অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બેકરી વાનગીઓની બનાવટ ગૃહ ઉદ્યોગની જાણકારી

આજે આપણે જોઈએ છીએ કે, દરેક મા–બાપ તેનાં સંતાનોને સારી નોકરી મળે તે માટે ભણતર પાછળ ખૂબ જ ખર્ચા કરે છે. આમ છતાં જયારે સામાન્ય નોકરી પણ ન મળે ત્યારે કોલેજ કરેલો છોકરો ખેતીનાં કામમાં નથી આવતો, તેમજ નાનો–મોટો ધંધો પણ કરી શકતો નથી. આપણે જાણીએ છીએ કે ભણે તેમાંથી નોકરી મળવાની કેટલાને ? હવે જો આવું જ હોય તો એસ.એસ.સી. પાસ થઈને તરત નાનો મોટો ધંધો શરૂ કરીએ તો બે પૈસા કમાતા થાય. હવે આપણને ચોકકસ એ પ્રશ્ન થાય કે, ધંધો શરુ કયો કરવો ? અને ગમે તે ધંધો શરૂ કરતાં પહેલાં આ ત્રણ બાબતો ચોકકસ વિચારવી પડે કે....... (૧) ઓછા સમયમાં ધંધા વિશેની સંપૂર્ણ જાણકારી (ર) ઓછા રોકાણમાં ધંધો શરૂ કરી શકાતો હોય (૩) ધંધો શરૂ કર્યા પછી ખોટ થવાની શકયતા ન હોય. બેકરીનો ધંધો શરૂ કરવામાં આ ત્રણેય જરૂરીયાતો સંતોષાઈ જાય છે. કેમ કે, હાલ બેકરી વાનગીનું ચલણ સમાજનાં દરેક સ્તરનાં લોકોમાં વધી ગયું છે. અને બેકરી વાનગી માંગ દિન–પ્રતિદિન વધતી જાય છે. કારણ કે, બેકરીની વિવિધ બનાવટો સામાન્ય રીતે સૂકી ગરમીથી બંધ વાસણમાં ચોકકસ ઉષ્ણતામાને તૈયાર કરવામાં આવતી હોવાથી વપરાશમાં લેવાયેલ સામગ્રીમાં હાજર રહેલ પોષક તત્વો બેકરી વાનગીમાં મોટા ભાગે જળવાઈ રહે છે. આમ બેકરી વાનગી રૂચીકર પાચનમાં હલકી અને કિંમતમાં પરવડે તેવી હોય છે

બેકરી વાનગીઓનાં ગુજરાતનાં વિવિધ શહેરો અને ગામડાઓમાં લોકો દ્રારા વધતાં ઉપયોગને ધ્યાનમાં રાખી આ ઉદ્યોગો અંગેની જાણકારી આપવા માટે ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્રારા જૂનાગઢ, આણંદ, નવસારી અને સરદાર કૃષિનગર ખાતે બેકરીશાળાઓ ચલાવવામાં આવે છે. જેમાં વ્યવસાયલક્ષી પ્રમાણપત્ર અભ્યાસક્રમ (ર૦ અઠવાડિયા) ની સાથે બહેનોને ઘરગથ્થું બેકરી બનાવટોની ટૂંકાગાળા (પાંચ દિવસ) ની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત ગામડાની બહેનો માટે નિદર્શિત તાલીમ પણ આપવામાં આવે છે. ગામડામાં બહેનો લભ્ય સાધનો છે તેનો ઉપયોગ કરીને જે જે બેકરી વાનગીઓ બનાવી શકે તે પૈકીની કેટલીક વાનગીઓની માહિતી અત્રે આપવામાં આવેલ છે.

નાનખટાઈ :

ક્રમ

સામગ્રી

પ્રમાણ

(૧)

મેંદો

૧૦૦ ગ્રામ

(ર)

ઘી

૬૦ ગ્રામ

(૩)

ખાંડ (દળેલી)

પ૦ ગ્રામ

(૪)

ખાવાના સોડા

૧ ગ્રામ

(પ)

એલચી

૧ ગ્રામ

(૬)

જાયફળ

૧ ગ્રામ

(૭)

પાણી

૧ ચમચી

મીઠા બિસ્કીટ :

ક્રમ

સામગ્રી

પ્રમાણ

(૧)

મેંદો

૧૦૦ ગ્રામ

(ર)

ઘી

પ૦ ગ્રામ

(૩)

ખાંડ

પ૦ ગ્રામ

(૪)

કસ્ટર્ડ પાવડર

પ ગ્રામ

(પ)

કોર્નફલોર

પ ગ્રામ

(૬)

દૂધ

૧ ચમચી

(૭)

ખાવાના સોડા

૧ ગ્રામ

(૮)

વેનીલા એસેન્સ

૧ ગ્રામ

બનાવવાની રીત :

  • મેંદામાં કસ્ટર્ડ પાવડર, ફોર્નફલોર તથા ખાવાના સોડા ઉમેરી મિશ્ર કરો
  • ઘી અને ખાંડ ફિણો
  • આ મિશ્રણમાં એસેન્સ તથા દૂધ મિકસ કરો
  • તેમાં થોડો મેંદો ઉમેરી કણક તૈયાર કરો
  • કણકને બિસ્કીટની જાડાઈમાં વણો અને બ્સ્કિીટ કટર વડે કાપો અને ડિશમાં અર્ધા ઈંચનાં અંતરે ગોઠવો
  • ઓવનમાં ૧પ૦ સે.ઉષ્ણતામાને ૧પ–ર૦ મિનિટ પકાવો

 

મીઠા અને ખારા બિસ્કીટ :

ક્રમ

સામગ્રી

પ્રમાણ

(૧)

મેંદો

૧૦૦ ગ્રામ

(ર)

ઘી

૬૦ ગ્રામ

(૩)

ખાંડ(દળેલી)

રપ ગ્રામ

(૪)

એમોનિયમ બાયકાર્બોનેટ અથવા ખાવાના સોડા

૧ ગ્રામ

(પ)

અજમા

ર ગ્રામ

(૬)

મીઠું

૩ ગ્રામ

(૭)

દૂધ

૩ ચમચી

બનાવવાની રીત :

  • ઘી અને ખાંડને ફિણો
  • આ મિશ્રણમાં એમોનીયમ બાય કાર્બોનેટ, અજમા ,મીઠું અને દૂધ ઉમેરી મિકસ કરો
  • તેમાં થોડો થોડો મેંદો ઉમેરી કણક તૈયાર કરો.
  • કણકને બિસ્કીટની જાડાઈમાં વણી બિસ્કીટ વડે કાપો અને ડીશમાં અર્ધા ઈંચનાં અંતરે ગોઠવો
  • ઓવનમાં ૧પ૦ સે. ઉષ્ણતામાને ૧પ થી ર૦ મિનિટ પકાવો

કેક :

ક્રમ

સામગ્રી

પ્રમાણ

(૧)

મેંદો

૧૦૦ ગ્રામ

(ર)

ઘી

૧૦૦ ગ્રામ

(૩)

ખાંડ

૧૦૦ ગ્રામ

(૪)

કોર્નફલો

૧૦ ગ્રામ

(પ)

દૂધ

૬ ગ્રામ

(૬)

બેકિંગ પાવડર

ર ગ્રામ

(૭)

વેનીલા એસેન્સ

ર મિ.લી.

નોંધ : દૂધને બદલે ઈંડા પણ વાપરી શકાય.

બનાવવાની રીત :

  • મેંદામાં બેકિંગ પાવડર, કોર્નફલોર ઉમેરી ચાળો
  • ઘી અને ખાંડ ફિણો, તેમાં એસેન્સ ઉમેરો
  • મિશ્રણમાં થોડો થોડો મેંદો અને દૂધ ઉમેરી મિકસ કરો
  • (૪) કેકટીનમાં ઘી લગાડી થોડો મેંદો છાંટી તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો
  • (પ) ઓવનમાં ૧૯૦ સે. ઉષ્ણતામાને ૧પ–ર૦ મિનિટ પકાવો

મીલ્ક બ્રેડ:

ક્રમ

સામગ્રી

પ્રમાણ

(૧)

મેંદો

રપ૦ ગ્રામ

(ર)

ઘી

ર૦ ગ્રામ

(૩)

ખાંડ

૪૦ ગ્રામ

(૪)

યીસ્ટ

પ ગ્રામ

(પ)

મીઠું

૩ ગ્રામ

(૬)

દૂધ

પ૦ મી.લી

(૭)

પાણી

૧૦૦ મિ.લી

બનાવવાની રીત :

  • અર્ધા પાણીમાં થોડી ખાંડ અને યીસ્ટ ઉમેરો
  • બાકીનાં પાણીમાં મીઠું અને વધેલી ખાંડ ઉમેરો
  • મેંદામાં યીસ્ટ અને મીઠાવાળું પાણી તથા દૂધ ઉમેરી મિશ્ર કરો
  • કણકમાં ઘી ગરમ કરી ઉમેરો અને કણક તૈયાર કરો
  • કણક દોઢ કલાક રહેવા દો
  • કણકને ગોળ બનાવી બ્રેડનો આકાર આપી અને ઘી લગાવેલ બ્રેડસ્ટીનમાં મુકો અને ઢાંકણ બંધ કરો
  • કણક ફુલીને આખું બ્રેડ ટીન ભરાય ત્યારે ઓવનમાં ર૦૦ સે. તાપમાને ર૦–રપ મિનિટ પકાવો
  • બ્રેડટીનમાંથી બ્રેડ બહાર કાઢી ઉપરનાં ભાગ પર ઘી લગાવો અને ઠંડી થાય ત્યાર બાદ સ્લાઈઝ કરો

ખારા બિસ્કીટ :

ક્રમ

સામગ્રી

પ્રમાણ

(૧)

મેંદો

રપ૦ ગ્રામ

(ર)

મોણ માટેનું ઘી

૧૦ ગ્રામ

(૩)

બરફથી જમાવેલું ઘી

૧રપ ગ્રામ

(૪)

મીઠું

૭ ગ્રામ

(પ)

પાણી

૧પ૦ મી.લી.

  • પાણીમાં મીઠું ઓગળો
  • મેંદામાં પાણી ઉમેરી કણક બનાવો
  • મોણ માટેનાં ઘી ને ગરમ કરી કણકમાં મિશ્ર કરો અને કણકને ભીનું કપડું ઢાંકી ર૦ મિનિટ રહેવા દો
  • આ સમયગાળા દરમ્યાન ૧રપ ગ્રામ ઘી ને ગરમ કરી સહેજ ઠંડુ થવા દઈ બરફથી અગાઉ ઠંડા કરેલ પથ્થર ઉપર ઘી ઉમેરી ઘી જામી જાય ત્યાં સુધી હાથેથી ફિણો જે માખણ જેવું બનવું જોઈએ
  • કણકને લંબચોરસ આકારમાં બિસ્કીટની જાડાઈમાં વણો, તેની ઉપરનાં ભાગમાં અર્ધા ભાગનું ઘી લગાવી બંને છોડા એકબીજા ઉપર વાળી તેને અર્ધો કલાક ભીનું કપડું ઢાંકી આરામ આપો
  • આજ રીતે બાકીનાં ઘી ને ઉપર જણાવ્યા પ્રમાણે કણક ઉપર લગાવી બંને છેડા એક બીજા ઉપર વાળો કણકને અર્ધો કલાક આરામ આપો.
  • કણકને બિસ્કીટની જાડાઈમાં વણી ખારીની સાઈઝનાં ચોરસ અથવા ત્રિકોણ આકારનાં ટૂકડા કરી પાણીથી ભીની કરેલ ટે્ર પાણીમાં ભરી પાંચ મિનિટ બાદ પાણી દૂર કરી ઓવનમાં ૩રપ સે.ઉષ્ણતામાને ૧પ–ર૦ મિનિટ પકાવો
  • તૈયાર થયેલ ખારી બિસ્કીટ ઠંડી થાય ત્યાર બાદ ફરી ઓવનમાં ૧૦૦ સે. તાપમાને ૧૦–૧પ મિનિટ પકાવો

ચોકલેટ :

ક્રમ

સામગ્રી

પ્રમાણ

(૧)

કન્ડેન્સ્ટ મીલ્ક

૪૦૦ ગ્રામ

(ર)

ખાંડ

રપ૦ ગ્રામ

(૩)

પ્રવાહી ગ્લુકોઝ

૩૦ ગ્રામ

(૪)

કોકો પાવડર

૩૦ ગ્રામ

(પ)

પાણી

૧૦૦ મીલી

(૬)

મેંદો

૧૦ ગ્રામ

(૭)

ઘી

પ૦ ગ્રામ

(૮)

એસેન્સ

પ મી.લી

બનાવવાની રીત :

  • ૧ થી ક્રમ નં.૬ સુધીની સામગ્રી એક તપેલીમાં ઉમેરી મિશ્ર કરો અને ધીમા તાપે ઉકાળો
  • મિશ્રણ ઘટ થાય ત્યારે તેમાં ઘી તથા એસેન્સ ઉમેરો
  • આ મિશ્રણને ઘી લગાવેલા ટે્ર માં ઉમેરી ચોકલેટ આકારનાં ટુકડા કરો

ફરાળી નાનખટાઈ :

ક્રમ

સામગ્રી

પ્રમાણ

(૧)

રાજગરાનો લોટ

૧૦૦ ગ્રામ

(ર)

કોપરાનું છીણું

૧૦૦ ગ્રામ

(૩)

સીંગદાણા(શેકેલા)

૧૦૦ ગ્રામ

(૪)

ઘી

૧૦૦ ગ્રામ

(પ)

ખાંડ

૧પ૦ ગ્રામ

(૬)

એમોનીયા

૧રપ ગ્રામ

(૭)

દૂધ જરૂર પ્રમાણે

 

(૮)

એલચી

૧ ગ્રામ

બનાવવાની રીત :

  • રાજગરાનો લોટ
  • ઘી અને ખાંડને હલકા થાય ત્યાં સુધી ફીણો
  • તેમાં એમોનીયા તથા એલચીનો ભૂકો ઉમેરો
  • તૈયાર થયેલ મિશ્રણમાં થોડું દૂધ ઉમેરી બરાબર મિશ્ર કરો
  • તેમાં રાજગરાનો લોટ, કોપરાનું છીણ, સીંગદાણાનો ભૂકો મિશ્ર કરો
  • જરૂર પડે તો થોડું દૂધ ઉમેરી કણક તૈયાર કરો.
  • તેનાં નાના નાના ગોળા કરો
  • તેને ૧પ૦ સે. તાપમાને ૧૦ થી ૧પ મિનિટ સુધી પકાવો

સીંગદાણાના બિસ્કીટ :

ક્રમ

સામગ્રી

પ્રમાણ

(૧)

મેંદો

૧૦૦ ગ્રામ

(ર)

ઘી

૬૦ગ્રામ

(૩)

ખાંડ

પ૦ ગ્રામ

(૪)

દૂધ

જરૂર પ્રમાણે

(પ)

બેકીંગ પાવડર

ર ગ્રામ

(૬)

સીંગદાણાનો ભૂકો

ર૦ ગ્રામ

s*f

એસેન્સ

ર ટીપાં

બનાવવાની રીત :

  • મેંદામાં બેકિંગ પાવડર ઉમેરી બે વખત ચાળો
  • તેમાં શેકેલાં સીંગદાણાનો ભૂકો મિશ્ર કરો
  • ઘી અને ખાંડ બંને હલકા થાય ત્યાં સુધી ફીણો
  • તેમાં એસેન્સ, દૂધ તથા મેદો ઉમેરી સુંવાળો કણક બનાવો
  • તેનો લાંબા ચોરસ લાટો બનાવો ૧૦ મીનીટ ઠંડા વાતાવરણમાં રાખી, તેને બિસ્કીટ જેટલી જાડાઈમાં છરી વડે કાપો
  • તેને ૧પ૦ સે. તાપમાને ૧પ મીનીટ સુધી પકાવો

બાજરા બિસ્કીટ :

ક્રમ

સામગ્રી

પ્રમાણ

(૧)

મેંદો

૧૦૦ ગ્રામ

(ર)

બાજરીનો લોટ

૧૦૦ ગ્રામ

(૩)

ઘી

૧૦૦ ગ્રામ

(૪)

ખાંડ

૧૦૦ ગ્રામ

(પ)

એેમોનીયા

૧ ગ્રામ

(૬)

ખાવાના સોડા

૧ ગ્રામ

(૭)

દૂધ

જરૂર પ્રમાણે

 

બનાવવાની રીત :

  • મેંદાને તથા બાજરીના લોટને મિશ્ર કરી બે વખત ચાળો
  • ઘી અને ખાંડને હલકા થાય ત્યાં સુધી ફીણો
  • તેમાં એમોનીયા, સોડા તથા દૂધને મિશ્ર કરો
  • તેમાં લોટ ઉમેરી મુલાયમ કણક બનાવો
  • તેને બિસ્કીટની જાડાઈમાં વણી કટર વડે કાપી ડીશમાં ગોઠવો
  • તેને ૧પ૦ સે. તાપમાને ૧પ મીનીટ સુધી પકાવો

મસાલા બિસ્કીટ :

ક્રમ

સામગ્રી

પ્રમાણ

(૧)

મેંદો

૧૦૦ ગ્રામ

(ર)

ઘી

પ ગ્રામ

(૩)

ખાંડ

૭ ગ્રામ

(૪)

બેકીંગ પાવડર

ર ગ્રામ

(પ)

મીઠું

૩ ગ્રામ

(૬)

દહીં

ર૦ ગ્રામ

(૭)

લીલા મરચાં

જરૂર પ્રમાણે

(૮)

લીલા ધાણા

જરૂર પ્રમાણે

(૯)

આદું

જરૂર પ્રમાણે

(૧૦)

લીમડાના પાન

જરૂર પ્રમાણે

 

બનાવવાની રીત :

  • મેંદામાં બેકીંગ પાવડર ઉમેરી બે વખત ચાળો, તેમાં મીઠું ઉમેરો
  • મેંદામાં ઘી મિશ્ર કરી તેમાં ખાંડ ઉમેરો
  • તેમાં લીલા મરચાંનું મિશ્રણ ભેળવો, જરૂર જેટલું દહીં ઉમેરી સુંવાળો કણક બનાવો
  • તેને બિસ્કીટની જાડાઈમાં વણી બિસ્કીટ કટરથી કાપી ડીશમાં ગોઠવો
  • તેને ૧પ૦ સે. તાપમાને ૧પ મીનીટ પકાવો

બેકરી વાનગી ઘરગથ્થું પકાવવાની રીત :

  • દેશી પધ્ધતિ : તપેલીમાં તળીયું ઢંકાય તેટલી રેતી ભરી તેની ઉપરો કાંઠો મૂકો અને છીબું ઢાંકી તપેલાને વાનગી બનાવવાનું શરૂ કરો તે પહેલાં ગરમ કરવા મૂકો શેકવાની વાનગીને ડીસમાં ગોઠવી, તપેલાની અંદર કાંઠા ઉપર મુકી છીબું ઢાંકી પહેલાં કરતાં ધીમા તાપે પકાવો. અંદાજે ૧પ મીનીટમાં વાનગી શેકાઈ જશે.

સૂર્યકુકર :

  • સૂર્યકુકરને ડબા સાથે તડકામાં ર થી ૩ કલાક ગરમ થવા માટે મુકો
  • શેકવાની વાનગીને ગરમ કરેલાં ડબામાં મુકી તેને ફરીથી સૂર્યકુકરમાં ૧ કલાક માટે પકાવો

પ્રેસર કુકર અથવા હાંડવા કુકર : પ્રેસર  કુકરની રીંગ તથા સીટી કાઢી, તળીયે રેતી ભરી, કાંઠો ગરમ કરવા મુકો.શેકવાની વાનગીને ડીસમાં ગોઠવી કાંઠા ઉપર મુકી ફરીથી ધીમા તાપે ૧પ મીનીટ સુધી પકાવો. હાંડવા કુકરમાં હાંડવાના મિશ્રણની જગ્યાએ વાનગી મુકી શેકો.

ઘરગથ્થું ઈલેકટ્રીક ઓવન : ઓવનને નિયત તાપમાને ગરમ કરી, તેમાં વાનગીને ૧પ થી ર૦ મીનીટ સુધી પકાવો

સ્ત્રોત : શ્નીમતિ.પી.ડી.પ્રજાપતિ   કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate