આ ટ્રેપનો ઉપયોગ સંગ્રહિત અનાજમાં કિટ્કોની હાજરી જાણવા માટે થાય છે. જાંચ જાળ મુળ ત્રણ ઘટકોના મહત્વપુર્ણ ભાગો મળીને બને છે. એક મુખ્ય નળી, કીટને ફસાવનારી નળી અને તળમાં એક અલગ થઇ શકે તેવો શંકુ જેમા મુખ્ય નળી ૨ એમ.એમ વ્યાસના છિદ્ર થી બનાવામાં આવી છે. આપણે જાણીએ છીએ તેમ કીટક હવાને પસંદ કરે છે અને સમાન્ય રીતે હવા તરફ જાય છે. આ વ્યવહારનો ફાયદો આ પદ્રતિ માં ઉઠાવવામાં આવે છે. જાળ-ટ્રેપને ચોખા, ઘઉં જેવા અનાજમાં રાખવામાં આવે છે. સફેદ પ્લાસ્ટિક ખુણાનો ભાગ ચોખા, ઘઉં જેવા અનાજોમાં ચિત્રનં ૨ માં દર્શાવ્યા મુજબ નીચેની તરફ રાખવામાં આવે છે. ઉપરની લાલ કેપને અનાજના સ્તર સુધી રાખવી જોઇએ. કીટ્ક હવામાં મુખ્ય નળીની બાજુ જશે અને છિદ્ર દ્રારા અંદર જશે. એકવાર કીટક અંદર આવી ગયા બાદ સફેદ પ્લાસ્ટિક ખુણામાં સપડાઈને પડી જશે. ત્યારબાદ કીટકો પાસે બચવાનો કોઇ રસ્તો નહી રહેતાં તે ફસાઇ જાય છે. સફેદ ખુણાના ભાગને એક અઠવાડિયામાં એક વાર ખોલી સાફ કરી શકાય છે અને કીટકોને નષ્ટ કરી શકાય છે. અનાજમાં કીટક ઓળખવા માટેની આ એક સરળ રીત છે. આનાથી સંગ્રહિત અનાજમાં વિશેષ પ્રકારના નુકશાનકારક કીટકો જેવાકે આંધળા જીવડા, ચોખાનું ચાંચવું અને રાતા સરસરીયાં ને સપડાવા માટે ઘણું ઉપયોગી છે. અનાજ સંગ્રહના શરૂઆતના દિવસોમાં કીટકોની વધુ પ્રતિક્રિયા રહેતી હોવાથી અનાજના સ્તરથી ૬ ઇંચ ઉપર આ ટ્રેપનો ઉપયોગ કર વાથી ૧૦ થી ૨૦ દિવસની અંદર ૮૦ ટકા કીટકોને સમાપ્ત કરી શકાય છે. આ પદ્રતિ રસાયણ અને જાળવણી ખર્ચ રહિત છે.
પિટ ફોલ ટ્રેપને અનાજની ઉપર જોવા મળતા કીટકોની દેખરેખ તથા પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પિટફોલ ટ્રેપના મોડલમાં બે ભાગ હોય છે. છિદ્રયુક્ત ઢાંકણ (૨ મીમી કે 3 મીમી) અને એક કોણ (નાળચા) આકારનો તળિયાનો ભાગ જેના કારણે જીવાતો તેમાંથી છટકી શકતી નથી. કોમર્શિયલ મોડલ પ્લાસ્ટીકનો બનેલો હોય છે. આ સાધારણ, સસ્તુ (ટ્રેપ/૨૫ રૂપિયા) અને સંભાળવામાં સરળ પણ છે.
પ્રોબ ટ્રેપમાં છિદ્રયુક્ત નળી (પર્ફોરેટડ ટયુબ), પિટફોલ યંત્રની રચના, નળીનુ જોડણ અને એક ભાગના રૂપમાં છિદ્રયુક્ત ઢાંકણ અને તળિયાનો કોણ ખુણાના આકારનો પિટફાલ ટ્રેપ બનાવેલ છે. પ્રોબ અને પિટફોલને મેળવવાથી જીવાતોની પકડવાની ક્ષમતા વધી જાય છે. આ બેવડું ટ્રેપ ઢાલીયા અને ફૂદા જીવાતોને પકડવામાં સૌથી વધુ પ્રભાવશાળી છે. આમાં જીવાતોને પકડવાથી પહેલા ખુણાને અંદરભાગમાં ચિપકવાળી પદાર્થ લગાવવાની જરૂર નથી પડતી. આ જાળમાં ભૃંગા જીવતા પકડાઇ છે. આ ટ્રેપમાં સપડાયેલા ઢાલીયા અને ફૂદા જીવાતો દ્રારા છોડાતા ફેરોમોનથી બીજા કીટકોને આકર્ષિત કરી તેને પણ પકડી શકાય છે.
આમાં એક ખુણાના આકારના છિદ્રયુક્ત કપ (૩ મીમીના છિદ્ર વાળા) હોય છે. એની ઉપર એક ઢાંકણુ લગાવેલુ હોય છે એ કપ તળ પર એક પાત્રને ગોળ ડિશની સાથે ચિપકાવેલુ હોય છે. જેને વેસેલીન જેવા કોઇ ચિકાશવાળા પદાર્થથી ચોંટાડી દેવામાં આવે છે. દાળને સંગ્રહ કરતાં પહેલા ખેડૂતોએ ૨૦૦ ગ્રામ દાળને કપમાં નાખવુ જોઇએ. જયારે પોતાના ઉડવાના વ્યવહારના કારણે જીવાત દાળોની ઉપર ઉડવાનુ શરૂ કરી તો એ છિદ્રમાં જશે અને ફસાઇ જાશે અને જાળવાળા ભાગમાં ફસાઇ જાશે. જયારે તે ચિકાશવાળા ભાગ પર ચિપકી જાય તો ખેડુતે એને આસાનીથી ખોલી શકે છે અને દાળને પ્રકાશમાં સુકવી શકે છે. ૨૨ મીમી છિદ્રવાળા યંત્રને અનાજ માટે પ્રયોગ કરી શકાય છે. આ યંત્ર જીવાતોની શરૂઆતી સંખ્યામાં અને વસ્તી ઘટાડો કરવામાં સહાયતા કરે છે. આ પ્રકારે સમય સમય પર જીવાતોને કાઢવાની પ્રક્રિયા ખેડુતોને પોતાની દાળોમાં થતુ નુક્શાન બચાવવામાં મદદ કરે છે.
જીવાતને સ્વયંચાલિત દૂર કરનાર પાત્ર (ઓટોમેટીક ઇંન્સેકટ રીમુવલ બિન) જીવાતોને પોતે જ હટાવી દે છે. આ યંત્રમાં મુખ્ય ભાગ જેવાકે જેમાં આગળનુ પાત્ર, અંદર છિદ્રયુક્ત પાત્ર, સંગ્રહ પાત્ર અને ઢાંકણ સામેલ છે. સંગ્રહિત અનાજની ઉપર ઉડતી જીવાતોના ઉડવાના વ્યવહારનો ફાયદો ઉઠાવી એને પકડી લે છે. અનાજને વિશેષ રૂપથી ડિઝાઇન કરેલા એક છિદ્રયુક્ત પાત્રમાં અંદર અને બહારની વચ્ચેની જગ્યા કીટકોને હવામાં ઉડવા માટે ઉચિત રહે છે. ઉડતા કીટકો એ જગ્યામાં છિદ્રથી અંદર જાય છે. આમ કરવાથી ફસાઇને પિટફોલ યંત્રની કાર્યપદ્ધતિના માધ્યમથી સંગ્રહ પાત્રમાં પડી જાય છે. જેવા કીટકો પકડાઇ જાય તો એને ઝડપથી ભેગા કરવા માટે છિદ્રયુક્ત (૨ મીમી) નળીને પાત્રની અંદર જોડવામાં આવેલ છે. આ યંત્રમાં ચોખા, ઘંઉ, દાળ, જેવા અનાજનો સમાવેશ કરવાથી આંધળા જીવડા, ચોખાનું ચાંચવું અને રાતા સરસરીયાં, ઝીંઝણી જેવા કીટકોથી થતા નુક્શાનથી છુટાકારો મેળવી શકાય છે. ૧૦ દિવસના ઓછા સમયમાં લગભગ ૯૦ ટકા જીવાતોને અનાજમાંથી કાઢી શકાય છે.
યુ. વી લાઇટ ટ્રેપમાં એક અલ્ટ્રા વાયોલેટ સ્ત્રોત (૪ વૉટ જર્મિસાઇડલ લેમ્પ) હોય છે. આ લેમ્પથી ૨૫૦ નેનો મીટર સુધી અલ્ટ્રા વાયોલેટ કિરણો નિકળે છે. આ લાઇટ એક ગરણી પર લાગેલી હોય છે. જે ઉપરથી ૩૧૦ એમ.એમ વ્યાસની અને નીચેથી ૩૫ એમ.એમ વ્યાસની હોય છે. ગરણીની નીચેનો અંતિમ ભાગ એક પારદર્શી પ્લાસ્ટિક પાત્રથી જોડાયેલ હોય છે જેમાં આ રીતે પકડેલી જીવાતોને એકઠી કરવામાં આવે છે. આથી ઉચિત સ્થાન પર ટીંગાળવા માટે ગરણીના બહારના ભાગ પર ત્રણ હુક સામેલ કરવામાં આવ્યા છે. હુકને ઉભા કરવા માટે ટ્રાઇપોડ સ્ટેન્ડ પણ સાથે મળે છે. યુ. વી લાઇટ ટ્રેપને અનાજ સંગ્રહિત ગોદામોમાં જમીનથી ૧.૫ મીટરની ઉંચાઇ પર ગોદામના ખુણાના ભાગ પર લગાવી શકાય છે. એમ પણ જોવામાં આવ્યુ છે કે જીવાતો આ જગ્યા પર સાંજના સમયે વધારે રહે છે. યુ. વી લાઇટ ટ્રેપને રાતના સમયે પ્રયોગ કરી શકાય છે. આ લાઇટ ટ્રેપ ઢાલીયા અને ફૂદા વગ્રૅની જીવાતોને મોટી સંખ્યામાં મારી નાખે છે. સાધારણ રીતે ૫ મીટરની ઉંચાઇવાળા ૨ યુ. વી લાઇટ ટ્રેપ પ્રતિ ૬૦મીX૨૦મી (લંXપ) પ્રમાણે ગોદામમાં રાખવી જોઇએ. આ ટ્રેપ ગોદામમાં વધુ સમય સુધી સંગ્રહિત અનાજ માટે ઉપયોગી માનવામાં આવે છે. જયારે ગોદામમાં અનાજ આવે છે ત્યારે ટ્રેપ એમાંથી કીટકોને કાઢી નાખે છે. અને એમાં વધુ કીટકોની સંખ્યા કરતા રોકે છે. જે ગોદામોમાં અનાજને વારંવાર લઇ જવામાં આવે છે ત્યાં પણ આ ટ્રેપ નિયંત્રણ અને સામૂહિક ટ્રેપીંગ માટે વાપરી શકાય છે.
દાળોને સંગ્રહિત કરવુ અનાજ કરતા પણ વધારે મુશ્કેલ છે. આમાં કઠોળના ભોટવા (કૅલોસોબ્રુચૂસ) નામની જીવાતો લાગવાનો ભય છે. આ જીવાતો ખેતરોમાંથીજ ભંડાર સુધી આવવાની પ્રક્રિયા દરમ્યાન દાળોમાં ઘુસી જાય છે. આ યંત્રમાં એક બહાર પાત્ર (કંટેનર) હોય છે અને એક અંદર છિદ્રયુક્ત પાત્ર હોય છે. જેમાં એક નળી હોય છે જેમાં બન્ને બાજુ પ્લાસ્ટિકના બ્રશ લગાવેલા હોય છે. ઇંડાવાળા બીજોને છિદ્રયુક્ત પાત્રમાં (પર્ફોરેટેડ કંટેનર) રાખવામાં આવે છે. આ નળીને દિવસમાં ત્રણ વાર ( સવાર, બપોર, સાંજ ) ૧૦ મીનીટ માટે ઘડિયાળની અને એની વિપરીત દિશામાં ફેરવવામાં આવે છે. ફરતી નળીના કારણે ઇંડા નષ્ટ થઇ જાય છે જેથી આ પ્રકારે દાળોને થનારા નુકશાનથી બચાવી શકાય છે. આ પ્રક્રિયાથી બીજના અંકુરણને પણ નુકશાન થતુ નથી. વધુમાં એકવાર ઇંડા નષ્ટ થયા બાદ બીજોને સંગ્રહણ દરમ્યાન નવા કીટકો પેદા નથી થતા જેથી કીટકોની સંખ્યા વધતી નથી. આ પ્રકારે ખેડુતોને "એના પોતાના બીજ" રાખવા માટે પ્રોત્સાહિત પણ કરી શકાય છે.
સ્ત્રોત આણંદ યુનિવર્સિટી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020