ફોસ્ફરસની ઉણપના સામાન્ય ચિન્હો

ફોસ્ફરસની ઉણપ સામાન્ય રીતે છોડના સૌ પ્રથમ જૂના પર્ણોમાં જોવા મળે છે.

ફોસ્ફરસની ઉણપથી છોડના પર્ણો જાંબલી કે રતાશ પડતા થઇ જાય છે અને છોડનો સંપૂર્ણ વિકાસ રુંધાઇ જાય છે.

ધાન્ય પાકોમાં ફૂટની સંખ્યામાં ઘટાડો થાય છે.

પાકની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થાય છે.

ઘણા પાકોમાં વિષમ પરિસ્થીતી જેવી કે જમીનનું ઠંડુ પડી જવું, જમીનનો ભેજ વધી જવો કે જમીન કઠણ થઇ જવી વગેરેમાં છોડના મૂળનો વિકાસ અટકી જાય છે.

ઘઉમાં ફોસ્ફરસની ઉણપના ચિન્હો

ઘઉમાં ફોસ્ફરસની ઉણપથી છોડની વૃદ્ધિ ઓછી થાય છે અને ફુટની સંખ્યામાં ઘટાડો થાય છે.

ઘઉમાં ફોસ્ફરસની ઉણપથી પાકવાના દિવસો વધી જાય છે અને ઉત્પાદન ઓછું મળે છે.

ઘઉમાં ફોસ્ફરસની ઉણપથી છોડની રોગ પ્રતિકારક શકિત ઓછી થઇ જાય છે.

મકાઇમાં ફોસ્ફરસની ઉણપના ચિન્હો

મકાઇમાં ફોસ્ફરસની ઉણપથી છોડના પર્ણો જાંબલી કે રતાશ પડતા ઘેરા રંગના થઇ જાય છે.

પાકની શરુઆતની અવસ્થામાં વિશેષ પ્રમાણમાં ઉણપ વર્તાય છે.

છોડનો સમગ્ર રીતે વૃદ્ધિમાં ઘટાડો થાય છે જે પાકની સંપૂર્ણ અવસ્થા દરમ્યાન રહે છે, પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

કપાસમાં ફોસ્ફરસના કાર્યો

છોડમાં જીંડવા વહેલા બેસવા અને છોડને ઝડપથી પરીપક્વ કરવું.

મુળ અને ડાળમાં જુસ્સાદાર વૃદ્ધિ પ્રેરવી.

કપાસમાં ફોસ્ફરસની ઉણપના ચિન્હો

કપાસમાં ફોસ્ફરસની ઉણપથી છોડના પર્ણો જાંબલી કે રતાશ પડતા ઘેરા રંગના થઇ જાય છે અને છોડનો સંપૂર્ણ વિકાસ રુંધાઇ જાય છે.

કપાસમાં ફોસ્ફરસની ઉણપથી ફાલ મોડો બેસે છે.

કપાસમાં ફોસ્ફરસની ઉણપથી છોડની જીંડવા ધારણશકિત ઓછી થઇ જાય છે.

કપાસમાં ફોસ્ફરસની ઉણપથી પર્ણો વહેલા ઘરડા થઇ જાય છે.