નીંદણનું નામ |
છોડદીઠ બીજની સંખ્યા |
નીંદણનું નામ |
છોડદીઠ બીજની સંખ્યા |
તાદળજો |
૧,૮૦,૨૨૦ |
ડીડીયુ |
૭,૦૦૦ |
સામો |
૫,૦૦૦ |
કણજરો |
૧,૧૨૦ |
ચીલ |
૭૨,૪૫૦ |
ચોકડીયુ |
૮,૯૮૦ |
લૂણી |
૫૨,૩૦૦ |
ભોયઆંબલી |
૧,૦૨૦ |
અમરવેલ |
૧૬,૦૦૦ |
મેથીયું |
૩,૧૦૦ |
કોંગેસઘાસ |
૫,૦૦૦ |
નાળી |
૨૨૦ |
ગુલ્લીદંડા |
૫૦૦ |
સાંકળીયુ |
૧,૨૦૦ |
સાટોડો |
૫,૨૦૦ |
સેમૂલ |
૨,૪૫૦ |
નીંદણના બીજ જુદા જુદા ત્રણ પ્રકારની સુષુપ્ત અવસ્થા ધરાવે છે
મોટાભાગના નીંદણો વાનસ્પતિક ભાગોમાંથી નવો છોડ સહેલાઇથી ઉત્પન્ન કરે છે. દા.ત. ગાંઠામૂળી (Rhizome) કેના, ગ્રંથીલ (Tuber) જંગલી ડુંગળી, ભુરોહી (Sucker) અને વજ્રકંદ (Root Stocks) બરૂ
કેટલાક કાયમી નીંદણોની જમીનમાં મૂળ ની લંબાઈ
નાળી - પ૧૦ સે.મી.
દાભ - ૧૨૫ સે.મી.
ચીઢો - ૪૫ સે.મી.
ઉપરોક્ત નીંદણોનો જમીન ઉપરનો ભાગ કાપી નાખવામાં આવે તો જમીનમાં રહેલ ભાગમાંથી નવો છોડ સહેલાઇથી ઉત્પન્ન થાય છે.
પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ, ખેત ઓજારો, બિયારણ અને સેન્દ્રિય ખાતરો દ્વારા નીંદણના બીજ ઝડપથી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફેલાય છે અને જ્યાં તેને વૃધ્ધિ માટે અનુકૂળ પરિસ્થિતિ મળી રહે છે ત્યાં તેનો ઉગાવો થાય છે. પવન મારફતે ફેલાતા નીંદણો અટકાવવા ઘણા જ મુશ્કેલ છે. આવા નીંદણના બીજની વિશિષ્ટ રચના હાય છે જેથી પવનથી સહેલાઇથી ઉડી શકે છે અને એક સ્થળેથી બીજે સ્થળે જઇ શકે.
ઘણીવાર ખેડૂતો જાણે અજાણે તેમના પશુઓને પાકટ બીજવાળા નીંદણો ખવડાવે છે, જે પૈકી મોટાભાગના નીંદણના બીજ સ્ફૂરણશક્તિ ગુમાવ્યા સિવાય છાણમાં બહાર આવે છે. આ છાણને બરોબર કહોવડાવવામાં ન આવે તો નીંદણના બીજ કમ્પોસ્ટ ખાતર મારફતે ખેતરમાં આવે છે.
જંગલી ડાંગર અને અમરવેલ જેવા નીંદણનાં બીજ અનુક્રમે ડાંગર અને રજકાના બીજ સાથે ભળી જઈ બિયારણ મારફતે ખેતરમાં આવે છે
અમુક નીંદણો મનુષ્ય દ્વારા ફેલાય છે. શરુઆતમાં માણસ તેના ચોક્કસ ઉપયોગ માટે ઉગાડે છે, પરંતુ પાછળથી સાવચેતી ન રાખતા તે આજુબાજુના વિસ્તારમાં ફેલાઇ જાય છે. દા.ત. લેન્ટેના કેમેરા અને જળકુંભી શોભાના છોડ તરીકે દેશમાં લાવવામાં આવેલ હતા પરંતુ લેન્ટેના કેમરા જંગલો તથા બિનપાક વિસ્તારોમાં ખૂબ જ પજવતું નીંદણ થયુ અને જળકુંભી તળાવ તથા બંધિયાર પાણીવાળી જગ્યામાં નાથવું મુશ્કેલ થઇ રહયુ છે.
મોટા ભાગના નીંદણો કુદરતી આફત જેવી કે ભેજની અછત, વધુ ગરમી, હિમ તેમજ જમીન અને પાણીમાં વધુ ક્ષારો, પોષક તત્વોની અછત વગેરે સામે ટકી રહે છે અને પોતાનું જીવનચક્ર પુરૂ કરે છે. કારણ કે...
લગભગ ૩૦,૦૦૦ નીંદણની જાતો છે. આ જાતોની કેટલીયે જાણીતી પ્રજાતિઓ છે જે જુદી જુદી પરિસ્થિતિમાં સહેલાઇથી ઉગી શકે છે. આ માટે એક સ્થળે નીંદણની એક જાત માટે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ત્યાં બીજી જાત માટે એ પરિસ્થિતિ અનુકૂળ હોય છે.
ઘણા નીંદણો તેના ખરાબ સ્વાદ, ગંધ કે કંટકને કારણે પશુઓ મારફતે થતા નુકસાનમાંથી કે ખાવામાંથી છટકી જાય છે. જ્યારે અમુક નીંદણો તેના મુખ્ય પાક જેવા જ દેખાવ અને આકારને કારણે મનુષ્યના નિયંત્રણમાંથી છટકી જાય છે. દા.ત. ડાંગરના ખેતરમાં બંટ, જીરુના ખેતરમાં જીરાળો, ઘઉંના ખેતરમાં ગુલ્લી દંડા તથા ડુંગળીના ખેતરમાં ડુંગળો.
ઉપરોકત હકીકત જોતા સ્પષ્ટ જણાશે કે નીંદણોને કુદરતે બક્ષેલી વ્યવસ્થા મારફતે મનુષ્ય દ્વારા અજમાવવામાં આવતા વિવિધ નીંદણ નિયંત્રણના ઉપાયોમાંથી છટકી જાય છે અથવા તેની સામે ટકી રહે છે. આથી નીંદણમુકત ખેતી મુશ્કેલ છે, પરંતુ આર્થિક રીતે પોષાય તેટલું પાક ઉત્પાદન લઇ શકીએ તેટલી હદ સુધી નીદણનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય એ દિશામાં વિચારવું મહત્વનું છે.
સ્ત્રોત: આણંદ યુનિવર્સિટી
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/29/2020