હોમ પેજ / ખેતીવાડી / કૃષિ અંતર્ગત માહિતી સંચાર ટેકનોલોજી / ડીજીટલ પેમેન્ટ દ્વારા છોડો લાઈન, બનો ઓનલાઈન
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડીજીટલ પેમેન્ટ દ્વારા છોડો લાઈન, બનો ઓનલાઈન

ડીજીટલ પેમેન્ટ દ્વારા છોડો લાઈન, બનો ઓનલાઈન

ભારત સરકાર દ્વારા પ્રામાણિક્તાનો યુગ દેશમાં શરૂ કરવાની પ્રતિબધ્ધતા સાથે વિમુદ્રીકરણનું કદમ ઉઠાવ્યું છે. વિમુદ્ધિકરણ કે નોટબંધી બાદ સામાન્ય માણસને ખરીદી અને વ્યવદારના અનેક નવા રસ્તો શોધી. ખાપ્પા છે નથવા તો. જે નાનો હતો પણ વપરાતી. નાં નેનો ઉપયોગ ચાલુ થઈ ગયો છે. એમાંનો એક રસ્તો છે ઈ પેમેન્ટ, તેમાં બેકિંગ સેવાઓના માધ્યમથી એસ. એમ.એસ. બેકિંગ, ઈવોલેટ, પ્રીપેઈડ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડિજીટલ પેમેન્ટ, આધાર સીડિંગ જેવા સરળ ઉપાયોથી સમગ્ર ભારત તેમજ ગુજરાત કેશલેસ ઈક્વેનોમીનો માર્ગ અપનાવી રહ્યું છે. હાલના સમયમાં સરકાર, બેન્કો અને પેમેન્ટ કંપનીનો. લોકોને કેશલેશ ટ્રાન્ટેકશન માટે પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે આપણે આ વિવિધ માધ્યમોથી પરિચિત થઈ રસરળતાથી ડિજીટલ પેમેન્ટ કરી શકીને તેની માહિતી બી. લેખમાં દશાવેલ છે.

 

ડિજીટલ પેમેન્ટના વિવિધ પ્રકારો :

બેંક કાર્ડ

ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પ્રી-પેઈડ કાર્ડ નામો લગભગ સમાને છે પરંતુ બધા સંપૂર્ણપણે અલગ અર્થ ધરાવે છે.

ડેબિટ કાર્ડ

 • જો તમે ડેબિટ કાર્ડ ધરાવતા હોય અને તમે તેનો ઉપયોગ કરીને કોઈ વ્યવહાર (લેવર્ડ-દેવડ) કરો છો તો તે તમે કોઈપણ બિલનું ચૂકવવું તમારા પોતાના નાણાનો ઉપયોગ કરી કરો છો.
 • જ્યારે તમે કોઈ બે ના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ વ્યવહાર છો ત્યારે તરત જ તમારા પૈસા સંબધિત બેંકના ચત ખાતામાંથી બાદ થઈ જાય છે.
 • એનો અર્થ એ થાય છે કે તમારા બેંક ખાતામાં જો પર્યાપ્ત બેલેન્સ હશે તો તમે એક પણ , પ્રશ્ન નો  સામનો કર્યા વિના સરળતાથી વ્યવહાર કરી શકશો કારણ કે ડેબિટ કાર્ડ તમારા બેંક ને એકાઉન્ટ સાથે જોડાયેલ હોય છે.

ક્રેડિંટ કાર્ડ

 • ક્રેડિટ કાર્ડ ને નાની લોનની જેમ કામ કરે છે કે જ્યારે તમારી પાસે બેંક એકાઉન્ટ અથવા તમારા ખિસ્સામાં પૂરતા પૈસા નથી છતા તમે હજુ પણ નાણાકીય વ્યવહારો કરી શકો છો.
 • તેનો અર્થ એ છે કે તમે તમારી બેંક પાસેથી ચોક્કસ રકમ કોઈ ચોક્કસ સમય માટે ઉધાર લો છો અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ પર તમારી બેંક દ્વારા ઉલ્લેખ કરેલો છે તે મુજબ ચોક્કસની સમયની અંદર પાછા ચૂકવવા પડશે તેવું વચન આપે છે.
 • ક્રેડિટ કાર્ડનું બિલ જેમ તમે કોઈ અન્ય બિલ માસિક ધોરણે ભરો છો, તેના જેવા હોય છે.

પ્રી-પેઈડ કાર્ડ

 • ડેબિટ કાર્ડથી વિપરીત પ્રી-પેઈડ કાર્ડ બેંક સાથે ને ડાયેલ નથી હોતા.
 • સામાન્ય રીતે, પ્રિ-પેઈડ મોબાઈલની જેમ જ્યારે તમે પ્રિ-પેઈડ કાર્ડ વાપરો છો ત્યારે તમે જેટલા પૈસા વાપરવા ઈચ્છતા. હોય તે તેમાં પહેલેથી જ લોડ કરવામાં કે નાખવામાં આવે છે.

યુપીઆઈ

યુપીઆઈ એટલે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફૅસ જેમાં બેંક  થવા એટીએમ જોડે તમારો મોબાઈલ રજિસ્ટર કરાવવો પડે છે.

યુપીઆઈ એ એક એવી સિસ્ટમ કે પ્લેટફોર્મ છે કે જેમાં દેશની વિવિધ બેંકોને એક જ મોબાઈલ બેંકિંગ એપ્લિકેશન માં આવરી લેવામાં આવે છે.

 • દેશમાં સૌ પ્રથમ વખત ની મુદ્દાને ધ્યાનમાં રાખીને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ST) દ્વારા ૨૧ મેમ્બર બેંકો ને એક સાથે એક જ છત્ર હેઠળ રાખી પાઈલોટ પ્રયોગ તારીખ ૧૧ એપ્રિલ ૨૦૧૬ ના રોજ હાથ ધરવામાં આવેલ. હાલમાં લગભગ ૩૧ જેટલી વિવિધ બેંકો NPCI હેઠળ જોડાયેલ છે.
 • આ એપ્લિકેશન તારીખે રપ મી ઓગષ્ટ ૨૦૧૬ થી ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે.
 • તમારા મોબાઈલમાં યુપીઆઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારો અંગત પિન સેટ કરવો પડે છે.
 • આ એપ્લિકેશનથી તમે કોઈપણ જગ્યાએ કેશલેસ વ્યવહાર કરી શકો છો. •
 • આ માટે તમારે કોઈ બેંકની વિગત કે નેટ બેંકના યુઝર નેમ પાસવર્ડની જરૂરિયાત રહેતી નથી જેમાં નાણાં મોકલી શકાય, લઈ શકાય અને QR કોડ સ્કેન પણ કરી શકાય છે.

અનરર્કરચર્ડ સપ્લિમેન્ટરી ડેટા (USSD):

યુએસ ડી એટલે કે અનસ્ટ્રક્ચડ સપ્લિમેન્ટરી સર્વિસ ડાય. USSD  ની સગવડ દરેક GSM મોબાઈલ અર્થાત SMS ની સગવડ હોય તેવો મોબાઈલ પર ઉપલબ્ધ છે.

 • આ સર્વિસના ઉપયોગ માટે કોઈ ઈન્ટરનેટ કે મોબાઈલ એપ્લિકેશનની જરૂરિયાત નથી.
 • જેનાથી તમારા મી-પેઈડ મોબાઈલનું બેલેન્સ જીણવું સહેલું છે. આ માટે તમારા બેંક એકાઉન્ટ જોડે તમારો મોબાઈલ નંબર જોડવાનો હોય છે.
 • મોબાઈલ ને ત્યા બાદ તમારા ફોનથી *99# ડાયલ કરવાનું છે.

 • આ ડાયલ કર્યા બાદ તમારી બેંકના આગળના ત્રણ અક્ષર અથવા IFSC CODE ના ચાર અક્ષર લખવાના હોય છે.

 • ફંડ ટ્રાન્સ્ફર ઈએમઆઈ વિકલ્પ પસંદ કરી જેને રૂપિયા મોકલવાના હોય તેનો નંબર અને એમએમઆઈડી દાખલ કરવાનું હોય છે.
 • વધુમાં, બેલેન્સ ઈન્કવાયરી, મિની સ્ટેટમેન્ટ, એમપીન, MMID (મોબાઈલ મની. આઈડેન્ટિફાયર) વગેરે જાણવાની સુવિધા મેળવી શકાય છે.
 • આ સુવિધા ગુજરાતી ભાષામાં જોઈતી હોય તો તમારે બેંક સાથે રજીસ્ટર્ડ મોબાઈલમાં *99*27# ટાઈપ કરવાનું રહેશે.

આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમ (ARM)

:
 • AEPS  જે અંતર્ગત આધાર દ્વારા નાણાંકીય વ્યવહાર કરી શકો છે.
 • સૌ પ્રથમ તો આ સેવાનો લાભ લેવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે.
 • ત્યારબાદ આધાર થી આધાર પૈસા ટ્રાન્સ્ફર, ઈન્કવાયરી, રોકડ જમા અને ઉપાડ અને બેંક વ્યવહારો માઈક્રો - એ.ટી.એમ. નામના સાધનની મદદથી કરી શકાય છે.
 • આ માટે તમારે ડેબિટ કાર્ડ કે સહીની જરૂર પડતી નથી.

ડીજીટલ વોલેટ તચા મોબાઈલ એપ્લિકેશન :

 • ડીજીટલ વોલેટ કે ઈ વોલેટ એટલે તમારૂં ઓનલાઈન પાકીટ કે જેમાં તમે પહેલેથી પૈસા પસંદ કરી શકો છો અને જરૂરિયાતના સમયે તેમાંથી ખર્ચ કરી શકો છો.
 • ખરીદી માટે કોમ્યુટર અથવા સ્માર્ટ ફોનનો વપરાશ કરી શકાય છે.
 • વ્યકિતગત ખાતાને ડીજીટલ વોલેટ સાથે જોડીને તેમાં  પૈસા ઉમેરી શકાય.
 • હાલમાં, એસ.બી.આઈ.ની એસ.બી.આઈ. બડી વોલેટ, phone Pay, Paytm, Freecharge, તેમજ બીજી અન્ય બેંકોના વિવિધ ડીજીટલ વોલેટ ઉપલબ્ધ છે.

વધુમાં મોબાઈલ વોલેટ સિવાય તમામ બેંકો પોતાની અલગ અલગ મોબાઈલ ઍપ્લિકેશન ધરાવે છે જેમ કે. એસ. બી.આઈ. ની state bank any where સેન્ટ્રલ બેંક ની centmobile તેમજ બીજી અન્ય બેંકો વિવિધ મોબાઈલ એપ્લીકેશન તેમજ વેબ એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના વડે નાપણે પૈસા ટ્રાન્સફર, બેંક ઈન્કવાયરી, રોકડ જમા ને ઉપાડ અને અન્ય બેંક વ્યવહારો ખૂબ સરળતાથી કરી શકીને છીએ.

પોઈન્ટ ઓફ સેલ્સ (POS)

 • POS  એટલે પોઈન્ટ નો સેલ્ટા એટલે કે ખરીદી વખતે વસ્તુના બદલામાં નાણાંકીય લેવડ દેવડ પૂર્ણ કરવામાં આવે છે.
 • નાણાં વ્યવહાર કરવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
 • જેમાં કાર્ડ સ્વાઈપ કરી આપણો અંગત પિન નાખી વાપરી કરી શકાય છે.
 • જેમાં નાણાં ઉધાર થયા હોય તેની પહોંચ પણ મળે છે.
 • (પીઓએસ) વિવિધ વેપારીઓ, સંરથાઓ, પેટ્રોલપંપો સહિત વિવિધ જગ્યાને ઉપલબ્ધ હોય છે.
 • વ્યવહાર સફળ થતાં ખરીદનારના ખાતામાંથી નાણાં વિકેતાના ખાતામાં તબદીલ થાય છે અને વિક્રેતા દ્વારા માલસેવા પૂરી પાડવામાં આવે છે.

(પીઓએસ) ત્રણ પ્રકારે વર્ગીકૃત કરી શકાય

(૧) ભૌતિક પીઓએસ:

આ સર્વિસ માટે પીઓએસ મશીનમાં ભૌતિક રીતે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વાઈપ કરીને પેમેન્ટ કરી શકાય છે.

(ર) મોબાઈલ પીઓએસ:

mPOS કે મોબાઈલ પીઓએસ એટલે કે એવો સ્માર્ટ ફોન કે ટેબલેટ કે જે એક કેશ રજીસ્ટર તરીકે કાર્ય કરે છે કે જે ઈલેકટ્રોનિક પોઈન્ટ ઓફ  સેલ તરીકે પણ ઓળખાય છે.

(૩) વર્ચ્યુઅલ પીઓએસ:

આ સર્વિસ માટે પીઓએસ મશીન વડે QR કોડનો ઉપયોગ કરી પેમેન્ટ કરી શકાય છે.

સાવચેતી ના પગલા:

 • આપનો પાસવર્ડ/ પિન /ઓટીપી /ગ્રીડ કોઈને આપવો નહિ.
 • ઈન્ટરનેટ બેકિંગનો પાસવર્ડ નિયમિત બદલતા રહો
 • એટીએમ ટ્રાન્ટેકશન વખતે બીજાની નજર ના રહે તેની કાળજી રાખવી.
 • આપના ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ સંભાળીને રાખો.
 • કોઈપણ બેંક પોતાના ગ્રાહક પાસેથી કયારેય પણ ફો/ ઈ મેઈલ કે અન્ય રીતે તેમના ખાતાની  ખાનગી માહિતી પૂછતી નથી.

સારાંશ :

ડિજીટલ બેકિંગ આાપણા રોજીંદા જીવનને રહેલું, ઝડપી અને સુવિધાજનક બનાવે છે. પેમેન્ટ, ફંડ ટ્રાન્સફર, રિચાર્જ, ટિકિટ બુકિંગ વગેરે ગમે તે હોય એક વાર આ સુવિધા અજમાવો અને તમે કાયમ માટે તેનાથી ટેવાઈ જશો. હાલ જ્યારે ત્રણ કરોડથી વધુ લોકો માર્ટ ફોન વાપરે છે તેમજ સમગ્ર રાજ્ય ઈન્ટરનેટથી ઓ જોડાયેલું છે ત્યારે ડીજીટલ ઈન્ડિયા અભિયાનને આગળ ધપાવવામાં આપણે પ્રદાન આપી શકીશું.

સ્ત્રોત: ફેબ્રુઆરી-ર૦૧૭ ૦ વર્ષ : ૬૯ અંક : ૧૦ સળંગ અંક : ૮ર૬ કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

2.84
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top