ખાસ કરીને જયાં પાણીની અછત હોય તેમજ પાક વિસ્તારની બહાર રોગ–જીવાત લાગેલ હોય ત્યારે આ સાધનોનો ઉપયોગ થાય છે. આ સાધનો થી દવાની ભૂકી હવાના પ્રવાહ સાથે બહાર ઉડાવી મોટા વિસ્તારમાં છંટકાવ કરી શકાય છે. ડસ્ટર ઘણા પ્રકારના મળે છે જેમાં પ્લંજર ડસ્ટરનો ઉપયોગ ઘર બગીચા, ગ્લાસ હાઉસ, મરધાઘર, ઢોરના કોઠાર તથા ઘરગથ્થું જીવાતના નિયંત્રણ માટે થાય છે. ખેતીપાકોમાં જંતુનાશક દવાઓ છાંટવા માટે હેન્ડ રોટરી ડસ્ટરનો ઉપયોગ થાય છે. આ પ્રકારના ડસ્ટર્સ ખભે ભેરવીને, પીઠ પાછળ અથવા ગળે ભેરવીને પેટ આગળ રાખીને વાપરી શકાય તેવી રચના વાળા હોય છે. હેન્ડ રોટરી ડસ્ટરનો ઉપયોગ મોટાભાગે નાના પાકો, શાકભાજીના પાકો તથા નાનાં કદના ફળ ઝાડના પાકોમાં ભૂકીરૂપ દવા છાંટવા માટે થાય છે.
પાણીમાં ઓગળી શકે તેવી ભૂકી દવા અને પ્રવાહી દવાને પાક પર છાંટવા માટે જુદા જુદા પ્રકારના સ્પ્રેયર્સ વપરાય છે. માનવશકિતથી ચાલતા અને યંત્રશકિતથી ચાલતા સ્પ્રેયર્સ એવા બે પ્રકારના સ્પ્રેયર્સ હોય છે તેમજ તેમાં ઉત્પન્ન થતા દબાણના પ્રકારને ધ્યાનમાં લઈ, હવાના દબાણથી કામ કરતાં સ્પે્રયર્સ અને પ્રવાહીના દબાણથી કામ કરતાં એમ બે પ્રકારના સ્પે્રયર્સ હોય છે.
કૃષિ પાકોમાં દવા છાંટવા માટે નીચે મુજબના સ્પ્રેયર વપરાય છે.
આ સાધન સ્ટવની જેમજ પર કામ કરે છે. તે પીતળ કે ગેલ્વેનાઈઝ લોખંડના પતરામાંથી બનાવેલ હોય છે. તેમા દશ થી બાર લીટર ક્ષમતા વાળી ટાંકી હોય છે પંપના ઉપરના ભાગે બેસાડેલ પંપ વડે ટાંકીમાં બે થી ચાર કી.ગ્રા/ચો.સે.મી. જેટલું હવાનું દબાણ ઉત્પન્ન કરી શકાય છે. ટાંકીમાં પૂરતું દબાણ ઉત્પન્ન થતા અને કટ ઓફ લીવરને દબાવતાં નોઝલ ધ્વારા બારીક ફુવારારૂપે છંટકાવ થાય છે. મધ્યમ ઉંચાઈ ધરાવતા ખેતીપાકોમાં દવા છાંટવા માટે તેનો ઉપયોગ થાય છે.
આ સાધનનો દવાના છંટકાવ માટે સૌથી વધારે ઉપયોગ થાય છે. તેમાં ટાંકી પ્લાસ્ટીક કે ધાતુમાંથી બનાવેલ હોય છે. તેની ક્ષમતા ૧૦ થી ૧પ લીટરની હોય છે. આ સ્પ્રેયર હવાના દબાણનાં સિધ્ધાંત પર કામ કરે છે. દબાણ ઉત્પન્ન કરવા માટેનો પંપ ટાંકીની અંદર એક બાજુ ગોઠવેલ હોય છે. જેના વડે સતત દબાણ મેળવી શકાય છે અને તેનાથી ત્રણ થી પાંચ કી.ગ્રા/ચો.સે.મી. જેટલું દબાણ પેદા કરી શકાય છે. તેમાં એજીટેટરની રચના હોવાથી દ્રાવ્ય ભૂકીનાં છંટકાવ માટે આ ઉત્તમ સાધન છે. તેનો ઉપયોગ ખેતપાકો અને બાગાયતી નાના ઝાડ પર દવા છાંટવા માટે થાય છે.
પગથી ચલાવાતા આ સાધનમાં પ્રવાહી ભરવા માટેની ટાંકી હોતી નથી, પરંતુ અલગ વાસણમાં પ્રવાહી રાખવામાં આવે છે જયાંથી તે સીધું ચુસાયને છંટાય છે. આ સ્પ્રેયરમાં પંપને લોખંડના એક મજબૂત ચોગઠા પર બેસાડેલ હોય છે. તેમાં આશરે ૧૭ થી ર૧ કી.ગ્રા/ચો.સે.મી.જેટલું દબાણ ઉત્પન્ન કરી શકાય છે તેથી તેનો ઉપયોગ ઉંચા ઝાડ પર દવા છાંટવા માટે થાય છે. આ સાધનને ચલાવવા માટે બે માણસોની જરૂર પડે છે.
આ સ્પ્રેયર પણ પેડલ પંપના સિધ્ધાંત મુજબ જ કામ કરે છે. તેમાં પ્રવાહી ભરવા માટેની ટાંકી સ્પે્રયરની સાથે હોતી નથી, પરંતુ જે વાસણમાં પ્રવાહી દ્રાવણ બનાવેલ હોય તેમાથી સીધું નળી મારફતે ખેચાઈને દબાણથી છંટાય છેે. આ સાધનમાં દબાણ એક સરખું જળવાય રહે તે માટે ઘુમટ આકારની ગોળ પીતળની ટાંકી બેસાડેલ હોય છે. આ પંપ વડે ૧૪ થી ૧૮ કી.ગ્રા./ચો.સે.મી. જેટલું દબાણ ઉત્પન્ન કરી શકાય છે. તેથીે આ સ્પ્રેયર વડે પેડલ પંપની માફક ઉંચા ઝાડ પર દવા છાંટી શકાય છે. તેને ચલાવવા માટે બે માણસની જરૂર પડે છે.
આ સાધનમાં દવાના વહન માટે હવાની ગતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ૭ થી ૧૦ લીટરની ક્ષમતાવાળી ટાંકી ઉપરની બાજુએ બેસાડેલી હોય છે. ટાંકીની નીચેના ભાગમાં પેટ્રોલથી ચાલતું ૧/૩ હો.પા.નું એન્જીન અને બ્લોઅર આવેલાં હોય છે. આ બધાં જ ભાગો લોખંડના ચોગઠા પર ગોઠવેલા હોય છે. એન્જીન ચલાવતા બ્લોઅરની અંદરનો પંખો જોરદાર પવન પેદા કરે છે અને આ હવાના પ્રવાહના માર્ગમાં પ્રવાહી અથવા ભૂકી ધીમે ધીમે છોડવાથી તે સુક્ષ્મબિંદુઓમાં વિભાજીત થઈ દૂર સુધી ફેકાયને પાક પર પ્રસરે છે. આ સાધનનો ઉપયોગ ખેતી પાકો જેવાકે કપાસ, તુવેર,
શાકભાજી વગેરેમાં દવા છાંટવા માટે થાય છે. આ સાધનમાં હવાનો જોરદાર પ્રવાહ ઉત્પન્ન થતો હોવાથી ઉંચા ઝાડ પર દવા છાંટવા માટે તેની પસંદગી કરવામાં આવે છે.
પાવર સ્પ્રેયર એન્જીનથી ચાલે છે, પરંતુ ઘણીવાર ટ્રેકટર અથવા પાવર ટીલર શાફટથી પણ ચાલે છે. નાના પાવર સ્પ્રેયર ૧૬ કી.ગ્રા./ચો.સે.મી. અને મોટા પાવર સ્પ્રેયર ૪૦ કી.ગ્રા./ચો.સે.મી. જેટલું દબાણ ઉત્પન્ન કરી પ્રવાહી દવા છાંટી શકે છે. તેમાં એકી સાથે વધારે નોઝલનો ઉપયોગ કરી વધારે વિસ્તારમાં છંટકાવ કરી શકાય છે.
જંતુનાશક દવાઓ ના છંટકાવ માટેના સાધનોનો ઉપયોગ કરનાર વ્યકિતને સાધનો વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. જેથી સાધન વાપરતી વખતે તેમાં કોઈ પ્રકારની મુશ્કેલી થાય તો સરળતાથી નિવારી શકાય.
૧. હેન્ડ રોટરી ડસ્ટર અ. નોઝલમાંથી ભૂકીનો છંટકાવ ન થતો હોય. |
|
કારણ |
ઉપાય |
૧. નળીમાં ભૂકીના ગઠા ઝામી જવાથી |
ચુસણ નળીમાં ભૂકીના ગઠા ઝામી ગયા હોય તો લોખંડનો સળીયો નાખી, |
ર. હોપરમાં બેસાડેલું ફીડીંગ બ્રશ ફરતું બંધ થઈ જવાથી. |
નળી સાફ કરવી. ફીડીંગ બ્રશ ઢીલું થઈ ગયું હોય તો તેની નટ બરાબર ફીટ કરવી. |
૩. ભૂકાને વધઘટ કરનાર લીવર વડે હોપરનું કાણું બંધ થઈ જવાથી |
લીવરને ખોલીને ફરીથી બરાબર બેસાડવું. |
બ. પંખો ઉપરના કવર સાથે ઘસાતો હોય |
|
કારણ |
ઉપાય |
૧. પંખાના બુશ અથવા બોલ બેરીંગ ઘસાઈ જવાથી |
પંખાનું બોલ બેરીંગ તપાસો. જો ઘસાઈ ગયું હોય તો બદલી કાઢવું |
ર. કોઠી પંપ અ. પ્લંજર રોડ તેનીમેળે ઉપર ધકેલાઈ જતો હોય |
||
કારણ |
ઉપાય |
|
૧. પ્લંજર રોડની નીચે આવેલો એર ચેક વાલ્વ કામ કરતો ન હોય |
એર ચેક વાલ્વમાં ધૂળ કે કચરો ભરાઈ ગયો હોય તો સાફ કરવો. |
|
બ. પંપમાં પૂરતું દબાણ પેદા ન થતું હોય |
||
કારણ |
ઉપાય |
|
પ્લંજર રોડના છેડે આવેલા વોશર કામ કરતું ન હોય |
જો વોશર ઘસાઈ ગયું હોય તો બદલવું |
|
ક. પંપમાં દબાણ ઘટી જતું હોય |
||
૧. પંપની ટાંકીની ઉપરની બાજુએ આવેલા ભાગો જેવા કે સે ફટી વાલ્વ, પ્રેસરગેજ અને ફીલર હોલ કેપ બંધ બેસતાં ન હોવાથી. |
પંપની ટાંકીની ઉપરની બાજુએ આવા ભાગો બરાબર બેસાડો. જરૂર જણાય તો ગાસ્કેટ મૂકો. |
|
ર. દ્રાવણ મિશ્રણ ભરવાની ટાંકી લીક હોવાથી. |
પંપની ટાંકીની ઉપરની બાજુએ આવા ભાગો બરાબર બેસાડો. જરૂર જણાય તો ગાસ્કેટ મૂકો. |
|
૩. નેપસેક સ્પ્રેયર અ. હવાની ટાંકીમાં દબાણ ઉત્પન્ન થતું ન હોય |
||
૧. પીવીસી પીસ્ટન બરાબર બંધબેસતો ન હોય |
ઘસાઈ ગયેલ પીસ્ટન બદલી નાખવો. |
|
ર. ડીલીવરી વાલ્વને કાટ લાગવાથી તેની બેઠક પર ચોંટી જવાથી |
ડીલીવરી વાલ્વને કાટ લાગેલ હોય તો બરાબર સાફ કરી ફરીથી ફીટ કરવો. |
|
બ. નોઝલ માંથી ફુવારો બરાબર ઉડતો ન હોય |
||
૧. નોઝલામાં કચરો ભરાઈ જવાથી |
નોઝલમાં કચરો ભરાઈ ગયો હોય તો પાતળા તાર વડે સાફ કરી ફરીથી બેસાડો. |
|
ર. વિતરણ નળીમાંથી દ્રાવણ ટપકતું હોય. |
વિતરણ નળીના સાંધા તપાસો. જે સાંધામાંથી દ્રાવણ ટપકતું હોય તેને બરાબર ફીટ કરો. જરૂર જણાય તો ગાસ્કેટ મૂકવાં. |
|
૩ નોઝલની અંદરના ભાગો બરાબર બંધબેસતા ગોઠવેલ ન હોય. |
નોઝલને ખોલી અંદરના ભાગો જેવાકે, સ્વીરલ પ્લેટ, ઓરી ફીસ પ્લેટ અને વોશરને બંધ બેસતા ગોઠવવાં. |
|
૪. કટ ઓફ વાલ્વમાં કચરો ભરાઈ જવાથી |
પ્રવાહી પસાર થવાનું છિદ્ર તપાસવું. જો તેમાં કચરો ભરાઈ ગયેલો જણાય તો કચરો નાની ખીલી કે કડક તાર વડે સાફ કરવો. |
|
૪. પેડલ પંપ અ. ગ્લેન્ડ નટમાંથી પ્રવાહી ટપકતું હોય |
||
કારણ |
ઉપાય |
|
૧. ગ્લેન્ડ નટ ઢીલી હોવાથી |
ગ્લેન્ડ નટ તપાસો. જો ઢીલી પડી ગઈ હોય તો બરાબર ફીટ કરવી. |
|
બ. નોઝલમાંથી ફૂવારો એકસરખો ઉડતો ન હોય |
||
૧. નોઝલમાં કચરો ભરાઈ જવાથી |
નોઝલની ટોચનો ભાગ (નોઝલ કેપ) ખોલો અને વાલ્વ પીનની ઘીસીમાં કચરો ભરાયેલો હોય તો કચરો સાફ કરી, કેપ ફરીથી જોડવી. |
|
ક. પ્લંજર પુરેપૂરો ઉપર નીચે જતો ન હોય |
||
૧. પ્લંજર સળીયો વળી જવાથી |
જો પ્લંજર સળીયો વળી ગયેલો હોય તો તેને સીધો કરી ફરીથી જોડવો. |
|
ડ. પેડલ નીચે દબાવ્યા પછી તેનીમેળે ઉપર આવતું ન હોય |
||
૧. પેડલ આપમેળે ઉપરની તરફ લાવનાર સ્પ્રીંગ બરાબર કામ કરતી ન હોવાથી |
જોઈન્ટ બ્રેકેટમાં આવેલા સ્પ્રીંગને તપાસો. જે બરાબર કામ આપતી ન હોય તો એ બદલી કાઢવી. |
|
ઈ. સ્પ્રેયરમાં પ્રવાહી આવતું ન હોય કે દબાણ ઉત્પન્ન થતું ન હોય |
||
૧. વોશર ઘસાઈ ગયું હોય, સંકોચાઈ ગયું હોય કે સૂકાઈ ગયું હોય |
તો નવું બેસાડો. જો કપ લેધર સૂકાઈ ગયું હોય તો ચૂષણ નળી છેડેથી પાણી રેડી થોડી વાર બાદ પંપને ચલાવવો. |
|
|
||
૧. પીસ્ટન પંપ બેરલ સાથે બરાબર ચુસ્ત રીતે બંધબેસતો ન હોવાથી |
પીસ્ટનના લોકનટને બરાબર ચુસ્ત કરવો જેથી પંપ બેરલ સાથે પીસ્ટન બરાબર જોડાઈ જશે. |
|
પંપ બેરલમાં પીસ્ટન સરળતાથી ઉપર નીચે જઈ શકતો ન હોય |
||
કારણ |
ઉપાય |
|
૧. પી.વી.સી. પીસ્ટન વધુ પડતો ચુસ્ત હોવાથી. |
પીસ્ટનના છેડે લોકનેટને થોડી ઢીલી કરવી જેથી પંપ બેરલમાં પીસ્ટન સરળતાથી ઉપર નીચે જઈ |
|
ક. હવાની ટાંકીમાં પૂરતું દબાણ ઉત્પન્ન થતું ન હોય |
||
૧. સકશન વાલ્વ ચોટી જવાથી |
૧. પ્રેસર વેસલ છૂંટુ કરીને પંપમાં રહેલ વાલ્વ તપાસવો. જો કચરો/કાટને લીધે વાલ્વ ચોંટી ગયો હોય તો છૂટો પાડી ફરીથી પ્રેસર વેસલ જોડવું. |
|
ર. પ્રેસર વેસલ બરાબર ચુસ્ત રીતે જોડાયેલ ન હોવાથી. |
ર. પ્રેસર વેસલનું ગાસ્કેટ તપાસવું. જો ખરાબ થઈ ગયું હોય તો નવું બેસાડી પ્રેસર વેસલ બરાબર ચુસ્ત રીતે બેસાડવું |
|
૬. મીસ્ટ બ્લોઅર અ. એન્જીન વધુ પડતું ગરમ થતું હોય |
||
કારણ |
ઉપાય |
|
૧. પેટ્રોલ અને ઓઈલનું યોગ્ય પ્રમાણ ન રાખવાને કારણે |
૧. પેટ્રોલ અને ઓઈલનું યોગ્ય પ્રમાણ (રપ : ૧) રાખવું |
|
ર. લાંબા સમય સુધી એન્જીન ચાલુ રાખવાથી |
ર. એન્જીનનો ઉપયોગ લાંબા સમય સુધી સતત ન કરતા અમુક સમયના અંતરે થોડા સમય માટે બંધ કરવું જોઈએ. |
લેખ : શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ
સ્ત્રોત : કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજયફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020