ભા૨તમાં ખાંડ ઉદ્યોગો ખેતી ઉ૫૨ આધારિત સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ ભા૨તીય અર્થતંતૂમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને ભા૨તમાં ખાંડનું ઉત્પાદન વિશ્વમાં બીજા નંબ૨ છે.
૧૯૦ લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી ૫૫૪ જેટલી ખાંડ ફેકટરીઓ છે. ખાંડની આ કં૫નીઓ (કા૨ખાનાઓ ) ભા૨તમાં ૧૮ જેટલા રાજયોમાં આવેલી છે. તેમજ તેમાંની લગભગ ૬૦ ટકા સહકારી ક્ષેત્રની છે.
ગુજરાત રાજયમાં ૬૫,૦૦૦ ટન ની ઉત્પાદન ક્ષમતાં ધરાવતા ૧૭ જેટલા ખાંડ કા૨ખાનાઓ કાર્ય૨ત છે. આ તમામ કા૨ખાનાઓ સહકારી ક્ષેત્રનાજ કા૨ખાનાઓ છે.
ગુજરાતમાં ખેતીલાયક ૧ર૫ લાખ હેકટર જમીનમાંથી ૧.૯૦ લાખ હેકટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે.
૪.૫૦ લાખ કરતાં ૫ણ વધારે ખેડૂતોનો સહકારી ખાંડ મંડળીના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. ર૦૦૮-૦૯ ના વર્ષમાં ૯૪.૪૪ લાખ મે. ટન શેરડીનું પિલાણ કરી ૧૦.ર૦ લાખ મે. ટન ખાંડનું ઉત્પાદન કરેલ છે અને ૧૦.૪૦ ટકા રીકવરી મેળવેલ છે. આ મંડળીઓનું કુલ ટર્નઓવર રૂા. ર૦૦૦ કરોડ કરતા વધારે છે. શેરડી પિલાણ સિઝન દરમ્યાન આ મંડળીઓ ૩.૧૫ લાખ કરતાં ૫ણ વધારે લોકોને સીધી અથવા તો આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે.
છેલ્લા પાંચ વર્ષમાં શેરડીની હેકટરદીઠ ઉત્પાદકતાની વિગતો નીચે પ્રમાણે છે.
ક્રમ
|
વર્ષ
|
ઉત્પાદન (ટન / હેક્ટર)
|
૧
|
૨૦૦૩-૦૪
|
૭૧.૮૨
|
૨
|
૨૦૦૪-૦૫
|
૭૧.૧
|
૩
|
૨૦૦૫-૦૬
|
૭૩.૮૨
|
૪
|
૨૦૦૬-૦૭
|
૭૪.૨૧
|
૫
|
૨૦૦૭-૦૮
|
૭૧.૪૩
|
૬
|
ર૦૦૮-૦૯
|
૬૪.૮૦
|
મિશન અને વિઝન
ખાંડ તંત્રનો મુખ્ય ઉદ્દેશ સહકારી સંસ્થાઓના માધ્યમ ધ્વારા જનતાને આર્થિક , સામાજિક વિકાસનો સહકારી ધોરણે બચતની ભાવનાને પ્રોત્સાહન મળે અને સમાજના જુદા જુદા વર્ગોને ધિરાણની સગવડો મળી રહે તે જોવાનો છે.
વિકાસ બાબતે
- વધુને વધુ લોકો સહકારી પ્રવૃત્તિનો લાભ લે, સભ્ય બને.
- ખાંડ સહકારી મંડળીઓની રચના.
- આર્થિક ક્ષેત્રે પ્રવૃત્તિનું મહત્વનું યોગદાન.
- ખેત ઉત્પાદનમાં રૂપાંતર યુનિટ ધ્વારા વૃધ્ધિ તથા ઇનપુટ ખેડૂતોની સુખાકારી વધારવી.
- નવા નવા ક્ષેત્રો જેવા કે વીમો, મેડીકલ, વિદ્યૃત , હોસ્પિટલ ,ઇન્ફરમેશન ટેકનોલોજી , જૈવિક ઔષધિ ઉત્પાદન સેવાઓ અન્ય સેવાઓ વિગેરે.
સેવાકીય બાબતે
- સહકારી સંસ્થાઓને સુદ્દઢ અને વેગવંતી બનાવવા નાણાંકીય સુવિધાઓ વધારવી.
- વહીવટી પ્રક્રિયામાં મદદ તથા માર્ગદર્શન.
- શોષિત ક્ષેત્રનું સંશોધન તથા શોષણકર્તાઓ સામે પગલાં.
દૂરંદેશીપણું
- વહીવટી સુધારણાથી પારદર્શક અને લોકાભિમુખ વહીવટ બનાવવો.
- ઇન્ફરમેશન ટેકનોલોજીથી વહીવટમાં ગતિ લાવવી.
- કાર્ય પધ્ધતિઓનું સરળીકરણ.
- છેક તળીયા સુધીના માણસોને સેવાઓની ઉપલબ્ધ.
- વહીવટમાં આધુનીકરણ
પ્રવૃત્તિઓ
ખાંડ નિયામક અને જિલ્લા કચેરીએથી થતી કામગીરી
- ખાંડની સહકારી મંડળીઓ બાબતમાં ગુજરાત રાજ્ય સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧નો અમલ.
- ખાંડ નિયંત્રણ હુકમ, ૧૯૬૬નો અમલ.
- ગોળ અને ખાંડસરી ખાંડ (ઉત્પાદનનુ વિનિયમન) હુકમ,૧૯૭૭ નો અમલ.
- ખાંડની સહકારી મંડળીઓના વિકાસ માટે સંભાળ લેવી.
- ખાંડ સહકારી મંડળીઓની નોંધણી
- ખાંડ સહકારી મંડળીના પેટા નિયમ સુધારા
- ખાંડ સહકારી મંડળીમાં ચૂંટણી ન થતી હોય તેવી મંડળીની વ્યવસ્થાપક સમિતિને દૂર કરી કસ્ટોડિયન નીમવા.
- વ્યવસ્થાપક કમિટીને દૂર કરી વહીવટદાર નીમવા.૬. વાર્ષિક સાધારણ સભા મોડી બોલાવવા મંજૂરી આપવી.
- મંડળીના કામકાજ, વહીવટ અને આર્થિક બાબતો અંગે સહકારી અધિનિયમની કલમ-૮૬ મુજબ ચોકસી કરાવવી.૮. મંડળીને નુકસાન પહોંચાડનાર સામે નુકસાની આકારી જવાબદારી નિયત કરવા સહકારી કાયદાની કલમ-૯૩ હેઠળ તપાસણી કરવી.
- સહકારી કાયદાની કલમ-૧૦૭ હેઠળ ખાંડ મંડળીને ફડચામાં લઇ જવી અને ફડચા અધિકારીની નિમણૂંક કરવી.
- સરકારશ્રીની યોજનાઓ હેઠળ ખાંડ સહકારી મંડળીઓને (અ) શેરફાળો(બ) શેરલોન આપવાની દરખાસ્ત મંજૂરી અંગેની કાર્યવાહી.
- ખાંડ સહકારી મંડળીઓને નાણાંકીય લોન મેળવવા અંગે રાજ્ય સરકારશ્રીની ગેરંટી મેળવી આપવાની કામગીરી
- કેન્દ્ર સરકારની એન.સી.ડી.સી. એસ.ડી.એફ. યોજનામાંથી લોન મેળવવા અંગેની દરખાસ્તો રાજ્ય સરકાર મારફતે મોકલી આપવી.
- સુગરકેન (કંટ્રોલ) ઓર્ડરઃ ૧૯૬૬ અને ગુજરાત ગોળ અને ખાંડસરી (ઉત્પાદન નિયમન) હુકમ-૧૯૭૭ અન્વયે ગોળ તેમજ ખાંડસરી માટેનાં એકમોને લાયસન્સ આપવા / લાયસન્સ રીન્યુઅલની કામગીરી.
- ખાંડ સહકારી મંડળીઓના કામકાજ, સંચાલન અને વહીવટને લગતી ફરીયાદો / પ્રશ્નોની અરજીઓનો નિકાલ.
- ફ્રી સેલ ક્વોટા રીલીઝ માટે, બફરસ્ટોક, ટ્રાન્સપોર્ટ, સબસીડી વિગેરે અંગે યુટીલાઇઝેશન સર્ટીફિકેટ આપવા બાબત તથા ભારત સરકારમાં ખાંડ સહકારી મંડળીઓને લગતા પ્રશ્નો સંબંધી કામગીરી.
- સરકારશ્રીનો શેરફાળો મેળવેલ ખાંડ સહકારી મંડળીઓને એફ.આર.પી. મુજબ શેરડીના ભાવ ચૂકવવાની મંજૂરી આપવા બાબત.
- નિર્દિષ્ટ ખાંડ સહકારી મંડળીઓ સહકારી મંડળીઓના કાયદાની જોગવાઇ અનુસાર ચૂંટણીની કામગીરીની દેખરેખ.
- કો. જનરેશન પાવર પ્રોજેક્ટ / ડિસ્ટીલરી તથા બાય પ્રોજેક્ટને લગતી કામગીરી.
- ખાંડ સહકારી મંડળીઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વખતોવખત રચવામાં આવતી જુદી જુદી સમિતિઓને લગતી કાર્યવાહી.
ખાંડ મંડળીઓની કામગીરી
- રાજ્યમાં ૩૨ પૈકી ૧૭ ખાંડ મંડળીઓ સહકારી ક્ષેત્રે કાર્યરત છે, તેની સ્થાપિત પિલાણ ક્ષમતા ૬૫,૦૦૦ ટીસીડી છે.
- આ ખાંડ સહકારી મંડળીઓના ચાર લાખ સભાસદો છે, જેમાં અનુસૂચિત જાતિના ૩૦ હજાર અને અનુસૂચિત જનજાતિના ૭૦ હજાર સભાસદો છે.
- કાર્યરત ખાંડ સહકારી મંડળીઓની શેરડીની ઉત્પાદકતા પ્રતિ હેકટરદીઠ ૭૩.૮૨ મે. ટન છે.
- અંદાજીત ટર્નઓવર રૂ. ૨૦૦૦ કરોડ જેટલું છે.
- આ મંડળીઓ દ્વારા ૪ લાખ લોકોને સીધી / આડકતરી રોજગારી પૂરી પાડવામાં આવે છે. કાયમી રોજગારી ર૦ થી રપ હજાર કામદારોને પૂરી પાડવામાં આવે છે.
- કારખાનું ચલાવવા માટે જરૂરી સુપરવાઇઝરી અને ટેકનિકલ સ્ટાફની ઉપલબ્ધતા.
- ફેકટરીમાં કુશળ સંચાલન માટે અનુભવી અને કમીટેડ સહકારી નેતાગીરી.
- ૨૦૧૦-૧૧માં આ ખાંડ સહકારી કારખાનામાં કાર્ય વિસ્તારમાં ૧.૮૧ લાખ હેકટર જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવેલ, ૧૨૩.૬૦ લાખ મે. ટન શેરડીનું પિલાણ કરી ૧૨.૪૧ લાખ મે. ટન ખાંડનું ઉત્પાદન, ૧૦.૦૪ ટકા રીકવરી સાથે કરવામાં આવેલ છે.
- સહકારી ક્ષેત્રને ખાંડ ઉદ્યોગમાં અગ્રીમતા.
- નજીકથી કાચામાલની સરળતાથી પ્રાપ્તિ, શેરડી વાવનાર ખેડૂતો કે જેઓ સુગર ફેકટરીના સભાસદો છે તેમના દ્વારા મળે છે.
- ફેકટરીના કાર્યક્ષેત્રમાંથી સરળતાથી શેરડીના પુરવઠાની પ્રાપ્યતા સભાસદોના ખેતરમાંથી ફેકટરીના સ્થળ સુધી શેરડીને લાવવામાં ટ્રાન્સપોર્ટેશનની સગવડને કારણે સરળતાથી શેરડી લાવી શકાય છે.
- ગુજરાતનો સહકારી ક્ષેત્રનો ખાંડ ઉદ્યોગ રાજ્ય સરકારને રૂ. ૭૩૬૧/- લાખ અને કેન્દ્ર સરકારને રૂ. ૧૫૭૮૩/- લાખના વિવિધ વેરાઓ ભરપાઇ કરે છે.
- હાઇએસ્ટ કેન ક્રસીંગ બારડોલી સુગર (૧૯.૫૪ લાખ મે.ટન)
- હાઇએસ્ટ રીકવરી ગણદેવી સુગર (૧૧.૪૧ ટકા)
- બેસ્ટ ફાઇનાન્શીયલ મેનેજમેન્ટ – નર્મદા સુગર
- રાજ્યમાં ૯ ડીસ્ટીલરી સહકારી ક્ષેત્રમાં કાર્યરત છે. જેની ઉત્પાદન ક્ષમતા આર.એસ.-૩૨૯ કિલોલીટર અને ઇથેનોલ રપ૦ કિલોલીટર
ઉદ્દેશો
- રાજ્યમાં ખાંડની સહકારી મંડળીઓનાં નોંધણી, વિનિયમન અને વિકાસ.
- રાજ્ય સરકાર અને બીજી નાણાકીય સંસ્થાઓને બેંક, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ, રાજ્ય વિકાસ ભંડોળ વગેરેએ શેર મુડી, શેર લોન, બાંયધરી વગેરે સ્વરૂપમાં નાણાંકીય સહાય આપવી.
- શેરડીની હેરફેર પર નિયંત્રણ મૂકવું અને ખાંડની સહકારી મંડળીઓ માટે અનામત વિસ્તાર રાખવા.
- ખાંડસરી/ગોળ એકમોની નોંધણી અને તેનું વિનિમય.
- ખાંડની સહકારી મંડળીઓ પૂરતું ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ દેખરેષ, નિયંત્રણ અને માર્ગદર્શન.
- ખાંડ નિયામકશ્રી,ગુ.રા. ગાંધીનગરએ ૧૯૮૪/૮૫ થી સ્વતંત્ર રીતે કામગીરી બજાવતી સહકારી કચેરી છે.જેમાં ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ તથા ગુજરાત સહકારી મંડળીઓના નિયમ-૧૯૬૫ તેમજ સુગરકેન કંટ્રોલ ઓર્ડર-૧૯૬૬ તથા ગુજરાત ગોળ અને ખાંડસરી સુગર (રેગ્યુલેશન ઓફ પ્રોડકશન ) ઓર્ડર-૧૯૭૭ અન્વયેની અમલની કામગીરી કરે છે
- સહકારી ખાંડ મંડળીઓના માધ્યમ ધ્વારા જાહેર જનતાને સામાજિક સેવા, આર્થિક વિકાસ,પરસ્પર સહાય આધારીત ઉન્નતિ તથા ઉત્પાદનોનું યોગ્ય વળતર અને વપરાશકર્તાઓને યોગ્ય ભાવ,સેવાઓ મળે તે માટે સહકારી સંસ્થાઓની નોંધણી,દેખરેખ સહાય, સંચાલન અને નિયંત્રણ કરવું.
- કાર્યરત ખાંડ મંડળીઓ ઉપરાંત નવી ખાંડ સહકારી મંડળીઓની નોંધણી અંગે દરખાસ્ત સબંધી તાબા હેઠળની કચેરી ધ્વારા પ્રાથમિક ચકાસણી , સ્થળ તપાસ ,સૂચિત દરખાસ્તને આનુષાંગિક તમામ કાર્યવાહીઓ.
- ખાંડ સહકારી મંડળીઓ પેટા કાયદા સુધારણાની દરખાસ્ત સબંધી પ્રાથમીક તમામ કામગીરી.
- કાર્યક્ષેત્ર હેઠળની તમામ ખાંડ સહકારી મંડળીઓના શેરડી ઉત્પાદકો તથા મંડળીઓના નાના મોટા તમામ સ્થાનિક પ્રશ્નો અંગે તમામ કામગીરી.
- કાર્યક્ષેત્ર હેઠળના જિલ્લામાં કુલ - ૮ ખાંડ સહકારી મંડળીઓ ફડચામાં છે જે પૈકીઘણાં કિસ્સામાં જિલ્લા રજિસ્ટ્રારશ્રીને કેટલાંક કિસ્સામાં સ્ટાફના ફડચા અધિકારીની નિમણૂંક કરવાની હોય છે.
- સરકારશ્રી આયોજિત પ્લાન/નોન પ્લાન બજેટ નિયંત્રણની કામગીરી તથા નાણાંકીય દરખાસ્તોની ચકાસણીની તમામ કામગીરી.
- સુગરકેન કંટ્રોલ ઓર્ડર-૧૯૬૬ અંતર્ગત કરવાની થતી તમામ કામગીરી.
- કચેરીની વહીવટી તમામ કામગીરી.
સફળતાઓ
મેળવેલ એવોર્ડસ
- ગણદેવી સુગર ફેકટરીએ ૨૦૦૯-૨૦૧૦ની સિઝન દરમ્યાન "MAXIMUM SUGAR EXPORTED DURING 2010-11” માં એવોર્ડ મેળવેલ છે.
- બારડોલી સુગર ફેકટરીને ૨૦૧૦-૧૧ની સિઝન દરમ્યાન "HIGHEST CANE CRUSHING DURING IN INDIA 2009-2010” નો એવોર્ડ મળેલ છે. આ સિદ્ધિ બારડોલી સુગર ફેકટરી છેલ્લા ત્રણ વર્ષથી મેળવી રહી છે.
- સાયણ સુગર ફેકટરીને ૨૦૦૯-૨૦૧૦ની સિઝન દરમ્યાન "SECOND PRIZE FOR FINANCIAL MANAGEMENT IN HIGH RECOVERY AREA” નું પારિતોષિક મળેલ છે.
- નર્મદા સુગર ફેકટરીને ૨૦૧૦-૨૦૧૧ની સિઝન દરમ્યાન "BEST FINANCIAL MANAGEMENT” એવોર્ડ મળેલ છે.
ખાસ નોંધપાત્ર બાબતો
- હાર્વેસ્ટર મશીન અપનાવી, મજૂરોની અછત નિવારવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.
- ફાર્મ મિકેનાઇઝેશન અપનાવી ખાંડ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયત્નો કરવામાં આવેલ છે.
- ખેડૂતની તંદુરસ્તીની સાથે જમીનની તંદુરસ્તી માટે સોઇલ એન્ડ માઇક્રો લેબ માટે ૧૦૦ ટકા સહાય આપેલ છે.
- પાયલોટ પ્રોજેક્ટ દ્વારા આધુનિક ખેતીનું જ્ઞાન ખેડૂતોને આપવામાં આવેલ છે.
વર્ષ
|
વાવેતર હેઠળની અંદાજીત જમીન લાખ હેકટરમાં
|
તે પૈકી શેરડીનું વાવેતર લાખ હે.
|
૨૦૦૮-૦૯
|
૧૨૪.૪૪
|
૧.૪૮
|
૨૦૦૯-૧૦
|
૧૨૫.૦૦
|
૧.૫૮
|
૨૦૧૦-૧૧
|
૧૨૫.૦૦
|
૧.૮૮
|
૨૦૧૧-૧૨
|
૧૨૫.૦૦
|
૧.૭૭
|
૨૦૧૨-૧૩
|
૧૨૫.૦૦
|
૧.૫૫
|
૨૦૧૩-૧૪
|
૧૨૫.૦૦
|
૧.૬૧
|
સ્ત્રોત: ખાંડ નિયામક