অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાકમાં નિંદણો અને તેમના નિયંત્રણમાં વપરાતી રાસાયણિક દવાઓ અંગે સમજ

ખેતીમાં આપણા ચાર મુખ્ય દુશ્મનો છે. રોગ, જીવાત, ઉંદર અને નિંદણ. આમાથી રોગ ધ્વારા ર૬.૩ ટકા, જીવાત ધ્વારા ૯.૬ ટકા, ઉંદર ધ્વારા ૧૩.૮ ટકા અને નિંદણ ધ્વારા સૌથી વધુ ૩૩.૮ ટકા જેટલું નુકસાન પાક ઉત્પાદનમાં નોંધાયુ છે. નિંદણને કારણે જુદા જુદા પાકોમાં થતો ઉત્પાદનનો ઘટાડો ૧૦ થી ૧૦૦ % જેટલો થઈ શકે છે. નિંદણ ધ્વારા પાક ઉત્પાદનમાં સૌથી વધુ ઘટાડો જીરુના પાકમાં (૯૦ થી ૧૦૦ % ) તથા સૌથી ઓછો ઘટાડો વરીયાળીમાં (૧૦ થી ૪ર % ) નોંધાયો છે. નિંદણ એક હઠીલો , વણનોતર્યો, બીજા પાકોની સાથે ઉગતો પાક, ઉત્પાદન અને ગુણવત્તામાં ઘટાડો કરનારો, ખેતી ખર્ચ વધારનારો, પ્રતિકૂળ આબોહવામાં પણ અડીખમ ટકી રહેનારો ખેડૂતોનો સૌથી મોટો અને છુપો દુશ્મન છે. આવા શકિતશાળી દુશ્મનને કાબુમાં રાખવા સામ, દામ, દંડ અને ભેદની ચારેય નિતિઓની જેમ અવરોધક અને પ્રતિરોધક ઉપાયોનો સંયુકત રીતે મારો ચલાવવો પડે. પરંતુ જેમ દુશ્મન ઉપર હલ્લો કરતા પહેલા તેની પાયાની વિગતો જેવીકે તે કયા કુળનો છે ? તેની સબળાઈ કે નબળાઈ કઈ છે ? તે અહી સુધી કેવી રીતે પહોચ્યો ? તે આપણને કેવી રીતે નુકસાન કરી શકે તેમ છે ? વગેરેથી માહિતગાર થવુ જરૂરી છે. એ જ પ્રમાણે નિંદણ નિયંત્રણ માટે પણ કેટલીક પાયાની વિગતોની જાણકારી જરૂરી છે.

નિંદણ એટલે શું ?

વર્ષોથી ખેતી કરતા ખેડૂત મિત્રો તેમના દુશ્મન નંબર – ૧ થી પરિચિત હોય જ. તેથી જયારે એમ પુછીએ કે નિંદણ એટલે શું ? ત્યારે અમારા ખેડૂત ભાઈઓ મુછમાં હસવા લાગે. તેમની અનુભવી આંખોમાં ચમકારો આવે અને મગજમાં જબકારો થાય બાપલા. ખેતરમાં પાક સિવાય જે પણ ઘાસ–કચરુ થાય તે બધુ જ નિંદણ. હજુ પણ આ વ્યાખ્યાને વધુ વ્યાપક બનાવીએ તો મુખ્ય પાક અથવા ઈચ્છીત પાકો સિવાયના વણજોઈતા કોઈપણ પાક, ઘાસ કે કચરાને નિંદણ કહે છે. આમ, કપાસના પાકમાં જો તુવેરના વણજોઈતા છોડ ઉગ્યા હોય તો તુવેરના છોડ પણ નિંદણ કહેવાય. અને એથી ઉલ્ટુ તુવેરના ખેતરમાં કપાસ ઉગી નિકળે તો તે પણ નિંદણ કહેવાય. તો હવે પ્રશ્ન આવે છે કે,

નિંદણ પાકમાં નુકસાન કેવી રીતે કરે છે ?

નિંદણ પાકમાં બે રીતે નુકસાન કરે છે. ૧. ઉત્પાદન ઘટાડીને તથા ર. પાકની ગુણવત્તા બગાડીને.

આપણો પાક જમીનમાંથી પોષક તત્વો અને પાણી તથા હવામાંથી કાર્બનડાયોકસાઈડ અને સૂર્યપ્રકાશ મેળવે છે અને આ ચારેય ઘટકો ભેગા થઈ પ્રકાશ સંશ્લેણ નામની પ્રક્રીયાથી છોડમાં ખોરાક બનાવે છે. જેના કારણે છોડ વૃધ્ધિ અને વિકાસ પામી ઉચુ ઉત્પાદન આપે છે. પરંતુ નિંદણ આ ચારેય ઘટકો અને ખાસ કરીને જમીનમાં મર્યાદીત પ્રમાણમાં રહેલા પોષક તત્વો તથા પાણી માટે પાક સામે હરીફાઈ કરે છે અને પાકના ભાગના ખોરાક–પાણી તે પડાવી જાય છે.

નિંદણ પ્રતિકૂળ અવસ્થામાં ટકી રહીને પોતાનો જીવનકાળ પુરો કરે છે. આ કારણે તે રોગ અને જીવાત માટે અનુકૂળ વાતાવરણ પુરુ પાડીને આશ્રય સ્થાન બને છે. આમ, રોગ–જીવાતની વૃધ્ધિને ઉત્તેજન આપીને પણ પાકને નુકસાન કરે છે. નિંદણથી ઉત્પાદનતો ઘટે જ છે પરંતુ પાકની ગુણવત્તા પણ ઘટે છે. નિંદણથી કપાસમાં જીનીંગના ટકા, શેરડીમાં સાકરના ટકા, મગફળી જેવા તૈલી પાકોમાં તેલના ટકા, કઠોળ અને ધાન્ય પાકોમાં પ્રોટીનના ટકામાં ઘટાડો નોંધાયેલ છે.

કેટલાક કિસ્સાઓમાં કેટલાક નિંદણોના બીજ મુખ્ય પાકના બીજ જેવા જ દેખાય છે. દા.ત. સામા ઘાસના બીજ ડાંગર જેવા, અમરવેલના બીજ રજકાના બીજ જેવા અને જીરાળાના બીજ જીરાના બીજ જેવા જ દેખાય છે. આવા બીજ મુખ્ય પાક સાથે ભળી જઈને તેની ગુણવત્તા બગાડે છે. જેના કારણે ૧. તેની સાફસુફીનો ખર્ચ વધે છે અને ર. બજારમાં મિશ્રણને કારણે પાકની યોગ્ય કિંમત મળતી નથી. એમ બેવડો આર્થિક ફટકો આપણને લાગે છે.

નિંદણના પ્રકાર

જમીન ની જાત અને ૠતુ પ્રમાણે નિંદણો પણ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. દા.ત. કાળી જમીનમાં થતા નિંદણો ગોરાડુ કે હલકી જમીનમાં જોવા પણ નહી મળે. તે જ રીતે ચણા જેવા શિયાળુ પાકમાં જોવા મળતા નિંદણો તુવેર જેવા ચોમાસુ પાકમાં ના પણ થાય. જયારે કેટલાક નિંદણો સર્વવ્યાપી હોય છે, જે કોઈપણ જમીનમાં, કોઈ પણ ૠતુમાં અને કોઈપણ પાકમાં જોવા મળે છે. દા.ત. ચીઢો, ધરો, વગેરે.

સંકલીત નિંદણ નિયંત્રણ

પૃથ્વી પર લગભગ ૩ લાખ કરતા વધુ જાતની વનસ્પતિ જોવા મળે છે. જેમાંથી ૩૦,૦૦૦ જેટલી વનસ્પતિ થોડા ઘણે અંશે ઉપયોગી છે અને લગભગ રપ૦ જેટલી વનસ્પતિ નિંદણ તરીકે વર્તે છે. નિંદણોની વિશિષ્ટ ખાસીયતોને કારણે ૧૦૦ ટકા નિંદણ મુકત ખેતી શકય નથી. અને તેના નિયંત્રણ માટે કોઈપણ એક ઉપાય અજમાવવો પણ પુરતો નથી. આ સંજોગોમાં નિંદણને અનિવાર્ય અનિષ્ટ ગણીને પાક – નિંદણ હરીફાઈ ગાળા દરમ્યાન વધુને વધુ પાક નિંદણ મુકત રહે તેવા સંયુકત સહીયારા પ્રયત્નોને સંકલિત નિંદણ નિયંત્રણ કહે છે. આ માટે મુખ્યત્વે બે ઉપાયો છે. અ) અવરોધક ઉપાયો બ) પ્રતિરોધક ઉપયો.

અ) અવરોધક ઉપાયો : નિંદણનો ફેલાવો પાણી, પવન, માણસ, પ્રાણીઓ ધ્વારા અને કેટલાક કિસ્સાઓમાં ખેત ઓજારો કે છાણીયા ખાતર ધ્વારા મારફત પણ થાય છે. નિંદણને નવા વિસ્તારોમાં ફેલાતુ રોકવુ અથવા તેના બીજનો ઉગ્યા પહેલા નાશ કરવાના ઉપાયોને અવરોધક ઉપાયો કહે છે. આ માટે નીચે જણાવેલા પગલા લેવા.

  1. નિંદણ મુકત, શુધ્ધ અને પ્રમાણીત બીજનો વાવણી માટે ઉપયોગ કરવો.
  2. સંપૂર્ણ કોહવાયેલું છાણીયુ / કમ્પોસ્ટ ખાતરનોજ ઉપયોગ કરવો
  3. પશુ ઓને નિંદણના બીજથી મુકત લીલો કે સુકો ચારો નાખવો.
  4. જાનવરોને નિંદણવાળા ચરીયાણ વિસ્તારમાંથી ખેતી લાયક વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા
  5. જાનવરોને પાકટ નિંદણોવાળા વિસ્તારમાં ચરાવવા નહી.
  6. ખેત ઓજારોને નિંદણોના બીજથી મુકત રાખવા અને ઉપયોગ કર્યા પછી સાફ કરવા.
  7. પિયતની નીકો, ઢાળીયા, પાળીયા, નહેર, ખેતરના ખુણા, વાડ વગેરે નિંદણોથી મુકત રાખવા.
  8. ખળાની તથા તેની આજુબાજુની જગ્યા નિંદણ મુકત રાખવી.
  9. ફેરરોપણી સમયે નિંદણોના છોડ કાળજી પૂર્વક દુર કરવા.

10. નિંદણોને બીજવાળી માટીનું બીજી ખેડાણવાળી જમીનમાં સ્થળાંતર કરવુ નહી.

11. નિંદણને બીજ બેસતા પહેલા કાપી કે બાળી નાખવા.

પ્રતિરોધક ઉપાયો : નિદણ ઉગ્યા પછી તેનો નાશ કરવા અથવા તેને કાબુમાં લેવા જે ઉપાયો અપનાવવામાં આવે છે, તેને પ્રતિરોધક ઉપાયો કહે છે. આ ઉપાયો હાથ ધરતી વખતે પાક– નિંદણ હરીફાઈ ગાળો જાણી લેવો ખૂબ જ જરુરી છે. જેથી સમયસર અને સમજપૂર્વક આ ઉપાયો અપનાવી ઓછા ખર્ચે અસરકારક નિંદણ નિયંત્રણ થઈ શકે અને તેના પાકને મહતમ ફાયદો મળી શકે.

ભૌતિક (યાંત્રિક) ઉપાયો

  1. નિંદણના છોડ ઉપર ફૂલ કે બીજ આવે તે પહેલા ખેત મજુર ધ્વારા ખરપડીથી નિંદામણ દૂર કરવુ.
  2. ઉભા પાકમાં યોગ્ય ખેત ઓજારોથી યોગ્ય સમયે અાંતરખેડ કરવી.
  3. ઉંડા મુળવાળા નિંદણો માટે ઉનાળામાં ઉંડી ખેડ કરવીે
  4. કયારીની જમીનમાં પાણી ભરી રાખી નિંદણોનો નાશ કરવો.
  5. પડતર જમીનોમાં સુકા કચરાને બાળી નાખંવો.
  6. મલ્ચનો ઉપયોગ કરી નિંદણોની વૃધ્ધિ અટકાવવી.

પાક પધ્ધતિઓનો ઉપયોગ: આ એક બિન ખર્ચાળ કે ઓછી ખર્ચાળ નિંદણ નિયંત્રણ પધ્ધતિ છે. જેમાં યોગ્ય પધ્ધતિ કે ખેત પધ્ધતિનો ઉપયોગ કરીને નિંદણોનું પ્રમાણ ઘટાડી શકાય છે. આ પધ્ધતિઓ નીચે મુજબ છે.

વાવેતરનો સમય: પાક અને નિંદામણોનો ઉગાવો અને વૃધ્ધિનો આધાર ઉષ્ણતામાન ઉપર રહેલો હોય સમયસરનું વાવેતર જરુરી છે. મોડુ વાવેતર કરવાથી પાકની વૃધ્ધિ ઘટવા ઉપરાંત કેટલાક વધારાના નિંદામણોનો પાકને સામનો કરવો પડે છે.

વાવેતર પધ્ધતિ : સાકડા અંતરના પાકોમાં સીધી હારમાં વાવેતર કરવા કરતા ચોકડી વાવેતર કરવાથી પાકને વૃધ્ધિ માટે પૂરતી જગ્યા મળી રહેતા પોષક તત્વો, પાણી અને પ્રકાશનો પાક કાર્યક્ષમ ઉપયોગ કરી, ઝડપી વૃધ્ધિ કરી, નિંદણોની વૃધ્ધિ અટકાવે છે.

બિયારણનો દર : ભલામણ કરેલ દરથી થોડાક વધારે બીજ દર રાખવાથી એકમ વિસ્તારમાં નિંદણોની વૃધ્ધિ નિયંત્રીત રહે છે.

વાવેતરનું અંતર : દરેક પાક માટે ભલામણ કરેલ અંતર કરતા વધુ કે ઓછુ વાવેતર અંતર રાખવું નહી. વધુ અંતર રાખવાથી નિંદણોને વિકાસ કરવા માટે મોકળુ મેદાન મળી જાય છે. જયારે ભલામણ કરતા સાંકડા ગાળે વાવેતર કરવાથી આંતરખેડમાં મુશ્કેલીઓ પડતા યોગ્ય સમયે નિંદામણ થઈ શકતું નથી. જેથી પણ નીંદણનો ઉપદ્રવ વધી જાય છે.

પાક પધ્ધતિ

  • પાકની યોગ્ય ફેર બદલી કરવી
  • મિશ્ર પાક પધ્ધતિ અપનાવવી.
  • વધુ અને ઝડપી વૃધ્ધિ કરે તેવા પાકની પસંદગી કરવી.
  • લીલો પડવાશ કરવો.
  • જમીન ઉપર આવરણ કરી શકે તેવા કઠોળ વર્ગના પાકોનો પાક પધ્ધતિમાં સમાવેશ કરવો.
  • રાસાયણિક ખાતરો યોગ્ય પધ્ધતિથી જમીનમાં ઉંડે આપવા.
  • યોગ્ય પિયત પધ્ધતિઓ અપનાવવી
  • જૈવિક ઉપાયો

આ પધ્ધતિમાં કુદરતી નિંદણ નાશકો જેવા કે કિટકો, જીવાણુંઓ, ફૂગ અથવા અમુક પ્રકારની માછલીઓનો નિંદણ નિયંત્રણ માટે ઉપયોગ કરવામા ંઆવે છે. ૧૯રપ માં ઓસ્ટ્રેલીયામાં ૬૪ લાખ હેકટર જમીનમાંથી ફા ફળા થોરનો નાશ કરવા ડેકટીલોપીયર્સ નામના નાના કીટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપણા દેશમાં હાલ આ અંગે વિવિધ નિંદણોના નાશ માટે સંશોધનો ચાલુ છે. જેમાં, આગીયો, ચીઢો, લેન્ટેના, પાર્થેનીયમ વગેરે નિંદણોનો સમાવેશ થાય છે.

રાસાયણિક પધ્ધતિ : આ એક અગત્યની અને અસરકારક નીંદણ નિયંત્રણ માટે ઉપયોગ થાય છે. આ પધ્ધતિ નીચેના કારણોથી હાલ લોકપ્રિય બનતી જાય છે.

  1. ઝડપી ઔધોગીક કારણે કૃષિ ક્ષેત્રે મજુરોની તંગી તથા ઉચા મજુરીના દરને લીધે યાંત્રિક પધ્ધતિથી નિંદણ નિયંત્રણ ખર્ચાળ અને બિનકાર્યક્ષમ પુરવાર થયુ છે. વધુમાં નિંદામણનો યોગ્ય સમય પણ સાચવી શકાતો નથી.
  2. ઘનિષ્ઠ પાક પધ્ધતિઓ જેવી કે બહુપાક પધ્ધતિ, રીલે પાક પધ્ધતિ વગેરે અપનાવવાના કારણે રાસાયણીક નિંદણનાશકોથી યાંત્રિક પધ્ધતિઓ કરતા વહેલું અર્થક્ષમ અને અસરકારક રીતે નિંદણ નિયંત્રણ થઈ શકે છે.
  3. ઘણી વખત જમીન કાળી અને મધ્યમ કાળી કે રેચક હોય તો વરસાદ થવાથી ખેતરમાં ઘણી વખત દાખલ થઈ શકાતુ નથી. આવી પરિસ્થિતિમાં નીંદામણના ઝડપી અને સમયસર નાશ માટે રાસાયણિક દવાઓ (વીડીસાઈડ કે હર્બીસાઈટસ) નો ઉપયોગ હિતાવહ છે.

પરંતુ ખેડુત મિત્રો, આ પધ્ધતિ અપનાવતા પહેલા તેના અસરકારક પરીણામો મેળવવા નીચે મુજબની તકેદારીઓ રાખવી જરુરી છે.

નીંદણ નિયંત્રણ સમયે લેવાના ખાસ તકેદારીના પગલા

  1. દવા ખરીદતી વખતે તથા તેને વપરાશમાં લેતા પહેલા દવાના પેકીંગમાં છાપેલ ઉત્પાદન વર્ષ તથા તેની અવધી (એકસપાઈરી ડેઈટ) ની ચોકસાઈ કરી લેવી. અવધી પુરી થયેલ દવા ખરીદવી કે વાપરવી નહી.
  2. ભલામણ કરેલ દવાનો જ જેતે પાકમાં ઉપયોગ કરવો.
  3. ભલામણ કરેલ સમયે જ અને તેટલી જ માત્રામાં દવાનો ઉપયોગ કરવો.
    1. ભલામણ કરતા વધુ જથ્થામાં દવા છાંટતા દવાની ઝેરી અસરને કારણે પાક અંશ : અથવા સંપૂર્ણ નાશ પામે છે.
    2. પાકના વિકાસ અને વૃધ્ધિ પર અવળી અસર થતા ઉત્પાદન ઘટી જાય છે.
    3. જમીનમાં દવાના અવશેષને માત્રા વધુ લાંબા સમય સુધી રહેતા પાકને ઝેરી અસર થાય છે જેની સ્ફુરણ શકિત તથા વિકાસ પર ગંભીર અસર થાય છે.
    4. એકમ વિસ્તાર દીઠ પાક ઉત્પાદન ખર્ચ વધે છે, ભલામણ કરેલ ઓછા જથ્થામાં દવા છાંટતા નિંદણનું અસરકારક નિયંત્રણ થતંું નથી.
    5. દવા પાછળ ખર્ચેલા નાણા વેડ ફાય છે.
    6. અન્ય પધ્ધતિથી નીંદણ કાર્ય કરવું પડે છે. જેનાથી પણ વધારાના પૈસાનો વ્યય થાય છે.
    7. પાક ઉત્પાદન ખર્ચ વધી જાય છે.
  4. ઉભા પાકમાં પાકની વૃધ્ધિની જે અવસ્થાએ દવા છાંટવાની ભલામણ કરેલ હોય તે જ અવસ્થાએ દવાનો છંટકાવ કરવો.
  5. છંટકાવ વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો ખાસ જરૂરી છે.
  6. પોસ્ટ ઈમર્જન્સ પધ્ધતિમાં નિંદામણના છોડ ઉપર વધુ પ્રમાણમાં દવા પડે તે રીતે છંટકાવ કરવો.
  7. પ્રી ઈમર્જન્સ દવા માટે હેકટરે પ૦૦ લીટર તથા પોસ્ટ ઈમર્જન્સ દવા માટે હેકટરે ૬૦૦ થી ૭૦૦ લીટર પાણીનો ઉપયોગ કરવો.
  8. ભલામણ કરેલ હોય તો જ બે દવા મિશ્ર કરી છંટકાવ કરવો.
  9. નિંદામણ નાશક દવાને જંતુનાશક દવા સાથે મિશ્ર કરીને કદી પણ છંટકાવ કરવો નહીં.
  10. વધુ પડતો કે તો ફાની પવન હોય ત્યારે છંટકાવ કરવો નહીં.
  11. વરસાદ પડવાની શકયતા હોય તેવા સંજોગોમાં દવાનો છંટકાવ કરવો નહીં.
  12. ચાલુ વરસાદે પણ છંટકાવ કરવો નહીં.
  13. જો સામાન્ય પવન હોય તો પંપની નોજલ જમીનની નજીક રહે તે રીતે છંટકાવ કરવો.
  14. એકસરખા છંટકાવ માટે ફલેટ ફેન નોજલનો ઉપયોગ કરવો.
  15. જંતુનાશક દવા છાંટવા માટેની નોજલનો ઉપયોગ કરવો.
  16. પહોળા પાટલે વવાતા પાકોમાં (દા.ત. કપાસ, તુવેર) નિંદણનાશક દવાનો ખર્ચ ઘટાડવા માટે ફકત ચાસ ઉપર જ દવાનો છંટકાવ કરવો. બે હાર વચ્ચે જરૂરી આંતરખેડ કરી નિંદણ દૂર કરવા. આવા સંજોગોમાં છંટકાવ વિસ્તાર મુજબ દવા તથા પાણીનો જથ્થો વાપરવાથી વધુ લાભ મળે છે.
  17. પાછા પગે ચાલીને જ દવાનો છંટકાવ કરવો. દવા છાંટેલા ભાગ પર ચાલવું નહીં.
  18. દવા છાંટનારે હાથમાં મોજા ક ે અન્ય રક્ષણાત્મક વસ્ત્ર પહેરવા.
  19. શરીરના કોઈપણ ભાગ ઉપર ઈજા થયેલ હોય તેવી વ્યકિતએ છંટકાવ કરવો નહીં.
  20. દવા છાંટતી વખતે બીડી, ચા –પાણી વગેરે પીવા નહીં.
  21. દવાના છંટકાવ પહેલાં અને પછી પંપ તથા વપરાયેલા સાધનો બરાબર સાફ કરવા
  22. દવા છાંટવા માટે ચોખ્ખું પાણી વાપરવું.
  23. દવાના પેકીંગ ઉપર છાપેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી તેનો બરાબર અમલ કરવો.
  24. સતત એક જ પ્રકારની દવાનો વારંવાર ઉપયોગ ન કરવો.
  25. પ્રવાહી દવા કાચની અંકિત નળી ( મેજરીંગ સીલીન્ડર) વડે માપીને તથા પાવડરનું ચોકકસ વજન કરી અલગ અલગ પડીકીઓ બનાવી દરેક પંપ દીઠ ૧૦ લીટર પાણી માટે ઉપયોગ કરવો.
  26. કયારાની પહોળાઈ ર.પ મી. થી વધુ રાખવી નહીં.

કૃષિ યુનિવર્સિટી ધ્વારા જુદી જુદી પાક પરિસ્થિતિ મુજબ વિવિધ પાકોમાં સંકલિત નિંદણ નિયંત્રણ ઉપર સંશોધન કાર્ય થાય છે અને આ સંશોધનોને આધારે જુદી જુદી ૠતુ, જુદા જુદા પાક તથા વિસ્તારો માટે ખેડૂતોપયોગી સંશોધન ભલામણો થયેલ છે જેની વિગત નીચે મુજબ છે.

ખેડૂત મિત્રો, આ ભલામણો મુજબ નિંદણ નિયત્રણ કરો તો તેમાં જરુરથી તમારા દુશ્મન નંબર–૧ ના પંજામાંથી બચી શકશો અને તમારા ઉત્પાદનમાં સીધો ૩૩% જેટલો વધારો થઈ શકશે.

અ.નં

પાકનું નામ

દવાનું નામ

દવાનું પ્રમાણ હેકટરે

પાણીનું પ્રમાણ હેકટરેલી.

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

છંટકાવનો

સમય

૧. મગફળી (ખરીફ) વાવણી બાદ ૧પ, ૩૦, ૪પ અને ૬૦ દિવસે હાથથી નિંદામણ કરવું.

મગફળી (ખરીફ)

ફલુકલોરાલીન (બાસાલીન)+એક આંતરખેડ અને હાથથી નિંદામણ અથવા ઓકસી ફલુઓરફેન ગોલ–રઈ) + એક આંતર ખેડ અને હાથથી નિંદામણ

૦.૯૦૦ કિગ્રા. (ર.૦ લી.)

 

૦.ર૪૦ કિગ્રા. (૧.૦ લી.)

પ૦૦

 

 

 

પ૦૦

૧૮ ગ્રામ

(૪૦ મીલી)

 

 

૪.૮ ગ્રામ

(ર૦ મીલી)

પ્રી–પ્લાન્ટીંગ/ પ્રી–ઈમરજન્સ

૪પ દિવસે

પ્રી–પ્લાન્ટીંગ/ પ્રી–ઈમરજન્સ

૪પ દિવસે

મગફળી (ખરીફ)

એલાકલોર (લાસો) +નાઈટ્રોફેન(ટોકઈ–રપ)

+ એક આંતર ખેડ અને હાથથી નિંદામણ

ર.પ કિગ્રા.

(પ.૦ લી)

૧.પ કિગ્રા.

(૬.૦ લી.)

પ૦૦

 

૭પ૦

 

પ૦ ગ્રામ

(૧૦૦મીલી)

ર૦ ગ્રામ

(૮૦ મીલી)

 

પ્રી–ઈમરજન્સ

૩૦–૩પ દિવસે

 

 

કપાસ

ડાયુરોન (ડાયુરોન)ુ

+ડાયુરોન (ડાયુરોન)

+ એક આંતર ખેડ અને હાથથી નિંદામણ

૦.૯૦૦ કિગ્રા. (૧.૧રપ કિગ્રા)

૦.૬૦૦ કિગ્રા

(૦.૭પ૦કિગ્રા)

પ૦૦

 

 

પ૦૦

 

૧૮ ગ્રામ (રર.પગ્રામ)

૧ર ગ્રામ

(૧પ ગ્રામ)

પ્રી–ઈમરજન્સ

૩૦–૩પ દિવસે

બાજરી

એટ્રાઝીન (એટ્રાઝીન)

અથવા

વાવણીબાદ ર૦ અને ૪૦ દિવસેહાથથી નિંદામણ કરવું.

૦.પ૦૦ ગ્રામ (૧.૦ કિગ્રા)

૧૦૦૦

પ ગ્રામ (૧૦ ગ્રામ)

પ્રી–ઈમરજન્સ

જુવાર

ર,૪–ડી (ઈ.ઈ) (એગ્રો–વીડોન)

+એક આંતર ખેડ અને હાથથી નિંદામણ

૦.૯૦૦ કિગ્રા. (ર.પ લી)

૬૦૦

૧પ ગ્રામ (૪ર મીલી)

પ્રી–ઈમરજન્સ

૩૦–૩પ દિવસે

મકાઈ

ર,૪–ડી (ઈ.ઈ) (એગ્રો–વીડોન)

+એમ.સી.પી.એ.

( એમ.સી.પી.એ.)

૦.૯૦૦ કિગ્રા. (ર.પ લી)

૦.૬૦૦ કિગ્રા. (૩.૦ લી)

૬૦૦

૧૦૦૦

૧પ ગ્રામ

(૪ર મીલી)

૬ ગ્રામ

(૩૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

૩૦–૩પ દિવસે

સોયાબીન

ફલુકલોરાલીન

(બાસાલીન)

+ હાથ નિંદામણ

અથવા

પેન્ડીમેથાલીન

(સ્ટોમ્પ)+હાથ નિંદામણ

૦.૯૦૦ કિગ્રા.

(ર.૦ લી.)

૦.૭પ૦કિગ્રા

(ર.પ લી.)

પ૦૦

 

 

પ૦૦

 

૧૮ ગ્રામ

૪૦ મીલી

૧પ ગ્રામ

(પ૦ મીલી

પ્રી–ઈમરજન્સ

ર૦–રપ દિવસે

પ્રી–ઈમરજન્સ

ર૦–રપ દિવસ

ટમેટી

મેટ્રીબ્યુઝીન

(સેન્કર)

અથવા

ફલુકલોરાલીન

(બાસાલીન)

૦.૭૦૦ કિ.ગ્રા.

(૧.૦કિગ્રા)

૧.૩પ કિગ્રા

(ર.પ લી.)

પ૦૦

 

 

પ૦૦

૧૪ ગ્રામ

(ર૦ ગ્રામ)

 

ર૭ ગ્રામ

(પ૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

(ફેરરોપણી બાદ એક અઠવાડીયામાં)

પ્રી–ઈમરજન્સ

૧૦

અડદ

વાવણીબાદ ૩૦ દિવસે હાથથી નિંદામણ

૧૧

મગ

ઓકસીડાયાઝોન (રોનસ્ટાર)

૧.રપ૦કિ.ગ્રા. (પ.૦ લી.)

પ૦૦

રપ ગ્રામ

(૧૦૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

૧ર

દિવેલા બીન પિયત

વાવણી બાદ ત્રીજા અને પાંચમાં અઠવાડીયે એક એક આંતરખેડ (બે હાર વચ્ચે) અને છોડની ફરતે હાથથી એક એક નિંદામણ કરવું.

૧૩

ઘઉં

પેન્ડીમેથાલીન(સ્ટોમ્પ)અથવા

ર,૪–ડી સો.સો.

૧.૦ કિ.ગ્રા.

(૩.૩ લી)

૦.૯૬ કિગ્રા.

(૧.ર૦૦કિગ્રા)

૬૦૦

 

 

૧૦૦૦

૧૭ ગ્રામ (પપમીલી)

૯.૬ ગ્રામ

(૧ર ગ્રામ)

પ્રી–ઈમરજન્સ

 

૩૦–૩પ દિવસે

૧૪

ડુંગળી

હાથથી નિંદામણ

અથવા

ફલુકલોરાલીન

(બાસાલીન)

+ હાથ નિંદામણ

અથવા

ઓકસીડાયાઝોન (રોનસ્ટાર)

+ હાથ નિંદામણ

૦.૯૦૦ કિગ્રા

(ર.૦ લી.)

 

૦.૭પ૦ કિગ્રા.

(૩.૦ લી.)

 

–      –

પ૦૦

 

 

પ૦૦

 

 

૧૮ ગ્રામ

(૪૦મીલી)

 

૧પ ગ્રામ

(૬૦ મીલી)

ર૦,૪૦ દિવસે

 

પ્રી–પ્લાન્ટીંગ

 

૪૦ દિવસે

પી્ર–ઈમરજન્સ

૪૦ દિવસે

૧પ

લસણ

ઓકસીડાયાઝોન (રોનસ્ટાર)

+ હાથ નિંદામણ

અથવા

ઓકસી ફલુઓર ફેન (ગોલ–ર–ઈ) +

હાથથી નિંદામણ

અથવા

હાથથી નિંદામણ

૦.પ કિગ્રા

(ર.૦ લી)

 

 

૦.ર૪૦ કિગ્રા.

(૧.૦ લી.)

પ૦૦

 

 

પ૦૦

 

૧૦ ગ્રામ

(૪૦ મીલી)

 

 

૪.૮ ગ્રામ

(ર૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

 

૪૦ દિવસે

 

પ્રી–ઈમરજન્સ

 

૪૦ દિવસે

 

ર૦,૪૦ દિવસે

૧૬

જીરૂ

ઓકસીડાયાઝોન (રોનસ્ટાર)

૧.૦ કિગ્રા.

(૪.૦ લી.)

પ૦૦

ર૦ ગ્રામ

(૮૦મીલી

પ્રી–ઈમરજન્સ

૧૭

ધાણા

ફલુકલોરાલીન (બાસાલીન) ઓકસીડાયાઝોન (રોનસ્ટાર)

૦.૯૦૦ કિગ્રા.

અથવા ૦.૭પ૦ કિગ્રા(ર.૦ લી.)

પ૦૦

૧૮ ગ્રામ

૧પ ગ્રામ

(૬૦ મીલી.)

પ્રી–ઈમરજન્સ

૧૮

ઈસબગુલ

આઈસોપ્રોટયુરોન (કનક)

૦.પ૦૦કિગ્રા.

(૧.૦ કિગ્રા)

પ૦૦

૧૦ ગ્રામ (ર૦ ગ્રામ)

પ્રી–પ્લાન્ટીંગ/

પ્રી–ઈમરજન્સ

૧૯

ચણા

ફલુકલોરાલીન

(બાસાલીન)

અથવા

પેન્ડીમેથાલીન(સ્ટોમ્પ)

૦.૯૦૦કિગ્રા.

(ર.૦ લી.)

૧.૦૦ કિગ્રા

(૩.૩૩ લી.)

પ૦૦

 

પ૦૦

૧૮ ગ્રામ

(૪૦ મીલી)

ર૦ ગ્રામ

(પપ મીલી)

પ્રી–ઈમરજન્સ

 

 

પ્રી–ઈમરજન્સ

ર૦

રાઈ

ફલુકલોરાલીન

(બાસાલીન)

૦.૯૦૦કિગ્રા.

(ર.૦ લી.)

પ૦૦

૧૮ ગ્રામ

(૪૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

ર૧

રજકો

ફલુકલોરાલીન

(બાસાલીન)

૦.૯૦૦કિગ્રા.

(ર.૦ લી.)

પ૦૦

૧૮ ગ્રામ

(૪૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

રર

બટાટા

મેટ્રીબ્યુઝીન

(સેન્કર) અથવા

ફલુકલોરાલીન

(બાસાલીન)

૧.૦ કિગ્રા.

(૧.પ કિગ્રા)

૦.૯૦૦ કિગ્રા.

(ર.૦ લી.)

૧૦૦૦

 

પ૦૦

૧૦ ગ્રામ

(૧પ ગ્રામ)

૧૮ ગ્રામ

(૪૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

 

 

પ્રી–ઈમરજન્સ

ર૩.

શેરડી

બે હાર વચ્ચે શેરડી ની સુકી પતરી (પ ટન/હે) પાથરી દેવી અને એક વખત હાથથી નિંદામણ કરવું.અથવા

એટ્રાઝીન(એટ્રાઝીન પ્રોડકટ)

+ ર,૪–ડી (સો.સો.)

(ર,૪–ડી સો.સો.પ્રોડકટ)

ર.૦ કિ.ગ્રા.

(૪.૦ કિગ્રા)

૧.૦ કિગ્રા.

(૧.રપ૦ કિગ્રા)

પ૦૦

 

 

પ૦૦

૪૦ ગ્રામ

(૮૦ ગ્રામ)

 

ર૦ ગ્રામ

(રપ ગ્રામ)

પ્રી–ઈમરજન્સ

 

 

૬૦–૭૦ દિવસે

ર૪.

મગફળી

(ઉનાળું)

ઓકસી ફલુઓર ફેન (ગોલ–ર–ઈ)

+ એક આંતર ખેડ અને હાથથી નિંદામણ

૦.ર૪૦ કિગ્રા.

(૧.૦ લી.)

પ૦૦

૪.૮ ગ્રામ

(ર૦ મીલી)

–   પ્રી–પ્લાન્ટીંગ/

પ્રી–ઈમરજન્સ

 

૪પ દિવસે

રપ

ભીંડા

ફલુકલોરાલીન(બાસાલીન)

 

+ હાથ નિંદામણ અથવા

 

ફલુકલોરીડોન(રેસર)

 

+ હાથ થી નિંદામણ

૦.૬૭પ કિગ્રા

(૧.પ લી)

૦.પ૦૦ કિગ્રા

(ર.૦ લી.)

પ૦૦

 

 

પ૦૦

૧૩.પ ગ્રામ

(૩૦ મીલી)

૧૦ ગ્રામ

(૪૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

ર૦–રપ દિવસે

 

પ્રી–ઈમરજન્સ

 

ર૦–રપ દિવસે

ર૬.

મગફળી જીજી૧૧ (ખરીફ

ઓકસી ફલુઓરફેન (ગોલ–ર–ઈ)

+ વાવેતર બાદ ૪પ દિવસે એક આંતર ખેડ અને હાથથી નિંદામણ

૦.ર૪૦ કિગ્રા. (૧.૦ લી.)

પ૦૦

૪.૮ ગ્રામ

(ર૦મી.લી.)

પ્રી–ઈમરજન્સ

 

ર૮

તુવેર બીડીએન–ર

પેન્ડીમેથાલીન

(સ્ટોમ્પ) અથવા

ફલુકલોરાલીન (બાસાલીન) +

ઉપરોકત કોઇ પણ એક દવા સાથે એક વખત હાથથી નિંદામણ અને આંતરખેડ

 

૦.૯૦૦કિ.ગ્રા

(૩.૦ લી.)

૦.૯૦૦કિ.ગ્રા

(ર.૦ લી.)

 

પ૦૦

 

 

પ૦૦

૧૮ ગ્રામ

(પપ મી.લી.)

 

૧૮ ગ્રામ

(૪૦મી.લી.)

પ્રી–ઈમરજન્સ

 

 

પ્રી–ઈમરજન્સ

 

વાવેતર બાદ ૩૦ દિવસે

ર૯

મગફળી જીજી૧૧ (ખરીફ)

ફલુકલોરાલીન(બાસાલીન)

અથવા

પેન્ડીમેથાલીન(સ્ટોમ્પ)

અથવા

ઓકસી ફલુઓર ફેન (ગોલ–ર–ઈ)

અથવા ઓકસીડાયાઝોન

(રોનસ્ટાર) + ઉપરોકત કોઇ પણ એક દવા સાથ ે વાવેતર બાદ ૩૦ દિવસે એક વખત હાથથી નિંદામણ અને આંતર ખેડ

૦.૯૦૦કિ.ગ્રા

(ર.૦ લી.)

 

૧.૦૦૦કિગ્રા.

(૩.૩૩૩ લી)

 

૦.૧૮૦કિગ્રા. (૦.૭પ૦ લી)

 

૧.૦૦૦ કિગ્રા. (૪.૦ લી)

પ૦૦

 

 

પ૦૦

 

પ૦૦

 

પ૦૦

૧૮ ગ્રામ

(૪૦ મીલી)

 

ર૦ ગ્રામ

(પપ મીલી)

 

૩.૬ ગામ

(૧પ મીલી)

 

ર૦ ગ્રામ

(૮૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

 

 

પ્રી–ઈમરજન્સ

 

પ્રી–ઈમરજન્સ

 

 

 

પ્રી–ઈમરજન્સ

૩૦

ઘઉં –મગ પાક પધ્ધતિમાં ઘઉંમાં નિંદણ નિયંત્રણ

પેન્ડીમેથાલીન

(સ્ટોમ્પ)

+ એક વખત હાથથી નિંદામણ અથવા

હાથ નિંદામણથી નિંદામણ મુકત અથવા

પેન્ડીમેથાલીન

(સ્ટોમ્પ)

૦.૪પ૦ કિગ્રા

(૧.પ લી)

 

 

૦.૯૦૦ કિગ્રા

(૩.૦ લી)

પ૦૦

 

 

 

 

પ૦૦

પ ગ્રામ

(૪૦ મીલી)

 

 

૧૮ ગ્રામ

(૬૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

 

૩૦–૩પ દિવસે

 

જરૂર જણાય ત્યારે હાથ નિંદામણ કરવું.

 

પ્રી–ઈમરજન્સ

૩૧

સૂર્યમુખી

એક વખત હાથ નિંદામણ

અથવા એલાકલોર

(લાસો)

૧.૦૦૦ કિગ્રા

(ર.૦ લી)

પ૦૦

ર૦ ગ્રામ

(૪૦ મીલી)

વાવેતર બાદ

ર૦ દિવસે

પ્રી–ઈમરજન્સ

૩ર.

ધરો–ચીઢો વાળી ખેતી લાયક

જમીનમાં તેનુ નિયત્રણ કરી ઉનાળું મગ લેવા માટે

ગલાઈ ફોસેટ (ગ્લાઈસીલ)

ર.૪૬૦ કિગ્રા.

(૬.૦ લી.)

પ૦૦

૪૯.ર ગ્રામ

(૧ર૦મીલી)

શિયાળું ૠતુમાં પડતર જમીન પર ધરો ચીઢો ૩ થી ૪ પાનની અવસ્થાએ હોય ત્યારે તેના પર છંટકાવ કરવો.

૩૩

મગફળી–

ઘઉં પાક પધ્ધતિ મગફળી ગુ–ર

મગફળી–ઘઉં પાક પધ્ધતિ

ફલુકલોરાલીન (બાસાલીન)

+ ત્રણ વખત આંતરખેડ અને હાથથી નિંદામણ અથવા

ફલુકલોરાલીન (બાસાલીન)

+ બે વખત આંતરખેડ અને હાથથી નિંદામણ

૦.૯૦૦કિગ્રા.

(ર.૦ લી.)

 

 

૦.૯૦૦કિગ્રા.

(ર.૦ લી.)

પ૦૦

 

 

 

પ૦૦

૧૮ ગ્રામ

(૪૦ મીલી)

 

 

૧૮ ગ્રામ

(૪૦ મીલી)

 

પ્રી–ઈમરજન્સ

વાવેતર બાદ રપ,૪પ અને ૬૦ દિવસે

 

પ્રી–ઈમરજન્સ

વાવેતર બાદ રપ અને ૪પ

દિવસે

ઘઉં

જીડબલ્યુ – ૪૯૬

પેન્ડીમેથાલીન

(સ્ટોમ્પ)

+  હાથ નિંદામણ

૧.૦૦૦કિગ્રા.

(૩.૩૩૩લી.)

પ૦૦

 

ર૦ ગ્રામ

(૬૭ મીલી)

પ્રી–ઈમરજન્સ

વાવેતર બાદ ૩૦–૩પદિવસે

૩પ

સંકર દિવેલા (જીસીએચ–૪)

ફલુકલોરાલીન (બાસાલીન) અથવા

પેન્ડીમેથાલીન (સ્ટોમ્પ)

+ ઉપરોકત કોઇ પણ એક દવા સાથે બે વખત હાથ નિંદામણ અને આંતર ખેડ

૦.૯૦૦કિ.ગ્રા

(ર.૦ લી.)

૦.૯૦૦કિ.ગ્રા

(૩.૦ લી.)

પ૦૦

 

પ૦૦

૧૮ગ્રામ(૪૦ મી.લી)

૧૮ ગ્રામ

(પપ મીલી)

પ્રી–ઈમરજન્સ

 

પ્રી–ઈમરજન્સ

વાવેતર બાદ ૩૦ અને ૬૦ દિવસે

૩૬

ખરીફ

ડુંગળી

(રોનસ્ટાર) +હાથ નિંદામણ

અથવા

ઓકસી ફલુઓર ફેન (ગોલ–ર–ઈ)

+ હાથ નિંદામણ

અથવા

બે વખત હાથ નિંદામણ

 

૦.૭પ૦ કિગ્રા.

(૩.૦ લી.)

૦.ર૪૦કિગ્રા.

(૧.૦ લી.)

પ૦૦

 

 

પ૦૦

૧પ ગ્રામ

(૬૦ મીલી)

૪.૮ ગ્રામ

(ર૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

 

૪૦ દિવસે

પ્રી–ઈમરજન્સ

 

૪૦ દિવસે

ર૦,૪૦ દિવસે

૩૭

રવિ

ડુંગળી

ફલુકલોરાલીન(બાસાલીન)

+ હાથ નિંદામણ

અથવા

પેન્ડીમેથાલીન(સ્ટોમ્પ)

+ હાથ નિંદામણ

અથવા

ઓકસીડાયાઝોન (રોનસ્ટાર)

+ હાથ નિંદામણ

અથવા

બે વખત હાથ નિંદામણ

૦.૯૦૦ કિગ્રા

(ર.૦ લી.)

૦.૯૦૦કિ.ગ્રા

(૩.૦ લી.)

 

૦.૭પ૦ કિગ્રા.

(૩.૦ લી.)

પ૦૦

 

પ૦૦

 

 

પ૦૦

૧૮ ગ્રામ

(૪૦મીલી)

૧૮ ગ્રામ

(પપ મીલી)

 

૧પ ગ્રામ

(૬૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

૪૦ દિવસે

 

પ્રી–ઈમરજન્સ

૪૦ દિવસે

પ્રી–ઈમરજન્સ

 

 

૪૦ દિવસે

 

ર૦,૪૦ દિવસે

૩૮

તુવેર

પેન્ડીમેથાલીન(સ્ટોમ્પ)

અથવા

ફલુકલોરાલીન (બાસાલીન)

+ ઉપરોકત કોઇ પણ એક દવા સાથે એક વખત હાથથી નિંદામણ અને આંતરખેડ

અથવા

પેન્ડીમેથાલીન

(સ્ટોમ્પ)

+ગ્લાઈ ફોસેટ (ગ્લાઈસીલ)

૦.૯૦૦કિ.ગ્રા

(૩.૦ લી.)

 

૦.૯૦૦કિ.ગ્રા

(ર.૦ લી.)

 

૦.૯૦૦કિ.ગ્રા

(૩.૦ લી.)

 

૧.ર૩૦ કિગ્રા.

(૩.૦ લી.)

૬૦૦

 

 

૬૦૦

 

 

૬૦૦

 

 

૬૦૦

૧પ ગ્રામ

(પ૦મી.લી.)

 

૧પ ગ્રામ

(૩૩ મીલી)

 

૧પ ગ્રામ

(પ૦ મીલી)

 

ર૦.પ ગ્રામ

(પ૦ મીલી)

પ્રી–ઈમરજન્સ

 

પ્રી–ઈમરજન્સ

 

વાવેતર બાદ ૩૦ દિવસે

 

પ્રી–ઈમરજન્સ

 

પોસ્ટઈમરજન્સ

૪પ દિવસે

નોઝલ પર પ્લાસ્ટીકનો હૂડ લગાવી છંટકાવ બે હાર વચ્ચે કરવો.

 

નોંધ :– દવા છંટકાવ વખતે નીચે મુજબની કાળજી અવશ્ય લેવી.

  1. જે તે પાક માટે ભલામણ પ્રમાણેની દવા જ ભલામણ મુજબના પ્રમાણ, સમય અને પધ્ધતિથી છાંટવી.
  2. પ્રીઈમરજન્સ : પાક અને નિંદણના સ્ફુરણ પહેલાનો છંટકાવ (ર૪ કલાકમાં) છંટકાવ વખતે જમીનમા ભેજ    હોવો જરૂરી છે.
  3. પ્રીપ્લાન્ટીંગ : વાવેતર પહેલાના છંટકાવની દવા જમીનમાં બરાબર ભેળવવી.
  4. પોસ્ટ ઈમરજન્સ : નિંદણના છોડ બરાબર ભીંજાય અને દવા પાક પર ન પડે તેની કાળજી રાખવી.

શ્ની.એસ.ડી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate