હોમ પેજ / ખેતીવાડી / ગુજરાતમાં સજીવ ખેતીની નીતિ અને વિકાસ / સજીવ ખેતીમાં અળસિયાના ખાતરની અગત્યતા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સજીવ ખેતીમાં અળસિયાના ખાતરની અગત્યતા

સજીવ ખેતી માં અળસિયા ના ખાતરની અગત્યતા વિશેની માહિતી આપવામાં આવી છે

માણસો ની સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જતી જાગૃતતા ના લીધે સેન્દ્રીય ખેતી થી ઉત્પન્ન કરેલ શાકભાજી,ફાળો અને અનાજ ની માંગ માં ઉત્તરોત્તર સતત વધારો થઇ રહેલ છે. કૃષિ રસાયણો ના વધારે પડતા અને આડેધડ વપરાશના કરને જમીનની તંદુરસ્તી વર્ષો કથળતી જાય છે અને ભૂતકાળના વધુ ઉંડાઈના પાણીમાં વધારે ક્ષારનું પ્રમાણ ઉપરના તળના પાણી પ્રદુષિત થવાના કારણે સલામત અને ઝેરી રસાયણોના અવશેષો થી મુક્ત હોય તેવું અનાજ /કૃષિ પેદાશ ઉત્પન્ન કરવાનું મુશ્કેલ બની રહેલ છે. અનિયંત્રિતપણે એગ્રો-રસાયણો ના ઉપયોગ ણે કારણે  લાંબા ગાળે જમીનની ફળદ્ધ્રુપતા,તંદુરસ્તી અને ટકાઉપણું ટકાવી રાખવા સામે ખાતરો તોળાઈ રહેલ છે જે માટે સજીવ ખેતીને લગતી કૃષિ તંત્રિકતાઓનો  ઉપયોગ કરવો અનિવાર્ય બનેલ છે જેના પર્યાયરૂપ ખેડૂતોને છેલ્લા દશકામાં સજીવ ખેતી તરફનો ઝોક વધી રહ્યો છે અને પાક ઉત્પાદનમાં ઘટાડો કાર્ય સિવાય ઓછા ખર્ચે સફળતાપૂર્વક સજીવ ખેતી કરી રહેલ છે.ખેડૂતો પોતાની કોઠાસૂઝ અને પરંપરાગત  જ્ઞાનનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક સજીવ ખેતી તરફ અગ્રેસર થઇ રહેલ છે.ખાસ કરીને પ્રગતિશીલ ખેડૂતો ધ્વારા પોતાના ફાર્મ પર અખતરાઓ કરીને ઇનોવેટીવ ઈનપુટ પોતાના ફાર્મ પર જ સફળ રીતે બનાવવા લાગ્યા છે.સજીવ ખેતીમાં પાકના પોષણ માટે વપરાતા વિવિધ સેન્દ્રીય ખાતરો પૈકી વર્મીકમ્પોસ્ટ અને વર્મી વોર્શ ખેડૂત પોતાના ઘર આંગણે ઓછા ખર્ચે બનાવી શકે તે માટે વર્મી કમ્પોસ્ટ બનાવવા ની પધ્ધતિ અત્રે દર્શાવેલ છે.

વર્મીકમ્પોસ્ટ માટે શેડ તૈયાર કરવો

તાપ અને વરસાદ આરક્ષિત જગ્યાએ જમીનની સપાટીએથી ઊંચું પાણી ન ભરાય તેવી જગ્યાએ ૩ મીટર પહોળા અને જરૂરિયાત અને અવશેષો ની લાભ્યતા મુજબ ૧૦ થી ૩૦ ,મીટર લાકડાના થાંભલા/લોખંડ ના એંગલ  અથવા પાઈપ તથા બાજરીના રાડા  અથવા લીલી નેટનો ઉપયોગ કરવો.આ શેડ વુક્ષોના  છાંયડામાં બનાવવામાં આવે તે વધુ અનુકુળ રહે છે.

વર્મીબેડ તૈયાર કરવા

શેડની અંદર આશરે ૨૦ થી ૩૦ સે.મી .જાડાઈ ના ઈંટના ટુકડાનો થર બનાવવો ત્યારબાદ ૧૦ થી ૧૫ સે.મી જાડાઈના રેતીનો થર કરવો.તેની ઉપર આશરે ૫ થી ૧૦ સે.મી .સારી ગોરાડુ માટીનો થર કરવો.ચીકાશવાળી માટીનો કોઈપણ સંજોગોમાં ઉપયોગ કરવો નહિ .તેની ઉપર નીચે મુજબ જુદા જુદા પાંચ સ્તર કરવા.

સ્તર ૧: વર્મીબેડ ઉપર ઘાસ ,ધાન્ય પાકોના પર્ણો તથા શેરડીની પત્રી પાથરી તેની ઉપર વિઘટન પ્રતિકારક વિવિધ સેન્દ્રીય પદાર્થો ના અવશેષો ના નાના ટુકડા બનાવી,મિશ્ર કરી આશરે ૧૦ સે.મી. નો થર કરવો અને સાથે સાથે અવશેષો સંપૂર્ણપણે પલળે તે રીતે છાણની રબડી તથા પાણીનો છંટકાવ કરતા રહેવું.

સ્તર ૨: અર્ધ કોહવાયેલા કમ્પોસ્ટ ,છાણ ,સ્લજ,મરઘાં-બતકાં ના ખાતરનો આશરે ૫ સે.મી. નો થર કરવો સાથે પાણીનો છંટકાવ અવશ્ય કરતા રહેવું.

સ્તર ૩: અળસિયા નું રોપણ :અગાઉના બંને સ્તર ણે જરૂરિયાત મુજબ આશરે દશેક દિવસ નિયમિત રીતે સમગ્ર યુનિટ ભીજાય પરંતુ પાણી રેલાય નહિ તે રીતે પલળતા રહેવું જેથી વિઘટન ની ગરમી દુર થઇ જશે.ત્યારબાદ પ્રતિ મીટરે ૧૦૦ અળસિયા દાખલ કરવા અથવા કકુન છોડવા.

સ્તર ૪: ઘરગથ્થુ શાકભાજી ના અવશેષો ,બગીચાનો કચરો ,પાક ,નિંદામણ ,વુક્ષ /ક્ષુપોના લીલા અવશેષો ણે મિશ્ર કરી ૧૦ સે.મી નો થર કરવો.ગોબરગેસ ની રબડી અથવા છાણ જરૂરિયાત મુજબ પાણીમાં ઓગળી રબડી બનાવી છંટકાવ કરવો.

સ્તર ૫: એકદમ આછી રીતે ગોરાડુ માટી પાથરવી.ઉનાળા માં વધુ ગરમીના દિવસોમાં પાકના અવશેષો વગેરેનું આવરણ બનાવવું.દરરોજ પાણીનો હળવો માફકસર છંટકાવ કરવો.ગરમીના દિવસો માં બે વખત છંટકાવ કરવો.ટપક પધ્ધતિ ની નળીઓ અથવા માઈક્રોસ્પ્રીંકલર ગોઠવી એ તો વધુ સુગમતા રહે છે.અળસિયાને પાણીની નહિ પરંતુ ભેજની જરૂરિયાત છે.આથી યોઉગ માત્રે ભેજ તથા ૨૫ થી ૩૦ સે ઉષ્ણતાપમાન જાળવવાથી અળસિયા મહતમ રીતે કાર્ય કરે છે.

વર્મીકમ્પોસ્ટ તૈયાર થયાના ચિન્હો

આશરે ૪૫ થી ૫૦ દિવસે યુનિટ ની ઉપર ભૂખરા રંગનો જીરૂ જેવો દાણાદાર પાઉડર જોવા મળશે.ધીરે ધીરે આખી બેડ આવા પાઉડર તૈયાર થશે .આ વખતે ચાર–પાંચ દિવસ સુધી પાણી બંધ કરવું જેથી અળસિયા વર્મીબેડમાં નીચે જતા રહેશે .ઉપરના ઠારનો દાણાદાર પાઉડર હળવા હાથે ,વર્મીબેડ ણે અડચણ કાર્ય વગર અલગ અલગ કરો.શંકુ આકારનો ઢગલો કરો જેથી સાથે આવેલ અળસિયા નીચેના ભાગમાં જમા થશે જે જુદા તારવી ફરી વખત ઉપયોગમાં લેવા.એકઠા કરેલ પાઉડર ના જથ્થાને છાંયડાવાળી  જગ્યા એ આશરે ૧૨ કલાક રાખો ત્યારબાદ પેકિંગ કરો અથવા ખેતરમાં ઉપયોગ કરો.

વર્મીકમ્પોસ્ટ ના ઉત્પાદનમાં રાખવી પડતી કાળજીઓ

વર્મીકમ્પોસ્ટીંગ માટે વપરાતા પદાર્થો

સૌ પ્રથમ પાયામાં છેક તળિયે અળસિયા ખાઈ શકે તેવા પદાર્થ ની પાથરી કરવામાં આવે છે .આવા પદાર્થો માં સદી શકે તેવા કેળના થડની છાલ,નાળીયેરના પાન,શેરડીની પતરી,પાકનું પરાળ અને ઘાસ નો ઉપયોગ થઇ શકે .ઢોરને નીરણ કરવામાં આવે તેને ખાધા પછી વધેલ ઓગાઢ,નકામું થઇ ગયેલું દાણ વગેરેનો પણ પથારી તરીકે ઉપયોગ થઇ શકે .

વર્મીકમ્પોસ્ટ બનાવવા માટેની જગ્યાનું માપ અને અળસિયા ની સંખ્યા

જ્યાં વર્મીકમ્પોસ્ટ બનાવવાનું છે તે જગ્યાનું માપ વેસ્ટ મટીરીયલ્સ ના જાત્જ્ત્જા પર આધાર રાખે છે.આ ઉપરાંત અળસિયા ની સંખ્યા પર પણજગ્યા ની સાઈઝ નો આધાર છેસામાન્ય રીતે ૨૦૦૦ પુખ્ત અળસિયા માટે એક ચોરસ મીટર જગ્યા પુરતી થઇ પડે છે .આટલા અળસિયા કચરાનું કમ્પોસ્ટ બનાવે છે.બીજી રીતે કહીએ તો ૨.૨૩ મીટર જગ્યામાં ૧૦ કી.ગ્રા. અળસિયા દર મહીને એક ટન સેન્દ્રીય કચરાનું ઉપરનું ૨૨.૫ થી ૩૦ સે.મી ના પડ નું કમ્પોસ્ટ થયેલું હોય છે.જેને જુદું લઇ એકઠું કરવું.

ઉપરનું આવરણ તથા રક્ષણ

વર્મીકમ્પોસ્ટ બનાવવામાં ઉપયોગમાં લીધેલ સેન્દ્રીય કચરા ઉપર પાણી ઉડી જતુઅટકાવવા આવરણ બનાવવા માં આવે છે તદુપરાંત કીડીઓ જેવા પરભક્ષી થી રક્ષણ મેળવવા અને અળસિયા બહારની બાજુ અવરજવર ન કરે તે માટે પણ જરૂરી હોઈ પાણી થી ભીંજવેલા શણના કોથળા સામાન્ય રીતે આવરણ તરીકે પાથરવામાં આવતા હોય છે અળસિયા પ્રકાશમાં કામ કરવાનું પસંદ કરતા નથી.વર્મી કમ્પોસ્ટ બનાવવાની જગ્યા ફરતે ખાઈ બનાવી તેમાં પાણી ભરી રાખવું તથા જગ્યા ની ફરતે તારની નાના છીન્દ્રોવાળી જાળી ફીટ કરવી જેથી ઉંદર,બિલાડી ,કુતરા,પક્ષી તેમજ અન્ય પર ભક્ષી ઓથી રક્ષણ મેળવી શકાય.

ભેજનું પ્રમાણ

વર્મીકમ્પોસ્ટ દરમિયાનભેજનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું ખાસ જરૂરી છે.સામાન્ય રીતે ૩૦ થી ૪૦ ટકા ભેજ જળવાઈ રહે તે જરૂરી છે.આટલા સપ્રમાણ ભેજને કારણે અળસિયા ને અનુકુળ પરીસ્થિતિ મળવા તેની કાર્યક્ષમતા જળવાઈ રહે છે.પરિણામે વર્મી કમ્પોસ્ટ ની પ્રક્રિયા માં ઝડપ આવે છે વધુ પડતું પાણી હોય તો અળસિયા ની કાર્ય ક્ષમતા ઘટે છેઆવા સમયે સુકુ છાણ કે સેન્દ્રીય કચરો તેને આપવામાં આવેલ ખોરાકમાં ભેળવવાથી ભેજનું પ્રમાણ માફકસર બનાવી શકાય.ભેજનું યોગ્ય પ્રમાણ જાળવવા માટે ભેજ માપવાના સાધન નો ઉપયોગ થઇ શકે જેથી વધારે ભેજ હોય તો જાની શકાય.કારણ કે વધારે ભેજ ણે કારણે અળસિયા ચામડી ધ્વારા શ્વસન કરી શકતા નથી.

ઉષ્ણતાપમાન

સારું અને ઝડપ થી વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે ૨૦ થી ૩૦ સે. ઉષ્ણતાપમાન હોવું જરૂરી છે.જો કે અળસિયા ઓછા ઉષ્ણતામાન અને વાતાવરણના ૪૮ સે. ઉષ્ણતામાન સુધી જીવતા હોય છે.પરંતુ તે કાર્યક્ષમ  રીતે કામ કરી સકતા નથી.વર્મી કમ્પોસ્ટ દરમિયાન સેન્દ્રીય કચરો સડવાને કારણે ૩૦ સે. સુધી ઉષ્ણતામાન  વધવા સંભવ છે.આમ ન થાય તે માટે વર્મીકમ્પોસ્ટ બનાવવામાં આવે કે તેનો વધારે જાડો થર બનાવવો નહિ તથા થર બનાવતી વખતે સેન્દ્રીય કચરો દબાવી ને ન પાથરતાં /ભરતાં ખૂલતો ભરવો જોઈએ જેથી વધુ પડતી ગરમી ઉત્પન્ન થતી નિવારી શકાય તેમજ સમાંતરે યોગ્ય પાણીનો છંટકાવ કરવાથી આગળ જણાવ્યા મુજબ યોગ્ય ભેજ ની જાળવણી કરીને ઉષ્ણતામાન નિયંત્રિત રાખી શકાય.

ખેડાણ જમીન અને અળસિયા ની હગારના રાસાયણિક ગુણધર્મો ની સરખામણી

ક્રમ

જમીનના ગુણધર્મો

અળસિયા ની હગાર

સાદી જમીન

સેન્દ્રીય કાર્બન (ટકા)

૦.૪૮૫

૦.૨૪૨

કુલ નાઈટ્રોજન (ટકા)

૦.૦૫૫

૦.૦૨૪

નાઇટ્રેટ નાઈટ્રોજન (ટકા)

૧૧.6

૭.૭

કાર્બન: નાઈટ્રોજન ગુણોત્તર

૮.૮

૧૦.૮

ફોસ્ફરસ (ટકા)

૦.૧૫

૦.૧૦

લભ્ય ફોસ્ફરસ (ટકા)

૭૭.૦

૬૨.૦

કુલ પોટેશિયમ (ટકા)

૦.૫૨૫

૦.૪૮૦

અળસિયાના ખાતરના વપરાશ ના લાભો

  • અળસિયાના ખાતરમાં છોડને જરૂરી બધા જ પોષકતત્વો ભરપુર માત્રામાં હોય છે.તદુપરાંત અગત્યના વિટામિન્સ ,ઉત્સેચકો આને હોર્મોન્સ જેવા કે ઓક્ઝીન,જીબરેલીન વગેરે હોય છે.
  • અળસિયાના ખાતર થી છોડનો સમગ્રતય:સારો વિકાસ થાય છે.નવી કલીકાઓ અને પાંદડાઓના વિકાસને પ્રોત્સાહિત કરે છે અને ખેતપેદાશની ગુણવત્તા અને શેલ્ફ લાઇફ માં સુધારો કરે છે.
  • જમીનના બંધારણ ,હવાની અવર જવર અને જમીનની ભેજ ધારણ ક્ષમતા માં વધારો કરે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે.
  • જમીનની પરીસ્થિતિ માં સુધારો કરવા ઉપરાંત તેમાં લાભદાયી સુક્ષ્મ જીવાણુઓ જેવા કે નાઈટ્રોજન ફિક્સર ,ફોસ્ફરસ સોલ્યુબિલાઈઝર્સ,લીગ્નીન કહોવડાવનાર વગેરે થી અળસિયા નું ખાતર સમૃદ્ધ હોય છે.
  • અળસિયા ના ખાતર માં અળસિયા ના કકુન હોય છે અને જે જમીન માં અલ્સીયાની વસ્તી અને કામગીરી માં નોધપાત્ર વધારો કરે છે.
  • તે પોષકતત્વો નો વ્યય અટકાવે છે અને રાસાયણિક ખાતરોના વપરાશ ની કાર્યક્ષમતામાં અને જમીનમાં સેન્દ્રીય પદાર્થો ના કહોવાણની ઝડપમાં વધારો કરે છે.
  • અળસિયા ના ખાતર રોગકારકો ,ઝેરી તત્વો , નિંદામણ ના બીજ વગેરે થી મુક્ત હોય છે

સ્ત્રોત : એપ્રિલ-૨૦૧૬, વર્ષ :૬૮, સળંગ અંક :૮૧૬, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

3.225
પંકજ વેકરીયા Jul 31, 2019 10:04 PM

અળસીયાની જે જમાનામાં વૃદ્ધિ થાય તે ખેતરમાં જમીનનુ પાણી ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે અને માઈક્રો ક્લાઈમેટ( શુક્ષ્મવાતાવરમનુ નિર્માણ થાય છે તે ખેતી માટે ખુબજ જરૂરી છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top