অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફળ અને શાકભાજીનું પરિરક્ષણ જુદી જુદી બનાવટો

આપણાં દેશમાં ફળ અને શાકભાજીનું ઉત્પાદન સારૂ થાય છે પરંતુ બજારમાં ફળ અને શાકભાજીનો વધારે ભરાવો થતાં ખેડૂતોને પુરતાં ભાવો મળતા નથી. તેથી જો ફળ અને શાકભાજીની વિવિધ બનાવટો બનાવી પરિરક્ષણ કરીને બજારમાં વહેંચવામાં આવે તો પુરતાં ભાવો મળી રહે છે. આ માટે ખેડૂત બહેનો નાનાં ગૃહ ઉદ્યોગ તરીકે નાના પાયા ઉપર ફળ અને શાકભાજીની બનાવટો બનાવીને રોજી રોટી મેળવી શકે છે. આ માટે ફળ અને શાકભાજીમાંથી બનતી જુદી જુદી બનાવટો જેવી કે, સરબત, જામ ,જેલી તથા ટમેટાં કેચઅપ બનાવવાની રીત નીચે મુજબ આપવામાં આવી છે.

ફળોનો જામ :

સામાન્ય રીતે દરેક માવાદાર ફળમાંથી જામ બનાવી શકાય. સારા જામ અનાનસ, સફરજન, કેરી, પપૈયું, ચીકુમાંથી બને છે.

  • જામ બનાવવા માટે પાકેલાં ફળ પસંદ કરવા
  • ફળોને ધોઈ, છોલીને, બી કાઢીને તેનાં નાના ટૂકડા કરી મીક્ષચરથી માવો તૈયાર કરો
  • તૈયાર થયેલા માવામાં તેના વજન જેટલી ખાંડ ઉમેરી, મિશ્રણનાં દર કિલો દીઠ ૩ થી પ ગ્રામ લીબુંના ફુલ (સાઈટ્રીક એસીડ) અથવા લીબુંનો રસ ઉમેરો ત્યારબાદ તૈયાર થયેલ મિશ્રણને ધીમા તાપે જામ તૈયાર થાય (ઘાટ) ત્યાં સુધી ગરમ કરો

જામ તૈયાર થવાની પધ્ધતિઓ :

  • વપરાયેલા ખાંડનાં વજન કરતા તૈયાર થયેલ જામનું વજન દોઢ ગણું રહે ત્યાં સુધી ગરમ કરો
  • પડદાં ચકાસણી–ગરમ જામને ચમચામાંથી પડવા દેવામાં આવે અને તે ઘટ સ્વરૂપમાં પડદાની જેમ પડતો દેખાય તો સમજવું કે જામ તૈયાર થઈ ગયો છે.
  • તૈયાર થયેલાં જામને જીવાણું રહિત (ઉકળતા પાણીમાં સાફ કરેલ ) પહોળા મોઢાવાળી કાચની બોટલમાં ભરી ઠંડી પડી ગયા બાદ જામની સપાટીનાં ઉપરનાં ભાગે ગરમ મીણનું પાતળું પડ બનાવી મીણ જામી ગયા બાદ બોટલને ઢાંકણથી બંધ કરો.

સફરજનનો જામ :

  • સફરજન ૧ કિલોગ્રામ
  • સફરજનનો માવો ૮૦૦ ગ્રામ
  • ખાંડ ૮૦૦ ગ્રાામ
  • લીંબુના ફુલ પ થી ૭ ગ્રામ

રીત :

  • સફરજનને સ્વચ્છ પાણીથી ધોઈને, છાલ તથા બીજ કાઢી નાના ટુકડા કરો તેમાં પાણી ઉમેરી ગરમ કરો
  • ટૂકડા બફાઈ જાય ત્યારે કીચન માસ્ટરમાં પસાર કરી માવો બનાવો
  • માવામાં ખાંડ અને લીંબુના ફુલ ઉમેરો અને ગરમ કરો
  • સારી રીતે ઘટ થઈ જાય અને માવાની છાંટ ઉડે અથવા ચમચામાં લઈ પડદાના રૂપમાં પડતો થાય ત્યારે ગરમી પરથી ઉતારો
  • તૈયાર જામ ઠંડુ થયે જીવાણુ રહિત( ગરમ પાણીમા સાફ કરેલ) બોટલમાં ભરી તેનાં પર ગરમ મીણનું પાતળું પડ કરી હવા ચુસ્ત ઢાંકણ બંધ કરો.

જુદા જુદા ફળોનાં જામની સામગ્રીનું પ્રમાણ (ગ્રામમાં)

ફળ (ગ્રામ)

માવો

ખાંડ

લીંબુના ફુલ

ચીકુ

૧૦૦૦

૭પ૦

૧૦

પપૈયા

૧૦૦૦

૧૦૦૦

૧૦

પાકી કેરી

૧૦૦૦

૧૦૦૦

૧પ

નાસપતી

૧૦૦૦

૧૦૦૦

સફરજન

૧૦૦૦

૧૦૦૦

૧૦

અનાનસ

૧૦૦૦

૧૦૦૦

જરદાલુ

૧૦૦૦

૧૦૦૦

જામફળ

૧૦૦૦

૧૦૦૦

૧૦


જુદા જુદા ફળનાં સરબતની સામગ્રીનું પ્રમાણ :

ફળનું નામ

રસ

પાણી

ખાંડ

લીંબુના ફુલ

રંગ

જરૂરત પ્રમાણે પ્રિઝર્વેટીવ

લીંબુ

૧૦૦૦

૧૦૦૦

ર૦૦૦

પીળો

૦.૭પ ગ્રામ પોમેસ

સંતરા

૧૦૦૦

૧૦૦૦

ર૦૦૦

૧પ

કેસરી

૦.૭પ ગ્રામ પોમેસ

અનાનસ

૧૦૦૦

૧૦૦૦

ર૦૦૦

૧૦

પીળો

૦.૭પ ગ્રામ મ પોમેસ

કાચી કેરી

૧૦૦૦

૧૦૦૦

૧૦૦૦

લીલો

૦.૭પ ગ્રામ મ પોમેસ

પાકી કેરી

૧૦૦૦

૧૦૦૦

૧૦૦૦

૧પ

પીળો

૦.૭પ ગ્રામ પોમેસ

જાંબુ

૧૦૦૦

૧૦૦૦

ર૦૦૦

૧પ

જાંબુડી

૧ ગ્રામ સો.બે.

ફાલસા

૧૦૦૦

૧૦૦૦

ર૦૦૦

૧૦

૧ ગ્રામ સો.બે.

દ્રાક્ષ લીલી

૧૦૦૦

૧૦૦૦

ર૦૦૦

ર૦

લીલો

૧ ગ્રામ સો.બે.

નોંધ :પો.મે.સ.પોટેશિયમ મેટા બાય સલ્ફાઈડ તથા સો.બે.(સોડિયમ બેન્ઝોએટ)થોડા પાણીમાં ઓગાળી તૈયાર સરબતમાં પરિરક્ષક તરીકે ઉમેરવા.

લીંબુના રસની જાળવણી :

સારા પાકા લીંબુ પસંદ કરી ધોઈ, રસ કાઢો. તપેલામાં ગાળી લો. ત્યારબાદ તેમાં પોટેશિયમ મેટા બાય સલ્ફાઈડ ૦.૭પ ગ્રામ એક લીટર રસ પ્રમાણે અલગ થોડા પાણીમાં ઓગાળી રસમાં સારી રીતે ભેળવી દયો ત્યારબાદ આ રસને બોટલમાં ભરી હવાચુસ્ત ઢાંકણથી બંધ કરો. આ રસનો ઉપયોગ સરબત બનાવવા કે અન્ય રસોઈમાં કરી શકાય છે.

લીંબુનુ સીરપ :

પ્રમાણ :

  • લીંબુનો રસ ૧૦૦૦ મિ.લિ.
  • ખાંડ ૩પ૦૦ ગ્રામ
  • પાણી ૧૦૦૦ મિ.લિ.
  • લીંબુનુ એસેન્સ જરૂર પ્રમાણે (જરૂર પડે તો ઉમેરવું)
  • પ્રિઝર્વેટીવ પોટેશીયમ મેટાબાય સલ્ફાઈડ એક લીટર તૈયાર સરબતમાં ૦.૭પ (પોણો ગ્રામ) ૧૦ મીલી પાણીમાં અલગ ઓગાળીપછી સીરપમાં ઉમેરવું.

રીત :

  1. સારા પીળા રસદાર લીંબુ પસંદ કરવા
  2. પાણીથી ધોઈ આડા કાપી, રસ કાઢીને ગાળી લો
  3. રસનાં વજન પ્રમાણે ખાંડનું વજન કરી તેમાં જરૂરી પાણી ઉમેરી ગરમ કરી ચાસણી તૈયાર કરી ઠડી કરો
  4. ઠંડી ચાસણીમાં રસ મીકસ કરો
  5. જરૂરી પરિરક્ષક રસ મીકસ કરો
  6. સરબતને બોટલમાં (ઉકળતા પાણીમાં જંતુ રહિત કરેલ બોટલ) ભરી બુચ લગાવી મીણથી હવા ચુસ્ત કરો

સીન્થેટીક સીરપ (કૃત્રિમ સરબત)

પ્રમાણ :

  • ખાંડ ૧ કિલો
  • લીંબુના ફુલ ૧૦ ગ્રામ
  • એસેન્સ પ થી ૬ મિ.લિ. ખાદ્ય રંગ જરૂર મુજબ

રીત :

તપેલીમાં ખાંડ લઈ તેમાં થોડું પાણી ઉમેરી ગરમ કરો, તેમાં લીંબુના ફુલ ઉમેરો. ખાંડ બરોબર ઓગળી જાય અને એક વખત ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો.ત્યારબાદ ચાસણી ગરમી ઉપરથી ઉતારી ઠંડુ થયા બાદ મનપસંદ એસેન્સ અને રંગ ઉમેરી બરાબર મીકસ કરી ગાળી અને બોટલ ભરી હવાચુસ્ત ઢાંકણથી બંધ કરો.

ટમેટો કેચઅપ

પ્રમાણ :

લાલ ટમેટાં ર કિલોગ્રામ

ટમેટાનો રસ (માવો) ૧.પ કિલોગ્રામ

ડુંગળી પ૦ ગ્રામ

આદું–લસણ રપ ગ્રામ

મીઠું પ૦ ગ્રામ

લાલ મરચાની ભુકી ૧૦ ગ્રામ

એસીટીક એસિડ(વિનેગાર) પ મિલિગ્રામ

ખાંડ ૧૦૦ ગ્રામ

તજ–લવીંગ–મરી–ઈલાયચી પ ગ્રામ

સોડિયમ બેન્ઝોએડ ૦.૭પ ગ્રાામ

રીત :

  1. ટમેટાને સ્વચ્છ પાણીથી ધોઈ નાના ટૂકડા કરી પાણી નાંખી બાફવા મુકો. શકય હોય તો ઉપરની છાલ પ્રથમ કાઢી ટમેટાં ગરમ પાણીમાં બે –ત્રણ મીનીટ ગરમ કરી ટૂકડા કરો
  2. ટૂકડા બફાઈ જાય એટલે સ્ટીલની ચારણીમાં નાંખી બીજ અને છાલ કાઢી માવો તૈયાર કરી ગરમ કરવા મુકો
  3. આદું, લસણ અને ડુંગળીનાં નાના ટૂકડા કરી મલમલનાં કાપડની પોટલીમાં ઢીલાં બાંધી રસમાં મુકી ઉકાળો
  4. ગરમ મસાલા(તજ,લવીંગ,ઈલાયચી) ઝીણા વાટી બીજા મલમલનાં કાપડની પોટલી બાંધી રસમાં મુકો જયારે રસ ઘટ થાય ત્યારે બંને પોટલીને બહાર કાઢી લેવી
  5. રસમાં ત્રીજા ભાગની ખાંડ નાંખો. રસને ઘટ કરો. જયારે અર્ધો થઈ જાય અને છાંટા ઉડે ત્યારે બાકીની ખાંડ (બે ભાગ ) ઉમેરો
  6. રસને ગરમી પરથી ઉતારી ઠંડો કરી તેમાં મીઠું ,લાલ મરચું અને વિનેગર ઉમેરો
  7. ઠંડા તૈયાર કેચઅપ માં સોડિયમ બેન્ઝોએડ થોડા પ્રમાણમાં પાણીમાં ઓગાળીને ઉમેરો
  8. જીવાણું રહિત કરેલ બોટલમાં કેચઅપ ભરી હવાચુસ્ત ઢાંકણ બંધ કરી મીણથી સીલ કરેા

સ્ત્રોત શ્નીમતિ.પી.ડી.પ્રજાપતિ ,કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate