શહેરી જમીન(ટોચમર્યાદા અને નિયમન) અધિનિયમ-1976 ના કાયદા અન્વયે રાજ્ય સરકારને સંપ્રાપ્ત થયેલી જમીનો કે રાજ્ય સરકારને નિહીત થયેલી જમીન ઉપર જે તે વખતે કાયદાની જોગવાઇ હેઠળ તા.30-3-1999 પહેલાં કબજો લીધો હોય ત્યારે બાંધકામો હયાત હતા. આવા બાંધકામોમાં ખાસ કરીને ઝૂંપડાં અને રહેણાંકના મકાનો આવેલા છે કે જેઓને સમાજના નબળાવર્ગના લોકોના રહેણાંક માટે ઉપયોગી થાય તે હેતુ રાજ્ય સરકારે પુખ્ત વિચારણાને અંતે ભોગવટેદારના નામે કબજા હક્કની રકમ વસુલ લઇ જમીન પરના કબજાને માન્યતા આપવાનું યોગ્ય જણાયું છે. જેથી શહેરી જમીન અધિનિયમ-1976 હેઠળ વધારાની ફાજલ જાહેર કરેલી અને સરકાર સંપ્રાપ્ત થયેલી જમીનો પૈકીની ચોક્કસ જમીનનો ભોગવટો કાયદેસર કરવા બાબતનો વટહુકમ-2016 રાજ્યપાલ દ્વારા પ્રસિદ્ધ કરાયો છે. ફાજલ જમીનના ભોગવટા અંગેના વટહુકમનો અમલ શરૂ થઇ ચુક્યો છે
જમીનના ભોગવટા માન્યતા (કાયદેસરતા) અને તેની ફાળવણી માટેની અરજી માટે અહીં ક્લિક કરો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020