સમગ્ર ગુજરાત રાજ્યમાં કૃષિ, કૃષિ વિકાસ અને કૃષિના આનુષાંગિક પ્રવૃતિઓના વિકાસ તથા ગ્રામ્ય કક્ષાએ આર્થિક પ્રવૃતિઓથી ગામડાઓના વિકાસ માટેના વિવિધ હેતુઓ માટે લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડતી રાજ્ય કક્ષાની બેંક છે. આ બેંક એકવાયી માળખું ધરાવે છે. રાજ્યભરમાં આવેલી ૧૭૬ શાખાઓ મારફત બેંકની કામગીરી ચાલે છે. ૧૭ જીલ્લાઓમાં આવેલી જીલ્લા કક્ષાની કચેરીઓથી શાખાઓની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવામાં આવે છે. બેંકની રજીસ્ટર્ડ ઓફીસ અમદાવાદ ખાતે વડીકચેરી આવેલી છે. તે જીલ્લા કક્ષાએ આવેલી ૧૭ જીલ્લા કચેરીઓ મારફત સંચાલન કરે છે. જીલ્લા કચેરીઓ રાજ્યભરમાં આવેલી ૧૭૬ તાલુકા-શાખાઓ ઉપર નિયંત્રણ રાખે છે.
બેંક એકવાયી માળખું ધરાવે છે. જેમાં તાલુકા કક્ષાએ આવેલી બેંકની શાખાઓની કામગીરીને નિયંત્રિત કરવા, તેના ઉપર દેખરેખ રાખવા તથા માર્ગદર્શન આપવા , બેંકના સભાસદો દ્વારા લોકશાહી પદ્ધતિથી શાખા સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિની મુદત પણ પાંચ વર્ષ માટેની હોય છે. આ સમિતિઓથી બેંકને તેના વિકાસમાં સ્થાનિક નેતાગીરીનો લાભ મળે છે અને શાખાના ખેડૂત સભાસદોને તેઓની સેવાનો લાભ પ્રાપ્ત થાય છે.
કોઈપણ વ્યક્તિ કે જે બેંકમાંથી લોન ધિરાણ મેળવવા ઈચ્છે તેના માટે બેંકનું સભ્યપદ મેળવવું ખુલ્લું છે. સંસ્થાકીય સભ્યપદ પણ આવકાર્ય છે. મંડળીઓ, સહકારી સંસ્થાઓ કે જેઓ કૃષિના વિકાસ માટે અથવા કૃષિ આનુષાંગિક હેતુઓ માટે બેંકમાંથી ધિરાણ મેળવતા હોય તે પણ બેંકના સભાસદ બની શકે છે. બેંક દ્વારા ફક્ત બેંકના સભાસદોને જ ધિરાણ આપવામાં આવે છે. આમ ધિરાણ મેળવ્યા સિવાય બેંકના સભાસદ બની શકાતું નથી.
સામાન્ય રીતે સહકારી સંસ્થાની સામાન્ય સભા તેના સભાસદોથી બનેલી હોય છે. પરંતુ આ બેંકમાં સભાસદો દ્વારા ચૂંટવામાં આવતા પ્રતિનિધિઓથી બેંકની સામાન્ય સભાની રચના થાય છે. આવા પ્રતિનિધિઓની સંખ્યા બેંકના પેટા કાયદામાં ૫૦૦ નક્કી થયેલી છે. આવા પ્રતિનિધિઓની ચૂંટણી શાખામાં રાખવામાં આવતા સભાસદ રજીસ્ટરમાં નોંધાયેલ સભાસદોમાંથી થાય છે. આ પ્રતિનિધિઓની મુદત ત્રણ વર્ષના સમય માટે હોય છે. દરેક જીલ્લાવાર જીલ્લા ડીરેક્ટરની ચૂંટણીમાં જે તે લગત જીલ્લાની શાખાના ચૂટાયેલા પ્રતિનિધિઓ મતદાર હોય છે અને તેઓના મતના આધારે જીલ્લાના ડીરેક્ટરની ચૂંટણી થાય છે. આમ બેંકના સભાસદ આડકતરી રીતે બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણીમાં ભાગ લેતા હોય છે.
અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ માટે અહીં ક્લિક કરો
ધિરાણ અને વસુલાત માહિતી માટે અહીં ક્લિક કરો
છેલ્લા વીસ વર્ષની નાણાંકીય સ્થિતિ (રકમ લાખમાં) માટે અહીં ક્લિક કરો
સ્ત્રોત: ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિ...