આપણા પૂર્વજો દ્વારા પહેલાં સજીવ ખેતી કરવામાં આવતી હતી. ધીરે ધીરે ૨સાયણોનો વપરાશ ચાલુ થવાથી સજીવ ખેતી ધીરે ધીરે લુપ્ત થવાના આરે આવીને ઉભી છે. પરંતુ સભાન લોકોની ઉદાત્ત ભાવના, દીર્ઘદ્રષ્ટિ અને સતત પ્રયત્નોથી ધરતીમાતા અને માનવ વચ્ચેના કુદ૨તી. સંબંધો પુનઃપ્રસ્થાપિત કરીને સજીવ ખેતીમાં નવેસરથી પ્રાણ પુરવાનો પ્રયત્નો થઈ ૨હ્યા છે. સજીવ ખેતી માટે આજે મુખ્ય બે પડકારો છે.
- સજીવ ખેતી માટેની નીતિઓ અને ધારાધોરણ નક્કી કરવા અને
- સજીવ ખેતીની ઉપજ પેદાશના વેચાણ માટે બજાર ઉભું કરવું.
છેલ્લા બે દશકાથી પર્યાવરણની જાળવણી અને અન્ન/ખોરાકની ગુણવત્તાની ખાતરી માટે વૈશ્વિક સમુદાય સંવેદનશીલ અને સભાન બન્યો છે. સજીવ ખેતીને હવે વ્યાપક સ્વીકૃતિ મળવા લાગી છે અને તે દ્વારા વાણિજ્યીક, સામાજિક અને પર્યાવરણ પ્રત્યેની વચનબધ્ધતા ઉભી થઈ ૨હી છે. સજીવ ખેતી માટે ચિંતાનો વિષય પર્યાવરણની જાળવણી અને જમીનની ઉત્પાદક્તા લાંબા ગાળા સુધી ટકાવી રાખવી તે છે.
આ માટે આપણે પ્રકૃતિનું શોષણ કરવાની જગ્યાએ તેનું દોહન અને જતન કરવાની નૈસર્ગિક મૂલ્યો આધારિત કૃષિનો વિકાસ કરવાની જરૂરિયાત છે. જેને આપણે સેન્દ્રિય ખેતી, સજીવ ખેતી, ટકાઉ ખેતી, જીવંત ખેતી વગેરે જુદા જુદા નામોથી ઓળખીએ છીએ. સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને બીજા ૨સાયણોનો વપરાશ કર્યા સિવાય સેન્દ્રિય ખાતરો, મિશ્રપાક પધ્ધતિ, પાકની ફેરબદલી, લીલો પડવાશ કરી જમીનની ફળદ્રુપતા જાળવવી, કુદ૨તી જીવાતો અને રોગ નિયંત્રણ કરતા કીટકોનું સંરક્ષણ કરવું તથા રસાયણોના વપરાશ વગર નિંદણ નિયંત્રણ કરી ઉત્પાદન મેળવવાની પધ્ધતિ છે. જેમાં વધુ ઉત્પાદન એ લક્ષ્ય નથી પરંતુ ૨સાયણોના અવશેષ વગરનું ગુણવત્તાયુકત ઉત્પાદન થાય તેને મહત્વ આપવામાં આવે છે.
હરિયાળી ક્રાંતિ યુગ
દેશની આઝાદી પછી ૧૯૫૦ થી ૧૯૬૦ ના દશકામાં ખેતીમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો ક૨વાનો સમય હતો. દેશની વસ્તી સામે ખેત ઉત્પાદનમાં ઘટાડાના પરિણામે દેશમાં અનાજની ગંભીર સમસ્યા ઉભી થઈ. આ અનાજની તંગીને પહોંચી વળવા વિદેશમાંથી અનાજની આયાત કરવામાં આવી, આ અનાજની સાથે-સાથે દેશની અનાજની જરૂરીયાતને પહોંચી વળવા માટે રસાયણ આધારિત ખેતી શરૂ થઇ. રાસાયણિક ખાતર, કિટનાશક, હાઈબ્રીડ બિયારણનો ઉપયોગ થવા લાગ્યો અને ભારત સરકારે ૧૯૬૬-૬૭ માં હરિયાળી ક્રાન્તિ જાહેર કરી. પરિણામ સ્વરૂપ દેશમાં જોર શોરથી વિદેશી ખેતી પધ્ધતિથી ખેતી થવા લાગી. સરકાર મારફતે સિંચાઈ માટે મોટા બંધો અને કેનાલોનું નિર્માણ થવા લાગ્યું. રાસાયણિક ખાતર અને કિટનાશકો બનાવવા ઉદ્યોગોની સ્થાપના થવા લાગી.
હરિયાળી ક્રાંતિની ખેતી પધ્ધતિ
- વધુ ઉત્પાદન આપતા હાઈબ્રીડ બિયારણ
- રાસાયણિક (કૃત્રિમ ખાતર) નો ઉપયોગ
- રોગ, જીવાત અને નિંદામણ નિયંત્રણ માટે રાસાયણિક દવાઓનો ઉપયોગ
- એક પાક પધ્ધતિ આધારીત ખેતી પધ્ધતિ
- ખેતીમાં યાંત્રિકરણ
હરિયાળી ક્રાન્તિથી થોડા જ સમયમાં ઉત્પાદનમાં મોટો વધારો મળવા લાગ્યો. રાસાયણિક ખાતર અને કિટનાશકનો ઉપયોગ વધારવા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું. એકમ વિસ્તારમાં જરૂરીયાત ક૨તાં રાસાયણિક પદાર્થોનો અનેક ઘણો ઉપયોગ થવા લાગ્યો.
કૃત્રિમ ખેતીના આર્થિક-સામાજિક દુષ્પરિણામ
- જુની પુરાણી ખેતી પધ્ધતિ તથા સ્થાનિક સાધનો ત૨ફ દુર્લક્ષ
- પર્યાવરણમાં અસંતુલન
- ખેત ઉત્પાદન બગાડમાં વધારો.
- ખેતી માટેના દેવામાં ઝડપી વધારો.
- પ્રતિ હેકટ૨ ઉત્પાદનમાં ઘટાડો.
- વિવિધ ઉપયોગી સજીવોને નુકશાન.
- મોંધી ખેતી એટલે ખોટની ખેતી. બિયારણ, ખાતર, પશુ, નાણાં, વીજળી અને સિંચાઈ માટે ખેડૂત બીજા પ૨ આધારીત.
- સમાજ વ્યવસ્થામાં ખેડૂતનું ઉતરતું જતુ સ્થાન.
૨સાયણ અને માનવ સ્વાસ્થય
- હવા, પાણી અને જમીનના પ્રદૂષણમાં વધારો.
- ખેત ઉત્પાદન, દૂધ, માંસ વગેરે ખાદ્ય પદાર્થોમાં ૨સાયણોની માત્રામાં વધારો
- અન્ન ઉત્પાદન ચક્રથી માનવ શરી૨માં નુકશાનકા૨ક ૨સાયણનો પ્રવેશના પરિણામે
- રોગ પ્રતિકારક શકિતમાં ઘટાડો
- અસાધ્ય બિમારીઓનું વધતું જતું પ્રમાણ
- માનવ આરોગ્ય પર અનિષ્ટ અસર
રસાયણ અને પર્યાવરણ
- ૨સાયણથી પર્યાવરણમાં મોટી માત્રમાં પ્રદૂષણ
- જૈવ વિવિધતામાં નુકશાન
- બિન ફળદ્રુપ જમીન
- સહજીવન ચક્ર તુટવું
- ઝાડ, છોડ અને વનસ્પતિના નુકશાનથી પૃથ્વી ઉપરના વાનસ્પતિક આવ૨ણમાં ઘટાડો
- ગ્લોબલ વોર્મીગ અને હવામાનમાં બદલાવ જેવી ગંભીર સમસ્યા
- પશુ-પક્ષી અને જીવ-જંતુની કેટલીય પ્રજાતિને ખતશે દા.ત. ગીધ, સમડી વિગેરે
રાસાયણિક ખેતીથી મળેલ બોધપાઠ
- ખેત ઉત્પાદનમાં અસંતુલન
- જમીનની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો
- ખેત ઉત્પાદનની ગુણવત્તામાં ઘટાડો
- અવ્યવહારૂ જળ વિતરણ વ્યવસ્થા
- કીટનાશકોનો અવિવેકી ઉપયોગ
- પ્રદૂષણમાં વધારો - સ્થાનિક પ્રજાતિઓનો નાશ
- આર્થિક સામાજીક અસંતુલના
- કૃત્રિમ વસ્તુઓ પ૨ વધતી જતી નિર્ભ૨તા
સજીવ ખેતીના મૂળભૂત સિધ્ધાંતો
- પાકના અવશેષોનું વ્યવસ્થાપન પુનઃસ્થાપના
- કુદરતી સ્ત્રોતો (જમીન, ઉર્જા, પાણી, હવા વગેરે)નો યોગ્યતમ ઉપયોગ
- યોગ્ય પાક પધ્ધતિ અને પાકની ફેરબદલી
- ખેતી કામોમાં જ્ઞાનનો વ્યવહારૂ ઉપયોગ
- પરંપરાગત જ્ઞાનનો વ્યવહારૂ ઉપયોગ
- બજા૨નો અલ્પતમ હસ્તક્ષેપ
સજીવ ખેતીના ફાયદાઓ
- સજીવ ખેતી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધારે છે. જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદક્તામાં ઉત્તરોત્તર વધારો થાય છે.
- સજીવ ખેતી જમીનમાં ભેજ જાળવવામાં મદદરૂપ બને છે. તેમાં ખેડ સારી રીતે થઇ શકે છે. આવી જમીનમાં પાણીનો ભૂતળમાં ઉતાર સારો થાય છે. આમ જમીન પરથી વહી જતા પાણીને અટકાવે છે તેથી જમીનનું ધોવાણ થતું અટકે છે.
- સજીવ ખેતી પાકને અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડે છે. તેથી રોગ-જીવાત સામે પ્રતિકા૨ક શક્તિ વિકસે છે.
- ખેતીનો બિન-જરૂરી કચરો તથા ખેતીની ગૌણ પેદાશોનો યોગ્યત્તમ ઉપયોગ થઇ શકે છે.
- સજીવ ખેતી માટે ખાસ કોઇ વધારાનો ખર્ચ કરવો પડતો નથી.
- ખેત-સામગ્રીની જરૂરીયાત ઘટાડી સ્વનિર્ભર બની શકાય છે.
- સજીવ ખેતી દ્વારા જમીનમાંના અસંખ્ય ઉપયોગી સજીવોને ખોરાક પુરો પાડી તેની વસ્તીમાં વધારો કરી શકાય છે.
- સજીવ ખેતી દ્વારા ક્ષારીય જમીનનું બંધારણ સુધારી શકાય છે.
- જે તે વિસ્તા૨ની જૈવ વૈવિધ્યતાની જાળવણી કરવામાં મદદરૂપ થાય છે.
સજીવ ખેતીની મર્યાદાઓ
- સજીવ ખેતીની વિકાસ અને વૃદ્ધિની શક્યતાઓ ઉજળી છે. દરેક ખેડૂત પોતાના સંસાધનો, આર્થિક સ્થિતિ, ધ્યેય અનુસાર અમુક પસંદગીના પાકો અને પધ્ધતિઓમાં સંજીવ ખેતી અપનાવે તો ચોક્કસ ફાયદો થાય જેમ કે શાકભાજી, ફળફળાદિ, મરી મસાલાની પાકો અને ઔષધિય પાકોમાં તો સજીવ ખેતી સફળ જ છે છતાં ખેડૂતો અપનાવતાં અચકાય છે જેના કારણો નીચે મુજબ છે.
- સજીવ ખેતીના જ્ઞાન અને માહિતીનો અભાવ છે.
- સજીવ ખેતી માટે સંશોધન ખૂબ ઓછું થયેલ છે.
- વૈજ્ઞાનિક રીતે ચકાસાયેલી પધ્ધતિઓ વિક્સાવેલ નથી.
- સજીવ ખેતી અને રાસાયણિક ખેતીનું તુલનાત્મક અર્થકારણ ચકાસવામાં આવતું નથી.
- સજીવ ખેત પેદાશોનું લેબલીંગ(નામકરણ) કંટાળાજનક અને ખર્ચાળ છે.
- ખેડૂતો આ પ્રક્રિયાથી સદંતર અજાણ છે.
- સજીવ ખેત પેદાશોના વેચાણ માટે સ્વતંત્ર બજા૨ નથી.
- સામાન્ય માણસો સજીવ ખેત પેદાશ અને ચીલાચાલુ ખેત પેદાશોમાં તફાવત સમજતા નથી જેથી ઊંચા ભાવ ચુકવતા નથી.
- મોટા ખેડૂતો માટે મોટી જમીનમાં જોઇતા સેન્દ્રિય ખાતરોના જથ્થાનો અભાવ.
- શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે તેથી આવક પણ ઘટે છે. ખાસ કરીને ધાન્ય પાકોમાં આવી ઘટ વધારે છે.
- સેન્દ્રિય ઉત્પાદનના પ્રમાણન અંગેની માહિતીનો અભાવ છે.
સ્ત્રોત : સ. દા. કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી