હોમ પેજ / ખેતીવાડી / કૃષિ સામગ્રી / વધુ ઉત્પાદન આપતી સુધારેલી જાતો / મહીસાગરઃ ડાંગરની વહેલી પાકતી અને વધુ ઉત્પાદન આપતી લોકપ્રિય જાત
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મહીસાગરઃ ડાંગરની વહેલી પાકતી અને વધુ ઉત્પાદન આપતી લોકપ્રિય જાત

મહીસાગર ડાંગરની વહેલી પાકતી અને વધુ ઉત્પાદન આપતી લોકપ્રિય જાત વિશેંની માહિતી આપવામાં આવી છે

 paddy


આ વિડીઓમાં મહીસાગરઃ ડાંગરની વહેલી પાકતી અને વધુ ઉત્પાદન આપતી લોકપ્રિય જાત વિશે માહિતી આપવામાં આવી છે

ડાંગર, ઘઉં, બાજરી અને મકાઈએ ધાન્ય વર્ગના અગત્યના પાકો છે જેમાં ડાંગર (ચોખા) ધાન્ય વર્ગનો સૌથી અગત્યનો પાક છે કારણ કે, ચોખા એ વિશ્વની લગભગ અડધી વસ્તીને પોષણ પુરૂ પાડે છે.

  • વિશ્વના એર્ન્ટાટીકા સિવાયના પાંચેય મુખ્ય ખંડોમાં ડાંગર નું વાવેતર થાય છે.
  • વિશ્વમાં કુલ ચોખાનું ૯૦ % જેટલું ઉત્પાદન તેમજ વપરાશ આપણા એશિયા ખંડમાં છે.
  • ડાંગરની ખેતી વિશ્વના ૧૦૦ થી વધુ દેશોમાં થાય છે.
  • આપણાં દેશમાં ધાન્ય વર્ગનું કુલ ઉત્પાદન થાય છે તેમાં ૪પ % ઉત્પાદન એકલું ડાંગરનું જ થાય છે.

આ બધા કારણોને લીધે ''ડાંગર એ જ જીવન'' અને ''ડાંગરનો દાણો એ જ જીવનનો દાણો'' કહી શકાય.

ગુજરાત રાજયમાં વર્ષ ર૦૧૬–૧૭ દરમ્યાન ખરીફ ડાંગરનો  કુલ ૭.૮ લાખ  વિસ્તારમાંથી ૧૭.૮ લાખ મે.ટન ઉત્પાદન તથા ઉનાળુ ડાંગર હેઠળના પ૬ હજાર હેકટર વાવેતર વિસ્તારમાંથી ૧.૮ લાખ મે.ટન મળેલ છે. આમ, વર્ષ ર૦૧૬–૧૭ દરમ્યાન રાજયમાં ડાંગરનો  કુલ વાવેતર વિસ્તાર ૮.૪ લાખ હેકટરમાંથી કુલ ૧૯.૬ લાખ ટન ઉત્પાદન મળેલ છે. જેમાં ખરીફ ડાંગરની પ્રતિ હેકટરે ઉત્પાદકતા ર.ર૭ ટન જયારે ઉનાળુ ડાંગરની ૩.ર ટન  મળેલ છે. ગુજરાત રાજયમાં ડાંગરની ખેતીના કુલ વિસ્તાર પૈકી ૬૦ ટકા થી વધુ વિસ્તારમાં ફેરરોપણીથી ડાંગરની ખેતી થાય છે. આપણા રાજયમાં ડાંગરનું મુખ્ય  ચોખા સંશોધન કેન્દ્ર, ખેડા જીલ્લામાં નવાગામ ખાતે કાર્યરત છે. આ સંશોધન કેન્દ્ર ઉપરથી અત્યાર સુધીમાં પ૦ થી વધુ ડાંગરની સ્થાનિક અને સુધારેલી જાતો, ઓરાણ તેમજ રોપાણ માટે  બહાર પાડવામાં આવેલ છે. નવીન જાત ' મહિ સાગર'  વર્ષ ર૦૧પ–૧૬ દરમ્યાન નવાગામ કેન્દ્ર ધ્વારા રોપાણ ડાંગર પકવતા ખેડૂતોને વહેલી પાકતી, વધુ ઉત્પાદન આપતી, ઝીણા દાણાવાળી અને મહત્વના રોગો તેમજ જીવાતો સામે પ્રતિકારશકિત ધરાવતી ભલામણ કરવામાં આવેલ છે.

મહિસાગર ભારત સરકારના કૃષિ  અને ખેડૂત કલ્યાણ વિભાગ  ધ્વારા યોજાયેલી ૭૯મી  સી.વી.આર.સી.મીટીંગના નોટીફીકેશન નં. ૩–૬ર/ર૦૧૭ એસ.ડી.–૪, તા.૮ માર્ચ, ર૦૧૮, ન્યુ દિલ્હીના ગેઝેટથી નોટીફાઈડ કરવામાં આવેલ છે. હવેથી આ જાતનું બિયારણ સીડ ચેઈનમાં આવવાથી બ્રિડર બીજ, બ્રિડરની સીધી દેખરેખ હેઠળ ચોખા સંશોધન કેન્દ્ર ઉપર તૈયાર કરવામાં આવશે.સને ર૦૧૮–૧૯ ના બ્રિડર બીજ માટે એડવાન્સમાં ખેતી નિયામકશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરને અરજી કરવાની રહેશે.

સંકરણ

મહિસાગરએ સી.એન. પ૪૦ (માદા) અને આઈ.આર.–પ૦ (નર) વચ્ચે સંકરણ કરીને બહાર પાડવામાં આવેલ છે.ઈરી, ફિલીપાઈન્સથી બહાર પાડેલી આંતરરાષ્ટ્રીય જાત આઈ.આર.–પ૦ એ ચુસીયા, ગાભમારાની ઈયળ અને સુકારા સામે પ્રતિકારક  શકિત ધરાવે છે તેમજ પાકવામાં પણ વહેલી છે. આ ગુણો નવી બહાર પાડેલ જાત મહિસાગરમાં પણ જોવા મળેલ છે. આ જાતનું સંકરણ ચોખા સંશોધન કેન્દ્ર , ચીનસુરા, હુગલી, પશ્ચિમ બંગાળ ખાતે કરવામાં આવેલ હતું.

ભારત સરકારના અખતરામાં ચકાસણી

મહિસાગરનું સમગ ભારત સરકારના ડાંગરના જુદા જુદા સંશોધન કેન્દ્રો ખાતે ખરીફ–ર૦૧૦ થી ખરીફ–ર૦૧ર સુધી અલગ અલગ અખતરામાં ચકાસણી થયેલ છે. આ જાતનું (IET-22100) સૌપ્રથમ ખરીફ ર૦૧૦માં ભારત સરકારના IVT-IME અખતરામાં ભારતના ડાંગર પકાવતા ૧૬ રાજયમાં ર૬ સંશોધન કેન્દ્રો ખાતે ચકાસણી થયેલ હતી. ચકાસણી દરમ્યાન માલુમ પડેલ હતું કે સદર જાત અંકુશ જાતો કરતા ૪.૪ % થી ૮.૬ % વધુ  ઉત્પાદન આપે  છે. ખરીફ–ર૦૧૧માં ભારત સરકારના AVT-1-IME    અખતરામાં ભારતના ર૦ રાજયોમાં ૩પ સંશોધન કેન્દ્રો ખાતે ચકાસણી કરવામાં આવેલ હતી. ભારત સરકારના AVT-2-IME  અખતરામાં ખરીફ–ર૦૧ર દરમ્યાન ભારતના રર ડાંગર સંશોધન કેન્દ્રો અને બંન્ને વર્ષ દરમ્યાન પણ અંકુશ જાતો કરતાં આ જાત સારી  માલુમ પડેલ છે.

રાજય કક્ષાના અખતરામાં ચકાસણી

આપણા રાજયમાં સૌ પ્રથમ મહિસાગર sIET-22100)  ની ચકાસણી ખરીફ–ર૦૧૦ માં IVT-IME અખતરામાં નવાગામ અને નવસારી ખાતેના ડાંગર સંશોધન કેન્દ્ર પર થયેલ હતી. ખરીફ–ર૦૧૧ થી ખરીફ–ર૦૧૪ દરમ્યાન ગુજરાત રાજયમાં આવેલ કૃષિ  યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રો જેવા કે, નવાગામ, ડભોઈ, દાહોદ,નવસારી, વ્યારા  અને બારડોલી કેન્દ્રો ખાતે જુદા જુદા અખતરાઓમાં ચકાસણી કરેલ હતી. જેમાં તે અંકુશ જાત જી.આર.–૪ કરતાં ર૯.૮ % અને જી.આર.–૧ર કરતાં ૬.૬ % વધુ ઉત્પાદન આપેલ છે. પ્રતિ દિવસની ઉત્પાદકતા જી.આર.–૪ અને જી.આર – ૧ર કરતાં અનુક્રમે ર૯.૪ % અને ૧૧.૦ % વધુ માલુમ પડેલ છે. મહિસાગરનું સરેરાશ ઉત્પાદન પ૦૦૦–પપ૦૦ કિ.ગ્રા/હે. મળેલ છે; પરંતું મહત્તમ ૮પર૯ કિ./હે.ઉત્પાદન નવાગામ કેન્દ્ર ખાતે નોધાયેલ છે. વાતાવરણની સારી પરિસ્થિતીમાં ઉત્પાદન વધુ મળવાની શકયતા રહેલ છે.

બ્રીડર એટલે કે જાત તૈયાર કરનાર વૈજ્ઞાનિકની જાત દેખરેખ નીચે જેતે પાકની જાતની નકકી કરેલી ખાસીયતોના આધારે ઉભા પાકની ચકાસણી કરે છે. આ ચકાસણી દરમ્યાન નકકી કરેલી ખાસીયતો સિવાયના તમામ છોડ ઉખાડી (રોગીંગ કરી) દૂર કરવામાં આવે છે. આ બીજની જનીનીક શુધ્ધતા ૧૦૦ % હોય છે. આ કક્ષાનું બીજ જાહેર તેમજ ખાનગી એમ બન્ને પ્રકારના રજીસ્ટર્ડ બીજ ઉત્પાદકોને સરકાર તરફથી તેમની માંગણી મુજબ ફાળવવામાં આવે છે. જેમાંથી ''ફાઉન્ડેશન'' પ્રકારનું બીજ તૈયાર કરવામાં આવે છે.

સુધારેલ મહિસાગર જાતની ખાસિયતો

કોઠો– ૧ સુધારેલ  મહિસાગર જાતની ખાસિયતો

અ.નં.

વિગત

મહિસાગર

અ.નં

વિગત

મહિસાગર

૧.

છોડની ઉંચાઈ

૧૧પ–૧રપ સે.મી.

૮.

દાણાની પહોળાઈ

૧.૮૪–ર.૧૯ મી.મી.

ર.

કંટીની લંબાઈ

રપ–ર૬ સે.મી.

૯.

દાણાનો  પ્રકાર

મધ્યમ પાતળો

૩.

પ૦ % ફુલઆવવાના દિવસો

૯૧–૯પ (ધરૂ નાખ્યા તારીખથી)

૧૦.

સુંગધ

સુંગધ ધરાવતી નથી

૪.

કુલ પાકવાના દિવસો

૧ર૦–૧રપ

૧૧.

રાંધવાની ગુણવત્તા

સારી

પ.

ફૂટની સંખ્યા

૮–૧૧  પ્રતિ છોડ

૧ર.

સરેરાશ ઉત્પાદન

પ૦૦૦–પપ૦૦ કિ.ગ્રા/હે.

૬.

કંટીમાં દાણાની સંખ્યા

૩પ૦–૩૭પ

૧૩.

ઝુડવાનીં ગુણવત્તા

ઝુડવામાં સરળતાથી ઝુડી શકાય છે

૭.

ડાંગરના દાણાની લંબાઈ

૮.રર–૮.૬૮ મી.મી.


 

પરંતુ  થ્રેશર અથવા  હાર્વેસ્ટર માટે વધુ અનુકૂળ આવે છે. તેમજ  ઉભા પાકમાં દાણા ખરતા નથી. પવનમાં છોડ નમી પડતાં નથી.

મહિસાગરના ચોખાની ગુણવત્તા

ચોખાના દાણાની ગુણવત્તા મુખ્ય ત્રણ બાબતો પર આધાર રાખે છે. (૧) મીલીંગ રીકવરી (ર) દાણાનું કદ, આકાર અને દેખાવ (૩) રાંધવાનો સમય અને સ્વાદ

મહિસાગર જાતના ચોખાની ભૌતિક તેમજ રાસાયણિક ગુણવત્તા

કોઠો– ર : મહિસાગર જાતના ચોખાની ભૌતિક તેમજ રાસાયણિક ગુણવત્તા

અ.નં.

મીલીંગ રીકવરી (%)

૭૧.૦ થી ૭ર

૧.

આખા ચોખાનું પ્રમાણ (%)

૬૧.૭ થી ૬૪.૭

ર.

ચોખાની લંબાઈ (મીલી મીટર)

પ.૧ થી પ.૪૪

૩.

ચોખાની પહોળાઈ (મીલી મીટર)

૧.૬૭ થી ૧.૯૧

૪.

રાંધ્યા પછી ચોખાની લંબાઈ (મીલી મીટર)

૮.ર થી ૮.૬

પ.

એમાયલોઝ (%)

ર૩.૮ થી ર૪.૬

નિદર્શનમાં પ્રતિ હેકટરે ઉત્પાદનમાં થયેલ વધારો

 

કોઠો–૩ : ગુજરાતના મહિસાગર જાતના જિલ્લાવાર નિદર્શનમાં પ્રતિ હેકટરે ઉત્પાદનમાં થયેલ વધારો (વર્ષ ર૦૧૭–૧૮)

અ.નં.

૧.

જીલ્લો

જાત

નિદર્શનની સંખ્યા

કુલવિસ્તાર હે.

સરેરાશ ઉત્પાદન (કિ.ગ્રા./હે.)

ચેક કરતા વધારો(%)

મહિસાગર

રેન્જ

લોકલ ચેક

રેન્જ

ર.

ખેડા

 

 

 

મહિસાગર

૬૯

૧૭.૩

૪૯૩૬

૩૮૪૦-–૬૪૦૦

૪૪પ૮

૩ર૦૦-–પ૮૪૦

૧૦.૭

અમદાવાદ

ર૮

૦૭.૦

૪૬૪૦

૩ર૦૦–-૬૪૦૦

૪૧૯૦

ર૮૮૦–-પ૭૬૦

૧૦.૭

આણંદ

૩૦

૦૭.પ

૪૯૧ર

૩૬૦૦–-૬૪૦૦

૪૪પ૭

૩૦૪૦-–૬૦૮૦

૧૦.ર

મહિસાગરમહેસાણા

૦૮

૦ર.૩

પ૦પપ

૪૦૦૦–-૭ર૦૦

૪૪૦૮

૭૩૬૦–-૬પ૬૦

૧૪.૭

વલસાડ

૦૧

૦૦.૩

૪૯ર૬

૩૬૦૦–-૬૮૦૦

૪૪૦૮

૩૪૪૦–-૬૩ર૦

૧૧.૮

કુલ

૧૩૬

૩૪.૩

૪૮૯૪

૩ર૦૦–-૭ર૦૦

૪૩૮૪

ર૮૮૦-–૬પ૬૦

૧૧.૬

 

વર્ષ ર૦૧૭–૧૮ દરમ્યાન ગુજરાત રાજયમાં આપેલ કુલ ૧૩૬ નિદર્શન થકી ડાંગરની લોકલ જાત કરતાં મહિસાગરનો ઉત્પાદનમાં ૧૧.૬ % વધારો નોંધાયેલ છે. તેમાં સૌથી વધુ ઉત્પાદન મહિસાગર અને મહેસાણા જીલ્લામાં પ૦પપ કિ.ગ્રા. ઉત્પાદકતા સાથે ૧૪.૭ % નો વધારો નોંધાયેલ છે. દરેક જીલ્લામાં ૧૦ % થી વધુ ઉત્પાદન મળવાથી તેમજ સારા ભાવ મળવાથી ખેડૂતોમાં મહિસાગર જાત દિવસે દિવસે ખુબ જ લોકપ્રિય થતી જાય છે.

જાતના બિયારણનો દર, ધરૂ વાવણી, ફેરરોપણી સમય અને ફેરરોપણી અંતર

કોઠો–૪ : ડાંગર મહિસાગર જાતના બિયારણનો દર, ધરૂ વાવણી, ફેરરોપણી સમય અને ફેરરોપણી અંતર

અ.નં.

બિયારણનો દર (કિ.ગ્રા./હે.)

ધરૂ વાવણી સમય*

ફેર રોપણીનો સમય

ફેરરોપણી અંતર(સેમી)

૧.

ર૦ થી રપ કિ./હે. એક હેકટરની રોપણી માટે૧૦૦૦ ચો.મી.(૧૦ ગુંઠા)વિસ્તારમાં ધરૂવાડીયું કરવું

ખરીફ  (ચોમાસુ) : જુનનું  પ્રથમ

પખવાડીયું

જુલાઈમાં (રપ થી ૩૦ દિવસનું ધરૂ રોપવું)

હારમાં રોપણી : ર૦ ×૧પ સે.મી. અથવા ૧પ × ૧પ સે.મી. અસ્ત વ્યસ્ત રોપણી : એક ચોરસમીટરમાં ૩૦૩પ રોપા

ર.

રવી (ઉનાળુ) : નવેમ્બરના છેલ્લા અઠવાડીયાથી ડીસેમ્બરનું પ્રથમ અઠવાડીયું

ફેબ્રુઆરીમાં (પ૦ થી પપ દિવસનું ધરૂ રોપવું)

* મહિસાગરનું ખરીફ અને ઉનાળુ એમ બંન્ને સીઝનમાં વાવેતર કરી શકાય છે

રાસાયણિક ખાતર

ડાંગરના પાકને જરૂરી પોષક તત્વો જો જમીનમાં પૃથ્થકરણના આધારે આપવામાં આવે તો ખેતી નફાકારક રહે છે. મહિસાગરમાં રાસાયણિક ખાતર (૮૦—રપ-–૦૦  કી.ગ્રા.ના.ફો.પો./હે.) નીચેના  કોઠો–પ મુજબ ત્રણ અવસ્થામાં આપવાનું રહે છે.

મહિસાગરમાં રાસાયણિક ખાતર વ્યવસ્થા

કોઠો–પ :  મહિસાગરમાં રાસાયણિક ખાતર વ્યવસ્થા


અ.નં.

ખાતર આપવાનો સમય

યુરિયા  અથવા એમોનીયમ સલ્ફેટ (કિ.ગ્રા./હે.)

યુરિયા

એમોનીયમ સલ્ફેટ

૧.

પાયાના ખાતર(રોપણી પહેલાં ઘાવલ કરતી વખતે /પછી)

૭૦

૧પપ

ર.

ફુટ વખતે

૭૦

૧પપ

૩.

કંટી નિકળવાના એક અઠવાડિયા અગાઉ

૭૮

૧૭૪

કુલ ખાતર

૧૭૪

૭૮

ડી.એ.પી. ખાતર એક હેકટરમાંં પ૪ કિલો પાયાના ખાતર તરીકે (રોપણી પહેલા ઘાવલ કરતી વખતે /પછી)  એક જ વખત આપવાનું હોય છે તથા ર૦ કિ.ગ્રા. ઝીંક સલ્ફેટ પાયામાં જ રોપણી વખતે જમીનમાં આપી દેવો જોઈએ.

રોગ જીવાત

મહિસાગર કરમોડીના રોગ સામે પ્રતિકારક છે અને બદામી ટપકાં તેમજ ગ્રેઈન ડીસ્કલરેશન રોગ સામે મધ્યમ પ્રતિકારક  જાત છે. જી.એ.આર.–૧૩ અને જી.એ.આર.–૧૧ કરતાં ૧પ થી ર૦ દિવસ વહેલી પાકતી હોવાથી ડાંગરનો ગલત અંગારીયા જેવા રોગ તેમજ ગાભમારાની ઈયળ અને પાન વાળનાર ઈયળના ઉપદ્રવથી બચી શકાય છે કારણ કે, ઉપદ્રવ વખતે  ડાંગરની છેલ્લી પાકટ અવસ્થાએ  હોય છે. જીવાતમાં ગાભમારાની ઈયળ,લીફ ફોલ્ડર અને સફેદ પીઠવાળા ચૂસિયા સામે મધ્યમ પ્રતિકારક  સાબિત થયેલ છે. જેથી  વૈજ્ઞાનિક ભલામણ કર્યા મુજબ ખાતર અને પિયતનું પાણી  પ્રમાણસર આપીએ તો આ જાતમાં રોગ તેમજ જીવાતનો કોઈ ઉપદ્રવ જોવા મળતો નથી.

ભલામણ

ગુજરાત રાજયના ડાંગર પકવતા ખેડૂતોને વહેલી પાકતી, વધુ ઉત્પાદન આપતી, ઝીણા દાણા ધરાવતી અને મહત્વના રોગો તેમજ જીવાતો સામે પ્રતિકારશકિત ધરાવતી નવી જાત 'મહિ સાગર' વાવવાની ભલામણ કરવામાં આવે છે. દાણાની ગુણવત્તામાં સદર જાતનો જી.આર–૪, જી.આર–૧ર અને જી.આર–૧૧ (ગુજરાત–૧૭) ના ઝીણી અને સુંવાળી જાતોના વર્ગમાં જ સમાવેશ થાય છે, તેમજ ઉત્પાદન વધુ અને ચડીયાતો ભાવ પણ મળવાથી ડાંગરની ખેતી નફાકારક થાય છે. તેથી રાજયમાં  મહિસાગરનો વિસ્તાર વધતો જાય છે.

મહિસાગરના બિયારણ (ટુથફુલ / બ્રિડર)અંગે

સને ર૦૧૮માં નવાગામ કેન્દ્ર ખાતે મહિસાગરનું બ્રિડર બિયારણ ર.૬ ટન વેચાણ કરેલ છે. જયારે આગામી ખરીફ ૠતુ માટેના બ્રિડરબીજ માટે એડવાન્સમાં ખેતીનિયામકશ્રી, ગુજરાતરાજય, કૃષિભવન, સેકટર–૧૦–એ., ગાંધીનગરને અરજી કરવાની રહે છે. બ્રિડર બિયારણની સને ર૦૧૯–ર૦ માટે ખેતી નિયામકશ્રીની કચેરીની માંગણી આવ્યા મુજબ અત્રેના કેન્દ્ર ખાતેથી ઉત્પાદન કરી બિયારણ આપવામાં આવશે.

સ્ત્રોત: ર્ડા.ડી.બી.પ્રજાપતિ, ર્ડા.એમ.બી.પરમાર, ર્ડા.એસ.જી.પટેલ, પ્રો.ડી.જે.કાચા, ર્ડા.કે.એસ.પ્રજાપતિ,મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, નવાગામ–૩૮૭ પ૪૦ તા. જી.ખેડા, ફોન નં.૦ર૬૯૪ ર૮૪ર૭૮

3.08888888889
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top