દેશમાં કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા ઘટતી જાય છે. ખાતરના વધતાં જતાં ભાવ, હવામાનની અનિશ્ચિતતા, રાસાયણિક ખાતરોનું ઘરેલું ઓછું ઉત્પાદન અને સમયસર ખાતરની બિનઉપલબ્ધતાને કારણે છેલ્લા વર્ષોમાં રાસાયણિક ખાતરના વપરાશમાં અમૂક અંશે સ્થિરતા આવી હોવાથી પોષક તત્વોની માંગ કરતાં ઓછા પ્રમાણમાં પૂર્તિ થાય છે. બીજું, ઘનિષ્ટ પાક પધ્ધતિઓ અપનાવવાના કારણે પોષક તત્વોનો સતત ઉપાડ થવાથી જમીનમાં મુખ્ય પોષક તત્વોનું પ્રમાણ ઘટ્યું છે તેમજ ગૌણ તથા સૂક્ષ્મ તત્વોની ઉણપ વર્તાવા માંડી છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના વપરાશનું આદર્શ પ્રમાણ ૪:૨:૧ હોવું જોઈએ તેની સામે હાલમાં તે ૭:૨:૧ છે. ફોસ્ફરયુક્ત તથા પોટાશયુક્ત ખાતરોમાં સબસિડી ન હોવાથી તેના ઊંચા ભાવને કારણે તેનો વપરાશ ઘટયો છે, જયારે નાઈટ્રોજનયુકત ખાતરોનો વપરાશ વધ્યો છે. જમીનની ફળદ્રુપતા ઘટવામાં, રાસાયણિક ખાતર સામે પાકનો ઓછો પ્રતિભાવ અને પાકનું ઉત્પાદન ઓછું થવા માટે ખાતરનો અસંતુલિત વપરાશ અને સેન્દ્રિય ખાતરનો વપરાશ મુખ્ય કારણભૂત છે.
પાક ઉત્પાદનમાં ખાતરોનો ફાળો ૪૦ ટકા છે. ખેતીમાં કુલ ખર્ચના ૬ થી ૧૬ ટકા ખર્ચ ખાતર પાછળ થાય છે. ખાતરો જમીનમાં નાખ્યા પછી પાક તેનો ફક્ત ૩૪ થી ૫૮ ટકા નાઈટ્રોજન અને ૧૭ થી ૨૦ ટકા ફોસ્ફરસનો જ ઉપયોગ કરી શકે છે. બાકીના તત્વો હવામાં ઉડી જાય છે, ધોવાઈ જાય છે, નિતરીને જમીનમાં નીચેના થરોમાં ઉતરી જાય છે, નીંદણ દ્વારા વપરાય છે અને જમીનમાં સ્થિરીકરણ થાય છે. પરિણામે માનવજાત, જમીન, વાતાવરણ, જીવજંતુઓ તથા દેશના અર્થકરણ અને ઉત્પાદન પર આડ અસરો ઊભી કરે છે. આથી ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા ખાતરોની યોગ્ય પસંદગી કરીને તેનો સંતુલિત ઉપયોગ, યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે કરીએ તો જ પાક ખાતરમાંના તત્વોનો મહત્તમ ઉપયોગ કરી શકે જેથી કરીને ખાતરોના રૂપમાં કરેલ ખર્ચનો બદલો ઉત્પાદન નફાના રૂપમાં મેળવી શકીએ.
છોડના વૃદ્ધિ અને વિકાસ માટે પ્રકાશસંશ્લેષણની ક્રિયા અનિવાર્ય છે, જે માટે હવા, પાણી, પ્રકાશ અને પોષક તત્વો જરૂરી છે. પાકને તેનો જીવનક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે કુલ ૧૭ પોષક તત્વોની જરૂર પડે છે જે પૈકી કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન હવા અને પાણીમાંથી મળી રહે છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશને મુખ્ય તત્વો ગણવામાં આવે છે, કારણકે પાકને આ તત્વોની વધુ પ્રમાણમાં જરૂર પડે છે અને જમીનમાં આ તત્વોની ઉણપ પણ વધુ સર્જાય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધકને ગૌણ તત્વો કહેવામાં આવે છે, કારણ કે મુખ્ય તત્વો આપવાની સાથે આ તત્વો પણ આપોઆપ જમીનમાં ઉમેરાઈ જાય છે. દા.ત. એમોનિયમ સલ્ફટ આપવાથી નાઈટ્રોજનની સાથે ગંધક પણ ઉમેરાય છે. એ જ પ્રમાણે કેલ્શિયમ એમોનિયમ સલ્ફટમાં નાઈટ્રોજન ઉપરાંત કેલ્શિયમ અને ગંધક રહેલાં છે. આ સિવાય લોહ, જસત, મેંગેનીઝ, તાંબુ, બોરોન, મોલિન્ડેનમ, ક્લોરીન અને નિકલને સૂક્ષ્મ તત્વો કહેવામાં આવે છે, કારણ કે પાક ઉત્પાદનમાં આ તત્વોની ખૂબ જ ઓછી માત્રામાં જરૂર પડે છે. આ આવશ્યક પોષક તત્વોની પરિપૂર્તિ ત્રણ સ્રોતો દ્વારા થઈ શકે છે.
સેન્દ્રિય ખાતરો અને જૈવિક ખાતરોથી પાકની પોષક તત્વોની સંપૂર્ણ માંગ સંતોષતી નથી. આથી પાકના સંપૂર્ણ વિકાસ અને મહત્તમ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ અનિવાર્ય છે. રાસાયણિક ખાતરોનું વ્યવસ્થાપન કરવામાં આવે તો તે અત્યંત કાર્યક્ષમ, સસ્તાં અને પાકની જે તે પોષક તત્વની જરૂરિયાત સંતોષવામાં કાર્યક્ષમ નિવડયાં છે. રાસાયણિક ખાતરની અસરકારકતા વધારવા માટે તેનો જથ્થો, સમય અને પધ્ધતિ વિશેની જાણકારી હોવી જરૂરી છે.
રાસાયણિક ખાતરનો જથ્થો નીચેની બાબતો ઉપર આધાર રાખે છે.
પાક અને તેની જાત :પોષક તત્વોની જરૂરિયાતનો મોટો આધાર પાક અને તેની જાત ઉપર રહે છે. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનની જરૂરિયાત ઓછી અને ફોસ્ફરસની જરૂરિયાત વધુ હોય છે, જયારે ધાન્ય વર્ગના પાકોમાં નાઈટ્રોજનની જરૂરિયાત વધુ હોય છે. લાંબા ગાળાના અખતરાઓના પરિણામો ઉપરથી એ સ્પષ્ટ થયું છે કે કપાસમાં ફોસ્ફરસની જરૂરિયાત અન્ય પોષક તત્વો અને પાકોની તુલનાએ ઘણી ઓછી છે. આવુ જાત બાબતમાં પદા છે. કપાસની સંકર જાતોની નાઈટ્રોજનની જરૂરિયાત દેશી જાતો કરતાં ઘણી વધારે છે, જ્યારે બી.ટી. જાતોની નાઈટ્રોજનની માંગ સંકર જાતો કરતાં પણ વધારે છે. તે જ રીતે મકાઈની સંકર જાતો માટે ૧૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન જયારે સ્થાનિક જાતો માટે ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પૂરતો સામાન્ય રીતે ટૂંકા ગાળે પાકતાં પાકો માટે ખાતરનો ઓછો જથ્થો, જયારે લાંબા ગાળે પાકતાં પાકો માટે ખાતરનો વધુ જથ્થો જોઈએ દા.ત. ડાંગરની વહેલી, મધ્યમ મોડી અને મોડી પાકતી જાતો માટે અનુક્રમે ૮૦, ૧૦ અને ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની ભલામણ કરવામાં આવે છે.
જમીનમાં લભ્ય પોષક તત્વોનું પ્રમાણ :જમીનમાં રાસાયણિક પૃથક્કરણના આધારે જમીનમાં લભ્ય પોષક તત્વોનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. જે તે જમીનમાં પોષક તત્વોની લભ્યતા ઓછી, મધ્યમ કે વધારે નક્કી બાદ ખૂટતાં પોષક તત્વોનો જથ્થો અનુકૂળ સ્રોતથી આપવાનો થાય. જમીનમાં પોષક તત્વોની લભ્યતા જમીનમાં ભેજનું પ્રમાણ, જમીનનો અમ્લતા આંક અને જમીનમાં ક્ષારના પ્રમાણ પર આધારિત છે.
આગલા-પાછલા/આંતરપાકની પસંદગી: જો આગલા કે આંતરપાક તરીકે કઠોળ વર્ગના પાકની પસંદગી કરી હોય તો નાઈટ્રોજનયુક્ત ખાતરો ઓછા પ્રમાણમાં જોઈશે, પરંતુ અગાઉ જુવાર, મકાઈ કે ઘાસચારા જેવા પાકની પસંદગી કરેલ હોય તો તે પછીના પાકમાં ખાતરનું પ્રમાણ વધારે રાખવું.
પોષક તત્વોના પ્રકાર : સામાન્ય રીતે મુખ્ય પોષક તત્વોનો જથ્થો વધારે અને સૂક્ષ્મ તત્વોનો જથ્થો ઘણો ઓછો હોય છે. જમીન ચકાસણી અહેવાલના આધારે ખૂટતાં પોષક તત્વો આપવા જોઈએ.
ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે ખાતર ક્યારે આપવું તે નક્કી થવું ખૂબ જ આવશ્યક છે. નાઈટ્રોજનયુક્ત ખાતર એક સાથે ન આપતાં અલગ અલગ હપ્તામાં પાકના વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને આપવું જોઈએ. ફોસ્ફરસયુક્ત ખાતરનો બધો જથ્થો વાવણી સમયે પાયાના ખાતર તરીકે આવો હિતાવહ છે. પોટાશયુક્ત ખાતરો સામાન્ય રીતે એક હસેથી આપી શકાય, પરંતુ શેરડી જેવા લાંબા ગાળાના પાક કે જયાં પોયરાની વધુ જરૂરિયાત હોય અથવા તો રેતાળ જમીનમાં પોટાશયુક્ત ખાતરો બે હપ્તામાં આપવા જોઈએ.
ખાતરની કાર્યક્ષમતા પર ખાતર આપવાની પધ્ધતિ ઘણી અસર કરે છે. જ્યારે પાકની બે હાર ઘણી જ નજીક હોય અથવા પાકને ફૂંકીન વાવેલ હોય ત્યારે પાયાનું કે પૂર્તિ ખાતર પણ ફૂંકીને આપી શકાય. સામાન્ય રીતે નાઈટ્રોજનયુક્ત ખાતરો આ રીતે આપી શકાય. ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરોને બીજની નીચે ૪ થી ૬ સે.મી. ઊંડે ચાસમાં ઓરીને આપવામાં આવે છે. લાંબા ગાળાના પાકમાં પૂર્તિ ખાતર પાકની હારની બાજુમાં ચાસ ખોલીન આપી શકાય. ક્ષારીય, ચૂનાયુક્ત કે હલકી જમીનમાં ખાતરોને પ્રવાહી દ્રાવણ બનાવીને પણ પાન પર છંટકાવ કરી ખાતરની કાર્યક્ષમતા વધારી શકાય. ખાસ કરીને સુમિ તત્વો ઓછી માત્રામાં આપવાના હોય તેમજ જમીનમાં આપવા યોગ્ય ન હોય ત્યારે આ પધ્ધતિ અસરકારક જણાવેલ છે.
પાક
|
ના-ફો-પો (કિ.ગ્રા./હે)
|
ખાતર આપવાનો સમય
|
વિશેષ ભલામણ
|
મગફળી
|
૧૨.૫-૨પ-પ૦ |
વાવણી વખતે
|
|
તલ |
૨૫-૨૫-૪0
|
વાવણી વખતે ૩0 દિવસે
|
|
દિવેલા
|
૪0-30-06 |
વાવણી વખતે |
|
સોયાબીન |
30-30-06 |
વાવણી વખતે |
|
સૂર્યમુખી |
૪પ-પ0-60 |
વાવણી વખતે |
|
સમતલ |
૨૦-૨૮-60 |
વાવણી વખતે |
|
રોપાણ ડાંગરની
રોપાણ ડાંગરની |
૨૦-૪૦-૪૦
|
ફેરરોપણ સમય
|
|
દેશી મકાઈ |
૨૦-00-00 ૨૦-00-00 |
વાવણી સમયે ૨૦ દિવસે |
છાણિયુ ખાતર ૧૦-૧૫ ટન/હે. નાખવું. પોટાશ ૨૦-૪૦ કિ.ગ્રા. આપવું. જસતની ઉણપ હોય તો ઝિંક સલ્ફટ ૨૫ કિ.ગ્રા/હે. આપવું અથવા ૦.૨ ટકા ઝિંક સલ્ફટનો અઠવાડીયાના અંતરે ૨-૩ ટકાવ કરવો. |
સ્ત્રોત: ઑગષ્ટ-ર૦૧૮,વર્ષ : ૭૧ અંક : ૪,સળંગ અંક : ૮૪૪, કૃષિગોવિધા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020