આનુવંશીક શુધ્ધતાવાળા ,નિંદામણના બીજથી મુકત,ભેળસેળ વગરના,સારા ઉગાવાની અને વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતા, સમાન કદવાળા,ભેજ મુકત દાણાને બીજ કહેવાય. ''
જે પાકના છોડવાઓની વનસ્પતિય, કોષશાસ્ત્રીય, રાસાયણીક અને બાહય ગુણધાર્મિક રીતે ખાસિયતો નકકી કરવામાં આવી હોય, સત્તાધારી સમિતિ દ્વારા વાવવા માટે ભલામણ કરેલી હોય અને તેના બીજમાંથી ઉત્પન્ન કરેલા બિયારણમાંથી ઉત્પન્ન થયેલા છોડ નકકી કરેલી ખાસીયતો જાળવી રાખતા હોય તેવા છોડને વેરાયટી (જાત) કહે છે.
ન્યુકલીયસ બ્રીડર, ફાઉન્ડેશન બ્રીડર, સર્ટીફાઈડ બ્રીડર અને ટ્રુથફુલ (જાત). દરેક કક્ષાના બિયારણની ઓળખ માટે ગુણત્તાના માપદંડો નકકી કરેલ છે અને તે મુજબ તેને ઓળગ (ટેગ) આપવામાં આવે છે. ન્યુકલીઅસ કક્ષાનું બીજ, બ્રિડર કક્ષાનું બીજ (પીળા રંગની ટેગ) ,ફાઉન્ડેશન કક્ષાનું બીજ (સફેદ રંગની ટેગ), સર્ટીફાઈડ કક્ષાનું બીજ (ભુરા રંગની ટેગ), ટ્રુથફુલ બીજ (લીલા રંગની ટેગ) પ્રમાણે ટેગ આપવામાં આવે છે.
સ્થાયી જાતોનું બિયારણ સ્વપરાગ નયનની પ્રક્રિયાથી ઉત્પાદીત કરવામાં આવે છે. તેથી જો આવી જાતોનું બિયારણ પરપરાગનયન ની ક્રિયાથી આનુવંશીક રીતે અશુધ્ધ ન થાય તો ત્રણ વર્ષ સુધી વાપરી શકાય છે. જયારે જુદી જુદી જાતોના માદા અને નર વચ્ચે સંકરણ કરીને પ્રથમ પેઢીનું બિયારણ ઉત્પાદીત કરવામાં આવે તેને શંકર જાત કહેવામાં આવે છે. તેથી આવા બિયારણનો વાવેતર માટે એકજ વાર ઉપયોગ કરી શકાય છે.
શાકભાજીના પાકોનું વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતરની ૠતુ, વિસ્તાર, બજાર માંગ (રંગ, કદ, આકાર વિગેરે) જીવાત તથા રોગ સામે પ્રતિકાર શકિત ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી સુધારેલી / સંકર જાતો પસંદ કરવી.
ઉત્તરગુજરાત વિસ્તારમાં વવાતા મહત્વના શાકભાજી પાકોની નવી સુધારેલી જાતોઃ
ગુણધર્મો |
ગુજરાત જૂનાગઢ રીંગણ–૩ |
જૂનાગઢ રીંગણ લીલા ગોળ–૧ |
ગુજરાત લંબગોળ રીંગણ–૧ |
ગુજરાત જૂનાગઢ લાંબા રીંગણ–૪* |
ગુજરાત જૂનાગઢ હાઈબ્રીડ રીંગણ–૩** |
છોડની ઉંચાઈ (સે.મી.) |
૪પ.પપ |
૪૩.૬૬ |
પ૬.૧૬ |
૪૦ થી ૮૭ |
૩૧ થી ૭૯ |
ફળની લંબાઈ (સે.મી.) |
૧૩.૪૩ |
૧ર.ર૦ |
૧ર.૧૦ |
૧૧ થી ૧પ |
૧ર થી ૧૬ |
ફળનું વજન (ગાંમ) |
૧ર૪.૮ |
૧૦૩.૭ |
૮૩.૧ |
૮ર થી ૧રર |
૪૮ થી ૧૦પ |
છોડ પર ફળોની સંખ્યા |
૧૬.૦૪ |
૧૪.રપ |
૧૯.૧૮ |
ર૧.૦૦ |
ર૮.૦૦ |
છોડદીઠ ફળનું ઉત્પાદન (કિ.ગ્રા) |
૧.૯૦૩ |
૧.૩૯૪ |
૧.પ૭૭ |
ર.૧૪ |
ર.ર૩ |
ફેરરોપણી બાદ પહેલી વીણીના દિવસો |
૭૬ |
૮૩ |
૬૮ |
પ૭ થી ૮ર |
૪૮.૭૯ |
ઉત્પાદન (મે.ટન/હે.) |
૪ર.૮૦ |
રપ થી ૩પ |
પપ થી ૬૦ |
૩૯ થી ૪૦ |
૪ર થી ૪૩ |
*ગુજરાત જૂનાગઢ રીંગણ–૪ (જીજેબી–૪) : ગુજરાત રાજયમાં મોડી ખરીફ ૠતુ (૧પ ઓગસ્ટ થી ૧પ સપ્ટેમ્બર) માં વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. ** ગુજરાત જૂનાગઢ હાઈબ્રીડ રીંગણ–૩ (જીજેબીએચ–૩) : ગુજરાત રાજયમાં મોડી ખરીફ ૠતુ (૧પ ઓગષ્ટ થી ૧પ સપ્ટેમ્બર)માં હાઈબ્રીડ રીંગણ ઉગાડવામાં રસ ધરાવતા ખેડૂતોને રીંગણની જાતની વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. |
ગુજરાત ટમેટી–૧ (જીટી–૧) :આ જાત વર્ષ ર૦૦ર માં ગુજરાત રાજયમા વાવેતર માટે ભલામણ કરવામાં આવેલી છે. આ અનિયંત્રિત (ઈન ડીટરમીનેટ) વૃધ્ધિ ધરાવતી જાત છે. ફળો લાલ રંગના, મધ્યમ કદના અને સફરજન આકારના છે. પ્રથમ વીણી ફેર રોપણી બાદ ૬પ–૭૦ દિવસે થાય છે. પરિપકવતા ૧૭૦ થી ૧૮૦ દિવસે આવે છે. ઉત્પાદન રપ૦૦૦–૩૦૦૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટરે મળે છે.
વિગત |
ગુજરાત મરચાં–૧ |
ગુજરાત મરચાં – ૩ |
ગુજરાત મરચી–૧૦૧ |
જીએવીસીએચ–૧ |
લીલા મરચાંનો રંગ |
ઘેરો પોપટી |
આછો લીલો |
લીલા રંગના |
|
મરચાંની સંખ્યા પન્તિ છોડ |
૧૦૬ |
૧૩૮ |
૧૪૪ |
૧૯પ |
મરચાંની લંબાઈ(સેમી) |
૧૧.૭ |
૧ર.૭ |
૧૧.૮ |
૧ર.૭ |
મરચાંની જાડાઈ (સેમી) |
૪.૪ |
૪.ર |
૩.૬ |
૩.૪ |
કોકડવા રોગ સામે પ્રતિકારકતા |
ઓછી |
વધુ |
મધ્યમ |
મધ્યમ |
પાકવાના દિવસો |
૧૧૮ |
૧૧૮ |
૧ર૦ |
૧૧પ |
ઉત્પાદન (કિગ્રા/હે) |
ર૪૯૮ (લાલ ડોડવા માટે) |
૩ર૭૦ (લાલ ડોડવા માટે) |
૧૪પ૩૩(શાકભાજી માટે) |
ર૩૭૩૩ (શાકભાજી માટે) |
ગુણધર્મો |
ગુજરાત જૂનાગઢ સંકર ભીંડા–૩ |
ગુજરાત સંકર ભીંડા–૧ |
ગુજરાત જૂનાગઢ સંકર ભીંડા–૪ |
ગુજરાત આણંદ ભીંડા–પ |
ગુજરાત ભીંડા–ર |
ફુલઆવવાના દિવસો |
૪૧ |
૪૧ |
૪૩ થી પ૮ |
૪૦ થી ૪૪ |
૪૧ થી ૪૬ |
છોડની ઉંચાઈ (સે.મી.) |
૧રર.૩૧ |
૧૩ર.૯૭ |
૯ર થી ૧૬૩ |
૧રપ થી ૧૬૦ |
૧૧૦ થી ૧ર૦ |
શીંગની લંબાઈ (સે.મી.) |
૧૧.૪૬ |
૧૧.૯ર |
૧૦.૬ થી ૧૩.૧૪ |
૧૦.પ થી ૧૬.૦ |
૧૦.૩ થી ૧૯.૦ |
શીંગની પહોળાઈ (સે.મી.) |
૪.૯૯ |
૪.૯૬ |
પ થી ૬ |
૪ થી ૭ |
૪.૩ થી ૭.૦ |
શીંગનું વજન (ગ્રામ) |
૧૩.૯ર |
૧૩.પ૭ |
૧૦ થી ૧પ |
૧ર.૩ થી ર૩.૦ |
૧૪.૩ થી ર૮.૦ |
છોડ પર શીંગોની સંખ્યા |
૧૮.૬ર |
૧પ.૬૬ |
૧૬ થી રપ |
ર૦ થી ર૪ |
૧૪ થી ૧૮ |
ઉત્પાદન (મે.ટન/હે.) |
૧૩.૭૪ |
૧૧.પ૦ |
૧૩.પ થી ૧૪.પ |
૧૪.૧૧ |
૧૦.૩૮ |
ગુજરાત જૂનાગઢ સંકર ભીંડા–૪ (જીજેઓએચ–૪) : ગુજરાતમાં ચોમાસુ ૠતુમાં ભીંડાનો પાક ઉગાડતા ખેડૂતોને વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે. |
ગુણધર્મો |
ચોળીની (દાણા + શાકભાજી) |
ચોળીની શાકભાજી માટે જાતો |
|||
ગુજરાત ચોળી–૧ |
ગુજરાત ચોળી–૩ |
ગુજરાત ચોળી–૪ |
ગુજરાત દાંતીવાડા શાકભાજી ચોળી– ર |
આણંદ શાકભાજી ચોળી –૧ |
|
ઊંચાઈ (સે.મી.) |
૪૦–૪પ |
પ૦–પપ |
૩પ–૪પ |
પ૪ –પપ |
પપ –૬૦ |
પાકવાના દિવસો |
૬પ–૭પ |
૭૦–૮પ |
પ૮–૭૦ |
૪૭ –પ૦ |
પ૮–૬૦ |
શીંગની સંખ્યા/છોડ |
૧ર–૧પ |
રપ–૩૦ |
૧૦–૧પ |
પ૩–પપ |
૪પ–પ૦ |
દાણાની સંખ્યા/શીંગ |
૧ર–૧૪ |
૧ર–૧૪ |
૧ર–૧૩ |
૧પ |
૧પ |
શીંગની લંબાઈ(સે.મી.) |
૧ર–૧૪ |
૧ર–૧૪ |
૧ર–૧૩ |
૧૪–૧પ |
૧૪–૧પ |
દાણાનો રંગ |
સફેદ |
આછો સફેદ |
સફેદ |
આછો સફેદ |
સફેદ |
હેકટરે સરેરાશ લીલી શીંગોનું ઉત્પાદન(કિલો) |
૮૦૦૦–૧૦૦૦૦ |
૧૦૦૦૦–૧ર૦૦૦ |
૧૦૦૦૦–૧ર૦૦૦ |
૧૦૦૦૦–૧ર૦૦૦ |
૧ર૦૦૦–૧પ૦૦૦ |
લક્ષણો |
ગુજરાત દાંતીવાડા કોથમીર (લીલા) ધાણા–૧ |
પંજાબ સુગંધ |
ગુ.ધાણા–ર |
પ્રથમ કટીંગના,દિવસો |
પ૩ |
પ૬ |
૪૯ |
બીજા કટીંગના,દિવસો |
૭૩ |
૭પ |
૬પ |
લાંબા પાનની લંબાઈ, સે.મી. |
૩૭.૭ |
૩૬.૭ |
ર૪.૩ |
નાના પાનની સંખ્યા |
૮.૦ |
૭.ર |
૭.૦ |
પાનની લંબાઈ (સે.મી.) |
૬.૪ |
૬.૬ |
૬.૦ |
પાનની પહોળાઈ (સે.મી.) |
૪.૭ |
૪.૬ |
૪.ર |
પાનનો રંગ |
ઘાટો લીલો |
લીલો |
લીલો |
ફુલ આવવાના દિવસો |
૭૦ |
૭ર |
૪૭ |
ઉત્પાદત (મે.ટન/હે.) |
૩૧.૮ મે.ટન/હે |
ર૮.૭ મે.ટન/હે |
૧૮.૧ મે.ટન/હે |
છોડ/જાતનુ વર્ણન |
ગુજરાત દાંતીવાડા ગાજર – ૧ |
પુસા રુધિરા |
પુસા અસિતા |
છોડનો વિકાસ |
ઉભો અને ગરબા જેવો |
ઉભો |
ઉભો અને ભરાવદાર |
પ્રથમ ફુલની શરૂઆત |
૧૦૮ દિવસ |
૧૦૪ દિવસ |
૧૧ર દિવસ |
મુળની લંબાઈ, (સે.મી.) |
રર.૦ |
૧૯.૯ |
૧૮.૬ |
મુળની પહોળાઈ, (સે.મી.) |
૧૦.૮ |
૧૧.૧ |
૧૦.૭ |
સરેરાશ મુળનું વજન (ગ્રામ) |
૭૯.૮ |
૮૩.૪ |
૮૦.૪ |
મુળમાં પિત્તનો પ્રકાર |
સામાન્ય લાલ,ખાધ તેમજ મુળમાં સમાવિષ્ટ |
કઠણ અને મુળથી અલગ |
કઠણ અને મુળથી અલગ |
દ્રવ્ય ખાંડના (ટકા) |
૭.૩૭ |
૬.૩૯ |
૬.પ૮ |
ઉત્પાદત (મે.ટન/હે.) |
૪૪.૮ |
૩૯.ર |
૩૦.૮ |
ગુજરાત જુનાગઢ વાલોળ – ૧૧ :આ જાત જુનાગઢ કેન્દ્ર, ધ્વારા વર્ષ–ર૦૧૧ માં ભલામણ કરવામા આવેલ છે.આ જાતના વાલોળની શીંગોનું ઉત્પાદન ૯પ૪૦ કિલો/હેકટર મળેલ છે. જે સ્થાનિક ચકાસિત જાતો વિરપુર તથા દાંતીવાડા કરતા અનુક્રમે ૩૧.ર૧ તથા ૩ર.૦૮ ટકા વધારે માલુમ પડેલ છે. આ જાતના વાલોળની શીંગો સાઈઝમાં મધ્યમ લંબાઈની તથા લીલા રંગની થાય છે.
એગ્રી ફાઉન્ડ લાઈટ–રેડઃ આ જાત નેશનલ હોર્ટીકલ્ચર રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, નાસીક ધ્વારા વિકસાવવામાં આવેલ છે. આ જાતના કંદ આછા લાલ રંગના, મધ્યમથી મોટા કદના, ગોળાકાર, નકકર અને મધ્યમ તીખાશવાળા થાય છે. કુલ દ્રાવ્ય ઘન પદાર્થનું સરેરાંશ પ્રમાણ ૧ર થી ૧૩ ટકા છે. ફેર રોપણી બાદ ૧૪૦ થી ૧૪પ દિવસે તૈયાર થાય છે. ઉત્પાદન તેમજ ગુણવત્તાની દ્રષ્ટિએ ખુબજ સારી જાત છે. સરેરાંશ ઉત્પાદન હેકટરે પ૦ થી પપ ટન જેટલું છે.
એગ્રી ફાઉન્ડ ડાર્ક રેડઃ આ જાત ચોમાસુ ૠતુમાં ડુંગળીના વાવેતર માટે યોગ્ય છે. આ જાતના કંદ ગોળ અને ધેરા લાલ રંગના હોય છે. આ જાત ફેરરોપણી બાદ ૯૦ થી ૧૦૦ દિવસમાં પરિપકવ થાય છે. તેમજ અંદાજે રપ૦ થી ૩૦૦ કિવન્ટલ/હેકટર ઉત્પાદન આપે છે. સંગ્રહ શકિત ઓછી હોય છે.
ગુજરાત જૂનાગઢ લાલ ડુંગળી–૧૧ (જીજેઆરઓ–૧૧) : ગુજરાત રાજયમાં રવિ ૠતુમાં લાલ ડુંગળીનો પાક ઉગાડતા ખેડૂતોને ગુજરાત જૂનાગઢ લાલ ડુંગળી–૧૧ (જીજેઆરઓ–૧૧) જાતની વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતના કંદનુુંં ઉત્પાદન ૩ર૩.પપ કવીન્ટલ/હેકટર મળેલ, જે એગ્રી ફાઉન્ડ લાઈટ રેડ પીળી તથા તળાજા લાલ કરતા અનુક્રમે ર૧.પ૭, ૧૮.૭૧ તથા ૧પ.૪૧ ટકા વધારે માલુમ પડેલ. જાંબલી ધાબાનો રોગ ઓછો માલુમ પડેલ. થ્રીપ્સ ઓછા જોવા મળેલ. આ જાતમાં ૧ર.૯૪ ટકા કુલ દ્રાવ્ય ઘન પદાર્થ છે. આ જાતના કંદ મધ્યમ કદના, ગોળ ચપટા તથા લાલ રંગના થાય છે.
ગુજરાત જૂનાગઢ સફેદ ડુંગળી–ર (જીજેડબલ્યુઓ–ર) : ગુજરાત રાજયમાં રવિ ૠતુમાં સફેદ ડુંગળીનો પાક ઉગાડતા ખેડૂતોને ગુજરાત જૂનાગઢ સફેદ ડુંગળી–ર (જીજેડબલ્યુઓ–ર) જાતની વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતના કંદનું ઉત્પાદન ૪૦૮.૪૦ કવીન્ટલ/હેકટર મળેલ. જે પીડબલ્યુએફ–૧૩૧ તથા ગુજરાત સફેદ ડુંગળી–૧ કરતા અનુક્રમે ર૪.૧૩ તથા ૧૧.પ૮ ટકા વધારે માલુમ પડેલ. જાંબલી ધાબાનો રોગ તથા ઓછો માલૂમ પડેલ. થ્રીપ્સનો ઉપદ્રવ નો ઉપદ્રવ ઓછો હતો. આ જાતમાં કુલ દ્રાવ્ય ઘન પદાર્થ (૧૩.૦ %)અને કુલ દ્રાવ્ય સર્કરા વધારે માલૂમ પડેલ.પુસા નવબહારઃ આ જાત પણ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, નવી દિલ્હી ધ્વારા તૈયાર કરવામાં આવેલી છે. આ જાત પુસા મોસમી અને પુસા સદાબહાર બન્નેના સારા ગુણધર્મો ધરાવે છે. આ જાતની શીંગો ૧પ સે.મી. લાંબી, તલવાર આકારની અને ઉતમ ગુણવત્તા ધરાવે છે. આ જાત ડાળીઓ વિનાની છે. વાવેતર બાદ પ્રથમ વીણી ૪પ દિવસે આવે છે. બેકટરીયલ બ્લાઈટના રોગ તેમજ છોડ ઢળી પડવા સામે ઓછી પ્રતિકારક શકિત ધરાવે છે.
પુસા ચિકની : આ જાત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, નવી દિલ્હી ધ્વારા વિકસાવવામાં આવેલી છે. આ વહેલી પાકની જાત છે. વાવ્યા પછી પપ થી ૬૦ દિવસે પ્રથમ વીણી આવે છે. આ જાતના ફળ નળાકાર અને લીલા રંગના થાય છે. ફળની લંબાઈ ર૪ થી રપ સે.મી. તથા વજન ૧૪પ થી ૧પ૦ ગ્રામ જેટલું હોય છે. આ જાતનું હેકટરે ઉત્પાદન ૧૦૩૦૦ કિલોગ્રામ જેટલું છે.
ગુજરાત ગલકાં–૧: આ જાત શાકભાજી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ. જુનાગઢ ધ્વારા વર્ષ–ર૦૦પ માં રીલીઝ કરવામાં આવેલ છે. આ વહેલી પાકની જાત છે. વાવ્યા પછી પ૮ થી ૬૦ દિવસે પ્રથમ વીણી આવે છે. આ જાતના ફળ નળાકાર, લીસી સપાટી ધરાવતા અને આછા લીલા રંગના થાય છે. ફળની લંબાઈ ર૩ થી રપ સે.મી. તથા વજન ૧૪પ થી ૧પ૦ ગ્રામ જેટલું હોય છે. પુસા ચીકની કરતાં રર% જેટલું વધારે ઉત્પાદન આપે છે અને હેકટરે ૧ર૬૦૦ કિલો જેટલું ઉત્પાદન આપે છે.
પુસા નસદાર : આ જાતના ફળ આછા લીલા રંગના થાય છે. ફળ ઉપર ૮ થી ૯ ઉપસેલી ધાર જોવા મળે છે. વાવેતર બાદ પ૦ થી પપ દિવસે પ્રથમ વીણી આવે છે. ફળની લંબાઈ રપ થી ૩૦ સે. મી. તથા ૧૦૦ થી ૧રપ ગ્રામ જેટલું વજન હોય છે.
ગુજરાત આણંદ તુરીયા–૧ : આ જાતના તુરીયા લીલા રંગના થાય છે. વાવેતર બાદ પ૦ દિવસે પ્રથમ વીણી આવે છે. ફળની લંબાઈ રપ થી ૩૦ સે. મી. તથા ૧રપ થી ૧પ૦ ગ્રામ જેટલું વજન હોય છે.પુસા નસદાર કરતાં રપ % જેટલું વધારે ઉત્પાદન આપે છે અને હેકટરે ૧ર૦૦૦ થી ૧૩૦૦૦ કિલો જેટલું ઉત્પાદન આપે છે.
પુસા નવીન : વહેલી પાકતી આ જાત પણ ચોમાસું તેમજ ઉનાળું એમ બન્ને ૠતુ માટે અનુકૂળ છે. જેના ફળ બોટલ આકારના, સીધા, ૩૦ થી ૩પ સે.મી. લંબાઈના થાય છે. એક ફળનું સરેરાશ વજન ૪પ૦ થી પ૦૦ ગ્રામ થાય છે. અંદાજીત ૧૪૦ થી ૧પ૦ કિવન્ટલ પ્રતિ હેકટરે ઉત્પાદન આપે છે.
આણંદ દુધી–૧ : આ જાતના ફળની લંબાઈ ૪૦ થી ૪પ સે.મી. થાય છે, ગોળાઈ ૧૮ સે.મી. તથા એક ફળનું સરેરાશ વજન પ૦૦ ગ્રામ થાય છે. અંદાજીત ૧૮૦ થી ૧૯૦ કિવન્ટલ પ્રતિ હેકટરે ઉત્પાદન આપે છે.
પુસા અર્લી બન્ચીંગ : આ જાત આઈ.એ.આર.આઈ નવી દિલ્હી દૃારા વિકસાવેલ છે અને જગુદણ કેન્દ્ર દ્રારા કરેલ અતરાઓના પરિણામ બાદ ગુજરાત રાજય માટે શાકભાજીના વાવેતર માટે તરીકે વષૅ ર૦૧૬ માં ભલામણ કરેલ છે. ખૂબ ઝડપથી વિકાસ પામતી, ટટૃાર થડ ધરાવતી ઉભી અને મોટાં બીજ ધરાવે છે. જે બીજ તેમજ પાંદડાની કાપણી માટે યોગ્ય છે. જેનું બે કાપણી પછીનું સરેરાશ પાંદડાનું ઉત્પાદન ર૦.૪ કિવી./હે છે. જે ૧૦૦–૧રપ દિવસમાં પાકે છે.
પુસા કાસુરી : બીજ માટે ન કરતાં ફકત પાનના હેતુસર વાવેતર માટે નાની કાસુરી જાતમાંથી પસંદ કરેલ છે. જેના પાંદડા આભૂષણ (રોજેટ) પ્રકારના અને પ–૭ કાપણી લઈ શકાય તેવી મોડી પાકતી જાત છે. વિશિષ્ટ સુગંધ સાથે લીલા પાંદડાનું ઉત્પાદન આપે છે. જે આઈ.એ.આર.આઈ. નવી દિલ્હીથી વિકસાવેલ છે. જેનું દાણાનું સરેરાશ ઉત્પાદન પ–૭ કિવ./હે અને લીલા પાંદડાનું ૮૦ કિવ./હ. સાથે સારી રીતે ઉગાડી શકાય છે.
ઉપર જણાવેલ શાકભાજીની જાતોનું વાવેતર ગુજરાતમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આ ઉપરોકત ગુજરાત રાજયમાં વવાતા શાકભાજીના પાકો માટે અનુકૂળ જાતો નીચે મુજબ છે. જેનું વાવતેર પણ વત્તા ઓછા પ્રમાણમાં થાય છે.
પાકનું નામ |
સુધારેલી / સંકર જાતો |
રીંગણ |
જુનાગઢ રીંગણ–ર અને ૩, કાશી કોમલ, પંત સમા્રટ, પુસા હાઈબ્રીડ–૯, ગુ. આણંદ લંબગોળ રીંગણ–ર, ગુ. આણંદ શંકર રીંગણ–૩, |
ટમેટી સુધારેલી |
ગુજરાત ટામેટી–૧ અને ર, આણંદ ટમેટી–૩, હીસ્સાર લલીત,એેચ.એસ.–૧૦૧, ૧૦ર, જુનાગઢ ટામેટી–૩ |
ટમેટી હાઈબ્રીડ |
પુસા હાઈબ્રીડ–ર, ૪ ( નિયંત્રીત વૃધ્ધિ), કાશી અનુપમ |
મરચી (શાકભાજી) |
જીવીસી–૧૧૧ (તીખા), જીવીસી–૧ર૧ (વધારે તીખા), જીવીસી–૧૩૧ (મોળા), જીવીસી–૧૧ર, જીએવીસીએચ–૧, ઘોલર |
કોબી ફલાવર |
હિસાર–૧,પંત કોબી ર અને૩,પુસા મેઘના,સ્નોબોલ–૧૬,પુસા સ્નોબોલ–૧,પુસા સ્નોબોલ–કે–૧, રપ, |
કોબીજ |
પુસા હિમજયોતિ |
ભીંડા ચોમાસુ / ઉનાળુ |
પ્રાઈડ ઓફ ઈન્ડિયા, ગોલ્ડન એકર,કોપન હેગ માર્કેટ, અર્લી ડ્રમહેડ,પુસા ડ્રમહેડ, પુસા અગેતી |
ગુવાર |
ગુ.જુનાગઢ ભીંડા –૩, ગુ.આણંદ ભીંડા–પ, કાશી ક્રાન્તી, કાશી પ્રગતી, હીસ્સાર નવીન, પુસા એ–૪ |
ચોળી |
પુસા મૌસમી, પુસા સદા બહાર, ગૌરી |
મુળા |
પુસા ફાલ્ગુની, પુસા બરસાતી, અરકા ગરીમા, અરકા સમૃધ્ધિ, પુસા કોમલ, કાશી કંચન |
ગાજર |
પુસા રશ્મી, પુસા ચેતકી, પુસા હીમાની,પુસા દેશી, જાપાનીઝ વ્હાઈટ, કાશી શ્વેતા, કાશી હંસ, અરકા નિશાંત |
મેથી |
પુસા કેશર, પુસા મેઘાલી, |
લીલા ધાણા(મલ્ટીકટ ) |
હીસ્સાર સોનાલી, કસુરી મેથી(મલ્ટીકટ)–પુસા કસુરી |
દુધી |
ગુજરાત દાંતીવાડા લીલા ધાણા–૧ , પંજાબ સુગંધ, સુરભી |
તુરીયા |
આણંદ દુધી–૧ , અરકા બહાર, પુસા નવીન, પુસા સમર પ્રોલીફીક લોંગ, પુસા સમૃધ્ધિ |
વાલોળ પાપડી |
ગુ.આણંદ તુરીયા–૧, ગુ.જુ.સંકર તુરીયા–૧ , જયપુર લોંગ, પુસા નસદાર, પંત તુરીયા |
કાકડી |
ગુ.જુનાગઢ વાલોળ–૧૧,ગુ.પાપડી–ર, વાલોળ વીરપુર, કોઈમ્બતુર–૧,ર, ફુલે ગૌરી, ગુ. નવસારી પાપડી–ર૧ |
ચો.ડુંગળી |
ગુ.કાકડી–૧ , શિતલ, સ્વર્ણા અગેતી, કલ્યાણપુર ગ્રીન, પુના ખીરા, ખીરા–૯૦, પુસા સંયોગ, કર્નલ સીલેકશન |
શિ.ડુંગળી |
નાસિક–પ૩, એગ્રીફાઉન્ડ ડાર્ક રેડ,ભીમા સુપર,ભીમા રેડ,અરકા કલ્યાણ,પુસા વ્હાઈટ, ગુ.આણંદ સફેદ ડુંગળી–ર |
ર્ડા. ડી.બી.પ્રજાપતિ, શિવાંગીની એ.ગુપ્તા અને ર્ડા.એ.યુ.અમીન, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ.,જગુદણ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/20/2019