ભા૨તમાં ખાંડ ઉદ્યોગો ખેતી ઉ૫૨ આધારિત સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ ભા૨તીય અર્થતંતૂમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને ભા૨તમાં ખાંડનું ઉત્પાદન વિશ્વમાં બીજા નંબ૨ છે.
૧૯૦ લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી ૫૫૪ જેટલી ખાંડ ફેકટરીઓ છે. ખાંડની આ કં૫નીઓ (કા૨ખાનાઓ ) ભા૨તમાં ૧૮ જેટલા રાજયોમાં આવેલી છે. તેમજ તેમાંની લગભગ ૬૦ ટકા સહકારી ક્ષેત્રની છે.
ગુજરાત રાજયમાં ૭૦,૦૦૦ ટન ની ઉત્પાદન ક્ષમતાં ધરાવતા ૧૯ જેટલા ખાંડ કા૨ખાનાઓ સહકારી ક્ષેત્રે કાર્ય૨ત છે.
ગુજરાતમાં ખેતીલાયક ૧ર૫ લાખ હેકટર જમીનમાંથી ૧.૬૧ લાખ હેકટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે.0
૪.૫૦ લાખ કરતાં ૫ણ વધારે ખેડૂતોનો સહકારી ખાંડ મંડળીના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. ૨૦૧૪-૧૫ ના વર્ષમાં ૧૦૮.૪૪ લાખ મે. ટન શેરડીનું પિલાણ કરી ૧૧.૨૪ લાખ મે. ટન ખાંડનું ઉત્પાદન કરેલ છે અને ૧૧.૨૩ ટકા રીકવરી મેળવેલ છે. આ મંડળીઓનું કુલ ટર્નઓવર રૂા. ર૦૦૦ કરોડ કરતા વધારે છે. શેરડી પિલાણ સિઝન દરમ્યાન આ મંડળીઓ ૩.૧૫ લાખ કરતાં ૫ણ વધારે લોકોને સીધી અથવા તો આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે.
છેલ્લા પાંચ વર્ષમાં શેરડીની હેકટરદીઠ ઉત્પાદકતાની વિગતો નીચે પ્રમાણે છે.
ક્રમ |
વર્ષ |
ઉત્પાદન (ટન / હેક્ટર) |
૧ |
૨૦૦૯-૧૦ |
૭૦.૦૨ |
૨ |
૨૦૧૦-૧૧ |
૭૧.૭૪ |
૩ |
૨૦૧૧-૧૨ |
૬૩.૨૯ |
૪ |
૨૦૧૨-૧૩ |
૭૧.૧૮ |
૫ |
૨૦૧૩-૧૪ |
૬૮.૮૨ |
૬ |
૨૦૧૪-૧૫ |
૭૧.૪૫ |
ખાંડ તંત્રનો મુખ્ય ઉદ્દેશ સહકારી સંસ્થાઓના માધ્યમ ધ્વારા જનતાને આર્થિક , સામાજિક વિકાસનો સહકારી ધોરણે બચતની ભાવનાને પ્રોત્સાહન મળે અને સમાજના જુદા જુદા વર્ગોને ધિરાણની સગવડો મળી રહે તે જોવાનો છે.
ખાંડ નિયામક, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024