બિયારણ, ખાતર, અને જંતુનાશક દવાઓ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ
ખાતરની ખરીદી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ
- પાકની પોષક તત્વોની જરૂરીયાત ધ્યાને રાખી ખરીદી કરવી.
- મિશ્ર ખાતરોની પસંદગી વખતે ભરોસાપાત્ર કંપનીઓના ખાતર ખરીદવા.
- ખારી–ભાસ્મિક જમીનની તાસીર અને ભલામણ થયેલ ખાતરની પસંદગી કરવી.
- પોષક તત્વની એકમ કિંમત જે ખાતરમાં ઓછી હોય, તેવા ખાતરો પસંદ કરવા.
- જો બે કે તેથી વધારે ખાતરો એક સાથે પહેલા ભેગા કરી, જમીનમાં આપવાના હોય તો તેના મિશ્રણનો ચાર્ટ જોઈને ખાતરની પસંદગી કરવી.
- ખાતરની થેલી પરની વિગત જેમકે કંપનીનું નામ, પોષક તત્વોના ટકા, ટેગીંગ અને તારીખ, વજન કિંમત, લાયસન્સ નંબર વગેરે ચકાસીને ખાતર પસંદ કરવું.
- પૂર્તિ ખાતર પાકને આપવાનું હોય ત્યારે સહેલાઈથી દ્રાવ્ય થતા ખાતરો પસંદ કરવા.
- ખાતરની ભૌતિક સ્થિતિ પણ પસંદગીમાં ધ્યાને લેવી જોઈએ.
- જમીનના પ્રત (પ્રકાર)ને આધારે ખાતરની પસંદગી કરવી જોઈએ.
જંતુનાશક દવા ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ
- જંતુનાશક દવા રજીસ્ટ્રેશન થયેલ હોવી જોઈએ. દવાના પેકીંગ પર નોંધણી થયેલ આઈ.એસ.આઈ. માર્કો દર્શાવેલ હોવો જોઈએ.
- જંતુનાશક દવાનું ટેકનીકલ તેમજ વ્યાપારી નામ દર્શાવેલ હોવું જોઈએ.
- જંતુનાશક દાવના પેકીંગ પર દવાની બનાવટમાં સક્રીય તત્વનું પ્રમાણ તેમજ કયા સ્વરૂપ (ઈ.સી./વે..પા./ ડસ્ટ /ડબલ્યુ.એસ/ડબલ્યુ.પી./ ગ્રેન્યુલ વગેરે) માં છે તે દર્શાવેલ હોવું જોઈએ.
- જંતુનાશક દવા કઈ કઈ જીવાતોને નિયંત્રણ કરે છે તેની વિગત હોવી જોઈએ.
- દવાની અસરકારકતાની માત્રા / જથ્થો તેમજ ઝેરની તીવ્રતા દર્શાવતા રંગ ( લીલો/ પીળો / લાલ ) ત્રિકોણાકાર ભાગમાં દર્શાવેલ હોવો જોઈએ.
- દવા છાંટતી વખતે ઝેરી અસર થાય તો તેના લક્ષણો તેમજ તેની સલામતી માટે વાપરવાના થતાં એન્ટીડોટ દર્શાવેલ હોવા જોઈએ.
- દવાનું પેકીંગ સીલ કરેલ હોવું જોઈએ.
- દવાના પેકીંગ પર દવા કયારે બનાવી તે સમય તેમજ દવાની નિષ્ક્રિયતા (એકસપાયરી) તારીખ દર્શાવેલ હોવી જોઈએ.
બિયારણ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ
- વાવેતર માટે કૃષિ યુનિવર્સિટી અને ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલ સુધારેલ / સંકર જાતોનું જ બીજ ખરીદવું.
- સુધારેલ સંકર જાતોનું બીજ હંમેશા ગુજરાત રાજય બીજ નિગમ / ગુજરાત રાજય બીજ નિગમના માન્ય ડીલર પાસેથી જ ખરીદવું.
- બિયારણના પેકીંગ ઉપર બીજ પ્રમાણન એજન્સીનું લેબલ તપાસીને પછી જ ખરીદી કરવી. ૪. શકય હોય ત્યાં સુધી ટ્રુથફુલ બિયારણને બદલે સર્ટીફાઈડ બિયારણ જ ખરીદવું.
- બિયારણના પેકીંગ ઉપર ઉત્પાદક કોણ છે તે તપાસીને જ ખરીદી કરવી.
- બિયારણ ખરીદતી વખતે પેકીંગ ઉપર બીજની સ્ફુરણના ટકા દર્શાવેલ હોય તેમજ તે કઈ સાલનું ઉત્પાદન છે તે પણ દર્શાવેલ હોય તે જોઈ ચકાસીને ખરીદવું.
- સુધારેલ જાતોના બીજ ખેડૂત પોતે જ કાળજી રાખીને તૈયાર કરી શકે છે તેથી દર વર્ષે સુધારેલ જાતોનું બિયારણ ખરીદવાની જરુર રહેતી નથી.
- સંકર જાતોના બિયારણો દર વર્ષે નવા ખરીદવા પડતા હોય જે તે ખેડૂતે તેમના ખેતર પરવાવવામાં આવેલ આવા સંકર પાકોના બીજનો ઉપયોગ બીજે વર્ષે કરવો હિતાવહ નહીં.
સ્ત્રોત: શ્ની.એમ.એમ.પ્રજાપતિ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.