જીવાતો અને તેનું નિયંત્રણ
- કપાસ : ચિપ્સ, સફેદમાખી, તડતડીયાં
- મકાઈ, દિવેલા, મગ, ચોળા, મગફળી, શણ : કાતરા
- ડાંગર : ગાભમારાની ઈયળ
- ડાંગર : ચૂસિયાં
- મગફળી, કપાસ, દિવેલા : ઊધઈ
- મકાઈ : ગાભમારાની ઈયળ
- મગફળી : ધૈણ
- મગફળી : પાન ખાનાર ઈયળ (સ્પોપોટેરા)
- તલ : પાન વાળનારી ઈયળ
- દિવેલા : ઘોડીયા ઈયળ
- મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળી : સફેદમાખી
- ભીંડા અને રીંગણ : તડતડીયાં
- મરચી : થ્રિપ્સ
- ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળવેધક
- પપૈયા : સફેદમાખી
- લીંબુ: પાનકોરીયું
- દાડમ, ફૂલછોડ, ઔષધિય પાકો અને રક્ષિત ખેતીના પાકો : શિસ
કપાસ : ચિપ્સ, સફેદમાખી, તડતડીયાં
- આ જીવાતોનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીની મીજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બીવેરીયા બેસિયાના કે વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- વધુ ઉપદ્રવ વખતે થાયાકલોપ્રિડ ૪૮ એસસી ૫ મિ.લિ. અથવા ફલોનિકામાઈડ ૫૦ ડબલ્યુજી ૩ ગ્રામ, ડાયફેબ્યુરોન ૫૦ વેપા ૧૦ ગ્રામ, ડીનોટેફયુરાન ૨૦ એસજી ૧૦ ગ્રામ, પ્રોફેનોફોસ ૨૦ ઈસી ૧૦ મિ.લિ., ફીપ્રોનિલ ૫ એસસી ૨૦ મિ.લિ., એસીફેટ ૫૦% + ઇમિડાકલોપ્રીડ ૧.૮% એસપી ૧૦ મિ.લિ., એસીફેટ ૨૫ % + ફેનવાલરેટ ૩ % ઈસી ૧૦ મિ.લિ. પૈકી કોઈપણ એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મકાઈ, દિવેલા, મગ, ચોળા, મગફળી, શણ : કાતરા
- હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો.
- લીંબોળીના મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ 1 લિટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી.
- કાતરાનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે થાયોડીકાર્બ ૭૫ વેપા ૨૦ ગ્રામ અથવા ઈન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ડાંગર : ગાભમારાની ઈયળ
- પ્રકાશપિંજર અને નર છૂંદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી વસ્તીનું નિયંત્રણ કરી શકાય. ફેરરોપણી પછી ૩૦-૩પ દિવસે કાર્બોસલ્ફાન પ જી (૪ કિ.ગ્રા.) અથવા કારટેપ હાઈડ્રોકલોરાઈડ ૪ જી (૫ કિ.ગ્રા.) અથવા કાર્બોફયુરાન ૩ જી (૬ કિ.ગ્રા.) પ્રત વિદ્યા પ્રમાણે ખેતરમાં પાણી ઓછું કર્યા બાદ બે વખત આપવાથી ઉપદ્રવ કાબૂમાં રહે છે. આ સિવાય ફોસ્ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ., મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૨ મિ.લિ., ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લિ. પૈકી ગમે તે એક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતાં નિયંત્રણ મળે છે.
- પાકની કાપણી બાદ ખેતર ખેડી નાખી જડીયાં વીણી લઈ તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.
ડાંગર : ચૂસિયાં
- નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોનો ભલામણ મુજબ ઉપયોગ કરવો.
- ચૂસિયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાખવું.
- ડાંગરના ગાભમારાની ઈયળ માટે ભલામણ કરેલ કોઈપણ એક દવાનો ઉપયોગ કરવાથી ચૂસિયાંનું પણ નિયંત્રણ થાય છે.
મગફળી, કપાસ, દિવેલા : ઊધઈ
- ઊભા પાકમાં ઉપદ્રવ વખતે ફિપ્રોનીલ ૫ એસસી ૧.૬ લિટર અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે બરાબર ભેળવી એક હેકટર વિસ્તારમાં પૂંખવી. વરસાદના પાણી સાથે તે જમીનમાં ભળી જશે. પરંતુ જો વરસાદ ખેંચાય તો હળવું પિયત આપવું અથવા આ કીટનાશક મુખ્ય ઢાળીયામાં ટીપે-ટીપે પિયત સાથે આપવી.
મકાઈ : ગાભમારાની ઈયળ
- પાકના ઉગાવા બાદ ૭ દિવસે ટ્રાઈકોગ્રામા ચીલોનીસ નામના પરજીવી ૧ લાખ પ્રતિ હેકટરે છોડવાથી તેમજ ૧૦થી ૧૨ દિવસે લીંબોળીના મીંજનો ભુકો ૫૦૦ ગ્રામ (% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છાંટવાથી નુકસાનનું પ્રમાણ ઘટે છે.
- કાર્બરીલ ૫ ટકા અથવા ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકા રૂપે અથવા કાર્બોફ્યુરાન ૩ જી ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે છોડની ભૂંગળીમાં આપવી.
- કાર્બોફયુરાન ૩ જી પ્રતિ હેકટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે.
મગફળી : ધૈણ
- ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડ ઉપર બધા પાન સારી રીતે છંટાય તે પ્રમાણે ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
- પૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો.
મગફળી : પાન ખાનાર ઈયળ (સ્પોપોટેરા)
- સામૂહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ગોઠવી આ જીવાતની વસ્તી કાબૂમાં રાખી શકાય.
- ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (% અર્ક) અથવા લીમડા આધારિત તેયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- ઉપદ્રવ વધુ જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
તલ : પાન વાળનારી ઈયળ
- પ્રકાશ પિંજર ગોઠવવાથી પાન વાળનાર ઈયળના ફૂદાંની વસ્તી કાબૂમાં રહે છે.
- બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી જીવાતનો ઉપદ્રવની શરૂઆતમાં છંટકાવ કરવો.
- ડાયકલોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવી વાવેતર પછી ૩૦, ૪૫ અને ૬૦ દિવસે ત્રણ છંટકાવ કરવો.
દિવેલા : ઘોડીયા ઈયળ
- ખાસ કરીને જયાં વહેલું વાવેતર હોય ત્યાં આજીવાતનો ઉપદ્રવ આવી શકે છે.
- દિવેલાની વાવણી ઑગષ્ટના પ્રથમ પખવાડીયામાં કરવાથી ઘોડિયા ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે. દિવેલાની ઘોડીયા ઈયળ, પાન ખાનારી ઈયળ અને કાતરાની મુખ્ય ફૂદીઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. પ્રથમ વરસાદ બાદ ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ કરી શકાય.
- બેસિલસ થેરેન્જન્સીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાઉડર ૧ થી ૧.૫ કિ.ગ્રા./હે. જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી બીજી કે ત્રીજી અવસ્થાની ઘોડીયા અને પાન ખાનારી ઈયળો જોવા મળે ત્યારે છંટકાવ કરવો.
- દિવેલાના પાકમાં ઘોડીયા ઈયળ વસ્તી પ્રતિ છોડ ૪ થી વટાવે ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો.
મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળી : સફેદમાખી
- ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીની મજનો ભૂકો ૫૦૦ ગ્રામ (% અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટિસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
- વધુ ઉપદ્રવ વખતે એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફેન ૨૪૦ એસસી ૮ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ભીંડા અને રીંગણ : તડતડીયાં
- લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છાંટવાથી ઉપદ્રવ ઘટાડી શકાય. વધુ ઉપદ્રવ વખતે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા થાયોમેથોકઝામ ૨૫ ૪ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ડેલ્ટામેથિન ૧ % + ટ્રાયઝોફોસ ૩૫ % (૩૬ ઈસી) ૧૦ મિ.લિ. અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- જો ભીંડાનો ઉતાર ચાલુ હોય તો કીટનાશકના છંટકાવ પહેલા ભારે વીણી કરવી અને ત્યારબાદ પૂરતો સમયગાળો જાળવી શીંગો ઉતારવી.
મરચી : થ્રિપ્સ
- ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મિ.લિ. અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચૂસિયાં પ્રકારની જીવાતો સામે રક્ષણ મળે છે.
ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળવેધક
- પર્ણ-વ-ફળવેધકની ઈયળનો ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેકટરે ગોઠવવાં.
- ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધુ જણાય તો ડાયકલોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અથવા ડાયમથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા કલોરાન્ટ્રોનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા લ્યુબેન્ડિયામાઈડ ૪૮૦ એસસી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસે કીટનાશક બદલી છંટકાવ કરવો.
- પાક લીધા પછી પાકના અવશેષો (સૂકા પાન, ડાળી) ભેગા કરી તેનો નાશ કરવો.
પપૈયા : સફેદમાખી
- આ જીવાતનો ઉપદ્રવ શરૂઆતમાં લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૫ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
- સફેદમાખી વિષાણુથી થતા રોગોનો ફેલાવો કરે છે જેથી વાડીમાં જો વિષાણુથી થતા રોગની શરૂઆત માલૂમ પડે તો ઉપર દર્શાવેલ કીટનાશકનો વારાફરતી છંટકાવ કરવો.
લીંબુ: પાનકોરીયું
- લીંબુમાં નવી ફુટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં.
- વારંવાર નાઈટ્રોજનયુક્ત ખાતરો આપવા નહી.
- છટણી ફક્ત શિયાળામાં જ કરવી.
- ઉપદ્રવની શરૂઆતમાં લીમડાનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા લીમડાનો ખોળ ૧ કિ.ગ્રા. (કસ) અથવા લીમડા નફફ્ટીયાના પાન ૧ કિ.ગ્રા. (કસ) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- વધુ ઉપદ્રવ વખતે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ., એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ, ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ., ફેનવાલરેટ ૨૦ ઈસી ૨ મિ.લિ., સાયપરમેથિન ૨૫ ઈસી ૪ મિ.લિ., ડેલ્ટામેથિન ૨.૮ ઈસી ૨ મિ.લિ. પૈકી ગમે તે એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.
દાડમ, ફૂલછોડ, ઔષધિય પાકો અને રક્ષિત ખેતીના પાકો : શિસ
- લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩0 મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- મોનોક્રોટોફોસ ૩૬ ઈસી અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
કૃષિગોવિધા ઑગષ્ટ-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૪ સળંગ અંક : ૮૪૪
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.