વિશ્વમાં મુખ્યત્વે અમેરિકા, યુરોપ, જાપાન, ક્યુબા અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં સેન્દ્રિય ખેતીનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. વિશ્વમાં મુખ્યત્વે અમેરિકા, યુરોપ, જાપાનમાં સેન્દ્રિય પેદાશનું બજાર છે. સને ૧૯૯૭ માં ૧૦.૫ બિલિયન ડોલરનું બજાર હતું જે ૨૦૦૬ માં ૧૦૦ બિલિયન ડોલરનું થયેલ છે. સેન્દ્રિય પેદાશોનો વપરાશ વધે તેથી સ્વાભાવિક છે કે સેન્દ્રિય ખેતીનો વિસ્તાર પણ વધે જ. યુરોપ દેશોમાં ખેડૂતોને સબસિડી આપીને સેન્દ્રિય ખેતીનો વ્યાપ વધારાય છે. સને ૧૯૮૯ માં ૧૭ દેશોમાં કુલ ૩૫,૦૦૦ સેન્દ્રિય ફાર્મ હતા. તાજેતરમાં થયેલ સર્વે પ્રમાણે અમેરિકા અને જર્મનીમાં ૬ થી ૭ ટકા ફાર્મ તરીકે રજીસ્ટર્ડ થયેલાં છે. ક્યુબાની ખેતી સંપૂર્ણ સેન્દ્રિય ખેતી તરફ જઈ રહી છે. ક્યુબાના સેન્દ્રિય ખેતી સંગઠનને વેકલ્પિક નોબલ પુરસ્કાર સમો રાઈટ લાઈવલીહૂડ એવોર્ડ એનાયત કરાયો છે.
ભારતમાંથી હાલ કોફી, મરી-મસાલાના પાક તથા બામસતી ચોખાની આશરે ૧ થી ૨ કરોડની સેન્દ્રિય પેદાશ તરીકે નિકાસ થાય છે. ભારતમાં અમુક વિસ્તારો સેન્દ્રિય ખેતી માટે મળી શકે તેમ છે જેમકે મધ્ય પ્રદેશનો માળવા પ્રદેશ, ગુજરાતનો ભાલ અને ઘેડ પ્રદેશ કે જે બિનપિયત ઘઉંના મોટો વિસ્તાર ધરાવે છે. પંજાબ હરિયાણામાં સેન્દ્રિય બાસમતી ચોખા તથા હિમાચલ પ્રદેશમાં ફળો અને શાકભાજી સેન્દ્રિય ખેતીના વિસ્તારો જોવા મળે છે.
સેન્દ્રિય ખેતીમાં ખાસ કરીને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પાક ફેરબદલી ઉપર ભાર મુકવામાં આવે છે અને સેન્દ્રિય ખાતરોનો વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે.
સને ૧૯૯૯-૨૦૦૦ માં અનાજનું ૨,૦૬૦ લાખ ટન ઉત્પાદન થયું હતું જે માટેઅંદાજે ૨૮૦ લાખ ટન પોષક તત્વો (નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ)નું જમીનમાંથી શોષણ થાય. આમાંથી ૧૮૩.૭ લાખ ટન રાસાયણિક ખાતરોમાંથી પુરા પડે જયારે ૪૦ લાખ ટન સેન્દ્રિય ત્રોતમાંથી પુરા પડે છે. આ હિસાબે ૫૬.૩ લાખ ટન પોષક તત્વોની ચોપ્ખી ખાધ રહે છે. આ ખાધ્ય વધે નહી તેમજ જમીનનું બંધારણ જળવાઈ રહે તે માટે પાક અવશેષોનો પુનઃ ઉપયોગ રવો ખુબ જ જરૂરી છે.પાક અવશેષોનો પુનઃઉપયોગની મુખ્ય પાંચ રીતો છે :
રસાયણોનો ઉપયોગ કર્યા સિવાય પાક ફેરબદલીથી ખાસ કરીને પરોપજીવી પ્રકારનાં તેમજ અમુક પાક સાથે જ થતાં નીંદણોનું નિયંત્રણ સારી રીતે કરી શકાય છે. આ ઉપરાંત નીંદણ સાથે હરિફાઈ કરતાં પાકોનું વાવેતર નીંદણનું નિયંત્રણ સારી રીતે કરી શકાય છે.
ખેતી કાર્યો જેવાકે પાકના વાવેતર પહેલાંની ખેડ, ઊભા પાકમાં કરવામાં આવતી આંતરખેડ તથા પાક પુરો થાય પછીની પાછોતરી ખેડ દ્વારા ઉપરાંત ઊભા પાકમાં હાથ નીંદામણ દ્વારા પણ રસાયણોનો ઉપયોગ કર્યા સિવાય નીંદણોનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
કાર્યક્ષમ પિયત પધ્ધતિ જેવી ટપક પધ્ધતિનો ઉપયોગ કરવાથી નીંદણનો ઉપદ્રવ લગભગ ૬૦ થી ૭૦% સુધી ઘટાડી શકાય છે. જેવિક નીંદણનાશક કે જેમાં સુક્ષ્મ જીવાણુનુ કલ્ચર બનાવી (બાયો હરબીસાઈડ) અથવા કૃગના બીજાણુ અથવા માયસેલીનું કીટકો દ્વારા પણ નીંદણનું નિયંત્રણ કરી શકાય છે. દા.ત. લેન્ટેનાનું નિયંત્રણ ટેલેનોમીઆ સ્કુપ્યુલોસા કીટકથી કરી શકાય છે.
નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવા જેવિક ખાતરોમાં જુદા જુદા પ્રકારના જીવાણુંઓ જેવાકે (૧) રાઈઝોબિયમ અને બ્રેડીરાયઝોબિયમ (૨) એઝેટોબેકટર (૩) એઝોસ્પારીલમ (૪) અઝોલા અને (૫) બ્લ્યુ ગ્રીન આલ્ગીનો ઉપયોગ થાય છે. ફોસ્ફરસને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવા માટે શ્યૂડોમોનાસ જેવા જીવાણુના જેવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પોટાશ તેમજ સુક્ષ્મ તત્વોને દ્વાવ્ય કરતાં અસરકારક બેકટેરીયા પણ જાણવા મળેલ છે. જેવિક ખાતરોના ઉપયોગથી રાસાયણિક ખાતરના વપરાશમાં રપ થી ૩૦% નો ઘટાડો કરી શકાય છે.
લીલો પડવાશ જમીનની ફળટ્ટુપતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે. આમાં કઠોળ વર્ગના પાકો જેવા કે શણ, ઈક્કડ, ગુવાર, ચોળા વગેરેનો સમાવેશ થાય છે. આ પાકો દ્વારા ૪૦ થી ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેકટરે ઉમેરાય છે.
વિઘટનશીલ કાર્બનિક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મિકમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨પ૫% નાઈટ્રોજન, ૧.૫૦-૨.રપ% ફોસ્ફરસ અને ૧.૨રપ૫-ર.૦૦% પોટાશ તત્વ હોય છે. અળસિયાનું ખાતર ૧ થી ૨.૫ ટન પ્રમાણે પાકના વાવેતર સમયે આપી શકાય છે અથવા બાગાયતી પિયત પાકોમાં અળસિયા ૧ થી ર લાખ પ્રતિ હેકટર સંખ્યા પ્રમાણે સીધા જમીનમાં આપીને વર્મિકલ્ચરથી ફાયદો મેળવી શકાય છે.
સંકલિત પોષણ વ્યવસ્થા અપનાવી સેન્દ્રિય ખાતરો , જેવિક ખાતરો તેમજ રાસાયણિક ખાતરોનો સમન્વય કરી પાકનું ઉત્પાદન લેવું હિતાવહ છે.
પાક ઉત્પાદનનો આધાર જમીનની ફળદ્રુપતા કરતાં તેની ઉત્પાદકત્તા ઉપર વધુ રહે છે. લાંબાગાળાના સંશોધન અખતરાના તારણો ઉપરથી જાણી શકાયેલ છે કે એકલા રાસાયણિક ખાતરોના વપરાશથી શરૂઆતમાં પાક ઉત્પાદન સેન્દ્રિય ખાતરોની સરખામણીમાં વધારે મળે છે, પરંતુ લાંબા ગાળામાં રાસાયણિક ખાતરના ઉપયોગથી પાક ઉત્પાદનમાં સતત ઘટાડો થતો જોવા મળે છે. જયારે એકલા સેન્દ્રિય અથવા છાણીયા ખાતરના ઉપયોગથી શરૂઆતમાં પાક ઉત્પાદન રાસાયણિક ખાતરોની સરખામણીમાં ઓછુ મળે છે, પરંતુ લાંબે ગાળે પાક ઉત્પાદન વધવાની સાથે એકધારૂ મળે છે.
સેન્દ્રિય ખેતીથી ઉત્પાદિત થયેલ ખાઘપદાર્થો ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં, સારા સ્વાદવાળા અને તંદુરસ્ત મળે છે, જેમાં મનુષ્યની તંદુરસ્તીને નુકશાનરૂપ રસાયણો ન હોઈ, આવા સેષ્દ્રિય ઉત્પાદનનો માંગ દેશ અને વિદેશમાં સતત વધતી જોવા મળે છે અને ગ્રાહકો તેના વધારે ભાવ આપવા પણ રાજી છે.
સેન્દ્રિય ખેતી પધ્ધતિ બરાબર કાર્યરત થાય તે માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલાંક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, જેને સેન્દ્રિય ખેતીના ધારાધોરણો કહે છે.
ભારત સરકારના વાણિજય વિભાગ તરફથી વર્ષ ૨૦૦૦ માં સેન્દ્રિય ખેત પેદાશોના ધારાધોરણો નક્કી કરવા માટે રાષ્ટ્રીય સેન્દ્રિય ઉત્પાદન યોજના (National Project on Organic Production -NPOP) શરૂ કરવામાં આવી. આ યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતીની માધ્યમથી ઉત્પન્ન થતી ખેત તેમજ પશુ પેદાશોના ધારાધોરણ (National Standards for Organic Production -NSOP) નક્કી કરવામાં આવે છે.
તબદીલીનો સમયગાળો :ખેડૂત જ્યારે રાસાયણિક ખેતીમાંથી તેની ખેતીને સેન્દ્રિય ખેતીમાં તબદીલ કરે છે ત્યારે આ તબદીલી માટે પાક, જમીન, હવામાન વગેરે પરિબળો ધ્યાનમાં રાખીને તબદીલીનો સમયગાળો નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે સેન્દ્રિય ખેતી હેઠળ પાકની વાવણીના બે વર્ષ પહેલાં સુધીનો સમય તબદીલી સમયગાળો ગણવામાં આવે છે. તેમાં પણ ઘાસચારા સિવાયના બહુવર્ષાયુ પાકોની વાવણી થયેલ હોય તો આ સમયગાળો ત્રણ વર્ષનો ગણવામાં આવે છે. જમીનના પાછલા વપરાશ અને પરિસ્થિતિના આધારે પ્રમાણન એજન્સી તબદીલીના સમયગાળામાં વધારો-ઘટાડો કરી શકે છે. આ સમયગાળા દરમ્યાનની કૃષિ પેદાશોને “તબદીલી કાર્યવાહી' નું લેબલ લગાવી બજારમાં વેચી શકાય છે.
પસંદ કરેલ જાતનું બીજ “સેન્દ્રિય ખેતી' પ્રમાણન સંસ્થા દ્વારા પ્રમાણિત હોવુ જોઈએ, જે સ્થાનિક પરિસ્થિતિમાં અનુકૂળ હોય તેમજ રોગ-જીવાત પ્રતિકારક હોય.
માન્ય સ્ત્રોત : ફેરોમેન, કૃત્રિમ જંતુનાશકો, ક્રોમેટીક ટ્રેપ, ફુગ/વાઈરલ/બેકટેરીયલ પ્રિપરેશન, મધમાખીના મીણનો ઉપયોગ કેલ્શિયમ હાઈકસાઈડ, કોફી પાઉડર, ઈથાઈલ આલ્કોહોલ, આવરણ, લીમડો, પ્લાસ્ટિક આવરણ, પરજીવી પરભક્ષી વગેરે
પ્રતિબંધિત સ્ત્રોત : કૃત્રિમ જંતુનાશકો, પ્લાસ્ટિક આવરણ વગેરે
જયારે પ્રમાણિત એજન્સીને ઉત્પાદિત પેદાશો સંપૂર્ણ ધારાધારોણો અનુસાર પેદા થયાનાં પુરાવા મળે ત્યારે તેને “સેન્દ્રિય” તરીકે પ્રમાણિત કરવામાં આવે છે. આ લેબલિંગ સે્દ્રિય પેદાશોને અન્ય પેદાશોથી અલગ તારવી શકે તેવું હોવું જરૂરી છે.
(ડ) સંગ્રહ અને પરિવહન માટેનાં ધારાધોરણો :
પેદાશોની ગુણવત્તા જળવાવી જોઈએ.
અન્ય પેદાશો જોડે મિશ્રિત થઈ દૂષિત ન થાય તેનું ધ્યાન રાખેલું હોવું જોઈએ.
સેન્દ્રિય પેદાશોની આગવી ઓળખ જળવાવી જોઈએ.
પેદાશોની તાજગી અને ગુણવત્તા જાળવી રાખવા માટે યોગ્ય માધ્યમ અને પધ્ધતિઓનો ઉપયોગ થયેલો હોવો જોઈએ.
જૂથ પ્રમાણપત્ર મેળવવા માટે ખેડૂતોએ મંડળીની રચના કરવી અને મંડળીના સભ્ય ખેડૂતો માટે ઉપર મુજબની જ કાર્યવાહી હાથ ધરવી.
જૂથ પ્રમાણપત્ર માટે ચકાસણી નિરીક્ષક વર્ગમૂળની સંખ્યામાં ખેડૂતોના ખેતર / દસ્તાવેજોની ચકાસણી કરે છે (દા.ત. ૧૬ સભ્યોની મંડળી હોય તો ૪ અને ૪૯ સભ્યો હોય તો ૭ એ મુજબ). આનાથી પ્રમાણપત્ર મેળવવાના ખર્ચમાં ઘણો જ ઘટાડો થાય છે.
ગુજરાતમાં સેન્દ્રિય ખેતપેદાશોને પ્રમાણિત કરવા માટે ગુજરાત સરકારે ગુજરાત આર્ગેનિક પ્રોડકેસ સર્ટિફેકેશન એજન્સીની સ્થાપના કરેલ છે. આ એજન્સીની હેડ આફિસ અમદાવાદ ખાતે કાર્યરત છે, જે ગુજરાત સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ ૧૯૬૦ અંતર્ગત નોંધાયેલ રાજ્ય સરકારની સ્વાયત સંસ્થા છે. આ સંસ્થા ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલ રાષ્ટ્રીય સેન્દ્રિય ઉત્પાદન કાર્યક્રમ (૫5૦૩) નિયમો અનુસાર સેન્દ્રિય ઉત્પાદનના નિરીક્ષણ અને પ્રમાણનની કામગીરી કરે છે. સંસ્થાનો હેતુ સેન્દ્રિય ખેતી કરતા ખેડૂતો અને વપરાશકર્તાઓ વચ્ચે એક વિશ્વાસનું વાતાવરણ ઊભુ કરવાનો તેમજ અરસપરસના હિતોનું રક્ષણ કરવાનો છે. આ સંસ્થા દેશમાં અન્ય સેન્દ્રિય પ્રમાણન કરતી ખાનગી સંસ્થાઓની સરખામણીમાં સસ્તા દરે સેન્દ્રિય ઉત્પાદનોનું પ્રમાણન કરે છે. જેનાથી રાજ્ય અને દેશના પ્રગતિશીલ ખેડૂતો સાથે સાથે નાનાં અને સીમાંત અને આર્થિક રીતે નબળા ખેડૂતો પણ સેન્દ્રિય ખેતી અપનાવી શકે અને સેન્દ્રિય ઉત્પાદનોનું પ્રમાણન કરાવી શકે.
ખેડૂત દ્વારા અરજી કરવી. ૧. અરજીની ચકાસણી અને અરજીની તપાસ ૨. નોંધણી ૩. ક્ષેત્રિય નિરીક્ષણ ૪. મૂલ્યાંકન ૫. પ્રમાણિકરણ માટે ભલામણ ૬. પ્રમાણિકરણ સ્વિકૃતિ ૭. પ્રમાણપત્ર જારી કરવું ૮. અપીલ અને નિરાકરણ
નિયામકશ્રી, ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફેકેટ એજન્સી, ‘બીજ પ્રમાણન ભવન’, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ ફોન : (૦૭૯) ૨૬૭૪૦૦૩૧
email : dirgopca@gmail.com
આપણા દેશમાં કુલ ૧૧૦૦ લાખ ખેડૂત પરિવારો છે,આમાંના ૭૦% પરિવાર એક હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવે છે,એટલે કે ૭૦% ખેડૂતો સીમાંત ખેડૂતો તરીકે ઓળખાય છે અને હજુ પણ આપણા દેશમાં માથાદીઠ ખેતીલાયક જમીનનું પ્રમાણ પ્રતિદિન ઘટી રહ્યું છે. વધારે અન્ન તથા કૃષિ પેદાશો મેળવવા માટે વધારે પડતાં કૃષિ રસાયણોનો આડેધડ ઉપયોગના કારણે જમીનની ઉત્પાદકતા અને પર્યાવરણ પ્રદૂષિત થયું છે. કૃષિ પેદાશોની ગુણવત્તા બગડી છે ત્યારે તેમાંથી બચવા સેન્દ્રિય ખેતી કે આશાનું કિરણ જણાયું છે. યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં આજે સજીવ ખેતીનો નવો પવન ફુંકાયો છે. પરંતુ સેન્દ્રિય ખેતીને સમજીને તેમાં આજનાં આધુનિક કૃષિ વિજ્ઞાનને ઉમેરીને નવા દ્રષ્ટિકોણથી અને વૈજ્ઞાનિક આયોજનથી સેન્દ્રિય ખેતી કરવાની જરૂર છે.
સ્ત્રોત: બી. કે. સાગરક, ડો. આર. કે. માથુકિયા અને પ્રો. ડી. એમ. પનાર કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિધાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ -૩૬૨ ૦૦૧, કૃષિગોવિધા,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮ કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આનંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020