অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જમીન ની ચકાસણી માટે નમુનો લેવાની રીત અને તેની ઉપયોગીતા

જમીનનો નમૂનો લેવાની પદ્ધતિ :

પાકના વાવેતર માટેની જમીનમાં એકસરખી ફળદ્રુપતા હોતી નથી તેમજ જમીનનો જથ્થો ખૂબ જ વધારે હોઈ તેના નમૂનાનું જ પૃથકકરણ કરવામાં આવે છે. જમીનનો નમુનો જે તે ખેતરનું સાચું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. પ્રથમ ખેતરનો વિસ્તાર, જમીનનું બંધારણ, રંગ, અગાઉ લીધેલા પાકો તથા જમીનમાં આપેલ ખાતરો વગેરે ધ્યાને લઈ ખેતરને સમાનતાના ધોરા. અલગ અલગ ભાગમાં વહેંચણી કરવામાં આવે છે. દરેક ભાગમાંથી આકૃતિ-૧ મુજબ જુદી જુદી જગ્યાએથી જમીનનો નમૂનો લેવો. જરૂરી છે.

 

 

 

 

જમીનનો નમૂનો લેવા માટે જમીન ઉપર ઘાસ જડયા, કચરું, મોટા કાંકરા વગેરે દૂર કરવા. કોદાળી કે ખુરપીથી / અંગ્રેજી આકારનો ૨૫ સે.મી. ઊંડો ખાડો કરવો. ખાડાની એક બાજુએથી ર થી ૩ સે.મી. જાડાઈનો થર આકૃતિ-૨ મુજબ જમીનના નમૂના માટે લેવો.

આકૃતિ-૧ મુજબ ૮ થી ૧૦ જગ્યાએથી આકૃતિ-૨ મુજબ કોદાળી ખુરપીની મદદથી જમીનનો નમૂનો લઈ માટીને ભેગી કરી મિશ્રિત કરો. ત્યારબાદ ચાર માગ કરી છે સામસામેના ભાગ કરી કરો. ફરી મિશ્ર કરી એકસરખી પાથરી ચાર ભાગ અને ફરીવાર સામસામેના ભાગ દૂર કરો. આમ સુધી છેલ્લે એક કિલો માટી રહે ત્યા સુધી આ પ્રક્રિયા કરો અને જમીનનો નમૂનો તૈયાર કરો. સામાન્ય રીતે બે હેકટર, વિસ્તારમાંથી ૨૦ થી ૨૨ વખત નમૂના લઈ એક નમૂનો તૈયાર કરવો જોઈએ.

જમીનનો નમૂનો સિંચાઈ માટેના ઢાળિયા, ખાતર આપેલ ચાસ, ખાતરનો ખાડો, વાડ, ઝાડ નીચેની જગ્યા, શેઢા તથા રસ્તા પાસેથી કયારેય લેવો નહી. શિયાળા પાક લીધા બાદ ખેડ કરી ઉનાળામાં સેન્દ્રિય અને રાસાયણિક ખાતર આપતા પહેલા જમીનનો નમૂનો લઈ ચકાસણી માટે રાખવો.

જમીનનો નમૂના કાપડ કે પોલીથીલીનની મજૂબતકોથળીમાં ભરી નીચેના નમૂના મુજબ છે નલમાં જમીન ચકાસણી ફોર્મ તૈયાર કરી એક નકલ જમીનના નમૂના સાથે લેબોરેટરીમાં મોકલાવવી. જમીનના નમૂનાની કોથળી પર ખેડૂતનું નામ, ગામ, તાલુકો, જીલ્લો, સર્વે નંબર અને લેવામાં આવેલ પાકનું નામ, નમૂનો લીધા તારીખ અવશ્ય લેખો.

જમીનનું રાસાયણિક પૃથકકરણ :

જમીનના નમૂનાનું પૃથક્કરણ કરી જુદા જુદા ઘટકોના પ્રમાણની માત્રા કોઠા-૧ માં દેકાવ્યા મુજબ જમીનની કન્નો નકકી કરો.

કોઠો-૧: જમીનના પોષકતત્વોની માત્રાને આધારે ફળદ્રુપતાનું પ્રમાણ

ક્રમ

ધટકની કિંમત

પોષકે તત્વોની માત્રા

ઓછી

મધ્યમ

પુરતી

પી.એચ .આંક

૬.૫ થી ઓછી

૬.૫ થી ૭.૬

૭.૬ થી વધારે

દ્રાવ્ય ક્ષારો

૧ થી ઓછા સાધારણ

૧ થી ૨

૨ થી વધારે નુકસાનકારક

સેન્દ્રીય કાર્બન

૦ .૫ થી ઓછા

૦.૫ થી ૦.૭૫

૦.૭૫ થી  વધારે

નાઈટ્રોજન

૨૫૦ થી ઓછો

૨૫૧ થી ૫૦૦

૫૦૦ થી વધારે

ફોસ્ફરસ

૨૮ થી ઓછો

૨૭ થી ૫૬

૫૬ થી વધારે

પોટાશ

૧૪૦ થી ઓછો

૧૪૦ થી ૨૮૦

૨૮૦ થી વધારે

ગંધક

૧૦ થી ઓછો

૧૦ થી ૨૦

૨૦ થી વધારે

જસત

૦.૫ થી ઓછો

૦.૫ થી ૧.૦

૧.૦ થી વધારે

લોહ

૫.૦ થી ઓછો

૫ થી ૧૦

૧૦ થી વધારે

૧૦

તાંબુ

૦.૨ થી ઓછો

૦.૨ થી ૦.૪

૦.૪ થી વધારે

૧૧

મેગેનીજ

૫.૦ થી ઓછો

૫ થી ૧૦

૧૦ થી વધારે

૧૨

બોરોન

૦.૧ થી ઓછો

૦.૧ થી ૦.૫

૦.૫ થી વધારે

13

મોલીબ્ડેનમ

૦.૦૧ થી ઓછો

૦.૦૫ થી ૦.૧

૦.૧ થી વધારે

જમીનના પૃથક્કરણના આધારે પાકની પોષકતત્વોની જરૂરિયાત નક્કી કરવી:

સંશોધન આધારીત પરિણામો મુજબ દરેક પાકની જે તે વિસ્તારમાં અને આબોહવાકીય પરિસ્થિતિને ધ્યાને લઈ સેન્દ્રિય અને રાસાયણિક ખાતરોની ભલામણ કરવામાં આવે છે. જમીનના નમૂનાનું રાસાયણિક પૃથકકરણની કોઠા-૧માં દર્શાવ્યા મુજબ ઘટકોની માત્રાને આધારે ઓછો, મધ્યમ અને પુરતા અને ત્રણ વિસ્તારમાં પ્રમાણ રિટીંગ) નક્કી કરવામાં આવેલ છે. તેમાં જમીનના પૃથકકર કરતા ખરેખર મળેલ માત્રા દ્વારા પરિણામના કોલમમાં દર્શાવેલ વિગતના આધારે ભલામણ કરેલ રાસાયણિક પોષક્તત્વોની માત્રા પુરતી હોય તો ભલામણ કરેજ રાસાયણિક ખાતરનો ઉપ ટકા જથ્થો આપવો. દા.ત, ધઉના પાકને ૧૨:0-ના.ફો.પો. કિલો/ છે. આપવાની ભલામણ પરંતુ જમીનના નમૂનાનું પોષકતત્વોની માત્રાને ધ્યાને લઈ નીચે મુજબ રાસાયણિક ખાતર આપવું જોઈએ.

પોષક તત્વો ની માત્રા

ખરેખર પોષક તત્વો ની માત્રા

ઓછી

૧૫૦-૯૦-૯૦

ના.ફો.પો ભલામણ કરતા દોઢગણું વધારે

મધ્યમ

૧૨૦-૬૦-૪૦

ના.ફો.પો ભલામણ મુજબ

પુરતી

૯૦-૪૫-૩૦

ના.ફો.પો ભલામણ કરતા ૨૫ %ઓછુ

આવી જ રીતે ગૌણ પોષક તત્વો પર આપવા જોઈએ. કોઈપણ પાકને એકમ વિસ્તારમાં સમતોલ પ્રમારામાં પોષક તત્વો આપવામાં આવે તો તે પાકનું વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

જમીન પૃથક્કરણ ક્યાં કરાવશો?

જમીન અને પાણીના નમૂનાનું પૃથક્કરણ જે તે જીલ્લાની જમીન પૃથક્કરણ પ્રયોગશાળા, એ.પી. એમ.સી. (ગંજબજાર માર્કેટયાર્ડ), જી.એસ.એફં.સી., જી.એન.એ. સી., ક્રિભકે, ઈફકે, કૃષિ કોલેજના કૃષિ રસાયરા અને જમીન વિજ્ઞાન વિભાગમાં કરવામાં આવે

જમીન પૃથક્કરણના પરિણામની ઉપયોગિતા :

  1. જમીન પૃથક્કરણના પરિણામો પરથી જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતાનું પ્રમાણ જાણવાથી જમીનની ઉત્પાદક્તા વધારવાના ઉપાયો કરી શકાય છે.
  2. જમીન પૃથક્કરણના પરિણામો પરથી કૃષિ પાકને જરૂરિયાત પ્રમાણે પોષકતત્ત્વો આપવાથી પાકને સમતોલ પોષક્તત્ત્વો મળી રહે છે.
  3. જમીનની ભૌતિક સ્થિતિ મુજબ યોગ્ય પાકની પસંદગીથી કરી શકાય છે અને ઉત્પાદક્તા વધારવા માટે જમીન સુધારાના પગલાં લઈ શકાય છે.
  4. પાકને જરૂરિયાત પુરતા જ ખાતરો આપવાથી ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાય છે અને જમીનમાં આપેલ રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધારી શકાય છે.
  5. જમીન, પાણી અને પાકના સંબંધ મુજબ જળ અને જમીન સુધારણા કરી ઉત્પાદન વધારી શકાય છે.
  6. જમીનની ફળદ્રુપ્તાનો નકશો તૈયાર કરવા માટે ઉપયોગી છે.

સ્ત્રોત : ડીસેમ્બર-૨૦૧૫, વર્ષ :૬૮, સળંગ અંક :૮૧૨, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate