હાલના સંજોગોમાં ઔદ્યોગીકરણને લીધે ખેતી કાર્યોમાં મજૂરોની તંગી, ઉંચા મજુરીના દર, સમયસર મજૂર ન મળવાની પરિસ્થિતિ તથા ચોમાસાની ઋતુમાં સતત વરસાદને લીધે સમયસર નીંદણ દૂર કરવા મુશ્કેલ બને છે ત્યારે અસરકારક નીંદણ નિયંત્રણ માટે નીંદણનાશકોનો ઉપયોગ જરૂરી બને છે. કોઇપણ નીંદણનાશકની અસરકારકતા કે સફળતાનો મુખ્ય આધાર ભલામણ કરેલ નીંદણનાશક કયારે, કેવી રીતે અને કેટલી માત્રામાં છાંટવી તેના પર રહેલો છે. જો તેના જથ્થામાં થોડો ફેરફાર કે ક્ષતિ રહી જવા પામે તો તેની માઠી અસર પાકના વૃધ્ધિ અને વિકાસ પર થાય છે તથા અસરકારક નીંદણ નિયંત્રણ થઇ શકતુ નથી. જેમ જેમ દેશમાં ઔદ્યોગિક વિકાસ વધતો જાય છે તેમ તેમ ખેત મજૂરોની અછત ઉભી થતી જાય છે. આથી ખેડૂત અને મજૂરો વચ્ચેનો સંબંધ એક ધંધાકીય બની ગયો હોવાથી નીંદણ દૂર કરવા બદલાતા સમયના પ્રવાહની સાથે ખેત કાર્યોની રીત બદલવી પડે તેમ છે અને નીંદણનાશકોનો વપરાશ નીંદણ નિયંત્રણ માટે અનિવાર્ય થતો જાય છે.
વધુમાં હાથ વડે નીંદામણ મોટેભાગે મહિલાઓ ધ્વારા કરવામાં આવે છે. જેમાં શારીરિક શ્રમ વધારે પડે છે. આથી શારીરિક શ્રમ ઓછો થાય અને આ માનવબળનાં કલાકોનો ઉપયોગ અન્ય કાર્ય માટે કરી શકાય તે માટે નીંદણનાશકોનો વપરાશ કરી સંકલિત નીંદણ વ્યવસ્થાપન કરવું એ આજના આધુનિક યુગની માંગ છે. આ માટે નીંદણનાશકોના વપરાશની સમજ અને ગણતરી ખૂબ જ અનિવાર્ય છે.
નીંદણનાશકોનું વર્ગીકરણ નીંદણનાશકની વર્ણાત્મકતા પ્રમાણે, નીંદણનાશકના પ્રકાર પ્રમાણે, નીંદણનાશક આપવાની પધ્ધતિ પ્રમાણે તથા નીંદણનાશકની પ્રસરવાની ખાસિયતો પ્રમાણે નીચે મુજબ કરી શકાય.
કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલાં જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશકોનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશકની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉ૫રના સ્તરમાં માટીના રજકણો સાથે ભેળવી દેવામાં આવે છે અને ત્યારબાદ વાવણી કે રોપણી કરી પિયત આપવામાં આવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ઝડપી વિઘટન પામતી નીંદણનાશકોને પ્રિ-પ્લાન્ટ પધ્ધતિથી આપવામાં આવે છે. દા.ત. પેન્ડીમીથાલીન કે ટ્રાયફ્લુરાલીન.
કોઇપણ પાકમાં પાકની વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક છાંટવાની પધ્ધતિને પ્રિઇમરજન્સ કહેવામાં આવે છે. જમીનમાં પૂરતો ભેજ હોવાને કારણે પ્રિઇમરજન્સ નીંદણનાશકનો છંટકાવ જમીનના ઉપરના સ્તર પર ઉગતા નીંદણો નાશ પામે છે. દા.ત. એટ્રાઝીન, મેટ્રીબ્યુઝીન, એલાક્લોર કે મેટોલાક્લોર.
ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવો થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશકનો છંટકાવ કરવામાં આવે તો તેને પોસ્ટ-ઇમરજન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના નીંદણનાશકો વર્ણાત્મક પાકોમાં ઉપયોગી નીવડે છે. દા.ત. ર, ૪-ડી ઘઉંના પાકમાં, પેરાક્વોટ કે ગ્લાયફોસેટ બિનપાક વિસ્તારમાં ક્વિઝાલોફોપ ઇથાઇલ કપાસ કે મગફળીના પાકમાં.
કોઇપણ નીંદણનાશકની અસરકારકતા કે સફળતાનો મુખ્ય આધાર તે નીંદણનાશક કયારે (સમય), કેવી રીતે (પધ્ધતિ-રીત) અને કેટલા પ્રમાણમાં (જથ્થો) છાંટવી તેના પર રહેલો છે. નીંદણનાશકોના છંટકાવના જથ્થામાં થોડો ઘણો ફેરફાર કે ક્ષતિ રહી જાય તો તેની માઠી અસર જે તે પાક તથા ત્યાર પછીના પાકના ઉગાવા, વૃધ્ધિ અને વિકાસ પર થાય છે તેમજ નીંદણ નિયંત્રણ અસરકારક રીતે થતુ નથી. સામાન્ય રીતે જયારે મજૂરોની લભ્યતા સમયસર અને પૂરતા પ્રમાણમાં ન હોય અથવા જયા કેટલાક પાકો પૂંખીને વવાતા હોય અથવા સતત વરસાદની હેલી રહે તેવા સંજોગોમાં ભલામણ કરેલ નીંદણનાશકોનો વપરાશ હાથ નીંદામણ તથા આંતરખેડ કરતા વધુ અસરકારક પુરવાર થાય છે.
નીંદણનાશકોની પાકમાં વૃધ્ધિ અને વિકાસ પર કોઈપણ જાતની આડ (વિપરિત) અસર ન થાય તે જરૂરી છે જેથી નીંદણના નુકસાનથી પાકને બચાવી શકાય. એકમ વિસ્તાર (ગૂંઠા કે હેકટર) માટે ભલામણ કરેલ નીંદણનાશકનો કેટલો જથ્થો જોઇશે તેની ગણતરીની સરળ રીતે અત્રે દર્શાવેલ છે. નીંદણનાશકની ગણતરીમાં ખેડૂત મિત્રોને મદદરૂપ થાય તેવી જરૂરી માહિતી નીચે આપેલ છે.
(૧) ભલામણ કરેલ નીંદણનાશકના જથ્થાને મિલિ લિટર કે ગ્રામમાં ફેરવી નાખો
૧ લિટર = ૧૦૦૦ મિ.લિ
૧ કિલોગ્રામ = ૧૦૦૦ ગ્રામ
(૨) પાક હેઠળના વાવેતર વિસ્તારને ગુંઠામાં ફેરવી નાખો
૧ હેક્ટર = ૧૦ ગુંઠા
(૩) સામાન્ય નામે ભલામણ કરેલ નીંદણનાશકના સક્રિય તત્વ (ઝેરના ટકા) ની યોગ્ય નોંધ કરો દા.ત. એટ્રાઝીન પ૦% WP સક્રિય તત્વ (ઝેરના ટકા) છે. તેથી ૫૦% WP સક્રિય તત્વની નોંધ કરવી.
ઉદાહરણ-૧: મકાઇના પાકમાં એટ્રાઝીન પ૦% WP નીંદણનાશક ૧.૦ કિ.ગ્રા./હે. સક્રિય તત્વ પ્રમાણે પ્રિઇમરજન્સ તરીકે છાંટવાની ભલામણ કરવામાં આવેલ છે.
(૧) એક હેકટર (૧૦૦ ગુંઠા) માટે જોઇતી નીંદણનાશકના જથ્થાની ગણતરી:
બજારમાં લભ્ય નીંદણનાશકનો જરૂરી જથ્થો/હેકટર (મિલિ કે ગ્રામ) |
= |
હેકટરે ભલામણ કરેલ નીંદણનાશકનું સક્રિય તત્વ (મિ.લિ. કે ગ્રામ) |
X |
પાક હેઠળનો વાવેતર વિસ્તાર (હેક્ટર) |
X |
૧૦૦ |
|||||||||||
બજારમાં લભ્ય નીંદણનાશકમાં રહેલ સક્રિય તત્વના ટકા |
|||||||||||||||||
|
|
જવાબ = ર૦૦૦ ગ્રામ
જવાબ: હેકટરે (૧૦૦ ગુંઠા માટે) ૨૦૦૦ ગ્રામ અથવા ૨ કિલો ગ્રામ વ્યાપારી નામે મળતી કોઈપણ એક નીંદનાશકજેવી કે એટ્રાટાફ, સોલારો કે મીલઝીન જોઇએ.
(ર) ૧૦ લિટર પાણીમાં જોઇતી નીંદણનાશકના જથ્થાની ગણતરી
સામાન્ય રીતે અસરકારક નીંદણ નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં એટલે કે પંપમાં જોઇતી નીંદણનાશકનો જથ્થો મેળવીને કે મિશ્ર કરીને છંટકાવ કરવો વધુ હિતાવહ છે.
૧૦ લિ. પાણીમાં જોઇતી નીંદણનાશકનો જથ્થો (મિ.લિ. કે ગ્રામ) |
= |
૧૦ લિટર પાણી |
X |
હેકટરે નીંદણનાશકનો જરૂરી જથ્થો (મિ.લિ. કે ગ્રામ) |
|||||||
પ્રતિ હેકટરે ભલામણ કરેલ પાણીનો કુલ જથ્થો (લિટરમાં) |
|||||||||||
|
|
|
જવાબ =૪૦ ગ્રામ
જવાબ : ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ વ્યાપારી નામે મળતી કોઇપણ એક નીંદણનાશક જેવી કે એટ્રાટાફ, સોલારો કે મીલઝીન મિશ્ર કરીને છંટકાવ કરવાથી મકાઇના પાકમાં એટ્રાઝીન ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્વ હેકટરે છંટકાવ થાય છે.
ઉદાહરણ-ર: મકાઇના પાકમાં એટ્રાઝીન પ૦% WP + પેન્ડીમિથાલીન ૩૦% EC નીંદણનાશકોના મિશ્રણનો છંટકાવ કરવાની હેક્ટરે ૦.૫૦ + ૦.૨૫ કિ. ગ્રા. સક્રિય તત્વ પ્રમાણે આપવાની ભલામણ કરવામાં આવેલ છે.
(૧) એક હેક્ટર (૧૦૦ ગુઠા) માટે જોઈતી નીંદણનાશકનાં જથ્થાની ગણતરી
બજારમાં લભ્ય નીંદણનાશકનો જરૂરી જથ્થો/હેકટર (મિલિ કે ગ્રામ) |
= |
હેકટરે ભલામણ કરેલ નીંદણનાશકનું સક્રિય તત્વ (મિ.લિ. કે ગ્રામ) |
X |
પાક હેઠળનો વાવેતર વિસ્તાર (હેક્ટર) |
X |
૧૦૦ |
બજારમાં લભ્ય નીંદણનાશકમાં રહેલ સક્રિય તત્વના ટકા |
= |
૫૦૦ |
X |
૧ |
X |
૧૦૦ |
૫૦ |
= ૧૦૦૦ મિ.લિ. એટ્રાઝીન પ૦% WP ધરાવતી કોઇપણ બજારૂ નીંદણનાશક જોઇએ
= |
૨૫૦ |
X |
૧ |
X |
૧૦૦ |
૩૦ |
= ૮૩૩ મિ.લિ. પેન્ડીમિથાલીન ૩૦% EC ધરાવતી કોઇપણ બજારૂ નીંદણનાશક જોઇએ
જવાબ: હેકટરે (૧૦૦ ગુંઠા માટે) એટ્રાઝીન પ૦% WP ૧૦૦૦ મિ.લિ. અથવા ૧ લિટર વ્યાપારી નામે મળતી નીંદણનાશક જેવી કે એટ્રાટાફ, સોલારો કે મીલઝીન અને પેન્ડીમિથાલીન ૩૦% EC ૮૩૩ મિ.લિ. સ્ટોમ્પ ટાટાપેનીડા, દોસ્ત, ધાનુટોપ કે પેન્ડીલીન જોઈએ.
(ર) ૧૦ લિટર પાણીમાં જોઇતી નીંદણનાશકના જથ્થાની ગણતરી
સામાન્ય રીતે અસરકારક નીંદણ નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં એટલે કે પંપમાં જોઇતી નીંદણનાશકનો જથ્થો મેળવીને કે મિશ્ર કરીને છંટકાવ કરવો વધુ હિતાવહ છે.
એટ્રાઝીન પ૦% WP માટે
૧૦ લિ. પાણીમાં જોઇતી નીંદણનાશકનો જથ્થો (મિ.લિ. કે ગ્રામ) |
= |
૧૦ લિટર પાણી |
X |
હેકટરે નીંદણનાશકનો જરૂરી જથ્થો (મિ.લિ. કે ગ્રામ) |
|||||||
પ્રતિ હેકટરે ભલામણ કરેલ પાણીનો કુલ જથ્થો (લિટરમાં) |
|||||||||||
|
|
= ૨૦ ગ્રામ એટ્રાઝીન પ૦% W P ધરાવતી કોઇપણ બજારૂ નીંદણનાશક જોઇએ
૧૦ લિ. પાણીમાં જોઇતી નીંદણનાશકનો જથ્થો (મિ.લિ. કે ગ્રામ) |
= |
૧૦ લિટર પાણી |
X |
હેકટરે નીંદણનાશકનો જરૂરી જથ્થો (મિ.લિ. કે ગ્રામ) |
||||||
પ્રતિ હેકટરે ભલામણ કરેલ પાણીનો કુલ જથ્થો (લિટરમાં) |
||||||||||
|
= |
|
= ૧૬.૬૬ મિ.લિ
= ૧૭ મિ.લિ પેન્ડીમિથાલીન ૩૦% EC ધરાવતી કોઈપણ બજારૂ નીંદણનાશક જોઈએ
જવાબ: ૧૦ લિટર પાણીમાં ૨૦ ગ્રામ વ્યાપારી નામે મળતી એટ્રાટાફ, સોલારો કે મીલઝીન પૈકી કોઇપણ એક અને ૧૭ મિ.લિ. સ્ટોમ્પ, ટાટાપેનીડા, દોસ્ત, ધાનુટોપ કે પેન્ડીલીન પૈકી કોઇપણ એક મિશ્ર કરીને છંટકાવ કરવાથી મકાઇના પાકમાં એટ્રાઝીન ૦.૫૦ કિ.ગ્રા. અને પેન્ડીમિથાલીન ૦.૨૫ કિ.ગ્રા. સક્રિય તત્વ હેક્ટરે છંટકાવ થાય.
હેકટર દીઠ ભલામણ કરેલ સક્રિય તત્વ મુજબ નીંદણનાશક આપવા જરૂરી બજારૂ નીંદણનાશકનો જથ્થો
ક્રમ |
નીંદણનાશકનું નામ |
ભલામણ કરેલ સક્રિય તત્વનો જથ્થો (કિ/હે) |
જરૂરી નીંદણનાશકનું બજારૂ/વ્યાપારી નામ |
બજારૂ નીંદણનાશકનો જથ્થો (કિ/હે) |
બજારૂ નીંદણનાશકનો જથ્થો મિ.લિ. કે ગ્રામ/૧૦ લિટર પાણીમાં |
૧ |
ર,૪-ડી સોડીયમ સોલ્ટ (૮૦% WP) |
૦.૭૫ |
વીડમાર, ફરનોક્ઝોન |
૦.૯૫૦ |
૧૯ |
ર |
એનીલોફોસ (૩૦% EC) |
૧.૦ |
એરોજીન, એનીલોગાર્ડ |
૩.૩ |
૬૬ |
૩ |
એટ્રાજીન (પ૦% WP) |
૧.૦ |
એટ્રાટાફ, સોલારો, મીલઝીન |
૨.૦ |
૪૦ |
૪ |
બ્યુટાક્લોર (પ૦% EC) |
૧.૦ |
મચેટી, તીર, એગ્રોક્લોર નર્મદાકલોર, ડેકાક્લોર |
૨.૦ |
૪૦ |
૫ |
ફીનોક્સાપ્રોપ-પી-ઇથાઇલ (૧૦% EC) |
૦.૧૦૦ |
પુમા સુપર |
૧.૦ |
ર૦ |
૬ |
મેટ્રીબ્યુઝીન (૭૦% EC) |
૧.૦ |
સેન્કર, ટાટામેટ્રી |
૧.૪૩ |
ર૯ |
૭ |
પેરાક્વોટ (ર૪% EC) |
૦.૫ |
ગ્રામોક્ઝોન, યુનિક્વોટ |
ર.૧ |
૪ર |
૮ |
પેન્ડીમીથાલીન (૩૦% EC) |
૧.૦ |
સ્ટોમ્પ, દોસ્ત, ધાનુટોપ, ટાટાપેનીડા, પેન્ડીલીન |
૩.૩ |
૬૬ |
૯ |
ક્વિઝાલોફોપ-ઇથાઇલ (પ% EC) |
૦.૦૫૦ |
ટર્ગા સુપર |
૧.૦ |
ર૦ |
૧૦ |
મેટસલ્ફ્યુરોન મિથાઇલ (૨૦% WP) |
૪.૦ ગ્રામ |
અલગ્રીપ, હુક |
૨૦ |
૦.૪ |
૧૧ |
ક્લોડીનાફોપ પ્રોપરગીલ (૧૫%) + મેટસલ્ફ્યુરોન મિથાઈલ (૧%) WP (મિશ્રણ) |
૦.૦૬૪ |
વેસ્ટા |
૦.૪૦૦ |
૧૬ |
સ્ત્રોત: ડૉ. મયુર રાજ આણંદ યુનિવર્સીટી
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020