অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેરીનું મહત્વ

ભારત વિશ્વનો સૌથી વધારે કેરીનું ઉત્પાદન કરતો દેશ છે. વિશ્વના કેરીના કુલ ઉત્પાદનના પ૦ ટકા કરતાં વધુ ઉત્પાદન આપણા દેશમાં થાય છે. કેરીનું પોષણમૂલ્ય, સ્વાદ, આકર્ષક રંગ, દેખાવ અને વિવિધ ઉપયોગો તથા આ ફળની લોકભોગ્યતાની દષ્ટિએ વિશ્વમાં પેદા થતા વિવિધ ફળોમાં બિનહરીફ છે જેથી તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. પરંતુ કેરીની સીઝન ટૂંકી તથા ફળોની ટકાઉશકિત ઓછી હોવાથી ફળોનો બજારભાવ ખેડૂતોને જોઈએ તે પ્રમાણમાં મળતા નથી. પ્રણાલીગત પધ્ધતિઓ ધ્વારા કેરીના ફળોનો સંગ્રહ પણ વધારે સમય કરી શકાતો નથી. આપણા દેશમાં ઉત્પાદન પછીના તબકકા ઉપર વિચાર કરીએ તો ધ્યાનમાં આવે છે કે અપૂરતી સંગ્રહશકિત, અવૈજ્ઞાનિક અભિગમ તથા ચીલાચાલુ પ્રોસેસીંગ પ્રક્રિયાઓને કારણે કાપણી બાદ અંદાજે રપ થી ૩૦ ટકા કેરીના ફળોનો બગાડ જોવા મળે છે જે ખૂબજ વધારે છે. તેમજ આપણા માટે ચિંતાજનક છે.

આપણા રાજયની અગત્યની અને હાલ નિકાસ કરાતી કેસર જાતના ફળો પણ ઉતાર્યાબાદ વધુમાં વધુ ૭૮ દિવસમાં પાકી જતા હોવાથી તેનો ઝડપથી નિકાલ કરવો ખુબજ આવશ્યક બની જાય છે. આવી પરિસ્થિતિમાં જો કેરીનું મૂલ્યવર્ધન પરિરક્ષણ અથવા પ્રોસેસીંગ કરી તેની વિવિધ બનાવટો બનાવવામાં આવે તો વધારાની આવક મેળવી શકાય છે. કેરીની જુદી જુદી મૂલ્યવર્ધીત બનાવટો બનાવવામાં આવે તો રોજગારીની તકો વધવાની સાથે ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પણ મળી શકે. આપણા દેશમાં મૂલ્યવર્ધિત બનાવટો અને પ્રોસેસીંગ ખુબજ ઓછુ એટલે કે બે ટકા જેટલુ જ થાય છે.

મૂલ્યવૃધ્ધિ :

મૂલ્યવૃધ્ધિ એટલે ફળોનું ઉત્પાદન લીધા પછીની માવજતો જેવી કે ફળો સ્વચ્છ કરવા, ફળોનું વર્ગીકરણ, કદ પ્રમાણે, ફળો ઠંડા કરવા, ફળોની વિવિધ બનાવટો બનાવવી, આકર્ષક પેકીંગ, અને સંગ્રહ કરી તેની મૂળ કિંમત કરતા નફાકારક વધારો કરવો તેને મૂલ્યવૃધ્ધિ કહે છે.ટુંકમાં ફળોમાં મૂલ્યવૃધ્ધિ એટલે ફળોની મુળ કિંમતમાં જુદી જુદી બનાવટો બનાવી નફામાં વધારો કરવો. કોઈ પણ કંપની કે સંસ્થા ધ્વારા તેના વિવિધ ઉપયોગ કરી શકાય છે કેરીમાં નીચે પ્રમાણે વિવિધ બનાવટો બનાવી મૂલ્યવૃધ્ધિ કરી શકાય છે

કેરીના મૂલ્યવર્ધનના ફાયદા :

  • ઉચ્ચ ગુણવત્તાવાળી પેદાશ તૈયાર કરી શકાય છે.
  • આર્થિક વળતર વધુ મળે છે.
  • કેરી ઉતાર્યાબાદ બગાડના ટકા નોંધપાત્ર રીતે ઘટાડી સંગ્રહશકિતમાં વધારો કરી શકાય છે.
  • નવી પેદાશો  સ્વાદીષ્ટ, પોષણક્ષમ અને આકર્ષક તૈયાર થાય છે.
  • તૈયાર કરેલ પેદાશો પરદેશમાં નિકાસ કરી વિદેશી હુંડીયામણ કમાવી શકાય છે.
  • ઉપજના ભાવો ખેડૂતોને વધુ મળવાથી તેમના જીવનમાં નોંધપાત્ર રીતે ફેરફાર થવાથી આર્થિક અને સામાજિક ધોરણો સુધારી શકાય છે.
  • મૂલ્યવર્ધક ઉદ્યોગો ધ્વારા ગ્રામ્યક્ષેત્રે રોજગારીની તકો વધારી શકાય છે.

કેરીની વિવિધ બનાવટો :

કાચીકેરીમાંથી આંબોળીયા, આમચૂર પાવડર, અથાણા, મુરબ્બો, ચટણી, સરબત, બાફલો જેવી વિવિધ બનાવટો બનાવી શકાય છે જયારે પાકી કેરીમાંથી જયુસ, પલ્પ, પાવડર, જામ/જેલી, કેન્ડી, ટોફી, કેરીના પાપડ, તૂરંતજ અપાય તેવા પીણાં બનાવી શકાય છે.

ખેડૂત મિત્રો આ બધી જુદી જુદી બનાવટોની યાદી ખૂબજ મોટી છે ટૂંકા સમયમાં આ બધી બનાવટો અંગે આપણને સમજાવી શકાય તેમ ન હોવાથી અત્રે આપે જે બનાવટો ઓછા ખર્ચે ઘેર આપના પરિવારની મદદથી બનાવી શકો તેમ છો તેની જ માહિતી આપવા પ્રયત્ન કરૂ છું.

આંબોળિયા :

વધારે પવન, વાવાઝોડુ, કમોસમી વરસાદ તેમજ વાતાવરણમાં થતા ફેરફારને લીધે કેરી પરિપકવ થતા પહેલાં ખરી પડે છે. આવી મધ્યમ મોટા કદની કેરીમાંથી આંબોળિયા બનાવી શકાય છે. સામાન્ય રીતે આંબોળિયાનો ઉપયોગ દાળશાક તેમજ બીજી અન્ય વાનગીઓમાં ખટાશ માટે કરવામાં આવે છે જેથી વાનગી સ્વાદિષ્ટ બને છે. ખાટી, દેશી કેરીમાંથી સારી ગુણવત્તાવાળા આંબોળિયા બનાવી શકાય છે.

બનાવવાની રીત :

મધ્યમથી મોટી કાચી કેરીની છાલ દુર કરી ૧.પ થી ર.૦ સે.મી. જાડાઈની લાંબી ચીરીઓ બનાવી તેને કાપડમાં બાંધી ઉકળતા પાણીમાં ર થી ૩ મીનીટ બાફો ત્યારબાદ પ ટકા મીઠાના અને ૧ ટકા પોટેશિયમ મેટાબાઈસલ્ફાઈટના દ્રાવણમાં પ મીનીટ બોળી રાખો. આ ચીરીઓને પ્લાસ્ટીકના બાઉલમાં સારી રીતે નિતારીને પ્લાસ્ટીક અથવા ડીશમાં છુટી ગોઠવી સૂર્યના તાપમાં સુકવવા મુકો. દિવસ દરમ્યાન ચીરીઓને બે થી ત્રણ વખત ફેરવતા રહેવું જેથી એક સરખી રીતે જલ્દીથી સુકાઈ જાય. સૂર્યતાપમાં ચીરીઓને સુકાતા લગભગ ર૦ થી રર કલાક લાગે છે. સરખી સુકાઈ ગયેલ ચીરીઓ બેવડ વાળતાં ભાગી જાય છે. આ રીતે સુકાઈ ગયેલ આંબોળિયાને પ્લાસ્ટીકની કોથળીમાં ભરી સીલ કરો.

ટૂંકા સમયમાં આ બધી બનાવટો અંગે આપણને સમજાવી શકાય તેમ ન હોવાથી અત્રે આપે જે બનાવટો ઓછા ખર્ચે ઘેર આપના પરિવારની મદદથી બનાવી શકો તેમ છો તેની જ માહિતી આપવા પ્રયત્ન કરૂ છું.

આમચુર (કાચી કેરી પાવડર) :

આંબોળિયાને દળીને ઝીણો પાડવર બનાવવામાં આવે છે. આ રીતે તૈયાર કરવામાં આવેલ આમચુર પાવડરના રૂપમાં હોવાથી દાળશાક તેમજ અન્ય વાનગીઓમાં સારી રીતે ભેળવી શકાય છે. જેથી ખટાશની માત્રા એક સરખી રહે છે. અને વાનગી સ્વાદિષ્ટ લાગે છે. આમચુર હવામાંનો ભેજ જલ્દીથી ગ્રહણ કરતો હોઈ તેને વધુ સમય ખુલ્લો રાખવાથી બગડી જાય છે અને રંગમાં ફેરફાર થાય છે. કેરી પાવડરને પોલીથીલીન કોથળીમાં ભરી સીલ કરી ઠંડી સૂકી અને ભેજ રહીત જગ્યામાં સંગ્રહ કરવો જોઈએ જેથી લાંબા સમય સુધી બગડયા સિવાય તેનો ઉપયોગ કરી શકાય.

કાચી કેરીની ચટણી :

પ્રમાણ અને સામગ્રી :

  • કાચી કેરી- ૧ કિલો
  • મીઠુ-ર૦રપ ગ્રામ
  • ખાંડ-  ૭પ૦ ગ્રામ
  • આદુ-પ૦ ગ્રામ
  • તજ, લવીંગ-૧૦ ગ્રામ
  • જીરૂ-રપ ગ્રામ
  • મરચું (પાવડર)-૧પ ગ્રામ

સારી જાતની રેસા વગરની પૂર્ણ વિકસિત કાચી કેરી ચટણી બનાવવા માટે પસંદ કરવી. કેરીને સ્વચ્છ પાણીથી ધોઈ, સ્ટીલના ચપ્પાથી છાલ દુર કરી નાના ટુકડા કરવા ટુકડાને ગરમ પાણીમાં થોડા બાફવા ત્યારબાદ કીચન માસ્ટર અથવા મીક્ષરની મદદથી માવો તૈયાર કરવો. તૈયાર થયેલ માવામાં ૧ કિલો કાચી કેરીના પ્રમાણે ખાંડ૭પ૦ ગ્રામ અને મીઠુ ર૦રપ ગ્રામ સરખી રીતે ભેળવી દેવું. આદુનું છીણ પ૦ ગ્રામ પણ ઉપરોકત મિશ્રણમાં ભેળવી મિશ્રણને તપેલીમાં ધીમા તાપે ગરમ કરવું. જયારે મોટા ભાગનું પાણી બળી જાય ત્યારે મિશ્રણમાં મરચાનો પાવડર જરૂર મુજબ અને તજ લવિંગનો ભૂકો દશદશ ગ્રામ સરખી રીતે ભેળવીને મિશ્રણને વારંવાર હલાવતા રહેવું. થોડીવાર બાદ ચટણી ગેસ પરથી ઉતારી લઈ જીવાણું રહીત બોટલમાં ભરી લેવી.

કેરીનું ગળ્યુ અથાણું :

  • સામગ્રી અને પ્રમાણ
  • કાચી કેરી (રાજાપુરી)૧ કીલો ૩૦ ગ્રામ
  • મીઠુ   ૧૦૦ ગ્રામ
  • લાલ મરચુ રપ ગ્રામ
  • ગોળ  ૩૦૦ ગ્રામ
  • હીંગ   પ ગ્રામ
  • ખાંડ ૩૦૦ ગ્રામ
  • ધાણા પાવડર       રપ ગ્રામ
  • હળદર પ ગ્રામ
  • વળીયારી પાવડર ર૦ ગ્રામ
  • મેથી કુરીયા ૪૦ ગ્રામ
  • તેલ   રપ૦ ગ્રામ

કેરીને સ્વચ્છ પાણીથી ધોઈ મધ્યમ સાઈઝના સરખા માપના ટુકડા કરવા., ૧ કિલો ગ્રામ ટુકડા પ્રમાણે ૧૦૦ ગ્રામ મીઠું અને ૧ ચમચી હળદર બરાબર મિશ્ર કરી બે થી ત્રણ દિવસ કાચની બરણીમાં મુકી રાખવા, ટુકડાને દિવસમાં બે થી ત્રણ વાર હલાવતા રહેવું, ત્યારબાદ કેરીના ટુકડામાંથી પાણી નીતારી લઈ, કેરીના ટુકડાને સ્વચ્છ કપડા ઉપર ખુલ્લા મુકી કોરા કરવા. ત્યારબાદ એક વાસણમાં કેરીના ટુકડામાં ગોળ રપ૦ ગ્રામ, ખાંડરપ૦ ગ્રામ મેથીના કુરીયા૪૦ ગ્રામ રાઈની દાળ ૩૦ ગ્રામ, લાલ મરચું રપ ગ્રામ  બરાબર મીશ્ર કરી બરાબર હલાવો. બીજા દિવસે ગોળ અને ખાંડ બરાબર ઓગળ્યા બાદ અથાણાને જીવાણું રહીત કાચની બરણીમાં ભરો.  બરણીમાં અથાણું ડૂબે તેટલું અંદાજે રપ૦ ગ્રામ તેલ રેડી ઢાંકણ બંધ કરવું, અથાણું  ૧૦ થી ૧પ દિવસ બાદ ઉપયોગમાં લેવું.

કેરીનું ખાટુ અથાણું :

સામગ્રી અને પ્રમાણ

૧. કાચી કેરી (રાજાપુરી)    ૧ કીલો

ર. મીઠુ                    ૧ર૦ ગ્રામ

૩. હળદર                  પ ગ્રામ

૪. મેથી કુરીયા             ૪૦ ગ્રામ

પ. રાઈની દાળ            ૩૦ ગ્રામ

૬. લાલ મરચુ             રપ ગ્રામ

૭. હીંગ                    પ ગ્રામ

૮. ધાણા પાવડર    રપ ગ્રામ

૯. વળીયારી પાવડર       ર૦ ગ્રામ

૧૦. તેલ            ૩પ૦ ગ્રામ

૧ કિલો કેરીને સ્વચ્છ પાણીથી ધોઈ મધ્યમ સાઈઝના સરખા માપના ટુકડા કરવા. ૧ કિલોગ્રામ ટુકડા પ્રમાણે ૧ર૦ ગ્રામ મીઠું અને ૧ ચમચી હળદર બરાબર મીશ્ર કરી બે થી ત્રણ દિવસ  કાચની બરણીમાં મુકી રાખવા, ટુકડાને દિવસમાં બે થી ત્રણ વાર હલાવતા રહેવું. ત્યારબાદ કેરીના ટુકડામાંથી પાણી નીતારી લઈ, કેરીના ટુકડાને સ્વચ્છ કપડા ઉપર ખુલ્લા મુકી કોરા કરવા, ત્યારબાદ એક વાસણમાં મેથી કુરીયા૪૦ ગ્રામ, રાઈની દાળ૩૦ ગ્રામ, લાલ મરચુરપ ગ્રામ, હીંગપ ગ્રામ, ધાણા પાવડરરપ ગ્રામ તથા વળીયારી પાવડરર૦ ગ્રામ બરાબર મીશ્ર કરી તેમાં ટુકડા ભેળવી દેવા,  તૈયાર થયેલ અથાણું જીવાણું રહીત કાચની બરણીમાં ભર્યા પછી અથાણું ડૂબે તેટલું તેલ રપ૦ થી ૩૦૦ ગ્રામ રેડી ઢાંકણ બંધ કરવું, અથાણું  ૧૦ થી ૧પ દિવસ બાદ ઉપયોગમાં લેવું.

કેરી ગુંદાનું અથાણું

સામગ્રી અને પ્રમાણ

૧. કાચી કેરી (રાજાપુરી)-૧ કીલો   ગુંદા-૩ કિલો

ર.  મીઠુ-૪૦૦ ગ્રામ લાલ મરચું   ૧પ૦ ગ્રામ

૩.  હળદર-૦ર૦ ગ્રામ      વરિયાળી પાવડર ૦પ૦ ગ્રામ

૪.  મરીપાવડર-૦પ૦ ગ્રામ ધાણા પાવડર       ૦પ૦ ગ્રામ

પ.  મેથી કુરીયા-ર૦૦ ગ્રામ રાઈ દાળ    ૧૦૦ ગ્રામ

૬.  તેલ-રપ૦ ગ્રામ હીંગ          ૦૧૦ ગ્રામ

પધ્ધતિ :

(૧)  અથાણા માટેની રાજાપુરી કેરી પસંદ કરવી.

(ર)  સ્વચ્છ પાણીથી ધોઈ સ્ટીલના ચપ્પુ વડે છાલ દૂર કરવી.

(૩)  ત્યારબાદ છીણીની મદદથી કેરીને છીણવી.

(૪)  તૈયાર કરેલ છીણમાં  ઉપરોકત મસાલો બરાબર ભેળવી દેવો. (તેલ સિવાય)

(પ)  ગુંદાને સ્વચ્છ પાણીથી ધોઈ, કોરા કરી, બીજ કાઢી લેવા.

(૬)  ત્યારબાદ ગુંદામાં છીણ વાળો મસાલો બરાબર ભરવો.

(૭)  મસાલો ભરેલ ગુંદાને જંતુ રહીત કાચની બરણીમાં ભરવા અને ગુંદા ડુબે તેટલુ તેલ રેડવું. ૧પ દિવસ બાદ અથાણું ઉપયોગમાં લેવું

કેરીનો છુંદો :

સામગ્રી અને પ્રમાણ

(૧)    કાચી કેરી (રાજાપુરી)             ૧ કિલો

(ર)    ખાંડ                       ૧.રપ૦ કિલો

(૩)    એલચી                           પ ગ્રામ

(૪)   તજ અને લવીંગ                  પ ગ્રામ

 

સહેજ પીળાશ પડતી કાચી ૧ કિલો કેરી પસંદ કરી સ્વચ્છ પાણીથી ધોઈ, સ્ટીલના ચપ્પુથી  છાલ દૂર કરવી. ત્યારબાદ છીણીની મદદથી કેરીને છીણવી.,  તૈયાર કરેલ છીણમાં  સવાકિલો ખાંડ બરાબર મિશ્ર કરી બે થી ત્રણ કલાક રહેવા દો.  છીણમાં ખાંડ ઓગળી ગયા બાદ બે તારની ચાસણી થાય ત્યાં સુધી મિશ્રણને ગરમ કરો, એલચી, તજ અને લવીંગ દરેકનો પાંચ પાંચ ગ્રામ ભુકો મિશ્રણ ઠંડુ થયા બાદ તેમાં ઉમેરી તૈયાર થયેલ છુંદાને બરાબર હલાવો, તૈયાર થયેલ છુંદાને જંતુ રહીત કાચની બરણીમાં ભરવો.

કેરીનો સ્કર્વાશ :

સામગ્રી અને પ્રમાણ :

  • કેરીનો રસ-   ૧ લીટર- સાઈટ્રીક એસીડ : ૧૦ ગ્રામ
  • ખાંડ-ર કીલો  -પોટેશીયમ
  • પાણી-૧ લીટરમેટાબાઈ સલ્ફાઈટ-૩ ગ્રામ

સારી જાતની વધુ માવો અને મીઠી સુગંધ ધરાવતી રસ  માટેની પાકી કેરી પસંદ કરો.  કેરીને સ્વચ્છ પાણીથી ધોઈ રસ કાઢો. રસને કીચન માસ્ટર  અથવા જયુસરની મદદથી એકરસ કરો. જરૂર જણાય તો  પ્લાસ્ટીક ગરણીથી રસને ગાળી  તેમાં   ૧૦  ગ્રામ  સાઈટ્રીક એસીડ ઉમેરી રસને સ્ટીલના વાસણમાં પ થી ૧૦ મીનીટ ધીમા તાપે ગરમ કરો. ર કીલો ખાંડ ૧ લીટર પાણીમાં અલગ લઈ ગરમ કરો. તેમાં ર ગ્રામ સાઈટ્રીક એસીડ ઉમેરો જેથી ખાંડમાં રહેલી અશુધ્ધી / કચરો  ઉપર તરી આવશે તેને ઝીણા કપડાથી ગાળીલો. તૈયાર થયેલ ખાંડનું દ્રાવણ ઠંડુ પડે ત્યારેે અગાઉ ગરમ કરેલ રસમાં ઉમેરી એકરસ કરો.  તૈયાર થયેલ સ્કર્વાશ ઠંડો પડે ત્યારે તેમાં પોટેશિયમ મેટાબાઈ સલ્ફાઈટ ૭પ૦ મીલી ગ્રામ/ એક લીટર રસ પ્રમાણે  થોડા ગરમ પાણીમાં અલગ ઓગાળી સ્કવોશમાં સારી રીતે ભેળવીદો.  તૈયાર થયેલ સ્કર્વાશને અગાઉથી જંતુરહિત કરેલ કાચની બોટલમાં ટોચના ભાગે ર થી ૩ સે.મી.ની જગ્યા ખાલી રહે તે રીતે ભરો. સ્કર્વાશ ભરેલ બોટલને બુચ મારી તેની પર ઓગળેલ મીણ રેડી હવાચુસ્ત રીતે બંધ કરો. સ્કર્વાશની બોટલને ઠંડી, સુકી અને ભેજ રહિત જગ્યામાં સંગ્રહ કરો.   સ્કર્વાશનું પીણુ તૈયાર કરતી વખતે એક ભાગ સ્કર્વાશમાં ૧.પ થી ર ભાગ ઠંડુ પાણી ઉમેરી  ઉપયોગમાં લઈ શકાય છે.

કેરી પાપડ :

  • સારી જાતની પાકી કેરી  પસંદ કરો.
  • સ્વચ્છ પાણીમાં ૧૦ મીનીટ બોળી બરાબર સાફ કરી લૂંછી અને  કેરીનો રસ કાઢો અને મીક્ષરમાં નાખી એકરસ બનાવો.
  • ૧ કિલો રસમાં રપ૦ થી પ૦૦ ગ્રામ મોરસ (કેરીની મીઠાશ પ્રમાણે ) અને ર૦૦  મી.લી.  પાણી ઉમેરો અને બરાબર મેળવી દો.
  • ત્યાર બાદ રસને ૧૦ થી ૧પ મીનીટ ધીમા તાપે ગરમ કરો અને તેમાં ર થી ૪ ગ્રામ  સાઈટ્રીક એસીડ અથવા લીંબુના  ફુલ રસની મીઠાશ પ્રમાણે ઉમેરો. રસ ગરમ કરતી  વખતે સતત હલાવતા રહો. રસ ચોંટે નહી  તેની કાળજી રાખો.
  • રસને ગાળી લો. રસને નીચે ઉતાર્યા બાદ ૧ લીટર રસ પ્રમાણે ૧ ગ્રામ સોડીયમ બેન્ઝોએટ ઉમેરો અને બરાબર ભેળવી દો.
  • સ્ટીલની થાળીની અંદર ઘીનું પડ લગાવો. ઘી લગાવેલ થાળીમાં રસ રેડો અને તેને સરખી રીતે હલાવી ઠરવા મુકો. અને સૂર્ય તાપમાં અથવા પંખા નીચે  ૧ થી ર  દિવસ  સુકવવા મુકો.
  • રસ સૂકાઈ જાય ત્યારે પાપડને થાળીમાંથી ધીમે ધીમે ઉખેડો. પાપડ પોલીથીલીન પ્લાસ્ટીકના ટુકડા વચ્ચે મુકી દો અને સંગ્રહ કરી રાખો જેને  જરૂરીયાત મુજબ ઉપયોગમાં લઈ શકાય છે.

કેરીનો જામ

સામગ્રી અને પ્રમાણ :

  • કેરીનો રસ-૧ લીટર
  • ખાંડ-  ૧ કીલો
  • સાઈટ્રીક એસીડ-૧૦ થી ૧પ ગ્રામ

પધ્ધતિ :

  • સારી જાતની કેરી પસંદ કરી, ડીંટા કાઢી સ્વચ્છ પાણીથી ધોઈ  રસ કાઢો.
  • રસને કીચન માસ્ટર અથવા મિક્ષરની મદદથી એક રસ કરી પ્લાસ્ટીકની ગળણીથી (ટોપલા) ગાળો ત્યારબાદ ખાંડ અને સાઈટ્રીક એસીડ ઉમેરી રસને બરાબર હલાવો.
  • ત્યારબાદ ઉપરોકત મિશ્રણને ધીમા તાપે ગરમ કરવું.
  • મિશ્રણમાં ખાંડનું પ્રમાણ ૭૦ % જેટલું (ખાંડ કરતાં દોઢુ વજન) રહે ત્યાં સુધી ગરમ કરો.
  • તૈયાર થયેલ જામને જંતુ રહીત કાચની બોટલમાં ભરીલો. જામ ઠંડો પડે ત્યારબાદ બોટલને ઢાંકણથી બંધ કરો.

લેખક : શ્રીમતી અમિતા પરમાર, વિષય નિષ્ણાંત (બાગાયત)

ડો જી જી પટેલ પ્રોગ્રામ કો ઓર્ડીનેટર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate