1. કેલ્શિયમ : કેલ્શિયમ એ હાડિંજર અને દાંતના સંશ્લેષણ અને નિભાવમાં અતિ મહત્વનું બંધારણીય ઘટક છે. અંગોના હલનચલનમાં, સ્નાયુઓના સંકોચન વિસ્તરણમાં, હ્રદયના સ્નાયુકાર્યમાં, રૂધિર જામી જવાની ક્રિયામાં અને ચેતાતંત્રના કાર્યમાં મહત્વનું છે. ફોસ્ફરસના શોષણ અને કોષસ્તરની પરિવાહકતામાં નિર્ણાયક ઘટક છે. કેલ્શિયમની ઉણપથી હાડકાં અને દાંતની સમસ્યાઓ રહે છે.
2. ફોસ્ફરસ : કેલ્શિયમનો યોગ્ય ઉપયોગ ફોસ્ફરસ પર આધારિત છે કારણ કે મોટા ભાગનો કેલ્શિયમ, કેલ્શિયમ ફોસ્ફેટ તરીકે હાડકાં અને દાંતમાં જમા થાય છે. કાર્બોદિત પદાર્થો અને ચરબીના ચયાપચયમાં અગત્યનો ભાગ ભજવે છે.
3. લોહતત્વ : ઓકસિજનની વાહકતા અને રકતકોષોમાં રહેલા હિમોગ્લોબીનના સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે. જુદાજુદા પ્રકારની ઓકિસડેશન–રીડકશન પ્રક્રિયામાં મહત્વનું ઘટક છે. લોહતત્વની ઉણપથી થાક અને એનેમીયાની સમસ્યાઓ સર્જાઈ શકે છે.
કોઠો૧: વિવિધ શાકભાજીમાં ઉપલબ્ધ પોષકદ્વવ્યોનું પોષણમુલ્ય
શાકભાજી પાક
|
ઉપલબ્ધ ખનીજ દ્રવ્યો |
વિટામિન |
ખનીજતત્વો ( મી.ગ્રા) |
અન્ય અગત્યતા |
||||
કાર્બોદિત પદાર્થો ( %) |
પ્રોટીન ( %) |
ચરબી ( %) |
રેસા ( %) |
|||||
કોબીજ |
૪.૬ |
૧.૩ |
૦.૧ |
– |
બીટા કેરોટીન, એસ્કોર્બિક એસિડ, રીબોફલેવીન, નીએસીન, થાયમીન |
કેલ્શિયમ (૩.૯), લોહતત્વ (૦.૮), મેગ્નેશિયમ(૧૦), સોડિયમ (૧૪.૧),પોટેસ્શયમ (૧૪), ફોસ્ફરસ (૪૪) |
કફ, તાવ, ત્વચાને લગતો રોગ, ગરમી અને કેન્સર સામે પ્રતિકારકતા |
|
કોલીફલાવર |
૪ |
ર.૬ |
૦.૪ |
૧.ર |
વિટામિન સી (૩૦–૬પ મિગ્રા) |
૧.૯ % ખનીજતત્વો |
સ્કર્વીમાં ઉપયોગી રૂધિરનું શુદ્ધિકરણ કરે |
|
ટામેટા |
૩.૬ |
૧.૯ |
૦.૧ |
૦.૭ |
વિટામિન સી (૭પ મિગ્રા), |
૦.પ % |
રૂધિરનું શુદ્ધિકરણ કરે, કેન્સર સામે પ્રતિકારકતા જીવાણું નાશક (એન્ટીસેપ્ટિક) |
|
રીંગણ |
૪ |
૧.૪ |
૦.૩ |
૧.૩ |
વિટામિન એ (પ૧આઈ.યુ.) ,ટોકોફેરોલ |
૦.૩ % |
– |
|
મરચાં |
૩ |
ર.૯ |
૦.૬ |
૬.૮ |
વિટામિન સી (રપ મિગ્રા),ફોલિક એસિડ, |
૧.૬ % |
– |
|
ભોલર |
– |
– |
– |
– |
રીબોફલેવીન (૦.૦૧ મિગ્રા), થાયમીન (૦.૦૭ મિગ્રા), પેન્ટોથેનીક એસિડ, |
– |
– |
|
મરચાં |
૧૦ |
– |
– |
– |
વિટામિન એ (૯૦૦ આઈ. યુ.) |
કેલ્શિયમ(૪૦મિગ્રા),ફોસ્ફરસ(૩૦મિગ્રા)લોહતત્વ,મેગ્નેશિયમ (૪૦ મિગ્રા) |
કમળો અને મોતીયા સામે પ્રતિકારકતા |
|
ગાજર |
– |
– |
– |
– |
વિટામિન સી (૬ મિગ્રા), |
કેલ્શિયમ (૭ર મિગ્રા), |
– |
|
સુરણ |
૧પ.૯ |
૭.ર |
– |
– |
વિટામિન એ (૩૦ આઈ. યુ.) |
કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, |
– |
|
વટાણા |
૮.૧ |
૩.પ |
૦.ર |
ર.૦ |
વિટામિન સી (૧૧૧ મિગ્રા) |
કેલ્શિયમ (૭ર મિગ્રા),ફોસ્ફરસ (પ૯ મિગ્રા), |
– |
|
ચોળી |
– |
૩.૮ |
– |
– |
વિટામિન એ,વિટામિન સી (૩ર૧ મિગ્રા),બીટા કેરોટીન |
ખનીજતત્વો પ્રચુર માત્રામાં |
– |
|
વાલ |
૧૦.૮ |
૩.ર |
૧.૪ |
– |
બીટા કેરોટીન,વિટામિન સી |
કેલ્શિયમ (૧૩૦મિગ્રા),ફોસ્ફરસ (પ૭ મિગ્રા),લોહતત્વ (૪.પ મિગ્રા), |
– |
|
ગુવાર |
૩–૬ |
૧–ર |
– |
– |
(૩ મિગ્રા),રીબોફલેવીન,થાયમીન, નીએસીન, ફોલિક એસિડ |
કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ |
– |
|
શકકરીયા |
– |
– |
– |
– |
વિટામિન એ, વિટામિન બી, |
કેલ્શિયમ (૧૬.રમિગ્રા), લોહતત્વ (૩૮૦ મિગ્રા) |
– |
|
પાલક |
– |
૧૭.૪ |
– |
– |
વિટામિન એ (૪૦પ આઈ. યુ.) વિટામિન સી (પર મિગ્રા / ૧૦૦ ગ્રામ) |
લોહતત્વ (૧પ.ર થી પ૩.૬ મિગ્રા) |
– |
|
તાંદળજો |
– |
૧૮.૬ |
– |
– |
વિટામિન એ (૧૮૬૧ આઈ. યુ) |
પ્રચુર માત્રામાં |
અપચો, બરોળ, લીવર ના રોગ સામે લાભદાયક અને ભૂખ લગાડે [ |
|
મેથી |
૬.૪ |
૪૦.૯ |
૦.ર |
૧.ર |
વિટામિન પ્રચુર માત્રામાં |
કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, સલ્ફર |
– |
|
ભીંડા |
૧૧.૬ |
૧.૯ |
૦.૧ |
– |
પેન્ટોથેનીક એસિડ |
કેલ્શિયમ (૦.ર–૦.પ%), ફોસ્ફરસ (૦.૦પ %), લોહતત્વ, કોપર, ઝિંક |
રૂધિરમાં શર્કરા ઘટાડે, ચરબી ઘટાડે, દમ ઘટાડે |
|
ડુંગળી |
પ્રચુર |
૧.ર |
– |
– |
વિટામિન સી |
|
ફોસ્ફરસ –પાચક રસ વધારે, ખોરાકનું શોષણ વધારે, એનેમીયામાં લાભદાયક અને રૂધિરમાં શર્કરા ઘટાડો |
કોઠો 2 : વેલાવાળા શાકભાજીમાંથી મળતા પોષકતત્વો (૧૦૦ ગ્રામ જથ્થામાંથી)
નામ |
પ્રોટીન ગ્રામ |
ચરબી ગ્રામ |
ક્ષાર ગ્રામ |
રેષા ગ્રામ |
કાર્બોહાઈ |
શકિત કેલરી |
કેલ્શીયમ મીલી |
ફોસ્ફરસ મીલી |
લોહ મીલી |
પરવળ |
ર.૦ |
૦.૩ |
૦.પ |
૩.૦ |
ડ્રેટસ ગ્રામ |
ર૦ |
૩૦ |
૪૦ |
૧.૭ |
ટીડોળા |
૧.૪ |
૦.ર |
૦.પ |
૧.૦ |
ર.ર |
ર૧ |
રપ |
ર૪ |
૦.૯ |
દૂધી |
૦.ર |
૦.૧ |
૦.પ |
૦.૬ |
૩.૪ |
૧ર |
ર૦ |
૧૦ |
૦.૪૬ |
કંકોડા |
૩.૧ |
૧.૦ |
૧.૧ |
૩.૦ |
ર.પ |
પર |
૩૩ |
૪ર |
૪.૬ |
કોળુ |
૧.૪ |
૦.૧ |
૦.૬ |
૦.૭ |
૭.૭ |
રપ |
૧૦ |
૩૦ |
૦.૪૪ |
કારેલા |
૧.૬ |
૦.ર |
૦.૮ |
૦.૮ |
૪.૬ |
રપ |
ર૦ |
૭૦ |
૦.૬૧ |
તુરીયા |
૦.પ |
૦.૧ |
૦.૩ |
૦.પ |
૪.ર |
૧૭ |
૧૮ |
ર૬ |
૦.૩૯ |
કાકડી |
૦.૪ |
૦.૧ |
૦.૩ |
૦.૪ |
૩.૪ |
૧૩ |
૧૦ |
રપ |
૦.૬૦ |
કોઠો ૩ : વેલાવાળા શાકભાજીમાંથી મળતા વિટામીન્સ (૧૦૦ ગ્રામ જથ્થામાંથી)
નામ |
કેરોટીન યુજી |
બી.૧ મી.ગ્રા. |
બી. ર મી.ગ્રા. |
બી. ૪ મી.ગ્રા. |
વિટામીન–સી મી.ગ્રા. |
પરવળ |
૧પ૩ |
૦.૦પ |
૦.૦૬ |
૦.પ |
ર૯ |
ટીડોળા |
૧૩ |
૦.૦૪ |
૦.૦૮ |
૦.૩ |
૧૮ |
દૂધી |
–– |
૦.૦૩ |
૦.૦૧ |
૦.ર |
–– |
કંકોડા |
૧૬ર૦ |
૦.૦પ |
૦.૧૮ |
૦.૬ |
–– |
કોળુ |
પ૦ |
૦.૦૬ |
૦.૦૪ |
૦.પ |
ર |
કારેલા |
૧ર૬ |
૦.૦૭ |
૦.૦૯ |
૦.પ |
૮૮ |
તુરીયા |
૩૩ |
–– |
૦.૦૧ |
૦.ર |
પ |
કાકડી |
૩૦ |
૦.૦૩ |
૦.૦૧ |
૦.૧ |
–– |
શાકભાજી પાકોમાંના પોષક દ્રવ્યોમાં પ્રતિભષ્મીભવન ( એન્ટીઓકસીડન્ટ ) નો ગુણ ધરાવતા પોષક દ્રવ્યો જેવા કે વિટામીન સી, વિટામીન ઈ, સેલેનીયમ, ફલેવેનોઈડસ અને બીટા કેરોટીનોઈડનો સમાવેશ થાય છે. આ પ્રતિભષ્મીભવનનો ગુણ ધરાવતા દ્રવ્યો શરીરમાં ઉપયોગી એવા રસાયણોનું ભષ્મીભવન અટકાવે છે અને એ રીતે આરોગ્ય માટે લાભકારક છે. આવા પ્રતિભષ્મીભવનનો ગુણ ધરાવતા પદાર્થોનો રોજીંદા આહારમાં ઉપયોગ કરવાથી નીચે દર્શાવેલ ફાયદા જોવા મળે છે.
શાકભાજીના પાકોમાં રહેલા પ્રતિપોષક પદાર્થો : શાકભાજી પાકોમાં ઉત્ક્રાંતિના ક્રમિક વિકાસ સાથે અમુક પ્રકારના પ્રતિપોષક પદાર્થો રહેલા હોય છે. આ પ્રતિપોષક પદાર્થો શાકભાજીના પાકોને પરભક્ષીઓ અને પરરોહીઓ સામે રક્ષણ આપે છે. માનવ શરીર પર શાકભાજીમાં રહેલા પ્રતિપોષક પદાર્થોની અસર ખૂબ જ લાંબા સમયે થાય છે. આવા પ્રતિપોષક પદાર્થોમાં ગ્લાયકોસાઈડ, કુકુરબીટેસીન્સ, ફલેવેનોઈડસ, ગ્લાયકો આલ્કલોઈડ, ગ્લુકોસીનોલેટસ, લેકટીન્સ, હાઈડ્રેઝીન્સ, લથાયરોજન્સ, લીગ્નીસ, રેફીનોસ, ઓકઝેલેટ, સેપોનીન, ટ્રીપ્સીન ઈન્હીબીટર, આલ્કોલોઈસ, ટેનિન, ઓકઝેલેટ, ફીનોલ ટર્પેનોઈડસ વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રતિપોષક પદાર્થોને વધારે પ્રમાણમાં શરીરમાં જવાથી ચેતાતંત્રને લગતી સમસ્યાઓ, પથરી, ઉંચું રૂધિરનું દબાણ (બ્લડપ્રેશર ) પેટને લગતી સમસ્યાઓ, ગોઈટર, એનેમીયા, થાક, એલર્જી, ત્વચાને લગતી સમસ્યાઓ અને પાચનને લગતી સમસ્યાઓ સર્જાવાનો ભય રહેલો છે.
શાકભાજી રોજીંદા આહારનો અગત્યનો ભાગ હોય આ પ્રતિપોષક દ્રવ્યો લીધે આરોગ્યને લગતી કોઈ મોટી સમસ્યાઓ સર્જાવાનો પુરાવો મળેલ નથી પરંતુ શાકભાજીની કાપણી પછીની અમુક પ્રક્રિયાઓ અને રસોઈ દરમ્યાન રાંધવાની પ્રક્રિયામાં સાવચેતી રાખવાથી પ્રતિપોષક દ્રવ્યોથી મુકત શાકભાજી મેળવી શકાય છે કે જેનો રોજીંદા આહારમાં ઉપયોગ હાનિમુકત બને.
જુદા જુદા શાકભાજી પાકોમાં રહેલા પ્રતિપોષક દ્રવ્યો અને તેને લીધે સર્જાતી આરોગ્યને લગતી સમસ્યાઓ કોઠોમાં દર્શાવેલ છે.
શાકભાજી |
પ્રતિપોષક પદાર્થ |
હાનિકારક અસર |
શાકભાજી |
પ્રતિપોષક પદાર્થ |
હાનિકારક અસર |
૧. ગાજર |
કેરોટા–ટોકસીન |
ચેતાતંત્રને લગતી |
૮. કઠોળ |
લેકટીનસ, સાયનોજેનીક |
એલર્જી |
ર. લેટયુસ |
નાઈટ્રેટ, આલ્કલોઈડસ |
એનેમીયા |
શાકભાજી |
ગ્લુકોસાઈડસ,હેમા–ગ્લુટીનીન્સ, ટ્રીપ્સીન , એમાયલેસ |
ચેતાતંત્રને લગતી સમસ્યા |
૩. ક્રુસીફેરસ શાકભાજી |
ગ્લુકોસીનોલેટસ, |
ગોઈટર પાચનને લગતી સમસ્યા |
૯. એસ્પરગેસ |
સેપાનીન્સ, કોલીન, એસ્ટરેજ ઈન્હીબીટર |
નવજાત શીશુના જન્મ વખતે ની સમસ્યાઓ પ્રોટીએસ ઈન્હીબીટર |
જેવા કે મૂળા, કોબીજ, |
કોલીન – એસ્ટરેજ |
કેલ્શિયમ, લોહતત્વ અને ઝીંકના શોષણમાં અવરોધરૂપ |
૧૦. બટાટા, ટામેટા, મરચા રીંગણ |
આલ્કોલોઈડ |
ઈન્વર્ટેઝ ઈન્હીબીટર |
કોબીફલાવર |
ઈન્હીબીટર, એસ |
કેન્સરજન્ય |
૧૧. બટાટા |
સોલેનીન અને ચાકોનીન |
પાચનને લગતી સમસ્યાઓ |
૪. બીટ, પાલક |
મિથાઈલ સીસ્ટીન |
ઉત્સેચકોના કાર્યમાં અવરોધરૂપ |
૧૨ તીખા મરચાં |
ટામેટીન |
ત્વચાની બળતરા, પાચનને લગતી સમસ્યાઓ હાનિકારક અસર |
પ. શકકરીયા |
સલ્ફાઈડસ |
બ્લડપ્રેસરને લગતી સમસ્યા |
સ્ત્રોત: ર્ડા.ડી.બી.પ્રજાપતિ, શિવાંગીની એ.ગુપ્તા, ર્ડા.એ.એમ.અમીન અને બી.જી.પ્રજાપતિ,બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ.,જગુદણ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020