આપણા દેશમાં મરચાંને એક અગત્યના શાકભાજી તેમજ મસાલાના રોકડિયા પાક તરીકે ઉગાડવામાં આવે છે. મરચાંનો ઉપયોગ શાકભાજી, પાવડર, અથાણાં તેમજ ચટણી જેવી બનાવટોના ઉપયોગ સારૂં કરવામાં આવે છે. ભારતમાં મરચીનું વાવેતર લગભગ ૮.૩૧લાખ હેકટર વિસ્તારમાં થાય છે. જેમાં લાલ મરચાં વિસ્તાર માંથી લગભગ ૧૮.૭ર લાખ ટન સૂકા મરચાનું ઉત્પાદન છે. ગુજરાતમાં આ પાકનું વાવેતર ઉત્તર તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરવામાં આવે છે. વિસ્તારની દ્રષ્ટિએ જોતાં, સૂકાં લાલ મરચાંનો વિસ્તાર લગભગ પ૪૦૦૦ હેકટર જેટલો થાય છે.
ર૦૧૩–૧૪ ના વર્ષ દરમ્યાન ભારતમાંથી ૧.પ૯ લાખ ટન સૂકા મરચાની નિકાસ કરવામાં આવેલ જેના થકી ૭૩૮.પપ કરોડ રૂપિયાનું હૂંડિયામણની કમાણી થયેલ છે. જે કુલ મસાલાની નિકાસના ૧પ % જેટલી થવા જાય છે. મરચીના પાકની શરૂઆતની વૃધ્ધિ અને વિકાસ માટે ગરમ અને ભેજવાળું હવામાન તથા ઉત્પાદન તબકકે ઠંડુ અને સૂકુ હવામાન વધારે અનુકૂળ આવે છે. સામાન્ય રીતે મરચી ૧૬ થી રપ૦ સે ઉષ્ણતામાને સારૂ ઉત્પાદન આપે છે. મરચીનો પાક સામાન્ય રીતે શિયાળું પાક તરીકે મોટા પ્રમાણમાં સેન્દ્રીય તત્વ હોય તે વધુ અનુકૂળ આવે છે. ચોમાસામાં સરેરાશ ૬૦૦ થી ૧૦૦૦ મીલી વરસાદ અને પિયતની કાયમી સગવડ હોય તેવા વિસ્તારમાં મરચીની ખેતી નફાકારક રીતે લઈ શકાય છે. બીજ મસાલા સંશોધન કેન્દ્ર, જગુદણ દૃારા રેશમપટ્ટા પ્રકારના મરચાંની બે જાત ગુજરાત મરચી–૧ તેમજ ગુજરાત મરચી–ર અનુક્રમે ૧૯૮૪ તેમજ ૧૯૯પમાં બહાર પાડવામાં આવેલ. ચાલુ સાલે અત્રેના કેન્દ્રથી ગુજરાત મરચાં–૩ જાત સુકા લાલ મરચા માટે બહાર પાડવામાં આવેલ છે. જે ઉત્પાદનની સાથે અગાઉની ભલામણ કરેલ જાત કરતાં રોગ અને જીવાત સામે મધ્યમ પ્રતિકારક જણાયેલ છે. તેમજ સારી તિખાશ અને ઘાટો લાલ રંગ હોવાથી મસાલાના પાવડરના મરચા માટે ઉત્તમ જણાયેલ જેના વિશિષ્ટ ગુણધર્મો આ મુજબ છે.
ગુજરાત રાજયની ઉત્પાદકતા ૧૦૮૮ કિગ્રા/હે છે. જે દેશના અન્ય રાજયોની સરખામણીમાં સૌથી વધુ છે. જે દર્શાવે છે કે મરચાંની સુધારેલી જાતો તથા સુધારેલી ખેતી પધ્ધતિઓ ખેડૂતો અપનાવતા થયા છે. ચોમાસામાં સરેરાશ ૬૦૦ થી ૧૦૦૦ મિમી વરસાદ પડતો હોય અને પિયતની કાયમી સગવડ હોય તેવા વિસ્તારોમાં મરચાંની નફાકારક ખેતી કરી શકાય છે.
વર્ષ ૧૯૮૪ માં ગુજરાત મરચાં–૧ જાત બહાર પાડવામાં આવી હતી.આ જાતનાં પાન મધ્યમ જાડાઈનાં અને પોપટી રંગનાં તથા આ જાતમાં ૬૦ દિવસે પ૦ ટકા ફુલ બેસે છે. આ જાતનાં મૂળ છીછરા હોય છે અને આ જાતમાં ફળ ૧૧૮ દિવસે પાકી જાય છે. આ જાતમાંથી ર૪૯૮ કિગ્રા/હે સુકાં મરચાંનું ઉત્પાદન મળે છે. વર્ષ ૧૯૯પ માં મરચાંની બીજી જાત ગુજરાત મરચાં–ર કે જેમાં છોડની ઉંચાઈ ૮પ.પ સેમી થાય છે. આ જાતનાં પાનની જાડાઈ વધુ તથા તેનાં મૂળ મધ્યમ છીછરાં હોય છે. આ જાત ગુજરાત મરચાં–૧ કરતાં થોડીક વહેલી એટલે કે ૧૧૪ દિવસે પાકતી હતી અને હેકટરે ર૭ર૪ કિગ્રા જેટલું સૂકાં લાલ મરચાંનું ઉત્પાદન આપે છે.
વર્ષ ર૦૦૯–૧૦ માં ગુજરાત રાજયમાં અનુકૂળ આવે તેવી નવીન જાત ગુજરાત મરચાં–૩ બહાર પાડવામાં આવેલ છે. આ જાત લોકલ જર્મપ્લાઝમમાંથી પસંદગી પધ્ધતિથી બીજ મસાલા સંશોધન કેન્દ્ર ખાતેથી વિકસાવવામાં આવેલ છે. જગુદણ ખાતે વર્ષ ર૦૦૬–૦૭ થી ર૦૦૯–૧૦ દરમ્યાન આ જાતના ઉત્પાદનની ચકાસણી કરવામાં આવેલ હતી. આ જાતથી મરચાંના કુલ ઉત્પાદન અને ઉત્પાદકતામાં સારો એવો વધારો થશે. જેમાં સુકાં લાલ મરચાંનું સરેરાશ ઉત્પાદન ૩ર૭૦ કિગ્રા પ્રતિ હેકટરે જેટલું મળેલ જે ગુજરાત મરચાં–૧ અને ગુજરાત મરચાં–ર કરતાં અનુક્રમે ૩ર.૮ અને ર૧.ર ટકા જેટલું વધારે ગણાવી શકાય. આ જાતની અગત્યની લાક્ષણિકતાઓ તપાસીએ તો પાન જાડાઈમાં મધ્યમ તથા રંગે ઘાટા લીલા રંગના જોવા મળે છે. આ જાતમાં છોડની ઉંચાઈ બેઉ જાતો કરતાં ઓછી (૭પ સેમી ઉંચાઈ) તેમજ મૂળ અને થડની મજબૂતાઈ ઘણી સારી માલૂમ પડેલ છે તથા છોડના મૂળ ઉંડા જવાને પરિણામે વધુ પવન આવતો હોવા છતાં છોડ જમીન ઉપર ઢળી પડતા નથી. જેથી ડોડવાની ગુણવત્તા તેમજ ઉત્પાદનમાં થતા નુકશાનથી બચી શકાય છે. શરૂઆતમાં છોડ એક જ થડ ઉપર વિકાસ પામે છે અને પાછળથી વધુ ડાળીઓ ફુટવાને પરિણામે પરિણામે હવાની અવરજવર તેમજ સમયાંતરે ખેતી કાર્યો કરવામાં અનુકૂળતા સધાય છે. આ જાતમાં લીલા તેમજ ડોડવાની ગુણવત્તા જેવી કે રંગ, સાઈઝ તેમજ મધ્યમ તીખાશ હોવાથી અન્ય મરચાંની જાતો કરતાં સારા બજાર ભાવ ઉપજે છે. વળી, આ જાતમાં સુકા મરચાં (Dry chilli powder)ની રીકવરી પણ ગુજરાત મરચાં–૧ અને ગુજરાત મરચાં–રની સરખામણીમાં વધુ છે. આ જાત પાનના કોકડવા તેમજ એન્થ્રેકનોઝ જેવા રોગો સામે મધ્યમ પ્રતિકાર શકિત ધરાવે છે. તથા મરચાંની વિવિઘ જીવાતો જેવીકે થ્રીપ્સ તેમજ મરચાં કોરનારી ઈયળ સામે પણ પ્રતિકારકતા ધરાવે છે૮કોઠો– ૪૯ઈ
મરચાં પાકની સુધારેલી વિવિઘ જાતો અને તેની ખાસિયતો અંગેની માહિતી નીચેના કોઠા – ૧ માં દર્શાવેલ છે.
કોઠો– ૧: મરચાંની સુધારેલી વિવિઘ જાતો અને તેની ખાસિયતો
અ.નં. |
વિગત |
ગુજરાત મરચાં–૧ |
ગુજરાત મરચાં – ર |
ગુજરાત મરચાં – ૩ |
૧. |
બહાર પાડેલ વર્ષ |
૧૯૮૪ |
૧૯૯પ |
ર૦૧૦ |
ર. |
છોડનો પ્રકાર |
ઘેરાયેલા (ગરબા જેવો) |
ઉંચો અને સીધો ફેલાતો |
મધ્યમ અને ઉંચો ફેલાતો |
૩. |
ડાળીની સંખ્યા પન્તિ છોડ |
૬.ર |
પ.૯ |
૬.પ |
૪. |
લીલા મરચાંનો રંગ |
ઘેરો પોપટી |
ઘાટો લીલો |
આછો લીલો |
પ. |
મરચાંની સંખ્યા પન્તિ છોડ |
૧૦૬ |
૧૩૧ |
૧૩૮ |
૬. |
મરચાંની લંબાઈ(સેમી) |
૧૧.૭ |
૧૦.૮ |
૧ર.૭ |
૭. |
મરચાંની જાડાઈ (સેમી) |
૪.૪ |
૪.૬ |
૪.ર |
૮. |
કોકડવા રોગ સામે પ્રતિકારકતા |
ઓછી |
મધ્યમ |
વધુ |
૯. |
પાકવાના દિવસો |
૧૧૮ |
૧૧૪ |
૧૧૮ |
૧૦. |
ઉત્પાદન (કિગ્રા/હે) |
ર૪૯૮ |
ર૭ર૪ |
૩ર૭૦ |
ગુજરાત મરચાં – ૩ જાતના ફળ લાંબા અને ગુણવત્તાવાળા છે. નાજુક ફળનો રંગ આછો લીલો /પોપટી રંગનો હોય છે. જે પાકવાની અવસ્થાએ ઘાટો લાલ રંગનો થવાથી વેપારીઓ અને ઉપભોકતાઓ આ જાતને ખાસ પસંદ કરે છે.
મરચાં પાકમાં ખાતરલ બિયારણનો દર, વાવણી સમય તેમજ સરેરાશ ઉત્પાદન અંગેની વિગત કોઠા –રમાં સૂચવેલ છે.જયારે ફેરરોપણી અંતર અને ખાતર વ્યવસ્થા અંગેની વિગત કોઠા –૩માં આપેલ છે જે પ્રમાણે વાવેતર કરવા ભલામણ છે.
કોઠો– ર : મરચાંના પાકમાં વાવણી સમય, બિયારણનો દર અને સરેરાશ ઉત્પાદન
અ.નં. |
જાતનું નામ |
વાવણી સમય |
બિયારણનો દર (કિગ્રા/હે) |
સરેરાશ ઉત્પાદન (કિગ્રા/હે) |
નોંઘ |
૧. |
ગુજરાત મરચાં–૧ |
ધરૂવાડિયું મે–જુન માસમાં કરવું. ઓગષ્ટના પ્રથમ પખવાડિયામાં મરચાંના ધરૂના મૂળને ઈમીડાકલોપ્રીડ ૩ મિલી પન્તિ ૧૦ લીટરના દ્રાવણમાં ૬કલાક સુઘી બોળી ફેરરોપણી કરવી જોઈએ. |
૬૦૦ ગ્રામ પ્રતિ ૧૦૦ ચોમી |
ર૪૯૮ |
v |
ર. |
ગુજરાત મરચાં –ર |
ર૭ર૪ |
વધુ ઉત્પાદન, પાવડર માટે અનુકુળ |
||
૩. |
ગુજરાત મરચાં –૩ |
૩ર૭૦ |
કોઠો–૩ : મરચાંના પાકમાં ફેરરોપણી અંતર અને ખાતર વ્યવસ્થા
અ.નં. |
પાક |
ફેરરોપણી અંતર (સેમી) |
ભલામણ કરેલ ખાતરનો જથ્થો (કિગ્રા /હે) |
પૂર્તિ ખાતર આપવાનો સમય |
||
પાયાનું ખાતર |
પૂર્તિ ખાતર |
|||||
નાઈટ્રોજન |
ફોસ્ફરસ |
નાઈટ્રોજન |
||||
૧ |
મરચાં |
૯૦ × ૬૦ |
પ૦ |
૮૦ |
૧પ૦ |
ફેરરોપણીબાદ ૪પ, ૭પ, ૧૦પ તથા ૧૩પ દિવસે ચાર સરખા હપ્તામાં |
જમીનની ફળદ્રુપતાને ધ્યાને લઈ મરચાંની ફેરરોપણી ૯૦ × ૬૦ સેમી અથવા ૬૦ × ૬૦ સેમી અંતરે કરવી. વધારે અંતર રાખી ફેરરોપણી કરવાથી એકમ દીઠ છોડની સંખ્યા ઘટે અને અંતે મરચાંનું ઉત્પાદન ઘટે છે. વધારે ફળદ્રુપ જમીનમાં ઓછું અંતર રાખવાથી મરચાંની વીણી કરવામાં અનુકૂળતા રહેતી નથી તેમજ રોગ–જીવાતનો ઉપદ્રવ વધવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આથી જમીનની પસંદગી સાથે જ ફેરરોપણીનું અંતર નકકી કરી લેવું.
કોઠો–૪: મરચાની વિવિધ જાતોની રોગો અને જીવાતો સામે ચકાસણી
અ નં |
જાત |
પાનનો કોકડવા રોગની તીવ્રતા (ટકામાં) |
કાલવ્રણ રોગની તીવ્રતા (ટકામાં) |
થ્રીપ્સનીસંખ્યા પ્રતિપાન |
મરચાં કોરનારી ઈયળનુંનુકશાન (ટકામાં) |
|
૧. |
ગુજરાત મરચાં–૩ |
૧ર.૦ |
૧૬.રપ |
૦.૮૦ |
૧.પ૪ |
|
ર. |
ગુજરાત મરચાં – ૧ |
ર૩.૩૦ |
રર.૪ર |
૧.૯ર |
ર.પર |
|
૩. |
ગુજરાત મરચાં – ર |
૧૯.૧૭ |
રપ.૦૦ |
ર.૦ર |
૩.૦૯ |
સ્ત્રોત: ર્ડા. ડી.બી.પ્રજાપતિ, પ્રો. એ.એમ.અમીન, ર્ડા. બી.જી. પ્રજાપતિ અન પ્રો.કે. પી. પટેલ, શાકભાજી સંશોધન યોજના બીજ મસાલા સંશોધન કેન્દ્ર સ.દાં.કૃષિ યુનિવર્સીટી, જગુદણ, જી.મહેસાણા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/15/2020