પાક |
રાઈઝોબિયમ સ્ટ્રેઈન |
વટાણા, મસુર, લોંગ, બ્રોડબીન |
રાઈઝોબિયમ લેગ્યુમિનોફોરમ |
ચણા |
રાઈઝોબિયમ સિસેરી |
મગ, અડદ |
રાઈઝોબિયમ ફેઝીઓકમ |
સોયાબીન |
રાઈઝોબિયમ જપોનીકમ |
રજકો, સ્વીટ, ક્લોવર |
રાઈઝોબિયમ મેલીલોટી |
બરસીમ (ક્લોવર) |
રાઈઝોબિયમ ટ્રાયફોલી |
મેથી |
રાઈઝોબિયમ સ્પી. સ્ટ્રેઈન, આરાજીએફ્યુ-૧ |
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડઝ્ર (BIS) દ્રારા જૈઈવિક ખાતરોનો ધારાધારેણે નક્કી કરવામાં આવેલા છે.
જૈવિક ખાતરો કોઠામાં દર્શાવેલ વિવિધ પાકોમાં આપી શકાય છે.
ક્રમ |
જૈવિક ખાતર |
પાકો |
૧ |
રાઈઝોબિયમ |
વિવિધ કઠોળપાકો માટે પાક મુજબ ચોક્કસ પ્રકારના જૈવિક ખાતરો વાપરવા : મગફળી, સોયાબીન, તુવેર, મગ, અડદ, મસુર, ચોળા, ચણા, રજકો, તથા ધાસચારાના કઠોળપાકો વગેરે |
૨ |
એઝોટોબેકટર |
કપાસ, શાકભાજી, શેતુર, બાગાયતી પાકો, ડાંગર, જવ, ધવ, રાગી, જુવાર, રાઈ, કસુંબી, રામતલ, સૂર્યમુખી, તમાકુ, ફલપાકો, મરીમસાલાના પાકો, ઈલાયચી, સુશોભન ફૂલછોડ વગેરે |
૩ |
એઝોસ્પાયરીલમ |
શેરડી, શાકભાજીના પાકો, મકાઈ, બાજરી, ડાંગર, ઘઉ, ઘાસચારાના પાકો, તેલીબિયાં પાકો, ફળપાકો, ફૂલાપાકો |
૪ |
બલ્યુ ગ્રીન આલ્ગી |
ડાંગર, કેળ |
૫ |
અઝોલા |
ડાંગર |
6 |
પીએસેમ |
દરેક પાકો |
૭ |
વામ ફૂગ |
ચોક્કસ પ્રકારના છોડ માટે |
જૈવિક ખાતરો એ સુક્ષ્મજીવો ધરાવે છે કે જે અલભ્ય પોશાક્તાત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવી જૈવિક પ્રક્રિયા માફરત પાકને લભ્ય બનાવે છે. જૈવિક ખાતરો કિંમતની રીતે સસ્તાં, પર્યાવરણીય-મિત્ર અને તેના ઉત્પાદન માટે કોઈ ઉર્જાની જરૂર પડતી નથી અને તેના ઉપયોગથી છોડમાં અંત:સ્ત્રાવો અને વિટામિન ઉત્પન્ન થતાં હોય પાકમાં વિકાસ સારો થાય છે તેના ઉત્પાદનની ગુણવત્તાપણ સારી મળે છે અને સાથોસાથ રસાયણિક ખાતરોના પુરક ત્સ્રીકે કામ કરે છે. તે જમીનની સ્થિતિસુધારે છે અને જમીનની ફળદ્રુપતા જળવી રાખે છે. ડાંગર જેવા પાકોમાં નાઈટ્રોજન સ્થિરીકરણ માટે અને ફોસફેટને દ્રાવ્ય સ્વરૂપમાંલાવવા માટે સુક્ષ્મતત્વો મહત્વના છે.
નકામા સેન્દ્રિય પદાર્થોને જલ્દીથી કહોવાદાવીને સારું સેન્દ્રિય ખાતર બનાવવા માટે જીવાણુઓ, ફૂગ આલ્ગી વગેરે સૂક્ષ્મજીવીની ચોકસ પ્રકારની અનુકૂળ જાતો (સ્ટ્રેઈન) નો ઉપયોગ કરવામાં આવે છે.
જૈવિક ખાતરો ખેતીમાં ઉપયોગ એ પાક ઉત્પાદન જાળવી રાખવા માટે અગત્યનો છે જેનાથી નીચે દર્શાવેલ મેળવી શકાય છે.
સ્ત્રોત : જૂન-૨૦૧૫, વર્ષ :૬૮, સળંગ અંક :૮૦૬, કૃષિ ગોવિદ્યા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020