অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રસોડાનું ઉદ્યાન

રસોડાનું ઉદ્યાન

શાકભાજી આપણાં, ખાસ કરીને શાકાહારી લોકોનાં જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. શાકભાજીને કારણે ખોરાકની પોષકતા તો વધે જ છે સાથે સાથે તે વધુ પચવા લાયક બને છે. સંતુલિત આહાર માટે, એક પુખ્ત વયની વ્યક્તિએ રોજ 85 g ફળ અને ૩૦૦ ગ્રા. શાકભાજી લેવાં જોઇએ તેવું પોષક નિષ્ણાંતો કહે છે. પરંતુ આપણાં દેશમાં પ્રતિ વ્યક્તિ જે પ્રમાણે ઉત્પાદન થઈ રહ્યું છે તે મુજબ આપણે ફક્ત ૧૨૦ ગ્રા. શાકભાજી જ પ્રતિ દિન લઈ શકીએ તેમ છીએ.

ઉપરની હકીકતોને ધ્યાનમાં રાખીને, આપણે આપણી શાકભાજીની જરૂરિયાત પોતે જ મળી રહે તે રીતે ઘરનાં પાછલા ભાગમાં જ્યાં તાજું પાણી અને વપરાયેલ પાણી પ્રાપ્ય હોય ત્યાં વાવીને પૂરી કરવી જોઇએ. તેને કારણે આપણે વણ વપરાયેલ પાણીનો તો ઉપયોગ દ્વારા નિકાલ કરી જ શકીશું પરંતુ, ખેતી દ્વારા આપણી પોતાની શાકભાજીની જરૂરિયાતને પણ પુરી કરી શકીએ છી જેમાં ખાસ કરીને રસાયણો વાપરવાનાં રહેતાં નથી. આ એક સુરક્ષિત પધ્ધતિ છે, જેમાં ઉત્પન્ન થતાં શાકભાજીઓમાં કોઇ પણ પ્રકારનાં પેસ્ટિસાઇડ્સ ન રહી ગયા હોવાની પણ ખાતરી મળે છે.

સ્થળની પસંદગી

સ્થળની પસંદગી માટે મર્યાદા રહે છે. અંતિમ પસંદગી રસોડાની પાછળની જમીન રહે છે. આ ખાસ લોકપ્રિય છે કારણકે કુટુંબનાં વ્યક્તિઓ ઉગતાં શાકભાજીની સતત દેખરેખ કરી શકે છે અને બાથરૂમ અને રસોડાનું વપરાયેલું પાણી ત્યાં ઉપયોગમાં લઈ શકાય છે. રસોડાનાં ઉદ્યાનનું ક્ષેત્ર પ્રાપ્ય જમીન અને પરિવારમાં રહેલ વ્યક્તિઓની સંખ્યાનાં આધારે નક્કી કરવામાં આવે છે. અહીં આકાર માટે પણ કોઇ બંધન નથી. જો કે શક્ય હોય તો ચોરસ કે લંબચોરસ આકાર પસંદ કરવામાં આવે છે. અવારનવાર કરવામાં આવતી વાવણી અને લણણી ને આધારે જમીનનાં પાંચ ટકા પાંચ જણનાં પરિવારને આવશ્યક શાકભાજી પુરા પાડવા માટે સક્ષમ છે.

જમીનની તૈયારી

સૌપ્રથમ પાવડા વડે ૩૦-૪૦ સેમી જેટલી માટી ખોદી લો. તેમાં રહેલ પથ્થરો, નિંદણ વગેરે કાઢી નાંખવામાં આવે છે. ૧૦૦ કિગ્રા જેટલું ખેતરનું ખાતરઅ અથવા વર્મિકંપોસ્ટ લેવામાં આવે છે અને તેને માટી સાથે મિશ્રિત કરવામાં આવે છે. ૪૫ સેમી થી ૬૦ સેમીનાં અંતરે ક્યારીઓ બનાવવામાં આવે છે. સપાટ ક્યારા પણ બનાવી શકાય છે.

બીજની વાવણી

  • ભીંડા, ચોળીને સીધાં જ ૩૦ સેમીનાં અંતરે ચાસમાં વાવી શકાય છે. અમારાન્થસ (એટલે કે આખી વનસ્પતિ જેને ખેંચી કાઢી નાંખવામાં આવે છે) તેને પણ બીજનાં એક ભાગને રેતીનાં ૨૦ ભાગમાં મેળવી ફેલાવીને વાવી શકાય છે. નાના કાંદા, ફુદીનો, ધાણાભાજી વગેરેને પણ તે ક્યારાઓમાં વાવી શકાય છે.
  • ટામેટાં, રીંગણ અને મરચાંનાં બીજને ક્યારામાં અથવા કૂંડામાં એક મહિના પહેલાં વાવી શકાય છે. વાવણી પછી તેમને માટી વડે ઢાંકી દીધા બાદ તેનાં ઉપર ૨૫૦ ગ્રામ જેટલી લીમડાની કેક પાથરી દેવામાં આવે છે જેથી કીડીઓ તેનાં પર આક્રમણ ન કરે. ટમેટાંમાં વાવણીનાં ૩૦ દિવસ બાદ અને રીંગણ અને મરચાંમાં ૪૦-૪૫ દિવસ બાદરોપાઓ કાઢી લેવામાં આવે છે અને તેમને સ્થાનાંતરિત કરી ચાસમાં ૩૦-૪૫ સેમીનાં અંતરે અને રીંગણ અને મરચાં માટે ૧૦ સેમીનાં અંતરે મોટા કાંદાની બાજુમાં વાવવામાં આવે છે. આ છોડનેવાવની બાદ તરત અને ત્યાર બાદ ત્રીજા દિવસે પાણી આપવામાં આવે છે. રોપાઓને દર બે દિવસે પાણી પાઈ શકાય છે અને થોડા સમય બાદ આ આવૃત્તિ ઘટાડીને દર ચાર દિવસે એક વાર કરી શકાય છે.
  • રસોડાનાં ઉદ્યાનનો મુખ્ય હેતુ વધુમાં વધુ ઉત્પાદનનો અને પરિવારને વર્ષપર્યંત સતત શાકભાજી મળતાં રહે તે છે. કેટલીક પધ્ધતિઓનું અનુસરણ કરવાથી આ હેતુને સાર્થક કરી શકાય છે.
  • બહુવર્ષીય વનસ્પતિઓ ઉદ્યાનનં એક તરફ, ખાસ કરીને પાછલી તરફ હોવી જોઇએ જેથી તે અન્ય પાક પર છાંયો ન કરે અને અન્ય પાક સાથે પોષણ માટે સ્પર્ધા ન કરે.
  • ચાલવાની કેડીની બન્ને બાજુ એવી લીલી શાકભાજી વાવવી જોઇએ જે ટૂંક સમયમાં ઉગાડી શકાતી હોય, દા.ત. ધાણાભાજી, પાલખ, મેથી, આલ્ટરએન્થેરા, ફુદીનો વગેરે.

ભારતમાં ઉપયોગી વાવણીની યોજના નીચે દર્શાવેલ છે. (પર્વતીય ક્ષેત્રોને બાદ કરતાં)

પ્લોટ ક્રમાંક

શાકભાજીનું નામ

ઋતુ

01.

ટામેટાં અને કાંદા
મૂળા
ફળી
ભીંડા

જૂન- સપ્ટે.
ઓક્ટો- નવે.
ડિસે- ફેબ.
માર્ચ- મે

02

રીંગણ
ફળી
ટામેટાં
અમરાન્થસ

જૂન- સપ્ટે.
ઓક્ટો- નવે.
જૂન- સપ્ટે.
મે

03.

મરચાં અને મૂળા
ચોળી
નાનાં કાંદા

જૂન- સપ્ટે.
ડિસે- ફેબ.
માર્ચ- મે

04.

ભીંડા અને મૂળા
કોબી
ક્લ્સ્ટર બીન્સ

જૂન- ઓગ.
સપ્ટે- ડિસે
જાન્યુ- માર્ચ

05.

બેલરી કાંદા
બીટ
ટામેટાં
કાંદા

જૂન- ઓગ.
સપ્ટે- નવે

ડિસે- માર્ચ
એપ્રિલ- મે

06.

ક્લ્સ્ટર બીન્સ
રીંગણ અને બીટ

જૂન- સપ્ટે.
ઓક્ટો- જાન્યુ

07.

બેલરી કાંદા
ગાજર
કોળું (નાનું)

જુલાઇ- ઓગ
સપ્ટે.- ડિસે.
જાન્યુ- મે

08.

લેબ લેબ (ઝાડી જેવું)
કાંદા
ભીંડા

ધાણાભાજી

જૂન- ઓગ
સપ્ટે- ડિસે
જૂન- માર્ચ
એપ્રિલ- મે

બહુવર્ષીય પ્લોટ

  • સરગવો, કેળાં, પપૈયા, ટેપોઇકા, મીઠો લીમડો અને અગાઠી.
  • એ જોઇ શકાય છે કે કેટ્લાંક શાકભાજી આ પ્લોટમાં સતત વાવવામાં આવે છે અને જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં એક જ પ્લોટમાં એકથી વધુ પાક લેવામાં આવે છે.

આર્થિક ફાયદા

  • વ્યક્તિ તેનાં પરિવારને આવસશ્યક શાકભાજી પૂરાં પાડી શકે છે અને બચેલું કાં તો વેચી શકે છે અથવા તેને બદલે કશુંક મેળવી શકે છે. કેટલાંક સંજોગોમાં, જો કે ઘરનાં ઉદ્યાનમાંથી આજીવિકા પ્રાથમિક હેતુ બની જતો હોય છે. કોઇ પણ સંજોગોમાં પોષક તત્વો સભર શાકભાજી મેળવવાં અને આવક બનાવવી બન્ને હેતુ પૂરા થતાં જોવા મળે છે.
  • કેટલાક શક્ય ફાયદાઓ આપ્રમાણે હોઇ શકેઃ
  • ખોરાક પ્રાપ્તિ અને આવકનું સાધન.
  • તે ઘરમાં રહેલ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે અને અન્ય જઋરિયાતો પણ પૂરી કરે છે જેમકે ઈંધણ, ફર્નિચર અને ટોપલીઓ માટેની આવશ્યક સામગ્રી;
  • ઉદ્યાનમાં વિકસાવેલ ચીજોનું વેચાણ ઘણીવાર સ્ત્રીઓ માટે એક માત્ર આવકનું સાધન રહે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate