অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડ્રોન ટેક્નોલોજી નો કૃષિ ક્ષેત્રે ઉપયોગ

ડ્રોન ટેક્નોલોજીના સંદર્ભમાં કહીએ તો ડ્રોન એ એક માનવરહિત હવાઈવહન છે.ડ્રોન જુદી જુદી રીતે કામ કરી શકે છે જેમકે માનવ દ્વારા અથવા સંપૂર્ણપણે અથવા આંશિક સ્વયંસંચાલિત ઓનબોર્ડ કોમ્પુટર દ્વારા. માનવ દ્વારા ચાલતા વિમાનોની સરખામણીમાં, માનવરહિત હવાઈ વાહનો વારંવાર માનવીઓ માટે નીરસ, ખરાબ કે ખાતરનાક કાર્યો માટે પસંદ કરવામાં આવે છે.
ડ્રોનનો ઉપયોગ મોટાભાગે લશ્કરીકાર્યક્રમોમાં, વ્યાપારિક રીતે , વૈજ્ઞાનિક , મનોરંજન , કૃષિ અને અન્ય કાર્યક્રમો જેમકે નીતિવિષયક અને સર્વેલન્સ, હવાઈ ફોટોગ્રાફી વગેરે માં થય રહ્યો છે.

ડ્રોન અને બજાર:

ડ્રોન સીસ્ટમ માં હવાઈ વાહન, હાઈ રિસોલ્યુશન કેમેરા, ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ અને સેન્સર નો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે બે પ્રકારના ડ્રોન હોય છે
  • રોટરી વિંગ ડ્રોન કે ફરતી પાંખ વાળા ડ્રોન
  • ફિક્સ વિંગ ડ્રોન કે સ્થિર પાંખવાળા ડ્રોન
બન્ને પ્રકાર ના ડ્રોનસ સામાન્ય રીતે ઓટોમેટિક અથવા સેમી  ઓટોમેટિક સિસ્ટમ થી સજ્જ હોય છે, કે જે વધુ ચોકસાઈ અને પહેલેથી જ નક્કી કરેલા રસ્તા પર ઉડતા GPS નો ઉપયોગ કરે છે. તેનું આંતરરાષ્ટ્રીય વેચાણ સને ૨૦૨૦ શુધીમાં ૧,૨૫,૦૦૦ થશે. ઝડપી પરિણામ હાંસલ કરતા લોકપ્રિયતા મેળવતા ઘણી કંપનીઓ માટે દરોમ મહત્વનું સાધન બની ગયું છે.

કૃષિમાં ડ્રોનનો ઉપયોગ:

કૃષિમાં ડ્રોનનો ૮૦% સમાવેશ થય શકે છે.નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ડ્રોન માટે કૃષિ એ સૌથી આશાસ્પદ બજાર છે.કારણકે તેની ટેકનોલોજી મોટા ખેતરો અને મોટા ગામડાઓ કે જ્યાં ગોપનીયતા અને સુરક્ષાના મુદાઓ છે તેના માટે અનુકુળ છે. પહેલેથી જ ખેડૂતો, સંશાધકો અને કંપનીઓ પાકના સર્વેક્ષણ , રોગ અથવા જંતુનાશક અને ખાતરની તપાસ માટે માનવરહિત વિમાન સિસ્ટમો વિકસાવી રહ્યા છે.ડ્રોનના કૃષિ ક્ષેત્રમાં કેટલાક વિશ્વસનીય કાર્યક્રમો નીચે મુજબ છે.

પાક આરોગ્ય ચકાસણી:

પાકના આરોગ્ય અને સ્પોટ બેકટેરીયલ ચેપનું મુલ્યાંકન વૃક્ષો પર કરવું આવશ્યક છે. દૃશ્યમાન અને નજીકના ઈન્ફ્રારેડ પ્રકાશનો ઉપયોગ કરીને પાકને સ્કેનિંગ કરવામાં આવે છે. ડ્રોન સંચાલિત ઉપકરણો જાણી શકે છે કે પ્રકાશના વિવિધ પ્રકારોમાંથી ક્યાં છોડ લીલા પ્રકાશ અને NIR દર્શાવી પ્રકાશ પરાવર્તિત કરે છે. આ માહિતી મલ્ટીસ્પેક્ટ્રલ ઈમેજો ઉત્પન્ન કરી શકે છે .જે છોડમાં ફેરફારોને ટ્રેક કરે છે અને તેમના આરોગ્યને સૂચવે છે. વધુમાં જેમ જેમ બીમારી શોધવામાં આવે છે તેમ, ખેડૂતો ઉપચાર વધુ ચોક્કસપણે કરી શકે છે અને તેનું નિરીક્ષણ કરી શકે છે. આ બે શક્યતાઓ રોગોને દુર કરવા માટે પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરે છે. વધુમાં પાકની નિષ્ફળતાના કિસ્સામાં ખેડૂતો નુકશાની વીમા દવાઓ માટે વધુ અસરકારક રીતે દસ્તાવેજ કરી શકશે.

સિંચાઈ સંચલનની ચકાસણી:

બહુવિધ સિંચાઈનું સંચાલન ઘણું અઘરું છે. હાઇપરસ્પેક્ટ્રલ , મલ્ટીસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સર્સ ધરાવતા ડ્રોન એ ઓળખી શકે છે કે ક્ષેત્રના ક્યાં ભાગો સુકા છે અથ્બા તેમાં સિચાઈની જરૂર છે. વધુમાં જેમ પાક વધતો જાય છે ત્યારબાદ દ્રોણનો મદદ થી વેજિટેશન ઇન્ડેકસની ગણતરી કરી શકીએ છે. જે પાકના સંબધિત ઘનતા અને આરોગ્યનું વર્ણન કરે છે અને ગરમીનું પ્રમાણ બતાવે છે કે પાક કેટલી ઉર્જાનો જથ્થો અથવા ગરમીને ઉત્સર્જીત કરે છે.

નીંદણ નિયંત્રણ:

નોર્મ્લાઇઝડ ડિફરન્સ વેજીટેશન ઇન્ડેક્ષ ની મદદથી માહિતી અને ફોટો પ્રોસેસથી નીંદણનો નકશો બનાવી શકીએ છે અને કૃષિવિજ્ઞાની વધુ નીંદણ પ્રસારને તંદુરસ્ત પાક ક્ષેત્રથી સરળતાથી અલગ કરી શકે છે .નીંદણ નિયત્રણ માટે એરિયલ ડ્રોનનો ઉપયોગ પ્રમાણમાં નવું એપ્લીકેશન છે. નીંદણ નિયત્રણમાં નીચેની પદ્ધતિ થી ડ્રોન ઉપયોગ થય શકે છે.

કંટ્રોલ નીંદણ સ્પ્રે: જયારે આપણા માટે સ્પ્રે સાઈટસ એક્સેસ કરવા મુશ્કેલ હોય છે.

ટાર્ગેટ નીંદણ સ્પ્રે : જયારે તમને કોઈ પાક ની ચોક્કસ સ્પોટ કે જગ્યા ખબર પર સ્પ્રે ની જરૂર હોય ત્યારે

GPS ટ્રેકિંગ મદદ થી સ્પ્રે: જયારે તમને કોઈ ચોક્કસ સ્પ્રે રેકોર્ડ ની જરૂર હોય

ખલેલ રહિત અને શાંત: જયારે લોકો ને ખલેલ ઘટાડવા જરૂર હોય ત્યારે.

જમીન વિશ્લેષણ:

ડ્રોન એ પાકચક્રની શરૂઆતમાં મહત્વનું સાધન બની શકે છે. પ્રારંભિક તબ્બકામાં ડ્રોન જમીન વિશ્લેષણ માટે તેઓ ચોક્કસ પ્રકારના ૩-D નક્શા તૈયાર કરે છે કે જે બીજ વાવેતરના પેટર્નની યોજનામાં ઉપયોગી બને છે. વાવેતર પછી ડ્રોન આધારિત માટીનું પૃથકરણ સિંચાઈ અને નાઈટ્રોજન સ્તરની વ્યવસ્થાપન માટેના ડેટા પુરા પાડે છે.

પશુની દેખરેખ:

પશુપાલકો અને ખેડૂતો પાસે પ્રાણીઓના મોટા ટોળા તેમની આસપાસની વિશાળ જમીન પર આમતેમ ભટક્યા હોય છે. ઘણી વખત આમાંના કેટલાક પ્રાણીઓ ખોવાઈ જવાની ઘટના બને છે. સ્માર્ટ ડ્રોન ખોવાયેલ પ્રાણીનો ટ્રેક રાખવા અને શોધવામાં એક કાર્યક્ષમ માર્ગ બને છે. પશુપાલકો માટે નવી વાસ્તવિકતા એ છે કે તેમના પ્રાણીઓનું ટોળાઓનું  સંચલન કરવા માટે કૃષિ ડ્રોનસ ઉપયોગ થાય છે.

વીમો અને આપત્તિ સંચાલન:

સરકાર અને વીમા એજન્સીઓ માટે ડ્રોન શું ઉગાડવામાં આવે છે તે અંગે ની વધુ ચોક્કસ અપટુ-ડેટ માહિતી પ્રદાન કરે છે. ખેડૂતો માટે વ્યક્તિગત રીતે આ પ્રકારની નિષ્ફળ પાક અને બમ્પર ઉત્પાદનની માહિતી આપે છે.ખાનગી વીમા કંપનીઓ ખેતરો ના ફોટોગ્રાફ્સ કરવા માટે ડ્રોન નો ઉપયોગ કરે છે. અને જો કૃષિ મંત્રાલય દ્વારા મંજુરી આપવામાં આવે તો તે પાકની ઉપજની ગણતરી કરવા માટે ડેટા પણ આપી શકે છે. કૃષિ મંત્રાલય પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જાન્યુઆરી ૨૦૧૬ માં કેબીનેટ દ્વારા મંજુર કરવામાં આવેલી છે. આ યોજના માટે આવા આધુનિક તકનીકનો ઉપયોગ કરવા જણાવ્યું છે. સરકારખેડૂતોને વીમા ચુકવણીમાં વિલંબમાં સહાય કરવા માટે સ્માર્ટફોન અને રીમોટસેન્સીંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા આતુર છે.

વિવિધ દેશોમાં ડ્રોન ના નિયમો:

નૈતિક ચિંતાઓ અને ડ્રોન કે UAV સંબધિત અકસ્માતો જુદા જુદા દેશોને ડ્રોન નિયમન તરફ દોરી ગયા છે તેની વિગત નીચે મુજબ છે.

દેશ

નિયમન

ઔસ્ટ્રેલીયા

પરવાનગી

જાપાન

પરવાનગી

ભારત

UAVનું ઉડ્ડયન આંતરિક વિમાનન મહાનિયામક કચેરી અને સંરક્ષણ મંત્રાલય ની પરવાનગી પછી થાય છે.

કેનેડા

૨૦૦૮ થી કાયદા પર

યુ.એસ.એ.

૨૫૦ ગ્રામ અને ૨૫ કિલોગ્રામ વચ્ચેના UAVનું FAAમાં રજીસ્ટ્રેશન જરૂરી

યુ.કે

આંતરિક ઉડ્ડયન સ્તાધીકારીની પરવાનગી જરૂરી

સ્ત્રોત: ડીસેમ્બર-૨૦૧૭ , વર્ષ-૭૦ અંક:૮ , સળંગ અંક:૮૩૬  (એ.એ.યુ, કૃષિ ગૌવિદ્યા)

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate