অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સોયાબીનની જીવાતો અને તેનું સંકલિત વ્યવસ્થાપના

સોયાબીન એ કઠોળવર્ગનો પાક છે. સોયાબીનમાં ભરપુર પ્રમાણમાં પ્રોટીન હોય છે. સોયાબીનના બીજમાં આશરે ૪૦ થી ૪૨ ટકા પ્રોટીન તથા ૧૮ થી ૨૨ ટકા તેલ હોય છે. તેલનું પ્રમાણ હોવાથી અગત્યના તેલીબિયા પાક તરીકે પણ તેની ગણના થાય છે. સોયાબીનના છોડના મૂળમાં રાઈઝોબિયમ બેકટેરીયાની ગંડિકાઓ આવેલ હોવાથી જમીનમાં નાઈટ્રોજનનો ઉમેરો થાય છે જેથી આ પાક વાવવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. આ પાક ટુંકા ગાળાનો હોય અને ભેજની ખેંચમાં પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવતો હોય ગુજરાતમાં વાવેતર માટે અનુકૂળ છે. ગુજરાત રાજયમાં થતા મુખ્ય પાકોની દષ્ટિએ જોઈએ તો સોયાબીનને એક નવીન પાક તરીકે ગણી શકાય. ગુજરાત રાજયમાં સોયાબીનનું વાવેતર ઉત્તરોતર વધતું જાય છે. જેમ જેમ પાકની ખેતી જૂની થવા લાગે તેમ તેમ તેમાં જીવાતોનો ઉપદ્રવ વધતો જાય. સોયાબીનના પાકમાં વાવણીથી કાપણી દરમ્યાન આ લેખમાં દર્શાવેલ જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતોની ઓળખ અને તેના સંકલિત વ્યવસ્થાપનની વિસ્તૃત માહિતી અત્રે આપવામાં આવેલ છે.

લશ્કરી ઈયળ :


  • આ જીવાતની નાની ઈયળો લીલાશ પડતી અને શરીરના આગળના ભાગે કાળાં ટપકાં ધરાવે છે. મોટી ઈયળો કાબરચીતરા ભૂખરા રંગની હોય છે. માદા ફૂદી પાન પર સમૂહમાં ઈંડા મૂકે છે. આવા ઈંડાના સમૂહ બદામી રંગના મલમલ જેવા તાંતણાથી ઢંકાયેલા હોય છે. આવા સમૂહમાં લગભગ ૩00 થી પ00 જેટલા ઈંડા હોય છે જે સેવાતાં તેમાંથી નીકળતી નાની ઈયળો પાનની નીચેની સપાટીએ રહીને પાનનો લીલો ભાગ કોરી ખાય છે જેથી પાન અર્ધપારદર્શક બની જાય છે.

  • જયારે મોટી ઈયળો પાન કાપી ખાઈ પાનમાં મોટા અનિયમિત આકારના કાણાં પાડે છે. વધારે ઉપદ્રવ હોય તો છોડ ઝાંખરા જેવા થઈ જાય છે. ઈયળોનો વિકાસ પૂર્ણ થતાં તે જમીનમાં ઊંડે ઉતરીને માટીનું કોચલુ બનાવી કોશેટા અવસ્થામાં પરિવર્તન પામે છે.

સંકલિત વ્યવસ્થાપન :

  • શક્ય હોય ત્યાં એક હેકટરે એકના પ્રમાણમાં પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો જેથી ફૂંદાને તેમાં આકર્ષી વસ્તી કાબૂમાં રાખી શકાય.

  • ખેતરની ફરતે થોડા થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી માદા ફૂદી દિવેલાના પાન ઉપર ઈંડા મૂકશે. આવા ઈંડાના સમૂહવાળા તેમજ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહવાળા પાન તોડી ઇંડાં તેમજ ઈયળો સહિત પાનનો નાશ કરવો.

  • લશ્કરી ઈયળ માટેના ફેરોમોન ટ્રેપ હેકટર દીઠ ૮ થી ૧૦ની સંખ્યામાં ગોઠવવા અને તેમાં પકડાયેલા નર ફૂદાનો નાશ કરવો.

  • આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ (એનપીવી) ૨૫૦ એલઈ ૪00 થી 500 લિટર પાણીમાં ભેળવીને એક હેકટર વિસ્તારમાં સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
  • બજારમાં ઉપલબ્ધ બેસિલસ શ્રેજીન્સીસ નામનાં જીવાણુના પાઉડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસિયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.

  • લીંબોળીના મીંજનો ભૂકો ૫00 ગ્રામ (% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • વધારે ઉપદ્રવના સમયે પ્રોફેનોફોસ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ.. ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ., ડેલ્ટામેથ્રીન ૨.૮ ઈસી ૨ મિ.લિ., એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી, કલોરાન્દ્રાનીલીમોલ ૧૮.૫ ઈસી ૩ મિ.લિ., સ્પીનોસાડ ૪૫ એસસી ૬ મિ.લિ., ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૨ મિ.લિ, પૈકી કોઈપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં છંટકાવ કરવો.
  • ઉનાળામાં સામૂહિક ધોરણે ખેડ કરવાથી આ જીવાતના જમીનમાં રહેલા સુષુપ્ત કોશેટાઓ ખુલ્લા થતાં પક્ષીઓ તેને વીણી ખાય છે અથવા સૂર્યપ્રકાશની ગરમીથી તેનોનાશ થતાં જીવાતનું જીવનચક્ર આગળ વધતું અટકાવી શકાય છે.

ઘોડીચા ઈયળ :

  • આ જીવાતની ઈયળ આછા લીલા રંગની પાતળી અને નાજૂક હોય છે. ચાલતી વખતે શરીરનો વચ્ચેનો ભાગ ઊંચો કરે છે. જેથી ઘોડો પડે છે આથી તેને ઘોડીયા ઈયળ કહે છે. ઈયળ પાનની નીચેની સપાટીએ રહીને પાન ખાઈને નુકસાન કરે છે. વધારે ઉપદ્રવ જણાય તો પાન ચાળણી જેવા જાય છે. ફૂદી મજબૂત બાંધાની અને રાખોડીયા રંગની હોય છે. તેની અગ્ર પાંખ બદામી રંગની અને પાછળની પાંખ ઘેરા રંગની હોય છે જેમાં વચ્ચે સફેદ ટપકાં હોય છે.

 

 

 

 

સંકલિત વ્યવસ્થાપન

  • ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડનાં ડાળાં કાપીને છૂટાછવાયા રોપવાં.
  • પુખ ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો.
  • આ જીવાતમાં કુદરતી રીતે બીવેરીયા બેસીયાના નામની ફૂગથી થતો રોગ જોવા મળે છે જેથી કુદરતી રીતે વસ્તી કાબૂમાં રહે છે. તેમ છતાં બજારમાં ઉપલબ્ધ બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈ.સી.) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • વધારે ઉપદ્રવના સમયે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

પાનનું ચાંચવું :

  • આ જીવાતના પુર્ણ કાળા રંગના હોય છે. મુખનો ભાગ અણીદાર તેમજ અંદરનો ભાગ પહોળો હોય છે. પુર્ણ કીટક છોડના પાન કિનારીએથી કોરી ખાય છે.

સંકલિત વ્યવસ્થાપન

  • આ જીવાતની ઈયળ અવસ્થા જમીનમાં રહેતી હોવાથી લોરપાયરીફોસ ૨૦ ઈસી એક લિટર ૪ થી પ તગારા રેતી સાથે ભેળવી એક હેકટર વિસ્તારમાં પૂંખવી અથવા આ કીટનાશક ૧૦ લિટર પાણીમાં ૨૦ મિ.લિ. પ્રમાણે ભેળવી નોઝલ કાઢી છોડની બાજુમાં રેડવી.
  • લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • ઉપદ્રવ વધુ જણાય તો કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

થ્રિપ્સ


  • આ જીવાત નાની, શંકુ આકારની ફીક્કા પીળા રંગની હોય છે. બચ્ચાં નાના અને પાંખો વગરના હોય છે. આ જીવાતના પુર્ણ અને બચ્ચાં પાન ઉપર પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે જે પાનમાં ઘસરકા પાડી તેમાંથી ઝરતો રસ ચૂસે છે. આવાં વધારે પડતા ઘસરકા પડેલા પાનનાં ભાગ પાછળથી સફેદ ધાબામાં ફેરવાઈ જાય છે. વાવેતર પછી વરસાદ લંબાય ત્યારે આ જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે.
  • સંકલિત વ્યવસ્થાપન :
  • લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા અધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી)થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • વધુ ઉપદ્રવ જણાય તો ફોસ્ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફિપ્રોનીલ ૫ એસસી ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

લીલા તડતડીયા

  • આ જીવાતને ખેડૂતો ‘લીલી પોપટી” અથવા “લીલી ટીડડીના નામથી ઓળખે છે.
  • પુર્ણ કીટક આછા લીલા રંગના અને ફાચર આકારના હોય છે જે પાન ઉપર લાક્ષણિક ઢબે ત્રાંસા ચાલે છે. બચ્ચાં તેમજ પુર્ણ કીટક પાનની નીચેની સપાટી ઉપર રહી પાનમાંથી રસ ચૂસે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન કોકડાઈ જઈ પાનની ધાર નીચે વળી જાય છે તથા પર્ણિકાઓ કોડીયા આકારની થઈ જાય છે. છોડનો વિકાસ અટકે છે જેથી ઉત્પાદન પણ ઘટી જાય છે.

સંકલિત વ્યવસ્થાપન :

  • લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ પ્રવાહી મિશ્રણમાં કપડાં ધોવાનો પાઉડર ૧૦ ગ્રામ ૧૦ લિટર પ્રમાણે મ્સ બ્યુવેરીયા બેસીયાના ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવીને સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
  • ૧૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૨ ગ્રામ અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

મોલો મશી

  • આછા પીળાશ પડતા રંગની લંબગોળ આકારની મોલો તેના બચ્ચાં અને પુર્ણ અવસ્થાએ છોડની કુમળી ડુંખો પર અને પાનની નીચે રહી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે પરિણામે છોડનો વિકાસ અટકી જઈ નબળો પડી જાય છે અને ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે.
  • મોલોના શરીરના પાછળના ભાગ ઉપર બે નળી હોય છે. મોલોના શરીરમાંથી સતત ચીકણો પદાર્થ ઝરે છે. જે પાન ઉપર પડતા તેના ઉપર કાળી ફૂગનો ઉપદ્રવ થાય મ્સ વધુ ઉપદ્રવને પરિણામે છોડ ઉપરના પાન નીચેની તરફ કોકડાઈ જાય છે. વાદળછાયા વાતાવરણનાં દિવસોમાં હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા થી વધુ રહેવાના કારણે મોલોનો ઉપદ્રવ એકદમ વધી જાય છે.

સંકલિત વ્યવસ્થાપન :

  • આ જીવાત ઉપર નભતા “દાળીયા’ (લેડી બર્ડ બીટલ્સ) કુદરતી નિયંત્રણનું કાર્ય કરતા હોય છે. ખેતરમાં દાળીયાની વસ્તી પૂરતા પ્રમાણમાં જણાય તો જંતુનાશકનો છંટકાવ ટાળવો. પીળા ચીકણા પિંજર (યલો સ્ટીકી ટ્રેપ) લગાડી મોલોની વસ્તી ઉપદ્રવની જાણકારી મેળવવી.
  • મોલોની વસ્તી તેની ક્ષમ્યમાત્રા (પ ઈન્ડેક્ષ) વટાવે ત્યારે જ શોષક પ્રકારની જંતુનાશકનો છંટકાવ કરો.
  • આ ઉપરાંત લીલા તડતડીયાના સંકલિત વ્યવસ્થાપનમાં જણાવ્યા મુજબ પગલા લેવાં.
  • પાનકથીરી

  • આ જીવાતના પુર્ણ બારીક ગોળ અને રાતા રંગના તથા ચાર જોડી પગ ધરાવે છે. બચ્ચા શરૂઆતમાં ઝાંખા પીળા રંગનાં હોય છે જે મોટા થતાં લાલ રંગનાં થઈ જાય છે.
  • સામાન્ય રીતે પાનકથીરી પાનની નીચે રહી જાળું બનાવીને પાનમાંથી રસ ચૂસે છે પરિણામે પાન ઉપર અસંખ્ય સફેદ ડાઘા જોવા મળે છે. પાક નાનો હોય ત્યારે આ જીવાતના નુકસાનથી છોડની વૃદ્ધિ ઉપર વિપરીત અસર થાય છે અને ઉત્પાદન ઘટી જાય છે.

સંકલિત વ્યવસ્થાપન :

  • કથીરીના યજમાન છોડનો નાશ કરવો.
  • આ જીવાતનો ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારીત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય તો ફેનાઝાકવીન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ડાયફેન્યુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા પ્રોપરગાઈટ પ૭ ઈસી ૧૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ગર્ડલ બીટલ ગાભમારાની ઈયળ :

  • આ જીવાતની ઈયળ પીળાશ પડતા સફેદ રંગની નાજૂક અને ઘાટા માથાવાળી હોય છે અને શરીર પર કાળા ટપકાં ધરાવે છે. આ જીવાતની માદા છોડમાં કાણું પાડી તેમાં ઈંડા મૂકે છે.
  • ત્યારબાદ છોડના થડમાં કાણ પાડી અંદર દાખલ થાય છે અને અંદર રહી થડનો ગર્ભ ખાઈ નુકસાન કરે છે. જેથી છોડના પાન સૂકાઈ જાય છે અને છોડની મુખ્ય ડૂખ સૂકાઈને નમી જાય છે જેના લીધે ઉત્પાદન પર માઠી અસર જોવા મળે છે. તેનો ઉપદ્રવ ઑગષ્ટ-સપ્ટેમ્બર માસમાં જોવા મળે છે. સંકલિત વ્યવસ્થાપન :
  • પાકની ફેરબદલી કરવી.
  • વાવતા પહેલા બીજને ઈમિડાકલોપ્રીડ ૬00એફએસ ૯ મિ.લિ./કિલો બીજ દીઠ માવજત આપવી. ઉપદ્રવિત છોડનો જીવાત સાથે નાશ કરવો તેમજ પાકની કાપણી બાદ અવશેષોનો નાશ કરવો. વધુ પડતા નાઈટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ ટાળવો.
  • ઉપદ્રવ વધતો જણાય ત્યારે ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરાન્દ્રાનિલીમોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • વાવણી સમયે ફોરેટ ૧૦ % (૧૦ કિ.ગ્રા./હે.) અથવા કાર્બોફયુરાન ૩% (૩૦ કિ.ગ્રા./હે) દાણાદરા કીટનાશક રેતી સાથે ભેળવી ચાસમાં આપવી.

v અનુભવ ટ્રાયકોડમાં

આ સી.આય.બી. અને આર.સી., નવી દિલ્હી રજિસ્ટર્ડ ટ્રાયકોડર્મા વીરીડીનું ઉત્પાદન છે. ટ્રાયકોડર્મા પાકમાં આવતા બીજ-જન્ય તેમજ જમીન-જન્ય રોગો જેવા કે સુકારો, મૂળનો કોહવારો, થડનો કોહવાર, ધરૂ મૃત્યુ વગેરેનું નિયંત્રણ કરે છે.

માવજત :

  • બીજ માવજત: બીજને ટ્રાયકોડર્માથી ૧૦ ગ્રામ પ્રતિ કિલો બિયારણ પ્રમાણે વાવેતરના સમયે માવજત      આપવી.
  • જમીન માવજત : ૧.૨૫ ફ્લિો ટ્રાયકોડર્મા ૧૨૫ કિલો સેન્દ્રિય ખાતર જેવી કે છાણિયું ખાતર અથવા દિવેલીના          ખોળ સાથે સારી રીતે ભેળવીને ચાસમાં આપવું.
  • ધરૂને માવજત : ૧ થી ૧.૫ કિલો ટ્રાયકોડર્મા ૧૦ લિટર પાણીમાં ઓગાળી દ્રાવણ કરી ધરૂના મૂળને દ્રાવણમાં          ડૂબાડી રોપણી કરવી, કેળની ગાંઠો, શેરડીના કટકા વગેરેને પણ આ પ્રમાણે માવજત આપવી. ૧ કિલો ટ્રાયકોડર્માને પ૦ કિલો છાણિયું ખાતર, વર્મિકમ્પોસ્ટ, દિવેલી, રાયડા, લીમડા વગરના        ખોળ સાથે સંવર્ધિત કરી શકાય છે.

કૃષિગોવિધા સપ્ટેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૫ સળંગ અંક : ૮૪પ

કોલેજ અોફ એગ્રિક્લ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી, આણંદ​

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate