অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સોઈલ હેલ્થ કાર્ડની વળતરયુકત પાક ઉત્પાદન મેળવવામાં અગત્યતા અને તેનો ઉપયોગ

સોઈલ હેલ્થ કાર્ડ એટલે શું ?

સોઈલ હેલ્થ કાર્ડ એ જમીનની કુંડળી છે.તેમાંથી જમીન માલીકને, જમીનનો પ્રકાર, જમીનમા લભ્ય પોષકતત્વો, જમીનની ફળદુ્રપતા, જમીનમાં ખારાશ વગેરેની વિગતો મળે છે.શરૂઆતનાં પહેલા તબકકામાં દરેક ગામ વાર ૧૦ નમુનાઓ એકઠા કરી અને તેનું પૃથ્થકરણ કરાવી અને તેનાં પરથી દરેક ખેડૂતને સોઈલ હેલ્થ કાર્ડ આપવાનું સરકારશ્રીએ શરૂ કરેલ છે અને બીજા તબકકામાં અત્યારે દરેક ગામ દીઠ ર૦ નમુનાઓ એકત્ર કરીને ત્યારબાદ તેના પૃથ્થકરણ અહેવાલ પરથી ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવાની યોજના ચાલુ છે.

સોઈલ હેલ્થ કાર્ડની ઉપયોગીતા

  1. જમીનમાં લભ્ય પોષકતત્વોના પ્રમાણ ઉપરથી પાકને જરૂરી પોષક તત્વો પુરા પાડવાની જમીનની ક્ષમતાનો ખ્યાલ આવે છે. તેની મર્યાદામા જમીનમાં કેટલા પોષક તત્વો ખાતર રૂપે આપવા તેનો ખ્યાલ આવે છે. કયાં પાકમાં કેટલું ખાતર કયારે અને કેવી રીતે આપવું તેની સચોટ ગણતરી થઈ શકે છે. તદ્રઉપરાંત સોઈલ હેલ્થ કાર્ડના આધારે જમીનમાં કયો પાક કે કઈ પાક તરેહ વધુ ફાયદાકારક છે તે પણ નકકી કરી શકાય છે.
  2. વધારામા સોઈલ હેલ્થ કાર્ડના અવલોકનથી જમીનની ઉત્પાદકતાનો પણ ખ્યાલ આવતો હોવાથી આવી જમીનોના પાક ઉત્પાદનના અંદાજ પણ મેળવી શકાય છે.
  3. વળી વખતો વખત આ જમીન ચકાસણીની પ્રક્રીયા થતી હોય જમીનની ફળદ્રુપતામાં કાલાંતરે થતા ફેરફારો પણ નજરમા આવતા તેની જાળવણીની કાર્યપ્રણાલી પણ ઘટાડી શકાય છે.
  4. ખાતરોના બીનજરૂરી વધુ વપરાશને રોકીને તથા આવશ્યક પોષકતત્વો ઉમેરવાની સલાહ આપીને સોઈલ હેલ્થકાર્ડ ધ્વારા જમીનની ઉત્પાદકતાને લાંબો સમય જાળવી શકાય છે.
  5. ખૂબ જ મહત્વની બાબતએ જમીનની ખારાશ છે. સોઈલ હેલ્થ કાર્ડ ઉપરથી જમીનની ખારાશનો અંદાજ આવવાથી તે પ્રમાણે ખારાશ પ્રતિરોધક પાકો, પાકની જાતો તથા જમીન સુધારોકોની ઉપયોગની વિગતો પણ ખેતર દીઠ આપી શકાય છે.
  6. સોઈલ હેલ્થ કાર્ડ ઉપરથી અપાતી વિગતો જે તે ખેડૂતને વ્યકિતગત રીતે જ ઉપયોગી હોવાથી તે સચોટ અને કાર્યક્ષમ પુરવાર થાય છે. સોઈલ હેલ્થ કાર્ડને વધુ અસરકારક બનાવવા તેને જાળવી રાખો, ફરી જમીનનો નમુનો લેવાનો થાયતો તેની નિયત પધ્ધતિ પ્રમાણે કાળજીપૂર્વક લેવડાવો તથા પાક આયોજન પહેલા આ કાર્ડની વિગતના આધારે પાકનું આયોજન કરવામા આવે તે અત્યંત આવશ્યક છે.
  7. વધુમા ખાતરોની પસંદગી જે તે ખેતરલક્ષી ભલામણ ખાતર આપવાની રીત અને સમય સીઝન પૂર્વે સમજી લઈને તેને અનુસરવાથી આ કાર્ડ પાછળનો હેતુ બર આવશે.
  8. સૈાથી મહત્વની બાબત એ છે કે સોઈલ હેલ્થ કાર્ડને કારણે ખેડૂત, વિસ્તરણ કાર્યકર અને વૈજ્ઞાનિક વચ્ચે એક સેતુ બન્યો છે કે જેમા માહિતીની આપ–લે બન્ને બાજુ થઈ શકે છે તેથી આ પ્રયોગ વધુ અસરકારક રીતે અમલી બની શકયો છે.

સોઈલ હેલ્થ કાર્ડની ઉપયોગીતા શું ?

  1. જમીનમાં લભ્ય પોષકતત્વોના પ્રમાણ ઉપરથી પાકને જરૂરી પોષક તત્વો પુરા પાડવાની જમીનની ક્ષમતાનો ખ્યાલ આવે છે. તેની મર્યાદામાં જમીનમાં કેટલા પોષકતત્વો ખાતર રૂપે આપવા તેનો ખ્યાલ આવે છે. કયા પાકમાં કેટલું ખાતર કયારે અને કેવી રીતે આપવું તેની સચોટ ગણતરી થઈ શકે છે. તદ્રઉપરાંત સોઈલ હેલ્થ કાર્ડના આધારે જમીનમાં કયો પાક કે કઈ પાક તરેહ વધુ ફાયદાકારક છે તે પણ નકકી કરી શકાય.
  2. સોઈલ હેલ્થ કાર્ડના અવલોકનથી જમીનની ઉત્પાદકતાનો પણ ખ્યાલ આવતો હોવાથી આવી જમીનોમાં પાક ઉત્પાદનના અંદાજ પણ મેળવી શકાય છે.
  3. વખતો વખત આ જમીન ચકાસણીની પ્રક્રીયા થતી હોય જમીનની ફળદ્રુપતામા કાલાંતરે થતા ફેરફારો પણ નજરમાં આવતા તેની જાળવણીની કાર્યપ્રણાલી પણ ઘડી શકાય છે.
  4. ખાતરોના બીનજરૂરી વધુ વપરાશને રોકીને તથા આવશ્યક પોષકતત્વો ઉમેરવાની સલાહ આપીને સોઈલ હેલ્થ કાર્ડ ધ્વારા જમીનની ઉત્પાદકતાને લાંબો સમય જાળવી શકાય છે.
  5. ખૂબ જ મહત્વની બાબત એ જમીનની ખારાશ છે. સોઈલ હેલ્થ કાર્ડ ઉપરથી જમીનની ખારાશનો અંદાજ આવવાથી તે પ્રમાણે ખારાશ પ્રતિરોધક પાકો, પાકની જાતો તથા જમીન સુધારકોના ઉપયોગની વિગતો પણ ખેતર દીઠ આપી શકાય છે.
  6. સોઈલ હેલ્થ કાર્ડ ઉપરથી અપાતી વિગતો જે તે ખેડૂતને વ્યકિતગત રીતે જ ઉપયોગી હોવાથી તે સચોટ અને કાર્યક્ષમ પુરવાર થાય છે. સોઈલ હેલ્થ કાર્ડને વધુ અસરકારક બનાવવા તેને જાળવી રાખો, ફરી જમીનનો નમુનો લેવાનો થાય તો તેની નિયત પધ્ધતિ પ્રમાણે કાળજીપૂર્વક લેવડાવો તથા પાક આયોજન પહેલા આ કાર્ડની વિગતના આધારે પાકનું આયોજન કરવામા આવે તે અત્યંત આવશ્યક છે.
  7. વધુમાં ખાતરોની પસંદગી જે તે ખેતરલક્ષી ભલામણ, ખાતર આપવાની રીત અને સમય, સીઝન પૂર્વે સમજી લઈને તેને અનુસરવાથી આ કાર્ડ પાછળનો હેતુ બર આવશે.
  8. સૈાથી મહત્વની બાબત એ છે કે સોઈલ હેલ્થ કાર્ડ એ ખેડૂત, વિસ્તરણ કાર્યકર અને વૈજ્ઞાનિક વચ્ચેનો સેતુ બન્યો છે કે જેમાં માહિતીની આપ–લે બન્ને બાજુ થઈ શકે છે તેથી આ પ્રયોગ વધુ અસરકારક રીતે અમલી બની શકયો છે.

સોઈલ હેલ્થ કાર્ડની યોજના કેવી રીતે અમલી બને છે ?

  • દરેક જીલ્લાના તમામ ગામડા આ યોજનામા આવરી લેવાય છે. આદર્શ આંકડાના આધાર માટે દરેક ગામના વીશ પ્રતિનિધિત્વ ધરાવતા ખેડૂતોના જમીનના નમુના એકત્રિત કરાવવામાં આવે છે. આ નમુનાઓનું રાસા.પૃથ્થકરણ જમીન ચકાસણી પ્રયોગશાળા, કૃષિ સંલગ્ન સંસ્થાઓના સંયુકત ઉપક્રમે કરેલ છે.
  • દરેક ખેડૂતના અહેવાલ અગાઉ નકકી થયેલ જમીન તંદુરસ્તી કાર્ડમાં સંગ્રહ કરી, રાજયકક્ષાએ કોમ્યુટરાઈઝ કાર્ડ તૈયાર કરી ખેડૂતોને આપવામાં આવે છે.
  • દરેક ખેડૂતો માટે આ પરિણામ લભ્ય બને છે. તેનો ઉપયોગ જમીન તંદુરસ્તી, ફળદ્રુપતા, જમીન અડચણો, પાક અને ૠતુ પ્રમાણે ખાતર અને અન્ય માનવીય જરૂરીયાત નિયત કરવા માટે કરવામાં આવશે.
  • દરેક ખેડૂતને આપવામાં આવેલ જમીન તંદુરસ્તી કાર્ડ તેની જમીનની સંપુર્ણ વિગતો ધરાવે છે. રાજય કૃષિ યુનિવર્સિટીઓના એક વૈજ્ઞાનિક દરેક તાલુકામાં ફાળવવામાં આવેલ છે. આ વૈજ્ઞાનિક ગ્રામ્યકક્ષાએ જઈ તેની આંતર માળખાકિય સુવિધા પ્રમાણે દરેક ખેડૂતની મુલાકાત લઈ તેના તંદુરસ્તી કાર્ડ પ્રમાણે અને તેની પાક પસંદગી વિષે પ્રત્યક્ષ રીતે ખેડૂતોને સાંભળી સલાહ / માર્ગદર્શન આપે છે.
  • આ વૈજ્ઞાનિક દરેક ક્ષેત્રીય મુલાકાત સમયે, જમીન તંદુરસ્તી કાર્ડની સાથે, કૃષિ વિજ્ઞાન, પાક સંરક્ષણ, કાપણી બાદની તકનીકી, /માવજતો પશુધન અને બજારૂ ઉપજની તમામ ભલામણો સાથે કાળજી લે છે.
  • જીલ્લા કક્ષાના જવાબદાર વૈજ્ઞાનિક, જીલ્લાના બધા તાલુકાનું સંકલન કરી જરૂરી ભલામણો સાથે અહેવાલ રાજય કક્ષાએ મોકલે છે.
  • જીલ્લા અને રાજયકક્ષાના સત્તાધિકારી દરેક મહિનામાં દ્રશ્ય – શ્રાવ્ય કાર્યક્રમ યોજીને ૠતુ પ્રમાણેના ક્ષેત્રિય પ્રશ્નોની કાળજી લે છે.

સોઈલ હેલ્થ કાર્ડની સમજુતી

પી.એચ. એટલે કે જમીનની પ્રતિક્રિયા

અમ્લીય : ૬.પ થી નીચે

સામાન્ય : ૬.પ થી ૮.ર

ભાષ્મિક : ૮.પ થી વધુ

ઈલેકટ્રીકલ કન્ડકટીવીટી એટલે કે ક્ષારનું પ્રમાણ

તેને વિધુત વાહકતા પણ કહે છે. તેનો યુનિટ મીલીમ્હોઝ / સે.મી. અથવા ડેસી. સાયમન્સ / મીટર છે.

સામાન્ય : ૧ મીલી મ્હોઝ થી નીચે

નુકસાનકારક : ૧ થી ૩ મીલીમ્હોઝ

હાનીકારક : ૩ થી ઉપર

 

પોષક તત્વોનું પ્રમાણ

(૧) સેન્દ્રિય કાર્બનના ટકા

ઘણું ઓછું : ૦.૦૦ થી ૦.રપ ટકા

ઓછું : ૦.ર૬ થી ૦.પ૦ ટકા

મધ્યમ : ૦.પ૧ થી ૦.૭પ ટકા

વધારે : ૦.૭૬ થી ૧.રપ ટકા

ઘણું વધારે : ૧.રપ થી વધુ

ફોસ્ફરસ કિલોગ્રામ / હેકટર

ઘણું ઓછુ : ૦.૦૦ થી૧૦ કિ.ગ્રા./હે.

ઓછું : ૧૧ થી ર૮ કિગ્રા./હે.

મધ્યમ : ર૮ થી પ૬ કિગ્રા./હે.

પોટાશ કિલોગ્રામ / હેકટરે

ઘણું ઓછું : ૦.૦૦ થી ૭પ.૦ કિગ્રા./હે.

ઓછું : ૭૬.૦ થી ૧૪૦.૦ કિગ્રા./હે.

મધ્યમ : ૧૪૦.૦ થી ર૮૦.૦ કિગ્રા/હે

વધુ : ર૮૦ થી વધુ કિલો/હે.

ગુજરાત નવો રાહ ચિંધે છે.

આ સોઈલ હેલ્થ કાર્ડને આધારે પાકની પસંદગી કરવી અને તે સાથેજ તેને માટે જરૂરી હોય તેટલું જ રાસાયણિક ખાતર નાખવું આવશ્યક છે. આ પ્રકિયા જમીનની તાસીરને સમતોલ કરે છે. જેનાથી ધાર્યુંં ઉત્પાદન મેળવી શકાય છે. એક થી વધુ પાક લેવાની દોડમાં જમીનનાં પોષકતત્વોની પુરતી થતી રહે તે માટે સતત કાળજી રાખવી પડશે. દેશભરમાં સોઈલ હેલ્થ કાર્ડનો ઉતમ વિચાર રજૂ કરનાર ગુજરાત પ્રથમ નંબરનું રાજય છે. જમીનની તાસીર પ્રમાણે ખેતી કરવાથી ખોટા ખર્ચથી બચી શકાય છે અને એકમ દીઠ વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ખેડૂતો આ નવી તરાહની ખેતી કરતાં થાય અને તેને નવીન જાણકારી પ્રાપ્ત થાય તે માટે રાજય સરકારે કૃષિ વૈજ્ઞાનિકોને જુદા જુદા તાલુકાઓ ફાળવ્યા છે. સમયાંતરે ખેતીવાડી ખાતાનાં, બાગાયત ખાતાનાં ,પશુપાલન ખાતાનાં અધિકારીઓ પણ મુલાકાત લે છે અને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડે છે. ખેડૂતોને આ સોઈલ હેલ્થ કાર્ડ આધારીત પાકોનું આયોજન કરવામાં જરૂરી માહિતી મળી રહે તે માટે રાજય સરકારે ખેડૂત માર્ગદર્શિકા તૈયાર કરેલ છે

સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપતિલકૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate