অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખેતીના સાધનોની કાર્યક્ષમતા વધારવાના મુખ્ય ઉપાય

ખેતીના સાધનોની કાર્યક્ષમતા વધારવાના મુખ્ય ઉપાય

ખેતીમાં ઘણા સમયથી ખેત કાર્યો કરવા માટે ખેતઓજારોનું યોગદાન રહેલું છે. જો ખેતઓજારોનું સારી રીતે સાર સંભાળ અને પ્રયોગ વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે તો તેની કાર્યક્ષામતા ઘટી જાય છે. જેથી ખેતઓજારોની કાર્યક્ષામતાનો પૂરેપૂરો લાભ આપણે લઈ શકતા નથી. તેથી ખેતઓજારોને વાપરવા માટે નીચે પ્રમાણેની વાતો ધ્યાનમાં લેવી અનિવાર્ય છે. ૧

  1. ખેતઓજારોની દેખભાળ અને તેના ઉપયોગ માટે મહત્વની વાત એ છે કે તેની સાથે આપેલ નિદર્શન પુસ્તિકાનું પાલન કરવુ જોઈએ.
  2. કોઈ પણ ખેતઓજારોને વાપરતા પહેલા તેનું નિરિક્ષાણ કરી લેવું જોઈએ. કોઈ બોલ્ટ ઢીલો હોય તો તેને ટાઈટ કરી દેવો જોઈએ. જયાં જયાં જરૂર પડે ત્યાં ઓઈલ અથવા ગ્રીસ લગાવવું જોઈએ. ખેતઓજારોની આગળના ભાગની ધાર જો વ્યવસ્થિત નહીં હોય તો તે પૂરેપૂરી કાર્યક્ષામતાથી કામ નહીં આપી શકે. જેથી કરીને ધાર કાઢીને ઉપયોગ કરવો જોઈએ. કોઈ ઓજાર ચાલતા ચાલતા વધારે ઘસાઈ ગયું હોય તો તેને બદલી નાખવું જોઈએ કારણ કે ઘસાયેલા ઓજારથી કાર્યક્ષામતા ઘટી જાય છે.
  3. ખેતઓજારોનો પ્રયોગ કરવા માટે તેને યોગ્ય રીતે ગોઠવવુ જોઈએ જેથી ઓજાર આવશ્યકતા અનુસાર કામ આપી શકે. જેમ કે, સ્વયંચાલીત ઓરણીને યોગ્ય બીજના દર સાથે ગોઠવીને જ પ્રયોગ કરવો જોઈએ.
  4. ઓજારમા રબરના ભાગ ઉપર તેલ અથવા ગ્રીસ લાગવું ન જોઈએ કારણ કે રબરનો ભાગ જલ્દી ખરાબ થવા લાગે છે. રબરના ભાગ ઉપર જો કચરો કે કીચડ લાગી જાયતો તેને પણ સાફ કરવું જોઈએ.
  5. ઓજારના સતત ગતિશીલ ભાગ જેવા કે સાફટ, ગીયર, ચેઈન વગેરેમાં જો કોઈ અવાજ આવતો હોય તો તેની નોંધ લેવી જોઈએ. જો કોઈ ક્ષાતિ હોય તો તેને રીપેર કરવું જોઈએ. સમયે-સમયે તેની ઉપર ગ્રીસ અથવા તેલ લગાવવું જોઈએ જેનાથી ગતિશીલ ભાગની વચ્ચે ઘર્ષણ ઓછુ થઈ જાય છે અને ઓજારને ઘસારો ઓછો લાગે છે. સાથે સાથે એ વાતનુ પણ ધ્યાન રાખવું જોઈએ કે ધુળ, રેતી વગેરેના સુક્ષમ કણો તેના ઉપર જમાં ન થાય, નહીં તો ધુળ અને રેતીના કણો તેલ અથવા ગ્રીસની સાથે મળીને ઓજારને કાટ લાગવાની શકયતા છે.
  6. ખેત ઓજારો જેવાકે સીડડ્રીલ, દવા છાંટવાનો પંપ, ડસ્ટર વગેરે સાધનોનો ઉપયોગ કર્યા પછી તેને પાણીથી યોગ્ય રીતે સાફ કરી દેવા જોઈએ જેનાથી ખાતર અથવા દવાના બાકી રહેલા કણો તેના ઉપર જામી જઈને ઓજારને ખરાબ ન કરી દે.
  7. થ્રેસીંગ કરવા માટે થ્રેશરનો ઉપયોગ થાય છે જેમાં પાકની રાડ થ્રેસરમાં નાખતા પહેલાં એ ધ્યાન રાખવું જોઈએ કે રાડ પૂરેપૂરી સૂકવેલી હોવી જોઈએ અને થ્રેસરની કાર્યક્ષામતા મુજબ તેને ટ્રેકટર /એન્જિન/મોટરથી ચલાવવું જોઈએ. નશાની હાલતવાળો અથવા થાકી ગયેલો વ્યકિત થ્રેશર ઉપર ન લગાવવો જોઈએ. મહેનતુ અને કુશળ કામ કરવાવાળી વ્યકિતજ લગાવવી જોઈએ. આવું ધ્યાન રાખવાથી થ્રેસરની કાર્યક્ષામતા વધી શકે છે.
  8. ખેતઓજારોનું રીપેરીંગ ચોકકસ સમયે ન કરવામાં આવે તો તેની કાર્યક્ષામતા ઘટી જાય છે તેથી નિર્ધારિત સમયબાદ તેનું રીપેરીંગ હંમેશા કરાવવું જોઈએ.
  9. ઉચી ગુણવત્તાના ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ. ઓજાર ખરીદી લીધા પછી એ ધ્યાન રાખવું જોઈઅ કે ઓથોરાઈઝડ ડીલર અથવા તેના પ્રતિનિધી પાસેથી ખરીદેલું હોવું જોઈએ અને તે પણ જોવું જોઈએ કે તેના ઉપર યકય માર્ક લાગેલ છે કે નહી. જે ગુણવત્તાની ગેરંટી આપે છે.
  10. ઓજાર ચલાવવાળી વ્યકિત કુશળ હોવી જોઈએ અને તેને યોગ્ય રીતે ચલાવતા આવડવું જોઈએ. અનુભવ વગરના વ્યકિતને ઓજાર ચલાવવા આપીએ તો તે ઓજારને જલ્દીથી ખરાબ કરી નાખશે અને યોગ્ય રીતે ચલાવી પણ નહીં શકે. તેથી યંત્રની પૂરી કાર્યક્ષામતાનો ઉપયોગ થઈ શકતો નથી.
  11. યંત્રનું રીપેરીંગ કુશળ કારીગર પાસેથી જ કરાવવું જોઈએ કારણ કે બીનકુશળ કારીગર ઓજારનું રીપેરીંગ યોગ્ય રીતે નહીં કરી શકે, જેથી યંત્રની કાર્યક્ષામતા ઘટી જાય છે.
  12. ઓજારને યોગ્ય ઝડપથી જ ચલાવવું જોઈએ જો ઓછી ઝડપથી ચલાવશું તો કાર્યક્ષામતા ઘટી જશે અને વધારે ઝડપથી ચલાવશું તો તૂટવાનો સંભવ રહે છે.
  13. ઓજારનો ઉપયોગ કર્યા પહેલા જમીનની ભૌતિક ચકાસણી કરી લેવી જોઈએ જમે કે ખેડાણ કરવા જઈ રહયા હોય ત્યારે જોવું જોઈએ કે જમીનમાં ભેજનું પ્રમાણ કેટલું છે. જો જમીનમાં ભેજ નહીં હોય તો ઓજારની કાર્યક્ષામતા ઘટી જાય છે.
  14. મોસમ પૂરી થયા પછી ઓજારનું કોઈપણ કામ ન હોય તો તેને યોગ્ય રીતે સાફ કરીને રાખી દેવું જોઈએ. ખુલ્લા આકાશમાં ન રાખવું જોઈએ. ઓજારના ગતિશીલ ભાગ ઉપર ગ્રીસ અથવા તેલ લગાવીને રાખવું. ઓજારનો કોઈપણ ભાગ જમીન પર ન રહે તેવી રીતે ઈંટ અથવા પથ્થરના ટુકડા ઉપર રાખવું. જે ઓજારમાં રબરના પૈડા હોય તેને જમીનના સંપર્કમાં રહે તેવી રીતે અંદર ન જાય તેમ રાખવા જોઈએ. બની શકે તો ઓજારને કલર કરીને રાખવું જોઈએ.

જો ખેડુતભાઈ ઉપરોકત વાતોનો અમલ કરશે તો ઓજારની કાર્યક્ષામતાનો પુરેપુરો લાભ લઈ શકશે.

સ્ત્રોત: કૃષિ જીવન, માર્ચ-૧૫, વર્ષ-૪૭, અંક-૮, પેજ નં.-૨૫

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate