অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાકભાજી પાકોમાં સંકલિત પોષણ વ્યવસ્થાપન

શાકભાજીનું ઉત્પાદન વધારવા આસપાસનું વાતાવરણ તથા જમીનની તંદુરસ્તી જાળવવી ખૂબ જ જરૂરી છે. શાકભાજીના છોડની વૃધ્ધિ અને વિકાસ માટે પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં પુરા પાડવા જરૂરી છે. શાકભાજીના મૂળની આજુબાજુનો વિસ્તાર કે જેને રાઈઝોસ્ફીયર કહેવામાં આવે છે. જે સૂક્ષ્મ જીવાણુઓની વૃધ્ધિને ઉત્તેજન પુરુ પાડી તેમને વધુ ક્રિયાશીલ બનાવી છોડને વધુ પ્રમાણમાં પોષક તત્વો લભ્ય બનાવે છે જે શાકભાજીના છોડના વિકાસ પર સીધી અસર કરી ઉત્પાદકતા નિયત કરે છે.
ગુજરાતમાં વિવિધ પ્રકારના શાકભાજીના પાકો લેવામાં આવે છે. જેમાં અગત્યના શાકભાજીના પાકો રીંગણ, કોબીજ, કોલી ફલાવર, મરચી, ભીંડા, બટાટા, ટામેટા, વાલ પાપડી, વટાણા, ચોળી, ગુવારસીંગ, સૂરણ, તુવેર, ફણસી, ગાજર, મૂળા, રતાળુ, બીટરુટ ધાણા, હળદર, આદુ, લસણ, મીઠો/કઢી લીમડો, બીટ રુટ, વેલાવાળા શાકભાજી (ટીંડોળા (ધીલોડા), દૂધી, પરવળ, કારેલાં, કંકોડા, ચીભડી, તુરીયા ગલકાં, કોળુ, ડોડકાં વગેરે),પાંદડાવાળા શાકભાજી (તાંદળજો, મેથી પાલક, પોઈ, ફુદીનો,સૂવા વગેરે) તથા અન્ય ગૌણ શાકભાજી (સરગવો, ડોડી, કારીંગડા, વરાહ કંદ વગેરે) ગણાવી શકાય. કેટલાક મુખ્ય શાકભાજીના પાકોની ખાતર વ્યવસ્થા તથા આ અંગે સંશોધન ભલામણોની માહિતી નીચે મુજબ છે.

પાક

સેન્દ્વિય ખાતરો (ટન/હે.) તથા સમય

ખાતરની ભલામણ (કિ.ગ્રા./હે.)

ખાતર આપવાનો સમય

નોંધ

ના.

ફો.

પો.

રીંગણ

૧પ–ર૦ ટન સારુ કહોવાયેલુ છાણિયું ખાતર કે કંપોષ્ટ ખાતર જમીનની તૈયારી વખતે

પ૦

પ૦

પ૦

– પાયાના ખાતર

ઉ.ગુ.

 

રપ

ફેરરોપણી બાદ  ફૂલ આવ્યે

( ૪પ થી  પ૦ દિવસે )

રપ

(૬૦ થી  ૬પ દિવસે)

રીંગણ

(સૂરતી રીંગણ)

ઉપર પ્રમાણે

 

પ૦

ર૮

ર૮

પાયાના ખાતર

 

રવી દ.ગુ.

 

રપ

 

 

v ફેરરોપણી બાદ  ફૂલ આવ્યે     (પ૦થી  ૬૦ દિવસે )

સંકર રીંગણ

ઉપર પ્રમાણે

પ૦

પ૦

પ૦

પાયાના ખાતર

સમગ્ર ગુ.

રપ

v ફેરરોપણી બાદ  ફૂલ આવ્યે     (પ૦ થી  પપ દિવસ)

૧૦૦

v રોપણી પછી ૩પ થી ૪૦ દિવસે

ટામેટા

(પુષા રુબી)

૧પ – ર૦ છાણિયું ખાતર, જમીન તૈયારી વખતે  અથવા

૪પ

૩૦

v પાયાના ખાતર તરીકે

ઉ.ગુ.

૪પ

૩૦ દિવસે

કોબીજ

(ગોલ્ડન એકર)

૧પ–ર૦ છાણિયું ખાતર, જમીન તૈયારી વખતે

૧૦૦

પ૦

પાયાના ખાતર તરીકે

 

 

 

સમગ્ર ગુ.

૧૦૦

રોપણી પછી ૩૦ દિવસે

કોલી ફલાવર (પુસા દિપાલી)

૧પ–ર૦ છાણિયું ખાતર જમીન તૈયારી વખતે

૪૦

૪૦

૪૦

પાયાના ખાતર તરીકે

૪૦

રોપણી પછી ૩૦ દિવસે

દૂધી

૧પ–ર૦ છાણિયું ખાતર જમીન તૈયારી વખતે અથવા એક ટન દિવેલી ખોળ

પ૦

પ૦

પ૦

v પાયાના ખાતર તરીકે

પ૦

રોપણી પછી ૩૦–૩પ દિવસે

સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કઈ રીતે કરવો :

સેન્દ્રિય ખાતર ના પ્રતિભાવનો આધારે, ખાતરમા રહેલ કાર્બન : નાઈટ્રોજન ના ગુણોતર પર રહેલ છે. જેમ નાનો ગુણોતર તેમ જલ્દી પ્રતિભાવ મળે છે. રાડા તથા પરાળમાં આ ગુણોતર મોટો હોય છે અને કોહવાયેલ ખાતર અને ખોળમાં નાનો હોય છે. આથી જયારે કાચું (કોહવાયા વગરનું) સેન્દ્રિય ખાતર વાપરવાનુ થાય ત્યારે તેમાં ગણતરી કરીને ખોળ અથવા કઠોળ નુ પરાળ મીક્ષ કરવુ. આ ઉપરાંત, સેન્દ્રિય ખાતર ના કોહવાણ અને તેના પાક પર પ્રતિભાવ, જમીનમાં ભેજનું પ્રમાણ, હવાની અવર જવર, ક્ષારનું પ્રમાણ પર રહેલ છે. સેન્દ્રિય ખાતરો મોટે ભાગે પાયાના ખાતર તરીકે જમીન તૈયાર કરતી વખતે આપવા અને તેનો જથ્થો જેતે પાકની નાઈટ્રોજનની જરૂરીયાત ની આધારે નકકી કરવો.

કોઈ પણ પાક ની નાઈટ્રોજન ની જરુરીયાત, બીજા તત્વો કરતા વધારે છે. જૈવીક ખાતરો જેવાકે એઝોટોબકેટર,એઝોસ્પારીલમ અને કઠોળ વર્ગ ના પાકો માટે રાયઝોબીયમ  વગેરે ની બીજ માવજત અથવા જમીનમાં આપવાથી હવામાનના નાઈટ્રોજનનુ સ્થિરીકરણ થાય છે. ઈકકડ, શણ અથવા બીજા કઠોળ વર્ગના પાકોનો પાકની વાવની પહેલા લીલો પડવાશ કરવામા આવે તો ઘણો બધો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાય છે.

સૂક્ષ્મ પોષક તત્વો :

જમીનમાં જસત, લોહ, તાંબુ અને કોબાલ્ટ જેવા સૂક્ષ્મ તત્વોની અછત વર્તાય છે. જમીનની ચકાસણી કરીને સૂક્ષ્મ તત્વો ધરાવતા રાસાયણિક ખાતરો જે તે જથથામાં આવવા જોઈએ. સામાન્ય રીતે સૂક્ષ્મ તત્વોની પૂર્તિ દર વર્ષે કરવા સારૂ મુખ્ય પોષક તત્વોની સાથે સારુ કોહવાયેલું છાણિયું કે કમ્પોસ્ટ ખાતર કે દિવેલીનો ખોળ આપવો જોઈએ. શાકભાજીના પાકોમાં સૂક્ષ્મ તત્વોની એડહોક ભલામણ નીચેના કોઠામાં આપેલી છે.

સૂક્ષ્મ તત્વનું પ્રમાણ

ખાતર પદાર્થનું નામ

દર ત્રણ વર્ષે જમીનમાં ઉમેરવાનું પ્રમાણ (કિલો/હે.)

પાક ઉપર છાંટવા માટે દ્વાવણનું પ્રમાણ પદાર્થ + ચૂનાનું દ્વાવણ (ટકામાં) (ત્રણથી ચાર છંટકાવ)

લોહ

મેગેનીઝ

જસત

તાંબુ

બોરોન

મોલિબ્ડેનમ

ફેરસ સલ્ફેટ (૧૯ ટકા લોહ)

મેગેનીંઝ સલ્ફેટ (૩૦ ટકા)

ઝીંક સલ્ફેટ (ર૦ ટકા)

કોપર સલ્ફેટ (ર૪ ટકા)

બોરેક્ષ(૧૦.પટકા), બોરિક એસિડ એમો.મોલિબ્ડેનમ (પર ટકા મોલિ)

પ૦

૩પ થી ૪૦

રપ થી ૩પ

ર૦

૧પ ,૧૦

૦.પ + ૦.રપ

૦.પ + ૦.રપ

૦.પ + ૦.રપ

૦.૪ + ૦.ર

૦.ર + ૦.રપ ટકા

૦.રપ

ચૂનાના જથ્થાને આગલી રાત્રે પાણીમાં ઓગાળી ઢાંકી રાખવો અને તેના નિતર્યા પાણીનો ઉપયોગ કરવો. જો દરવર્ષે સૂક્ષ્મ તત્વોની પૂર્તિકરવી હોય તો ઉપરોકત કોઠામાં દર્શાવેલ જથ્થાનો ત્રીજા ભાગ જેટલાં ખાતરો દર વર્ષે આપવા.

જૈવિક ખાતર શું છે :

જીવંત સુક્ષ્મ જીવાણુંઓની શકિતશાળી જાત જમીનમાં તત્વો ઉમેરી અથવા પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવી ખાતર તરીકેનું કામ કરી આપે છે. એથી એને ''જૈવિક ખાતર'' કહેવામાં આવે છે. વિવિધ જૈવિક ખાતરોમાં રાઈઝોબીયમ, એઝોટોબેકટર, એઝોસ્પારીલમ, ફોસ્ફોબેકટેરીયા, બ્લ્યુ ગ્રીન આલ્ગી તથા અઝોલા પર દ્યનિષ્ટ સંશોધન થયેલ છે. જૈવિક ખાતરો નિદોર્ષ, પ્રમાણમાં સસ્તા તેમજ ઈકોફ્રેન્ડલી હોઈ દરેક ખેડૂતે પોતાની ખેતી પધ્ધતિ માં તેનો સમાવેશ કરવો જરૂરી છે.

જૈવિક ખાતરોમાં નાઈટ્રોજનનું સ્થિરિકરણ કરતા જૈવિક ખાતરો, ફોસ્ફરસની લભ્યતા વધારવા જૈવિક ખાતરો તેમજ પોટાશનું જમીનમાં ઝડપી વહન કરતાં જૈવિક ખાતરો ઉપયોગી છે. નાઈટ્રોજન સ્થિરિકરણ કરતાં જૈવિક ખાતરોમાં ઉપયોગી જીવાણુંઓ રહેલા છે. જેમાં બે પ્રકારનાં છે.

  1. સહજીવી રીતે કઠોળ પાકના મૂળમાં રહી નાઈટ્રોજન સ્થિરિકરણ કરતાં રાઈઝોબીયમ પ્રકારના  જીવાણુંઓ.
  2. અસહજીવી પ્રકારે જમીનમાં રહી નાઈટ્રોજન સ્થિરિકરણ કરતાં એઝોટોબેકટર, એઝોસ્પાયરીલમ  પ્રકારના જીવાણુંઓ સમુહના

વિવિધ પાકોમાં જૈવિક ખાતર વાપરવાની પધ્ધતિઓ :

બીજ માવજત :

ર૦૦ ગ્રામ/એકર પ્રમાણે ૧૦ થી ૧ર કિ.ગ્રા. બીજને વાવતા પહેલા  બીજ માવજત આપવી અથવા ૧૦ મીલી/ પ્રવાહી બાયોફર્ટીલાઈઝર કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવું બાયોફર્ટીલાઈઝર પાવડર સ્વરૂપમાં બીજ માવજત આપવાની થાય ત્યારે ૩૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું.

ધરૂવાડિયામાં જૈવિક ખાતરો આપવાની પધ્ધતિ :

ધરૂ એક એકરના ધરૂના રોપને ૧ થી ર કિ.ગ્રા. પ થી ૧૦ લી પાણીમાં મિશ્ર કરી ૩૦ મીનીટ ડૂબાડી વાવેતર કરવું. અથવા પ૦૦ મીલી પ્રવાહી બાયોફર્ટીલાઈઝર ૧૦ લીટર પાણીમાં ધરૂને ૧૦ થી ૧પ મીનીટ ડૂબાડીને વાવેતર કરવું જોઈએ.

જમીનની માવજત :

ટૂંકા ગાળાના શાકભાજી ના પાકો માટે  ૧ એકર જમીનમાં ૩ થી પ કિ.ગ્રા. જૈવિક ખાતર ૬૦ થી ૧૦૦ કિ.ગ્રા. ફળદ્રુપ માટી સાથે મિશ્ર કરી જમીનમાં આપવું. અથવા  પ્રવાહી જૈવિક ખાતર ૧ લીટર પ્રવાહી જૈવિક ખાતરને ૧૦૦ કિ.ગ્રા. છાણીયું ખાતર સાથે મિશ્ર કરી જમીનમાં આપવું.

કલ્ચર વાપરતી વખતે ધ્યાનમાં રાખવાના સુચનો :

  1. તુરતનું બનાવેલ અથવા માન્ય સંસ્થા ધ્વારા બનાવેલ કલ્ચર મેળવવું હિતાવહ છે.
  2. વાવણી ના એક – બે દિવસ અગાઉ જ કલ્ચર નું પેકેટ મેળવવું. ઠંડકવાળી જગ્યામાં પેકેટ રાખવું.
  3. કલ્ચર લગાવેલ બીજને સીધો સૂર્ય નો તાપ અથવા ગરમ સુકો પવન ન લાગે તે ધ્યાનમાં રાખવું.
  4. જીવાણું મેળવેલ બીજ કે કલ્ચર દવાના સંસર્ગમાં ના આવે તે ખાસ ધ્યાનમાં રાખવું.
  5. શકય હોય ત્યાં સુધી વાવણીના દિવસે જ કલ્ચરના પેકેટ ખોલી બીજ માવજત માટે ઉપયોગ કરવો.
  6. કલ્ચરના પેકેટ પર દર્શાવેલ વાપરવાની અંતિમ તારીખ પુરી થાય તે પહેલા કલ્ચર ઉપયોગમાં લેવું.
  7. ફૂ ગનાશક દવાનો પટ આપ્યા બાદ બેકટેરીયલ કલ્ચરની બીજ માવજત આપવી.
  8. એસિડિક જમીનમાં જૈવિક ખાતર નો ઉપયોગ  કરવાનો હોય તો નાના કણીદાર લાઈમસ્ટોન દાણા જેવી પેલેટસ સાથે  જીવાણુંયુકત રગડાને મિશ્ર કરી વાવણી કરવી હિતાવહ છે.
  9. કઠોળ શાકભાજીના બીજને લાઈમનું આવરણ નોડયુલેશન ઝડપી બનાવવામાં ઉપયોગી આવરણ બિયારણ પર લગાવવા કેલ્શીયમ કાર્બોનેટનો ઉપયોગ ડોલોમાઈટ , જીપ્સમ, બેન્ટોમાઈટ વિગેરેના રૂપમાં થાય છે. ટીટાનીયમ ડાયોકસાઈડ, ટાલ્ક, ભરભરી  જમીન, હયુમસ, સારુ કહોવાયેલ સેન્દ્રિય ખાતર અને એકટીવેટેડ ચારકોલ (કોલસા ) નો ઉપયોગ પણ આવરણ માટે  કરવામાં આવે છે.
એક લી. જૈવિકખાતર ૧૦૦ લી. પાણીમાં મિશ્ર કરી, ડ્રીપપધ્ધતિમાં ડ્રીપર જે તે પાકમાં મૂળ વિસ્તારમાં જમીનમાં  છોડની ફરતે આપી શકાય.

સ્ત્રોત: ર્ડા. ડી.બી.પ્રજાપતિ, શિવાંગીની એ.ગુપ્તા, અને ર્ડા.એ.યુ અમીન, બીજ મસાલા સંશોધન, કેન્દ્ર, સ. દાં. કૃ. યુ. ,જગુદણ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate