્તી કિંમતે મળતા આહારનો પશુઆહાર તરીકે ઉપયોગ લઈને જ આયોજન કરવું જોઈએ.
  • જમીનમાં રહેલી તત્વોની ઉણપઃ મહદ અંશે જમીનમાં સુક્ષ્મક્ષારોની ઉણપ જોવા મળે છે. એગ્રીકલ્ચર કોલેજ આણંદના માઈક્રોન્યુટ્રીઅન્ટ વિભાગ ધ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલ જમીન ચકાસણી પરથી જાણવા મળ્યું કે ગુજરાતમાં મુખ્યત્વે ઝીંક, લોહ, કોપર (તાંબુ) અને મેંગેનીઝ નામના સૂક્ષ્મક્ષારોની ઉણપ વર્તાય છે. ઝીંક ઉણપ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠામાં જોવા મળે છે. લોહ (આર્યન) ની જમીનમાં ઉણપ જામનગર, રાજકોટ, જુનાગઢ, મહેસાણા, અમરેલી અને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે છે. હાલમાં જ હાથ ધરવામાં આવેલ ચકાસણી પરથી જાણવા મળ્યું છે કે સુરત અને ભરૂચ જિલ્લાઓમાં પણ જમીનમાં લોહ, ઝીંક અને મેંગેનીઝની ઉણપ વત્તે ઓછે અંશે જણાય છે. સૂક્ષ્મ તત્વોની જમીનમાં ઉણપ ઘાસચારા ધ્વારા આપણા પશુઓમાં ઉતરી આવે છે અને તે પશુઓની પ્રજનન વૃધ્ધિ અને ઉત્પાદન ક્ષમતા પર ખરાબ અસર કરે છે. તેથી જે તે  વિસ્તારની જમીનમાં રહેલ સૂક્ષ્મક્ષારોની ઉણપ પ્રમાણે સુમિશ્રિત દાણમાં તે સૂક્ષ્મક્ષારો જરૂરી માત્રામાં ઉમેરવા ખૂબ જ જરૂરી છે. જેથી પશુઓમાં તેની ઉણપ ન વર્તાય.
  • ઉનાળામાં લીલોચારો ઘણો ઓછો અથવા તો મળતો હોતો નથી. ઉનાળામાં લીલોચારો મળી રહે તે માટે જમીન અને પિયતની વ્યવસ્થા હોય તેમણે બારે માસ મળતા ઘાસચારા જેવા કે ગજરાજ ઘાસ, ગીની ઘાસ, કોઈમ્બતુર ઘાસ, વગેરેની રોપણી કરી રાખવી જોઈએ. ઉપરાંત ચોમાસામાં વધારાના લીલાચારાનું સાયલેજ બનાવી ઉનાળામાં લીલાચારાની અવેજીમાં ખવડાવી શકાય. પિયતની વ્યવસ્થા શકય ન હોય ત્યાં ઝાડપાન પણ ઉનાળા દરમ્યાન મળતા હોવાથી લીલાચારા તરીકે ખવડાવી શકાય છે.
  • સૂકા ચારા જેવા કે ડાંગર/ ઘઉનું પરાળ વગેરેની પોષક ગુણવત્તા ખૂબ જ ઓછી હોય છે. યુરિયા પ્રક્રિયા ધ્વારા તેની પોષક ગુણવત્તા તેમજ પાચ્યતા વધારી શકાય છે. ગોળ મીઠાના પાણીના છંટકાવ ધ્વારા તેનો બગાડ અટકાવી શકાય છે.
  • લીલોચારો  તથા સૂકોચારો એક સાથે ટુકડા કરી ખવડાવવાથી પશુઓ વધુ ખાય છે તેમજ પોષક તત્વો પણ વધુ મળે છે.
  • ઉનાળામાં રાત્રે ૯.૦૦ વાગે નિરણ કરવું કારણ કે ગરમીના દિવસોમાં પશુઓ રપ થી ૩પ ટકા ખોરાક રાત્રે ખાય છે. તેમજ પાણીના હવાડાની વ્યવસ્થા અથવા દિવસમાં ચાર થી પાંચ વખત પાણી પીવડાવવું હિતાવહ છે. તો જ જાનવર પોતાના શરીરનું તાપમાન જાળવી શકશે અને ખોરાક સારી રીતે ખાઈ શકશે.
  • શકય હોય તો પશુઓને બપોરે નવડાવવા જોઈએ.
  • ભેંસો ગાયો કરતાં ઉતરતી કક્ષાના ચારાનો ઉપયોગ સારી રીતે શારીરિક નિભાવ માટે કરી શકે છે.
  • વિયાણ બાદ વધુ દાણ ખવડાવવાથી તેની આડઅસર પ્રજનન ઉપર થતાં ગાય ભેંસ મોડેથી ગાભણ થતા આર્થિક નુકશાન થાય છે.
  • ફૂગ જન્ય આહાર કે વધુ પડતા ક્ષારવાળો આહાર પશુઓને હાનિકારક છે.

સ્ત્રોત : ડોં. જી.જી. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવતાજ -આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate