આપણા દેશની પહાડી વિસ્તારની જમીનોમાં આવેલા જંગલોના વૃક્ષોની કાપણી કરવાથી જમીનનું ધોવાણ વધવા લાગ્યું. મધ્ય ભાગના સપાટ વિસ્તારો નહેર બોરના પાણી છૂટથી મળતાં પાણીના વધુ પડતા વપરાશથી પાણીના તળ ઉપર આવ્યા જેના કારણે ક્ષાર પણ સપાટી ઉપર આવ્યા જમીન ક્ષારીય બની, કાંઠા વિસ્તારમાં જમીનમાંથી સતત પાણી ખેંચવાના કારણે સમુદ્રનું પાણી ભૂર્ગભમાં દાખલ થઈ જમીનની ખારાશ વધવા જેવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. વધુમાં રાસાયણિક ખેતીના પ્રવાહમાં આપણે ખેતરની વસ્તુ ખેતરમાં ફરી પહોંચાડતા પશુઓના છાણ અને મૂત્રનો વ્યય કરી છાણીયું ખાતરનો વપરાશ બંધ કર્યો. સતત વધુ પડતા રાસાયણિક ખાતરનો વપરાશથી જમીનની ભૌતિક બાંધો બગાડી નાખ્યો છે. જમીન ભરભરી પોચી થવાને બદલે સખત ઢેફાંવાળી કઠણ બની ગયેલ છે. શેરડી જેવા પાકોમાં પતારી (પાન) બળીને પોષક તત્વોને પ્રદૂષણના રૂપમાં હવામાં ભેળવી દીધા. ડાંગર વિસ્તારમાં વર્ષો સુધી ડાંગર, ઘઉં, શેરડી અને કપાસ જેવા એક જ પાકોનું સતત વાવેતર કરી જમીનની ફળદ્રુપતા ઘણી જ ઘટાડી દીધી છે. પરિણામે આજે વધારે ખાતર નાખવા છતાં ઉત્પાદન વધવાને બદલે ઘટતું જાય છે. બિન ઉપજાવ બનાવી દીધી છે. વધતા જતા શહેરીકરણને લીધે ખેતીની જમીનો ઓછી થતી જાય છે. આ સંદર્ભમાં આવી બિન ઉપજાઉ ઓછી થતી જમીનમાંથી વધતી જતી વસ્તીની ખોરાકની માંગ પૂર્ણ કરવી એ એક મોટો પડકાર છે. આ બાબતોનું એક જ મુખ્ય નિરાકરણ છે જમીનની તંદુરસ્તીને જાળવવીએ આપણી મહત્ત્વની ફરજ છે. આજથી ૭૫ વર્ષ પહેલા અમેરિકાના વૈજ્ઞાનિક ફેન્કવીને રૂઝવેલ્ટએ એક વાગ્યે કહ્યું હતું કે "The nation that destroy its soil destroys itself" જેનો અર્થ જે રાષ્ટ્ર તેની જમીનની તંદુરસ્તી જાળવી ના શકે તે દેશ પોતાને વિનાશ તરફ લઈ જાય છે. આ વાક્ય આજના સંદર્ભમાં ખુબ જ અગત્યનું છે અને સાચું પડી રહ્યું છે એવું જણાય છે. વિશ્વમાં બગડતી જતી ખેતીની જમીનની ચિંતા કરી વર્ષ ર00રમાં ઈન્ટરનેશનલ યુનિયન મ્સ જમીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. યુનાઈટેડ નેશન્સ (UN) એસેમ્બલીની ર૯ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ મળેલ મીટિંગના ૬૮મા અધિવેશનમાં વર્ષ ૨૦૧૫ને ઈન્ટરનેશનલ ઈયર ઓફ સોઈલ (IYS2015) તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું જેના મુખ્ય હેતુઓમાં વિશ્વના લોકોમાં જમીનની અગત્યતા પ્રત્યે જાગૃતિ લાવવાનો, ખાદ્ય સુરક્ષા મેળવવા જળવાયું પરિવર્તન અટકાવવાનો અને ગરીબી હટાવી ટકાઉ સંતુલિત વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો. આપણે જાણીએ છીએ કે વધતી જતી વસ્તી અને વધતા જતા શહેરીકરણને કારણે ખેતી લાયક જમીન ઓછી થતી જાય છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૧૦માં વિશ્વની વસ્તી વધીને ૯00 કરોડ થવાની છે ત્યારે હાલ કરતા ૭૦ ટકા વધુ ખાદ્યાન્નની જરૂરિયાત પડવાની છે. તે વિશ્વ માટે ખૂબ જ મોટો પડકાર છે. જેને પહોંચી વળવા માટેનો મુખ્ય સ્ત્રોત તંદુરસ્ત, ફળદ્રુપ જમીન કે જે એકમ વિસ્તારમાં વધુ ઉત્પાદન આપી શકે તે જ છે. તંદુરસ્ત જમીનમાં સંતુલિત માત્રામાં કાર્બનિક પદાર્થ અને અન્ય પોષક તત્વો હોવાથી પોષક તત્વોની ઉપલબ્ધતા વધે છે. તેની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે પરિણામે વહી જતા પાણીને રોકી શકાય છે. પાણીનું બાષ્પીભવન પણ ઓછું થાય છે. જમીનના ઉપરના પડમાં કાર્બનિક પદાર્થ હોય તો જમીન સારી ભેજ (પાણી) સંગ્રહ શક્તિ ધરાવી શકે છે અને પાક પાણીની અછત સામે પણ ટક્કર ઝીલી શકે છે. જમીનમાં કાર્બનિક પદાર્થ સંતુલિત માત્રામાં હોવાથી ખેડ ઓછી કરવી પડે છે જેથી જમીન પરના છોડ અને અન્ય અવશેષો દ્વારા જમીનને આવરણ પણ મળતું હોય છે. તંદુરસ્ત જમીનમાં ઉગાડાતા પાકોમાં રોગજીવાતનો ઉપદ્રવ ઓછો આવે છે. આ પરિસ્થિતિ તંદુરસ્ત જમીન) મેળવવા જમીનમાં કાર્બનિક પદાર્થ વધારવા માટે ત્રણ થી દશ વર્ષ લાગે તો હાલની ખામી ભરેલ અણસમજણ પૂર્વકની રાસાયણિક ખેતી બંધ કરી નીચે મુજબના પાંચ સૂત્રી મુદાને અનુસરે તો પ મી ડિસેમ્બર ૨૦૧૬ના રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી સાર્થક થયેલ ગણાશે માટે ખેડૂત મિત્રો સરકારશ્રીએ હાથ ધરેલ આ અભિયાનને સૌના સહિયારા પ્રયાસો દ્વારા ચરિતાર્થ કરી બતાવીએ એવી સંકલ્પના કરીએ.
જમીનની આપણે માતા તરીકે પૂજા કરીએ છીએ. જમીન એક જીવંત છે. તેમાં ઘણા બધા સૂક્ષ્મ જીવાણુઓ સતત જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરી જમીનને જીવંત રાખતા હોય છે અને જમીનમાં પોષક તત્વોની લભ્યતા વધારતા હોય છે. જો જમીનનું તાપમાન ૧૪૦° સે. (૬૦૦ સે.) થી વધે તો જમીનમાં રહેલા લાભકારી જીવાણુઓનો નાશ થતો હોય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને દેશના અન્ય ભાગોમાં પણ કપાસ વીણ્યા પછી કપાસની સાંઠી બાળવાની પ્રથા છે જે જમીનમાં રહેલા લાભદાયી સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા માટે ખૂબ જ હાનિકારક છે. જમીનને ગરમ થતી અટકાવવા તેને આવરણ આપવું ખુબજ જરૂરી છે. આ આવરણ જીવંત પાકોનું હોય તો ખૂબ જ સારું, પહેલાના સમયમાં ખેડૂતો હાથથી નીંદામણ કરી ઉપરના ભાગે ખુબ જ હળવી ખેડ કરતા. આ હળવી ખેડ આવરણનું કામ કરતી હતી. તેથી પિયતની જરૂર પણ ઓછી રહેતી અને જમીનનું તાપમાન પણ જાળવી શકાતું હતું. આજના સંદર્ભમાં ખેડૂતો નીંદણનાશક દવાઓ પણ જ સંપૂર્ણ નિર્ભર થઈ ગયા છે. બિન સમજણપૂર્વકના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીનમાં અળસિયાં દેખાતા બંધ થઈ ગયા છે જે આપણી બગડતી જમીનનો એક મોજૂદ પૂરાવો છે. જમીન પર આવરણ ઘાસચારાનો પાક ઉગાડવાથી, આંતરપાક લેવાથી કે પાકને લીધો પછી તેના અવશેષનો ઉપયોગ કરવાથી પણ જમીનની જાળવણી થઈ શકે છે. પાકોના અવશેષોથી જમીનને આવરણ આપવાથી તેમાંથી ઉત્પન્ન થતા કાર્બનિક પદાર્થથી જમીનની ફળદ્રુપતામાં સારો એવો વધારો થાય છે.
ભાગવત ગીતામાં કહ્યું છે “અતિની ગતિ બુરી’ કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક હોય છે. વધુ પડતી ઊંડી ખેડ, આંતરખેડ જમીનમાં રહેલ ઉપયોગી સૂક્ષ્મ જીવાણુ માટે નુકસાનકારક છે. માટે જમીનની તંદુસ્તી જાળવવા જરૂર જેટલી જ ખેડ કરવી જોઈએ. ઘણા ખેડૂતો પોતાની જમીનમાંથી માટી ખોદાવતા હોય છે. જમીનમાં માત્ર ઉપરનો ૬ થી ૧૫ ઈંચ જમીન જ ખેતી લાયક જમીન હોય છે. નીચેના ભાગમાં જમીનમાં પોષકતત્વો હોતા નથી. આથી ખેડેલ જમીનમાં પોષક તત્વો નહી હોવાથી ઉત્પાદન પુરતુ મળતુ નથી અને આવી માટીમાં કાબીનેક પદાર્થ ઉમેરાતાં ત્રણ થી દશ વર્ષ લાગે છે.
જે રીતે માનવ જાતની અલગ અલગ ખોરાકની પસંદગી હોય છે. તે જ રીતે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓની પસંદ પણ અલગ અલગ હોય છે. અમુક સૂક્ષ્મ જીવાણુઓની પસંદ પણ અલગ અલગ હોય છે. અમુક સૂક્ષ્મ જીવાણુઓને ખાસ પ્રકારના પાકો છોડ પસંદ આવતા હોય છે અને તેની ગતિવિધિ ઝડપી બનતી હોય છે. એટલે મોટા વિસ્તારમાં એક જ પાક નહીં લેતા અલગ અલગ પ્રકારના પાકો લેવા જોઈએ જેથી જમીનનું સ્વાથ્ય જળવાઈ રહે. સાથોસાથ જે વધુ પોષક તત્વોની જરૂરિયાત ધરાવતા હોય તો તે પાક લીધા પછી ત્યાર પછીનો પાક ઓછા પોષક તત્વોની જરૂરિયાત વાળો હોવો જોઈએ. આમ પાકની યોગ્ય ફેરબદલી કરવી ખુબ જ જરૂરી છે. જમીનમાં પાકની જેટલી વિવિધતા વધારવામાં આવશે તેટલી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોની સંખ્યા વધશે અને જમીનની તંદુરસ્તી સુધરશે. સાથોસાથ જમીનને થોડાક સમયે અથવા એકાદ સીઝન માટે જો વાસલ/પડતર રાખીએ તો પણ સ્વેચ્છાએ ઉગતી વનસ્પતિ જમીનમાં સ્વાસ્થને સુધારવામાં મદદરૂપ થશે.
જમીનની તંદુરસ્તી સાચવવાનો આ એક અતિ મહત્ત્વનો મુદ્દો છે. જમીનમાં આખુ વર્ષ એવા પાકો લેવા જોઈએ કે જેના મૂળતંતુઓ વધુ પ્રમાણમાં હોય. આ પાકો શેઢાપાળા ઉપર લઈ શકો અથવા આંતરપાક કે મિશ્રપાક તરીકે લઈ શકો. આમ કરવાથી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓનો ખોરાક નિયમિત પણે તેઓને મળી રહે છે. અને જમીનનું સ્વાથ્ય જળવાઈ રહે છે. સુરણ જેવા પાકો જમીનની ફળદ્રુપતા વધારવા ખૂબ જ ઉપયોગી નીવડે છે. એટલે મુખ્ય પાકોની સાથે સાથે એવા પાક લેવા જોઈએ કે જેના મૂળતંતુઓ પાકની કાપણી પછી જમીનમાં રહી જતા હોય અને ઝડપથી તેનો સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા વિઘટન થઈ જતું હોય છે જે જમીનના સ્વાસ્થમાં વધારો કરશે.
જમીનમાં ઉપર જયારે પશુ, પક્ષી ચરતા ચણતા હોય ત્યારે તેના છાણમૂત્ર વગેરે જમીન પર જ પડે છે અને ખેતરના કચરા સાથે મળી કાર્બનિક પદાર્થ બનાવે છે જે જમીનમાં રહેલા જીવાણુઓનો ખોરાક હોવાથી તેની વસ્તીમાં વધારો કરશે અને પોષક તત્વોની ઉપલબ્ધતા વધશે. આમ અમુક સમય માટે જમીનને પડતર/વાસલ ગૌચર ઉપયોગ તરીકે રાખવી ખૂબ જ જરૂરી છે. આમ ઉપર જણાવેલ મુદ્દાઓમાં એક પણ મુદાઓ એવા નથી કે જેનાથી આપણે કોઈ વધારાનો ખર્ચ કરવો પડે. જરૂર છે થોડા સુધારા કરવાની અને એક જાગૃત માનવી તરીકે આપણી જમીન તંદુરસ્ત હશે તો આપણું કુટુંબ સ્વસ્થ રહેશે. કુટુંબ સ્વસ્થ રહેશે તો ગામ સ્વસ્થ રહેશે, ગામ સ્વસ્થ રહેશે તો શહેર સ્વાસ્થ રહેશે પરિણામે રાજય અને છેવટે ભારત દેશ સ્વસ્થ રહેશે.
સ્ત્રોત : ડિસેમ્બર-ર૦૧૬ ૦ વર્ષ: ૬૯ અંક : ૮ ,સળંગ અંક : ૮ર૪
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020