હોમ પેજ / ખેતીવાડી / કૃષિ સામગ્રી / સાતત્યપૂર્ણ ખેતીમાં લીલા પડવાશનું મહત્વ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાતત્યપૂર્ણ ખેતીમાં લીલા પડવાશનું મહત્વ

સાતત્યપૂર્ણ ખેતીમાં લીલા પડવાશનું મહત્વ

જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરવા માટે છાણિયું ખાતર મુખ્ય સ્ત્રોત છે. પરંતુ ખેતીમાં યાંત્રિકરણના વધતાં વ્યાપને કારણે પશુધનની સંખ્યા ઘટવા લાગી છે. એટલું જ નહી આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના છારાનો ઉપયોગ બળતરા તરીકે કરવામાં આવે છે અને બાકી રહેલા છારામાંથી છાણિયું ખાતર તૈયાર કરવામાં આવે છે. જે યોગ્ય પદ્ધતિથી કરવામાં આવતું ન હોવાથી તેની ગુણવત્તા જળવાતી નથી. આ સંજોગોમાં કાર્બનિક પદાર્થના પૂરવઠાનો વ્યવહારૂ ઉપાય લીલો પડવાશ છે. લીલા પડવાશમાં ખાસ કરીને કઠોળ વર્ગના પાકો ઉગાડી ફૂલ આવતા પહેલાં જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનમાં પોષક તત્વો પૂરા પાડે છે. આવા પાકોને લીલા પડવાશના પાકો અને આ સમગ્ર પ્રક્રિયાને “લીલો પડવાશ” કહે છે.

 

લલા પડવારાની રીતો :

 1. ખેતરમાં જ પાક ઉગાડીને ખેતરમાં દબાવી દેવો. આ પદ્ધતિ વધુ પ્રચલિત છે.
 2. વૃક્ષો કુપોના પાંદડા અને કુમળી ડાળીઓ લાવી જમીનમાં નાંખી ભેળવી દેવી. ખેતરના શેઢાપાળા અથવા તો નજીકમાં વૃક્ષો ઉપલબ્ધ હોય તો આ પદ્ધતિ અપનાવી શકાય છે.
 3. લીલા પડવાશના પાકો ખેતરમાં ઉગાડી તેમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી ઉપયોગ કરવો. કોઈ વખત વરસાદ ઓછો હોય તો લીલા પડવાશના પાકોને જમીનમાં દાબવાને બદલે ખાડામાં કહોવડાવી કમ્પોસ્ટ ખાતર બનાવી ખેતરમાં નાંખી શકાય.

લીલા પડવાશનો ફાયદાઓ :

જમીનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સુધારોઃ

 • જમીનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપર હકારાત્મક અસર કરે છે.
 • જમીનમાં સેન્દ્રિય તત્ત્વો જાળવી રાખવામાં મદદ કરે છે.
 • સૂક્ષ્મ જીવાણુ માટે ખોરાક તથા ઊર્જાના સ્ત્રોત તરીકે કામગીરી કરે છે. જેનાથી સૂક્ષ્મ જીવાણું ઝડપથી વૃદ્ધિ પામે છે. જે લીલા પડવાશને કહોવડાવી પાક માટે જરૂરી પોષક તત્વો લભ્ય સ્વરૂપે પુરા પાડે છે.
 • જમીનમાં હવાની અવરજવર વધારે છે.
 • જમીનનો બાંધો સુધારે છે.
 • ભારે જમીનની નિતાર શક્તિ અને હવાની અવર જવર વધારે છે.
 • હલકી જમીનની ભેજધારણ શક્તિ વધારે છે.
 • લીલો પડવાશ જમીન ઉપર આવરણ પુરૂ પાડે છે, જમીનનું તાપમાન ઘટાડે છે અને વરસાદ અને પાણીથી થતું જમીનનું ધોવાણ ઘટાડે છે.

જમીનની ફળદ્રુપતામાં વધારો :

 • લીલો પડવાશ જમીનના નીચલા સ્તરમાંથી પોષક તત્વોનું શોષણ કરે છે અને લીલો પડવાશ જમીનમાં દાટવાથી ઉપરના સ્તરમાં પોષક તત્વોનો ઉમેરો થાય છે.
 • લીલો પડવાશ પોષક તત્વોને નીચલા સ્તરમાં ઉતરી જતા અટકાવે છે.
 • કઠોળવર્ગના લીલા પડવાશના પાકો સહજીવી સૂક્ષ્મ જીવાણુઓની મદદથી હવામાંના નાઈટ્રોજનનું (૬૦ થી ૧૦૦ કિ.ગ્રા./હેકટર) જમીનમાં સ્થિરીકરણ કરે છે.
 • જમીનમાંના સૂરમ જીવાણું દ્વારા લીલા પડવાશના વિઘટન દ્વારા ઉત્પન્ન થતા કાર્બનિક એસિડ, ફોસ્કેટ, ચૂના તથા ગૌણતત્ત્વની કાવ્યતા વધારે છે.

સમસ્યાયુક્ત જમીનની સુધારણા :

 • ભાસ્મિક જમીનમાં સતત ચાર થી પાંચ વર્ષ સુધી ઈકડનો લીલો પડવાશ કરવાથી જમીનની નિતાર શક્તિ વધે છે અને જમીન નવસાધ્ય બને છે.

પાકના ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો :

 • લીલા પડવાશ પછી લેવામાં આવતા પાકના ઉત્પાદનમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થાય છે.
 • ડાંગર જેવા પાકમાં વિટામિન અને પ્રોટીનના પ્રમાણમાં વધારો થાય છે.

જીવાત નિયંત્રણ :

લીમડા તથા પોંગામીઆના પાનનો લીલો પડવાશ કરવાથી જીવાતનું નિયંત્રણ થાય છે.

રોગ નિયંત્રણ :

 • લીલા પડવાશ દ્વારા જમીનમાં સેન્દ્રિય પદાર્થનો ઉમેરો થવાથી જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુંની સંખ્યામાં વધારો થાય છે જે જમીનમાં રહેલ રોગ પેદા કરતી ફૂગ તથા કુમિનું નિયંત્રણ કરે છે.

લીલા પડવારા માટે પાકની પસંદગીમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :

 • લીલા પડવાશ માટે બને ત્યાં સુધી કઠોળ વર્ગના પાકો પસંદ કરવા જોઈએ.
 • એકમ વિસ્તારમાંથી મહત્તમ લીલો પદાર્થ મળે તેવો પાક પસંદ કરવો.
 • પસંદ કરેલ પાક ઝડપથી વધી શકે અને ઓછા સમયમાં તૈયાર થાય તેવો હોવો જોઈએ.
 • પસંદ કરેલ પાકના થડ જેમ બને તેમ પોચા અને થડ અને ડાળીઓ કરતાં પાંદડાનું પ્રમાણ વધારે હોવું જોઈએ જેથી તે ઝડપથી કહોવાઈ જાય.

ઉપરોકત બાબતો જોતા સામાન્ય રીતે શરા, ઈક્કડ, ચોળા, ગુવાર અડદ, કુલથી, મઠ, ગ્લીરીસિડીયા વગેરે લીલા પડવાશ માટે અનૂકુળ પાક ગણી શકાય.

 1. શણ : આ પાક રેતાળ તેમજ ગોરાડુ જમીનમાં સારો થાય છે. તેની વૃદ્ધિ ઘણી જ ઝડપી હોય છે. ૩-૪ અઠવાડિયામાં ૪-૫ ફૂટની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અનુકૂળ જમીન અને આબોહવામાં આ પાક બીજી કોઈપણ પાકો કરતાં વધુ લીલો પદાર્થ આપી શકે છે.
 2. ઈક્કડ : દક્ષિણ ગુજરાતની કાળી જમીન માટે અનુકૂળ છે. આ પાક હલકી જમીનમાં પણ સારો થાય છે. વધુ ભેજ અને ક્ષારવાળી જમીનમાં પણ આ પાકનું વાવેતર કરી શકાય છે. સારા કરતાં વૃદ્ધિ ધીમી હોય છે. અને લીલો પદાર્થ પણ ઓછો આપે છે. ૪-૬ ફૂટની ઊંચાઈએ પહોંચે છે. છોડના થડ અને ડાળીઓ પ્રમાણમાં નક્કર હોવાથી સડવા માટે થોડો વધુ સમય લાગે છે
 3. ચોળા : આ પાક લીલા પદાર્થનું ઘણું જ ઓછું ઉત્પાદન આપે છે. તેથી લીલા પડવાશ તરીકે તેને ખાસ પસંદ કરવામાં આવતો નથી.
 4. ગુવાર : આ પાક ઓછા વરસાદ અને સૂકી આબોહવામાં થઈ શકે છે. ગુજરાતમાં આદુ, હળદર, સુરક્ષા વગેરેમાં છાયાના પાક તરીકે પાછળથી વાવવામાં આવે છે અને ફૂલ આવતા પહેલાં કાપી લઈ લીલા પડવાશ તરીકે દાટી દેવામાં આવે છે. ગુવારના થડ પોચા હોય છે.
 5. અડદ  : અડદનો પાક શણ કરતાં ઓછા રેસાવાળો હોવા છતાં પાકનું વર્ધન ઘણું ધીમુ થાય છે. એકમ વિસ્તાર દીઠ લીલા પદાર્થનો ઉતારો ઓછો હોવાથી લીલા પડવાશ માટે ખાસ ઉપયોગી નથી.
 6. કુલથી : લીલા પડવાશનો આ શિયાળુ પાક છે. તેના થડ અને પાન દળદાર અને જલ્દી કહોવાય તેવા હોય છે.
 7. ઢીંઢણ (સમ્બેનીયા રોસ્ટ્રેટા) : ઈક્કડને મળતો આ પાક છે, પરંતુ તેના થડ ઈક્કડ જેટલા કટારી નથી. તેના બીજને ઉગતા વાર લાગે છે તેથી વાવતાં પહેલા ઉકળતા પાણીમાં ૩ સેકન્ડ રાખી બહાર કાઢી મુકવી વાવતેર કરવાથી તે ઝડપથી ઉગે છે.

વૈજ્ઞાનિક પદ્ધતિથી લીલો પડવાશ કરતી વખતે ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ :

 • જે તે વિસ્તારની જમીન, આબોહવા અને લેવામાં આવનાર પાક અનુસાર લીલા પડવાશના પાકની પસંદગી કરવી.
 • પિયતની સગવડ હોય તો લીલા પડવાશનું આગોતરૂ વાવેતર ચોમાસુ બેસતા પહેલા ૧૫ થી ૨૦ દિવસ અગાઉ) કરવું અને પિયતની સગવડ ન હોય તો ચોમાસુ બેસતાની સાથે વાવેતર કરવું.
 • લીલા પડવાશમાં ફૂલ આવવાની શરૂઆત થાય કે તુરંત જ જમીનમાં દાટી દેવો જોઈએ કારણ કે આ અવસ્થાએ મહત્તમ માવો અને સેન્દ્રિય પદાર્થ મળે છે. મોડું કરવાથી રેસાનું પ્રમાણ વધવા લાગે છે.
 • લીલા પડવાશના પાકને જમીનમાં દબાવવામાં આવે ત્યારે વિઘટનની પ્રક્રિયા માટે ભેજની જરૂરિયાત રહે લીલા પડવાશનો પાક સામાન્ય રીતે ૭ થી ૮ અઠવાડિયા બાદ તૈયાર થઈ જાય છે ત્યારબાદ તેને દાટી દઈ ૧-૨ અઠવાડીયામાં વાવણી રોપણી કરી શકાય છે.

લીલા પડવારાના પાકો જમીનમાં ક્યારે દાટવા

લીલા પડવાશનો મહત્તમ લાભ મેળવવા લીલા પડવાશના પાકોને જમીનમાં કયારે દબાવવા તે અંગેનું જ્ઞાન જરૂરી છે. લીલા પડવાશના પાકોના જીવનકાળ દરમ્યાન તેના રાસાયણિક બંધારામાં અમુક ચોક્કસ ફેરફાર થતાં રહે છે. પાકના વિકાસની શરૂઆતના તબક્કામાં તેમાં નાઈટ્રોજન, પ્રોટીન અને જળદ્રાવ્ય હિસ્સાનું પ્રમાણ મહત્તમ હોય છે જયારે રેસા, સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ અને લિગ્નીનનું પ્રમાણ ઓછું હોય છે. તેમજ કાર્બન નાઈટ્રોજન ગુણોત્તર પણ ઓછો હોય છે. આથી જ અપરિપકવ છોડની પેશીઓનું પરિપકવ છોડની પેશીઓની સરખામણીએ ઝડપથી કહોવાણ થાય છે. સામાન્ય રીતે લીલા પડવાશના પાકો ફુલ આવતા પહેલા જમીનમાં દબાવી દેવા જોઈએ, તેમાં વિલંબ થાય તો નાઈટ્રોજનનું પ્રમાણ ઘટે છે તેમજ સેલ્યુલોઝ અને હેમી સેલ્યુલોઝનું પ્રમાણ તેમજ કાર્બન નાઈટ્રોજન ગુણોત્તર વધે છે જેથી કહોવાતા વાર લાગે છે.

લીલા પડવારાની વ્યવહારૂ ઉપયોગીતા :

ખાસ કરીને દિવેલા, શેરડી, ગુવાર, તમાકુ અને રોપાણ ડાંગર જેવા પાકો વાવતા પહેલા લીલા પડવાશનો પાક કરી શકાય કારણ કે દિવેલા, શેરડી, ગુવાર, તમાકુની વાવણી અને ડાંગરની રોપણી ચોમાસુ બેસતાની સાથે કરવામાં આવતી નથી.

કૃષિમાં કાર્બનિક પદાર્થને ખેતી હેઠળની જમીનનો મુખ્ય અધાર માનવામાં આવે છે. ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં જમીનમાં કાર્બનિક પદાર્થનું પ્રમાણ ૦.૭ ટકા જેટલું હતું જે હાલમાં ઘટીને ૦.૨ થી ૦.૩ ટકા થવા પામેલ છે. ખાસ કરીને આવી પરિસ્થિતિ ઉત્તર ભારતના ઘનિષ્ઠ ખેતી વિસ્તારમાં જોવા મળે છે. જમીનમાં કાર્બનિક પદાર્થ ઘટવાને કારણે સૂક્ષ્મ જીવાણુંની પ્રવૃત્તિમાં ઘટાડો થવા પામેલ છે. જમીનમાં હવાની અવર-જવર, જમીનની છીદ્રાળુતા અને ભેજધારણ શક્તિમાં પણ ઘટાડો થયો છે. આ સંજોગોમાં સેન્દ્રિય ખાતરોનો બહોળો ઉપયોગ કરી રાસાયણિક ખાતરોનો ઉપયોગ ક્રમશઃ ઘટાડીને જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો સુધારી શકાય તેમ છે.

સ્ત્રોત : ડૉ. આર એલ. ચૌધરી, . કે. મહિડા કૃષિ, ડેરોલ . પંચમહાલ

કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

2.91428571429
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top