অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંપોષિત વિકાસ પ્રકિ્યામાં માહિતી સંચાર ટેકનોલોજી

વિકાસની સંકલ્‍પના વિશે સ્‍વાવલંબી અભિગમ ધરાવનાર રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીએ એવા અભિપ્રાયો વ્‍યકત કર્યા છે કે જયાં સુધી ગરીબમાં ગરીબ માણસને વિકાસના કેન્‍દ્રમાં ન રાખવામાં આવે તો લોકોની મુશ્‍કેલીઓ ઓછી ન થાય, તેમના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો ન થાય અને તે લોકો કોઇપણ ભેદભાવ વગર વિકાસ પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ન ભજવે ત્‍યાં સુધી સાચા અર્થમાં વિકાસ શકય નથી.

પ્રસ્તાવના

હવે મહત્વકપૂર્ણ એ છે કે લોકોના જીવન ઉત્થાવન માટે કેવી રીતે વહીવટી, આર્થિક અને સામાજિક શોષણ અટકાવીને વિકાસ પ્રક્રિયાને પારદર્શક, શુદ્ધ અને ઝડપી બનાવવી વગેરે બાબતોનો વિચાર કરી આત્મપવિશ્વાદસ તેમજ આત્મુનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્તથ કરવાનું છે. આ અભિગમ વર્તમાન સ્થિ‍તિ અને સંજોગો પ્રમાણે વિસ્તૃકત થયો છે. હાલની લોક વ્ય વસ્થાી ‘લોકો' થી ઘણી દૂર થઈ ગઈ છે, લોકોને પુરતા પ્રમાણમાં વિકાસનો લાભ મળી શકતો નથી, વિકાસ પ્રક્રિયામાં લોકોની સક્રિય ભાગીદારી નથી અને જીવનધોરણમાં ગુણાત્મ્ક સુધાર લાવવામાં આ વ્યનવસ્થાા સક્ષમ નથી. આ ખામીઓનું મુળ ઉપયુકત કારણ એટલે ઝડપી, વિશ્વાસનીય, પ્રામાણિક અને પારદર્શક માહિતી સંચાર વ્યતવસ્થાડની ઉણપ હતી અને એવું સ્પપષ્ટે પણે સ્વીકકારવામાં આવ્યુંક છે કે આ જ અંતર તવંગરને વધુ સક્ષમ અને ગરીબને વધુ ગરીબ બનાવવા માટે જવાબદાર છે, ત્યા રે આ બાબત ઉપર ભાર મુકાયો હતો કે જો ઉત્પાાદકતામાં ગુણાત્મ ક અને માત્રાત્મવક સુધાર લાવવો હોય, રાજનૈતિક ચેતના વિકસાવવી હોય કે સમાજમાં મૂળભૂત બદલાવ કરવો હોય તો ટેકનોલોજીના આગવા પ્રદાન વિશે બે મત નથી પણ ટેકનોલોજી જોઈતા સ્વોરૂપમાં લોકો સુધી પહોંચવી જોઈએ. લોકતંત્રને વધુ સક્ષમ અને અસરકારક બનાવી શકે તે માટે માહિતી સંચાર ટેકનોલોજી (ICT) ની જોગવાઈ વિકાસ પ્રવાહની સાતત્યરતા જાળવવા, લોકોનું જીવનધોરણ સુધારવા, જીવનશૈલીને સરળ અને પડકારોનો સામનો કરવામાં વધુ સક્ષમ બનાવી શકાય અને વિભિન્ના ક્ષેત્રોમાં સંકલિત ધોરણે વધુમાં વધુ તકો અને તેનો ઉપયોગ કરવા માટે વર્તમાન વ્યાવસ્થાતમાં નોંધપાત્ર સુધારો વધારો કરી શકાય તે જરૂરી છે. અંગ્રેજીમાં કહેવત છે કે "Need is the mother of invention" એ હાલની વિકાસની પરિસ્થિ તિમાં સચોટ લાગૂ પડે છે. વીસમી સદીના અંતિમ દાયકામાં વૈશ્ચિકરણનો યુગ શરૂ થયો અને સંપૂર્ણ તંત્ર LPG (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્ચિકરણ) ના આધારે તૈયાર થયું ત્યાૂરે પણ ગ્રામીણ ક્ષેત્ર સંપૂર્ણપણે બાકાત ન રહી શકયું. આખી દુનિયા એક "ગ્લોૂબલ વિલેજ" તરીકે ઓળખાવા લાગી તેથી માહિતી અને માહિતી સંચારની દરેક ક્ષેત્રમાં આગવી જરૂરિયાત ફરજિયાત જેવી બની જેને માહિતી નેટવર્કિંગ પ્રણાલી પણ કહી શકીએ.

અભિગમ

ભારતમાં વિકાસનો અભિગમ સામાજિક-આર્થિક પાસાની સાથે સાથે ટેકનિકલ પાસા સાથે પણ સંબંધ ધરાવે છે એટલે કે સંકલિત તેમજ ટકાઉ વિકાસ માટે ટેકનોલોજીકલ અભિગમ ઉપર ભાર મૂકાય છે. આ ક્ષેત્રમાં ટેકનોજીકલ વિકાસના ઈતિહાસમાં માહિતી સંચાર ટેકનોલોજી એક આધુનિક તબકકો છે પણ ખરેખર માહિતી સંચાર ટેકનોલોજીનો અભિગમ ગ્રામ વિકાસની લોક ભાગીદારી તેમજ પ્રજાતાંત્રિક મૂલ્‍યોની સ્‍થાપના માટે પણ સહાયરૂપ બને છે. કારણ કે વિકાસ લોકો દ્વારા લોકો માટે અને લોકોનો ત્‍યારે જ શકય બને કે જયારે લોકો જરૂરી માહિતીથી સમયસર માહિતગાર બને અને સમસ્‍યાઓના સમાધાનમાં તેનો સક્ષમ સાધન તરીકે ઉપયોગ કરે. માહિતી સંચાર ટેકનોલોજી ખરા અર્થમાં એક ‘સેતુ' છે જે લોકો અને વિકાસ પ્રક્રિયા માટે પ્રયત્‍નો કરે છે. જનસંચારની આ જરૂરિયાત વધુ પારદર્શક, વિશ્‍વસનીય, ઝડપી, પ્રામાણિક અને ઉપયોગી બનાવવામાં માહિતી સંચાર ટેકનોલોજીની આગવી ભૂમિકા અને હવે સમ્‍પોષિત વિકાસ પ્રક્રિયાનું બિન્‍દુ બની ચુકી છે.

લક્ષણ

વહીવટી પ્રણાલીમાં વધુ અસરકારક ત્‍યારેજ બની શકે છે કે તે સમાન સમજ અને સર્વ માટે એકજ પ્‍લેટ ફોર્મ પુરુ પાડતું હોય. SMART ની સમજ નીચે પ્રમાણે વર્ણવી શકાય.

S

M

A

R

T

 • Simple સરળ

 

 • Moral, Moderate, Mental revolution (નૈતિક, મધ્યમ વર્ગ, માનસિક ક્રાંતિ)

 

 • Accountability, Accuracy (જવાબદારી અને ચોક્કસતા)
 • Reliability & Relevancy

(ભરોસો અને સુસંગતતા)

 • Transparency & Truthfulness, Timely  (પારદર્શક, સત્યતા અને સમયબદ્ધતા)

માહિતી સંચાર ટેકનોલોજી વહીવટમાં વધુ સરળ અને ઉપયોગી ત્યાારે જ બની શકે કે જયારે તેમાં SMART ની સાથે સાથે નીચેના લક્ષણો નો પણ યોગ્ય સમાવેશ થયેલ હોય.

 1. પારદર્શક
 2. આર્થિક રીતે પોષણક્ષમ
 3. ઝડપી
 4. સંબંધિત એજન્‍સી સાથે પ્રક્રિયાત્‍મક જોડાણ
 5. સરળ ટેકનીકલ સંચાલન
 6. ચોકસાઈ અને સુધારેલ માહિતી
 7. જીવનના ભૌતિક-અભૌતિકક્ષેત્રમાં સમાન રીતે ઉપયોગી
 8. નિયત અને બહુવિધ માળખામાં ઉપલબ્‍ધ

માહિતી સંચારમાં સરળતા, સ્‍પષ્‍ટતા, વિશ્‍વસનીયતા અને પારદર્શકતા સિવાય એક મહત્‍વપૂર્ણ ઘટક છે, ''સમાન સમજ ''જે માહિતી સંચારની ઘ્‍યેય સિદ્ધીમાં અગત્‍યનો ભાગ ભજવે છે અને એજ સફળતાનો આધાર છે. માહિતી સંચારનું માઘ્‍યમ ગમે તે હોય પણ તેમાં આ લાક્ષણિકતા જણાવવી જોઈએ તે અસરકારક માહિતી સંચારની અનિવાર્ય શરત છે. એવી પ્રણાલી ગ્રામીણ વિકાસ પ્રક્રિયા પ્રવાહને યોગ્‍ય દિશામાં દોરી શકે તેમ છે.

માહિતી સંચાર ટેકનોલોજી એક જ હારમાં વિસ્‍તૃત રાષ્‍ટ્રીય માહિતીનું માળખું અને તેનું આંતરરાષ્‍ટ્રીય સંચાર અને માહિતી નેટવર્કમાં સંપૂર્ણ એકત્રીકરણ દ્વારા સંચાર અને માહિતીને વિસ્‍તૃત અને વ્‍યાજબી પહોંચનો પ્રવેશદ્વાર છે. સાધન અને સેવાઓની વહેંચણી, યોજના અને ઉત્‍પાદનમાં માહિતી સંચાર ટેકનોલોજીએપ્‍લીકેશનનો વ્‍યાપક ઉપયોગ દ્વારા અર્થશાસ્‍ત્રના ચાવીરૂપ વિભાગની ક્રિયાશીલતા અને સ્‍પર્ધાત્‍મકતામાં સુધારો થયો છે. માનવ અને આર્થિક વિકાસના ખૂબ વિકટ પ્રશ્‍નો ખાસ કરીને શિક્ષણ, આરોગ્‍ય, ગરીબાઈ ઓછી કરવી અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રમાં ઉકેલ લાવવામાં માહિતી સંચાર ટેકનોલોજીનો ઉપયોગ મદદ કરે છે. દેશના વિશિષ્ઠ ઉકેલનું સૂત્રીકરણ, સંચાર અને માહિતી વ્‍યૂહીકરણ માટે ફકત ટેકનોલોજી પર જ નહીં પરંતુ માહિતી તંત્ર પર પણ પ્રકાશ પાડવાનો છે જે ડેટા, ટેકનોલોજી, લોકો, કાર્યનીતિ, પદ્ધતિ, સંસ્‍થા અને માળખાને સંપૂર્ણપણે એક શૈલીમાં ગોઠવી શકે. માહિતી સંચાર ટેકનોલોજીક્રાંતિમાં આગળ પડતો ભાગ લેવા સક્ષમ છે, જેમાં શિક્ષણનો વિકાસ, સાંસ્‍કૃતિક વારસાનું જતન, પ્રોત્‍સાહન, ટેકનિકલ શિક્ષણને મજબૂત તેમજ વિસ્‍તૃત કરવું અને વૈજ્ઞાનિક ક્ષમતાઓની રચના કરવાનો સમાવેશ થાય છે.

વહીવટી અમલીકરણ

માહીતી સંચાર ટેકનોલોજીનો વહીવટી અમલીકરણ કાર્યક્રમ એટલે ઈ-ગવર્નમેન્‍ટ અને તેના અમલીકરણ માટે નીચેના ૬ મહત્‍વના સૂચકો આવશ્‍યક અને જરૂરી છે.

ઈ-ગવર્નમેન્‍ટની આખી પ્રક્રિયાની સફળતા મુખ્‍યત્‍વે ત્રણ બાબતો જેવીકે પ્રક્રિયા (Process), લોકો (Pepole) અને ટેકનોલોજી (Technology) ઉપર રહેલ છે. જેને ઈ-ગવર્નમેન્‍ટના ઉપયુકત માપદંડ PPT તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

આ દરેક માપદંડને વધુ પાંચ સ્‍કેલમાં વિસ્‍તૃત કરવામાં આવેલ છે જેના આધારે તે વધુ કાર્યક્ષમ ઉપયોગી સાબિત થઈ શકે.

પ્રક્રિયા(Process)

સરળતા

ક્ષમતા

રહીશો મુજબ

જાળવી રાખવું

કિંમતથી અસરકારક

લોકો(Pepole)

દ્યષ્‍ટિ

નેતૃત્‍વ

વચનબઘ્‍ધતા

કુશળતા

બદલાવ

ટેકનોલોજી(Technology)

આર્કિટેકચર

પ્રમાણિત ધોરણો

ભરોસાપાત્ર

માપનયુકત

સલામત

ઈ-ગવર્નમેન્ટન પ્રોજેકટને અમલી બનાવવા માટેનો યોગ્ય્ અને ઉપયુકત રસ્તોે PPP(Public Private Partnership) છે. PPP ના અમલ માટે

 • માહિતીના માળખાગત પ્રોજેકટ જેમાં ઈ-ગવર્નમેન્‍ટ આર્કિટેકચર, ડેટા સેન્‍ટર, કમ્‍યુનિકેશન બેકબોન, કોલ સેન્‍ટર, ઈ-ગવર્નમેન્‍ટ અને ઈ-પેમેન્‍ટ ગેટ વે છે.
 • G2C પ્રોજેકટ જેમાં સિટિઝન સર્વિસ પોર્ટલ, સંકલિત સર્વિસ સેન્‍ટર, એજન્‍સી, કેયોસ્‍ક નેટવર્કનો સમાવેશ થાય છે.
 • G2B પ્રોજેકટ જેમાં G2B પોર્ટલ અને e-Procurement નો સમાવેશ થાય છે.

PPP ના અમલ માટે મહત્તમ ચાર બાબતો

 1. વહેચાયેલ હેતુઓની ઉણપ
 2. ભય અને અંકુશ
 3. કલસ્‍ટર આધારિત અને
 4. મોનોપલી છે
 5. જે  પ્રોજેકટની સફળતા માટે મહત્‍વના છે.

વહીવટી અમલીકરણ મોડલ

પ્રોફેસર કેનેથ કેનીસ્‍ટોએ "Bridging the Digital Divide" માં નીચેની બાબતો ઉપર ઘ્‍યાન દોર્યુ છે.

 • ઈર્ન્‍ફોમેશન ટેકનોલોજીનો પરિચય ત્‍યારે જ કરાવવો કે જયારે તે માણસની સામાન્‍ય જરૂરિયાત અને પ્રાથમિક હકને અસરકારક રીતે પૂરા કરી શકાય.
 • માહિતી સંચાર ટેકનોલોજીના વિકાસના સર્જનાત્‍મક ઉપયોગમાં કમ્‍પ્‍યુટર, ઈ-મેલ કે ઈન્‍ટરનેટ એકસસની જરૂર હોતી નથી પણ સામાન્‍ય જરૂરિયાતને પહોચી વળવા માટે કમ્‍પ્‍યુટર બેઈઝ ટેકનોલોજી દ્ધારા એમ્‍બેડેડ ચીપ્‍સનો સમાવેશ કરવો, સેટેલાઈટ બેઈઝડ્‍ માહિતીનો ઉપયોગ કરવો વગેરે બાબતો હોવી જરૂરી છે.
 • માહિતી સંચાર ટેકનોલોજીપ્રોજેકટ લોકોની સામાન્‍ય જરૂરિયાતને ઘ્‍યાનમાં રાખીને તૈયાર કરવામાં આવવો જોઈએ.
 • સ્‍થાનિક ભાષા અને લોકલ મુદ્રાઓજરૂરી છે.
 • પ્રોજેકટ ઈકોનોકલી અને જાતે જ ઘ્‍યાન રાખી શકાય તેવો હોવો જોઈએ.

 

માહિતી સંચાર ટેકનોલોજી પ્રોગ્રામ ખરેખર પૂરો થશે અને તેનાથી થતા ફાયદા ખરેખર ફાયદો કરવાશે તેની ખાત્રી થવી જોઈએ.

વહીવટી અમલીકરણ મોડલ

માળખુ

સક્ષમ, સ્‍તરીકૃત, સલામત, આંતર-કાર્યાન્‍વિત, ખુલ્‍લું, આર્કિટેકટ

અમલ

યોગ્‍ય રીતે વહેંચાયેલ, નજીક, લાંબા સમય સુધી ટકી શકે તેવું, પ્રયત્‍નશીલ, સસ્‍તું, આધાર રાખી શકાય  તેવું

સ્‍વરૂપ

નાણાંકીય ફાયદો (કિંમત-સમયનો બચાવ,  ભષ્‍ટાચાર મુકત, આવકના સ્‍ત્રોતોમાં વધારો), વર્ગીગૃત ન્‍યાય, જીવનની ગુણવત્તા વધારવી (શિક્ષણ, આરોગ્‍ય, જોડાણઅને સંચાર વગેરે)

જરૂરી બાબતો

મહત્‍વનું, સુધારેલ, રહીશો આધારિત, તાર્કીક, આકર્ષક, વધારે જાણીતું

માહિતી સંચાર ટેકનોલોજીના અમલની સાથે ઉદ્‌ભવતી ગેપને દુર કરવા માટે ઉપરોકત મૉડલને ચાર ભાગમાં વહેચવામાં આવેલ છે. પ્રથમ ભાગમાં માહિતી સંચાર ટેકનોલોજીનું માળખું સક્ષમ, સ્‍તરીકૃત, સલામત, આંતર-કાર્યાન્‍વિત, ખુલ્‍લું અને આર્કિટેક જેવી અનેક ખુબીઓ ધરાવતું હોવું જોઈએ. બીજા ભાગમાં માહિતી સંચાર ટેકનોલોજીનો અમલ યોગ્‍ય રીતે વહેચાયેલ,  નજીક, લાંબા સમય સુધી ટકી શકે તેવો, સસ્‍તો અને આધાર આપી શકે તેવો હોવો જોઈએ. ત્રીજા ભાગમાં માહિતી સંચાર ટેકનોલોજી માટેની જરૂરી બાબતોમાં મહત્‍વ, સુધારેલ, રહીશો આધારિત, તાર્કિક, આકર્ષક અને વધારે જાણીતું હોય તેવી બાબતો ઈચ્‍છનીય છે. ચોથા ભાગમાં કે જેમાં નાણાંકીય ફાયદો, ન્‍યાય અને  જીવનની ગુણવત્તા વધારવી તે છે.

ઉપસંહાર

માહિતી સંચાર ટેકનોલોજી એટલે માહિતીને ગ્રહણ, પ્રક્રિયા, સંગ્રહ તેમજ આદાન-પ્રદાન કરવા માટેનું ઈલેકટ્રોનિક માઘ્‍યમ. તેવી જ રીતે આવી પ્રવૃત્તિઓને લાગુ પાડતી અથવા સહાય કરતી સેવા છે. માહિતી સંચાર ટેકનોલોજીમાં કમ્‍પ્‍યુટર હાર્ડવેર-સોફટવેર, ટેલિ-કમ્‍યુનિકેશન સાધનો અને ઈલેકટ્રોનિક આધારીત બાબતો તેમજ દરેક આર્થિક ક્ષેત્રમાં માહિતીને લાગુ પાડવાનો સમાવેશ થાય છે. માહિતી સંચાર ટેકનોલોજીનો સુનીયોચીત ઉપયોગ જ વહીવટી પ્રણાલીને યોગ્‍ય અને અસારકારક પરીણામ આપી શકે છે. આ અમલ માટે પ્રોફેસર અમર્ત્‍યસેન કહેલ કે માહિતી સંચાર ટેકનોલોજી પોતે એક વસ્‍તુની જેમ છે જેમકે ચોખા જેમાં કૅલેરી અને પોષણ જેવી વિશિષ્‍ટતાઓ સમાયેલ છે, તેવી જ રીતે માહિતી સંચાર ટેકનોલોજી પણ વિશિષ્‍ટતાઓનું વિવિધપૂર્ણ રીતે સંકલન કરે છે જેમાં ભભમાહિતીભભ એ વસ્‍તુની કામગીરી અથવા ફાળો વગેરેનું જીવન સુનિશ્‍ચિત કરે છે. તેવીજ રીતે માહિતી સંચાર ટેકનોલોજી જાણકારીઓનું વ્‍યવસ્‍થાપન સમુદાય અને વ્‍યકિતઓની જરૂરિયાત પ્રમાણે સુવ્‍યવસ્‍થિત સ્‍વરૂપમાં ઉપલબ્‍ધ કરાવે છે. આ વસ્‍તુ અને પ્રક્રિયાનો અંતિમ તબકકો ઉપયોગિતા અને પરિણામ પર છે. સંતુષ્‍ટિની પ્રાપ્‍તિ એ જ માહિતી સંચાર ટેકનોલોજીની સામાજિક-આર્થિક વિકાસ માટે માહિતીના સ્‍વરૂપમાં થયેલ પરિવર્તનની અંતિમ સ્‍થિતિ દર્શાવે છે.આજે ડિઝીટલ ઇન્ડીયા અને મેક ઇન ઇન્ડીયા કાર્યક્રમ અંતર્ગત સંપોષિત વિકાસ અને ટેકનોલોજી અભિગમ અંતિમજન સુઘી કઇ રીતે ૫હોચે છે તે અગત્યનું બને છે.

સંદર્ભ :

 • NeGP PLAN, National institute of smart Governance, Hyderabad
 • J. Satyanarayan. e-Governance … the science of the possible, PHI, new delhi, 2004
 • Kenneth Keniston- "IT Experience in India : Bridging the digital divide". New Delhi. Sage publication : 2004.
 • Ministry of Communications and Information Technology, GoI (2004). Annual Report 2003– 04. New Delhi: MCIT.
 • Sen, Amartya (1982). Choice, welfare and measurement. Oxford: Basil Blackwell.
 • Digital Dividend. Website. http://www.digitaldividend.org

લેખક

ડો. સતીષ પટેલ

મદદનીશ પ્રાઘ્યા૫ક,

ગ્રામ વ્યવસ્થા૫ન વિભાગ,

ગૂજરાત વિદ્યાપીઠ : રાંઘેજા, જિ. ગાંઘીનગર

વેબસાઈટ : ડૉ. સતિષ પટેલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate