ક્ષારયુક્ત જમીનોમાં પાક ઉત્પાદન ઉપર જોવા મળતી વિપરીત અસરો:
આવી જમીનમાં મોટા પ્રમાણમાં દ્રાવ્ય ક્ષારો હોય છે. તેનો અમ્લતા આંક ૮.૫ થી ઓછો તથા વિસ્તાથપિત સોડિયમ કણો ૧૫ ટકાથી ઓછા હોય છે. આવી જમીનમાં માટીના રજકણો છૂટાછૂટા હોય છે જે ભેગા થઈ ને એક જથ્થો બને છે, પરંતુ એકબીજા સાથે જક્કડાતા નથી. ક્ષારને લીધે જમીનની સપાટી પર સફેદ છારી દેખાય છે.
આવી જમીનમાં કુલ દ્રાવ્ય ક્ષારોનો જથ્થો ઓછો જોવા મળે છે. જમીનનો અમ્લતા આંક ૮.૫ ટકા થી વધારે તથા વિસ્થાપિત સોડિયમના કણો ૧૫ ટકાથી વધુ હોય છે. જમીનમાં રજકણો છૂટા હોતા નથી. રજકણો સપ્તાઈથી એકબીજા સાથે જકડાઈ જનાય છે જેથી જમીન કઠણ થઈ જાય છે અને જમીન સૂકાય છે ત્યારે સપાટી પર કાળા રંગની છારી જોવા મળે છે તેમજ ટૂંકી, જાડી, ઊંડી તિરાડો જોવા મળે છે. જમીન ખેડતા મોટા ઢેફાં પડે છે.
આવી જમીનોમાં ખારી અને ભાસ્મિક જમીનમાં જોવા મળતા લક્ષણો જોવા મળે છે. જમીન સૂકી હોય ત્યારે સપાટી પરની પોચી હોય છે. અને નીચેની જમીન સખત થઈ જાય છે. ભીની જમીન ચીકણી બની જાય છે. આવી જમીનમાં ક્ષારો દૂર થઈ શકે છે પરંતુ સોડિયમ ક્ષારો દૂર થતા નથી.
આવી ક્ષતિગ્રસ્ત જમીનની ઉત્પાદકતા તથા ફળદ્રુપતા વધારવા જમીનને નવસાધ્ય કરવી ખાસ કરવી જરૂરી છે. જમીનની ઉત્પાદકતા કે ફળદ્રુપતા વધારવા માટે ત્રણ સિદ્ધાંતોને ધ્યાને લેવા જોઈએ.
આ જમીનમાં છોડના મૂળ પ્રદેશોમાંથી ક્ષારને દૂર કરવા અથવા તેનાથી નીચે નિતાર કરવાથી ક્ષારોની માઠી અસર ઘટાડી શકાય છે. સૂકી ખેતીમાં વરસાદના પાણી વડે દ્રાવ્ય ક્ષારોનો તાર કરવાનો એક જ વિકલ્પ છે. તેથી ખેતરની ફરતે મજબૂત પાળા બાંધી વરસાદનું પાણી જમીનમાં ઉતારવાથી જમીનમાં રહેલા દ્રાવ્ય ક્ષારો છોડના મૂળ પ્રદશથી નીચે ઉતરી જાય છે. જો મીઠા પાણીની સગવડ હોય તો ઉનાળામાં મે મહિનામાં પાણી ભરીને દ્રાવ્ય સારો છોડના મૂળ પ્રદેશથી નીચે ઉતરી જાય છે. જો મીઠા પાણીની સગવડ હોય તો ઉનાળામાં મે મહિનામાં પાણી ભરીને દ્રાવ્ય ક્ષારોનો નિતાર કરી શકાય છે.
આવી જમીનમાં વિનિમય પામતા સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. સોડિયમના પ્રમાણને ઓછું કરવા જમીનમાં રાસાયણિક જમીન સુધારકો ઉમેરીને અથવા મીઠું પાણી ભરીને જમીનનું બંધારણ સુધારવાની રીતો અપનાવી સફળ પાક ઉત્પાદન લઈ શકાય છે. જમીન સુધારકો જેવા કે જીપ્સમ (ચિરોડી) જે બજારમાં સસ્તુ અને સરળતાથી મળી રહે છે. જીપ્સમ પ્રતિ હેકટર બે ટન ચોમાસા પહેલાં જમીનમાં ભેળવી જમીનમાં ક્ષારો ઘટાડી શકાય છે. દર ચાર વર્ષે જીપ્સમ જમીનમાં ઉમેરવું જોઈએ. ક્ષારો છોડના મૂળ પ્રદશથી નીચે ઉતરી જાય છે. જો મીઠા પાણીની સગવડ હોય તો ઉનાળામાં મે મહિનામાં પાણી ભરીને દ્રાવ્ય સારો છોડના મૂળ પ્રદેશથી નીચે ઉતરી જાય છે. જો મીઠા પાણીની સગવડ હોય તો ઉનાળામાં મે મહિનામાં પાણી ભરીને દ્રાવ્ય ક્ષારોનો નિતાર કરી શકાય છે.
આ પ્રકારની જમીનને નવસાધ્ય કરવા માટે તથા સફળ પાક ઉત્પાદન લેવા માટે પિયતની સગવડ હોય તો જમીન અને પાણીનું પૃથક્કરણ કરવું જરૂરી છે, કારણ કે રેતાળ જમીનમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તો તે પાકને નુકસાન કરે છે. જયારે ભારે કાળી જમીનમાં ક્ષારોનું પ્રમાણ હોવા છતાં સફળ પાક ઉત્પાદન લઈ શકાય છે. પિયત પાણીમાં તથા જમીનમાં રહેલા ક્ષારો જાણવા માટે પૃથક્કરણ રિપોર્ટ કઢાવવો જરૂરી છે, ત્યારબાદ આવી જમીનને નવસાધ્ય કરવા માટે જરૂરી પગલાં લઈ શકાય.
ઉપરોક્ત ક્ષારયુક્ત જમીનનું બંધારણ સુધારવા માટે સેન્દ્રિય ખાતરો જેવા કે ગળત્યુ છાણિયું ખાતર, દિવેલીનો ખોળ, લીલો પડવાશ તથા મરઘાંની ચરકનું ખાતર (પોસ્ટ્રી મેન્યુર) જમીનમાં ઉમેરવા જોઈએ. ઉપરાંત શેરડીના કારખાનામાંથી નીકળતી ઉપપેદાશો જેવી કે પ્રેસમડ, તેમજ મોલાસીસ પણ જમીનના બંધારણના સુધારક તરીકે કામ કરે છે. આ ઉપરાંત નદી-તળાવનો કાંપ જમીનમાં ઉમેરવાથી જમીન સુધરે છે.
જમીનનું પૃથક્કરણ કરાવીને જે પોષક તત્વો ઉમેરવાની જરૂરિયાત હોય તે પોષકતત્વો ધરાવતા ખાતરો પસંદ કરવા જોઈએ. જમીનમાં જે પાક લેવાનો હોય તે પાક માટે ભલામણ કરેલ માત્રામાં ખાતરો આપવા તથા આડેધડ ખાતરોનો વપરાશ બંધ કરવો જોઈએ. સામાન્ય રીતે ક્ષારવાળી જમીનમાં ગંધયુક્ત ખાતરો ઉમેરવા વધુ ફાયદાકારક છે. યુરિયા જેવા ખાતરનો પાયાના ખાતરને બદલે પૂર્તિ ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ.
ખેડનો આધાર જમીનની ભૌતિક સ્થિતિ તથા જમીનના પ્રકાર પર રહે છે. જો જમીનનું નિચલું પડ સખત હોય તો જમીનની નિતારશક્તિ વધારવા હળવી ઊંડી ખેડ દર ત્રણ વર્ષે કરવી જોઈએ. ખેડ કરતી વખતે જમીનને ઉલટસુલટ કરવી નહી કારણ કે તળની જમીનમાં રહેલા ક્ષારો ઉપલા પડમાં આવી જાય છે તેથી ફક્ત ઊંડી ખેડ જ કરવી.
જમીન સુધારક જીપ્સમ ફોસ્ફોજીપ્સમથી થતા ફાયદાઓ :
વૈજ્ઞાનિક તારણો મુજબ ધાન્યપાકો, કઠોળપાકો તેમજ તેલીબિયાં પાકો જમીનમાંથી સારા પ્રમાણમાં ગંધકનું શોષણ કરે છે. જમીનમાં જીપ્સમ આપવાથી ૧૫ થી ૨૦ ટકા ગંધક જમીનમાં ઉમેરાય છે જે વધુ પાક ઉત્પાદનમાં તથા ગુણવત્તામાં ઉપયોગી નિવડે છે.
સ્ત્રોત : જુલાઈ-૨૦૧૭, વર્ષ :૭૦, સળંગ અંક :૮૩૧, કૃષિ ગોવિદ્યા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020