অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દેશી કપાસની સજીવ ખેતી

દેશી કપાસની સજીવ ખેતી

વિશ્વમાં ઉગાડાતા કુલ સજીવ ખેતીના કપાસનો ૭૪% હિસ્સો ભારત પકવે છે જેમાં ગુજરાત ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં વાગડ, ભાલ અને નાના રણની આસપાસના વિસ્તારમાં પરંપરાથી દેશી કપાસની વરસાદ આધારિત ખેતી થાય છે અને મોટે ભાગે કૃષિ રસાયણોનો ઉપયોગ થતો નથી. આવો કપાસ આશરે ૫.૫ લાખ હેકટર વિસ્તાર ઉગાડાય છે. આજે વિશ્વમાં પાકતા કુલ કપાસના ૦.૭% કપાસ પ્રમાણિત સજીવ ખેતીથી પાકે છે. તેની માંગ ૧૫ થી ૨૦%ના દરે અને ઉત્પાદન ૧૦% ના દરે વધી રહેલ છે. વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૦ દરમ્યાન સજીવ ખેતીના કપાસનું ઉત્પાદન ખૂબ ઝડપથી વધ્યું પણ તે પછી વિસ્તાર અને ઉત્પાદન ઘટેલ છે. ભારતમાં દર વર્ષે અંદાજીત ૧૧,૯ર૫ ટન ઓર્ગેનિક પેદાશની નિકાસ થાય છે જે પૈકી ૧૨00 ટન ઓર્ગેનિક કપાસ છે.

કપાસની પ્રમાણિત “સજીવ ખેતી માટે યુરોપ, જાપાન અને યુએસએની વિવિધ સંસ્થાઓએ અને ભારતમાં નેશનલ પ્રોગ્રામ ઓન ઓર્ગેનિક પ્રોડક્શન (NPOP) હેઠળ ધારા-ધોરણો ઘડવામાં આવ્યા છે. ગુજરાત સરકારની સર્ટિફિકેશન એજન્સી (GOPCA) મારફત એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી (APEDA) જેવી સંસ્થાઓ પ્રમાણપત્ર આપે છે. ગ્લોબલ ઓર્ગેનિક ટેક્ષટાઈલ (સ્ટાન્ડર્ડ) (GOTS) દ્વારા સજીવ ખેતીના કપડાના ધારાધોરણો બહાર પાડયા છે. સમયની માંગ સમજીને ગુજરાત સરકારે એપ્રિલ ૨૦૧પમાં સજીવ ખેતી નીતિ અપનાવી છે.

પૂર્વ તૈયારી :

 • સજીવ ખેતી માટે સારી ફળદ્રુપતાવાળુ ખેતર પસંદ કરવું જેથી સજીવ ખેતીમાં ઝડપથી ફાયદો થાય. શરૂઆતમાં કુલ જમીનનો ૧૦ થી ૨૫% હિસ્સો સજીવ ખેતી માટે ફાળવવો.
 • શણ, ઈક્કડ, ચોળા, મઠ જેવા પાકોનો લીલો પડવાશ કરવો.
 • સારી જાતનું કમ્પોસ્ટ, વર્મિકમ્પોસ્ટ તૈયાર કરવું અથવા ખરીદીને વાપરવું.
 • ખોળ, હાડકા-ચામડાનો કચરો, મરઘાની ચરક તેમજ આસપાસથી જે બાયોમાસ મળે તે એકઠો કરી, સડાવીને સારું ખાતર બનાવવું.
 • ખેતરનો કચરો બાળવાનું બંધ કરી જમીનમાં ખાતર રૂપે આપવો.
 • ઓછો વણછો આપે તેવા વૃક્ષો પૂર્વ-પશ્ચિમ દિશાની વાડમાં વાવવા.
 • નાનકડી ખેત તલાવડી તૈયાર કરાવી.
 • મધમાખી, ઉપયોગી કીટકો, દેડકા-કાચીંડા-નોળિયા કરોળિયાનો વસવાટ વધ, કીટકો ખાનારા પક્ષીઓને આવવાનું મન થાય તેવું વાતાવરણ ઊભું કરવું.

જમીનની પસંદગી :

કપાસના પાકને સારા નિતારવાળી, મધ્યમ કાળી અને કાળી-બેસર જમીન વધુ માફક આવે છે. બે થી ત્રણ ખેડ કરી સમાર મારી જમીન સમતળ બનાવવી. ભારે થી મધ્યમ કાળી જમીનને દર બે થી ત્રણ વર્ષે એક વખત હળની ઊંડી ખેડ કરવી.

બિયારણ/જાતની પસંદગી :

સજીવ ખેતીમાં રસાયણોના ઉપયોગ કરો તો

ક્રમ

જાત

બહાર પાડ્યાનું  વર્ષ

પાકવાના દિવસો

રૂ ની ટકાવારી

તારની લંબાઈ (મિ.મી)

તારની બારીકાઇ (એમવી)

કપાસ નું સરેરાશ ઉત્પાદન (કિ.ગ્રા/હે.)

દિગ્વિજય

૧૯૫૬

૨૫૦-૨૭૦

૩૯

૨૩.૧

૪.૪

૬૬૩

વી.૭૯૭

૧૯૬૬

૨૦૫-૨૪૦

૪૦.૨

૨૪.૨

૪.૪

૭૯૨

ગુ.કપાસ-૧૩

૧૯૮૧

૧૯૬-૨૩૦

૪૦.૦

૨૩.૭

૫.૦

૯૧૦

ગુ.કપાસ-૧૭

૧૯૯૫

૨૦૦-૩૦૦

૪૦.૫

૨૨.૫

૪.૧

૧૩૭૫

ગુ.કપાસ-૨૧

૧૯૯૮

૧૯૬-૨૧૫

૪૨.૧

૨૨.૭

૫.૪

૧૧૨૯

ગુ.કપાસ-૨૩

૨૦૦૦

૧૯૦-૨૧૦

૩૯.૧

૨૨.૪

૪.૨

૧૩૦૦

ગુ.નવસારી કપાસ -૨૫

૨૦૦૯

૧૯૦-૨૧૦

૩૯.૩

૨૩.૧

૫.૨

૧૫૦૦

8

આણંદ દેશી કપાસ-૧

૨૦૧૦

૧૯૫-૨૨૦

૪૦.8

૨૩.૦

૫.૩

૧૩૦૬

ગુ.આણંદ દેશી કપાસ-૨

૨૦૧૫

૧૯૫-૨૨૦

૪૫.૪

૨૪.૫

૪.૨

૧૬૪૦

બીજ માવજત :

૧ કિ.ગ્રા. બીજને માવજત આપવા ૧૦૦ મિ.લિ. ૧૦% ગોળનું દ્રાવણ અને ૧ મિ.લિ. ભાતનું ઓસામણ લઈ તેમાં ૪ ગ્રામ ટ્રાઈકોડર્મા વીરડીનો પાઉડર મિશ્ર કરવો. બીજને પાથરી તેની પર આ દ્રાવણનો છંટકાવ કરી ૨૪ કલાક છાંયામાં સૂકવીને પછી વાવેતર કરવું. પ્રવાહી જૈવિક ખાતર એઝોટોબેકટરની (પ મિ.લિ. પ્રતિ કિલો બીજ) માવજત આપવી.

પોષણ વ્યવસ્થાપન :

સેન્દ્રિય ખાતર જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ, જમીનની નિતાર શક્તિ, હવાની અવરજવર તથા જમીનની પ્રત સુધારે છે. તે જમીનમાં રહેલ સૂક્ષ્મ જીવાણુઓનું સંવર્ધન તથા તેમની પ્રવૃત્તિમાં વધારો કરે છે અને પોષક તત્વો પૂરા પાડે છે. તેથી પાયાના ખાતર તરીકે પાકને હેકટરે ૧૦ ટન (૪ થી પ ટ્રેલર) સારૂ કહોવાયેલું છાણિયું ખાતર આપવું જોઈએ અથવા લીલો પડવાશ જ વધુ ઉત્પાદન આપે તેવી જાતો ખાસ કામ લાગતી નથી. તેથી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા બહાર પાડેલ નીચે દેશી જાતોનો ઉપયોગ કરી શકાય.

હેકટર દીઠ ૨ કિલોગ્રામ એઝોટોબેકટરને 100 કિલો છાણિયા ખાતરમાં ઉમેરીને નાખવું અથવા પ્રવાહી જૈવિક ખાતર વાવણી પહેલા ૧ કિ.ગ્રા. બિયારણને ૩-૫ મિ.લિ. કલ્ચર પાણીમાં ભેળવી પટ આપવો. પાયાના દેશી ખાતરમાં હેકટર દીઠ ૧ લિટર બાયો એન.પી.કે. કલ્ચર ભેળવીને આપવું. જો સેન્દ્રિય ખાતર પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય તો ચાસે ભરવું અને વરસાદ થયે તે ચાસમાં કપાસની વાવણી કરવી. પૂર્તિ ખાતર તરીકે દર ૧૫ દિવસે જીવામૃ ત (૨૦૦ લિટરના ડ્રમમાં ૧૦ કિ.ગ્રા. છાણ + પ લિ. ગૌમૂત્ર + ૧.૫ કિ.ગ્રા. ગોળ + ૧.૫ કિ.ગ્રા. કઠોળનો લોટ + ર ખોબા વૂડ નીચેનીવાડની માટી મિશ્ર કરી બાકીનું પાણી ઉમેરી ૩ દિવસ છાંયે રાખી દિવસમાં બે વાર હલાવીને બનાવેલ પ્રવાહી) સિઝનમાં ચાર વખત એક હેકટરમાં પ00 લિટર પિયત સમયે આપવું. વાવેતરના ૩૦ દિવસે અને ૬૦ દિવસે સિઝનમાં બે વખત હેકટરે ૨૫૦ કિ.ગ્રા. વર્મિકમ્પોસ્ટ સાથે પ-પ પેકેટ એઝોટોબેકટર, ફોસ્ફોબેકટેરિયમ અને એઝોસ્પાઈરીલમના મિશ્ર કરી મૂળની નજીકમાં ભીની જમીનમાં આપવા.

વાવેતર :

સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં જૂન મહિનાના છેલ્લા અથવા જુલાઈ માસના પહેલા અઠવાડિયામાં વાવણી કરવી સંશોધનની ભલામણો મુજબ બે હાર વચ્ચે ઓછામાં ઓછું ૪ ફૂટ અને હારમાં બે છોડ વચ્ચે ૧ ફૂટનું અંતર રાખીને હેકટર (૪ વિવા)નાં વાવેતર માટે ૭ કિલો બીજનો દર રાખી વાવણી કરવી. આ અંતરથી વધારે અંતરે વાવણી કરવી હિતાવહ નથી. ઘનિષ્ઠ ખેતીમાં કપાસનું વાવેતર અતિ સાંકડા અંતરે બે હાર વચ્ચે ૪૫ થી ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ સે. મી.) પણ કરી શકાય.

કપાસમાં ટ્રાઈકોગ્રામ અને ક્રાયસો૫ર્લા જેવા પરભક્ષીને આકર્ષવા જુવાર કે મકાઈની છાંટ નાખવાની ખાસ ભલામણ છે. મિશ્રપાક તરીકે ઊભડી કે અર્ધવેલડી મગફળી, મગ, તલ, મકાઈ, અડદ, સોયાબીન જેવા પાકોના આંતરચાસ કરી શકાય. પાટલામાં લીલા ધાણા, ડુંગળી પણ વાવી શકાય. પાટલામાં ચારા માટેના ચાળા અથવા મઠ ઉગાડી વાવેતરના ૪ દિવસે ઊભા પાક વચ્ચે જમીનમાં દાટી દેવાથી ઘણો ફાયદો થાય છે. ફૂલ પડે તો વચમાં એરંડા અને તુવેર વાવી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ. શેઢે-પાળે અને વચમાં પીળા ફૂલ ધરાવતા તનમનિયા, સૂરજમુખી, ગલગોટાનું વાવેતર કરવાથી ઈયળોનો ઉપદ્રવ મર્યાદિત રહે છે. ખેતર ફરતે ઈક્કડ ઉગાડી, તેના પાલાનું ૬૫-૭૦ દિવસે પાટલામાં મલ્ચિગ કરી શકાય. વાવેતરના દિવસે અલગથી નર્સરી બેગમાં ખાતરવાળી માટી ભરી કપાસનું બીજ વાવી રોપા | ઉછેરવા. વાવેતરના ૧૫-૨૦ દિવસે આ રોપાનો ઉપયોગ કરી ખાલાં પૂરી દેવા.

આંતરપાક પદ્ધતિના ફાયદા :

 1. એકમ વિસ્તારમાંથી એક જ સમયમાં વધુ ઉત્પાદન લઈ શકાય છે.
 2. વરસાદ આધારિત ખેતીમાં પાક નિષ્ફળતાનું જોખમઘટાડી શકાય છે જયારે પિયત ખેતીમાં ટુંકા ગાળાના આંતરપાક લઈ જમીન, ખાતર, પાણી અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.
 3. ખેતી ખર્ચમાં ઘટાડો કરી જુદા જુદા પાકોમાંથી સમયાંતરે આવક મળતી રહે છે.
 4. ખેડૂત પોતાની જીવન જરૂરિયાત માટે સમતોલ આહાર, શાકભાજી, ફળફળાદી અને પશુઓનો ઘાસચારો મેળવી શકાય છે.
 5. ખેતર ઘણુંખરું ઢંકાયેલું રહે છે જેથી પવન અને પાણી વડે થતું જમીનનું ધોવાણ અને ભેજ ઉડી જતો અટકાવી શકાય છે.
 6. નીંદણ ઓછું થાય છે જેથી નીંદણથી થતું નુકસાન નિયંત્રિત કરી શકાય છે અને નીંદામણનો ખર્ચ પણ ઘટે છે.

નીંદણ નિયંત્રણ:

શરૂઆતના ૬૦ થી ૭૦ દિવસ સુધી પાકને નીંદામણથી મુક્ત રાખવો આંતરખેડ દ્વારા અને હારમાં રહેલ નીંદણ મજૂરો દ્વારા દૂર કરવું. જરૂરિયાત મુજબબે થી ત્રણ વખત હાથ નીંદામણ અને આંતરખેડ કરવી. પાટલામાં ચોળા વાવીને ઊભા પાકે લીલો પડવાશ કરવો.

આ ઉપરાંત નીંદણના બીજ કે પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુકત વિસ્તાર ન ફેલાય તે માટે નીચે મુજબના ઉપાયો કરવા જોઈએ.

 1. નીંદણના બીજથી મુકત શુદ્ધ બીજનો વાવણી માટે ઉપયોગ કરવો.
 2. સારા કહોવાયેલ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો. પશુઓએ ખોરાકમાં લીધેલ નીંદણના બીજ ફૂરણશક્તિ ગુમાવ્યા સિવાય છાણમાં બહાર આવે છે. જો તેને બરાબર કહોવડાવવામાં ન આવે તો તે બીજની ફૂરણશક્તિ નાશ થયા સિવાય ખેતરમાં દાખલ થાય છે. આથી સારા કહોવાયેલા છાણિયા તથા કમ્પોસ્ટનો ખાતર તરીકે ઉપયોગ કરવો.
 3. જાનવરોને ખોરાકમાં પાકટ નીંદણના છોડના બીજની સ્કૂરણશક્તિનો નાશ કર્યા પછી જ ખવડાવવા સાઈલેજ કરવાથી, નીંદણના બીજની ફૂરણશક્તિ નાશ પામે છે.
 4. જાનવરોને નીંદણગ્રસ્ત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં જતા અટકાવવા દા.ત. ગાડરનું જાનવરો દ્વારા પ્રસરણ.
 5. જે સ્થળ પર નીંદણનો ઉપદ્રવ થયેલ હોય તે સ્થળની માટીનો ઉપયોગ નીંદણમુક્ત ખેતરમાં ન કરવો.
 6. પાણીની નીકો અને ઢાળિયા નીંદણમુકત રાખવા.
 7. ખેતઓજારોનો નીંદણગ્રસ્ત વિસ્તારમાં કામ કર્યા પછી સાફ કરી ઉપયોગ કરવો.
 8. ખેતરમાં ખળાની જગ્યા તેમજ આજુબાજુની જગ્યા નીંદણમુકત રાખવી.
 9. ખેતરના ખૂણાઓ, વાડાની આજુબાજુ તેમજ અન્ય બિનપાક વિસ્તારો નીંદણમુક્ત રાખવા.

ખેડાણ જમીનમાં યોગ્ય પાક પદ્ધતિ નીંદણ વ્યવસ્થાપનમાં ઘણી જ અસરકારક માલુમ પડેલ છે. યોગ્ય પાક પદ્ધતિથી નીંદણની સંખ્યા ઘટે અને સાથે સાથે નીંદણ નબળા પડે જેનાથી અન્ય રીતો કરતા સહેલાઈથી નીંદણ વ્યવસ્થાપન કરી શકાય છે.

પાક પદ્ધતિ આધારિત નીંદણ વ્યવસ્થાપન :

 1. પાકની યોગ્ય ફેરબદલી કરવી.
 2. મુખ્ય પાકને તેની લાઈનથી ૧૦ થી ૨૦ સે.મી.ના અંતરે ઓરીને ખાતરો આપવાં.
 3. હેકટરે યોગ્ય પ્રમાણમાં છોડની સંખ્યા જાળવવી.
 4. યોગ્ય રીતે તથા યોગ્ય સમયે પાકની વાવણી કરવી.
 5. આંતરપાક કે મિશ્રપાક પદ્ધતિ અપનાવવી કે લીલો પડવાશ કરવો.
 6. પિયત માટે ટપક પદ્ધતિ અપનાવવી.
 7. પાક જૂસ્સાદાર અને હરિફાઈ માટે સક્ષમ થાય તે માટે જરૂરી પગલાં લેવા.

પિયત વ્યવસ્થાપન :

દેશી કપાસને વધુ પાણી માફક આવતું નથી તેમ છતાં જમીનમાં ભેજની અનિયમિતતા સામે ખૂબ સંવેદનશીલ છે. પિયતની સગવડ હોય અને વરસાદ લંબાય તો કટોકટીની અવસ્થા જેવી કે મહત્તમ ફૂલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ પિયત આપવું. જો વિસ્તાર વધુ હોય અને પાણી મર્યાદિત હોય તો પાકને એકાંતરે પાટલે (ચાસમાં) આપીને પણ પાણીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. બીજા પાકોની સરખામણીમાં દેશી કપાસને ખૂબ જ હળવું પિયત જરૂરી છે જેમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ માફક આવે છે. ટપક પદ્ધતિમાં પ્રતિ કલાકે ૪ લિટર પાણી બહાર કાઢતા ટપકણિયા લગાવી એકાંતરે દિવસે ૬૦ થી ૭૦ મિનિટ સુધી પાણી આપવું.

ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદા :

 1. મૂળ વિસ્તારમાં તાપમાન જળવાઈ રહે છે અને તંતુમૂળનો વિકાસ સારો થાય છે.
 2. પાણીમાં દ્રાવ્ય ખાતર સરળતાથી એકસરખી માત્રામાં દરેક છોડને પહોંચે છે.
 3. કપાસનું ઉત્પાદન ૩૦ થી ૪૦ ટકા જેટલું વધે છે.
 4. પિયત પાણીનો ૪૦ ટકા બચાવ થાય છે.
 5. નીંદામણ અને મજૂરી ખર્ચ ઘટે છે.
 6. નબળા અને ક્ષારવાળા પાણીનો પણ કાર્યક્ષમ ઉપયોગ કરી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.

પાક સંરક્ષણ :

જયારે રોગ જીવાત ક્ષમ્યમાત્રા વટાવે ત્યારે જરૂરિયાત મુજબ આર્ષણ, યાંત્રિક તથા જૈવિક પદ્ધતિથી જરૂરિયાત મુજબ નિયંત્રણના પગલા લેવા જોઈએ.

કપાસમાં બિનરાસાયણિક જીવાત નિયંત્રણ વ્યવસ્થાની પદ્ધતિઓ :

કર્ષણ નિયંત્રણ પદ્ધતિઓ:

 1. ઉનાળામાં ઊંડી ખેડ કરવી: જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી અવસ્થાઓ (કોશેટા) ખુલ્લી થતાં સૂર્યના તાપથી તેમજ પક્ષીઓ વીણી ખાતાં નાશ પામે છે.
 2. શેઢા પાળાની સફાઈ: શેઢા પાળાની સફાઈ કરવાથી તેમાં ભરાઈ રહેલા તીતીઘોડાના ઈડાં અને કાતરાના કોશેટાનો નાશ થાય છે.
 3. પાક ફેરબદલી : યોગ્ય યજમાનના અભાવે જે તે જીવાતની જીવનક્રિયામાં વિક્ષેપ પડતાં તે જીવાતનો ઉપદ્રવ ક્રમશઃ ઘટતો જાય છે.
 4. પ્રતિકારક જાતોની વાવણી: દેશી કપાસની જાતો વી-૭૯૭, ગુ. કપાસ-૧૩, ગુ.કપાસ-૨૧, એડીસી-૧ અને જીએડીસી-૨ અન્ય કપાસની જાતો કરતા જીવાતો સામે વધુ પ્રતિકારક શક્તિ ધરાવે છે.
 5. પાકની વાવણીના સમયમાં ફેરફાર: સમયસર વાવણી કરવાથી ગુલાબી ઈયળ અને અન્ય જીવાતોનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે.
 6. મિશ્રપાક/આંતરપાક પદ્ધતિ કપાસના બે હારની વચ્ચે ભીંડાનું વાવેતર કરવાથી કાબરી ઈયળ કપાસ કરતા ભીંડાના પાકમાં વધુ નુકસાન કરે છે. આમ ભીંડામાં જયારે કાબરી ઈયળનો ઉપદ્રવ જણાય ત્યારે ઈયળનો છોડ સાથે નાશ કરવો.
 7. પિંજરપાક: કપાસના ખેતરની ફરતે બે હાર જુવાર,મકાઈ હજારીગોટાનું વાવેતર કરવાથી લીલી ઈયળની માદા ફૂદી તેના પર જ ઈંડા મૂકે છે. આ ઉપરાંત લશ્કરી ઈયળના નિયંત્રણ માટે દિવેલાનું વાવેતર કરવું.
 8. ખાતરનું નિયમન : ઊધઈનો ઉપદ્રવ નિવારવા ખેતરમાં વપરાતુ છાણિયું ખાતર સંપૂર્ણપણે કહોવાયેલું હોવું જરૂરી છે.
 9. પિચતનું નિયમન : જરૂરિયાત મુજબ ટપકપદ્ધતિથી પિયત આપવાથી થ્રિપ્સનું નિયંત્રણ થાય
 10. ચોખ્ખી ખેતી: ખેતરની આજુબાજુની બિનજરૂરી અને નકામા છોડ, વનસ્પતિ અને નીંદણનો નાશ કરવો.
 11. કપાસની વીણી બાદ પાકના અવશેષો દૂર કરવા ઈયળોના કોશેટા પાકના અવશેષોમાં સુષુપ્ત રહીને જીવનચક્ર ચાલુ રાખે છે જેને અટકાવવા પાકના અવશેષ દૂર કરવા.

યાંત્રિક નિયંત્રણ પદ્ધતિ:

ફેરોમોન ટ્રેપનો ઉપયોગ :જીંડવાની ચારેય પ્રકારની ઈયળોના નર-ફૂદાને આકર્ષતા (જે તે ઈયળ માટેના) ફેરોમોન ટ્રેપ હેકટરે દરેકના પાચ પ્રમાણે મૂકવા અને તેની લ્યુર્સ દર ૧૫-૨૦ દિવસે અચૂક બદલવી. ટ્રેપમાં પકડાયેલ ફૂદાનો રોજેરોજ નાશક કરવો.

બર્ડ પર્ચર (પક્ષી બેસવા માટેના ટેકા):કાબર, કાળિયો કોશી, કિંગફિશર જેવા પરભક્ષી પક્ષીઓ ફૂદાં, પતંગિયા તથા ઈયળાને ઊભા પાકમાંથી વીણી ખાય છે. હેકટર દીઠ ૨૦ થી ૨૫ મજબૂત ઠોઠા (T) ઊભા કરવાં.

વાડ:ખેતરની ફરતે વાડ/પાકી વાડ કાંટાળી તારની વાડ તથા ઓછા વિદ્યુત પ્રવાહ પસાર થતી તારની વાડ બનાવવાથી શિયાળ, ભૂંડ, નીલ ગાય જેવા પ્રાણીઓથી થતાં નુકસાનથી બચી શકાય છે.

યાંત્રિક નિયંત્રણ પદ્ધતિ:

કપાસના બીજને ઉનાળામાં તડકે તપાવવાથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઓછો થાય છે. લીલી ઈયળનાં ઈંડાનું પ્રમાણ વધુ જણાય તો નિયંત્રણ માટે વાવેતરના ૮૦ દિવસે કપાસની ટોચો તોડીને નાશ કરવો.

જૈવિક કીટ નિયંત્રણ :

 1. વાવેતરના ૨૦-૨૫ દિવસે હેક્ટર દીઠ પ00-1000 ક્રાયસો૫ર્લા છોડવા. અન્ય પરભક્ષી કીટકો જેવા કે દાળિયાને પુરતો ખોરાક મળી રહે તે માટે મગ ચોળા મકાઈ/હજારીગોટા કે જુવાર ખેતર ફરતે વાવવા.
 2. ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે બુવેરીયા બેઝીયાના (૨૪૧૦૧ સીએફયુ ગ્રામ) કે વર્ટિસિલિયમ લેકાની (ર×૧૦સીએફયુ ગ્રામ) અથવા મેટારીઝીયમ એનીસોપ્સી (૧૦ સીએફયુ ગ્રામ) પૈકી એક જૈવિક નિયંત્રકનો ૪૦ ગ્રામ મુજબ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
 3. જીંડવા કોરી ખાનાર લીલી ઈયળની માદા જૂદી દ્વારા મુકાયેલ ઈંડાના નાશ માટે વાવેતરના ૪૫, ૬૦ અને ૭૦ દિવસે હેકટર દીઠ ૫ ટ્રાઈકોકાર્ડ વાપરવા અથવા ઈયળોને કાબૂમાં લેવા આ જીવાતનું એનપીવી ર૫૦ ઈયળ એકમમાં ૨૫૦ ગ્રામ ગોળ અને ૧૦૦ મિ.લિ. દેશી સાબુનું દ્રાવણ ભેળવી જેવી ઈયળો જોવા મળે કે તરત સાંજના સમયે છાંટવું. ૧૫ દિવસ પછી ફરીથી છંટકાવ કર.
 4. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બેસિલસ શુરીજીન્સીસ નામના જીવાણુનો ૧૫ ગ્રામ પાઉડર ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
 5. લસણ-આદુ-મરચાંનું દ્રાવણ : ર00 ગ્રામ ફોલેલું લસણ + ૧૦૦ ગ્રામ લીલા મરચાં + ૧૦૦ ગ્રામ આદુ બરાબર વાટીને ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી, ગોળી લેવું, તેમાં ૧00 મિ.લિ. દેશી સાબુનું દ્રાવણ ઉમેરવું. ચૂસિયાં અને ઈયળો એમ બંને પ્રકારની જીવાતો માટે તેનો છંટકાવ ઉપયોગી થાય છે.

ગુલાબી ઈયળની સમસ્યા :

હાલમાં જીંડવા કોરી ખાનાર ઈયળો પૈકી છે ગુલાબી ઈયળનો ઉપદ્રવ કપાસમાં ભયજનક રીતે વધી રહ્યો છે. કપાસમાં આ જીવાત દ્વારા પ થી ૮૦ ટકા જેટલું નુકસાન નોંધાયેલ છે. આ જીવાત કપાસનો પાક ન હોય ત્યારે હોલીહોક, કાંસકી, જંગલી ભીંડા અને કપાસના અડબાઉ છોડ ઉપર પોતાનું જીવનચક્ર ચાલુ રાખે છે. તેથી આવા નીંદણ/છોડનો નાશ કરવો. પાક પુરો થવાના સમયે લાંબા જીવનકાળની છેલ્લી પેઢીની ઈયળો સષુપ્ત અવસ્થા ધારણ કરે છે અને કયારેક ૨ વર્ષ સુધી સષુપ્ત અવસ્થામાં રહે છે. આથી કપાસના અવશેષોનો નાશ કરવો ખૂબ જરૂરી છે. જીનિંગ કામગીરી પુરી થયા બાદ પડી રહેલ કચરાને બાળી નાશ કરવાથી અથવા તેનું કમ્પોસ્ટ બનાવી દેવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી જીવાત નાશ પામે છે.

બિનરાસાયણિક રોગ નિયંત્રણ વ્યવરણાની અસરકારક પદ્ધતિઓ

 1. ઉનાળામાં હળની ઊંડી ખેડ : જમીનની અંદર રહેલા રોગકારક ફૂગના બીજાણુ જમીનની સપાટી ઉપર આવતા મે મહિનામાં જયારે ૪૪૦ થી ૪૫૦ સે. તાપમાન હોય છે ત્યારે સૂર્યની ગરમીથી નાશ પામે છે.
 2. કપાસની સમયસર વાવણી
 3. પાકની ફેરબદલી : સૂકારાના નિયંત્રણ માટે કપાસ બાદ મકાઈ, જુવાર, બાજરી, ડાંગર અથવા ઘઉંનું વાવેતર કરવું.
 4. સેન્દ્રિય ખાતરોનો બહોળો ઉપયોગ : જમીનમાં હવાની અવર-જવર વધતા પાકની વૃદ્ધિ સારી થાય છે તેમજ જૈવિક નિયંત્રકોનાં પ્રમાણમાં વધારો થાય છે, જે જમીનજન્ય રોગોનું નિયંત્રણ કરે છે.
 5. બીજનો દર વધારવો : અમૂક રોગના ઉપદ્રવથી આખા છોડનું મરણ થતું હોય છે જેમ કે સુકારો. બીજનો દર વધારવાથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા જળવાઈ રહે છે.
 6. લીલો પડવાશ : ચોમાસામાં શણ અથવા કઠોળ વર્ગના પાકોનો લીલો પડવાશ કરવાથી જમીનમાં રહેલ ફાયદાકારક સૂક્ષ્મ જૈવિક રોગ નિયંત્રકોનું પ્રમાણ વધે છે, જે રોગકારક ફૂગનો નાશ કરવાની સાથે સાથે જમીનની પાણી ગ્રહણ શક્તિ વધારે છે.
 7. વનસ્પતિજન્ય રોગનાશકોનો ઉપયોગ: લીમડા આધારિત રોગનાશકો જેવાકે લીમડાની લીંબોળીનાં મીંજનો ભૂકો લીમડાનું તેલ, લીમડાના પાન વગેરેનો ઉપયોગ કરવો.
 8. જૈવિક રોગ નિયંત્રક : ફયુઝેરિયમ સુકારાથીબચવા ઊભા પાકના મૂળ પાસે હારમાં હેકટર દીઠ પ કિ.ગ્રા. ટ્રાઈકોડર્મા વિરડીનો પાઉડર (૨૫૦ કિ.ગ્રા. છાણિયું ખાતર કે વર્મિકમ્પોસ્ટ સાથે મિશ્ર કરીને) આપવો.
 9. પ્રતિકારક જાતોની વાવણી : સૂકારા સામે પ્રતિકારક જાત ગુ. કપાસ-૧૩નો વાવેતર માટે ઉપયોગ કરવો.

કપાસની વીણી :

કપાસના બીજા વિસ્તારોની સરખામણીમાં વાગડ વિસ્તારમાં કપાસની વીણી સીધી ન કરતાં કાલા સાથે જ તોડીને કરવામાં આવે છે અને ત્યારબાદ સમય મળે કાલા ફોલાવીને કપાસ જુદો કરવામાં આવે છે. કાલાની વીણી ઝડપથી થાય તે હેતુથી વીણી ઉચ્ચક વજન ઉપર કરવામાં આવે છે. તેથી કપાસમાં કીટી કસ્તરનું પ્રમાણ લગભગ ૧૨-૧૪ ટકા જેટલું જોવા મળે છે જે વિશ્વમાં સૌથી વધુ છે. વિશ્વ વ્યાપાર સંગઠનમાં ટકી રહેવા માટે કપાસને નિકાસ લાયક બનાવવા માટે કીટી કસ્તરનું પ્રમાણ ઓછું કરવું ખૂબ જ અગત્યનું છે જે માટે કપાસની વીણી સમયે જરૂરી કાળજી લઈ મજૂરોને જરૂરી માર્ગદર્શન આપી કરી શકાય છે. તે માટે વીણીનાં દરને કપાસની ગુણવત્તા સાથે સાંકળવા જોઈએ વીણીનો ખર્ચ ઘટાડવાના આશયથી એક જ વીણી કરવામાં આવે તો ધૂળના રજકણો, કીટી ચોંટવાથી તેમજ કેટલીકવાર કમોસમી વરસાદથી કપાસની ગુણવત્તા ઘટી જાય છે, તારની ચમક ઓછી થાય છે, સુંવાળાપણું ઘટે છે, મજબૂતાઈ પર અસર થાય છે અને રંગ ઝાંખો પડે છે પરિણામે કપાસની કિંમત ઓછી મળે છે. તેથી કપાસની વીણી કાલા ફાટે ત્યારે જમીન પરનાં સૂકાં પાન, ધૂળ વગેરેના ચોટે તે રીતે સમયસર બે થી ત્રણ વખત કરવી જોઈએ.

સ્ત્રોત : ઓગસ્ટ-૨૦૧૭, વર્ષ :૭૦, સળંગ અંક :૮૩૨, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate