વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિયાણ સમયે પશુઓની માવજત

વિયાણ સમયે પશુઓની માવજત

ડેરી ઉદ્યોગનો આધાર આયોજનબદ્ધ પશુઓની સારવાર અને તેની માવજત પર રહેલ છે. ગાયના વિયાણ સમયે કાળજી રાખવી અતિ આવશ્યક છે. જેના કારણે પશુઓમાં થતા મરણનો દર ઘટાડી શકાય છે. અને સારા બચ્ચા મેળવી શકાય છે.

ગાય-ભેસમાં વિયાણ સમયે રાખવી પડતી કાળજીઃ

 1. ગાયનો વિયાણ સમય ર૪૦-ર૯૦ દિવસ જેટલો છે. બિજદાન કર્યા તારીખ નોંધી તેના અંદાજીત વિયાણ સમય નોંધી રાખવો જેના દસેક દિવસમાં ગાય-ભેસનું વિયાણ થાય છે.
 2. ગાભણ-ગાય-ભેસને બીજા પશુઓથી દુર રાખવા જેનાથી બીજા પશુઓ દ્વારા થતા ઝઘડા, ઋતુમાંઆવેલ ગાય દ્વારા ઉથલા મારવાથી બચાવી શકાય છે.
 3. વિયાણ સમયે પશુમાં આવતો સોજો,પેશાબના ભાગમાં સ્થીતલતા, પુછડાના ઉપરના ભાગમાં ખાડા પડવા આવા લક્ષણો પછી પશુનું લગભગ ૧ થી ર કલાકમાં વિયાણ થાય છે.
 4. આવા પશુનુ રહેઠાણ સ્વચ્છ, હવા ઉજાસવાળુ, સારા બેડવાળુ અને જંતુમુકત હોવુ જોઇએ.
 5. ઘણીવાર વિયાણ સમયે બચ્ચાનો સામાન્ય રીતે જન્મ ન થતો હોય તો વેટરનરી ડૉકટરની મદદ લેવી જેની મદદથી ખોડ-ખાંપણવાળુ, વિકૃત અને ગર્ભાશયની આંટી જેવા રોગથી બચાવી શકાય છે.
 6. વિયાણ થયા પછી પશુના પાછળના ભાગને પોટેશિયમ પરમેન્ગેનેટની મદદથી સાફ કરવા જોઇએ.
 7. પીવા માટે ગરમ પાણી આપવું જોઇએ.
 8. ગાય-ભેસમાં વિયાણ પછી પુરે-પુરુ ખીરૂ ન કાઢી લેવું જોઇએ અન્યથા મીલ્ક ફીવર જેવા રોગો થાય છે.

સામાન્ય રીતે વિયાણના ર-૪ કલાકમાં ઓર (મેલી પડવી) પડે છે. જો તે ૮ થી ૧ર કલાકમાં ના પડે તો  તે ( Ergot mixture) આપવું ઘણી વાર વેટરનરી ડૉકટરની મદદ પણ લેવી પડે.

સારા દૂધવાળા પશુઓમાં વિયાણ પછી મીલ્ક ફીવર અને ગળીયા (મસ્ટારીસ) જેવા રોગો થાય છે તો આવા સમયે ગાયની ભેંસની માવજત કરવી.

વિયાણ બાદ ગાય-ભેંસને હુફાળા પાણીમાં દાણ ભેળવીને આપવું. થોડા પ્રમાણમાં લીલો ચારો આપવો.

નવજાત બચ્ચાની કાળજી

 • વિયાણ થયાના  તરત જ બચ્ચાના નાક અને મોઢામાંથી ચીકણો પદાર્થ દુર કરવો જેનાથી તેનો શ્વાસોચ્છાસ સામાન્યથશે. છાતીના ભાગમાં દબાવવું અથવા જો આવું ન થાય તો પાછળના બે પગ પકડીને જર્ક મારવા.
 • કુંટીનો નાળ જો વધુ લાંબો હોય તો ર સે.મી. જેટલો રાખી બાકીનો એક ચોખ્ખા જંતુરહિત કરેલી કાતરથી કાપી નાખવો અને તેના ઉપર દિવસમાં બે વાર ટીંચર આયોડીન લગાડવું.
 • વાછરડાના જન્મ પછી ત્રણ-ચાર દિવસ માતાનું ખીરૂ આપવું જોઇએ. ખીરૂમાં વાછરડા માટે જરૂરી રોગપ્રતિકારક શકિત રહેલી હોય છે.
 • નવજાત વાછરડાને તેના શરીરના ૧૦ ટકા જેટલુ ખીરૂ આપવુ જોઇએ જેનાથી તેના શરીરનો વિકાસ સારો થાય છે.
 • ઘણીવાર નવજાત બચ્ચાનો એની માતાના સંપર્કમાં રાખ્યા વગર પણ ઉછેર કરવામાં આવે છે. આવા સમયે તે ઘણી કાળજી માંગી લે છે.
 • બચ્ચાને ઓળખ માટે ટેટુ કરવું.
 • વાછરડાના જન્મનાં ૧૫ દિવસમાં તેને H.S. નું રસીકરણ કરાવવું જોઇએ.
 • ૧૦-૧૫ દિવસમાં શીંગડા કાઢી નાખવા જોઇએ.
 • વાછરડામાં જન્મ જાત ચાર કરતાં વધારે આંચળ હોય તો તેને દુર કરવા જોઇએ.
 • ૩ મહિનાની ઉંમરે તેને Anthrax અને તેના ૧૫ દિવસ પછી B.Q. નું રસીકરણ કરાવવું જોઇએ.
 • ૯ થી ૧ર મહિનાની ઉંમરે તેમાં બ્રુસેલાનું રસીકરણ કરાવવું જોઇએ.

ડૉ. જે. એચ. પટેલ, શ્રી. જી. ડી. પટેલ, શ્રી. ડી. કે. ગોજીયા, ડૉ. સી. કે. દેસાઇ, ડૉ. જી. આર. જાડેજા અને શ્રી. કે. એન. રાણા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ

2.91891891892
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top