অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાકભાજી પાકોમાં જંતુનાશકોના અવશેષો

શાકભાજીના ઉત્પાદનમાં રોગ, જીવાત, નિંદણ વગેરેથી લગભગ ૧૩ થી ૧૪ % જેટલો ઘટાડો થાય છે અને સાથે સાથે તેની ગુણવત્તા પર માઠી અસર થાય છે. આ નુકશાન કરતા પરીબળોને નિયંત્રણમાં રાખવા માટે કૃષિ રસાયણોનો ઉપયોગ કરવો જરૂરી છે. આ ઉપરાંત બારેમાસ જંતુનાશક તેમજ વૃધ્ધિકારક વગેરેનો ઉપયોગ કરી શાકભાજી ઉગાડી પંચતારક હોટલોમાં તથા મેટ્રો શહેરોમાં તેનો સપ્લાય કરી વધુ કમાવવાની વૃત્તિના કારણે પણ જંતુનાશકોનો આડેધડ ઉપયોગ વધ્યો છે. તદઉપરાંત શહેરી વિસ્તારની આજુબાજુ તેમજ નદીના પટમાં જયાં પ્રદુષિત પાણી અને કચરો ઠાલવવામાં આવે છે ત્યાં પણ બહોળા પ્રમાણમાં શાકભાજી ઉગાડવામાં આવે છે. જેના કારણે શાકભાજીમાં ભારે ધાતુઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેથી કૃષિ રસાયણો તેમજ પ્રદુષિત પાણીનો ઉપયોગ શાકભાજીને કેટલા પ્રમાણમાં દુષિત કરે છે તે જાણવું જરૂરી છે.
ભારતમાં જતુનાશકો વપરાશ ફકત પ૭૦ ગ્રામ/હે. છે. જે બીજા દેશોની સરખામણીમાં ઘણો જ ઓછો કહેવાય. એક સચોટ અહેવાલ મુજબ જાપાનમાં ૧૧ કિગ્રા/હે. નેધરલેન્ડમાં ૯.૪ કિગ્રા/હે. અને કોરીયામાં ૬.૬ કિગ્રા/હે. છે. વપરાશ ઓછો હોવા છતાં ભારતમાં ખાધ પદાર્થોના રર% નમુનામાંં અવશેષો મહત્તમ અવશેષ મર્યાદા કરતાં વધુ હતા, જયારે વિશ્વકક્ષાએ આ પ્રમાણ ફકત ર% જ હતુ. જેના મુખ્ય કારણોમાં બીન જરૂરી છંટકાવ અને ભલામણ કરેલ માત્રા કરતા વધુ વપરાશ છે.

જંતુનાશકોના અવશેષો એટલે શું

જંતુનાશકોના અવશેષો એટલે શું ? કયા જુથના જંતુનાશકોના વપરાશ થી અવશેષો અંગે પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે? કોઈપણ જંતુનાશકોનો વપરાશ નિયંત્રિત માત્રામાં જે તે પાક પર કરવામાં આવે અને કાપણી પછી તેના અવશેષો મૂળ સ્વરૂપે કે તેનાથી બદલાયેલ સ્વરૂપે હોય અને જો મનુષ્ય/પ્રાણી/ ઉપયોગી સજીવો પર નુકસાન કરે તેમ હોય તો તે "જંતુનાશકોના અવશેષ" તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે ઓર્ગેનોકલોરીન જુથ કે જેમાં ડી.ડી.ટી., બી.એચ.સી,લીન્ડેન, એન્ડોસલ્ફાન, વિગેરેનો સમાવેશ થાય છે. તેવા જંતુનાશકો ચરબીમાં દ્વાવ્ય હોવાથી દૂધ વિગેરેમાં આવે છે. ઉપરાંત મનુષ્ય/ પ્રાણીની ચરબીમાં જમા થાય છે અને તેથી તેઓનું વિઘટન ખૂબ જ ધીમે હોય છે. આમ, આ જુથમાં આ અવશેષોનું પ્રમાણ વધારે જોવા મળે છે.

ખોરાકમાં જંતુનાશકોના અવશેષો આવવાના સ્ત્રોત :

  • જંતુનાશકોનો આડેધડ વપરાશ
  • છંટકાવ અને કાપણી વચ્ચેનો અપુરતો સમયગાળો
  • ભલામણ કરતાં વધુ અને વારંવાર જંતુનાશકોનો ઉપયોગ
  • કૃષિ યુનિવર્સિટી/ આઈસીએઆર/રાજય ખેતીવાડી ખાતા દ્રારા ભલામણ સિવાયની જંતુનાશકોનો છંટકાવ
  • સીઆઈબી અને આરસીની ભલામણ સિવાયની જંતુનાશકોનો ઉપયોગ
  • બનાવટી જંતુનાશકોનો ઉપયોગ

છંટકાવ અને ઉતાર વચ્ચેનો સમયગાળો :

શાકભાજી, ફળફળાદી અને અનાજ વગેરેમાં જંતુનાશક રસાયણોની મહત્તમ અવશેષ મર્યાદા (ોચી) કેટલી હોવી જોઈએ તે ાફબ અને ધજફ દ્રારા નકકી કરવામાં આવે છે. જો અવશેષની માત્રા  (ોચી) કરતાં વધુ હોય તો નુકસાનકારક સાબિત થાય છે. તેથી શાકભાજી માં જુદા જુદા જંતુનાશકના છંટકાવ  અને ઉતાર વચ્ચેનો સમયગાળો નકકી કરવામાં આવે છે. જેને '' વેઈટીંગ પીરીયડ '' કહે છે. આ વેઈટીંગ પીરીયડ પહેલાં શાકભાજી ઉતારવા નહીં.

પાક

જંતુનાશક રસાયણ

વેઈટીંગ પીરીયડ (દિવસ)

રીંગણ

સાયપરમેથ્રીન (૦.રપ% ડીપી)

સાયપરમેથ્રીન (૧૦% ઈસી)

કાર્બારીલ ( પ૦% ડબલ્યુપી)

લીંબોળીના બીજનો અર્ક (એઝાડીરેકટીન–૧%)

કલોરપાયરીફોસ (ર૦% ઈસી)

કવીનાલફોસ (રપ%ઈસી)

મરચાં

ફીપ્રોનીલ (પ% એસસી)

સલ્ફર (પર% ફલોવેબલ)

શુન્ય

ભીંડા

સાયપરમેથ્રીન (૧૦% ઈસી)

તુવેર

ફેનવેલરેટ (ર૦%ઈસી)

ફુલ  અવસ્થાએ છંટકાવ સલામત

કોબીજ

ફીપ્રોનીલ (પ% એસસી)

સાયપરમેથ્રીન (૧૦% ઈસી)

કાર્બારીલ ( પ૦% ડબલ્યુપી)

ફલ્યુફેનોકજયુરોન

ટામેટા

લીંબોળી અર્ક (એઝાડીરેકટીન–પ%)

ઝાયરમ (૮૦% ડબલ્યુપી)

લીંબોળી અર્ક (એઝાડીરેકટીન–૧%)

શાકભાજી ધોવાથી અવશેષના પ્રમાણમાં થતો ઘટાડો :

શાકભાજી બજારમાં લાવતાં પહેલાં સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ કારણ કે શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી જંતુનાશકોના અવશેષો ઓછા થાય છે. અવશેષો ઓછા થવાનું પ્રમાણ સુંવાળી સપાટીવાળા શાકભાજીમાં વધુ હોય છે. શોષક પ્રકારની (સીસ્ટેમીક) જંતુનાશકો કરતાં સ્પર્શક (કોન્ટેકટ) જંતુનાશકોના અવશેષો ઓછા કરવા માટે સ્વચ્છ પાણીથી ધોવાની રીત અસરકારક છે.એક  અભ્યાસ અનુસાર દવા છાંટયા પછી એકાદ કલાક પછી લીધેલ નમુનાઓને ધોવાથી જુદી જુદી દવાઓનું જુદા જુદા શાકભાજીમાં અવશેષોના ઘટાડાનું પ્રમાણ ર૦ થી ૭૦ ટકા હતું. જયારે પાંચમાં દિવસે નમુનાઓને ધોવાથી ઘટાડાનું પ્રમાણ ૧પ થી ૬૮ ટકા હતું. આમ તાજા શાકભાજીમાં જંતુનાશકોના ઘટાડાનું પ્રમાણ વધારે હોય છે.

ધ્યાનમાં લેવા જેવા મુદ્દાઓ

  • શકય હોય ત્યાં સુધી ઝડપી વિઘટન પામતા કૃષિ રસાયણો જેવા કે ઈબામેકટીન બેન્ઝોએટ, સ્પિનોસાડ, ઈન્ડોકઝાકાર્બ અને નોવાલ્યુરોન વિગેરેનો ઉપયોગ કરવો.
  • સંકલીત જીવાત નિયંત્રણ પધ્ધતિ અપનાવવાથી જંતુનાશકોનો વપરાશ ઘટાડી શકાય છે. ખાસ કરીને સિન્થેટીક પાયરેથ્રોઈડ જુથના જંતુનાશકોનો ઉપયોગ બજારમાં ઉપલબ્ધ મિશ્ર જંતુનાશકો તરીકે જ કરવો.
  • કોઈપણ સંજોગોમાં શાકભાજીના પાકોમાં '' મોનોક્રોટોફોસ '' નો ઉપયોગ કરવો નહી.
  • મિથાઈલ પેરાથિયોન મધમાખીને નુકસાન કરતી હોવાથી ફુલ અવસ્થાએ તેનો ઉપયોગ કરવો નહી.
  • પરભક્ષી અને પરજીવી કીટકોને નુકસાન કરે તેવા કૃષિ રસાયણોનો ઉપયોગ કરવો નહી.
  • વનસ્પતિજન્ય જંતુનાશકો જેવા કે લીંબોળી અને લીંબોળીના તેલની બનાવટો,કણજીનું તેલ, સીતાફળના બીનો ભુકો, ફુદીનાના પાનનો પાઉડર વિગેરેનો ઉપયોગ કરવો.
  • બજારમાંથી અધિકૃત વિક્રેતા પાસેથી જ જંતુનાશકો ખરીદવા અને પાકુ બીલ લેવું.
  • શાકભાજી વીણવાના સમયે શોષક પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો નહી.
  • એક કરતાં વધુ જંતુનાશકો મિશ્ર કરતાં પહેલાં ચકાસણી કરવી કે સચોટ માહિતી મેળવવી.
  • જંતુનાશકોના ખાલી થયેલ ડબ્બા/પ્લાસ્ટીક બોટલનો નાશ કરવો અને કોઈપણ સંજોગોમાં તેને પુનઃ વપરાશમાં લેવા નહી.
  • જંતુનાશકો યોગ્ય માત્રામાં જરૂરિયાત મુજબ જ વાપરવા.
  • જંતુનાહકોના છંટકાવ અને ઉતાર વચ્ચેનો સમયગાળાનો ચુસ્ત પણે અમલ કરવો.  આ સમયગાળો જુદા જુદા પાક માટે જુદો જુદો હોય છે.
  • પ્રતિબંધિત જંતુનાશકોનો જીવાત નિયંત્રણ માટે ઉપયોગ કરવો નહી.

સ્ત્રોત: ર્ડા. ડી.બી. પ્રજાપતિ, પ્રો.એ.એમ.અમીન, ર્ડા. બી.જી. પ્રજાપતિ અને ર્ડા. એ.યુ.અમીન, શાકભાજી સંશોધન યોજના, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ., જગુદણ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate