অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સજીવ ખેતીમાં જમીન-પાક માટે પોષણ વ્યવસ્થા

સજીવ ખેતીમાં જમીન-પાક માટે પોષણ વ્યવસ્થા

સજીવ ખેતી એ ખેતઉત્પાદન ની એક વ્યવસ્થા છે જે ખેતર -વાડી –ગામ કે પર્યાવરણ ક્ષેત્ર પર વસતા માનવ સમાજના તમામ સજીવોને જરૂરી અને પોષણ ખોરાક તથા પાયાની જરૂરિયાત પૂરી કરવા સાથે પ્રકૃતિ ના સંસાધનો નું જતન/સર્વધન કરવામાં આવે છે આ ખેતીમાં કૃત્રિમ રસાયણો ,જમીન રૂપાંતરિત પાક,બીજ જેવી કૃત્રિમ બાહ્ય ખેતી સામ્રગીના ઉપયોગ વિના ચિરંજીવ ઉત્પાદકતા હાંસલ કરવી.

 

પાક ઉત્પાદન માટે મહત્વ નું કુદરતી માધ્યમ એટલે જમીન જે ભોતિક આધાર આપવાની સાથે પાકના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી પોષક તત્વો પુરા પડે છે. ઉત્પાદન પ્રક્રિયા માં પોષક તત્વોનું યોગદાન ૪૧ થી ૪૫ % છે. જે તેની અગત્યત્તા આવશ્યકતા દર્શાવે  છે. સજીવ ખેતીમાં પોષણ વ્યવસ્થાને  સમજવાની ખુબ જ જરૂર છે. કારણ કે રાસાયણિક ખેતીમાં પોષક તત્વો નાઈટ્રોજન–ફોસ્ફરસ-પોટાશ-કેલ્શિયમ,મેગ્નેશિયમ,તાંબુ,મેંગેનીઝ,ઝીંક,બોરોન ખાતર સ્વરૂપમાં છોડ/પાકને આપવાનો ઉદેશ્ય હોય છે.જયારે સજીવ ખેતીમાં ઉપરોકત તમામ પોષક તત્વો સેન્દ્રીય ખતરો,ખોળ ,લીલો પડવાસ વર્મીકમ્પોસ્ટ,પાક ફેરબદલી,મિશ્ર-આંતરપાક પધ્ધતિ,જૈવિક ખતરો.અગાઉના પાક અવશેષ વ્યવસ્થાપન,જમીન સર્વધન અને બયોડાયનેમિક જેવા વિવિધ સ્રોત ધ્વરા જમીનમાં સમતોલન પોષણ વ્યવસ્થા કરવામાં આવે છે.

છેલ્લા ત્રણેક દાયકાથી પર્યાવરણની જાળવણી અને ખોરાક સુરક્ષા-ગુણવતા ની ખાતરી બાબતે વૈશ્વિક સમુદાય સંવેદનશીલ અને જાગૃત બન્યો છે.સજીવ ખેતી જે ભૂલી ગયેલ બાબતને વર્તમાન ના સમયમાં વ્યાપક સ્વીકૃતિ મળવા લાગી છે.અને તેના ધ્વરા આર્થિક ,સામાજિક અને પર્યાવરણ પ્રત્યે ની ,વચનબદ્ધતા ઊભીથઇ રહી છે.તેના થકી જે તે વિસ્તારની જૈવ વૈવિધિતા અને  જમીનની ઉત્પાદકતા સમય સુધી ટકાવી રાખવી છે.

જમીન ને સજીવ બનાવીએ :

 • જમીન એ જીવંત એકમ છે ’.પાક ઉત્પાદનની સમ્રગ પ્રક્રિયામાં જમીનમાં રહેલા સુક્ષ્મ જીવો ,બેક્ટેરિયા,ફૂગ,અળસિયા,કરોળિયા,દેડકાં,સાપ,પંખી જેવા અનેક સજીવોનો ફાળો રહેલો છે.જમીનમાં રહેલા ઉપયોગી સુક્ષ્મ જીવાણુઓનો ખોરાક કાર્બન છે જે આપણે સેન્દ્રીય  ખાતરના સ્રોત ધ્વરા ધરતીને પરત આપીએ છીએ.’તારું તુજને અર્પણ ’,’પ્રકૃતિનું શોષણ  નહિ પરંતુ દોહન ’ના પરિપેક્ષમાં જોવાની આવશ્યકતા છે.
 • ધરતીની જીવંતતાનો મહત્વનો ઘટક સેન્દ્રીય કાર્બન છે.જે કાર્બનથી કુદરતી રીતે કાર્બન :નાઈટ્રોજન ગુણોત્તર જમીનમાં જળવાતો રહે છે.જેટલા કાર્બનનુંપ્રમાણ વધારી શકીએ તેના પ્રમાણે નાઈટ્રોજન પોષક તત્વ જમીનમાં વધારે જાળવી શકાય  છે.સામાન્યતઃ જમીનમાં ૦.૩ થી .૦૫ % કાર્બનનું પ્રમાણ હોય છે. કારણ કે આપણા દેશમાં ૮ થી ૯ માસ દરમ્યાન ગરમી ને કરને બહારથી આપવામાં આવેલ સેન્દ્રીય ખાતરના કાર્બન નું ઓક્સીડેશન થતું હોવાથી કાર્બન ડાયોક્સાઈડ  બનીને વાતાવરણમાં વ્યય થાય છે જેથી કાર્બનનું પ્રમાણ ઘટવાથી પાક/છોડની નાઈટ્રોજન જરૂરિયાત સંતોષવા માટે બહારથી રાસાયણિક ખાતરના સ્વરૂપ માં નાઈટ્રોજન આપવામાંઆવે છે. જેની કાર્યક્ષમતા ૩૦ % થી વધુ મળતી નથી .જેથી રસાયણિક ખાતરના સ્વરૂપે આપવાથી વાસ્તવિક  રીતે પાકની નાઈટ્રોજન જરૂરિયાત પૂર્ણ થતી નથી .જેથી વધુ રાસાયણિક ખાતર આપવાથી ફરજ પડે છે. આ રાસાયણિક ખાતરો  જમીનની ભોતિક-રાસાયણિક-જૈવિક  પરીસ્થિતિ ને નુકશાન કરે છે,જમીનનુંઆરોગ્ય બગડે છે અને તેનું પરિણામ આવે છે ઓછી ઉત્પાદકતા.
 • ઉપરોક્ત બાબતને દયાન માં લેતા પાક ઉત્પાદન તેમજ જમીનની તંદુરસ્તી  જળવાઈ તેવી પોષણ વ્યવસ્થા પધ્ધતિ અપનાવવી આવશ્યક બનેલ છે.
 • ‘Fed to soil not crop’ આ ઉક્તિ ને સમજી પોષણ જમીનનું કરવાનું છે નહિ કે પાકનું.જો જમીનનું કેપેસીટી પરિબળ મજબુત બનશે તો પાક ઉત્પાદન માટે જરૂરી ૧૭ પોષક તત્વો જરૂરી પ્રમાણમાં યોગ્ય સમયે અને સ્વરૂપે ઉપલબ્ધ થશે જેથી સાતત્યપૂર્ણ સમૃદ્ધ ખેતપેદાશ જે મનુષ્યને ગુણવત્તાયુક્ત અને રસયાનામુકત ખોરાક આપશે.
 • પ્રાકૃતિક ખેતી માટે થોડીક કુદરતી વ્યવસ્થા ને સમજાવી જરૂરી છે.દરેક પાક માટે જમીનના તત્વો ની ૧.૫ થી ૨.૦ % જરૂરિયાત હોય છે.બાકીની ૯૮% જરૂરિયાત હવા,પાણી,સુર્યપ્રકાશ માંથી મળી રહે છે.જેથી જમીનની ફળદ્દ્રુપ્તા જાળવી રાખવામાં આવે તો વધારાના ખાતરની કોઈ જરૂરિયાત રહેતી નથી.આ જાળવવા માટે નીચે દર્શાવેલ બાબતો ઉપયોગી થાય છે.
 • સંશોધન અખતરા પરથી પુરવાર થયેલ છે કે દર વર્ષે ખેતી હેઠળની જમીન માં સેન્દ્રીય ખાતર ઉમેરવાથી જમીનની ભોતિક સ્થિતિમાં સુધારો થાય છે જે પાક ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે.

જમીનની સાપક્ષે ઘનતા(બલ્ક ડેન્સિટી):

 • પાક ઉત્પાદન માટે ખુબ જ અગત્ય નો ભોતિક ગુણધર્મ દળ કદ નો ગુણોત્તર છે.જેમ સેન્દ્રીય પદાર્થોઉમેરતા જઈએ તેમ તેટલા જ કદ ની માટીના રજકણો નું વજન ઘટે છે.કારણ કે સુક્ષ્મ છીન્દ્રનું પ્રમાણ વધે છે.તેથી કદ વધતા સાપેક્ષ ઘનતા ઓછી થાય છે.છોડના સ્ફૂરણથી વૃધ્ધિ વિકાસ દરમ્યાન ઓછી સાપેક્ષ ઘનતા ધરાવતી જનીમ પાકના મૂળના વિકાસમાં-હવાની અવરજવરમાં મદદરૂપ થાય છે જેથી છોડનો વૃદ્ધિવિકાસ સારો થતા સારા ઉત્પાદનમાં પરિણમે છે.એટલે કહેવાય છે કે રેતાળ.
 • જમીન કરતા ગોરાડુ/કાળી  જમીન વધુ ઉત્પાદક હોય છે.રેતાળ જમીનમાં સેન્દ્રીય પદાર્થ ઉમેરતા રેતીના બે કાન વચ્ચે સેન્દ્રીય પદાર્થ દાખલ થતા તેમાં સુક્ષ્મ છીન્દ્રોની સંખ્યા વધે છે ,ભેજધારણ ક્ષમતા વધે છે.અને પિયત પાણી પોષક તત્વોનો વ્યય ઘટે છે.જયારે કાળી-ચીકણી જમીનમાં સેન્દ્રીય પદાર્થ દાખલ થાય છે ,જે પાણીની નીતર શક્તિ માં મદદ રૂપ થાય છે.,પાણી ભરાઈ રહેવાની પરીસ્થિતિ નિવારે છે.હવાની અવરજવર વધતા છોડના મૂળને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે,જે છોડને વિકાસ માં મદદરૂપ થાય છે.નીતાર ક્ષમતા વધતા વધારાના ક્ષાર જમીનમાં ઊંડે નીતરી જાય છે.જે જમીનની નીતર જરૂરિયાત પૂરી પડે છે.અને જમીનની ઉત્પાદકતા લાંબો સમય ટકી રહે છે.

નાઈટ્રોજન-ફોસ્ફરસ-પોટાશ તત્વોની લાભ્યતા  ઉપર સેન્દ્રીય ખાતરની અસર:

નાઈટ્રોજન

સેન્દ્રીય પદાર્થો જેવા કે છાણીયું ખાતર ,ગળતીયું ખાતર શહેરી કમ્પોસ્ટ,પાક અવશેષ-ડાંગર કે ઘઉંનું પરાળ,શેરડીની વખરી,લીલો પડવાશ વગેરે માં નાઈટ્રોજનનું પ્રમાણ ૦.૨ થી ૦.૫% હોય છે.આથી આ ખાતરો જમીનમાં ઉમેરવાથી નાઈટ્રોજનનોખાસ વધારો થતો નથી .પરંતુવિવિધ પદાર્થો નું વિભાજન થાય ત્યારે સુક્ષ્મ જીવાણુંણે શક્તિપ્રાપ્ત થાય તેવા પદાર્થો ઉત્પન્ન થાય છે.જેથી નાઈટ્રોજનનું અસહ્જીવી રીતે સ્થીરીકરણ કરતા એઝેટોબેકટર,એઝોસ્પીરીલમ નામના સુક્ષ્મજીવાણુંઓની સંખ્યામાં વધારો થાય છે.જે હવામાંથી તત્વરૂપ નાઈટ્રોજન લાભ્યતા વધારે છે.આ ઉપરાંત નાઈટ્રોસોમોનસ,નાઈટ્રોબેકટર વગેરેની સંખ્યા વધતા એમાઈડ સ્વરૂપના નાઈટ્રોજનનું સહેલાઈથીનાઇટ્રેટ સ્વરૂપ માં રૂપાંતર કરે છે જેનો પાક ઉપયોગ કરી શકે છે.

ફોસ્ફરસ

જમીનમાં  સેન્દ્રીય ખાતરો-પાકઅવશેષો-લીલો પડવાશમાં ફોસ્ફરસનું પ્રમણ ખુબ જ ઓછુ હોય છે તેમ છતાંઆ સેન્દ્રીય પદાર્થો ઉમેરતા ફોસ્ફરસ તત્વની લાભ્યતા વધેલી માલુમ પડેલ છે.કારણ કે સેન્દ્રીય પદાર્થો જમીનમાં ઉમેરતા તેનું વિભાજન થતા ઘણી જાતના એસિડ ઉત્પન્ન થાય છે.આ ઓર્ગેનીક એસિડ ખનીજના રૂપમાં રહેલા અલભ્યફોસ્ફરસની દ્રાવ્યતા વધારે છે.વિશેષમાં આ એસિડ કુદરતી ફોસ્ફરસસય્હે સંયોજાઈ કિલેટસ બનાવે જે ફોસ્ફરસના અસેન્દ્રીય સ્વરૂપમાં થતા સ્થિરીકરણની માત્રામાં પણ ઘટાડો કરે છે.સેન્દ્રીય પદાર્થોસાથે જો ફોસ્ફરસકે અન્ય આવશ્યક તત્વોઉમેરવામાં આવે તો શોષણની માત્રા વધતા ખાતરની કાર્યક્ષમતા પણ વધે છે.

પોટાશ

સેન્દ્રીય પદાર્થો થી ઉત્પન્નથતા ઓગેનીક એસિડ જમીનના ઇલાઇટ કલે મિનરલ જેમાં એલ્યુમીના સિલિકા શીટની વચ્ચે પોટાશ ફિક્સ થયેલહોય છે.આ ફિક્સ થયેલ પોટાશ –ઓર્ગેનિક એસિડ દ્રારા જમીનના દ્રાવણમાં આવે છે. જમીનમાં પોતાશનું સમતોલન જળવાઈ રહે છે.અને પાકને પોટાશ લભ્ય બને છે.

વિભાજનના વચગાળાના પદાર્થોની ખાસ અસર:

 • જમીનમાં આપવમાં આવેલ સેન્દ્રીય ખાતરો-પદાર્થો નુંવિભાજન સતત ચાલુ હોય છે ત્યારે વિશિષ્ટ પ્રકારના વચગાળાના પદાર્થો ઉત્પન્ન કરે છે જેની પાક ઉપર ચોક્કસ અસરો જોવા મળે છે.સામાન્ય રીતે વિવિધ આવશ્યક વિટામીનો છોડ પોતે જ બનાવે છે.આથી તેની જરૂરિયાત સામાન્ય સંજોગોમાં હોતી નથી પરંતુ કેટલીક પ્રતિકુળ પરીસ્થિતિમાં છોડમાં પ્રજીવોનું સંશ્લેષણ અટકી જાય છે. ત્યારે તેની આવશ્યક્તા રહે છે.જમીનમાં સેન્દ્રીય પદાર્થો ઉમેરતા થાયામીન,રીબોફ્લેવીન,બાયોટીન,નિકોટીન એસિડ ,પાયરીડોક્સીન અને બી-૧૨જેવા વિટામિન્સ જોવા મળે છે જે છોડને ઉપલબ્ધ થતાં છોડની વૃદ્ધિમાં વધારો થાય છે બેક્ટેરિયા,એક્ટીનોમાઇસીટસ કે ફૂગ દ્રારા વૃદ્ધિજન્ય પદાર્થો ઉત્પન્નથાય છેજેમાં ઓક્ઝીન અને જીબરેલીન નો સમાવેશ થાય છે ટીપટોફેન જેવા એમીનો એસિડ ઉત્પન્ન થતા તેમાંથી પણ ઈન્ડોલ એસેટિક જેવા વૃધ્ધિજ્ન્ય પદાર્થો ઉત્પન્ન થાય છેલીગ્નીનના વિભાજન માં વચગાળાના પદાર્થોનું શોષણ થતા છોડ પાણીની ઉણપનો પ્રતિકાર કરી શકે છે .સીનેમાઈલ આલ્કોહોલ,સીનેમાલ્ડીહાઈડ,સીનેસિક એસિડ ,વેનીલીના ઈથાઈન વેલીનેટ અને યુજેનોલ સુકરા,ગેરુ કે સડાનો રોગોનો વૃદ્ધિ અટકાવે છે.આ રીતે છોડનીરોગપ્રતિકારક શક્તિ વધારે છે.આ પદાર્થો જમીનમાં ઉપદ્રવ કરતા કૃમિની સંખ્યા માં પણ ઘટાડો કરે છે.
 • મહુડા /લીબોડી/દિવેલી/કરન્જનો ખોળ જમીનમાં આપવાથી કૃમિનો ઉપદ્રવ ઘટવાના રીપોર્ટ મળેલછે.
 • બહોળા પ્રમણમાં સેન્દ્રીય પદાર્થો ઉમેરતા વિવિધ જાતના સુક્ષ્મ જીવાણુંઓ ઉપરોક્ત પદાર્થોજમીનમાં ઉત્પન્ન કરે છે.  આથી રોગ નિયંત્રણ કેટલેક અંશે થાય છે.સેન્દ્રીય પદાર્થના વિભાજનથી ક્લેવીક એસિડ અને હ્યુમિક એસિડ જેવા વિશિષ્ટ ગુનો ધરાવતા એશીદ ઉત્પન્ન થાય છે જેનાથી છોડ ની વૃધ્ધિ સારી થાય છે.

વર્મીકમ્પોસ્ટ દ્રારા જમીનપાક પોષણ વ્યવસ્થા:

 • પ્રકૃતિ માં અળસિયાનું અસ્તિત્વ ખેડૂત માટે વરદાનરૂપ\ છે.કુદરતમાં મળતો સેન્દ્રીય કચરો,છાણ,છોડની કહોવાયેલા અવશેષ,ખેતપેદાશની,નિંદામણ વગેરેનો ઉપયોગ કરી અળસિયાના ઉપયોગથી વર્મીકમ્પોસ્ટ બનાવી શકાય છે.સજીવ ખેતીમાં જમીનમાં પણ આપણા પ્રયત્નો દ્રારા અળસિયાની સંખ્યા વધારીને જમીનને જીવંત બનાવવામાંઆવે છે.વર્મીકાસ્ટ,વર્મીકલ્ચર,વર્મીવોર્શ અને વર્મીકમ્પોસ્ટ દ્રારા જમીન પાકનો પોષણવ્યવસ્થાનો વિચાર કરવો આવશ્યક છે.
 • સજીવ ખેતી હેઠળ ના વિસ્તારમાં અળસિયાની સંખ્યા વધતા જમીન ઉપરઘનાત્મક અસરોજોવા મળે છે.અળસિયાની સતત કાણા પડવાની ટેવને કરને જમીન છિદ્રાળુ બને છે. હવાની અવરજવર વધારે છે. પાણીની નીતરક્ષમતા વધી હોવાથી જમીનનું પાણીથી ધોવાણ ઘટે છે.છોડ માટે ભેજની ઉપલબ્ધતાવધારે છે.જમીનનુંપોત સુધારે છે જમીનના રાજ્કાનોનું જોડાણ થતાં દાણાદાર બને છે. જે પાણી ગ્રહણ શક્તિ વધરે છે.અને હવાની અવરજવરમાં સુધારો થતાં છોડના મૂળનો અને જમીનમાં રહેલા જીવોનો સારો વિકાસ થાય છે.
 • અળસિયા ની બીજી રીતે જમીનની ભોતિક સ્થિતિ સુધારવાની બાબત એ છે કે અળસિયા દ્રારા કરવામાં આવતા છીન્દ્રો જેમાં નીચેના સ્તર ની જમીનને વધુ ફળદ્રુપ બનાવવામાં મહત્વનું યોગદાન આપે છે.એક અભ્યાસના આધારે નોંધવામાં આવેલ છે કે એકર વિસ્તારમાં આ હગારનો જથ્થો ૨ થી ૨૦ ટન પ્રતિ વર્ષે થાય છે .અળસિયાજમીનની રાસાયણિક સ્થિતિ બદલવામાં મહત્વનું કાર્ય કરે છે.અળસિયા દ્રારા તૈયાર થયેલ હગાર અને વર્મી કમ્પોસ્ટ જેમાં સેન્દ્રીય પદાર્થના હ્યુમસ ઉપયોગી છે.કારણકે તેમાં પાક માટેના પોષક તત્વો નાઈટ્રોજન-ફોસ્ફરસ-સલ્ફર ઉપરાંત સુક્ષ્મ પોષક તત્વો હોય છે જે પાકને ઉપલબ્ધ થાય છે.જમીનની ઘન આયન વિસ્થાપન વધારે છે. જેથી આપેલ પોષક તત્વોનો વ્યય ઓછો થાય છે.વર્મીકમ્પોસ્ટની પ્રક્રિયાથી સેન્દ્રીય પદાર્થનુંવિઘટન-ડાયઝેશન અને સુક્ષ્મ જીવાણું દ્રારાથતા લભ્યસ્વરૂપમાં પોષક તત્વોને રૂપાંતરિત થતા હોવાથી છોડને ઉપલબ્ધથાય છે.અળસિયાની હગરમાં આજુબાજુ ની જમીન કરતા ૪.૫ ગણો નાઈટ્રોજન,૧.૪ ગણો કેલ્શિયમ,૩ ગણો વધારે ફોસ્ફરસઅને ૧૧ ગણો વધારે લભ્ય પોટાશ હોય છે.  જે જમીનની આ તત્વો જૈવિક પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે છે જેના થકી કેટલાક અલભ્ય તત્વો લભ્ય બને છે.
 • અળસિયા જમીનમાં રહેલા સુક્ષ્મ જીવાણુંઓ ઉપર અસર કરે છે. અળસિયા સેન્દ્રીય પદાર્થ નો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્યારે તેની સાથે સુક્ષ્મ જીવાણું,એક્તીનોમાઈસીટ્સ ફૂગ,આલ્ગી ,પ્રોતોઝુઆ કૃમિ,નિંદામણના બીજ વગેરે તેના પાચનતંત્રમાં દાખલ થાય છે.આ દરમ્યાન કેટલાક સુક્ષ્મજીવો મૃત્યુ પામે જેનો અળસિયાના ખોરાક તરીકે ઉપયોગ થાય છે.આ પ્રક્રિયા માં મોટા ભાગના નુકસાન કરતા સુક્ષ્મ જીવો,ફૂગ નાશ પામે છે જેથી પાકમાં રોગ/નિંદામણ નો ઉપદ્રવ ઓછો થાય છે.

જમીનમાં દાબી શકાય તેવા અવશેષો દ્રારા જમીન-પાક વ્યવસ્થા:

સામાન્ય રીતે જમીનમાં સીધા જ ભેળવી શકાય તેવા વનસ્પતિજન્ય અવશેષો જેવા કે

 • પાક-કાપણી બાદ પાક અવશેષો ,સુકા પાન,પાકના  જડિયાં –ફોતરાં વગેરે
 • ફળ –શાકભાજી નો ઉપયોગ કાર્ય પછીના ભાગો જેવા કે છાલ –ગર્ભ-રેસા-શેરડીના સુકા પાન વગેરે
 • ખેતીપાકના મૂળ –ધાન્યપાકો૧ થી  ૩ ટન હેકટરમાં જયારે કઠોળપાકો ૩ થી ૪ ટન હેક્ટર મૂળ અવશેષો જમીનમાં સીધા ઉમેરે છે.

આ અવશેષો નું જમીનમાં કોહવાણ  થવાથી જમીનની ભૈતિક,રાસાયણિક અને જૈવિક પરીસ્થિતિ અનુકુળ બને છે.અલભ્ય પોષકતત્વો લભ્ય બનતાં પાક દ્રારા પોષક તત્વોનું શોષણ વધે છે જે ઉત્પાદનમાં પરિણમે છે.

આમ સમગ્ર રીતે સજીવ ખેતીમાં પાક પોષણ વ્યવસ્થા એ જમીનની પોષણ વ્યવસ્થા છે અને જે સહજ –પ્રાકૃતિક અને કુદરતી છે જેમાં કોઈ એક પદ્ધતિ નહિ પરંતુ વિવિધ પદ્ધતિઓનું સંકલન કરવાની બાબત છે જેના દ્રારા તંદુરસ્ત પાક અને તંદુરસ્ત ખેતપેદાશ પ્રાપ્ત કરવાનો અભિગમ રહેલો છે.

સ્ત્રોત :માર્ચ-૨૦૧૮ ,વર્ષ :૭૦, સળંગ અંક : ૮૩૯, કૃષિ ગોવિદ્યા

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate