অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આમળા

આર્યુવેદમાં આમળાની ગણના રસાયણ ફળ તરીકે કરવામાં આવી છે. રસાયણ એટલે જે વૃધ્ધત્વ અટકાવે અને શકિતઆપે તેને રસાયણ કહે છે. અમૂક ફળો ફકત શકિતજ આપે છે. આમળામાં તમામ રોગો દુર કરવાની શકિત છે. તેને યોવનફળ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આમળાના ફળો કાચા ખાવામાં ઘણાં ખાટા અને તુરાશ પડતાં લાગે છે. આ ફળો એકી સાથે એકથી વધારે ખાવામાં આવે તો દાંત અંબાઈ (ખટાઈ) જાય છે. આ ફળોની જો કોઈ બનાવટ ન બનાવીએ તો લાંબો સમય સુધી સંગ્રહી શકાતા નથી અને બગડી જાય છે. આવી પરિસ્થિતિમાં જયારે આમળાની સીઝન ચાલુ હોય અને બજારમાં પુષ્કળ પ્રમાણમાં આમળા મળતાં હોય ત્યારે તેની વિવિધ બનાવટો બનાવી તેનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. અને જયારે જરૂર પડે ત્યારે ખાવાનાં ઉપયોગમાં લઈ શકાય છે. જેથી માણસની તંદુરસ્તી માટે જરૂરી વીટામીનસી અને પૌષ્ટીક તત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે. આમળાના ફળોનો મહીમા ભારત વર્ષમાં પ્રાચીન સમયથી જાણીતો છે. આમળામાં વિવિધ પ્રકારની ઘણી જ બનાવટો બનાવી શકાય છે. આમળાની સૌથી મોટી ખુબી એ છે કે એને બાફો, વાટો, છુંદોએમાં રહેલું વિટામીનસી સચવાઈ રહેતુ હોય છે. સામાન્ય રીતે દૂધ ખટાશ ભેગા ન લેવાય એવું ડોકટરવૈધહકીમો કહે છે. પરંતુ આમળાઆ નિયમમાં અપવાદ છે. હોમિયોપેથીમાં પણ આમળાનો ઉપયોગ થાય છે.

આયુર્વેદિક મહત્વ

આમળાનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાની બનાવટમાં થાય છે. આમળાનો દવા તરીકેનો ઉપયોગ આપણને વૈદિક સાહિત્યમાં પણ જોવા મળે છે. આમળાનો ઉપયોગ બળતરા, કબજીયાત, ઉલટી, અમ્લપિત, વગેરે સામે ઘણો જ અસરકારક જોવા મળેલ છે. આમળાએ ત્રીફલા ચૂર્ણ ના ત્રણ મુખ્ય ઘટકો ( આમળા, હરડે અને બહેડા) પૈકીનો એક છે. આ ઉપરાંત, કાયાકલ્પ માટે વપરાતું રસાયણ ચૂર્ણ (આમળા, ગોખરૂ અને ગળો)માં પણ આમળાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, તંદુરસ્તી અને યાદશકિત વધારવા માટે વપરાતુ ચ્યવનપ્રાશ પણ આમળાની પેસ્ટ માંથી બને છે. ભારતીય વૈજ્ઞાનીકોના મત મુજબ આમળામાં મુખ્ય ઐાષધીય ઘટક તરીકે ફાયલેમ્બ્લીન આવેલુ છે. આ ઉપરાંત ગેલીક એસીડ, ટેનીન, પેપ્ટીન અને એસ્કોરબીક એસીડ મુખ્ય ઘટકો છે.

નિલમ(એન.એ.૭)

ફળ ચપટા અંડાકાર હોય છે. ફળની છાલ સુવાળી, અર્ધપારદર્શક અને પીળાશ પડતા લીલા રંગની હોય છે. એક ફળનુ વજન અંદાજે ૩૪ ગ્રામ જેટલુ હોય છે. તેનો માવો પોચો અને રેષાવગરનો હોય છે. ઠળિયો મધ્યમ અને અંડાકાર હોય છે. ફળમાં કુલ દ્રાવ્ય ક્ષારોનુ પ્રમાણ અંદાજે ૯.૯ અને૧૦૦ ગ્રામ માવાદીઠ વીટામીનસી નું પ્રમાણ પ૦૧ મીગ્રા હોય છે.મધ્યમ મોડી પાકતી જાત છે. (ફળ નવેમ્બર ડીસેમ્બર માસમાં તૈયાર થાય છે).

ગુજરાત આમળા૧ :

ફળ ગોળાકાર હોય છે. ફળની છાલ સુવાળી, અર્ધપારદર્શક અને આછા લીલા રંગની હોય છે.

એક ફળનુ વજન અંદાજે ર૪ ગ્રામ જેટલુ હોય છે. તેનો માવો આછા લીલા રંગનો, પોચો અને રેષાવગરનો હોય છે. ઠળિયો ગોળાકાર હોય છે. ફળમાં કુલ દ્રાવ્ય ક્ષારોનુ પ્રમાણ અંદાજે ૧૩.૪ અને૧૦૦ ગ્રામ માવાદીઠ વીટામીનસી નું પ્રમાણ પપ૦ મીગ્રા હોય છે.મોડી પાકતી જાત છે. (ફળ ડીસેમ્બર માસના મધ્ય પછી તૈયાર થાય છે).

પેપ્ટીન અને એસ્કોરબીક એસીડ મુખ્ય ઘટકો છે.

આમળામાં પોષક તત્વોનું પ્રમાણ

પોષક તત્વ

પ્રમાણ

પાણી

૭૭. ૧થી ૮૦.રપ

પ્રોટીન

૦.પ૦

ચરબી

૦.૧૦ પ

મીનરલ્સ

૦.પ૦ થી ૦.૭૦ પ

રેસા

૧.૯૦ થી ૧.૪૦ પ્

કાબોહાઈડ્રેટ

૧૪.૧૦ થી ર૧.૮૯ પ્

કેલ્શીયમ

૦.૦૧ થી ૦.પ૦ પ્

ફોસ્ફરસ

૦.૦ર પ્

લોહતત્વ

૧ર૦ મી.ગ્રા.(૧૦૦ ગ્રામ માવામાં)

નીકોટીન એસીડ

૦.ર૦ મી.ગ્રા.(૧૦૦ ગ્રામ માવામાં)

વિટામીન 'સી'

૮૦૦ મી.ગ્રા. થી ૧૦૦૦ મીં.ગ્રા. (૧૦૦ ગ્રામ માવામાં)

આમળાની બનાવટો

આમળાની કેન્ડી :

સામગ્રીઃ
  • આમળા ૧.રપ૦ કિ.ગ્રા.
  • ખાંડ ૧.રપ૦ કિ.ગ્રા.
  • મીઠું ર૦ ગ્રામ
  • સાઈટ્રીક એસીડ(લીંબુના ફુલ) ર ગ્રામ
રીતઃ
  • સારી જાતના મોટા આમળા પસંદ કરો (૧.રપ૦ કિલો)
  • એક સરખા ટુકડા કરી ર% મીઠાના દ્રાવણમાં ,૮ કલાક મુકી રાખો. (૧ કિલો આમળાના ટુકડા)
  • આમળાના ટુકડા મીઠાના દ્રાવણમાંથી કાઢી લઈ પ્રેસરકુકરમાં બાફવા મુકો (પ થી ૧૦ મીનીટ)
  • બાફેલા આમળાના ટુકડા ૭૦ % ખાડની ચાસણીમાં (બે તારની ચાસણી) બે થી ત્રણ દિવસ મૂકી રાખવા (ર ગ્રામ સાઈટ્રિક એસિડ ચાસણી બનાવતી વખતે ઉમેરો ( ૧ કિલો ટુકડા માટે ૧.રપ૦ કિલો ખાંડ)
  • ત્યારબાદ ખાંડની ચાસણીમાથી બહાર કાઢી સૂર્યતાપમાં અથવા ઓવનમાં ૬૦ સ. તાપમાને બે થી ત્રણ દિવસ સૂકવવા મૂકો (૪પ૦ થી પ૦૦ ગ્રામ કેન્ડીનું વજન મળશે.)

આમળાનો મુરબ્બો :

સામગ્રીઃ
  • ૧.૦૦૦ આમળા
  • ૧.પ૦૦ ખાંડ
  • ૦.૦૧૦ લીંબુના ફૂલ
રીત :

આમળાનો મુરબ્બો :

  • મોટા ઓછા રેસાવાળા સારી જાતના ૧ કિલો આમળા પસંદ કરો. જેને પાણીથી ધોઈ ફળોને કાપાપાડી ર% મીઠાના પાણીમાં ર૪ કલાક રાખો.
  • એકસરખા આમળાના નાના ટુકડા કરો અથવા છીણી નાખો.
  • ૧.પ કિલો ખાંડની બે તારની ચાસણી બનાવો. (ર થી ૩ ગ્રામ સાઈટ્રીક એસિડ ઉમેરો)
  • છીણ અને ચાસણીનું મિશ્રણ બનાવી તેમાં ૧૦ ગ્રામ તજ અને ૧૦ ગ્રામ એલચી ઉમેરી તેને ૧પ થી ર૦ મીનીટ ગરમ કરો. છીણ અથવા ટુકડા બફાઈ જાય ત્યાં સુધી ગરમ કરો.
  • છીણ, ટુકડા બફાઈ જાય ત્યારે મિશ્રણ ઉતારી લો અને મુરબ્બો કાચના વાસણમાં ભરી લો.
  • આ મુરબ્બો પિતનાશક છે.

પાચન આમળા મુખવાસ :

સામગ્રી (કી.ગ્રામ) :

  • ૧.૦૦૦ આમળા,
  • ૦.૧પ૦ મીઠું,
  • ૦.પ૦ સંચર,
  • ૦.૦૧૦ સફેદ મરી,
  • ૦.૦રપ જીરૂ,
  • ૦.૦૦પ હીંગ,
  • ૦.૦૧૦ અજમો,
  • ૦.૦૦૧ સોડીયમ બેન્ઝોએટ

રીત :

  • આમળાને પાણીથી ધોઈ તેની ઉપર સ્ટીલની છરીથી કાપા પાડી એક લીટર પાણીમાં ૧પ૦ ગ્રામ મીઠું નાખી દ્રાવણ બનાવી આમળાને બે દિવસ ડુબાડી રાખો.
  • ત્યારબાદ ત્રીજા દિવસે દ્રાવણમાંથી આમળા બહાર કાઢી પાણીથી ધોઈ ઉકળતા પાણીમાં આમળાને બાફી તરત જ ઠંડા પાણીમાં ઝબોળવા પેશીઓ છૂટી પાડી ૧ સે.મી. જેટલા ટુકડા કરવા.
  • આ ટુકડાને ૧ લીટર પાણીમાં એક ગ્રામ સોડીયમ બેન્ઝોએટ પાવડર ઉમેરી હલાવી તેમાં ૩ થી ૪ કલાક ડુબાડી રાખવા ત્યારબાદ બહાર કાઢી તેને સંચળોનોે બારીક પાવડર, સફેદમરી, જીરૂ, હીંગ, અજમાનો પાવડર કરી મીઠા સાથે મિશ્ર કરી સૂર્યના તાપમાં કોથળા પાથરી તેની ઉપર સ્વચ્છ કપડું પાથરી તેની ઉપર મિશ્રીત આમળાના ટૂકડાને સૂકવવા સાંજે ધરમાં લઈ બીજા દિવસે ફરી સૂર્ય પ્રકાશમાં રાખવા.
  • આ આમળાના ટૂકડા સૂકાઈ જાય એટલે સ્વચ્છ બરણીમાં ભરી લેવા, ત્યારબાદ ઉપયોગમાં લેવા.

આમળા આદુ મુખવાસ :

  • સારી જાતના મોટા આમળા સ્વચ્છ પાણીથી ધોઈ તેને છીણી નાંખવા.
  • તૈયાર થયેલ છીણમાં ( ૧ કિલો છીણ પ્રમાણે) ૭પ૦ ગ્રામ ખાંડ ભેળવવી.
  • ર૦૦ ગ્રામ આદુ લઈ તેનું છીણ બનાવી ઉપરોકત આમળા છીણમાં ભેળવી દો.
  • ૧૦ ગ્રામ વરીયાળી ભેળવો.
  • ર૪ કલાક રાખો.
  • ત્યારબાદ આમળા આદુ છીણને જીણા કાપડમાં ભરી રસ નીતરવા દો.
  • રસ નિતરી સુકાઈ ગયા બાદ છીણને સૂર્યતાપમાં સૂકવવા મૂકો.
  • મુખવાસ સુકાઈ ગયા બાદ પ્લાસ્ટિકની થેલીમાં બંધ કરો.

આમળાની ચટણી :

સામગ્રીઃ

  • રપ૦ ગ્રામ આમળાનું છીણ,
  • ૧૦ ગ્રામ મીઠું(સપ્રમાણ જરૂરિયાત પ્રમાણે),
  • ૧૦૦ ગ્રામ નાળિયેરનું (કોપરા) છીણ,
  • ૧૦૦ ગ્રામ ખાંડ,
  • પ૦ ગ્રામ ધાણા,
  • ૧૦ થી ૧પ ગ્રામ જીરૂ,
  • પ૦ ગ્રામ દાળિયા,
  • પ ગ્રામ વરીયાળી અને લાલ મરચાંની ભુકી જરૂરિયાત મુજબ,
  • રપ ગ્રામ લીલા મરચાં

રીતઃ

ઉપરોકત સામગ્રીને મીક્ષરમાં નાખી મિશ્રણ બનાવવું ત્યારબાદ બે ચમચી લીંબુનો રસ ભેરવીને કાચની બરણીમાં ભરી લો.

આમળા રસ :

સામગ્રીઃ

  • સારી જાતના મોટા આમળાનો ૧ લિટર રસ
  • ૭પ૦ મિ.ગ્રા સોડીયમ બેઝોએટ
  • ૧ ૧ કાચની બોટલ

રીતઃ

  • સારી જાતના મોટા આમળા સ્વચ્છ પાણીથી ધોઈ તેના ટુકડા કરી જયુસર મશીનમાંથી રસ કાઢવો.
  • ૧ લિટર રસમાં ૭પ૦ મિ.ગ્રા સોડીયમ બેઝોએટ સારી રીતે મિશ્ર કરો.
  • સ્ટરીલાઈઝ કાચની બોટલમાં રસ ભરી, બોટલને પાણીમાં ઉભી મૂકી ૧૦ થી ૧પ મિનિટ ગરમ કરો.
  • હવાચુસ્ત બુચથી બોટલ બંધ કરો.
  • ઠંડી અને સુકી જગ્યાએ રસની બોટલનો સંગ્રહ કરો.
  • રસ નિતરી સુકાઈ ગયા બાદ છીણને સૂર્યતાપમાં સૂકવવા મૂકો.
  • મુખવાસ સુકાઈ ગયા બાદ પ્લાસ્ટિકની થેલીમાં બંધ કરો.

આમળા શરબત :

સામગ્રીઃ

  • સારી જાતના મોટા આમળાનો ૧ લિટર રસ
  • ૧.પ કિ.ગ્રા ખાંડ,પ૦ મિ.લિ લીબુનો રસ
  • પ૦ મિ.લિ આદુનો રસ

રીતઃ

  • સારી જાતના મોટા આમળાનો રસ કાઢવો.
  • ૧ લિટર રસમાં ૧.પ કિ.ગ્રા ખાંડની ચાસણી બનાવી રસમાં ઉમેરો.
  • પ૦ મિ.લિ લીબુનો અને પ૦ મિ.લિ આદુનો રસ ઉમેરો.
  • તૈયાર થયેલ મિશ્રણમાં ૧ લિટર પ્રમાણે ૬પ૦ મિ.ગ્રા સોડીયમ બેન્ઝોએટ ઉમેરો.
  • ઉપરોકત મિશ્રણને સ્ટરીલાઈજર કાચની બોટલમાં ભરો.
  • રસ ભરેલ કાચની બોટલને પાણીમાં ૧૦ મીનીટ સુધી ગરમ કરો.
  • બોટલને હવાચુસ્ત બુચ વડે બંધ કરી તૈયાર શરબતની બોટલને ઠંડી અને સુકી જગ્યાએ સંગ્રહ કરો.

આમળા જીવન રસ :

સામગ્રીઃ

  • ૧ લિટર આમળા રસ
  • ૧૦૦ મિ.લિ આદુરસ
  • ૧૦૦ મિ.લિ આંબા હળદર

રીતઃ

  • મોટા પરીપકવ આમળાનો રસ કાઢવો.
  • ૧ લિટર આમળા રસમાં ૧૦૦ મિ.લિ આદુરસ અને ૧૦૦ મિ.લિ આંબા હળદરનું મિશ્રણ કરો.
  • ઉપરોકત રસ ભરેલી કાચની બોટલને પાણીમાં ૧૦ મિનિટ સુધી ગરમ કરો.
  • ત્યારબાદ બોટલને હવાચુસ્ત બુચ વડે બંધ કરી ઠંડી અને સુકી જગ્યાએ સંગ્રહ કરો.
  • ઉપરોકત મિશ્રણને સ્ટરીલાઈજર કાચની બોટલમાં ભરો.
  • રસ ભરેલ કાચની બોટલને પાણીમાં ૧૦ મીનીટ સુધી ગરમ કરો.
  • બોટલને હવાચુસ્ત બુચ વડે બંધ કરી તૈયાર શરબતની બોટલને ઠંડી અને સુકી જગ્યાએ સંગ્રહ કરો.
  • આમળા પાવડર :

    સામગ્રીઃ

    સારી જાતના મોટા આમળા

    રીતઃ

    • સારી જાતના મોટા આમળા સ્વચ્છ પાણીથી ધોઈ તેના ટુકડા બનાવી સૂર્ય તાપમાં સૂકવા મૂકો.
    • ટુકડા સંપૂર્ણ સુકાઈ જાય ત્યારે તેને મિક્ષરમાં દળી પાવડર બનાવો.
    • તૈયાર થયેલ પાવડરને કાચની બરણી અથવા પ્લાસિટકની કોથળીમાં હવાચુસ્ત રીતે બંધ કરી લાંબો સમય સુધી સંગ્રહી શકાય છે.
    • તેનો ઉપયોગ ત્રિફળા ચૂર્ણ બનાવવા, સાબુ, હેર તેમજ શેમ્પુ બનાવવામાં થઈ શકે છે.

    સામગ્રી : (ખાટુ અથાણું) :

    • આમળા ટુકડા મીઠાવાલા ૧.૦૦ કિ.ગ્રા,
    • મેથી (ફાડયા) ૦.૧૦૦ કિ.ગ્રા,
    • ધાણા પાવડર ૦.૦પ૦ કિ.ગ્રા,
    • રાઈના કુરિયા ૦.૦પ૦ કિ.ગ્રા,
    • હીંગ ર થી ૩ ગ્રામ,
    • લાલ મરચું રપ થી ૪૦ ગ્રામ,
    • મીઠું ૧૦૦ ગ્રામ,
    • વીનેગાર ૪૦ ગ્રામ,
    • તેલ ર૦૦ ગ્રામ.

    રીતઃ

    • સારી જાતના મોટા પરિપકવ આમળા લઈ તેના એક સરખા ટુકડા કરો અને તેને કાપડની પોટલીમાં બાંધી ગરમ પાણીમાં બાફવા, ત્યારબાદ તેને ર % મીઠાના પાણીમાં ર૪ કલાક મૂકી રાખવા.
    • બાફેલા આમળાના ટુકડાને મીઠાના દ્રાવણમાંથી બહાર કાઢી પ થી ૧૦ મીનીટ કોરા પડવા મૂકો ત્યારબાદ ઉપરજણાવ્યા પ્રમાણેનો બધો જ મસાલો બરાબર મિશ્ર કરી ટુકડામાં ભેળવી દો અને તેલ ઉમેરી તેને વારંવાર હલાવતા રહો.
    • આમળાના ટુકડાનું બરાબર મિશ્ર થઈ જાય ત્યારબાદ વિનેગાર ઉમેરો અને નીર્જીકરણ (સ્ટરીલાઈઝ) કરેલી કાચની બરણીમાં ભરી લો.
    • ૧૦ થી ૧પ દિવસ બાદ અથાણું ખાવાના ઉપયોગમાં લેવું આમળાનું ગળ્યુ અથાણું બનાવવા માટે ઉપરોકત જણાવેલ બધી જ સામગ્રી લઈ તેમાં ર૦૦ ગ્રામ ખાંડ અને ર૦૦ ગ્રામ ગોળ ઉમેરી અથાણું કાચની બરણીમાં ભરવું.

    આમળા અમૃત :

    સામગ્રીઃ(પ્રમાણ કિ.ગ્રામમાં)
    • ૧.૦૦૦ આમળા
    • ૧.પ૦૦ ખાંડ
    • ૦.૧૦૦ આદુ
    • ૦.પ૦૦ પાણી
    • ૦.૧પ૦ પાણી
    • ૦.રપ૦ લીંબુ
    • ૦.૦૦૧ એપલ ગ્રીન કલર
    • ૦.૧૦૦ તુલસી
    • ૦.૦૦ર સોડીયમ બેન્ઝોએટ
    • ૦.૦પ૦ ફૂદીનો
    રીતઃ
    • પરિપકવ તાજા આમળાને ધોઈ સ્ટીલની છરીથી ટૂકડા કરી બીજ કાઢો
    • આમળાને મિક્ષચરના જારમાં નાંખી તેમાં ૦.રપ૦ મીલી. પાણી રેડી બારીક વાટી ઝીણા કપડાથી દબાવી નિચોવી રસ ગાળી લો.
    • આદુને ધોઈ છોલી ટૂકડા કરી ૦.૧૦૦ મી.લી પાણી ઉમેરી મિક્ષચરમાં બારીક વાટી રસને ગાળી લેવો.
    • તુલસી, કૂદીનાના પાનને પાણીથી ધોઈ થોડું પાણી ઉમેરી મિક્ષચરમાં બારીક વાટી રસને ગાળી લેવો.
    • સ્ટીલની તપેલીમાં ખાંડ તથા પાણી ઉમેરી ગરમ કરવા માટે મૂકવું તેમા એક ચમચો લીંબુનો રસ ઉમેરવો.
    • ખાંડ ઓગળે ત્યાં સુધી તાવેતાથી હલાવતા રહેવું ફીણ વળે, ઉકળે એટલે ચાસણી ગરમી પરથી નીચે ઉતારી તરત જ ગાળી લો.
    • ચાસણી ઠંડી પડે એટલે તેમાં બધા જ રસ ઉમેરી મિશ્ર કરી એપલ ગ્રીન કલરને સાધારણ પાણીથી ઓગાળી ઉમેરવો.
    • સંગ્રાહક તરીકે સોડીયમ બેન્ઝોએટ ઉમેરી હલાવી સ્ટરીલાઈઝ કરેલ બોટલમાં ભરી હવાચૂસ્ત બંધ કરવી.
    • પીણા તરીકે ઉપયોગમાં લેતી વખતે ત્રણથી ચાર ધણું ઠંડું પાણી ઉમેરી પીણું તૈયાર કરવું.

    આમળા જીવન/ચ્યવનપ્રાશઃ

    સામગ્રીઃ( પ્રમાણ કિ.ગ્રામમાં)

    • ૧.૦૦૦ આમળા
    • ૧.પ૦૦ સાકર
    • ૦.૦પ૦ કાજુ
    • ૦.૦પ૦ બદામ
    • ૦.પ૦ કાળીદ્રાક્ષ
    • ૦.૦રપ પીસ્તા
    • ૦.૧૦૦ ગાયનું ધી
    • ૦.૦૧પ ઈલાયચી
    • ૦.૦૧પ તજ
    • ૦.૦૧૦ લવીંગ
    • ૦.૦૦પ કાળા મરી
    • ૦.૦૦પ સફેદ મરી
    • ૦.૦૧૦ ગંઠોડા
    • ૦.૦૧૦ સૂંઠ
    • ૦.૦પ૦ સફેદ મુસળી
    • ૧ નંગ જાયફળ
    • ૦.૦૧૦ જાવંત્રી
    • ૦.૦ર૦ ગોખરૂ
    • ૦.૦૧૦ જેઠીમધ
    • ૦.૦૦પ નાગર મોથ
    • ૦.૦૦પ વાસકપુર
    • ૦.૦૦પ ત્રિફળા
    • ૦.૦૧૦ સતાવરી
    • ૦.૦૦પ ભોયકોળું
    • ૦.૦૧૦ લીંડી પેપર
    • ૦.૧૦૦ મધ
    • ૦.૦૧૦ નાગકેશર
    • ૦.૦૦૧ દસમૂળ
    • ૦.૦૧૦ નિલકમલ
    • ૦.૦૧૦ અરડુસી
    • ૦.૦ર અશ્વગંધા ચૂર્ણ
    • ૦.૦૦૧ સુવર્ણ સંતમાલતી
    • ૦.૦૦૧ લોભસ્મ
    • ૦.૦૦૧ કેસર
    • ૦.૦૦પ તમાલપત્ર
    • ૦.૦૦પ બલવૃક્ષના મૂળ
    • ૦.૦૦પ ષટકચૂરો
    • ૦.૦૦પ હરણવેલ
    • ૦.૦૦પ પીંપરમૂળ
    • ૦.૦૦પ કાકડા સીગ
    • ૦.૦૦પ પોખરમૂળ
    • ૦.૦૦પ અકકલગરો
    • ૦.૦ર૦ અષ્ટ વર્ગ ચૂર્ણ
    • ૦.૦૦પ સાલવણ
    • ૦.૦૦પ પીઠવણ
    • ૦.૦૦પ સાટોડી
    • ૦.૦૦પ અરણી મૂળ
    • ૦.૦૦પ ભોંયરીંગણી
    • ૦.૦૦૧ બંગભસ્મ
    • ૦.૦૦પ ચંદન પાવડર
    • ૦.૦૦પ અભ્રકભસ્મ

     

    રીત :

    • પરિપકવ તાજા આમળાને પાણીથી ધોઈ ઉકળતા પાણીમાં બાફી બીજ કાઢી આમળાના માવાને સ્ટીલની ચારણી પર ધસી ચાળી લો.
    • તપેલામાં ધી મૂકી ગરમ થાય એટલે આમળા માવાને ઉમેરી સાધારણ લાલ થાય એટલે તેમાં સાકરનો ભૂકો ઉમેરી તવેતાથી સતત હલાવતા રહો.
    • ખદખદે, ઉકળે એટલે ઉપરના બધા જ મસાલાને ખાંડી મેંદાની ચારણીથી ચાળી વધેલા મસાલાને બીજા વાસણમાં લઈ મસાલાથી ચાર ધણું પાણી રેડી ઉકાળો.
    • અડધું પાણી બળી જાય ત્યારે તેને જીણા કપડાથી ગાળી લઈ તેને આમળાના પુરણ સાથે મિલાવી તવેતાથી હલાવી ધટૃ થાય એટલે તેમાં કાજુ, બદામ, પીસ્તાના નાના ટૂકડા કે ચીરીઓ કરી મિશ્ર કરો
    • ઠંડુ પડે એટલે તેમાં મધ મિલાવી બોટલમાં ભરી બોટલને હવાચુસ્ત બંધ કરવો
    લેખક : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આનંદ યુનિવર્સિટી, દેવતાજ , સુશ્રી અમિતા પરમાર, નિષ્ણાત (બાગાયત),ડો જી જી પટેલ પ્રોગ્રામ કોઓર્ડીનેટર

    ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate