অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિસાન કોલ સેન્ટર દ્વારા ખેડૂતોને માર્ગદર્શન

કિસાન કોલ સેન્ટર દ્વારા ખેડૂતોને માર્ગદર્શન

આજનો યુગ માહિતીનો યુગ છે. આપણો દેશ ખેતીપ્રધાન છે તેથી ખેતીના ક્ષેત્રને નવા નવા સંશોધનો અપનાવી વધુ ને વધુ આગળ ધપે તેવા પ્રયત્નો  કરવા તે દરેક સરકારનો ધ્યેય રહ્યો છે. આ કૃષિ ક્ષેત્ર જ એક એવું ક્ષેત્ર છે કે જયાં દરેક ક્ષેત્રે વિવિધતા જોવા મળે છે જેમ કે નાના,મોટા અને સીમાંત  ખેડૂતો, ખેતીમાં પણ વિવિધ પ્રકારના પાકોની ખેતી, ખેતી કરતા ખેડૂતની જમીનના પણ વિવિધ પ્રકારો, દરેક સ્થળે વિવિધ પ્રકારની ખેત આબોહવા,  ખેડૂતના જ્ઞાન, વલણ અને કુશળતામાં પણ વિવિધતા, ખેત-ઓજારો અને મશીનના વપરાશમાં પણ વિવિધતા, વિસ્તાર મુજબ બજાર અંગેની પણ વિવિધતા વગેરે.

આ વિવિધતા છતાં ભારત સરકાર અને દરેક રાજ્ય સરકારો ખેતીના ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા માટે ખેતીવાડી ખાતાની વિસ્તરણ પાંખ, કૃષિ યુનિવર્સિટીઓના વિવિધ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સરદાર સ્મૃતિ કેન્દ્રો, સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે દ્વારા ખેડૂતોને સંશોધન ભલામણો આધારિત નવિન માહિતી પહોંચાડવાની કામગીરી કરી કરે છે અને તે દ્વારા ખેડૂતના ખેતી અંગેના પ્રશ્નો અને તેના નિરાકરણના પ્રયાસો કરવામાં આવે છે. આ માટે ભારત સરકારના કૃષિ વિભાગ દ્વારા ર૨૧ જાન્યુઆરી ૨૦૦૪ થી  કિસાન કોલ સેન્ટર નામની કેન્દ્રિય યોજના શરૂ કરવામાં આવી છે.

આજે આપણા દેશમાં ખાનગી તથા સરકારી ક્ષેત્રમાં અસરકારક ટેલીકોમ નેટવક ઉપલબ્ધ છે. આપણા દેશના પાંચ લાખથી પણ વધુ ગામડાઓ  પબ્લિક ટેલીફોનથી જોડાયેલા છે.

આ જેતા ટેલીફોન નેટવક મારફતે ખેડૂતોને વિવિધ ક્ષેત્રોની કૃષિ વિષયક માહિતી મળી રહે તે જરૂરી છે. ખેડૂતોની મોટી સંખ્યા તેમજ ખેડૂતદીઠ  વરસોવરસ વિસ્તરણ કાર્યકરોની સંખ્યા ઘટતી જાય છે. તેને ધ્યાને લેતાં આ નવી વિસ્તરણ પદ્ધતિનો ખેડૂતો માટે ઉપયોગ કરવો આવશ્યક છે. ભારત  સરકારનું કૃષિ અને સહકાર ખાતુ સમૂહ માધ્યમો (માસ મીડિયા) અને ટેલીકોમ નેટવક દ્વારા ઝડપી વિસ્તરણ સેવાઓ ધ્વારા ખેડૂતોને માહિતી / સર્વિસ  આપવાની કામગીરી બજાવી રહ્યું છે.

પરંપરાગત એટલે કે પ્રણાલિકાગત વિસ્તરણ પદ્ધતિઓના ઉપયોગ હારા વિસ્તરણ કામગીરી કરવી મુશ્કેલ છે તેમજ તેનું મૂલ્યાંકન / ચકાસણી / ફીડબેક મેળવવાની તકો પણ ઘણી ઓછી છે. તે જોતાં ખેડૂતોને કિસાન કોલ સેન્ટર મારફતે તેઓને જોઈતી તમામ તાંત્રિક માહિતી બી/ખાતર/કલમોના પ્રાપ્તિ સ્થાન, રોગ-જીવાતના ઉપદ્રવ અંગેનું નિરાકરણ, પાકની  ખેતી પદ્ધતિ અંગેનું નિરાકરણ, પાકની ખેતી પદ્ધતિ અંગેની માહિતી તેમજ તેમના પ્રશ્નો અંગેનું નિરાકરણ ફોન દ્વારા આપવામાં આવે છે. આ પદ્ધતિમાં  ખેડૂતોને આપેલ જ્ઞાન અને માહિતીનો રેકોર્ડ પણ નિભાવવામાં આવે છે.

દરેક રાજ્યમાં જે તે વિસ્તારની સ્થાનિક ભાષાની જાણતા હોય તેવા કૃષિ સ્નાતકોની નિમણૂંક કિસાન કોલ સેન્ટર યોજનામાં કરવામાં આવે છે જેઓ જે તે વિસ્તારની ખેતી અંગેના જ્ઞાન / માહિતીની જાણકારી ધરાવતા હોય છે.

કિસાન કોલ સેન્ટરમાં ખેડૂતો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના જે તે સ્થાનિક ભાષામાં પ્રત્યુત્તર આપવામાં આવે છે. આ હેતુ માટે ત્રણ સ્તરીય નિષ્ણાંતોની સેવા લેવામાં આવે છે.

લેવલ-વન :

કૃષિ સ્નાતકોને કિસાન કોલ સેન્ટરમાં ખેડૂતોને માહિતી આપવા માટે રોકવામાં આવે છે . જેઓને તેમની સેવા માટે ચોક્કસ મહેનતાણું આપવામાં આવે  છે. તેઓ સ્થાનિક ભાષાના જાણકાર ખેતી અંગેની માહિતીના જાણકાર અને કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોય છે. સવારે ૬-૦૦ થી રાત્રે ૧૦-૦૦ સુધી કોઈપણ  વ્યક્તિ ૧૧ આંકડાના ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ ઉપર મોબાઈલ કે લેન્ડ લાઈન ફોન મારફતે પોતાને ખેતી અંગેની કોઈપણ માહિતી બાબતે કે મુશ્કેલી  બાબતે પ્રશ્નો પૂછી શકે છે. આ ટોલ ફ્રી નંબર છે એટલે કે આ નંબરે ફોન કરવા માટેનો કોઈ ખર્ચ ખેડૂતને લાગતો નથી. આ લેવલ વન મારફતે જે તે  પ્રશ્નને અનુરૂપ જવાબ ખડૂતને આપવામાં આવે છે. જો ખેડૂતના પ્રશ્નના જવાબ આપવામાં કોઈપણ મુશ્કેલી હોય તો તેનો જવાબ જે તે ખેડૂતને ર૪  કલાકમાં પહોંચાડવામાં આવે છે.

લેવલ-ટુ :

કેટલીકવાર લેવલ-વનના નિષ્ણાંત ખેડૂતોના પ્રશ્નનો જવાબ આપવા શક્તિમાન ન હોય ત્યારે તે પ્રશ્નને લેવલ-ટુ ના નક્કી કરેલ નિષ્ણાતો એટલે કે રાજ્યના ખેતીવાડી/બાગાયત/પશુપાલન/મત્સ્ય વગેરેના નિષ્ણાંતો સુધી પહોંચાડી તેમના દ્વારા મળેલ જવાબ જે તે ખેડૂતને પહોંચાડવામાં આવે છે.

લેવલ-થ્રી :

ખેડૂતે પૂછેલ પ્રશ્નોનો ઉત્તર લેવલ-વન અને લેવલ-ટુના નિષ્ણાંત આપી શકે તેમ ન હોય ત્યારે તે પ્રશ્નો જે તે વિસ્તારમાં આવેલ સંશોધન સંસ્થા/કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને પહોંચાડી તેના જવાબો મેળવી જે તે ખેડૂતને ફોન દ્વારા માહિતી!પ્રત્યુત્તર પહોંચાડવામાં આવે છે.

દરેક ખેડૂતે આ ટોલ ફ્રી નંબર જાણી તેનો ઉપયોગ કરી પોતાને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવવો જોઈએ અને તેની ખેતી અંગેની નવીન તાંત્રિક માહિતી મેળવવા તેનો ઉપયોગ કરવો જોઈએ.

ગુજરાત ખાતે કિસાન કોલ સેન્ટરની ઓફિસ અમદાવાદ ખાતે આવેલ છે. આ અંગેની માહિતી મેળવવા માટે ‘સ્ટેટ મેનેજરશ્રી, ઈફકો કિસાન સંચાર લિ.,  કિસાન કોલ સેન્ટર, ઈફકો ભવન, શિવરંજની ચાર રસ્તા, મારૂતી આકૅડ પાછળ, અમદાવાદ' નો સંપક સાધવો.

આ અંગેની માહિતી ભારત સરકારની વેબસાઈટ www.agrico.gov.in ઉપરથી મળી શકે છે. આ અંગેની વધુ માહિતીની જાણકારી ડાયરેકટર (ફાર્મ  ઈન્ફોર્મેશન), મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચર, ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર એન્ડ કો-ઓપરેશન, કૃષિ વિસ્તાર સદન, સીટીઓ, કામ્પલેક્ષ, પુસા, નવી દિલ્હી ૧૧૦ ૦૧૨ ખાતેથી મળી શકે છે.

કિસાન કોલ સેન્ટર યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ ટેલીફોન દ્વારા વિના મુલ્યે એટલે કે કોઇપણ પ્રકારના ખર્ચ કે ફી લીધા વગર કૃષિનું જ્ઞાન જ્યારે જરૂર હોય ત્યારે ઘર અથવા ખેતર ઉપર પૂરૂ પાડવાનો છે. આખા દેશમાં કિસાન કોલ સેન્ટર યોજના કાર્યરત છે.

સ્ત્રોત:ડો.એચ.બી. પટેલ, ડો.એન. વી. સોની, ડો. ડી. ડી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી કચેરી, યુનિવર્સિટી ભવન, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ -૩૮૮૧૧0

કૃષિગોવિદ્યા,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate