જીપ્સમને લોકલ ભાષામાં ચિરોડી કહે છે. જીપ્સમનું રાસાયણિક બંધારણ કેલ્શિયમ સલ્ફટ (CaSo4) છે. જીપ્સમ એ દ્વિતીય ખનીજ સ્વરૂપે કુદરતી રીતે બહુ મોટા જથ્થામાં ઉપલબ્ધ છે. તેની ખાણો રાજસ્થાન, ગુજરાત, હિમાલય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને તામિલનાડુમાં આવેલી છે. ભારતમાં જીપ્સમના કુલ જથ્થાનો ૯૦ ટકા ભાગ રાજસ્થાનમાં આવેલ છે. ખાણમાંથી ઉપલબ્ધ જીપ્સમ ઉપરાંત ઔદ્યોગિક આડ પેદાશમાં મળતા જીપ્સમનો મોટો જથ્થો ફોસ્ફોરિક એસિડ બનાવતા ઉપલબ્ધ થાય છે. તેને ફોસ્ફો જીપ્સમ કહે છે. દર એક ટન ફોસ્ફોરિક એસિડ પેદા થતા પ.પ ટન જેટલો ફોસ્ફો જીપ્સમ આડ પેદાશરૂપે મળે છે જે પાઉડરના રૂપમાં હોય છે. સમગ્ર દેશમાં અંદાજે ૨૦૦ લાખ ટન કરતા વધારે ફોસ્ફો જીપ્સમ આડપેદાશ રૂપે મળે છે. ફોસ્ફો જીપ્સમ ખેતી માટે કેવી રીતે ખૂબ ઉપયોગી છે
કેલ્શિયમ અને ગંધક તત્વોની ઉણપમાં અગત્યના ખાતર તરીકે ભારે માટીયાળ જમીનમાં પાકને અનુરૂપ ભૌતિક પરિસ્થિતિ જાળવવામાં જમીન સ્થાપક (સોઈલ કન્ડીશનર) તરીકે ઉપયોગી છે. (સોઈલ કન્ડીશનર) તરીકે ઉપયોગી છે.ભાસ્મિક, ખારી-ભાસ્મિક જમીનો તેમજ પિયતના પાણીની સુધારણા માટે અગત્યના રાસાયણિક જમીન સુધારક તરીકે ઉપયોગી છે. જીપ્સમથી જમીનનો બાંધો સુધરે છે.
જીપ્સમમાં સૂક્ષ્મ તત્વો જેવા કે લોહ, મેંગેનીઝ, જસત અને તાંબા જેવા સૂક્ષ્મ તત્વો પણ અલ્પ પ્રમાણમાં હોવાથી છોડનો વિકાસ કરવામાં મદદરૂપ બને છે.દેશના વિવિધ પ્રદેશોમાં થયેલ સંશોધનના પરિણામો સૂચવે છે કે ગંધકના સ્ત્રોત તરીકે તેમજ જમીન સુધારક તરીકે જીપ્સમ એક ઉત્તમ પદાર્થ છે. ખનીજ જીપ્સમની સરખામણીમાં ફોસ્ફો જીપ્સમનો ખેતીમાં ઉપયોગ મહદ અંશે વિશેષ ફાયદાકારક જણાય છે. જમીનનો બાંધો (પ્રત) સુધરતા હવાની અવરજવર તેમજ પાણીની નિતાર શક્તિ વધે છે અને વોટર- લોગિંગને અટકાવે છે.
- માટીયાળ કઠણ જમીનને પોચી બનાવીને સખત ઢેફાં પડતા અટકાવે છે.
- જમીનમાં પાણી શોષવાની શક્તિમાં વધારો કરે છે. જમીનનો આસ્વતાનો આંક (pH) ઘટાડે છે.
- જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ થાય છે. બિયારણને ઉગવામાં મદદરૂપ બને છે.
- પાણીની સંગ્રહશક્તિ વધવાથી પાણીની અછત વખતે છોડના મૂળ ઊંડે જઈને પાણી શોષીને છોડને ખૂબ રાહત મળે છે. જીપ્સમના ઉપયોગથી નબળી ગુણવત્તા ધરાવતા પાણીના પિયત તરીકે વાપરવાની શક્યતામાં વધારો કરે છે.
- મેગ્નેશ્યમની તેમજ એલ્યુમિનિયમની ટોક્ષિસિટીમાં ઘટાડો કરે છે.
- જીપ્સમના વપરાશથી પાણીના વહી જવામાં અને જમીનના ધોવાણને અટકાવે છે. જીપ્સમના વપરાશથી માટીયાળ જમીન પાણીથી બહુ ફુલતી નથી તેમજ પાણી સુકાય ત્યારે જમીનમાં તિરાડો પડતી નથી.
- જીપ્સમના વપરાશથી સાધારણ ભીની જમીનમાં સહેલાઈથી ખેડ કરી શકાય છે.
- જીપ્સમની સાથે સેન્દ્રિય ખાતર વાપરવાથી ખૂબ જ ફાયદો થાય છે.
- જીપ્સમના વપરાશથી હેવી મેટલ ટોક્ષિસિટીમાં ઘટાડો થાય છે.
- જીપ્સમના વપરાશથી રાસાયણિક ખાતરમાંનું નાઈટ્રોજન તત્વને હવામાં ઉડી જતું અટકાવે છે.
- જીપ્સમના વપરાશથી ફળની ગુણવત્તામાં વધારો થાય છે અને છોડને થતા અમુક રોગોને અટકાવવામાં મદદરૂપ થાય છે.
- કંદમૂળ વાળા પાકો જેવા કે બટાટા, ગાજર, લસણ, અને બીટના પાકોમાં ચીકણી માટી ચોંટી જતી નથી તેથી તેની કાપણી સહેલાઈથી કરી શકાય છે.
- જીપ્સમથી જમીન પોચી થવાથી અળસિયા સહેલાઈથી મુવમેન્ટ કરી શકે છે તેથી હવા અને પાણીના મુવમેન્ટના કારણે છોડના મૂળનો સારો વિકાસ થવાથી છોડની વૃદ્ધિ સારી થાય છે.
- જીપ્સમનો ખાતર તરીકે તેમજ ખારી-ભાસ્મિક જમીનમાં ઉપયોગ કરી શકાય છે.
સ્ત્રોત : ઓગષ્ટ-૨૦૧૬,વર્ષ: ૬૯ અંક: ૪,સળંગ અંક: ૮ર૦,કૃષિગોવિધા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,