હોમ પેજ / ખેતીવાડી / જમીન / ગુજરાતની ખનીજ સંપતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુજરાતની ખનીજ સંપતિ

ગુજરાતની ખનીજ સંપતિ વિશેની માહિતી

ચિનાઈ માટી:

સાબરકાંઠા જીલ્લામાં એકલારા અને અરસોદીયા; અરસોદીયા ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર છે. મહેસાણા જીલ્લામાં કોટ અને વીરપુર; ખેડા, સુરત, ભાવનગર, મોરબી, કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર જીલ્લો.

ફાયર ક્લે (અગ્નીજિત માટી):

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી, ચોટીલા અને સાયલા તાલુકામાં; પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, અમરેલી, કચ્છ અને સુરત જીલ્લામાં.

પ્લાસ્ટિક ક્લે:

જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં.

કુંદી કરવાની માટી:

કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને ભાવનગર જીલ્લામાં.

જિપ્સમ (ચિરોડી):

જામનગર, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, મોરબી, જુનાગઢ, સુરત અને કચ્છ જીલ્લામાં.

અકીક:

નર્મદા જીલ્લાના રાજપીપળાના ડુંગરો, કચ્છ, ભરૂચ, આણંદ, રાજકોટ, જુનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં.

ફ્લુઅરસ્પાર:

છોટા ઉદેપુર જીલ્લામાં, ભરૂચ જીલ્લાના ઝગડિયા તાલુકામાં; કડીપાની (જી. છોટા ઉદેપુર) ખાતે ફ્લુઅરસ્પાર શુદ્ધિકરણ કરવાનું કારખાનું છે.

ચૂનાનો પથ્થર:

કચ્છ જીલ્લાના ભુજ, નખત્રાણા અને અબડાસા તાલુકામાં. સુરત જીલ્લાના તડકેશ્વર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર પાસેથી મીલીઓ લાઈટપ્રકારનો ચૂનાનો પથ્થર મળે છે.

દ્વારકા, કોડીનાર અને પોરબંદર પાસે થી પોરબંદર પથ્થરપ્રકારનો ચૂનાનો પથ્થર મળે છે.

જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, છોટા ઉદેપુર, ભરૂચ, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા અને વડોદરા જીલ્લામાંથી ચૂનાનો પથ્થર મળે છે. રેતિયા પથ્થરની મોટા ભાગની ખાણો ગીર સોમનાથ જીલ્લામાં આવેલી છે.

કેલ્સાઈટ:

ભાવનગર, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, બનાસકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, જુનાગઢ અને ભરૂચ જીલ્લામાં.

તાંબુ, સીસું, જસત:

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં.

બેન્ટોનાઇટ:

કચ્છ અને ભાવનગર જીલ્લામાં.

ગ્રેફાઇટ:

દાહોદ જીલ્લાના દેવગઢબારિયા તાલુકામાં, પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા તાલુકામાં અને છોટા ઉદેપુર જીલ્લો.

લિગ્નાઈટ કોલસો:

કચ્છ જીલ્લાના નખત્રાણા, માંડવી, લખપત અને રાપર તાલુકાઓમાં, સુરેન્દ્રનગર, મહેસાણા અને ભરૂચ જીલ્લામાં.

બોકસાઈટ:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડ તાલુકાઓમાં.

આરસપહાણ:

બનાસકાંઠા જીલ્લાનો અંબાજી વિસ્તાર

ખનીજ તેલ અને કુદરતી વાયુ:

૧૯૫૮ માં લૂણેજ (જી. આણંદ) માંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ (Gujarat Mineral Wealth) મળ્યા હતા. ખનીજ તેલ અને કુદરતી વાયુ મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ અને સુરત જીલ્લામાંથી પણ મળે છે.

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાનું તેલક્ષેત્ર ભારતનું સૌથી મોટું ખનીજ તેલક્ષેત્ર છે.

ગાંધીનગર જીલ્લાનું કલોલ; મહેસાણા જીલ્લાના છત્રાલ અને પાનસર; આણંદ જીલ્લાનું ખંભાત, ખેડા જીલ્લાના નવાગામ અને કઠાણા; સુરત જીલ્લાના ઓલપાડ અને માંગરોળ; ભરૂચ જીલ્લાના બાલનેર, માંતીબાણ અને સિસોદરા માંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થયા છે.

થર્મલ વિદ્યુતમથક:

ગાંધીનગર, ધુવારણ, ઉકાઈ, પાનેધ્રો, સાબરમતી (અમદાવાદ), વણાકબોરી, સિક્કા, ઉતરાણ, કડાણા, હજીરા, માંગરોળ અને કંડલા

જળ વિદ્યુત મથક:

ઉકાઈ, કડાણા.

ગોબર ગેસ:

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના ઉદ્તલ ગામ અને દાંતીવાડા કૃષિ યુનીવર્સીટી ખાતે ગોબર ગેસ પ્લાન્ટ છે.

સ્ત્રોત: હિન્દી પાઠશાળા

3.08196721311
વાઘેલા રવિરાજસિહ વનરાજસિહ Jun 08, 2018 11:35 AM

માટી ખનિજ સંપતિ કરછ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top