હોમ પેજ / ખેતીવાડી / કૃષિ સામગ્રી / ટ્રેક્ટરની પસંદગી
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટ્રેક્ટરની પસંદગી

ટ્રેક્ટરની પસંદગી વિશેની માહિતી આપવામાં આવી છે

ટ્રેક્ટરની પસંદગી કેવી રીતે કરશો?

સામાન્ય રીતે ટ્રેક્ટર બે પ્રકારના હોય છે.(૧) વ્હીલ ટ્રેક્ટર અને (૨)ક્રોલર ટ્રેક્ટર.ખેતીમાં વ્હીલ ટ્રેક્ટરનો ઉપયોગ વધારે થાય છે. ભારતમાં ૨૦ થી વધુ ટ્રેક્ટર ઉત્પાદકો ૨૫ થી ૭૫ હોસપાવર ની રેન્જમાં  ૧૦૦ થી વધુ મોડેલો બનાવે છે.આમ વિવિધ ઉત્પાદકો ,મોડેલો,માર્કેટિંગ પધ્ધતિ ઓના કારણે ટ્રેક્ટર ની પસંદગી ખુબ જ કાળજી પૂર્વક કરવી જોઈએ . સામાન્ય રીતે ખેડૂતો ટ્રેક્ટર પસંદગી ના યોગ્ય માપદંડો ને દયાનમાં લીધા વિના પોતાના ખેતરની જરૂરિયાત કરતા ઊંચા કે નીચા હોર્સપાવરના  ટ્રેક્ટરની પસંદગી કરે તો વધુ મૂડી નું રોકાણ થાય,તેનું વ્યાજ પણ વધુ આવે તેથી ખેડૂતે આર્થિક નુકસાનની ભોગવવી પડે છે અને જો નીચા હોર્સ પાવર ના ટ્રેક્ટર ની પસંદગી કરે તો ખેત કાર્યો સમયસર ના થાય ,વધારે સમય લાગે અને તેથી પાક ઉત્પાદન પર તેની વિપરીત અસર પડવાથી ખેડૂત ણે આર્થિક નુકશાન જાય.

 

ટ્રેક્ટરની પસંદગી માટે દયાનમાં રાખવાના મુદ્દાઓ:

 • જો વર્ષ માં એક જ પાક લેવામાં આવતો હોય ,તો જરૂરી પાવર ની ગણતરી કરવા ૦.૫ હોર્સ પાવર પ્રતિ હેક્ટરે લેવું અને બે કે બે થી વધુ પાક લેવામાં આવતા હોય તો એક હોર્સ પાવર પ્રતિ હેક્ટરે ગણતરી માં લેવું જોઈએ.
 • જમીન ના પ્રકાર મુજબ ટ્રેક્ટરની સાઈઝ નક્કી કરવી જોઈએ કારણ કે જમીન ના જુદા જુદા પ્રકાર મુજબ ખેડ સામેનો જમીનનો અવરોધ પણ જુદો જુદો હોય છે.
 • જમીન ના પ્રકાર મુજબ ટ્રેક્ટરના ફીચર્સ પસંદ કરવા જોઈએ ઉ.દા. તરીકે જો રેતાળ જમીન હોય,તોવ્હીલ બે જ ઓછુ હોય ગ્રાઉન્ડ ક્લીરન્સ નીચેના ભાગ અને જમીનની ઉપર ની સપાટી વચ્ચેનુંવધુ હોય તથા વજન ઓછુ હોય તેવું ટ્રેક્ટર પસંદ કરવું જોઈએ.
 • ખેત કાર્યો માટેનો પ્રાપ્ત સમય એ ખુબ જ મહત્વનો મુદો છે જેનો આધાર ખેડૂત કેટલા પાક લે છે તેના ઉપર રહેલો છે.
 • ટ્રેક્ટર ની પસંદગી માટેના માપદંડો

  ટ્રેક્ટર ની પસંદગી ના વિવિધ પ્રકાર ના માપદંડો ણે મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય છે.

  મુખ્ય માપદંડો

  • ખેડૂત પોતાની ખેતીની જરૂરિયાત મુજબની ટ્રેક્ટર સાઈઝ નક્કી કરવી જોઈએ.
  • કેટલીક જમીન ખેતી હેઠળ છે તથા વર્ષ દરમિયાન કેટલાક પાક લેવામાં આવે છે તે નક્કી કરી તેમજ વધારે હોર્સ પાવર ની જરૂર પડતી હોય તે ખેતકાર્ય નક્કી કરી આ માટે કેટલો સમય મળે છે
  • વાવેતર વિસ્તાર અને પ્રાપ્ય સમય પરથી તે યંત્ર ની સેદ્રાતીક કાર્ય ક્ષમતા ની ગણતરી કરી ટ્રેક્ટર ની પસંદગી કરી શકાય છે.

  ગોણ માપદંડો

  ટ્રેક્ટર પાવર રેન્જ નક્કી કર્યા બાદ ટ્રેક્ટરની યોગ્ય પસંદગીમાટે નીચેના કેટલાક અગત્યના મુદા ઓ પણ દયાનમાં લેવા જોઈએ.

  • ટ્રેક્ટર ની મૂળખરીદ કિમતઓછી હોય અને રીસેલ વેલ્યુ વધુ મળે તે ખરીદતી વખતે અચૂક જોવું જોઈએ.
  • નજીકમાં સર્વિસ અને રીપેરીંગ ની સગવડતા મળી શકે તેવા ટ્રેક્ટર ઉત્પાદકો ણે અગ્રીમતા આપવી જોઈએ.
  • વિસ્તાર ની આબોહવા મુજબ એટલે કે ગરમ આબોહવા ધરાવતા વિસ્તારમાં વોટરકુલડ એન્જીન અને ઠંડી આબોહવા ધરાવતા વિસ્તારમાં એર કુલડ  એન્જીનટાઈપના ટ્રેક્ટરની પસંદગી કરવી જોઈએ.
  • ટ્રેક્ટરના ઉપયોગ ખર્ચ માં ઇંધણ વપરાશ પ્રતિ એકર અથવા હેકટરે ,ઓઈલ વપરાશ તથા રીપેર મેઈન્ટેનન્સ ખર્ચ ટ્રેક્ટરની પસંદગી વખતે દયાનમાં લેવા જોઈએ.
  • કેન્દ્રીય ટ્રેક્ટર અને ટ્રેનીંગ સેટર ,બુધ ની ના ટેસ્ટ રીપોર્ટ નો ગહન અભ્યાસ કરી તેના દર્શાવેલ માપદંડ મુજબ ટ્રેક્ટર ની પસંદગી કરવી જોઈએ.

  સ્ત્રોત : એપ્રિલ-૨૦૧૬ વર્ષ:૬૮ સળંગ અંક:૮૧૬, કૃષિ ગોવિદ્યા

  કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,ટ્રેક્ટરની પસંદગી ટ્રેક્ટરની પસંદગી

  2.89361702128
  રામજી ચૌધરી Jul 28, 2020 07:11 AM

  સર મારે ૧૫ હેક્ટર જમીન છે તથા આ જમીન પૈકી રેતાળ,કઠણ તેમજ કાપ વાળી છે તો...

  માહિપાલસિંહ Apr 15, 2019 07:24 PM

  મારે 20 એકર જમીન છે,કેટલા હોર્સે પાવર નું ટ્રેક્ટર લેવું?

  તમારા સૂચનો આપો

  (જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

  Enter the word
  નેવીગેશન
  Back to top