অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સોઇલ હેલ્થ કાર્ડનું મહત્વ

સોઈલ હેલ્થ કાર્ડ (Soil health card) જમીનનો પ્રકાર, જમીનમાં પોષક તત્વોની લભયતા, જમીનની ફળદ્રુપતા, જમીનમાં ખારાશ અને ભામિકતા વગેરે માહિતી મળે છે . છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન ગુજરાતને ખેતીમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો છે . પાક ઉત્પાદનનો આધાર જમીનના સ્વાસ્થય અને તેની ફળદ્રુપતા ઉપર છે. જમીન સ્વાસ્થય જાળવવા માટે જમીનની ચકાસણી કરવી એ પાયાની બાબત બને છે, જમીન ચકાસણી પ્રયોગશાળા દ્વારા જમીનનું પૃથક્કરણ કરી તેના પૃથક્કરણ આધારિત જમીનમાં કયા તત્વો કેટલા પ્રમાણમાં આવેલા અને લેવાનાર કયા પાક માટે કેટલા તત્વો કેટલા પ્રમાણમાં આપવા જરૂરી છે તે જાણી શકાય છે.

જમીનની તંદુરસ્તીની માહિતીની અગત્યતા

  • જમીનમાં લભ્ય પોષકતત્વોના પ્રમાણ ઉપરથી પાકને જરૂરી પોષક તત્વો પુરા પાડવાની જમીનની ક્ષમતાનો ખયાલ અાવે છે . તેની મર્યાદામાં કેટલા પોષક તત્વો ખાતર રૂપે આપવા તેનો ખ્યાલ આવે છે. કયા પાકમાં કેટલું ખાતર ક્યારે અને કેવી રીતે આપવું તે ની સચોટ ગણતરી થઈ શકે છે.
  • સોઈલ હે૯થ કાડના આધારે જમીનમાં કયો પાક કે કઈ પાક તરેહ વધુ ફાયદાકારક છે તે પણ નક્કી કરી શકાય જેમ કે જમીની ખારાશ અથવા ભાલ્મિકતા જાણી શકાય છે . ખારાશ જમીનમાં ક્ષાર પ્રતિવરોધક ઘઉં કરી શકાય તેમજ ભામિક જમીનમાં ડાંગરનો પાક લઈ શકાય. ગોરાડું જમીનમાં કેળ, તમાકુ, બાજરી અને ઘઉં ઉગાડી શકાય. કાળી જમીનમાં શેરડી, કપાસ લઈ શકાય. રેતાળ જમીનમાં દિવેલા, રાયડો કરી શકાય. મધ્યમ કાળી જમીનમાં મગફળી, તલ, જીરુનો પાક લઈ શકાય અને પ્રગતિશીલ ખેડૂતો વિસ્તરણ અધિકારી અને વૈજ્ઞાનિક પાસેથી માહિતી મેળવીને પોતાની કુનેહ બુદ્ધિથી પડતર જમીનમાં ઔષધિય પાક (કુંવારપાઠું અથવા સફેદ મૂસળી) અથવા બાગાયતી પાકોની ખેતી કરી શકાય છે.
  • સોઈલ હેલ્થ કાડમાં અપાતી વિગતો જે તે ખેડૂતને ત્રણ વર્ષ ઉપયોગી હોવાથી તે સચોટ અને કાર્યક્ષમ પુરવાર થાય છે. ફરી જમીનનો નમૂનો લેવાનો થાય તો તેની નિયત પદ્ધતિ જમીનમાં ઉપરનો કચરો સાફ કરીને જીગજેગ રીતથી ‘વી” આકારનો ખાડો કરી 10 થી 12 જગ્યાએથી સ્લાઇસ કાળજીપૂર્વક લેવડાવવો અને કવાર્ટરિંગ પદ્ધતિ પ્રમાણે ભેગો કરીને આશરે 500 ગ્રામ સેમ્પલ બેગમાં મૂકવો.

સોઈલ હેલ્થ કાર્ડની યોજનામાં ખેડૂતોના પ્રશ્નો અને કીઓસ્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડેટાબેઝમાં જમીનના રેકોડ હશે, આ આખાય આઈટી પ્રોગ્રામને સોઇલ હેલ્થ કાડ નામ આપવામાં આવ્યું છે. સોઈલ હેલ્થ કાર્ડ કાર્યક્રમ પ્રમાણે ઈ-ડેટામેનુમાં ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે બધી જ જાતની ખેતી વિષયક  માહિતી જેવી કે ખાતરનું પ્રમાણ, બિયારણ દર, રોપણી સમય, પિયત , નીંદણ નિયંત્રણ, રોગ-જીવાત નિયંત્રણ, કાપણી અને સંગ્રહ, વેચાણ, કાપણી પછીની ટેકનોલોજી વગેરે હશે. નવા પાકો કે જાતની માહિતી પણ સામેલ કરવામાં આવશે. ભેગા કરેલા ડેટા ઉપરથી સોઈલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે જે

ખેડૂતો માત્ર યુરિયા કે યુરિયા અને ડીએપી વાપરે છે જેથી બીજા તત્વોનું પ્રમાણ ઘટે છે.

સંકલિત ખાતર વ્યવસ્થા કરવાથી જમીનમાંથી સેન્દ્રિય તત્વોનો થતો ઘટાડો અટકાવી શકાય.

વધુ પડતા નહેરોના પાણીના ઉપયોગથી જમીન ખારી બને છે તે જ પ્રમાણે તેજાબ પેદા કરતા ખાતરો / એસિડ રેઈનથી જમીનની પ્રતિક્રિયા ઘટે છે.

સોઈલ હેલ્થ કાર્ડની જાણકારી

  • અમ્લીય જમીન નો પી.એચ 5.5 થી નીચે હોય છેઅને ચૂનાની ભલામણ અથવા છાણિયું ખાતર, કમ્પોસ્ટ અને લીલો પડવાશ આપવામાં આવે છે
  • સામાન્ય જમીનનો પી.એચ. 6.5 થી 7.5 વચ્ચે હોય છે અને આ જ્મીન બધા પાક માટે અનુરુપ છે.
  • ભામિક જ્મીનનો પી.એચ. 8.5 થી વધુ હોય છે અને  જીપ્સમની ભલામણ છે.
  • જયારે 5 થી નીચે અને 8.5 થી ઉપર પી. એચ. આાંકવાળી જમીનમાં પોષકતત્વોની અસમતુલા જોવા મળે છે. ક્ષારિય જમીનો ભેજ સુકાતા જતા ખૂબ જ કઠણ બનતી ખેડ કરી શકાતી નથી તેમજ લભય પોષક તત્વોની લભયતા ઘટી. આવી જમીનોને છૂટી અને ભરભરી બનાવવા માટે ચિરોડી (જીપ્સમ )નો ઉપયોગ કરવો જરૂરી છે. આવી જમીનોમાં છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર અને લીલા પડવાશ વડે પણ સુધારી શકાય છે.
  • ગુજરાતની જમીનનો પી. એચ. આાંક 7 થી 8.5 ની આસપાસ હોય છે.
  • પી. એચ. આાંક 8.5 : ગોરાડુ જમીન સુધારણા માટે 1 ટન જીપ્સમ હેક્ટરે
  • પી. એચ. આાંક 8.7 : ગોરાડુ જમીન સુધારણા માટે 2 ટન જીપ્સમ હેક્ટરે
  • પી. એચ. આાંક 9.0 : ગોરાડુ જમીન સુધારણા માટે 3 ટન જીપ્સમ હેકટરે

વિવિધ પ્રકારની જમીનમાં પી.એચ. મુજબ ભલામણ કરેલ જીપ્સમનું (ટન/હેકટર) પ્રમાણ નિચે મુજબ છે

  • પી.એચ 9.2. – રેતાળ જ્મીન 1.7 – મધ્યમ કાળી જમીન 2.4 – ભારે કાળી જમીન – 3.4
  • પી.એચ 9.4. – રેતાળ જ્મીન 3.4 – મધ્યમ કાળી જમીન 5.0 – ભારે કાળી જમીન – 3.8
  • પી.એચ 9.6. – રેતાળ જ્મીન 5.0 – મધ્યમ કાળી જમીન 7.5 – ભારે કાળી જમીન – 10.0
  • પી.એચ 9.8. – રેતાળ જ્મીન 6.8 – મધ્યમ કાળી જમીન 10.0 – ભારે કાળી જમીન – 14.6
  • પી.એચ 10.0. – રેતાળ જ્મીન 8.5 – મધ્યમ કાળી જમીન 12.5 ભારે કાળી જમીન – 15.0
  • પી.એચ. 10.1 – રેતાળ જ્મીન 10 – મધ્યમ કાળી જમીન 15.0 – ભારે કાળી જમીન -15.0

દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ (ઈલેક્ટ્રીક કન્ડક્ટિવિટી મીલીમહોઝ / સે.મી. અથવા ડેસીસીયોલ પર મીટર) સામાન્ય 1-2 (બધા પાક માટે અનુકૂળ) જમીનમાં કુલ દ્રાવ્ય ક્ષાર 0.4 ટકાથી ઓછા હોય તો ક્ષાર સામે અર્ધપ્રતિકારક પાકો (જુવાર, મકાઈ, ઘઉં, ડાંગર, સૂર્યમુખી અને બટાટા) વાવી શકાય. પરંતુ 0.6 ટકાથી વધુ ક્ષારો હોય તો કપાસ, ઘઉં, ડાંગર, વગેરે પાકો વાવી શકાય, પરંતુ બીજા પાકો પર માઠી અસર જોવા મળે છે.

સંશોધન પરથી જણાય છે કે ગુજરાતની જમીનમાં પોટાશની ઉણપ જોવા મળતી નથી પરંતુ ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન મેળવવા માટે કેળ, શેરડી, તમાકુ અને બટાટાના પાકમાં આપી શકાય.

જો જમીનમાં પોષક તત્વો અલ્પમાત્રામાં હોય તો પાકને ભલામણ કરેલ હોય, તેનાથી 50 ટકા વધુ ખાતર આપવું અને મધ્યમ માત્રામાં હોય તો પાક ભલામણ મુજબ ખાતર આપવું પરંતુ જો પૂરતી માત્રામાં હોય તો ભલામણ કરેલ હોય તેના કરતા 25 ટકા ઓછું ખાતર આપવું જોઈએ.

સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર, કમ્પોસ્ટ અળસિયાનું ખાતર, ખોળ, વપરાશ ન કરવાથી જમીનમાં ગાંધકની ઉણપ તેમજ લોહ અને ઝિંકની ઉણપ જોવા મળે છે. ગંધક તેલીબિયાના પાક માટે અગત્યનો છે. તેથી દર ત્રણ વર્ષે ગંધકયુક્ત ખાતર આપવું જોઈએ તેમજ ધાન્યપાક માટે સૂક્ષ્મ તત્વો દર બે વર્ષે 25 કિલો ફેરસ સલ્ફેટ અને ઝિંક સલ્ફેટ હેક્ટર દીઠ આપવા ભલામણ છે.

સોઈલ હેલ્થ કાર્ડનો સારાંશ

અત્યારે ખેડૂતો નવો પાક આર્થિક ફાયદાને ધ્યાનમાં રાખે છે. નહીં કે ફળદ્રુપતા જાળવી રાખવાનો સિદ્ધાંત. અત્યારના સંજોગોમાં સારું વળતર આપતો તથા ફળદ્રુપતા જાળવી શકાય તેવી પાક પદ્ધતિની ભલામણ જરૂરી છે. પાકની પસંદગી, જમીનના ગુણધર્મો, જમીનના ભેજની લભયતા, પિયતની સગવડ , રોગ જીવાત તથા નીંદણના પ્રશ્નો, સામાજિક અર્થવ્યવસ્થા વગેરે ધ્યાનમાં લેવા જોઈએ. અત્યારે એગ્રી નેટવર્ક ગુજરાતમાં ચાલે છે તેનું જોડાણ ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક ગાંધીનગર સાથે થશે ત્યાંથી તેનો પ્રસાર જીલ્લા, તાલુકો અને ગામ સુધી પહોંચશે.

વધુ સંપર્ક

  • સફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો
  • તમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.
  • તમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate